અમારી હાર્દિક શભેચ્છા છે કે " મોદીજી જ્યાંસુધી ભાજપ સત્તાના રાજકારણમાંથી એક પક્ષ તરીકે તમારા સઘન પ્રયત્નોથી નેસ્ત નાબદુ ન થઇ જાય ત્યાં સુધી તમે વડાપ્રધાન તરીકે ચાલુ રહો તેવી આજના દિને જન્મદિન મુબારક"
હિદું સંસ્કૃતિમાં અને તેથી હિંદું કુટુંબમાં " હીરક જયંતિ" ૭૫ વર્ષ પુરા થાય તેને ધામધુમથી ઉજવવામાં આવે છે. આ તો પાછા એક સમયમાં 'હીરા બા' ના પુત્ર હતા. હીરાબા ના બેટાની હિરક જયંતીની ઉજવણી થઇ રહી છે.
લાંબા સમય સુધી મોદીજી સત્તાધીન રહે તે જરુરી એટલા માટે છે કે દેશની ૧૪૦ કરોડ જનતા ચોવીસ કલાક સાતેય દિવસ અને બારેય માસ સવારથી સાંજ સુધી ફકત મોદીજી સિવાય કોઇના નામનું રટણ કરવાનું જ ભુલી જાય.. બીજુ વિશ્વના ૨૦૦ ઉપરાંત દેશો છે. તેમાંથી કોઇ દેશની પ્રજાના ભાગ્યમાં લખેલુ જ નથીકે પોતાના દેશના વડાનું નામ દેશની તમામ મીડીયા ચેનલો ચોવીસ કલાક કર્યા જ કરે! ગુજરાતની પ્રજા સવારમાં ઉઠીને સને૨૦૦૨ પહેલાં નાસ્તામાં ફાફડા–જલેબી કે ઇડલી–દાલવડાં નો ઓડર આાપવાની ચર્ચા કરતી હતી. તેને બદલે મોદીજીના આજના સુપગલાં ક્યાં ઉદ્ઘાટનમાં પડવાનાં છે તેની ચર્ચા ચાય પે કરવામાં આવે છે. મોદીજીએ દેશની જનતાને સર્વ સુખો– દુ:ખોની દવા તરીકે પોતાની માળા ફેરવતી કરી દીધી. આ ભુરકીની અસરમાંથી સહેલાઇથી બહાર નીકળવું સરળ નથી.
મોદીજીનું ગ્રાન્ડ મિશન છે પોતાની સત્તા અને ખુરશીને કેવી રીતે સલામત રાખવી અને બીજેપીને કેવી રીતે વધુમાં વધુ શક્તિહીન બનાવી દેવી! રાહુલ ગાંધી શુ કરી રહ્યા છે? વિરોધપક્ષને મજબુત કરી રહ્યા છે. દેશના હિતમાં બંને નેતાઓ બરાબર કરી રહ્યા છે.
આવતી કાલે જન્મ દિવસ નીમીત્તે ગયાજી( બનારસ) જવાના છે તેવી માહિતી છે. હીરાબેનનું પિંડદાન કરવા જશે જેથી કમસે કમ ચેનલો અને મિડિયામાં છવાઇ જવાનું તો ચાલુ રહે!
એક ચર્ચા એ પણ છે કે રાહુલ ગાંધી મોદીજીના જન્મ્ દિને એક મોટી ગીફ્ટ આપવાના છે. હાઇડ્રોજન બોમ્બ ફોડવાના છે.
