Sunday, July 23, 2017

નીરીક્ષક પખવાડીકના સૌજન્યથી.

" ડીયર પ્રાઇમ મીનીસ્ટર(ડેઝીગ્નેટેડ) હું તમને વડાપ્રધાનપદે જોવા ઇચ્છતો ન હતો"

એ અસંદીગ્ધ શબ્દો સાથે ગોપાલકૃષ્ણ ગાંધી( ઉપરાષ્ટ્રપતી પદના ઉમેદવાર) એ મે ૨૦૧૪માં લખેલ પત્રને સંભારીશું.

" ભારત તો વીવીધતાઓથી ભરેલ જંગલ સમાન છે. જે સંસ્કૃતી વૈવીધ્યને રાજનૈતીક એકેશ્વરવાદનો રંગ આપેએ નહી,( હિદું રાષ્ટ્ર) પરંતુ પોતાની વીવીધતાઓનું પોષણ કરીને મહાન બનવા ઇચ્છે છે.....(પણ) તમારાં નીવેદનો લોકોમાં ડર પેદા કરે છે, નહી કે વીશ્વાસ. મીસ્ટર મોદી, લોકશાહી ભારતમાં આ તમારી વીશેષતા ન હોઇ શકે..કારણકે તમે લોકશાહી દેશના વડાપ્રધાન તરીકે દેશનું ગૌરવ છો. શું કહીશું આને જનકી બાત, જે કહેવાને ગોપાલકૃષ્ણ પ્રવેશ્યા છે.( સૌ. નીરીક્ષક પખવાડીક તા. ૧૬–૭–૧૭.)

સાહેબ, આપ શ્રીએ તો બીજાના તો ઘણા બ્લ્ડગૃપ્સ અને ડીએનએ શોધ્યા, વાઘને કોણ કહેશે તારૂ મોં ..... છે! છેલ્લા ત્રણ વર્ષોથી જુદા જુદા આયુધો ( જેવા કે ઘર વાપસી. લવજેહાદ, ગૌમાંસ અને ગૌરક્ષક, સંસ્કૃતી બચાવ અભીયાન, દેશ વ્યાપી કીસાનોના આપઘાત અને ખેતીની બરબાદી, અને ઉધ્યોગોને ઘી– કેળા,રાષ્ટ્રદ્રોહ, સર્જીકલ સ્ટ્રાઇક,યુપીમાં. સ્મશાનને વીજળી નહી અને કબ્રસ્તાનને... ડીમોનીટાઇઝેશન અને હવે જીએસટી, શીક્ષણનું ભગવાકરણ અને ખાનગીકરણ વી. અને ભવીષ્યમાં બીજુ શું  નીકળશે તે પ્રજાને કેવી રીતે ખબર પડે!)દ્રારા સામાન્ય નાગરીકોના કંકાલો ભેગા કરવાની સંખ્યા પેલા હીટલરના સાથીદાર આઇક મેનના ગેસ ચેમ્બરના આંકડાને બહુ ઓછા સમયમાં પાર કરી જશે એવું તારણ જરાકે અસ્થાને નથી!---------------------------------------------------------------------------------

અઘોષીત કે ગર્ભીત કટોકટી ગીરીશભાઇ પટેલ ( સૌ. નીરીક્ષક પખવાડીક)

આવો, દેશમાં બંધારણને સુધાર્યા વીના હીંદુ ફાસીવાદી અઘોષીત કે ગર્ભીત કટોકટીના લક્ષણોની નોંધ લઇએ જેથી તેના ઉપાય દેખાય!

(1)     હીંદુધર્માના રક્ષક અને વીકાસ પુરૂષ તરીકે કરોડો રૂપીયાની  જાહેરાતો અને પ્રચાર દ્રારા નરેન્દ્ર મોદી દેશમાં એક માત્ર નેતા તરીકે પ્રોજેક્ટ કર્યા છે.ભાજપ ચારેય બાજુ ફક્ત વ્યક્તી પુજા નહી પણ વીરપુજા ( Hero worship)દ્રારા મોદીની એવી પ્રતીભા ઉભી કરી દે છે કે નરેન્દ્ર મોદીમાત્ર રાજકીય નેતા નથી રહ્યા પરંતુ પુજવાલાયક આઇકોન થઇ ગયા છે. સંસદીય પધ્ધતીની સરકારને પ્રમુખશાહી સરકાર બનાવી દીધી છે. જેમાં બધાજ પ્રધાનો મોદીના સેવકો બની ગયા છે. લોકસભામાં ભાજપની મોટી બહુમતી હોવાને કારણે તે બધા મોદીનાં વાજીંત્રૌ તરીકે કામ કરેછે.

(2)     ઝનુની રાષ્ટ્રવાદનું ઝેર ફેલાવવામાં આવ્યું છે. મોદી વીરોધીઓને મુસ્લીમ. ખ્રીસ્તી અને પ્રગતીશીલ બધાને રાષ્ટ્રવીરોધી ગણવામાં આવે છે. કેટલાકને તોરાજદ્રોહ– એડીશનના આરોપી બનાવ્યા છે.

