Monday, May 5, 2025

ક્રમે એક વૈશ્વીક કક્ષાની પરિષદ “ ભારત સમિટ “નું આયોજન કરવામાં આવ્યું હતું.

આપણા દેશના તેલંગણા રાજ્યના પાટનગર હૈદ્ર્બાદમાં તારીખ ૨૫–૨૬ એપ્રીલના રોજ સમૃદ્ધ ભારત ફાઉન્ડેશન અને તેલંગણા સરકારના સંયુક્ત ઉપક્રમે એક વૈશ્વિક કક્ષાની પરિષદ " ભારત સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વભરના જુદા જુદા આશરે ૧૦૦ દેશોમાંથી ૪૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સદર પ્રતિનિધિઓની પૃષ્ઠભુમી રાજકારણ, શિક્ષણ અને કર્મનિષ્ઠ વિ.ની હતી.પરિષદની વ્યવસ્થા અને સફળતા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડી અને તેમના મંત્રીમંડળે વિ. સક્રિય સહકાર આપ્યો હતો. એટલું જ નહિ પરંતુ રાજ્યના કેટલાક મંત્રીઓ તો ચર્ચાઓમાં ભાગ પણ લીધો હતો.

આશરે સને ૧૯૫૫માં ૭૦ વર્ષ પહેલાં દેશના પાટનગર દિલ્હીમાં વડાપ્રધાન નહેરુજીના નેતૃત્વ હેઠળ ' બાન્ડુંગ પરિષદ'નું વૈશ્વિક સ્તરની પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટિશ અને પશ્ચિમી દેશોની ગુલામીમાંથી નવોદિત સ્વતંત્ર થયેલા એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના દેશો ના પ્રશ્નો અને તેના ઉપાય માટે બિનજોડાણવાદ (Non- Alignment) પરદેશી નીતિ પસંદ કરવામાં આવી હતી.એકબાજુ અમેરીકાનો મુડીવાદી લોકશાહી બ્લોક ને બીજી બાજુ સોવિયેત રશિયા સામ્યવાદી બ્લોકના બંનેમાંથી  સ્વતંત્ર દેશોએ પોતાના વિકાસ શાંતિમાર્ગે કેવી રીતે કરવો તે સળગતો પ્રશ્ન હતો. તે વિચારસરણીના સર્જનમાં  દેશના વડાપ્રધાન નહેરુ જી જેવા આર્દષ્ટાનો સિંહ ફાળો હતો.

સને ૨૦૨૫માં બરાબર ૭૦ વર્ષ પછી રાહુલ ગાંધી,સંસદમાં વિરોધપક્ષના નેતાના નેતૃત્વ હેઠળ ૧૦૦ દેશોના ૪૦૦ પ્રતિનિધિઓ હૈદ્રાબાદ પરિષદમાં હાજર રહ્યા હતા.વિશ્વભરના જુદાજુદા દેશોમાં સ્થાનિક કક્ષાએ પોતાના દેશમાં જનવિકાસ માટે પ્રગતિ કરતા પરિબળો ને એક મંચ પર લાવવાનો આ પ્રથમ પ્રયાસ હતો. યજમાન તરીકે પરિષદના આયોજકોનો ઉદ્દેશ સ્પષ્ટ હતો. આયોજકોને પોતાના પક્ષની ચૂંટણી માટે મતદારોની ટકાવારી બે પાંચ ટકા વધારવામાં બિલકુલ રસ નહતો. પરંતુ વૈશ્વિક કક્ષાએ ઉભરી રહેલા લોકશાહી અને માનવ મૂલ્યો વિરોધી પ્રત્યાઘાતી ધર્મ– જુજ લઘુમતી મુડીવાદી જુથો– પ્રતિનિધિ સ્વરુપની ચુંટણીપ્રથા તોડમરોડ કરીને સત્તા પ્રાપ્ત કરનારા જમણેરી દેશો અને બહારના પરિબળોની ચુંગાલમાંથી મુક્ત થઇ ને નવીન વૈશ્વિક વ્યવસ્થાની રચના કેવી રીતે કરવી તે હતો. છેલ્લા સાત દાયકામાં વિશ્વ ઘણું જ બદલાઈ ગયું છે. વૈશ્વિક રાજકારણ પણ ઘણું બદલાઈ ગયું છે. સદર જમણેરી ઉગ્ર ધાર્મિક પરિબળોના ટેકાવાળા સત્તાધીશોએ જે તે દેશમાં દુન્યવી માનવ કેન્દ્રિત વિકાસ ના ઘડીયાળના કાંટા પાછા ફેરવવા માંડ્યા છે. સાત દાયકામાં જે તે દેશમાં જ્ઞાન–વિજ્ઞાન–ટેકનોલોજીના સહકારથી અસ્તિત્વમાં આવેલી આધુનિક સંસ્થા અને સંસ્કૃતિનો મૃત્યુ ઘંટ વગાડવા માંડયો છે. જેણે લાંબેગાળે માનવજાતની સભ્યતાને ટકી રહેવા માટે વૈશ્વિક સ્તર પર ગંભીર પડકાર પેદા કરી દીધો છે.

બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના તમામ દેશો પોતાના દેશના આંતરિક અને એક બીજા દેશો ખાસ કરીને પાડોશી દેશો સાથેના પ્રશ્નો ગમે તેવા ગંભીર હોય તો પણ ચર્ચા, આંતરિક સહકાર અને કાયદા શાસનમાં (રુલ ઓફ લો) વિશ્વાસ રાખીને શાંતિભર્યું માર્ગે ઉકેલ લાવ્યા હતા. આંતરિક અને બે દેશો વચ્ચેની આંતરરાષ્ટ્રીય સમસ્યાઓના ઉકેલ માટે હિંસા, લશ્કરી અથડામણ અને લડાકુ શસ્ત્રોના ફાસીવાદી સરમુખત્યારશાહી રીતરસમો તિલાંજલી આપી હતી.બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીની નાઝીવાદી સરમુખ્ત્યાર હિટલરે સમગ્ર યુરોપમાં યહુદીઓનું એક કોમ તરીકે અને હિટલરના રાજકીય વિરોધીઓનું સમુળુ નિકંદન કાઢી નાખવા માટે જે તે અધમ ભરેલી અમાનવીય રીતરસમો અપનાવી હતી તેને યુએસએ અને યુરોપના દેશોએ હોલોકાસ્ટ મ્યુઝિયમ બનાવી અભ્યાસ કેન્દ્ર તરીકે સ્થાપિત કરી છે. જેથી કરીને માનવજાતની આવતીકાલ ની પેઢી તેમાંથી બોધપાઠ લઈને તેવી ભૂલો વારંવાર પુનરાવર્તન ન કરે, કરાવે. વર્તમાન હૈદ્રાબાદ પરિષદનું સર્વનુમતે તારણ હતું કે ૨૧મી સદીના છેલ્લા બે દાયકઓમાં સને ૨૦૧૦ પછી ખાસ, જે તે દેશોની તમામ પ્રકારની લઘુમતીઓ જેવી કે ધાર્મિક,વંશીય,જાતીય કે લિંગ આધારિત અને દરેક દેશમાં સ્થાયી થયેલ પરદેશી (Emigrants) સાથેનો બહુમતી પ્રજાનો વ્યવહાર 'પેલા હિટલરના વંશીય હોલોકાસ્ટ'નું પુનરાવર્તન કરાવે તેવો ક્રમશ થઇ રહ્યો જ નથી બલ્કે વધતો રહ્યો છે. જે તે રાષ્ટ્રની બહુમતી પ્રજા પેલી તમામ પ્રકારની લઘુમતીઓને રાષ્ટ્ર હિત માટે જાણે ખતરારૂપ હોય તેમ  સતત તે બધાની સામે ધિક્કારી નફરત અને હિંસક વર્તન કરતા થઇ ગયા છે. જેમાં સત્તાપક્ષના પ્રત્યક્ષ કે પરોક્ષ કે બંને પ્રકારના ખુલ્લી અને મુક સંમતી હોય છે.( These minorities presence are now being propagated as a serious threat to nation states.) હવે આ વંશીય, જાતિવાદી અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ખૂબ જ ટુંકાગાળામાં અસહિષ્ણુ અને હિંસક સ્વરુપ ધારણ કરી લીધું છે.