આવતીકાલનો દિવસ આપણા દેશના ઇતિહાસમાં ખુબજ મહત્વનો દિવસ બની રહેવાનો છે. મારે અને તમારે પ્રજા તરીકે ખાસ ધ્યાન રાખવાનું છે કાલે સાલું શું થશે! કારણકે દેશમાં મોદીજીના જન્મ દિને કોઇ પોસ્ટર્સ, બેનર્સ્ જોવા મળતાં નથી. કોઇ જગ્યાએ બેન્ડ વાજાની આગલે દિવસે પ્રેકટીસ ચાલું હોય તેવું પણ દેખાતું નથી! પ્રધાનમંત્રીનો ૭૫માવર્ષનો કોઇ જશ્મ મનાતો હોય તેવો માહોલ જ જાણે ગાયબ થઇ ગયો છે. કેમ બધુ ફીકુ ફીકુ ઢીલુ ઢીલુ દેખાઇ રહ્યું છે.બીજેપી આર એસએસના સ્વયંસેવકો, પ્રચારકોઅને કારસેવકો કેમ સામુહીક માસ સીએલ રજા પર ઉતરી ગયા છે? કોઇ કહે છે કે બીજેપી એન્ડ કુંપની જાતે પોતે જ પીંડદાન દેવામાં મોટા પાયે જાતભાતની વિધી–વિધાનો કરવામાં અત્ય્ંત વ્યસ્ત થઇ ગઇ છે.
આપણે એ માહિતી પણ ભેગી કરવી પડશે કે તે દિવસે મોહન ભાગવત સરસંચાલક શું કરે છે? કારણકે ૧૧મીસપ્ટેમ્બરે મોહનજી ના જન્મ દિવસે મોદીજીએ તેમની પ્રશંસા માટે લેખ લખ્યો હતો! કદાચ કોઇ કારણસર મોહનજી લેખ નથી લખતા તો શુભેચ્છા સંદેશમાં શું લખ્યું છે તે રાષ્ટ્ર નિર્માણ માટે ખાસ અગત્યનું હોઇ તેના સીંગલ–ડબલ અર્થઘટન માટે ભાષાશાસ્રીઓનું એડવાન્સ બુકીંગ કરાવી લેવું પડશે. પણ ભાગવતજી મૌન રહેવાનું પસંદ કરશે તો તેનું અર્થઘટન કરવું તે રાષ્ટ્ર માટે એક આપત્તિજનક ઘટના બની જશે!
આવતી કાલે જો રાહુલ ગાંધી તેમના કહ્યા મુજબનો બોમ્બ ફોડશે તો મોદીનો જન્મ દિનને લોકો માળીયે ચઢાવી દેશે! રાહુલના સુચિત ધડાકાની પેલા રીચરસ્કેલ સ્કેલની ધ્રુજારીએ જાણે બીજેપીના સુપરસેલની બેટરી જ ચાલતી બંધ થઇ ગઇ લાગે છે.
હિંદુઓ માટે ૬૦ અને ૭૫ વર્ષ બંને ઉજવવામાં આવે છે. સને ૨૦૧૦માં ૬૦ સાલની ઉંમરે મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે કેવી ઉજવણી થઇ તેની દૈવ સિવાય કોઇને ખબર નથી! કોઇ કહે છે કે સને ૨૦૧૦માં તે દિલ્હીની સર્વોત્તમ ગાદી કેવી રીતે પ્રાપ્ત કરવી તેના પ્લાનનીંગમાં બીઝી હતા?
હીરા બા તો સને ૨૦૨૨ના ૩૦ સપ્ટેમ્બરના રોજ ગુજરી ગયા. પણ મોદીજીને સને ૨૦૨૩, ૨૦૨૪માં હીરા બા ના પિંંડદાન માટે સમય ન મલ્યો. હવે બિહારના મતદારોની લાગણીનું કાર્ડ ( પેલા ૧૧ કાર્ડ સિવાયનું) ગયા બિહારમાં આવેલું છે માટે ઉપયોગમાં આવશે.
