Monday, May 26, 2025

પાંજરાના આરામમાં આપનું સ્વાગત છે,

પાંજરાના આરામમાં આપનું સ્વાગત છે,

જ્યાં સ્થિરતા એક લક્ષણ છે, એક તબક્કો નથી.

આજ્ઞાપાલન માટે તાલીમ પામેલા, વર્તન કરવાનું શીખવવામાં આવેલા,

સ્વ-ખોદેલી કબરોમાં ઘરેલું હૃદય.

આપણે તેને શાંતિ કહીએ છીએ - પણ તે શામક દવા છે.

આપણે તેને સત્ય કહીએ છીએ - પણ તે અવતરણ છે.

તેમને તમારી જરૂર છે તૂટેલા, સુઘડ રીતે ફ્રેમ કરેલા -

અનુમાનિત, નમ્ર, પહેલેથી જ નામ આપવામાં આવ્યું છે.

Welcome to the comfort of the cage,

 Where stillness is a symptom, not a stage.

 Trained to obey, taught to behave,

 Domesticated hearts in self-dug graves.

 We call it peace— but it's sedation.

 We call it truth— but it's quotation.

 They need you broken, neatly framed—

Predictable, polite, already named.


--

Thursday, May 15, 2025

Personal letter for Public Awareness.

Personal letter for Public Awareness.
તમારો પત્ર ગંભીરતા પુર્વક વારંવાર વાંચ્યો. કારણકે તમારા પત્રના આધારે તમે રજુ કરેલા પ્રશ્નો કે મુદ્દાઓને બરાબર સૌ પ્રથમ હું સમજવા માંગતો હતો. તમારી રજુઆતમાં પ્રમાણીકતા હતી. સાથે સાથે તે ભગીરથ કાર્ય કરતાં કરતાં જે માનવીય અનુભવોમાંથી તમે પસાર થયા પછી તેના નીચોડનું સંકલન હતું. હવે હું જે લખું છું તે તમારે માટે, તમારી બૌધ્ધીક સજજતા અને પરિપક્કવતા માટે જ લખું છું.
તમારી રજુઆતમાં રેશનાલીઝમ, નાસ્તિકતા, વૈજ્ઞાનીક અભિગમ અને માનવવાદ વિ. નો ઉલ્લેખ વારંવાર આવે છે. તમે આ બધા ખ્યાલો કે વિભાવનાઓ જાણે એક જ અર્થ કે સમાન અર્થો ધરાવતી હોય તે રીતે ઉપયોગ કર્યો છે. હકીકતમાં ગુજરાતમાં જે કોઇ વૈચારીક શંભુમેળો ' રેશનાલીસ્ટ પ્રવૃત્તી' ના નામે વર્ષોથી ચાલ્યા કરે છે  તેને કારણે સદર પ્રવૃત્તી દિશાહીન અને વ્યક્તિ લક્ષી બની ગઇ છે.
રેશનાલીઝમ એક દુન્યવી કે ઐહીક સત્ય શોધવાનો માર્ગ છે. પધ્ધતિ છે. જેમાં બે પરિબળો છે.એક, ઇન્દ્રીયજન્ય અનુભવ( પાંચ ઇન્દ્રીયો, આંખ, નાક, કાન, જીભ અને ચામડી) ( Sense perception), અને બે,સદર ઇન્દ્રીયજન્ય અનુભવ દ્વારા મગજને મળેલ સંદેશાથી  સત્ય પારખી કરેલ નિર્ણય સમજશક્તિ ( Cognition) હોય છે. આ સત્ય કાયમ માટે પુરાવા આધારિત( Evidence Based) હોય છે.રેશનાલીઝમને સમજાવા માટે આનાથી વધારે દુનિયાના કોઇપણ ખુણે માનવીને સમજાવવા બીજા કોઇ માધ્યમની જરુર નથી.
    ઇશ્વરના અસ્તિત્વને રેશનાલીઝમને આધારે  સાબિત થઇ શકે તેમ નથી. તે ખ્યાલ કે વિભાવનાને ' નિરઇશ્વરવાદ કે નાસ્તીક્તા અંગ્રેજીમાં " Atheism" તરીકે ઓળખવામાં આવે છે. નાસ્તિક બનવું કે તે  લેબલ સ્વીકારવું મારા મત મુજબ ખુબજ સરળ છે. પણ ઇશ્વરના અસ્તિત્વનો 'ઇન્કાર' કર્યા પછી વ્યક્તિગત અને સામાજીક નૈતિક જીવન કેવી રીતે પ્રાપ્ત કરવું તે ખુબજ મુશ્કેલ છે. માનવ માનવ વચ્ચે ધર્મ, વંશ, જાતિ, કુટુંબ, પ્રદેશ અને રાષ્ટ્ર જેવા હિતોને બદલે માનવ કેન્દ્રીત   હિતો વિકસાવવા સરળ બિલકુલ નથી. તે જ્ઞાન મેળવવાનો માર્ગ  ખુબજ કપરો છે.
ધાર્મીક નૈતીક વ્યવહાર Religious Morality,( ઇશ્વરી શ્રધ્ધા પ્રેરીત) અને ધર્મનિરપેક્ષ નૈતીક વ્યવહાર Secular Morality( રેશનલ સત્યોથી પ્રાપ્ત કરેલ નૈતીક્તા) એ બે વચ્ચે સમાધાન શક્ય જ  નથી. જે માનવીનો નૈતીક વ્યવહાર ઇશ્વર અને તેના ધર્મના ભયથી નક્કી થતો હોય તેને નૈતીક વ્યવહાર કહેવાય? કોઇપણ ધાર્મીક સત્યો( ભલે તેનો આધાર જે તે ધર્મના ધર્મપુસ્તકોનો હોય) રેશનાલીઝમના માપદંડોથી સત્ય સાબિત થતા ન હોય તે વ્યક્તિ અને માનવ સમુહના કલ્યાણ  માટે કોઇ કામના હોઇ શકે જ નહી.
માનવવાદી વિચારસરણી જ્ઞાન આધારિત છે. જ્ઞાનનો આધાર દુન્યવી સત્ય છે. દુન્યવી સત્ય રેશનાલીઝમની મદદથી નક્કી થાય છે. માનવીય નૈતીકતા એ છે જે રેશનલ સત્યથી નક્કી થઇને માનવીને સુખ આપે. હું જ્યારે મારા સાથી માનવને મદદ કરું છું ત્યારે તે મદદ ઇશ્વરને ખુશ કરવા નહી પણ મને તેનાથી સુખ–સંતોષ મળે છે માટે કરુંછું. માનવ સહકારનું મુલ્ય માનવ અસ્તીત્વને ટકાવી રાખવા, વિકસાવવા અને સમૃધ્ધ કરવા લાખો વર્ષના જૈવીક ઉત્ક્રાંતિના સંધર્ષમાંથી દરેક સજીવમાં નાના મોટા પ્રમાણમાં વિકસતું આવ્યું છે. આવા જીજીવિષા ટકાવવાના સંઘર્ષમાં માનવ સહકાર અન્ય સજીવો કરતાં બૌધ્ધીક રીતે  વધુ વિકસેલો હોવાથી તે પૃથ્વીનો કર્તાહર્તા બની ગયો છે.
       મેં  તમને ગુજરાતીમાં 'રેડીકલ હ્યુમેનીઝમ' સ્વાતંત્રય અને લોકશાહીની ફિલસુફી પુસ્તક ઘણા સમય પહેલાં વાંચવા માટે નહી પણ અભ્યાસ કરવા, આત્મસાત કરવા આપેલું હતું. તમે તમારી મુઝવણો અને અન્ય રજુઆતો કરી છે તેના પરથી સ્પષ્ટ તારણ છે કે ગમે તે કારણોસર તમે આ પુસ્તકનો જોઇએ તેટલો અભ્યાસ કરેલ નથી. પુસ્તક શુભેચ્છાથી આપવા સાથે મેં કહ્યું હયું કે સદર પુસ્તક મારો જિંદગીભરનો મિત્ર, માર્ગદર્શક અને તત્વજ્ઞાનીય સહાયક છે. તમારુ કાર્યક્ષેત્ર સમાજના ગમે તે સમુહનું હશે પણ તે બધાને તમારી ભાષામાં સમજ પ્રમાણે તેમની સમસ્યાઓના ઉકેલ માટે ચોકકસ મદદરુપ થઇ શકશો. મુખ્ય હેતુ તમારી બૌધ્ધીક સજ્જતાને વધુ શક્તિશાળી બનાવવાનો છે.
લોકોની ધાર્મીક કે રેશનલ જડતા ને સુધારવાનું આપણું કામ ક્યારેય ન હોવું જોઇએ. તે બધાને તેમની રીતે જીંદગી જીવવા દો. મને ચીંતા છે કે તમારી બૌધ્ધીક્તા સતત વિકસતી રહે માટે ના પ્રયત્નો અટકી ન જાય! શુભેચ્છા સાથે.
ઉપરનો સંવાદ એક કાલ્પનીક છે.
 ગુજરાતી પુસ્તકનું નામ– 'રેડીકલ હ્યુમેનીઝમ' સ્વાતંત્રય અને લોકશાહીની ફિલસુફી'
 અંગ્રેજીમાં લેખક– Justice V.M. Tarkunde -ગુજરાતીમાં અનુવાદક– પ્રો. દિનેશ શુક્લ.
સંપર્ક માટે મો. નં 94266 53821. ગિરિશભાઇ સૂંઢિયા, પાલનપુર.

--

Wednesday, May 14, 2025

હૈદ્રાબાદમાં વૈશ્વીક્ કક્ષાની પરિષદ " ભારત સમીટ" સંપન્ન

આપણા દેશના તેલંગણા રાજ્યના પાટનગર હૈદ્ર્બાદમાં તારીખ ૨૫–૨૬ એપ્રીલના રોજ સમૃદ્ધ ભારત ફાઉન્ડેશન અને તેલંગણા સરકારના સંયુક્ત ઉપક્રમે એક વૈશ્વીક કક્ષાની પરિષદ " ભારત સમિટ "નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વભરના જુદા જુદા આશરે ૧૦૦ દેશોમાંથી ૪૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સદર પ્રતિનિધિઓની પૃષ્ઠભુમી રાજકારણ, શિક્ષણ અને કર્મનીષ્ઠ વિ.ની હતી.પરિષદની વ્યવસ્થા અને સફળતા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડી અને તેમના મંત્રીમંડળે વિ. સક્રીય સહકાર આપ્યો હતો. એટલું જ નહિ પરંતુ રાજ્યના કેટલાક મંત્રીઓએ તો ચર્ચાઓમાં ભાગ પણ લીધો હતો.

આશરે સને ૧૯૫૫માં ૭૦ વર્ષ પહેલાં દેશના પાટનગર દિલ્હીમાં વડાપ્રધાન નહેરુજીના નેતૃત્વ હેઠળ ' બાન્ડુગ પરિષદ'નું વૈશ્વીક સ્તરની પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુધ્ધ પછી બ્રીટિશ અને પશ્ચીમી દેશોની ગુલામીમાંથી નવોદિત સ્વતંત્ર થયેલા એશીયા, આફ્રિકા અને દક્ષિણ અમેરીકાના દેશોના પ્રશ્નો અને તેના ઉપાયો માટે બિનજોડાણવાદ (Non- Alignment) પરદેશી નીતિ પસંદ કરવામાં આવી હતી.એકબાજુ અમેરીકાનો મુડીવાદી લોકશાહી બ્લોક ને બીજી બાજુએ સોવીયેત રશીયાનો સામ્યવાદી બ્લોકના બંનેમાંથી  સ્વતંત્ર દેશોએ પોતાનો વિકાસ શાંતિમાર્ગે કેવી રીતે કરવો તે સળગતો પ્રશ્ન હતો. તે વિચારસરણીના સર્જનમાં  દેશના વડાપ્રધાન નહેરુજી જેવા આર્દષ્ટાનો સિંહ ફાળો હતો.

