Sunday, October 26, 2025

વીશ્વના કેટલાક શ્રૈષ્ઠ દસ નિરઇશ્વરવાદીઓના વિચાર પ્રેરક વાક્યો–ભાગ–૨

વીશ્વના કેટલાક શ્રૈષ્ઠ દસ નિરઇશ્વરવાદીઓના વિચાર પ્રેરક વાક્યો–ભાગ–૨

(૬) બટ્રાન્ડ રસેલ–(1872-1970).વિશ્વનું બૌધ્ધીક જગત રસેલને એક મહાન દાર્શનીક અને તર્કશાસ્રી તરીકે જાણે છે. પરંતુ તે એક વેશ્વીક સ્તરના એક, એવા જાહેર જીવનના બૌધ્ધીક હતા, કે તેઓએ વિશ્વ શાંતિની તરફેણમાં અને અણુશસ્રો મુક્ત વિશ્વને બનાવવા માટે પ્રજામત કેળવવા પોતાની જીંદગીના છેલ્લા શ્વાસ સુધી સક્રીય રહ્યા હતા. ધર્મ અને ઇશ્વરના અસ્તિત્વ અંગે સ્પષ્ટ અને નિર્ભય વિચારો રજુુ કરીને ખાસ કરીને ઇસાઇ ધર્મ સામે  પ્રજામત તૈયાર કરવા જીંદગીભર ઝઝુમ્યા હતા.રસેલના વીચારોએ અનેક પેઢીઓને ધર્મ, શિક્ષણ અને સમાજ અંગે તર્ક અને જ્ઞાન આધારીત સમજ કેળવવામાં  માર્ગદર્શન પુરુ પાડયું હતું. " I would never die for my beliefs because I might be wrong." કારણકે મારી માન્યતાઓ ખોટી પણ હોઇ શકે કે ગલત પણ સાબિત થાય! એટલે કે મારી માન્યતાઓ અને ખાસ કરીને ધાર્મીક માન્યતાઓ માટે હું મારી જાતની કુરબાની ક્યારેય આપીશ નહી. કારણકે મારી માન્યતાઓ અંધવિશ્વાસનું પરિણામ પણ હોઇ શકેે. રસેલનો એક જ સંદેશો છે હંમેશાં વિચાર કરો, સવાલ પુછો અને અંધવિશ્વાસમાંથી મુક્ત બનો! તે આજે પણ સમગ્ર માનવજાતના બૌધ્ધીક માર્ગદર્શક છે, જેના મુલ્યો હતા સ્વતંત્રતા, તર્કબધ્ધ વિચાર અને માનવીય સંવેદનશીલતા.

(૭) સેમ હેરીસ ( જન્મ ૧૯૬૭–) પશ્ચીમી વૈશ્વીક જગતમાં વીસમી–એકવીસમી સદીમાં જે ઉગ્ર નાસ્તિકવાદી ચળવળની મોટરગાડીના ચાર પૈંડા છે તેમાં રીચાર્ડ ડોકીન્સ(જન્મ ૧૯૪૧), ક્રીસ્ટોફર હીચેન્સ.(૧૯૪૯–૨૦૧૧) ડેનીયલ ડેનેટ( ૧૯૪૨–૨૦૨૪) અને સેમ હેરીસ છે. સેમ હેરીસનું તારણ છે કે માનવીના વર્તમાન જીવનમાં કોઇપણ ધર્મની ઉપયોગીતા જ રહી નથી. વાસ્તવિક સત્ય આધારીત જ્ઞાન,આપણા પોતાના પ્રશ્નો તર્કવિવેકબુધ્ધી અને વિજ્ઞાનની મદદથી કુદરતી નિયમબધ્ધતાની સમજથી ઉકેલવામાં રહેલો છે. સેમ હેરીસ અમેરીકામાં જન્મેલ દાર્શનીક, ન્યુરો સાયંટીસ્ટ અને લેખક છે. તેમની વિશ્વભરમાં સુપ્રસિધ્ધ અને બેસ્ટ સેલર પુસ્તકનું નામ છે " ધી એન્ડ ઓફ ફેઇથ" છે.He wrote in his book  "The end of faith" that the faith is not a virtue,it is not a moral compass,but it is the disease of the mind." શ્રદ્ધા કોઈ સદ્ગુણ નથી, તે નૈતિક દિશાસૂચક નથી, પરંતુ તે મનનો રોગ છે.સેમ હેરિસના મત મુજબ અંધશ્રધ્ધા અને ધર્મ પર વિશ્વાસ રાખવો તેનો સાદો સીધો અર્થ છે કે આપણા વિચાર અને જીવનને તમામ દિશાઓથી કુંઠિત કરી દેવું! માનવ સમસ્યાઓનો ઉકેલ કોઇ ધર્મ અને તેના દેવની પુજા–અર્ચનામાં નથી. પરંતુ સાચા જ્ઞાન અને તર્ક પર આધારીત છે.

