ભાગ–૨. હેપી બર્થ ડે મોદીજી––ગૌતમબુધ્ધ અને મહાવીર સ્વામી એટલા માટે બન્યા કે સૌ પ્રથમ પોતે સ્વેચ્છાએ પોતાનો વૈભવ જ છોડી દીધો હતો! સુરતના કરોડોપતિ જૈન ઉધ્યોગપતિઓએ વૈભવ છોડીને જૈનધર્મ અંગીકાર કરી તપસ્વી જીવન જીવવા સાધુ–સાધ્વી બની ગયા.મોદીજીએ છેલ્લા વીસ–બાવીસ વર્ષોમાં જે રાજકીય સત્તા સાથે જે વૈભવ ભોગવ્યો છે ,અને તે પણ બેરોકટોક ભોગવ્યો છે તે કોઇકાળે તેમની વ્યક્તિત્વનું પૃથ્થકરણ કરતાં તમને અહેસાસ થાય છે તે વૈભવના જાળાંબાવાં છુટશે?મોદીજી પોતાની જાતને નોન–બાયોલોજીક્લ જાહેર કરી છે. તમે ભુતકાળના કોઇ વડાપ્રધાનની માફક મોદીજીને ચાલતા જોયા છે?ભુતકાળ વડાપ્રધાનોની માફક વસ્રો ધારણ કરે છે ખરા? તેમના જેવા પ્રવચન કરે છે ખરા? બધું જ તમને મોદીજીનું આગવું અનોખુ જ દેખાશે! લાલ બહાદુર શાસ્રીજીમાં નહેરુ દેખાશે. અટલજીમાં આપણને નહેરુ પણ દેખાશે અને શાસ્રીજીની સાલિસતા પણ આંખે ઉડીને વળગશે. ચંદ્રશેખરને જોઇશું તો તેમાં જયપ્રકાશ અને લોહીયાજીનું એકીકરણ દેખાશે. મનમોહનસીંગમાં યુકેની કેમબ્રીજ અને એલએસયુના અતિ વિદ્યવાન સ્કોલર દેખાશે. પણ મોદીજીમાં તો મોદીજી જ દેખાશે. તેમના વ્યક્તિત્વમાંથી ફક્ત અને ફક્ત વૈભવ જ ટપકી રહ્યો છે. જે દિવસે ટ્રમ્પ સાથે ટેરીફના રેટમાં સમાધાન થઇ જશે તરતજ મોદીજીનું સ્વદેશીનું ભુત છુટી જશે. અને વડાપ્રધાનના નિવાસ સ્થાનના પ્રવેશ દ્રારથી જ વૈભવી દેવીનું આગમન થઇ જશે!મોદીજીને સત્તાની ખુરશી પરથી દુર કરવામાં રાહુલ સહિત તમામ વિરોધ પક્ષોએ લેશ માત્ર ઉતાવળ કરવાની જરુર નથી. મોદીજીના શુભ કે વરદ્ હસ્તે હજુ ઘણા પાયાના કામ કરવાના બાકી છે. મૌદીજીને દુર કરવાની, તે શુભકામ કરવાની જવાબદારી સંઘે લઇ લીધી છે. ભાજપના પક્ષના સભ્યો પણ તે કાર્ય કરવા મચી પડયા છે. માટે રાહુલજી એન્ડ કુંપનીએ કેમ ચિંતા કરવાની જરુર નથી એ પણ સમજી લઇએ. મોદીજીએ સત્તામાં ત્યાં સુધી ચાલુ રહેવું જોઇએ જ્યાં સુધી ભાાજપની ફરી સત્તામાં આવવાની શક્યતા દેશના રાજકીય નકશામાંથી કાયમ માટે બંધ થઇ જાય! મોદીજીને તો સમજણ પડી ગઇ છે કે હવે પછીની સને ૨૦૨૯ની ચુંટણી પછી વડાપ્રધાન પદ ની ખુરશી તેમને મળવાની નથી. સને ૨૦૨૪માં કેવી રીતે લીધી છે તેની કોને ખબર નથી? સંઘ અને બીજેપીને ખબર પડી ગઇ છે કે મોદીજી સત્તાપદે ચાલુ રહેશે તો બીજેપીનો જ ખાત્મો બોલી જશે. આ મોદીજી, સંઘ અને ભાજપનો વણઉકેલ્યો ગુચવાઇ ગયેલો પેચ છે. શાંતિથી રાહુલજી અને તમામ વિપક્ષોની એવી વ્યુહ રચના વિકસવી જોઇએ કે મોદીજી સત્તામાં ત્યાંસુધી ચાલુ રહે જ્યાં સુધી તેમના વરદ્ હસ્તે જ ભાજપ ખલાસ ન થઇ જાય! મોદીજીના વ્યક્તિત્વમાં એવી અંગભુત( Built-in)શક્તિઓની દેન છે તે ટીમસ્પીરિટ કોને કહેવાય તે તત્વ જ કાયમ માટે તેમના માંથી ગાયબ થયેલું છે.