સને ૨૦૨૫માં બરાબર ૭૦ વર્ષ પછી રાહુલ ગાંધી,સંસદમાં વિરોધપક્ષના નેતાના નેતૃત્વ હેઠળ ૧૦૦ દેશોના ૪૦૦ પ્રતિનિધિઓ હૈદ્રાબાદ પરિષદમાં હાજર રહ્યા હતા.વિશ્વભરના જુદાજુદા દેશોમાં સ્થાનિક કક્ષાએ પોતાના દેશમાં જનવિકાસ માટે પ્રગતિ કરતાં પરિબળોને એક મંચ પર લાવવાનો આ પ્રથમ પ્રયાસ હતો. યજમાન તરીકે પરિષદના આયોજકોનો ઉદ્દેશ સ્પષ્ટ હતો. આયોજકોને પોતાના પક્ષની ચુંટણી માટે મતદારોની ટકાવારી બે પાંચ ટકા વધારવામાં બિલકુલ રસ નહતો. પરંતુ વૈશ્વીક કક્ષાએ ઉભરી રહેલા લોકશાહી અને માનવ મુલ્યો વિરોધી પ્રત્યાઘાતી ધર્મ– જુજ લઘુમતિ મુડીવાદી જુથો– પ્રતિનિધિ સ્વરુપની ચુંટણીપ્રથાનો તોડમરોડ કરીને સત્તા પ્રાપ્ત કરનારા જમણેરી દેશો અને બહારના પરિબળોની ચુંગાલમાંથી મુક્ત થઇને નવીન વૈશ્વીક વ્યવસ્થાની રચના કેવી રીતે કરવી તે હતો. છેલ્લા સાત દાયકાઓમાં વિશ્વ ઘણું જ બદલાઇ ગયું છે. વૈશ્વીક રાજકારણ પણ ઘણું બદલાઇ ગયું છે. સદર જમણેરી ઉગ્ર ધાર્મીક પરિબળોના ટેકાવાળા સત્તાધીશોએ જે તે દેશમાં દુન્યવી માનવ કેન્દ્રીત વિકાસના ઘડીયાળના કાંટા પાછા ફેરવવા માંડયા છે. સાત દાયકામાં જે તે દેશમાં જ્ઞાન–વિજ્ઞાન–ટેકનોલોજીના સહકારથી અસ્તીવમાં આવેલી આધુનિક સંસ્થા અને સંસ્કૃતિઓનો મૃત્યુ ઘંટ વગાડવા માંડયો છે. જેણે લાંબેગાળે માનવજાતની સભ્યતાને ટકી રહેવા માટે વૈશ્વીક સ્તર પર ગંભીર પડકાર પેદા કરી દીધો છે.

બીજા વિશ્વયુધ્ધ પછી વિશ્વના તમામ દેશોએ પોતાના દેશના આંતરિક અને એક બીજા દેશો ખાસ કરીને પડોશી દેશો સાથેના પ્રશ્નો ગમે તેવા ગંભીર હોય તો પણ ચર્ચા, આંતરિક સહકાર અને કાયદા શાસનમાં (રુલ ઓફ લો) વિશ્વાસ રાખીને શાંતિભર્યા માર્ગે ઉકેલ લાવ્યા હતા. આંતરીક અને બે દેશો વચ્ચેની આંતરરાષ્ટ્રીય સમસ્યાઓના ઉકેલ માટે હિંસા, લશ્કરી અથડામણ અને લડાકુ શસ્રોના ફાસીવાદી સરમુખ્તયારશાહી રીતરસમોને તિલાજંલી આપી હતી.બીજા વિશ્વયુધ્ધમાં જર્મનીના નાઝીવાદી સરમુખ્તયાર હિટલરે સમગ્ર યુરોપમાં યહુદીનું એક કોમ તરીકે અને હિટલરના રાજકીય વિરોધીઓનું સમુળુ નિકંદન કાઢી નાંખવા માટે જે તે અધમભરેલી અમાનવીય રીતરસમો અપનાવી હતી તેને યુએસએ અને યુરોપના દેશોએ હોલોકાસ્ટ મ્યુઝીયમ બનાવી અભ્યાસના કેન્દ્રો તરીકે સ્થાપિત કરી છે. જેથી કરીને માનવજાતની આવતીકાલની પેઢી તેમાંથી બોધપાઠ લઇને તેવી ભુલોનુ વારંવાર પુનરાવર્તન ન કરે, કરાવે. વર્તમાન હૈદ્રાબાદ પરિષદનું સર્વનુમતે તારણ હતું કે ૨૧મી સદીના છેલ્લા બે દાયકઓમાં સને ૨૦૧૦ પછી ખાસ, જે તે દેશોની તમામ પ્રકારની લઘુમતીઓ જેવીકે ધાર્મીક,વંશીય,જાતીય કે લીંગ આધારીત અને દરેક દેશમાં સ્થાયી થયેલ પરદેશીઓ (Emigrants) સાથેનો બહુમતી પ્રજાનો વ્યવહાર 'પેલા હિટલરના વંશીય હોલોકાસ્ટ'નું પુનરાર્વતન કરાવે તેવો ક્રમશ થઇ રહ્યો જ નથી બલ્કે વધતો રહ્યો છે. જે તે રાષ્ટ્રની બહુમતી પ્રજા પેલી તમામ પ્રકારની લઘુમતીઓને રાષ્ટ્ર હિત માટે જાણે ખતરારુપ હોય તેમ  સતત તે બધાની સામે ધિક્કારીને નફરત અને હિંસક વર્તન કરતા થઇ ગયા છે. જેમાં સત્તાપક્ષનો પ્રત્યક્ષ કે પરોક્ષ કે બંને પ્રકારનો ખુલ્લી અને મુક સંમતી હોય છે.( These minorities presence are now being propagated as a serious threat to nation states.) હવે આ વંશીય, જાતિવાદીઅને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદે ખુબજ ટુંકાગાળામાં અસહિષ્ણુ અને હિંસક સ્વરુપ ધારણ કરી લીધું છે.

બીજો પ્રશ્ન, નાગરિક રાષ્ટ્ર રાજ્ય( National-State Civil Society) માટે કોણ ખતરનાક છે? આ પરિષદમાં મુખ્ય ચર્ચા હતી. ભારત સમિટમાં એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે આધુનિક નાગરિક રાષ્ટ્ર રાજ્ય માટે જે તે દેશમાં અતિ-જમણેરી ` બહુમતી ધર્માંધ–વંશીય–સત્તાપક્ષનીસરમુખત્યારી)નો મુખ્ય ખતરો છે. કારણ કે તે પૂર્વ-રાષ્ટ્ર રાજ્ય ફિલોસોફી(on the pre-nation state philosophies) અથવા પૂર્વ-આધુનિક(or pre-modern loyalties) વફાદારી પર આધારિત છે.જેણે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને પ્રેરિત કર્યો છે.આધુનિક રાષ્ટ્ર રાજ્યનું સમગ્ર અસ્ત્તિત્વ અને વિકાસ તર્કવિવેક( Rationalism), ઉદારમતવાદ (Liberalism), ધર્મનિરપેક્ષતા (Secularism)અને વૈશ્વીક– સાર્વત્રિકતા (Globalization)ના દર્શન અને મુલ્યો પર આધારિત છે.

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ(અતિ-રાષ્ટ્રવાદી)આ મૂલ્યોની સંપૂર્ણપણે વિરુદ્ધ છે, કારણ કે તે વિભાજનકારી રાજકારણ અને ઝેનોફોબિયા પર આધારિત છે. સદર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, તે સ્વતંત્રતા,સમાનતા અને બંધુત્વ જેવા આધુનિક નાગરિક મૂલ્યોમાં માનતો નથી, જે લોકશાહી મુલ્યોને આધુનિક રાષ્ટ્ર રાજ્યોના બંધારણ દ્વારા ગેરંટી આપવામાં આવે છે. આમ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ(અતિ-રાષ્ટ્રવાદ)બંધારણવાદની પણ વિરુદ્ધ છે. જે વ્યક્તિગત અધિકારો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સામાજિક જૂથોને વિશેષ સામૂહિક અધિકારો સુનિશ્ચિત કરે છે. આ વૈશ્વીક કટોકટી ફક્ત રાજકીય,આર્થીક કે સામાજીક નથી તત્વજ્ઞાનીય પણ છે.માનવજાતને તેના તમામ પ્રકારના ભુતકાળના બંધનો અને નિષેધોમાંથી મુક્ત કરીને માનવકેન્દ્રી ધર્મનીરપેક્ષ સજીવ ઉત્ક્રંતિ આધારિત જીજીવિષા ટકાવી રાખવાના સંઘર્ષોમાંથી ક્રમશ વિકસેલા મુલ્યોને આધારે નવી વિશ્વ વ્યવસ્થાનું સર્જન કરવા માટે અમે બધા પ્રગતિશીલ વૈશ્વીક પરિબળો અત્રે એકત્ર થયા છે. નવી વિશ્વ વ્યવસ્થાનું આપણે કેવું સર્જન કરવું છે તે પર ચર્ચા કરવા માટે પ્રેરિત થયા છે.. 

કોન્ફરન્સમાં સાત પેનલ અને બે દિવસ સુધી ચાલતું સમાપન સત્ર હતું. પ્રથમ પેનલ ચર્ચા 'લિંગ ન્યાય અને નારીવાદી ભવિષ્ય' (on 'Gender Justice and A Feminist Future',) પર હતી, જેમાં વિશ્વભરની મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. મહિલાઓના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને પેનલિસ્ટોએ ચર્ચા કરી હતી કે કેવી રીતે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ(અતિ-રાષ્ટ્રવાદ) તેને અવરોધી રહ્યો છે. નારીવાદી વિદેશ નીતિ માટે એક પ્રસ્તાવ હતો. ખુલ્લી ચર્ચામાં, પ્રતિનિધિઓએ પિતૃસત્તા અને ધાર્મિક કટ્ટરવાદમાં તેના મૂળ પર ખૂબ જ રસપ્રદ પ્રશ્ન ઉઠાવ્યો, જેનાથી પિતૃસત્તા અને રૂઢિચુસ્તતા વચ્ચેના જોડાણો બન્યા છે. જેના પર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદી(અતિ-જમણેરી)ઓએ ખુબજ ઉંચી પિરામીડ બાંધી છે.

પેનલ બે 'હકીકત વિરુદ્ધ કાલ્પનિક: ખોટી માહિતીનો સામનો કરવો' ('Fact vs Fiction: Countering Disinformation')પર હતી, જેમાં તથ્યોને કેવી રીતે કાલ્પનિક બનાવવામાં આવી રહ્યા છે અને જમણેરી દળો દ્વારા ખોટી માહિતી કેવી રીતે ફેલાવવામાં આવી છે તેના પર ગરમાગરમ ચર્ચા શરૂ થઈ. બધા પેનલિસ્ટોએ દેશોમાં પ્રચાર પર જમણેરી રાજકારણ કેવી રીતે બને છે તે પર પ્રકાશ પાડ્યો અને પ્રગતિશીલ રાજકારણ બનાવવા માટે આવા પ્રચાર રાજકારણને રોકવાના મહત્વ પર ભાર મૂક્યો. 

'યુવા અને આવતીકાલનું રાજકારણ' વિષય પરના પેનલે રાજકારણમાં યુવાનોની ભાગીદારી પર ભાર મૂક્યો અને કહ્યું કે ફક્ત યુવાનો જ વર્તમાન વિશ્વ વ્યવસ્થા બદલી શકે છે.આજે વિશ્વના તમામ રાષ્ટ્રોનું નવસર્જન ૨૧મીસદીમાં અરસપરસ દેશોની અંદર મોટાપાયે નાગરિક સ્થળાંતર ( Multilateral migration )પર થયેલુ છે.'નવી બહુપક્ષીયતા( ' New Multilateralism')ને કેવી રીતે આકાર આપવી' તે પણ પેનલમાં લાંબી ચર્ચા થઈ. બીજા વિશ્વયુધ્ધના અંત પછી જે વૈશ્વીકરણનો પવન ફુંકાયો હતો તેને આધારે આધુનિક વિશ્વ અને આધુનીક રાષ્ટ્રોનું સંચારક્રાંતિ ( Info-Tech-Revolution) દ્રારા જે નવસર્જન થયું હતું. તેથી રાષ્ટ્રની સીમાઓ જ હવે અપ્રસતુત બની ગઇ હતી. ત્યારે આ સંસ્કૃતિક રાષ્ટ્રવાદ આધારીત તમામ જમણેરી સરકારો પોતાના દેશમાં નાગરીક સ્થળાંતર વિરુધ્ધ આત્યંતિક પગલાં લેવા માંડી છે. બહપક્ષીય અને બહુ સાંસ્કૃતિક આધુનિક સમાજ સર્જનના વિરુધ્ધ મોટા પાયે તન મન અને ધનથી મોરચો માંડીને બેઠા છે. પોતાની સ્થાનિક પ્રજાને ' વિશ્વગુરુ' જેવા અતિકાલ્પનીક ભવ્ય ભુતકાળના ખ્યાલની પાછળ લોલીપપ આપીને મદહોશ બનાવીને પોતાની રાજકીય સત્તાનો અમાનુષિ અને બેફામ ઉપયોગ કરી રહી છે.

