ગાંધીજીના જીવન,આદર્શો, તેના આધારીત પ્રયોગોને સમજવા સરળ છે.
પણ માનવજાતે(ફક્ત પશ્ચીમી દેશોએ જ નહી)પંદરમી સદીથી જે નવજાગૃતિ, પુનરુજ્જીવન( Renaissance) અને ત્યારબાદ જ્ઞાન પ્રબોધન યુગ( Age of enlightenment)થી સને ૧૯૨૦(ગાંધીજીના ભારતની આઝાદીના ચળવળમાં પ્રવેશ વર્ષ)સુધી જે પ્રગતી સાધી છે તેનો ગાંધીવાદે વર્તન, વિચાર અને અમલમાં સંપુર્ણ નજર અંદાજ કરેલ છે. એટલું જ નહી પણ માનવજાતના ઇશ્વર અને ધર્મને તેના તમામ પ્રકારના એજંટોની બાદબાકી કરીને જે માનવ કેન્દ્રીત તત્વજ્ઞાનીય,રેશનલ અને વૈજ્ઞાનીક અભિગમની મદદથી કુદરતને ભજવાને બદલે તમામ માનવ સમસ્યાઓના ઉકેલોની છેલ્લા પાંચસો વર્ષો જે સિધ્ધીઓ મેળવી છે તેની ગાંધીજીએ સમજપુર્વકની બાદબાકી કરેલ છે.
ફ્રાંસની ક્રાંતિએ જે સદીઓથી ઇશ્વર અને તેના પ્રતિનિધિઓ તરીકે રાજાશાહી, ધર્મશાહી અને સામંતશાહી આધારીત સમાજ વ્યવસ્થા સામે બળવો કર્યો. "Man is born free, but everywhere he is in chains" ફ્રાંસની લોકક્રાંતિના વૈચારીક ચાલકબળ રુસોનું આ વાક્ય છે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા માનવમુલ્યોને કેન્દ્રમાં રાખીને સંસદીય લોકશાહી, નાગરીકની સર્વોપરિતા( કોઇપણ સામાજીક સમુહની નહી,દા.ત વર્ણવ્યવસ્થા પણ નહી),બજાર અને વિનિમય આધારીત બજાર અર્થવ્યવસ્થાની(Market Economy) રચના કરી.દસ હજાર વર્ષોની કૃષિસંસ્કૃતીની સામે આધુનિક સર્વાંગી માનવકેન્દ્રીત મુલ્યો આધારીત સંસ્કૃતી અને સંસ્થાઓનું સર્જન કર્યુ. ૧૭૮૧માં અમેરીકાએ સ્વતંત્રદેશ તરીકે બંધારણ બનાવીને બીલ ઓફ રાઇટસમાં પહેલો સુધારો કર્યો કે હવેથી રાજ્ય અને ધર્મ વચ્ચે સંપુર્ણ વિયોજન રહેશે.સને ૧૮૬૧માં અમેરીકાના પ્રમુખ લિંકને 'માનવ માત્ર સમાન છે'( All men are equal) તે મુલ્યને ધ્યાનમાં રાખીને સદીઓથી ચાલુ ગુલામીને નાબુદ કરીને તમામ અમેરીકન આફ્રીકન નાગરીકોને દેશના તમામ બંધારણીય હક્કો લડત લડીને(Civil War) અપાવ્યા અને તેની કિંમત પણ પોતાના બલિદાનથી ચુકવી.