(3)     બંધારણીય સંસ્થાઓમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માણસો ગોઠવી દેવામાં આવ્યા છે.ઉચ્ચ શૈક્ષણીક અને સંશોધન સંસ્થાઓનું ભગવાકરણ કરવામાં આવ્યું છે.

(4)    જયાં જયાં કાયદાઓનો ગેરઉપયોગ કરી શકાય ત્યાં કાયદાઓનો દુરઉપયોગ કરાય છે.અને અન્ય ક્ષેત્રોમાં કાયદાઓને કહેવાતા લોકસેવકો કે ગુંડાઓના હાથમાં સોંપી દેવામાં આવ્યા છે, જેમ જર્મનીમાં હીટલર વર્તતો હતો. સીનેમા, કલાસ્થાનો, સાહીત્ય, વર્તમાન પત્રો ઉપર ખુલ્લા હુમલા કરવામાં આવે છે.

(5)     માસ મીડીયા ઉપર પોતાનો કબજો જમાવ્યો છે. કેટલાક ને પૈસા આપીને તો કેટલાકને દબાવી ને.

(6)     મોટાકોર્પોરેટ ક્ષેત્રોને હાથમાં લીધાં છે અને વાતો ગરીબોની કરવામાં આવે છે.

(7)     કરોડો લોકોની ગરીબી, અસમાનતા, શોષણ અને અન્યાયોને બદલે ગૌરક્ષા, લવજેહાદ, ઘરવાપસી જેવા મુદ્દાઓને ચગાવવામાં આવે છે. તે બધાને નામે સામુહીક ટોળાશાહીનો ઉપયોગ કરીને હીંસાખોરી ( લીંન્ચીંગ) કરવામાં આવે છે.

(8)     પાકીસ્તાન સાથે યુધ્ધ જેવું વાતવરણ અને કાશ્મીરના લોકોની લડતને આતંકવાદી ગણાવી, દેશમાં ભય, અસલામતી અને યુધ્ધખોરીનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ ૨૦૧૯ની ચુંટણીમાં કરી શકાય.

(9)     રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હીંદુત્વની વીચારધારા સારા દેશમાં ફેલાવવામાં આવી છે. તે દ્રારા ઝનુની હીંદુવાદનાં મુળીયાં મજબુત બનાવવામાં આવી રહ્યાં છે.

(10)                       બીનસાંપ્રદાયીકતા અને સર્વસમાવેશકતા(Inclusivity) ના સ્થાને સાંસ્કૃતીક રાષ્ટ્રવાદ( Cultural Nationalism)ના નામે દેશને હીંદુરાષ્ટ્રવાદ તરફ લઇ જવાનો સંપુર્ણ પ્રયત્ન થઇ રહ્યો છે.

(11)                       આખું રાજકારણ માત્ર ચુંટણીલક્ષી બનાવાયું છે. દંભ,અર્ધસત્ય, જુઠ્ઠાણાં અને બોદા વચનો આપીને લોકોને ભરમાવવામાં આવ્યા છે.

(12)                       આમ, દેશમાં એકમાત્ર અવાજ મોદીનો–મનકી બાત–સંભળાય છે.

આ પરીસ્થીતીનો સામનો કેવી રીતે કરવો?

(1)      બધાજ વીરોધ પક્ષો પોતાનાં મત–મતાંતરો ભુલી એક થાય અને ફાસીવાદનાં વીરોધના મુદ્દાઓ ઉપર ૨૦૧૯ની ચુંટણી સંયુક્ત રીતે લડે તો શક્ય છે. હીંદુત્વનો સામનો કરી શકાય.

(2)    બધાં લોકશાહી,પ્રગતીશીલ અને ઉદારતાવાદી સંગઠનો જયાં જયાં શક્ય હોય ત્યાં મોદીવાદની સામે લડત આપે.

(3)     હજી આજે પણ શક્ય છે કે દેશમાં આદીવાસીઓ, દલીતો,પીડીતો અનેમુસ્લીમો,અન્ય ગરીબ લોકોને તેમની સાથે ખભેખભા મીલાવીને એક શક્તીશાળી આંદોલન ઉભું કરી શકાય.

તારણ– મુડીવાદઅને માત્ર આર્થીકવૃધ્ધીને વરેલી આ સરકાર ન તો ગરીબી અને અસમાનતા દુર કરી શકે તેમ છે. ન અર્થપુર્ણ રોજગારી ઉભી કરી શકે તેમ છે. ન તે માનવીય વીચાર કરી શકે તેમ છે.અમેરીકા જેવો ધનાઢય દેશ જે ના કરી શક્યો, તે ભારત તેજ આર્થીક નીતીનો અમલ કરીને કેવી રીતે કરી શકશે?


--