પેનલિસ્ટોએ તાજેતરના સમયમાં યુએન જેવા વિશ્વ સંગઠનોના નબળા પડવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. બહુપક્ષીય સંધિઓમાંથી ખસી જવાથી વૈશ્વિક આબોહવા અને પર્યાવરણ પર પણ વિનાશક અસર પડે છે. પેનલિસ્ટોએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ પેરિસ કરારમાંથી અમેરિકાના ખસી જવાથી વિશ્વને આઘાત લાગ્યો છે. કોન્ફરન્સમાં ક્લાઇમેટ જસ્ટિસને વેગ આપવા પર એક પેનલ હતી, અને બધા પેનલિસ્ટ્સ અને પ્રતિનિધિઓએ ક્લાઇમેટ ચેન્જ પ્રત્યે વિકસિત દેશોના બદલાતા વલણ પર નિરાશા વ્યક્ત કરી હતી. તેઓએ આને વધતી જતી દૂર-જમણેરી રાજકારણ સાથે જોડી હતી જેમને વિશ્વના સામાન્ય હિત માટે ઓછામાં ઓછી ચિંતા છે. આ હકીકત હોવા છતાં કે વિકસિત દેશો છેલ્લા કેટલાક દાયકાઓથી મોટાભાગના કાર્બન ઉત્સર્જન માટે જવાબદાર છે.

'બહુલવાદ, વિવિધતા અને આદર સાથે ધ્રુવીકરણને દૂર કરવું વિષય પર પરિષદની પેનલે બહુલતા અને વિવિધતાની વિસ્તૃત ચર્ચા કરી, જે દૂર-જમણેરી દ્વારા વંશીય-રાષ્ટ્રવાદ અને સાંસ્કૃતિક ધ્રુવીકરણના અંતર્ગત ખતરા પર પ્રકાશ પાડ્યો હતો. કોન્ફરન્સમાં વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખનો આદર કરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. 'અનિશ્ચિત સમયમાં આર્થિક ન્યાય' અને 'બહુધ્રુવીય વિશ્વમાં શાંતિ અને ન્યાય' પરના પેનલોએ વિશ્વની વિવિધતાઓ અને દૂર-જમણેરી દ્વારા ઉભા થયેલા પડકારો પર ચર્ચાને વધુ ગહન બનાવી હતી.

તા. ૨૬મી ઐપ્રીલના રોજ,લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની હાજરીથી સમાપન સત્રમાં વિશેષ ચમક જોવા મળી. આ સત્રમાં પરિષદના વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો, જ્યાં મુખ્ય સહભાગી દેશોના રાજકીય નેતાઓએ તેમના દેશોને કેવી રીતે અતિ-જમણેરી ચળવળોનો ઉદય સરમુખત્યારશાહી તરફ લઈ જઈ રહ્યો છે તેના પર વાત કરી. ગાંધીએ ભારતીય જનતા પાર્ટીના શાસન દ્વારા સર્જાયેલી પરિસ્થિતિઓનો વિરોધ કરવા માટે ભારત જોડો યાત્રા કેવી રીતે હાથ ધરી તે વિશે વાત કરી, જે ભારતીય ભૂમિ પર વિભાજનકારી રાજકારણ અને નફરત ફેલાવી રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ લોકો પાસે ગયા અને તેમને કહ્યું કે તેમની યાત્રા ફક્ત "નફરતના બજારમાં મહોબત્તનું બજાર" ખોલવા માટે હતી, અને ભારતના લોકોએ તેમનું ખુલ્લા હાથે સ્વાગત કર્યું. બધા પ્રતિનિધિઓના ભાષણોમાં સમાનતાઓ જોઈ શકાય છે. બધાએ પોતપોતાના દેશોમાં અતિ-જમણેરીઓના ખતરા અને તે બીજા સમુદાય સામે કેવી રીતે નફરત પેદા કરી રહ્યું છે તેની વાત કરી. સત્રમાં ભાર મૂકવામાં આવ્યો કે નફરત એ વિશ્વભરમાં માત્ર અતિ-જમણેરીઓની મૂડી છે, અને તેનો સામનો કરવો જોઈએ. 

પરિષદ 'હૈદરાબાદ ઠરાવ: વૈશ્વિક ન્યાય પહોંચાડવી' નામની ઘોષણા સાથે સમાપ્ત થઈ, જેમાં પ્રાપ્ત કરવાના 44 મુદ્દાઓની યાદી આપવામાં આવી. ઘોષણાના છેલ્લા મુદ્દામાં કહેવામાં આવ્યું છે કે, "આપણે સાથે મળીને અન્યાયનો સામનો કરીશું, પરિવર્તનનો નવો યુગ શરૂ કરીશું, એક એવી દુનિયાનું નિર્માણ કરીશું જે શ્રમજીવી લોકોના અધિકારો અને આકાંક્ષાઓનું સન્માન કરશે અને બધા માટે જીવનની પૂર્ણતા સુનિશ્ચિત કરશે." આ રીતે પરિષદમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના સિદ્ધાંત પર એક નવી દુનિયાની કલ્પના કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જે નહેરુવાદી સમાજવાદ સાથે સુસંગત છે. એકંદરે, તેણે દેશોના પ્રગતિશીલ જોડાણ, નફરતથી મુક્ત સમાજ બનાવીને એક નવા સમાજ માટે આશા પેદા કરી.

( સંકલન અને ભાવાનુવાદ કરનાર બીપીન શ્રોફ.અટલાંટા–૫–૫–૨૫.)



--

પિતૃસત્તાક સમાજ વિરુધ્ધ માનવસત્તાક સમાજ વ્યવસ્થા!

પિતૃસત્તાક સમાજ વિરુધ્ધ માનવસત્તાક સમાજ વ્યવસ્થા!

ચલો! બંને ખ્યાલોને  વૈજ્ઞાનિક તર્કવાદને ( Scientific Rationalism) આધારે મુલ્યાંકન કરીએ. કોઇ મોટા તત્વજ્ઞાની સિધ્ધાંતો કે વૈજ્ઞાનીક સુત્રોનો આધાર લીધા સિવાય સામાન્ય જ્ઞાનને આધારે વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને આજની ચર્ચા શરુ કરીએ.

(1)   પિતૃસત્તાક ખ્યાલ–કુટુંબમાં દિકરાનો જન્મ હોવો એ સાત પેઢીના પુન્યનું પરિણામ હોય છે.  તે કુટુંબનો સાચો વારસદાર છે. અગાઉની અને હવે પછીની પેઢીનો તારણહાર છે.તે કુળ દિપક છે. તેના પિતાના વંશને આગળ લઇ જનાર હોય છે. જે કુટુંબમાં દિકરો ન હોય તો નજીકના સંબંધીનો દિકરો દત્તક લઇને પણ વંશનો વેલો ચાલુ રાખવા માટે કાયદા મુજબ દત્તકવિધાનની વિધી કરીને પસંદ કરે છે. પિતાના મૃત્યુબાદ શ્રાધ્ધ ક્રીયામાં પિંડ મુકનાર તેનો વારસદાર તો હોવો જોઇએ ને! નહિ તો મરનારનો જીવ અવગતીયે જાય!

વૈજ્ઞાનીક –તર્કવાદ.કોઇપણ સ્રીને દિકરો કે દિકરી જન્મે તેની જવાબદારી સ્રી– બીજની બિલકુલ નથી.જનીનશાસ્ર(Genetic)મુજબ સ્રી માત્ર અને માત્ર પોતાના ગર્ભમાં તૈયાર થયેલ સ્રી બીજના ફલીનીકરણ માટે જે પુરુષબીજને આવકારે છે. તેના જનીન લક્ષણોમાં જ ગરબડ ભરેલી છે. સ્રીબીજમાં ફક્ત x રંગસુત્રોની ૨૩ જોડી હોય છે.જ્યારે પુરુષ બીજમાં રહેલા રંગસુત્રો ( Chromosome) x & yની સંયુક્ત ૨૩ જોડી હોય છે.સ્રી બીજ અને પુરુષબીજના સંયોજનમાં જો X Xનું સંયોજન કે એકીકરણ થાય તો દિકરી જન્મે. પણ XYનું સંયોજન થાય તો દિકરો જન્મે. ફલીનીકરણની આ ક્રીયામાં કોઇ બહારના દૈવી કે માનવીય પરિબળનો ફાળો હોતો નથી.તેમ છતાં  પિતૃસત્તાક સમાજમાં દિકરીને જન્મ આપનાર માતાનો કુટુંબમાં અને તેના સમાજમાં દરજ્જો( સ્ટેટસ) કેવો હોય છે. IVF (In Vitro Fertilization) માતાના ગર્ભની બહાર સ્રી બીજ અને પુરુષબીજનું લેબોરેટરીમાં ફલીનીકરણ કરાવીને પછી તે ફલીનીકરણ થયેલ બીજને માતાના અથવા કુખ ભાડે આપનાર સ્રીના ગર્ભમાં મુકવામાં આવે છે મોટે ભાગે કૃત્રિમ ફલીનીકરણમાં દિકરો પસંદ કરવામાં આવે છે.

(2)   પિતૃસત્તાક ખ્યાલ– માનવ સંસ્કૃતી એટલે કૃષિસંસ્કૃતી એટલે પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા. પિતૃસત્તાક સંસ્કૃતી જે આશરે ૧૦,૦૦૦ વર્ષ જુની છે.શિકારયુગ પછી સ્રીને ઘર,બાળઉછેર, કુટુંબ વ્યવસ્થા અને પુરુષના ભાગે ખેતીથી માંડીને બહારની તમામ જવાબદારી આધારીત શ્રમના વિભાજન સાથે તમામ દુન્યવી સત્તાનું પણ વિભાજન થઇ ગયું હતું. પિતૃસત્તાક સમાજમાં સત્તાની વહેંચણી કરનાર પણ સત્તાધીશ પુરુષ હતો. કુટુંબનો પુરુષ વડો, તેના ટેકામાં ધર્મની સત્તા અને રાજ્ય સત્તાના નીજી હિતો હતા. રામાયણમાં સીતાજી અને મહાભારતમાં દ્રોપદીજીના પાત્રોની આસપાસ પિતૃસત્તાક સમાજે જે તમામ નૈતીક મુલ્યો તૈયાર કર્યા હતા  તેમાંથી બહાર નીકળીને હિન્દુ સમાજ કેટલે સુધી પહોંચ્યો છે?

 વૈજ્ઞાનીક –તર્કવાદ – પિતૃસત્તાક આધિપત્યવાળા સમાજના નૈતીક મુલ્યોને કારણે પોતાના પતિના નિર્ણયોમાં ભાગીદાર બનીને એકે રામાયણ અને બીજાએ મહાભારત બનાવવું પડયું. ખરેખર તો સીતાજી અને દ્રોપદીજી પોતાના પિતાના રાજદરબારમાં બાળપણથી ધનુર્વિધા અને શસ્રોની તાલિમ લઇને મોટા થયા હતા. સ્વયંવરમાંથી કેવા દાગીના પસંદ કર્યા કે જેને કારણે  બંને કુટુંબના રાજદરબારની સત્તાના કાવાદાવામાં વિના વાંકે ૧૪ વર્ષનો વનવાસ ભોગવવો પડયો.રામાયણ અને મહાભારતની સ્રી નાઇકાઓનું વ્યક્તીત્વ વીસમી એકવીસમી સદીની  વૈશ્વીકક્ષાની બે બળવાખોર લેખિકાઓ, ફ્રાંન્સની સીમોન દે બુઆ અને અમેરીકાની Objective Rationalist આયન રેનથી સહેજ પણ ઉણુ ઉતરતું ન હતું. આવા પિતૃસત્તાક મુલ્યોના ટેકામાં રચવામાં આવેલા ધાર્મીક ગ્રંથોના ગુણગાન ગાઇને કેટલાયનો તન,મન અને ધનનો ઉધ્ધાર થઇ ગયો છે.

