ગુજરાત રેશનાલીસ્ટ એસોના મિત્રો માટે અગત્યની માહિતી–
તા.૮મી ઓકટોબરે પ્રમુખ શ્રીવલી સાહેબે રાત્રિના નવ વાગે નિયમિત આયોજન કરે છે તે મુજબ વિષય– "આધ્યાત્મિક
વાત" વિષય પર વેબીનાર રાખ્યો છે. સૌ રેશનાલીસ્ટ મિત્રો માટે ખુબજ અગત્યનો વિષય બે કારણોસર છે.
(૧) ખાસ કરીને હિંદુ ધર્મના તત્વજ્ઞાનનો પાયો જ "આધ્યાત્મિક " ( "Spiritual") છે. શરીર અને આત્માના દ્વ્ંદ પર તેનો પાયો રચવામાં આવ્યો છે. આધ્યાત્મિક એટલે શું ? ભૌતિક અને આધ્યાત્મિક વચ્ચે તફાવત શું? તેમાંથીજ પુર્વજન્મ, વર્તમાન જન્મ અને પુનર્જન્મનું હિંદુ તત્વજ્ઞાન, કર્મની થિયેરી તથા વર્ણવ્યવસ્થા વિ. નો પિરામીડ ઉભો કરવામાં આવ્યો છે.
(૨) ઇન્દ્રીયજન્ય અનુભવ ( Sense Perception) અને ઇન્દ્રીયાતીત અનુભવ ( Extra Sensory Perception- ESP) વચ્ચે તફાવત શું છે? ઇન્દ્રીયાતીત અનુભવ ને આપણે કેવી રીતે ઇન્દ્રીયોથી સમજાવી શકીએ?
કારીઆ સાહેબ, ગીરિશભાઇ અને અન્ય મિત્રોના સહકારથી અમે 'રેડીકલ હ્યુમેનીઝમ ' પુસ્તક પ્રકાશિત કરીને આપ સૌને શુભેચ્છા કોપી તરીકે મોકલાવ્યું છે. તે પુસ્તકમાં પ્રકરણ પાંચ–પાન નં ૪૯–૫૪ " ભૌતીકવાદ અથવા અદ્વૈતિક પ્રકૃતિવાદ અને વિજ્ઞાનનું તત્વજ્ઞાન" માં આપણા વેબીનારના વિષયની સરળ ગુજરાતીમાં ચર્ચા કરેલ છે.
આપ સૌ મિત્રો તે પ્રકરણનો અભ્યાસ કરી, મુઝવતા પ્રશ્નો હોય તો તેની નોંધ કરી ચર્ચા માટે લઇને વેબીનારમાં ભાગ લેવા ખાસ આમંત્રણ છે.
શુભેચ્છા સાથે.
બીપીન શ્રોફ. અટલાંટા– યુએએ. ૬–૧૦–૨૫.
તા.ક લીંક આ સાથે મુકેલ છે. અથવા ગુજરાત રેશનાલીસ્ટ એસો ની વોટસઅપ પર લીંક મળી રહેશે.