બીજો પ્રશ્ન, નાગરિક રાષ્ટ્ર રાજ્ય( National-State Civil Society) માટે કોણ ખતરનાક છે? આ પરિષદમાં મુખ્ય ચર્ચા હતી. ભારત સમિટમાં એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે આધુનિક નાગરિક રાષ્ટ્ર રાજ્ય માટે જે તે દેશમાં અતિ-જમણેરી ` બહુમતી ધર્માંધ–વંશીય–સત્તાપક્ષનીસરમુખત્યારી)નો મુખ્ય ખતરો છે. કારણ કે તે પૂર્વ-રાષ્ટ્ર રાજ્ય ફિલોસોફી(on the pre-nation state philosophies) અથવા પૂર્વ-આધુનિક(or pre-modern loyalties) વફાદારી પર આધારિત છે.જેને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને પ્રેરિત કર્યા છે.આધુનિક રાષ્ટ્ર રાજ્યના સમગ્ર અસ્તિત્વ અને વિકાસ તર્ક વિવેક( Rationalism), ઉદારમતવાદ (Liberalism), ધર્મનિરપેક્ષતા (Secularism)અને વૈશ્વીક– સાર્વત્રિક (Globalization)ના દર્શન અને મુલ્યો પર આધારિત છે.

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ(અતિ-રાષ્ટ્રવાદી)આ મૂલ્યોની સંપૂર્ણપણે વિરુદ્ધ છે, કારણ કે તે વિભાજનકારી રાજકારણ અને ઝેનોફોબિયા પર આધારિત છે. સદર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, તે સ્વતંત્રતા,સમાનતા અને બંધુત્વ જેવા આધુનિક નાગરિક મૂલ્યોમાં માનતો નથી, જે લોકશાહી મુલ્યોને આધુનિક રાષ્ટ્ર રાજ્યોના બંધારણ દ્વારા ગેરંટી આપવામાં આવે છે. આમ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ(અતિ-રાષ્ટ્રવાદ)બંધારણવાદની પણ વિરુદ્ધ છે. જે વ્યક્તિગત અધિકારો અને હાંસિયામાં ધકેલાઇ ગયેલા સામાજિક જૂથો અને વિશેષ સામૂહિક અધિકારો સુનિશ્ચિત કરે છે. આ વૈશ્વિક કટોકટી ફક્ત રાજકીય,આર્થીક કે સામાજિક નથી તત્વજ્ઞાનીય પણ છે.માનવજાતને તેના તમામ પ્રકારના ભૂતકાળ ના બંધનો અને નિષેધ માંથી મુક્ત કરીને માનવ કેન્દ્રી ધર્મનિરપેક્ષ સજીવ ઉત્ક્રાંતિ આધારિત જીજીવિષા ટકાવી રાખવાના સંઘર્ષમાંથી ક્રમશ વિકસેલા મૂલ્યોને આધારે નવી વિશ્વ વ્યવસ્થા નું સર્જન કરવા માટે અમે બધા પ્રગતિશીલ વૈશ્વિક પરિબળો અત્યારે એકત્ર થયા છે. નવી વિશ્વ વ્યવસ્થાનું આપણે કેવું સર્જન કરવું છે તે પર ચર્ચા કરવા માટે પ્રેરિત થાય છે.. 

કોન્ફરન્સમાં સાત પેનલ અને બે દિવસ સુધી ચાલતું સમાપન સત્ર હતું. પ્રથમ પેનલ ચર્ચા 'લિંગ ન્યાય અને નારીવાદી ભવિષ્ય' (on 'Gender Justice and A Feminist Future',) પર હતી, જેમાં વિશ્વભરના મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. મહિલાઓના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને પેનલિસ્ટોએ ચર્ચા કરી હતી કે કેવી રીતે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ(અતિ-રાષ્ટ્રવાદ) તેને અવરોધી રહ્યો છે. નારીવાદી વિદેશ નીતિ માટે એક પ્રસ્તાવ હતો. ખુલ્લી ચર્ચામાં, પ્રતિનિધિઓએ પિતૃસત્તા અને ધાર્મિક કટ્ટરવાદ માં તેના મૂળ પર ખૂબ જ રસપ્રદ પ્રશ્ન ઉઠાવ્યો, જેનાથી પિતૃસત્તા અને રૂઢિચુસ્તતા વચ્ચેના જોડાણો બન્યા છે. તેના પર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદી(અતિ-જમણેરી)એ ખુબજ ઉંચી પિરામિડ બાંધી છે.