(3)   પિતૃસત્તાક ખ્યાલ– પિતુસત્તાક સમાજનું હિન્દુધર્મની નૈતીક્તા સાથે ગઠબંધન– સપ્તપદી આધારિત લગ્ન એક પવિત્ર બંધન છે કરાર નથી. (સદર બંધન બીજા સાતભવ સુધી ચાલુ રહેશે તેવો ગર્ભીત પણ વણ જાહેર કરેલો ધાર્મીક ઉપદેશ છે.) પડયું પાનુ નિભાવે જ છુટકો! ચાર વર્ણમાથીં જે વર્ણમાં જન્મ તેમાં લગ્ન અને મૃત્યુ પણ.

 વૈજ્ઞાનીક તર્કવાદ–ધર્મનિરપેક્ષ નૈતીક્તાનો પાયો એહીક, દુન્યવી કે નિરઇશ્વરવાદી માનવ માનવ વચ્ચેનો સામાજીક વ્યવહાર છે.માનવીય નૈતીકતા આ જીવતા જીવે સુખી જીવન જીવવા માટે છે.મૃત્યુ પછીના પુરાવાહીન(Without any evidence based) ધાર્મીકગ્રંથોમાં જણાવેલા નૈતીક ઉપદેશોથી કપોળ– કલ્પીત પુન્ય, મુક્તિ, મોક્ષ વિ માટે નથી. લગ્ન એક કરાર છે. ધાર્મિક કે કોઇપણ પ્રકારનું (કાયદા સિવાયનું)બંધન તો નથી જ. પુખ્ત ઉંમરના સ્રી પુરુષને લગ્ન સિવાય પણ સાથે રહેવાનો બંધારણીય અધિકાર છે. સાતભવ તો શું આ ભવમાં શરીરના મેળાપ માટે થયેલાં લગ્નોમાં મનનો મેળાપ  ન થાય તો ' તું નહી તો ઓર સહીનો અબાધિત અધિકાર છે.' તે પણ પતિની હાજરીમાં કે કાયમી ગેરહાજરીમાં પણ '.

(૪) પિતૃસત્તાક ખ્યાલઆ સંસ્કૃતિએ ટકી રહેવા માટે માનવીના જન્મથી માંડીને તેના મૃત્યુ સુધીની તમામ વ્યક્તિગત પ્રસંગો ઉપર કાબુ મેળવીને માનવીને તેનો ગુલામ બનાવી દીધો છે. તેની આ લોખંડી બેડીઓની જંજીરોમાંથી તેના એકાદ આંકડાને કે ટુકડાને તોડવાથી તમે ક્યારેય સ્વતંત્ર બની શકો જ નહી.પિતૃસમાજના મોભીઓ જેવાકે કુટુંબના વડા, માતા, પિતા,મા–બાપની હાજરીમાં કે ગેરહાજરીમાં તમામ વડીલોની લાગણીઓ, કાકલુદીઓ કે પછી ભયપ્રેરીત દાદાગીરીઓથી મજબુર બની સમાધાન કર્યું તો સીતાજી અને દ્રૌપદીજીની જેમ જીવનભરનો વનવાસ! તે બધાના ત્યાગ અને દુ;ખને સતત પોતાની સ્થિતિ સાથે સરખાવીને મન મનાવીને દરેક ઘડીએ સ્વપીડન કરીને જીવન પસાર કરવાનું.

વૈજ્ઞાનીક તર્કવાદ–પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા સામે બળવો કેવી રીતે કરવો?

(A)  વ્યક્તિગત રીતે, પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને  મારા અને તમારા જીવનમાં પગ પેસારો કરવાના તમામ રસ્તાઓ બંધ કરી દો– પછી ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. તમારા પોતાના લગ્નનો નિર્ણય કોઇપણ જોખમ લઇને  તમે પોતે જ કરો. કોઇકાળે લગ્ન તમારા ધર્મની રુઢી–રિવાજ– જ્ઞાતિના બંધનો પ્રમાણે ક્યારે ય ન કરો! ઇન્ડીયન મેરેજ રજીસ્ટ્રેશન એકટ મુજબ જ નોંધણી કરી ને લગ્ન થાય! રિસેપ્શન દિલથી રંગેચંગે કરો. " પણ નો ચાંલ્લો નો ગિફ્ટ" તેમાં સમાધાન એટલે પાછલે બારણેથી પિતૃસ્તાક પરિબળોનો છુપો પ્રવેશ. માટે લગ્ન પછી છોકરાના સંયુક્તકુટુંબ સાથે રહેવાનો પ્રસંગ જ ઉભો નહી થાય.તમારી પસંદગીથી અસ્તિત્વમાં આવેલ કુટુંબની સ્વતંત્રતાનું બલિદાન આપ્યા સિવાય જેના મા બાપ ને જે કોઇ આર્થીક કે અન્ય મદદ ચોક્ક્સ કરવી.  પણ એટલું ખાસ યાદ કરવું લેશમાત્ર ભુલાય જ નહી કે "ચકલીનું બચ્ચુ જે માળામાં જનમ્યું તે માળામાં તે પોતાનાં ઇંડા મુકતી નથી." આપણે તો મનુષ્ય છીએ. દરેક સજીવની Nest Leaving એ સહજ પ્રકૃતી છે.

(B) સ્રી– પત્નિ ગર્ભવતી બને પછી બાળકના જન્મ સુધી કોઇપણ જાતની ધાર્મિક વિધિ ક્યારેય ન કરાવવી. નિયમીત મેડીકલ ચેકઅપ ચોક્ક્સ કરાવતા જવું. પ્રસુતા માટે હોસ્પિટલમાં જવાની સાથે જ દિકરો કે દિકરીનું નામ પતિ–પત્નિએ એકબીજાની સંમતિથી ફાયનલ કરીને પ્રસુતા થાય પહેલાં થી જ લખાવી દેવુ. જન્મના પ્રમાણપત્રમાં  " નો બાબો કે બેબી". જન્મની સાથે તે ક્ષણેથી તે નામથી બોલાવવાનું શરુ.

(C)  જન્મ પછી તરતજ નવોદિત દિકરા કે દિકરીના કાનમાં બાયબલ, કુરાન કે ગીતાની આયાતો, શ્લોકો કોઇએ ક્યારેય બોલવાની જ નહી.ગ્રહો,નક્ષત્રો, રાશીફળ, જન્માક્ષર નો એન્ટ્રી, તેની સાથે જોડાયેલા તમામ પરોપજીવીઓની બાદબાકી! નો મુંડન કે ચૌલક્રીયા કે સુન્નત. અમેરીકામાં ૫૫ ટકાથી ૮૦ ટકા બેબી બોય (Male child)ની સુન્નત માબાપની સંમતીથી કર્યા પછી જ પ્રસુતાને હોસ્પિટલમાંથી રજાઆપવામાં આવે છે.

(D) આપણો દિકરો કે દિકરી જન્મથી શરુ કરીને ૧૮ વર્ષની ઉંમર પુરી કરે નહી ત્યાં સુધી કોઇપણ પ્રકારનું પ્રત્યક્ષ કે પરોક્ષ ધાર્મિક શિક્ષણ બિલકુલ નહી જ. " જય શ્રી કષ્ણ" ( JKS CULTURAL) અને "સલામ આલે કુ" સંસ્કૃતિ બિલકુલ નહી. ૧૮ વર્ષની ઉંમર પુરી કર્યા પછી મા–બાપ તરીકે બાયબલ, કુરાન અને ગીતા વિ તેની પાસે મુકી દેવા. મને ૧૦૦% ટકાનો વિશ્વાસ છે કે વૈજ્ઞાનીક તર્કવાદને આધારે મેં અને તમે જો આપણા બાળકોને ઉછેર્યા હશે તો તે કોઇપણ ધર્મપુસ્તકને પસંદ કરવાને બદલે તે નિરઇશ્વરવાદી  ધર્મનીરપેક્ષ માનવવાદી જ બનશે. તે સમયે વર્તમાન પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને બચાવવા માટે " વેન્ટીલટર" પર મુકી દેવામાં આવી હશે.

(E)   દેશ અને વિશ્વ કોઇપણ પ્રકારના માનવસર્જીત ધર્મ, વંશ, જાતી,જ્ઞાતિ, પ્રદેશ કે રાષ્ટ્રવાદના ઘેનમાંથી મુક્ત રીતે શ્વાસ લઇને બિનદાસ રીતે પોતાની સંભવિત શક્તીઓનો ઉપયોગ કરીને તે જીવતો હશે..... 




eelam Patel


પિતૃસત્તાક સમાજ વિરુધ્ધ માનવસત્તાક સમાજ વ્યવસ્થા!

ચલો! બંને ખ્યાલોને  વૈજ્ઞાનીક તર્કવાદને (Scientific Rationalism) આધારે મુલ્યાંકન કરીએ. કોઇ મોટા તત્વજ્ઞાની સિધ્ધાંતો કે વૈજ્ઞાનીક સુત્રોનો આધાર લીધા સિવાય સામાન્ય જ્ઞાનને આધારે વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને આજની ચર્ચા શરુ કરીએ.

(1)   પિતૃસત્તાક ખ્યાલ–કુટુંબમાં દિકરાનો જન્મ હોવો એ સાત પેઢીના પુન્યનું પરિણામ હોય છે.  તે કુટુંબનો સાચો વારસદાર છે. અગાઉની અને હવે પછીની પેઢીનો તારણહાર છે.તે કુળ દિપક છે. તેના પિતાના વંશને આગળ લઇ જનાર હોય છે. જે કુટુંબમાં દિકરો ન હોય તો નજીકના સંબંધીનો દિકરો દત્તક લઇને પણ વંશનો વેલો ચાલુ રાખવા માટે કાયદા મુજબ દત્તકવિધાનની વિધી કરીને પસંદ કરે છે. પિતાના મૃત્યુબાદ શ્રાધ્ધ ક્રીયામાં પિંડ મુકનાર તેનો વારસદાર તો હોવો જોઇએ ને! નહિ તો મરનારનો જીવ અવગતીયે જાય!

વૈજ્ઞાનીક –તર્કવાદ.કોઇપણ સ્રીને દિકરો કે દિકરી જન્મે તેની જવાબદારી સ્રી– બીજની બિલકુલ નથી.જનીનશાસ્ર(Genetic)મુજબ સ્રી માત્ર અને માત્ર પોતાના ગર્ભમાં તૈયાર થયેલ સ્રી બીજના ફલીનીકરણ માટે જે પુરુષબીજને આવકારે છે. જેના જનીન લક્ષણોમાં જ ગરબડ ભરેલી છે. સ્રીબીજમાં ફક્ત x રંગસુત્રોની ૨૩ જોડી હોય છે.જ્યારે પુરુષ બીજમાં રહેલા રંગસુત્રો ( Chromosome) x & yની સંયુક્ત ૨૩ જોડી હોય છે.સ્રી બીજ અને પુરુષબીજના સંયોજનમાં જો X Xનું સંયોજન કે એકીકરણ થાય તો દિકરી જન્મે. પણ XYનું સંયોજન થાય તો દિકરો જન્મે. ફલીનીકરણની આ ક્રીયામાં કોઇ બહારના દૈવી કે માનવીય પરિબળનો ફાળો હોતો નથી.તેમ છતાં  પિતૃસત્તાક સમાજમાં દિકરીને જન્મ આપનાર માતાનો કુટુંબમાં અને તેના સમાજમાં દરજ્જો( સ્ટેટસ) કેવું હોય છે?

