Personal letter for Public Awareness.
તમારો પત્ર ગંભીરતા પુર્વક વારંવાર વાંચ્યો. કારણકે તમારા પત્રના આધારે તમે રજુ કરેલા પ્રશ્નો કે મુદ્દાઓને બરાબર સૌ પ્રથમ હું સમજવા માંગતો હતો. તમારી રજુઆતમાં પ્રમાણીકતા હતી. સાથે સાથે તે ભગીરથ કાર્ય કરતાં કરતાં જે માનવીય અનુભવોમાંથી તમે પસાર થયા પછી તેના નીચોડનું સંકલન હતું. હવે હું જે લખું છું તે તમારે માટે, તમારી બૌધ્ધીક સજજતા અને પરિપક્કવતા માટે જ લખું છું.
તમારી રજુઆતમાં રેશનાલીઝમ, નાસ્તિકતા, વૈજ્ઞાનીક અભિગમ અને માનવવાદ વિ. નો ઉલ્લેખ વારંવાર આવે છે. તમે આ બધા ખ્યાલો કે વિભાવનાઓ જાણે એક જ અર્થ કે સમાન અર્થો ધરાવતી હોય તે રીતે ઉપયોગ કર્યો છે. હકીકતમાં ગુજરાતમાં જે કોઇ વૈચારીક શંભુમેળો ' રેશનાલીસ્ટ પ્રવૃત્તી' ના નામે વર્ષોથી ચાલ્યા કરે છે તેને કારણે સદર પ્રવૃત્તી દિશાહીન અને વ્યક્તિ લક્ષી બની ગઇ છે.
રેશનાલીઝમ એક દુન્યવી કે ઐહીક સત્ય શોધવાનો માર્ગ છે. પધ્ધતિ છે. જેમાં બે પરિબળો છે.એક, ઇન્દ્રીયજન્ય અનુભવ( પાંચ ઇન્દ્રીયો, આંખ, નાક, કાન, જીભ અને ચામડી) ( Sense perception), અને બે,સદર ઇન્દ્રીયજન્ય અનુભવ દ્વારા મગજને મળેલ સંદેશાથી સત્ય પારખી કરેલ નિર્ણય સમજશક્તિ ( Cognition) હોય છે. આ સત્ય કાયમ માટે પુરાવા આધારિત( Evidence Based) હોય છે.રેશનાલીઝમને સમજાવા માટે આનાથી વધારે દુનિયાના કોઇપણ ખુણે માનવીને સમજાવવા બીજા કોઇ માધ્યમની જરુર નથી.
ઇશ્વરના અસ્તિત્વને રેશનાલીઝમને આધારે સાબિત થઇ શકે તેમ નથી. તે ખ્યાલ કે વિભાવનાને ' નિરઇશ્વરવાદ કે નાસ્તીક્તા અંગ્રેજીમાં " Atheism" તરીકે ઓળખવામાં આવે છે. નાસ્તિક બનવું કે તે લેબલ સ્વીકારવું મારા મત મુજબ ખુબજ સરળ છે. પણ ઇશ્વરના અસ્તિત્વનો 'ઇન્કાર' કર્યા પછી વ્યક્તિગત અને સામાજીક નૈતિક જીવન કેવી રીતે પ્રાપ્ત કરવું તે ખુબજ મુશ્કેલ છે. માનવ માનવ વચ્ચે ધર્મ, વંશ, જાતિ, કુટુંબ, પ્રદેશ અને રાષ્ટ્ર જેવા હિતોને બદલે માનવ કેન્દ્રીત હિતો વિકસાવવા સરળ બિલકુલ નથી. તે જ્ઞાન મેળવવાનો માર્ગ ખુબજ કપરો છે.