ખગોળ વિજ્ઞાનીઓ ગેલેલીયો–ફ્રાંસ ( ૧૫૬૪–૧૬૪૨), આધુનીક ખગોળવિધ્યાનો જનેતા, નિકોલસ કોપરનીકસ પૃથ્વી સુર્યની આસપાસ ફરે છે,સાબિત કરનાર –પોલેંડ,(૧૪૭૩–૧૫૪૩), જીઓરાંદો બ્રુનો જેને બાયબલ વિરુધ્ધ વિચારો માટે રોમ વેટીકને જીવતો સળગાવી દીધો હતો(૧૫૪૮–૧૬૦૦),સર આઝેક ન્યુટન બ્રીટીશ ભૌતીકશાસ્રી અને ખગોળ વિજ્ઞાની, વૈશ્વીક વૈજ્ઞાનીક ક્રાંતીનો પિતાજનક,અને જ્ઞાનપ્રબોધનયુગની પાયાની ઇંટ,બ્રીટીશ રોયલ સોસાયટીનો જીવનભરનો સતત ઉદ્દીપક,(૧૬૪૩–૧૭૨૭), શીતળાની રસી શોધનાર એડવર્ડ જેનર(૧૭૪૯–૧૮૨૩)ઇંગ્લીશ ચીકિત્સક,પ્રથમ વિશ્વ વેકસીન શોધક,માઇકલ ફેરાડે, (૧૭૯૧–૧૮૬૭) ઇગ્લેંડ,ભૌતીકશાસ્રી,આધ્યસ્થાપક, ઇલે–મોટર, જનરેટર,અને ટ્રાન્સફર્મર વિ. નો શોધક, થોમસ આલ્વા એડીસન (૧૮૪૭–૧૯૩૧)ઓહાયો, યુએસએ,લાઇટના બલ્બનો શોધક ઉપરાંત ફોનોગ્રાફ અને આધુનિક ચલચિત્રનો જનેતા, રેને દેકાર્તે,ફ્રાંસ, આધુનિક તત્વજ્ઞાનનો પિતામહ,વૈજ્ઞાનીક, ગણિત વૈજ્ઞાનીક( ૧૫૯૬–૧૬૫૦)અસ્તિત્વવાદી," હું વિચારુ છું માટે જ મારુ અસ્તીત્વ છે." પણ મારું અસ્તિત્વ એ માયા કે ભ્રમ નથી,જ્હોન લોક( ૧૬૩૨–૧૭૦૪) અંગ્રેજ અને ડેવીડ હ્યુમ(૧૭૧૧–૧૭૭૬) સ્કોટલેંડ બંને એવા તત્વજ્ઞાનીઓ હતા જેમનું તારણ હતું કે જ્ઞાન ફક્ત ઇન્દ્રીયજન્ય અનુભવનું જ પરિણામ છે.મગજની વિચારશક્તિનું અસ્તિત્વ અને નિર્ણયો ઇન્દ્રીયો દ્રારા મળેલા સંદેશાઓનું ફક્ત પરિણામ છે.ગાંધીબાપુની અંતસ્ફુરણાથી કદાપી નહી, જે ક્ષણે ઇન્દ્રીયો મૃત પામે છે પછી માનવ બ્રેઇન અને મન પણ કામકરતું બંધ થઇ જાય છે. જર્મન તત્વજ્ઞાની ઇમેન્યુઅલ કાંટે( ૧૭૨૪–૧૮૦૪) પોતાના પુસ્તક " Critique of Pure Reason " માં સાબિત કર્યું કે 'તર્કવિવેકશક્તિ' આધારીત સત્ય તે ઇન્દ્રીયજન્ય અનુભવ અને મનની કારણ શોધવાની પ્રક્રીયા ( Laws of Causation or Everything has cause) બંનેના સંયુક્ત અને સંયોજનનું પરિણામ છે. દરેક વસ્તુ, પદાર્થની સાચી ઓળખ માનવની તર્કવિવેક શક્તિના અનુમાન પર ચોક્ક્સ આધારીત છે.તે સત્ય શોધવાનો સાચો માર્ગ છે. વસ્તુ કે પદાર્થને માનવ મન કેટલું ગ્રહણ કરે છે તેના પર અવલંબિત નથી.
માનવીય પ્રયત્નોથી જ્ઞાન–વિજ્ઞાનની શોધોમાં બંને સમકાલીન એક ઉત્કાંતિવાદી ચાર્લસ ડાર્વીન( ૧૮૦૯– ૧૮૮૨)Origin of Speciesપુસ્તક સને ૧૮૪૮માં લખીને અને બીજા ભૌતીકવાદી તત્વજ્ઞાની કાર્લ માર્કસે(૧૮૧૮–૧૮૮૩)The Communist Manifesto સને ૧૮૪૮માં બહાર પાડીને, પોતાના સંશોધનોની મદદથી જૈવીક અને સામાજીક સંચાલન અને પરિવર્તનના નિયમો શોધી કાઢીને પૃથ્વી પરથી કાયમ માટે ઇશ્વરને તેના ખ્યાલ સહિત 'બેગ્સ એન્ડ બેગીઝીસ' સાથે કબરમાં દાટી દીધા. માનવીને જ કુદરત અને સમાજ સંચાલનનો નવો નિર્માતા જ બનાવીને દીધો. કાર્લ માર્કસે ઉધ્યોગોમાં મશીનરી અને યંત્રોના ઉપયોગથી માનવશ્રમ અને શ્રમ આધારીત ભૌતીક ગધ્ધાવૈતરુ(Drudgery) કરવાનું ઘણું ઘટી જશે. મશીનનો ઉપયોગ ઉત્પાદન શક્તિ વધારશે,જીવન ટકાવી રાખવા માટે જરુરી શ્રમમાંથી મુક્તિ મળશે. સમયની બચત સમગ્ર માનવસમાજને સતત નવા સંશોધનો અને આનંદના સાધનો શોધવામાં મદદરુપ થશે.