(2)   પિતૃસત્તાક ખ્યાલ– માનવ સંસ્કૃતી એટલે કૃષિસંસ્કૃતી એટલે પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા. પિતૃસત્તાક સંસ્કૃતી જે આશરે ૧૦,૦૦૦ વર્ષ જુની છે.શિકારયુગ પછી સ્રીને ઘર,બાળઉછેર, કુટુંબ વ્યવસ્થા અને પુરુષના ભાગે ખેતીથી માંડીને બહારની તમામ જવાબદારી આધારીત શ્રમના વિભાજન સાથે તમામ દુન્યવી સત્તાનું પણ વિભાજન થઇ ગયું હતું. પિતૃસત્તાક સમાજમાં સત્તાની વહેંચણી કરનાર પણ સત્તાધીશ પુરુષ હતો. કુટુંબનો પુરુષ વડો, તેના ટેકામાં ધર્મની સત્તા અને રાજ્ય સત્તાના નીજી હિતો હતા. રામાયણમાં સીતાજી અને મહાભારતમાં દ્રોપદીજીના પાત્રોની આસપાસ પિતૃસત્તાક સમાજે જે તમામ નૈતીક મુલ્યો તૈયાર કર્યા હતા  તેમાંથી બહાર નીકળીને હિન્દુ સમાજ કેટલે સુધી પહોંચ્યો છે?

વૈજ્ઞાનીક –તર્કવાદ – પિતૃસત્તાક આધિપત્યવાળા સમાજના નૈતીક મુલ્યોને કારણે પોતાના પતિના નિર્ણયોમાં ભાગીદાર બનીને એકે રામાયણ અને બીજાએ મહાભારત બનાવવું પડયું. ખરેખર તો સીતાજી અને દ્રોપદીજી પોતાના પિતાના રાજદરબારમાં બાળપણથી ધનુર્વિધા અને શસ્રોની તાલિમ લઇને મોટા થયા હતા. સ્વયંવરમાંથી કેવા દાગીના પસંદ કર્યા કે જેને કારણે  બંને કુટુંબના રાજદરબારની સત્તાના કાવાદાવામાં વિના વાંકે ૧૪ વર્ષનો વનવાસ ભોગવવો પડયો.રામાયણ અને મહાભારતની સ્રી નાઇકાઓનું વ્યક્તીત્વ વીસમી એકવીસમી સદીની  વૈશ્વીકક્ષાની બે બળવાખોર લેખિકાઓ, ફ્રાંન્સની સીમોન દે બુઆ અને અમેરીકાની Objective Rationalist આયન રેનથી સહેજ પણ ઉણુ ઉતરતું ન હતું. આવા પિતૃસત્તાક મુલ્યોના ટેકામાં રચવામાં આવેલા ધાર્મીક ગ્રંથોના ગુણગાન ગાઇને કેટલાયનો તન,મન અને ધનનો ઉધ્ધાર થઇ ગયો છે.

(3)   પિતૃસત્તાક ખ્યાલ– પિતૃસત્તાક સમાજનું હિન્દુધર્મની નૈતીક્તા સાથે ગઠબંધન– સપ્તપદી આધારિત લગ્ન એક પવિત્ર બંધન છે કરાર નથી. (સદર બંધન બીજા સાતભવ સુધી ચાલુ રહેશે તેવો ગર્ભીત પણ વણ જાહેર કરેલો ધાર્મીક ઉપદેશ છે.) પડયું પાનુ નિભાવે જ છુટકો! ચાર વર્ણમાથીં જે વર્ણમાં જન્મ તેમાં લગ્ન અને મૃત્યુ પણ.

વૈજ્ઞાનીક તર્કવાદ–ધર્મનિરપેક્ષ નૈતીક્તાનો પાયો એહીક, દુન્યવી કે નિરઇશ્વરવાદી માનવ માનવ વચ્ચેનો સામાજીક વ્યવહાર છે.માનવીય નૈતીકતા આ જીવતા જીવે સુખી જીવન જીવવા માટે છે.મૃત્યુ પછીના પુરાવાહીન (Without any evidence based) ધાર્મીકગ્રંથોમાં જણાવેલા નૈતીક ઉપદેશોથી કપોળ– કલ્પીત પુન્ય, મુક્તિ, મોક્ષ વિ માટે નથી. લગ્ન એક કરાર છે. ધાર્મિક કે કોઇપણ પ્રકારનું (કાયદા સિવાયનું)બંધન તો નથી જ. પુખ્ત ઉંમરના સ્રી પુરુષને લગ્ન સિવાય પણ સાથે રહેવાનો બંધારણીય અધિકાર છે. સાતભવ તો શું આ ભવમાં શરીરના મેળાપ માટે થયેલાં લગ્નોમાં મનનો મેળાપ  ન થાય તો ' તું નહી તો ઓર સહીનો અબાધિત અધિકાર છે.' તે પણ પતિની હાજરીમાં કે કાયમી ગેરહાજરીમાં પણ '.

(૪) પિતૃસત્તાક ખ્યાલ– આ સંસ્કૃતિએ ટકી રહેવા માટે માનવીના જન્મથી માંડીને તેના મૃત્યુ સુધીની તમામ વ્યક્તિગત પ્રસંગો ઉપર કાબુ મેળવીને માનવીને તેનો ગુલામ બનાવી દીધો છે. તેની આ લોખંડી બેડીઓની જંજીરોમાંથી તેના એકાદ આંકડાને કે ટુકડાને તોડવાથી તમે ક્યારેય સ્વતંત્ર બની શકો જ નહી.પિતૃસમાજના મોભીઓ જેવાકે કુટુંબના વડા, માતા, પિતા,મા–બાપની હાજરીમાં કે ગેરહાજરીમાં તમામ વડીલોની લાગણીઓ, કાકલુદીઓ કે પછી ભયપ્રેરીત દાદાગીરીઓથી મજબુર બની સમાધાન કર્યું તો સીતાજી અને દ્રૌપદીજીની જેમ જીવનભરનો વનવાસ! તે બધાના ત્યાગ અને દુ;ખને સતત પોતાની સ્થિતિ સાથે સરખાવીને મન મનાવીને દરેક ઘડીએ સ્વપીડન કરીને જીવન પસાર કરવાનું.

વૈજ્ઞાનીક તર્કવાદ–પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા સામે બળવો કેવી રીતે કરવો?

(A)  વ્યક્તિગત રીતે, પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને  મારા અને તમારા જીવનમાં પગ પેસારો કરવાના તમામ રસ્તાઓ બંધ કરી દો– પછી ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. તમારા પોતાના લગ્નનો નિર્ણય કોઇપણ જોખમ લઇને  તમે પોતે જ કરો. કોઇકાળે લગ્ન તમારા ધર્મની રુઢી–રિવાજ– જ્ઞાતિના બંધનો પ્રમાણે ક્યારે ય ન કરો! ઇન્ડીયન મેરેજ રજીસ્ટ્રેશન એકટ મુજબ જ નોંધણી કરી ને લગ્ન થાય! રિસેપ્શન દિલથી રંગેચંગે કરો. " પણ નો ચાંલ્લો નો ગિફ્ટ" તેમાં સમાધાન એટલે પાછલે બારણેથી પિતૃસ્તાક પરિબળોનો છુપો પ્રવેશ. માટે લગ્ન પછી છોકરાના સંયુક્તકુટુંબ સાથે રહેવાનો પ્રસંગ જ ઉભો નહી થાય.તમારી પસંદગીથી અસ્તિત્વમાં આવેલ કુટુંબની સ્વતંત્રતાનું બલિદાન આપ્યા સિવાય જેના મા બાપ ને જે કોઇ આર્થીક કે અન્ય મદદ ચોક્ક્સ કરવી.  પણ એટલું ખાસ યાદ કરવું લેશમાત્ર ભુલાય જ નહી કે "ચકલીનું બચ્ચુ જે માળામાં જનમ્યું તે માળામાં તે પોતાનાં ઇંડા મુકતી નથી." આપણે તો મનુષ્ય છીએ. દરેક સજીવની Nest Leaving એ સહજ પ્રકૃતી છે.

(B) સ્રી– પત્નિ ગર્ભવતી બને પછી બાળકના જન્મ સુધી કોઇપણ જાતની ધાર્મિક વિધિ ક્યારેય ન કરાવવી. નિયમીત મેડીકલ ચેકઅપ ચોક્ક્સ કરાવતા જવું. પ્રસુતા માટે હોસ્પિટલમાં જવાની સાથે જ દિકરો કે દિકરીનું નામ પતિ–પત્નિએ એકબીજાની સંમતિથી ફાયનલ કરીને પ્રસુતા થાય પહેલાં થી જ લખાવી દેવુ. જન્મના પ્રમાણપત્રમાં  " નો બાબો કે બેબી". જન્મની સાથે તે ક્ષણેથી તે નામથી બોલાવવાનું શરુ.

(C)  જન્મ પછી તરતજ નવોદિત દિકરા કે દિકરીના કાનમાં બાયબલ, કુરાન કે ગીતાની આયાતો, શ્લોકો કોઇએ ક્યારેય બોલવાના જ નહી.ગ્રહો,નક્ષત્રો, રાશીફળ, જન્માક્ષર નો એન્ટ્રી, તેની સાથે જોડાયેલા તમામ પરોપજીવીઓની બાદબાકી! નો મુંડન કે ચૌલક્રીયા કે સુન્નત. અમેરીકામાં ૫૫ ટકાથી ૮૦ ટકા બેબી બોય (Male child)ની સુન્નત માબાપની સંમતીથી કર્યા પછી જ પ્રસુતાને હોસ્પિટલમાંથી રજાઆપવામાં આવે છે.

(D) આપણો દિકરો કે દિકરી જન્મથી શરુ કરીને ૧૮ વર્ષની ઉંમર પુરી કરે નહી ત્યાં સુધી કોઇપણ પ્રકારનું પ્રત્યક્ષ કે પરોક્ષ ધાર્મિક શિક્ષણ બિલકુલ નહી જ. " જય શ્રી કષ્ણ" (NO JKS CULTURAL) અને "સલામ આલે કુ" સંસ્કૃતિ બિલકુલ નહી. ૧૮ વર્ષની ઉંમર પુરી કર્યા પછી મા–બાપ તરીકે બાયબલ, કુરાન અને ગીતા વિ તેની પાસે મુકી દેવા. મને ૧૦૦% ટકાનો વિશ્વાસ છે કે વૈજ્ઞાનીક તર્કવાદને આધારે મેં અને તમે જો આપણા બાળકોને ઉછેર્યા હશે તો તે કોઇપણ ધર્મપુસ્તકને પસંદ કરવાને બદલે તે નિરઇશ્વરવાદી  ધર્મનીરપેક્ષ માનવવાદી જ બનશે. તે સમયે વર્તમાન પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને બચાવવા માટે " વેન્ટીલટર" પર મુકી દેવામાં આવી હશે.

(E)   દેશ અને વિશ્વ કોઇપણ પ્રકારના માનવસર્જીત ધર્મ, વંશ, જાતી,જ્ઞાતિ, પ્રદેશ કે રાષ્ટ્રવાદના ઘેનમાંથી મુક્ત રીતે શ્વાસ લઇને બિનદાસ રીતે પોતાની સંભવિત શક્તીઓનો ઉપયોગ કરીને તે જીવતો હશે.




--

Tuesday, May 6, 2025

A global conference " India Summit was organized in Hyderabad on25-26 April.

A global conference 'India Summit' was organized in Hyderabad, the capital of our country's Telangana state, on 25-26 April by the joint initiative of Samriddhi Bharat Foundation and Telangana Government. In which 400 delegates from about 100 different countries around the world participated. The background of these delegates was from politics, education and social activism. The Chief Minister of the state, Shri Revanth Reddy and his cabinet gave active cooperation for the arrangement and success of the conference. Not only this, but some ministers of the state also participated in the discussions.

Around 70 years ago in 1955, a global conference called 'Bandung Conference' was organized in Delhi, the capital of the country, under the leadership of Prime Minister Jawaharlal Nehru. After World War II, the problems of the newly independent countries of Asia, Africa and South America and their solutions were discussed in the context of non-alignment and foreign policy. The policy was chosen. The burning question was how the newly independent countries of above three continents chart their own path of self- sustained human growth peacefully without being swayed by either the capitalist bloc of America on one side and the communist bloc of Soviet Russia on the other side.  The country's Prime Minister Nehru had a lion's share in creating that ideology known as the ideology of Non-Alignment.