ધાર્મીક નૈતીક વ્યવહાર Religious Morality,( ઇશ્વરી શ્રધ્ધા પ્રેરીત) અને ધર્મનિરપેક્ષ નૈતીક વ્યવહાર Secular Morality( રેશનલ સત્યોથી પ્રાપ્ત કરેલ નૈતીક્તા) એ બે વચ્ચે સમાધાન શક્ય જ નથી. જે માનવીનો નૈતીક વ્યવહાર ઇશ્વર અને તેના ધર્મના ભયથી નક્કી થતો હોય તેને નૈતીક વ્યવહાર કહેવાય? કોઇપણ ધાર્મીક સત્યો( ભલે તેનો આધાર જે તે ધર્મના ધર્મપુસ્તકોનો હોય) રેશનાલીઝમના માપદંડોથી સત્ય સાબિત થતા ન હોય તે વ્યક્તિ અને માનવ સમુહના કલ્યાણ માટે કોઇ કામના હોઇ શકે જ નહી.
માનવવાદી વિચારસરણી જ્ઞાન આધારિત છે. જ્ઞાનનો આધાર દુન્યવી સત્ય છે. દુન્યવી સત્ય રેશનાલીઝમની મદદથી નક્કી થાય છે. માનવીય નૈતીકતા એ છે જે રેશનલ સત્યથી નક્કી થઇને માનવીને સુખ આપે. હું જ્યારે મારા સાથી માનવને મદદ કરું છું ત્યારે તે મદદ ઇશ્વરને ખુશ કરવા નહી પણ મને તેનાથી સુખ–સંતોષ મળે છે માટે કરુંછું. માનવ સહકારનું મુલ્ય માનવ અસ્તીત્વને ટકાવી રાખવા, વિકસાવવા અને સમૃધ્ધ કરવા લાખો વર્ષના જૈવીક ઉત્ક્રાંતિના સંધર્ષમાંથી દરેક સજીવમાં નાના મોટા પ્રમાણમાં વિકસતું આવ્યું છે. આવા જીજીવિષા ટકાવવાના સંઘર્ષમાં માનવ સહકાર અન્ય સજીવો કરતાં બૌધ્ધીક રીતે વધુ વિકસેલો હોવાથી તે પૃથ્વીનો કર્તાહર્તા બની ગયો છે.
મેં તમને ગુજરાતીમાં 'રેડીકલ હ્યુમેનીઝમ' સ્વાતંત્રય અને લોકશાહીની ફિલસુફી પુસ્તક ઘણા સમય પહેલાં વાંચવા માટે નહી પણ અભ્યાસ કરવા, આત્મસાત કરવા આપેલું હતું. તમે તમારી મુઝવણો અને અન્ય રજુઆતો કરી છે તેના પરથી સ્પષ્ટ તારણ છે કે ગમે તે કારણોસર તમે આ પુસ્તકનો જોઇએ તેટલો અભ્યાસ કરેલ નથી. પુસ્તક શુભેચ્છાથી આપવા સાથે મેં કહ્યું હયું કે સદર પુસ્તક મારો જિંદગીભરનો મિત્ર, માર્ગદર્શક અને તત્વજ્ઞાનીય સહાયક છે. તમારુ કાર્યક્ષેત્ર સમાજના ગમે તે સમુહનું હશે પણ તે બધાને તમારી ભાષામાં સમજ પ્રમાણે તેમની સમસ્યાઓના ઉકેલ માટે ચોકકસ મદદરુપ થઇ શકશો. મુખ્ય હેતુ તમારી બૌધ્ધીક સજ્જતાને વધુ શક્તિશાળી બનાવવાનો છે.
લોકોની ધાર્મીક કે રેશનલ જડતા ને સુધારવાનું આપણું કામ ક્યારેય ન હોવું જોઇએ. તે બધાને તેમની રીતે જીંદગી જીવવા દો. મને ચીંતા છે કે તમારી બૌધ્ધીક્તા સતત વિકસતી રહે માટે ના પ્રયત્નો અટકી ન જાય! શુભેચ્છા સાથે.
ઉપરનો સંવાદ એક કાલ્પનીક છે.
ગુજરાતી પુસ્તકનું નામ– 'રેડીકલ હ્યુમેનીઝમ' સ્વાતંત્રય અને લોકશાહીની ફિલસુફી'
અંગ્રેજીમાં લેખક– Justice V.M. Tarkunde -ગુજરાતીમાં અનુવાદક– પ્રો. દિનેશ શુક્લ.
સંપર્ક માટે મો. નં 94266 53821. ગિરિશભાઇ સૂંઢિયા, પાલનપુર.