પેનલ બે 'હકીકત વિરુદ્ધ કાલ્પનિક: ખોટી માહિતી નો સામનો કરવો' ('Fact vs Fiction: Countering Disinformation')પર હતી, જેમાં તથ્યોને કેવી રીતે કાલ્પનિક બનાવવામાં આવી રહ્યા છે અને જમણેરી દળો દ્વારા ખોટી માહિતી કેવી રીતે ફેલાવવામાં આવી છે તેના પર ગરમ ગરમ ચર્ચા શરૂ થઈ. બધા પેન લિસ્ટોએ દેશોમાં પ્રચાર પર જમણેરી રાજકારણ કેવી રીતે બને છે તે પર પ્રકાશ પાડ્યો અને પ્રગતિશીલ રાજકારણ બનાવવા માટે આવા પ્રચાર રાજકારણને રોકવાના મહત્વ પર ભાર મૂક્યો. 

'યુવા અને આવતીકાલનું રાજકારણ' વિષય પરના પેનલે રાજકારણમાં યુવાનોની ભાગીદારી પર ભાર મૂક્યો અને કહ્યું કે ફક્ત યુવાનો જ વર્તમાન વિશ્વ વ્યવસ્થા બદલી શકે છે.આજે વિશ્વના તમામ રાષ્ટ્રોનું નવસર્જન ૨૧મીસદીમાં અરસપરસ દેશોની અંદર મોટાપાયે નાગરિક સ્થળાંતર ( Multilateral migration )પર થયેલુ છે.'નવી બહુપક્ષીય( ' New Multilateralism')ને કેવી રીતે આકાર આપવી' તે પણ પેનલમાં લાંબી ચર્ચા થઈ. બીજા વિશ્વયુદ્ધ ના અંત પછી જે વૈશ્વીકરણ પવન ફુંકાયો હતો તેના આધારે આધુનિક વિશ્વ અને આધુનિક રાષ્ટ્રોનું સંચારક્રાંતિ ( Infotech-Revolution) દ્વારા જે નવસર્જન થયું હતું. તેથી રાષ્ટ્રની સીમા જ હવે અપ્રસ્તુત બની ગઇ હતી. ત્યારે આ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ આધારિત તમામ જમણેરી સરકારો પોતાના દેશમાં નાગરિક સ્થળાંતર વિરુદ્ધ આત્યંતિક પગલાં લેવા માંડી છે. બહુપક્ષીય અને બહુ સાંસ્કૃતિક આધુનિક સમાજ સર્જન વિરુદ્ધ મોટા પાયે તન મન અને ધનથી મોરચો માંડીને બેઠા છે. પોતાની સ્થાનિક પ્રજા ને ' વિશ્વગુરુ' જેવા અતિ કાલ્પનિક ભવ્ય ભૂતકાળ ના ખ્યાલની પાછળ લોલીપપ આપીને મદહોશ બનાવીને પોતાની રાજકીય સત્તા અમાનુષી અને બેફામ ઉપયોગ કરી રહી છે.

પેનલિસ્ટોએ તાજેતરના સમયમાં યુએન જેવા વિશ્વ સંગઠનોના નબળા પડવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. બહુપક્ષીય સંધિમાંથી ખસી જવાથી વૈશ્વિક આબોહવા અને પર્યાવરણ પર પણ વિનાશક અસર પડે છે. પેન લિસ્ટોએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ પેરિસ કરાર માંથી અમેરિકા ખસી જવાથી વિશ્વને આઘાત લાગ્યો છે. કોન્ફરન્સમાં ક્લાઇમેટ જસ્ટિસને વેગ આપવા પર એક પેનલ હતી, અને બધા પેન લિસ્ટ અને પ્રતિનિધિઓએ ક્લાઇમેટ ચેન્જ પ્રત્યે વિકસિત દેશોના બદલાતા વલણ પર નિરાશા વ્યક્ત કરી હતી. તેઓ આને વધતી જતી દૂર-જમણેરી રાજકારણ સાથે જોડી હતી જેમાં વિશ્વના સામાન્ય હિત માટે ઓછામાં ઓછી ચિંતા છે. આ હકીકત હોવા છતાં કે વિકસિત દેશો છેલ્લા કેટલાક દાયકાઓથી મોટાભાગના કાર્બન ઉત્સર્જન માટે જવાબદાર છે.