  Exactly 70 years later in the year 2025, under the leadership of Rahul Gandhi, the Leader of the Opposition parties in Parliament, 400 representatives from 100 countries attended the Hyderabad Conference. This was the first attempt to bring the factors that were progressing for the development of people in their own countries at the local level in different countries around the world on one platform. The objective of the organizers of the conference as the host was clear. The organizer was not at all interested in increasing the percentage of voters by two to five percent for the elections of their party. But the question was how to create a new global order, freeing ourselves from the clutches of right-wing countries and external forces that have gained power by subverting the representative electoral system and reactionary religious mode of thought that are emerging at the global level, against democracy and human values.

  The world has changed a lot in the last seven decades. Global politics has also changed a lot. The authorities supported by these right-wing extremist religious forces have started turning back the hands of the clock of worldly human-centered development in each country. In each country, the death knell of modern institutions and cultures that came into existence with the cooperation of knowledge-science-technology in the past seven decades has started ringing. It has created a serious challenge at the global level for the survival of human civilization in the long run.

After World War II, all countries of the world, no matter how serious the problems within their own countries and with each other, especially neighboring countries, have resolved peacefully through discussion, internal cooperation and faith in the rule of law. To solve the internal problems of the country and international problems between two countries, the fascist dictatorial methods of violence, military clashes and weapons of war were abandoned. In World War II, the Nazi dictator of Germany, Hitler, adopted those vile and inhuman methods to completely exterminate the Jews as a community and Hitler's political opponents throughout Europe. The USA and European countries have established the Holocaust Museum as a study center. So that the future generation of mankind can learn from it and not repeat such mistakes again and again.

The unanimous conclusion of the current Hyderabad Conference was that in the last two decades of the 21st century, especially after 2010, the treatment of all kinds of minorities of those countries, such as religious, ethnic, racial, gender-based, and the immigrants settled in every country, by the majority population has not only gradually become such that it will repeat 'that Hitler's racial holocaust', but has also been increasing. The majority population of that nation has continuously treated all kinds of minorities as if they were a threat to the national interest and security. This majority have become hostile, hateful and violent towards them. In which there is both direct and indirect open and tacit consent of the ruling party. (These minority presence are now being propagated as a serious threat to nation states.) Now this ethnic, casteist and cultural nationalism has assumed an intolerant and violent form in a very short period of time.

The second question, who is dangerous for the nation-state civil society? This was the main discussion in this conference. It was observed in the India Summit that the main threat to the modern nation-state is the dictatorship of the extreme right-wing `majority fanatic-ethnic-ruling party` in that country. Because it is based on the pre-nation state philosophies or pre-modern loyalties that have inspired cultural nationalism. The entire existence and development of the modern nation state is based on the philosophies and values of rationalism, liberalism, secularism and globalization. Cultural nationalism (ultra-nationalism) is completely against these values, because it is based on divisive politics and xenophobia. This cultural nationalism does not believe in modern civic values such as liberty, equality and fraternity, which are democratic values guaranteed by the constitutions of modern nation states. Thus, cultural nationalism (ultra-nationalism) is also fundamentally against constitutionalism which is based on the inalienable human individual rights.

. This global crisis is not only political, economic or social but also philosophical. We, all progressive global forces, have come together now to create a new world order based on values that have gradually evolved from the struggle to sustain life based on human-centered secular values. Our efforts are to free humanity from all its past bonds and inhibitions. We are inspired to discuss how we want to create a new world order.

The conference had seven panels and a closing session lasting two days. The first panel discussion was on 'Gender Justice and A Feminist Future', which highlighted the challenges faced by women around the world. The focus was on women's empowerment and the panelists discussed how cultural nationalism (ultra-nationalism) is hindering it. There was a proposal for a feminist foreign policy. In the open discussion, the delegates raised a very interesting question on its roots in patriarchy and religious fundamentalism, which has led to the connections between patriarchy and conservatism. On top of that, cultural nationalism (ultra-right) has built up a very tall pyramid.

 Panel two was on 'Fact vs Fiction: Countering Disinformation', which started a heated debate on how facts are being fictionalized and how disinformation is being spread by right-wing forces. All the panelists highlighted how right-wing politics is built on propaganda in countries and stressed the importance of stopping such propaganda politics to create progressive politics.

The panel on the topic 'Youth and Tomorrow's Politics' emphasized the participation of youth in politics and said that only youth can change the current world order. Today, all the nations of the world have been reborn on the basis of large-scale citizen migration within the 21st century. There was also a long discussion in the panel on how to shape 'New Multilateralism' migration. The modern world and modern nations were reborn on the basis of the globalization wind that blew after the end of the Second World War, through the Infotech-Revolution. Therefore, the borders of the nation have now become irrelevant. Then, all the right-wing governments based on this cultural nationalism have started taking extreme measures against citizen migration in their countries. They want to hinder the natural transition of people on a large scale. They want to create a stumbling block with their might against the creation of a multi-faceted and multicultural modern society. They are using their political power inhumanly and ruthlessly by giving lollipops to their local people behind the concept of a highly imaginary grand past like 'Vishvaguru'.

      The panelists have expressed concern about the weakening of world organizations like the UN in recent times. Withdrawal from multilateral treaties also has a devastating impact on the global climate and environment. The panelists said that the recent withdrawal of the US from the Paris Agreement has shocked the world. There was a panel on accelerating climate justice at the conference, and all the panelists and delegates expressed disappointment at the changing attitude of developed countries towards climate change. They linked this to the growing far-right politics. They are least concerned for the moral public good of the world. This is despite the fact that developed countries have been responsible for the majority of carbon emissions for the last few decades.

The conference panel on 'Pluralism, Diversity and De-Polarization with Respect and De-Pollution' highlighted the threat posed by the far-right to ethno-nationalism and cultural polarization through a comprehensive discussion on plurality and diversity. The conference also laid emphasis on respecting diverse cultural and religious identities. The panels on 'Economic Justice in Uncertain Times' and 'Peace and Justice in a Multipolar World' deepened the discussion on the challenges posed by the world's diversity and the far-right.

On 26 April, the presence of Leader of the Opposition Rahul Gandhi  added a special touch to the concluding session. The session highlighted the themes of the conference, where political leaders from the main participating countries spoke on how the rise of far-right movements is leading their countries towards authoritarianism. Rahul Gandhi spoke about how he undertook the Bharat Jodo Yatra to protest against the situation created by the Bharatiya Janata Party rule, which is spreading divisive politics and hatred on Indian soil. He said that he went to the people and told them that his journey was only to open a "SHOP OF LOVE IN THE MARKET OF HATE", and the people of India welcomed him with open arms.

Similarities can be seen in the speeches of all the delegates. All spoke about the threat of far-right elements in their respective countries and how they are creating hatred against other communities. The session emphasized that hatred is only the capital of the far-right worldwide, and it must be confronted.

The conference ended with a declaration called 'Hyderabad Resolution: Delivering Global Justice', which listed 44 points to be achieved. The last point of the declaration said, "Together we will confront injustice, usher in a new era of transformation, build a world that respects the rights and aspirations of working people and ensures the fullness of life for all." In this way, the conference attempted to imagine a new world order on the principles of freedom, equality and fraternity, which is consistent with Nehruvian socialism. Overall, it created hope for a new society by creating a progressive alliance of countries, a society free from hatred.

(Compiled and translated by Bipin Shroff. Atlanta–5–5–25.)


--

Monday, May 5, 2025

ક્રમે એક વૈશ્વીક કક્ષાની પરિષદ “ ભારત સમિટ “નું આયોજન કરવામાં આવ્યું હતું.

આપણા દેશના તેલંગણા રાજ્યના પાટનગર હૈદ્ર્બાદમાં તારીખ ૨૫–૨૬ એપ્રીલના રોજ સમૃદ્ધ ભારત ફાઉન્ડેશન અને તેલંગણા સરકારના સંયુક્ત ઉપક્રમે એક વૈશ્વિક કક્ષાની પરિષદ " ભારત સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વભરના જુદા જુદા આશરે ૧૦૦ દેશોમાંથી ૪૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સદર પ્રતિનિધિઓની પૃષ્ઠભુમી રાજકારણ, શિક્ષણ અને કર્મનિષ્ઠ વિ.ની હતી.પરિષદની વ્યવસ્થા અને સફળતા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડી અને તેમના મંત્રીમંડળે વિ. સક્રિય સહકાર આપ્યો હતો. એટલું જ નહિ પરંતુ રાજ્યના કેટલાક મંત્રીઓ તો ચર્ચાઓમાં ભાગ પણ લીધો હતો.

આશરે સને ૧૯૫૫માં ૭૦ વર્ષ પહેલાં દેશના પાટનગર દિલ્હીમાં વડાપ્રધાન નહેરુજીના નેતૃત્વ હેઠળ ' બાન્ડુંગ પરિષદ'નું વૈશ્વિક સ્તરની પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટિશ અને પશ્ચિમી દેશોની ગુલામીમાંથી નવોદિત સ્વતંત્ર થયેલા એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના દેશો ના પ્રશ્નો અને તેના ઉપાય માટે બિનજોડાણવાદ (Non- Alignment) પરદેશી નીતિ પસંદ કરવામાં આવી હતી.એકબાજુ અમેરીકાનો મુડીવાદી લોકશાહી બ્લોક ને બીજી બાજુ સોવિયેત રશિયા સામ્યવાદી બ્લોકના બંનેમાંથી  સ્વતંત્ર દેશોએ પોતાના વિકાસ શાંતિમાર્ગે કેવી રીતે કરવો તે સળગતો પ્રશ્ન હતો. તે વિચારસરણીના સર્જનમાં  દેશના વડાપ્રધાન નહેરુ જી જેવા આર્દષ્ટાનો સિંહ ફાળો હતો.

સને ૨૦૨૫માં બરાબર ૭૦ વર્ષ પછી રાહુલ ગાંધી,સંસદમાં વિરોધપક્ષના નેતાના નેતૃત્વ હેઠળ ૧૦૦ દેશોના ૪૦૦ પ્રતિનિધિઓ હૈદ્રાબાદ પરિષદમાં હાજર રહ્યા હતા.વિશ્વભરના જુદાજુદા દેશોમાં સ્થાનિક કક્ષાએ પોતાના દેશમાં જનવિકાસ માટે પ્રગતિ કરતા પરિબળો ને એક મંચ પર લાવવાનો આ પ્રથમ પ્રયાસ હતો. યજમાન તરીકે પરિષદના આયોજકોનો ઉદ્દેશ સ્પષ્ટ હતો. આયોજકોને પોતાના પક્ષની ચૂંટણી માટે મતદારોની ટકાવારી બે પાંચ ટકા વધારવામાં બિલકુલ રસ નહતો. પરંતુ વૈશ્વિક કક્ષાએ ઉભરી રહેલા લોકશાહી અને માનવ મૂલ્યો વિરોધી પ્રત્યાઘાતી ધર્મ– જુજ લઘુમતી મુડીવાદી જુથો– પ્રતિનિધિ સ્વરુપની ચુંટણીપ્રથા તોડમરોડ કરીને સત્તા પ્રાપ્ત કરનારા જમણેરી દેશો અને બહારના પરિબળોની ચુંગાલમાંથી મુક્ત થઇ ને નવીન વૈશ્વિક વ્યવસ્થાની રચના કેવી રીતે કરવી તે હતો. છેલ્લા સાત દાયકામાં વિશ્વ ઘણું જ બદલાઈ ગયું છે. વૈશ્વિક રાજકારણ પણ ઘણું બદલાઈ ગયું છે. સદર જમણેરી ઉગ્ર ધાર્મિક પરિબળોના ટેકાવાળા સત્તાધીશોએ જે તે દેશમાં દુન્યવી માનવ કેન્દ્રિત વિકાસ ના ઘડીયાળના કાંટા પાછા ફેરવવા માંડ્યા છે. સાત દાયકામાં જે તે દેશમાં જ્ઞાન–વિજ્ઞાન–ટેકનોલોજીના સહકારથી અસ્તિત્વમાં આવેલી આધુનિક સંસ્થા અને સંસ્કૃતિનો મૃત્યુ ઘંટ વગાડવા માંડયો છે. જેણે લાંબેગાળે માનવજાતની સભ્યતાને ટકી રહેવા માટે વૈશ્વિક સ્તર પર ગંભીર પડકાર પેદા કરી દીધો છે.

બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના તમામ દેશો પોતાના દેશના આંતરિક અને એક બીજા દેશો ખાસ કરીને પાડોશી દેશો સાથેના પ્રશ્નો ગમે તેવા ગંભીર હોય તો પણ ચર્ચા, આંતરિક સહકાર અને કાયદા શાસનમાં (રુલ ઓફ લો) વિશ્વાસ રાખીને શાંતિભર્યું માર્ગે ઉકેલ લાવ્યા હતા. આંતરિક અને બે દેશો વચ્ચેની આંતરરાષ્ટ્રીય સમસ્યાઓના ઉકેલ માટે હિંસા, લશ્કરી અથડામણ અને લડાકુ શસ્ત્રોના ફાસીવાદી સરમુખત્યારશાહી રીતરસમો તિલાંજલી આપી હતી.બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીની નાઝીવાદી સરમુખ્ત્યાર હિટલરે સમગ્ર યુરોપમાં યહુદીઓનું એક કોમ તરીકે અને હિટલરના રાજકીય વિરોધીઓનું સમુળુ નિકંદન કાઢી નાખવા માટે જે તે અધમ ભરેલી અમાનવીય રીતરસમો અપનાવી હતી તેને યુએસએ અને યુરોપના દેશોએ હોલોકાસ્ટ મ્યુઝિયમ બનાવી અભ્યાસ કેન્દ્ર તરીકે સ્થાપિત કરી છે. જેથી કરીને માનવજાતની આવતીકાલ ની પેઢી તેમાંથી બોધપાઠ લઈને તેવી ભૂલો વારંવાર પુનરાવર્તન ન કરે, કરાવે. વર્તમાન હૈદ્રાબાદ પરિષદનું સર્વનુમતે તારણ હતું કે ૨૧મી સદીના છેલ્લા બે દાયકઓમાં સને ૨૦૧૦ પછી ખાસ, જે તે દેશોની તમામ પ્રકારની લઘુમતીઓ જેવી કે ધાર્મિક,વંશીય,જાતીય કે લિંગ આધારિત અને દરેક દેશમાં સ્થાયી થયેલ પરદેશી (Emigrants) સાથેનો બહુમતી પ્રજાનો વ્યવહાર 'પેલા હિટલરના વંશીય હોલોકાસ્ટ'નું પુનરાવર્તન કરાવે તેવો ક્રમશ થઇ રહ્યો જ નથી બલ્કે વધતો રહ્યો છે. જે તે રાષ્ટ્રની બહુમતી પ્રજા પેલી તમામ પ્રકારની લઘુમતીઓને રાષ્ટ્ર હિત માટે જાણે ખતરારૂપ હોય તેમ  સતત તે બધાની સામે ધિક્કારી નફરત અને હિંસક વર્તન કરતા થઇ ગયા છે. જેમાં સત્તાપક્ષના પ્રત્યક્ષ કે પરોક્ષ કે બંને પ્રકારના ખુલ્લી અને મુક સંમતી હોય છે.( These minorities presence are now being propagated as a serious threat to nation states.) હવે આ વંશીય, જાતિવાદી અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ખૂબ જ ટુંકાગાળામાં અસહિષ્ણુ અને હિંસક સ્વરુપ ધારણ કરી લીધું છે.

બીજો પ્રશ્ન, નાગરિક રાષ્ટ્ર રાજ્ય( National-State Civil Society) માટે કોણ ખતરનાક છે? આ પરિષદમાં મુખ્ય ચર્ચા હતી. ભારત સમિટમાં એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે આધુનિક નાગરિક રાષ્ટ્ર રાજ્ય માટે જે તે દેશમાં અતિ-જમણેરી ` બહુમતી ધર્માંધ–વંશીય–સત્તાપક્ષનીસરમુખત્યારી)નો મુખ્ય ખતરો છે. કારણ કે તે પૂર્વ-રાષ્ટ્ર રાજ્ય ફિલોસોફી(on the pre-nation state philosophies) અથવા પૂર્વ-આધુનિક(or pre-modern loyalties) વફાદારી પર આધારિત છે.જેને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને પ્રેરિત કર્યા છે.આધુનિક રાષ્ટ્ર રાજ્યના સમગ્ર અસ્તિત્વ અને વિકાસ તર્ક વિવેક( Rationalism), ઉદારમતવાદ (Liberalism), ધર્મનિરપેક્ષતા (Secularism)અને વૈશ્વીક– સાર્વત્રિક (Globalization)ના દર્શન અને મુલ્યો પર આધારિત છે.

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ(અતિ-રાષ્ટ્રવાદી)આ મૂલ્યોની સંપૂર્ણપણે વિરુદ્ધ છે, કારણ કે તે વિભાજનકારી રાજકારણ અને ઝેનોફોબિયા પર આધારિત છે. સદર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, તે સ્વતંત્રતા,સમાનતા અને બંધુત્વ જેવા આધુનિક નાગરિક મૂલ્યોમાં માનતો નથી, જે લોકશાહી મુલ્યોને આધુનિક રાષ્ટ્ર રાજ્યોના બંધારણ દ્વારા ગેરંટી આપવામાં આવે છે. આમ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ(અતિ-રાષ્ટ્રવાદ)બંધારણવાદની પણ વિરુદ્ધ છે. જે વ્યક્તિગત અધિકારો અને હાંસિયામાં ધકેલાઇ ગયેલા સામાજિક જૂથો અને વિશેષ સામૂહિક અધિકારો સુનિશ્ચિત કરે છે. આ વૈશ્વિક કટોકટી ફક્ત રાજકીય,આર્થીક કે સામાજિક નથી તત્વજ્ઞાનીય પણ છે.માનવજાતને તેના તમામ પ્રકારના ભૂતકાળ ના બંધનો અને નિષેધ માંથી મુક્ત કરીને માનવ કેન્દ્રી ધર્મનિરપેક્ષ સજીવ ઉત્ક્રાંતિ આધારિત જીજીવિષા ટકાવી રાખવાના સંઘર્ષમાંથી ક્રમશ વિકસેલા મૂલ્યોને આધારે નવી વિશ્વ વ્યવસ્થા નું સર્જન કરવા માટે અમે બધા પ્રગતિશીલ વૈશ્વિક પરિબળો અત્યારે એકત્ર થયા છે. નવી વિશ્વ વ્યવસ્થાનું આપણે કેવું સર્જન કરવું છે તે પર ચર્ચા કરવા માટે પ્રેરિત થાય છે.. 

કોન્ફરન્સમાં સાત પેનલ અને બે દિવસ સુધી ચાલતું સમાપન સત્ર હતું. પ્રથમ પેનલ ચર્ચા 'લિંગ ન્યાય અને નારીવાદી ભવિષ્ય' (on 'Gender Justice and A Feminist Future',) પર હતી, જેમાં વિશ્વભરના મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. મહિલાઓના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને પેનલિસ્ટોએ ચર્ચા કરી હતી કે કેવી રીતે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ(અતિ-રાષ્ટ્રવાદ) તેને અવરોધી રહ્યો છે. નારીવાદી વિદેશ નીતિ માટે એક પ્રસ્તાવ હતો. ખુલ્લી ચર્ચામાં, પ્રતિનિધિઓએ પિતૃસત્તા અને ધાર્મિક કટ્ટરવાદ માં તેના મૂળ પર ખૂબ જ રસપ્રદ પ્રશ્ન ઉઠાવ્યો, જેનાથી પિતૃસત્તા અને રૂઢિચુસ્તતા વચ્ચેના જોડાણો બન્યા છે. તેના પર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદી(અતિ-જમણેરી)એ ખુબજ ઉંચી પિરામિડ બાંધી છે.

પેનલ બે 'હકીકત વિરુદ્ધ કાલ્પનિક: ખોટી માહિતી નો સામનો કરવો' ('Fact vs Fiction: Countering Disinformation')પર હતી, જેમાં તથ્યોને કેવી રીતે કાલ્પનિક બનાવવામાં આવી રહ્યા છે અને જમણેરી દળો દ્વારા ખોટી માહિતી કેવી રીતે ફેલાવવામાં આવી છે તેના પર ગરમ ગરમ ચર્ચા શરૂ થઈ. બધા પેન લિસ્ટોએ દેશોમાં પ્રચાર પર જમણેરી રાજકારણ કેવી રીતે બને છે તે પર પ્રકાશ પાડ્યો અને પ્રગતિશીલ રાજકારણ બનાવવા માટે આવા પ્રચાર રાજકારણને રોકવાના મહત્વ પર ભાર મૂક્યો. 

'યુવા અને આવતીકાલનું રાજકારણ' વિષય પરના પેનલે રાજકારણમાં યુવાનોની ભાગીદારી પર ભાર મૂક્યો અને કહ્યું કે ફક્ત યુવાનો જ વર્તમાન વિશ્વ વ્યવસ્થા બદલી શકે છે.આજે વિશ્વના તમામ રાષ્ટ્રોનું નવસર્જન ૨૧મીસદીમાં અરસપરસ દેશોની અંદર મોટાપાયે નાગરિક સ્થળાંતર ( Multilateral migration )પર થયેલુ છે.'નવી બહુપક્ષીય( ' New Multilateralism')ને કેવી રીતે આકાર આપવી' તે પણ પેનલમાં લાંબી ચર્ચા થઈ. બીજા વિશ્વયુદ્ધ ના અંત પછી જે વૈશ્વીકરણ પવન ફુંકાયો હતો તેના આધારે આધુનિક વિશ્વ અને આધુનિક રાષ્ટ્રોનું સંચારક્રાંતિ ( Infotech-Revolution) દ્વારા જે નવસર્જન થયું હતું. તેથી રાષ્ટ્રની સીમા જ હવે અપ્રસ્તુત બની ગઇ હતી. ત્યારે આ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ આધારિત તમામ જમણેરી સરકારો પોતાના દેશમાં નાગરિક સ્થળાંતર વિરુદ્ધ આત્યંતિક પગલાં લેવા માંડી છે. બહુપક્ષીય અને બહુ સાંસ્કૃતિક આધુનિક સમાજ સર્જન વિરુદ્ધ મોટા પાયે તન મન અને ધનથી મોરચો માંડીને બેઠા છે. પોતાની સ્થાનિક પ્રજા ને ' વિશ્વગુરુ' જેવા અતિ કાલ્પનિક ભવ્ય ભૂતકાળ ના ખ્યાલની પાછળ લોલીપપ આપીને મદહોશ બનાવીને પોતાની રાજકીય સત્તા અમાનુષી અને બેફામ ઉપયોગ કરી રહી છે.

પેનલિસ્ટોએ તાજેતરના સમયમાં યુએન જેવા વિશ્વ સંગઠનોના નબળા પડવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. બહુપક્ષીય સંધિમાંથી ખસી જવાથી વૈશ્વિક આબોહવા અને પર્યાવરણ પર પણ વિનાશક અસર પડે છે. પેન લિસ્ટોએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ પેરિસ કરાર માંથી અમેરિકા ખસી જવાથી વિશ્વને આઘાત લાગ્યો છે. કોન્ફરન્સમાં ક્લાઇમેટ જસ્ટિસને વેગ આપવા પર એક પેનલ હતી, અને બધા પેન લિસ્ટ અને પ્રતિનિધિઓએ ક્લાઇમેટ ચેન્જ પ્રત્યે વિકસિત દેશોના બદલાતા વલણ પર નિરાશા વ્યક્ત કરી હતી. તેઓ આને વધતી જતી દૂર-જમણેરી રાજકારણ સાથે જોડી હતી જેમાં વિશ્વના સામાન્ય હિત માટે ઓછામાં ઓછી ચિંતા છે. આ હકીકત હોવા છતાં કે વિકસિત દેશો છેલ્લા કેટલાક દાયકાઓથી મોટાભાગના કાર્બન ઉત્સર્જન માટે જવાબદાર છે.

'બહુલવાદ, વિવિધતા અને આદર સાથે ધ્રુવીકરણ અને દૂર કરવું વિષય પર પરિષદની પેનલે બહુ લતા અને વિવિધતા ની વિસ્તૃત ચર્ચા કરીને દૂર-જમણેરી દ્વારા વંશીય-રાષ્ટ્રવાદ અને સાંસ્કૃતિક ધ્રુવીકરણ અંતર્ગત ખતરા પર પ્રકાશ પાડ્યો હતો. કોન્ફરન્સમાં વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખનો આદર કરવાનો મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. 'અનિશ્ચિત સમયમાં આર્થિક ન્યાય' અને 'બહુ ધ્રુવીય વિશ્વમાં શાંતિ અને ન્યાય' પરના પેનલો વિશ્વની વિવિધતાઓ અને દૂર-જમણેરી દ્વારા ઊભા થયેલા પડકારો પર ચર્ચાને વધુ ગહન બનાવી હતી.