ક્રીષ્ટ્રોફર કોલ્મબસ ( ૧૪૫૧–૧૫૦૬) જીનીવા–ઇટાલીએ ૧૪૯૨ પૃથ્વી ગોળ છે એ સત્યને આધારે પશ્ચીમમાં પોતાનું નાવ હંકારીને ભારત જવા નિક્ળયો અને કેરેબીયન ટાપુઓ અને અમેરીકા શોધી કાઢયું. વાસ્કો દા ગામા(૧૪૬૦–૧૫૨૪ ભારતમાં દક્ષિણ ભારતના 'કોચી' શહેરમાં મૃત્યુ) પોર્ટુગીઝ દક્ષિણ આફ્રીકા જોહ્યોનીસબર્ગ થઇને ભારત આવ્યો.
ગાંધીજીની એ ધ્યાન બહાર કેવી રીતે હોય કે ૧૬મી સદીથી સને ૧૯૨૦ સુધી ઇગ્લેંડ સહિત સમગ્ર યુરોપનો કોણપણ દેશ બાકી ન હતો કે જેણે વિશ્વના કોઇપણ નાના મોટા દેશ કે ટાપુઓ કબજે કરીને ગુલામ બનાવીને પોતાના દેશને આર્થીક રીતે સમૃધ્ધ કરવામાં કોઇ પ્રયત્ન બાકી રાખ્યો હશે. સને ૧૯૨૦ સુધીમાં ઇગ્લેંડે વિશ્વના ૩૩ ટકા કરતાં વધારે ભાગ પર પોતાનો રાષ્ટ્રધ્વજ યુનીયન જેક ફરકતો કરી દીધો હતો. આપણા દેશમાં બ્રીટિશ સત્તાધારીઓએ પ્રથમ વિશ્વ(૧૯૧૪–૧૯૨૦)ના અનુભવના આધારે શોધી કાઢયું કે ભારત જેવા સંસ્થાનોમાં આધુનિક ઔધ્યોગીક કુંપનીઓ સ્થાપવા માટે સ્થાનીક ઉધ્યોગપતિઓને સગવડ કરી આપવાથી યુધ્ધમાં તે ઉત્પાદનો મદદરુપ બની રહે છે.૧૯૨૦ પછી તરતજ ભારતને ઔધ્યોગીક આધુનિક દેશ બનાવવા માટેનું માળખું ઉભા કરવા ઔધ્યોગિક નીતિવિષયક નિર્ણયો લેવા માંડયા. હવે ભારતમાં મેન્ચેસ્ટર કે જપાનમાંથી આયાત કરેલા કાપડની જરુર નથી. અમદાવાદ ભારતનું મેન્ચેસ્ટર બને તેમાં બ્રિટનનું હિત છે. ગાંધીજીનો સાબરમતી આશ્રમ અને ગાંધીવાદી ટ્રસ્ટીશીપનો સિધ્ધાંત અમદાવાદના એકપણ મિલ માલિકને પોતાની મીલ નહી સ્થાપવા કે કામદારોની મિલના સંચાલનમાં ભાગીદારી આપવા સંમતી આપી નહી. શું મુડીનું સર્જન એ એકત્ર કરેલ શ્રમની બચત જ છે તે સુત્ર તો મુડીવાદના પિતા એડમ સ્મિથનું હતું તે કોને ખબર ન હતી!
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––હવે સને ૧૯૦૯માં ગાંધીએ પ્રકાશિત કરેલ ગુજરાતી પુસ્તક "હિંદ સ્વરાજ" ને આધારે ગાંધીને "નખશીખ' ઓળખીએ નહી પણ સમજીએ. ભાગ–૨. ત્ય્રારબાદ ભાગ–૩માં પ્રો. રાવજીભાઇ પટેલ વતી ગુજરાતીમાં અમારા દ્રારા પ્રકાશિત પુસ્તક– ગાંધીવાદ" જ્ઞાન– વિજ્ઞાનની પધ્ધતિથી મુલ્યાંકનની ચર્ચા કરીશું.