'બહુલવાદ, વિવિધતા અને આદર સાથે ધ્રુવીકરણ અને દૂર કરવું વિષય પર પરિષદની પેનલે બહુ લતા અને વિવિધતા ની વિસ્તૃત ચર્ચા કરીને દૂર-જમણેરી દ્વારા વંશીય-રાષ્ટ્રવાદ અને સાંસ્કૃતિક ધ્રુવીકરણ અંતર્ગત ખતરા પર પ્રકાશ પાડ્યો હતો. કોન્ફરન્સમાં વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખનો આદર કરવાનો મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. 'અનિશ્ચિત સમયમાં આર્થિક ન્યાય' અને 'બહુ ધ્રુવીય વિશ્વમાં શાંતિ અને ન્યાય' પરના પેનલો વિશ્વની વિવિધતાઓ અને દૂર-જમણેરી દ્વારા ઊભા થયેલા પડકારો પર ચર્ચાને વધુ ગહન બનાવી હતી.

તા. ૨૬મી ઐપ્રીલના રોજ,લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી હાજરીથી સમાપન સત્રમાં વિશેષ ચમક જોવા મળી. આ સત્રમાં પરિષદના વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો, જ્યાં મુખ્ય સહભાગી દેશના રાજકીય નેતાઓએ તેમના દેશો ને કેવી રીતે અતિ-જમણેરી ચળવળોનો ઉદય સરમુખત્યારશાહી તરફ લઈ જઈ રહ્યો છે તેના પર વાત કરી. ગાંધી ભારતીય જનતા પાર્ટીના શાસન દ્વારા સર્જાયેલી પરિસ્થિતિ નો વિરોધ કરવા માટે ભારત જોડો યાત્રા કેવી રીતે હાથ ધરી તે વિશે વાત કરી, જે ભારતીય ભૂમિ પર વિભાજનકારી રાજકારણ અને નફરત ફેલાવી રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ લોકો પાસે ગયા અને તેમને કહ્યું કે તેમની યાત્રા ફક્ત "નફરત ના બજારમાં મોહબત ની બજાર" ખોલવા માટે હતી, અને ભારતના લોકોએ તેમનું ખુલ્લા હાથે સ્વાગત કર્યું. બધા પ્રતિનિધિઓના ભાષણોમાં સમાનતાઓ જોઈ શકાય છે. બધા પોતપોતાના દેશોમાં અતિ-જમણેરી ના ખતરા અને તે બીજા સમુદાય સામે કેવી રીતે નફરત પેદા કરી રહ્યું છે તેની વાત કરી. સત્રમાં ભાર મૂકવામાં આવ્યો કે નફરત એ વિશ્વભરમાં માત્ર અતિ-જમણેરી ની મૂડી છે, અને તેનો સામનો કરવો જોઈએ. 

પરિષદ 'હૈદરાબાદ ઠરાવ: વૈશ્વિક ન્યાય પહોંચાડવી' નામની ઘોષણા સાથે સમાપ્ત થઈ, જેમાં પ્રાપ્ત કરવાના 44 મુદ્દાઓની યાદી આપવામાં આવી. ઘોષણા છેલ્લા મુદ્દામાં કહેવામાં આવ્યું છે કે, "આપણે સાથે મળીને અન્યાય નો સામનો કરીશું, પરિવર્તનનો નવો યુગ શરૂ કરીશું, એક એવી દુનિયામાં નિર્માણ કર્યું જે શ્રમજીવી લોકોના અધિકારો અને આકાંક્ષાઓ નું સન્માન કરશે અને બધા માટે જીવનની પૂર્ણતા સુનિશ્ચિત કરશે." આ રીતે પરિષદમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ નો સિદ્ધાંત પર એક નવી દુનિયાની કલ્પના કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જે નહેરુ વાદી સમાજવાદ સાથે સુસંગત છે. એકંદરે, તેને દેશોના પ્રગતિશીલ જોડાણ, નફરતથી મુક્ત સમાજ બનાવીને એક નવા સમાજ માટે આશા પેદા કરી.

( સંકલન અને ભાવાનુવાદ કરનાર બીપીન શ્રોફ.અટલાંટા–૫–૫–૨૫.)



--