તાજેતરમાં ભાગવતજી ઉવાચ; " ન મેં રિટાયર હોને વાલા હૂં. ન મોદી કો મેં રિટાયર કરનેવાલા હૂં." કોઇ એવું તારણ કાઢી શકે કે ભાગવતજી મનમાં એવું વિચારતા હશે કે જ્યાં સુધી હું સરસંચાલક તરીકે ચાલું છું ત્યાંસુધી અમે મોદીજીને નિયંત્રણમાં રાખી શકીશું. મારા પછી સંઘમાં મોદીજીને નિયંત્રણમાં કરવાની તાકાત જ બાકી રહી નથી. (૧૦૦ વર્ષની આ પણ અમારી ઉપલબ્ધી છે તેની નોંધ લેવાવી જોઇએ.)બીજુ ભાગવતજી સમજે છે માટે ઇચ્છે છે કે કોઇપણ હિસાબે સને૨૦૨૯ની લોકસભાની ચુંટણી મોદીજીના નેતૃત્વ નીચે ન લડાય! ભાગવત અને મોદીજી વચ્ચે ના આ દ્વંદ ને કારણે તો પક્ષનો પ્રમુખ છેલ્લા ત્રણ વર્ષથી નક્કી થતો નથી! ભાગવત મોદીજીને નિવૃત કરીને નિવૃત થશે. તેવી સંગીત ખુરશીની રમત ચાલી રહી છે.જેમ મોદીજી વિશ્વ મંચ પરથી વારંવાર બોલે છે કે "ઑપરેશન સિંદૂર ચાલુ છે અને સિઝ ફાયર પણ ચાલુ છે." તેવા જ ટોનમાં ભાગવતજી બોલે છે કે અમારે અને મોદી વચ્ચે સીઝ ફાયર ચાલું છે પણ ભાગવતનું મોદી હટાવ ઑપરેશન પણ ચાલુ છે. ભાગવત–મોદીની એકબીજા સાથેની પ્રોક્ષીવોર અવિરત પણે ચાલુ છે. જો સદર પ્રોક્ષીયુધ્ધ સને ૨૦૨૯ સુધીની લોકસભાની ચુંટણી સુધી ચાલુ રહે છે તો રાહુલજી અને વિરોધપક્ષોનું દિલ્હી ગાદી પ્રાપ્ત કરવાનું કામ સરળ થઇ જશે.આ સમય દરમ્યાન મોદીજી બે કામ પુરા કરી દેશે. એક ભાજપને વેન્ટીલેટર પર લઇ જશે અને એનડીએના તમામ ઘટકપક્ષોને મૃત્ય પ્રાય કે લકવાગ્રસ્ત બનાવી દેશે.સને ૨૦૨૨ના સપ્ટેમ્બરમાં કન્યાકુમારીથી કાશ્મીરની પદયાત્રા પછી આજસુધીમાં આશરે ત્રણ વર્ષોના સમયગાળામાં રાહુલજીએ ભારતના રાજકીય ક્ષિતિજ પર શું પ્રાપ્ત કર્યું તેનો અંદાજ કાઢો! અને ૨૦૨૯સુધી બાકી કેટલું મેળવશે તે હું અને તમે વિચારી શકીએ છે ખરા? મોદીજી ને તેનો અંદાજ સને૨૦૨૪ના લોકસભાના પરિણામો પરથી આવી ગયો છે. તેને કારણે મોદીજી ડરી ગયા છે જે નિર્વિવાદ છે. બસ અંતમાં " મોદીજીને જન્મદિન મુબારક".સાથે સાથે હું તમને લંબા આયુષ્યની અનેસારી તંદુરસ્તની શુભકામના એટલા માટે ઇચ્છુંછું કે વડાપ્રધાન પદને ગાદી ગયા પછી બાકીના વર્ષો નિવૃત્ત વડાપ્રધાન તરીકે કેવી રીતે પસાર થાય તેનો અહેસાસ પણ થવો જોઇએ ને! ( સૌ. ડૉ.હરી દેસાઇ– શ્રવણ ગર્ગના યુ ટયુબ બ્લોગ પરથી– (https://youtu.be/6KiZwmOV4p8?si=rBWBuFy4TFMek7VO)
--