તા. ૨૬મી ઐપ્રીલના રોજ,લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી હાજરીથી સમાપન સત્રમાં વિશેષ ચમક જોવા મળી. આ સત્રમાં પરિષદના વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો, જ્યાં મુખ્ય સહભાગી દેશના રાજકીય નેતાઓએ તેમના દેશો ને કેવી રીતે અતિ-જમણેરી ચળવળોનો ઉદય સરમુખત્યારશાહી તરફ લઈ જઈ રહ્યો છે તેના પર વાત કરી. ગાંધી ભારતીય જનતા પાર્ટીના શાસન દ્વારા સર્જાયેલી પરિસ્થિતિ નો વિરોધ કરવા માટે ભારત જોડો યાત્રા કેવી રીતે હાથ ધરી તે વિશે વાત કરી, જે ભારતીય ભૂમિ પર વિભાજનકારી રાજકારણ અને નફરત ફેલાવી રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ લોકો પાસે ગયા અને તેમને કહ્યું કે તેમની યાત્રા ફક્ત "નફરત ના બજારમાં મોહબત ની બજાર" ખોલવા માટે હતી, અને ભારતના લોકોએ તેમનું ખુલ્લા હાથે સ્વાગત કર્યું. બધા પ્રતિનિધિઓના ભાષણોમાં સમાનતાઓ જોઈ શકાય છે. બધા પોતપોતાના દેશોમાં અતિ-જમણેરી ના ખતરા અને તે બીજા સમુદાય સામે કેવી રીતે નફરત પેદા કરી રહ્યું છે તેની વાત કરી. સત્રમાં ભાર મૂકવામાં આવ્યો કે નફરત એ વિશ્વભરમાં માત્ર અતિ-જમણેરી ની મૂડી છે, અને તેનો સામનો કરવો જોઈએ. 

પરિષદ 'હૈદરાબાદ ઠરાવ: વૈશ્વિક ન્યાય પહોંચાડવી' નામની ઘોષણા સાથે સમાપ્ત થઈ, જેમાં પ્રાપ્ત કરવાના 44 મુદ્દાઓની યાદી આપવામાં આવી. ઘોષણા છેલ્લા મુદ્દામાં કહેવામાં આવ્યું છે કે, "આપણે સાથે મળીને અન્યાય નો સામનો કરીશું, પરિવર્તનનો નવો યુગ શરૂ કરીશું, એક એવી દુનિયામાં નિર્માણ કર્યું જે શ્રમજીવી લોકોના અધિકારો અને આકાંક્ષાઓ નું સન્માન કરશે અને બધા માટે જીવનની પૂર્ણતા સુનિશ્ચિત કરશે." આ રીતે પરિષદમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ નો સિદ્ધાંત પર એક નવી દુનિયાની કલ્પના કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જે નહેરુ વાદી સમાજવાદ સાથે સુસંગત છે. એકંદરે, તેને દેશોના પ્રગતિશીલ જોડાણ, નફરતથી મુક્ત સમાજ બનાવીને એક નવા સમાજ માટે આશા પેદા કરી.

( સંકલન અને ભાવાનુવાદ કરનાર બીપીન શ્રોફ.અટલાંટા–૫–૫–૨૫.)



--

વાહિયાત વાતોથી આતંકવાદ ડામી શકાય નહીં !

27 એપ્રિલ 2025ના રોજ, 'સંવાદસભા'માં, 'માણસાઈનો દુ:શ્મન આતંકવાદ' વિષય પર ચર્ચા થઈ, તેનાં મુખ્ય મુદ્દાઓ :

બિપિન શ્રોફ : "કાશ્મીર એવું રાજ્ય હતું જ્યાં રાજા હિન્દુ હતા અને બહુમતી લોકો મુસ્લિમ હતા. 1936 થી 1947 સુધી કાશ્મીરમાં ધર્મ આધારિત ન હોય તેવું રાજ્ય સ્થાપવા 'નેશનલ કોન્ફરન્સે' રાજાશાહી સામે ચળવળ ચલાવી હતી. આઝાદી વેળાએ પાકિસ્તાનના સૈનિકોએ કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે રાજા હરિસિંહે ન છૂટકે પોતાના રાજ્યને ભારત સાથે છોડ્યું. પ્રજામત લેવાનો હતો. તટસ્થ પ્રજામત લેવાય તે માટે 1948માં UNO સમક્ષ નેહરુએ વાત મૂકી. પણ પ્રજામત લેવાયો નહીં. 1965માં યુદ્ધ થયું, તાશ્કંદ કરાર ત્યાં. લાઈન ઓફ કંટ્રોલ નક્કી થઈ. 1971માં યુદ્ધ થયું. 1980માં / 1999માં કારગિલમાં યુદ્ધ થયું. અટલ બિહારી બાજપાયીએ સમઝોતા એક્સપ્રેસ બસ સેવા શરૂ કરી. 2014 પછી હિન્દુત્વના જોરના કારણે કાશ્મીરમાં વધુ આતંકવાદી ઘટનાઓ બની. કાશ્મીરને કેન્દ્ર શાસિત બનાવ્યું. 9 લાખનું લશ્કર કાશ્મીરમાં છે, છતાં આતંકી હુમલા થાય છે. પુલવામાં / પહેલગામમાં સુરક્ષા ન હતી … આતંકવાદ ત્યારે થાય જ્યારે સતત અન્યાય થાય. આ સ્થિતિમાં આતંકવાદીઓને સફળતા મળે છે. આતંકવાદી માનસિકતાને ટેકો કોણ આપે છે? પોષણ કોણ આપે છે? સ્થાનિક વિદ્રોહીઓ આપે છે. પર્વતોમાં પશુ ચારતા કાશ્મીરીઓ આપણા લશ્કરને માહિતી આપતા હતા તેનો વિશ્વાસ આપણે ગુમાવ્યો. દેશના વડા પ્રધાન કપડાંથી માણસોને ઓળખવાની વાત કરે તે ઉચિત છે? પહેલગામ હુમલા બાદ કાશ્મીરમાં બંધ પાળવામાં આવ્યો, દેશભરમાં મુસ્લિમોએ હુમલાને વખોડી નાંખ્યો તે સારી બાબત છે. લશ્કરના આધારે ક્યાં સુધી કાશ્મીરને સાચવી શકીશું? સરકાર કહે છે આતંકીઓની કમર તોડી નાખી છે પણ સત્ય જુદું છે : 2014માં 28 / 2015માં / 2016માં 14 / 2017માં 54 / 2018માં 86 / 2019માં 42 / 2020માં 33 / 2021માં 36 / 2022માં 30 / 2023માં 12 / 2024માં 31 / 2025માં 28 નાગરિકોની આતંકીઓએ હત્યા કરી છે. આતંકવાદને નાથવા માટે સ્થાનિક લોકોમાં આત્મવિશ્વાસ પ્રગટાવવો પડે, ભાગીદારી મેળવવી પડે. આત્મવિશ્વાસ ત્યારે જ પ્રગટે જ્યારે લોકોને લાગે કે ભારત મારો દેશ છે. ધૃણા / નફરત / ધિક્કાર એ આતંકવાદને પોષણ આપનાર પરિબળ છે."

ભૂપેન્દ્રસિંહ રાઓલ : "આતંકવાદ સદીઓથી ચાલે છે. રાજાઓ / બાદશાહો પણ આતંકવાદ કરતા હતા. ઓટોમન સામ્રાજ્યે સ્યુસાઇડલ બોમ્બર જેવા આતંકીઓ તૈયાર કર્યા હતા. આપણે ત્યાં નક્સલવાદ છે, ખાલિસ્તાની આતંકવાદ હતો. પાકિસ્તાન સમર્થિત કાશ્મીરમાં આતંકવાદ શરૂ થયો છે. 1971નું યુદ્ધ પાકિસ્તાન હાર્યું ત્યારથી તેણે સીધી લડાઈ બંધ કરી દીધી, કેમ કે સીધી લડાઈ જીતી શકાય તેમ નથી એટલે તેણે પ્રોક્સી વોર શરૂ કરી, ખાલિસ્તાનીઓને સપોર્ટ કર્યો, કાશ્મીરમાં આતંકીઓને હથિયાર વગેરે પૂરા પાડે છે. ઉત્ક્રાંતિના મનોવિજ્ઞાન મુજબ (1) માણસ સમૂહમાં રહેવા ઈન્વોલ્વ થયેલો છે. જેમ સમૂહ મોટો તેમ સર્વાઇવલના ચાન્સ વધી જાય. ધર્મ પણ એક સમૂહ છે. પોતાનો સમૂહ મોટો કરવા તે ભાવના હોય છે. કોઈપણ ભોગે સર્વાઈવ થવું. (2) તેને એક લીડર હોય. (3) માણસ સ્ટેટસ સીકિંગ એનિમલ છે. (4) સેક્સ્યુઅલ રીપ્રોડકશન. આતંકવાદ પણ આ ચાર મુદ્દાઓ આજુબાજુ ફરતો હોય છે. હરીફ જૂથોને દૂર કરવાથી સંસાધનોની એક્સેસ મળી જાય. આ માટે મોટા મોટા નરસંહાર થયા છે. હિટલરે 60 લાખ યહૂદીઓને મારી નાખ્યાં. રવાન્ડામાં 6 દિવસમાં 8 લાખ લોકોની હત્યા થઈ હતી. ઓટોમન સામ્રાજ્યે 15 લાખ લોકોની હત્યા કરી હતી. કમ્બોડિયામાં 20 લાખ લોકોની હત્યા થઈ હતી. 11 સપ્ટેમ્બર 2001ના રોજ, અમેરિકામાં 3,000થી વધુ લોકોને મારી નાખ્યા હતા. આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે. ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન બાળકોને ભણાવવું પડે. ધર્મ વગરની ધરા જોઈએ. ધર્મ ન જોઈએ. આતંકવાદ માણસાઈનો દુ:શ્મન છે."

રમેશ સવાણી : "નફરતનું ભવિષ્ય હંમેશાં ખરાબ જ હોય છે. આતંકવાદ મુખત્વે બે કારણોસર જોવા મળે છે. એક, ધર્મ આધારિત; જેમાં મૃત્યુ પછી હૂરો / પરીઓ મળે તેવી લાલચ હોય છે. ધર્મ આધારિત રાષ્ટ્રવાદ તેમાં આવી જાય. બીજું, વંચિતતાના કારણે, જેમ કે નક્સલવાદ. સમુદાયોને વિકાસમાં ભાગીદાર બનાવવા પડે. જો કે વંચિતતાનું મુખ્ય કારણ પણ ધર્મ જ હોય છે. 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ' સૂત્રને વ્યવહારમાં મૂકે તો આતંકવાદ ખાળી શકાય. કથની અને કરણી વચ્ચે મોટો તફાવત હોય ત્યારે અસંતોષ વધે છે, જે આતંકવાદને આમંત્રણ આપે છે. 2001માં અમેરિકામાં 9/11નો આતંકી હુમલા સમયે અમેરિકામાં કોઈ જગ્યાએ મુસ્લિમો સામે હુમલા થયા ન હતા, મુસ્લિમોના વિસા કેન્સલ કર્યા ન હતા; અમેરિકાએ ઓસામા બિન લાદેનને શોધીને મારી નાખ્યો. અમેરિકાએ મુસ્લિમોને ટાર્ગેટ ન કર્યા, આતંકવાદીને ટાર્ગેટ કર્યો હતો. શું આપણે આવું કરી શકીશું? સરકારની નિષ્ફળતા છૂપાવવા ગોદી મીડિયા લોકોની આંખમાં ધૂળ નાખે છે; ગોદી મીડિયા જ આતંકવાદી છે ! પાણી બંધ કરી દેવાથી ટોઈલેટ ગયા પછી સફાઈ પણ નહીં કરી શકે, એવી વાહિયાત વાતો કરીને જ સંતોષ માનવાનો છે?"

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

--