(૮) ઇ.વી. રામસ્વામી– પેરીયર (1879-1973)જન્મ–તામિલનાડુ–ભારત.પેરીયરે સમગ્ર દક્ષિણ ભારતમાં અને ખાસ કરીને તામિલનાડુમાં હિંદુધર્મની વર્ણવ્યવસ્થા આધારીત સામાજીક અસમાનતા નાબુદ કરવા જીંદગીભર ચળવળ ચલાવી. હિંદુ ભગવાનો 'રામ અને કૃષ્ણ' સામે મુર્તીભંજક તરીકે જાહેર આંદોલન શરુ કર્યુ હતું. તેમના બૌધ્ધીક શસ્રો હતા તર્કવિવેકઆધારીત જ્ઞાન અને તેના ટેકામાં વૈજ્ઞાનીક અનુભવ. પેરીયારનું સ્પષ્ટ તારણ હતું કે સાચી સ્વતંત્રતાનો આધાર શિક્ષણ, તર્ક અને વિજ્ઞાનમાં જ આમેજ છે. આ ત્રણ મુલ્યો મારા–તમારામાં આત્મસાત કરવાથી જ ધર્મ આધારીત વ્યવસ્થા સામે વિદ્રોહ કરવાની વ્યક્તિગત અંગત અને સામુહિક જનશક્તિ પ્રાપ્ત થાય છે. Periyar said- " Religion is the tool of oppression, always used against poor & venerable masses." ધર્મનો ઉપયોગ હંમેશાં ગરીબ, નિસહાય અને નિર્બળ લોકોને સામુહીક રીતે કચડી નાંખવામાં આવ્યો છે.ધર્મનું સ્થાપિત હિત તેના અનુયાઇઓની વિચાર શક્તિને દબાવી દેવામાં રહેલું છે.પેરીયરે પોતાનું જીવન સમાનતા, સ્વતંત્રતા અને તર્ક  જેવા મુલ્યોના ફેલાવામાં સમર્પણ કરી દીધુ.પેરીયરનું જીવન જે લોકો,આજે પણ  દેશમાં જાતિવાદ,અંધવિશ્વાસ અને ધાર્મીક શોષણ સામે સંઘર્ષ કરવા માંગે છે તેના માટે પ્રેરણારુપ છે. વ્યક્તિ અને સમાજ પરિવર્તનનું સાધન જ્ઞાન–તર્ક–વૈજ્ઞાનીક અભિગમ છે. કોઇ હિંસક સાધનો અને વિચારોમાં નથી.

(૯) કિષ્ટોફર હીચેન્સ–(1949-2011)સમગ્ર જીવન ધર્મ અને અંધવિશ્વાસની સામે પ્રજામત કેળવવા સમર્પિત કરી દીધું હતું.હીચેન્સ એક પત્રકાર,લેખક અને જાહેર વક્તા તરીકે અમેરીકામાં સુપ્રસિધ્ધ હતા. સમાજમાં હિચેન્સનું કાર્યક્ષેત્ર નાસ્તિકતા અને તર્કબધ્ધ વૈજ્ઞાનીક અભિગમના પ્રચાર–પ્રસારનું હતું. His well-known sentence was "Religion spreads poison in the society." ધર્મ સામે હીચેન્સનું સુપ્રસિધ્ધ વાક્ય છે. ધર્મ હંમેશાં સમાજના જુદા જુદા જુથો વચ્ચે ઝેર ફેલાવવાનું કામ કરે છે. ધર્મ ખરેખર તો વિચાર, તર્ક અને સમજના વિકાસ માટે સૌથી બાધારુપ પરિબળ છે." પોતાના સુપ્રસિધ્ધ પુસ્તક– " God is not great" માં સાબિત કર્યુ છે કે ધર્મ કેવી રીતે આપણા સમાજ અને તેની વિચાર શક્તિના વિકાસ માટે હાનિકારક છે. 

(૧૦) કાર્લ સેગન–(1934-1996). સેગન એક એવા વ્યક્તિ હતા જેણે વિશ્વને બ્રહ્માંડની વિશાળતા અને વિજ્ઞાનની શક્તિનો પરિચય કરાવ્યો.વધુમાં તેઓએ ધર્મ અને અંધવિશ્વાસને બદલે તર્ક અને વૈજ્ઞાનીક તથ્યો પર વિશ્વાસ રાખવાનું શીખવાડયું. તે અમેરીકમાં એક જ્યોતિષ તજજ્ઞ એસ્ટ્રોનોમર,( ફલજ્યોતિષ વાળો ભારતીય નહી), એસ્ટ્રો ફિજીસીસ્ટ અને સાયંસ કોમ્યુનીકેટર તરીકે સુપ્રસિધ્ધ હતા.તેમના પુસ્તક કોસમોસ અને તે નામની ટીવી સિરિયલે વિશ્વને સરળ ભાષામાં બ્રહ્માંડની ઓળખ કરાવી.ઇશ્વરના અસ્તીતવ કે પુરાવા માટે સેગનનું એક સુપ્રસિધ્ધ વાક્ય છે. " Extraordinary claims require extraordinary evidences." અસાધારણ દાવાઓને સાબિત કરવા અસાધારણ પુરાવ રજુ કરવા અનિવાર્ય છે. ટુંકમાં પુરાવા સિવાય કોઇપણ દાવાને સ્વીકાર કરવો તે અંધશ્રધ્ધા છે.સેગનનું તારણ હતું કે સત્ય આધારીત જ્ઞાન અને સમજ કેવળ તર્ક, વિજ્ઞાન અને સંશોધનથી પ્રાપ્ત થાય છે.તે ક્યારેય અંધશ્રધ્ધા અને અલૌકીક શક્તીથી મલી શકે નહી.તેમનો જીવન સંદેશ છે કે સાચી પ્રેરણા કેવળ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. અંધવીશ્વાસથી નહી.

સોજન્ય–https://youtu.be/tefINSgGhuY?si=xiFq3L5VXTcA-L42  



--