ભારતીય અતિતમાં ગયાનું મહત્વ ઘણું જ છે. ગૌતમબુધ્ધને ગયા મુકામે ' બોધી સત્વ' પ્રાપ્ત થયું હતું. એક રાજકુંવરનો વૈભવ અને રાજ્યસત્તાની ખેવના વિના, બધા દુન્યવી સુખનો, પોતાની પત્નિ–દિકરા રાહુલનો ત્યાગ કરીને તપશ્ચર્યા કરવા બેસી ગયા હતા. જો કે એવું આપણાથી વિચાર કરી શકાય ખરું કે મોદીજી ગયાજીમાં છે બોધીસત્વ શોધી કાઢીને નવા મોદીજી દેશ ને મલે! પોતાનો દિલ્હીનો રાજમહેલને કાયમ માટે છોડી દે! આવતી કાલના ચોવીસ કલાક દેશના ભાવિ ઘડવામાં કદાચ નિર્ણાયક બની રહે!
મોદીજી પોતાને હવે નોન– બાયોલિજીકલ માને છે. જાહેર કરે છે. તે પછી મારે અને તમારે પણ તેને પડકારાય કેવી રીતે?નોન– બાયોલોજીકલ એટલે અશરીરી, ભૌતીક નહી તે. પણ મંદિરોના દેવોની મુર્તીઓની માફક મોદીજી પણ સવારનો શણગાર, બપોરના રાજભાોગ, સાંજની સંધ્યા અને શયનના જેમ ડ્રેસ આભુષણો તે બદલતા રહે છે. મોરેશીયસમાં એક ડ્રેસ, પટનામાં બીજો, મણીપુરમાં ત્રીજો અને મિઝોરામમાં ચોથો!
કયા કયા કારણોસર મોદીજીએ દેશની પ્રજાના માનસિક સ્તરનો પેલી વળગાડની માફક કબજો લઇ લીધો છે? ૭૫ વર્ષના થતાં મોદીજી રીટાર્યડ થશે કે નહી? બીજાને ૭૫ વર્ષ પછી માર્ગદર્શક મંડળમાં મોકલનાર પોતે તે માર્ગદર્શક મંડળમાં જશે કે કેમ?
મોદીજીએ દેશની પ્રજાને તૈયાર કરી નથી કે કેવી રીતે પોતાની વસમી વિદાયનો આઘાત સહન કરી શકે! ભલે આપણા જેવા મોદીજીની વિદાય માટે તૈયાર થઇને બેઠા હોય! પણ દેશના લોકો તે માટે શું તૈયાર છે? બીજુ, એક હકીકત છે કે જ્યારે સને ૧૯૭૭ની કટોકટીના અંત પછી ઇંદિરા ગાંધીનું વડાપ્રધાન પદ ચુંટણીની હાર ને કારણે ગયું પણ તેઓનો દ્ર્ઢ વિશ્વાસ હતો કે તે પદ ફરીથી પ્રાપ્ત કરી શકીશે. તેવ ભરોસો મોદીજીને એક વાર સત્તા ગુમાવ્યા પછી પરત મેળવી શકવાનો છે? મોદીજીને સ્પષ્ટ ખબર છે એકવાર આ સત્તા ગઇ તો ફરી ક્યારેય પાછી નહી મલે! એટલે મોદીજીને પોતાની ખુરશી ખાલી કરવી નથી. ઇંદિરાજી રાજકારણી હતા તેથી તેમને પોતાના રાજકીય નેતૃત્વમાં વિશ્વાસ હતો કે ગયેલું પદ કે હોદ્દો પરત મેળવી શકશે. મોદી રાજકારણી કાવતરાબાજ છે. ક્યારે કોને કાવતરુ કરીને ફગાવી દેશે, તેમનો રાજકારણનો ખેલ બની ગયો છે. કાવતરાના ભોગ બનેલાઓની મોદીજીની યાદી નાની બિલકુલ નથી.ઇંદિરાજી, ખડગેજી, રાહુલજી વિ. ચુંટણી લડયા છે, હાર્યા છે, જીત્યા છે વિ નો અનુભવ છે.મોદીજીની સત્તાની સીડીમાં એવા કોઇ ઉતાર ચઢાવનો અનુભવ જ નથી. તે ડર જ મોદજીને સતત ભયભીત બનાવી રાખે છે.
