ગાંધીબાપુના હત્યારાઓની ટોળકીએ વિકસાવેલી નફરત અને ધિક્કારની વિચારધારાને અમલમાં મુકીને—--
ગાંધીબાપુના હત્યારાઓની ટોળકીએ વિકસાવેલી નફરત અને ધિક્કારની વિચારધારાને અમલમાં મુકી દિલ્હીમાં દેશના પ્રજાતંત્ર તખ્તને યેનકેન પ્રકારે કબજે કરનારા તેના વારસદરો, સિક્કીમની પ્રજાના લોકનાયક સોનમ વાન્ચુ છે તેને કેવી રીતે ઓળખી શકે? બીજી બાજુ ગાંધીજીના અહીંસા,કોમી એકતા, અસહકાર, આમરણાંત ઉપવાસ અને શાંતિના જ માર્ગે સત્યાગ્રહ અને વાટાઘાટો–સંવાદ કરીને બ્રીટીશ સરકારને સમજાવવામાં સફળ બનેલા મુલ્યોને આધારે પ્રજાતંત્રમાં લોકપ્રશ્નો ઉકેલી શકાય તેવું તો પહેલા દિવસના શાખા પ્રવેશથી પ્રચારક બન્યા ત્યાં સુધી ભણાવવામાં જ ન આવ્યું હોય તેમાં દોષ–ગુનો કોનો? આર એસ એસે પેદા કરેલા પ્રજાના પ્રશ્નો પ્રત્યે લાગણીહીન પ્રચારકોમાંથી બનેલા બકાસુરો( પ્રજાભક્ષકો) પાસે દેશની ૧૪૦ કરોડની જનતા, પોતાના પ્રશ્નોના ઉકેલ માટે શાંતિભર્યા માર્ગે સંવાદથી અપેક્ષા રાખે તો કોણ અપરિપક્વ, મુર્ખ અને બુધ્ધિહીન?
મારી વાતને ખુબજ ટુંકમાં આ રીતે સમજાવું છું. સને ૧૯૨૦થી ૧૯૪૮ સુધી ગાંધી મુલ્યોએ, જવાહરલાલ નહેરુ, સરદાર સાહેબ, મૌલાના અબ્દુલ કલામ, સરહદના ગાંધી અબ્દુલ ગફારખાન, વિનોબાજી, દાદાધર્માધિકારી, જેંપી, દેશના સમવાયતંત્રના દરેક રાજ્યમાં ગાંધી મોડેલ નેતૃત્વ જેમ કે ગુજરાતમાં રવિશંકર મહારાજ, જુગતરામ, ઢેબરભાઇ, વિ. વિ.ઘણા બધા.
તેની સામે સને ૧૯૨૫થી આર એસ એસની વિચારસરણીએ બ્રીટીશ સરકારની માફી માંગનાર શિરોમણી સાવરકર, પછી ગોડસે ની ટોળકી, સને ૨૦૦૨ પછી નરોડા પાટીયાવાળા બાબુ બજંરગી અને માયા કોડનાની માંથી શરુ કરીને ભુતપુર્વ એમ પી અહેસાન જાફરી સાથે બીજા ૬૫ને જીવતા સળગાવી દેનારા દેશભક્તો, બિલકીસ બાનુના બળાત્કારીઓ, બરોડાની બેસ્ટ બેકરી, ઓડ, મહેસાણા, વિ, અને ગુજરાત બહારમાં ફાધર સ્ટેનને તેમના ત્રણ બાળકો સાથે જીવતા સળગાવી દેનારા હિંદુત્વના ટેકેદારો, માલેગાંવ બ્લાસટના તમામ આરોપીઓ સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહીત સહિત નિર્દોષ, મૃત્યુ પામનારા છ અને ૯૫ ઘાયલો ઇશ્વરી ઇચ્છાનું પરિણામ. બીજી બાજુએ ભિમા કોરેગાંવ તમામ નિર્દોષ જીંદગીભર લોકપ્રવૃત્તિઓ કરનાર બૌધ્ધીકોને આઠ વર્ષ સુધી જેલમાં ગોંધી રાખ્યા પછી પુરાવાના અભાવે એફ આઇ આર પણ દાખલ કર્યા વિના એક પછી એકને જામીન પર છોડયા. UAPA & NSA જેવા કાનુનો હેઠળ ગૃહમંત્રાલયે આપેલી માહિતિ મુજબ આશરે ૮૦૦૦ (આઠ હજાર લોકો– કર્મનીષ્ઠો) વર્ષોથી જેમની સામે હજુ કેસ ચાલતો નથી, એફ આઇ આર દાખલ થઇ નથી તેવા પાંચ વર્ષ કરતાં વધારે સમયથી જેલમાં છે.સોનલ વાન્ચુ અને ગાંધીજીના મુલ્યોમાં વિશ્વાસ રાખનારાને કોણ સમજણ પાડશે કે નાગરિકોની કોઇપણ સમસ્યાઓના ઉકેલ માટેનું સાધન યોગી આદિત્યનાથનું ' બુલડોઝર ' મોડેલ છે. જે હવે બીજેપી શાસિત અન્ય રાજ્યોમાં પ્રજાના અસંતોષ સામે કાયમી શાંતિ સ્થાપવા અમલમાં મુકવાનું ચાલુ થઇ ગયું છે !
૧૭મી સપ્ટેમ્બરે પેલા નોન બાયોલોજીકલ સાહેબે પોતાની 'બર્થ ડે' રંગેચંગે ઉજવવા દેશના તમામ અખબારોને એક અંદાજ પ્રમાણે કુલ ૨૦૦ કરોડની જાહેરત આપી–અપાવી હતી. તેમાં દેશના અગ્રણી અખબાર ટાઇમ્સ ઓફ ઇંડીયાને ફક્ત એક જ દિવસની આશરે ૨૫ કરોડની જાહેરાત આપી હતી તેવું દિલ્હીના અભ્યાસુ જર્નાલીસ્ટ અભય દુબેજીનું તારણ હતું.
બાજપાઇજીનો રાજધર્મનો ખ્યાલ અને મોદીજીના રાજધર્મના ખ્યાલ વચ્ચેનો તફાવત કોઇ સમજાવશે તો મારુ– તમારું રાજ્યશાસ્રનું જ્ઞાન વધારે સ્પષ્ટ થશે!