મોદીજીનો તમામ વૈભવ સને ૨૦૦૨ના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી ફુલોફાલ્યો છે.એટલે મોદીજી, સને ૨૦૨૫માં ૨૪૦ સીટો પર લોકસભામાં પહોંચ્યા ગયા પછી બહુમતી ગમે ત્યારે જતી રહે તેના સતત ભયમાં જીવે છે.રાહુલ ગાંધી માનહાની કેસમાં ગુજરાતની કોર્ટમાં હારી ગયા.સરકારે સંસદ નિવાસ ખાલી કરવાનો કહ્યો તો ચાવી આપી સડક પર બિનદાસ આવી ગયા. આવું મોદીજીના કેસમાં બની શકે ખરું? મોદીજી પાસેથી વડાપ્રધાનનો બંગલો જતો રહે તો તેમનો મોર,હરણ અને તે પોતે શું કરશે? આ બધા વૈભવ સિવાય હું કેમનો દહાડા કાઢીશ? સત્તા ભલે જતી રહે પણ સત્તા ગયા પછી કેવી રીતે રહેશે એ ડર મોદીજીને માટે અત્યારથી પાછળ પડી ગયો છે.વૈભવ વિનાનું જીવન કેવી રીતે પસાર કરવું?
વિનોબા ભાવે સાથે એક દાર્શનીક હતા દાદા ધર્માધિકારી. તે કાયમ માટે કાર્યકરતાઓને શિબિરમાં શીખ આપતા હતા કે જે લોકોએ પોતાનું બાળપણ જીવન જરુરીયાતોના અભાવમાં પસાર કર્યું હોય અને, અથવા આપણી પાસેથી ભુતકાળમાં હથીયાર ખુંચવી લેવામાં આવ્યા હોય તો,હથિયારથી બીજાઓએ અમારા સ્વજનોના ખુન–દંગા– ફસાદ કર્યા હોય તો સત્તા આવે ત્યારે સરળતાથી અમે હથિયારોનો ઉપયોગ બદલાની ભાવનાથી કરીએ છીએ. જો પેલા અભાવ વાળા બચપણની માનસિકતામાંથી મુક્તિ મેળવવા વૈભવમાં આળોટવાનું તેમના માટે સ્વાભાવિક બની જાય છે. સતત તે વૈભવ યેનકેન પ્રકારે સાચવી રાખવા તેમનું મન જરુર પડે જે કરવું પડે તે બધુ કરવા તૈયાર હોય છે. કોઇપણ રાજકીય સંઘર્ષના સમયમાં કાર્યકરોની ફોજ નિસ્વાર્થ,ત્યાગ, પ્રમાણિકતા અને દેશપ્રેમ જેવા મુલ્યોથી લદબદ હોય છે. રાજકીય સત્તા પ્રાપ્ત થતાં તે ફોજ ભ્રષ્ટાચારની ગંગોત્રી બનીને સમગ્ર દેશમાં ચારેય બાજુએ વહેવા માંડે છે. પણ જે લોકો વૈભવ સાથે રાજકીય સંઘર્ષમાં સામેલ થયા હોય છે તેમને વૈભવને ત્યજી દેતાં લેશમાત્ર દુ;ખ થતું નથી. સ્વાતંત્રતાના સંઘર્ષમાં ગાંધીવાદીઓએે સત્યાગ્રહ કરતાં હસતા મુખે લાઠી–ગોળીઓ ખાઇને જેલવાસ ભોગવ્યો હતો. વિનાયક દામોદર સાવરકર, અટલજી બાજપાઇએ ગૌરી સરકારની લેખિત માફી માંગી જેલમુક્તિ પસંદ કરી હતી. ( વધુ માહિતિ ભાગ બે પર). સૌ– હરિ દેસાઇ યુ ટયુબસ.