Friday, December 27, 2019

માનનીયશ્રી જનરલ બીપીન રાવલ સાહેબ


માનનીયશ્રી જનરલ બીપીન રાવલ સાહેબ  ( ચીફ ઓફ ભારતીય આર્મી )

આપનાથી લક્ષ્મણરેખા ન ઓળંગાય! (Crossing a line) સૌ. તંત્રી લેખ ઇ. એકસપ્રેસ(તા.૨૭મી ડીસે ૨૦૧૯).

(1)   નાગરીક સંશોધન કાયદા વીરૂધ્ધ ભારતભરના વીશ્વવીધ્યાલયોના કેમ્પસમાં જે વીરોધ પ્રદર્શન થઇ રહ્યા છે,તેના વીષે મોદી સરકારના પક્ષકાર તરીકે આપનો અભીપ્રાય આપવો તે આપના તટસ્થ હોદ્દાના ગૌરવને અને તેની ગરીમાને શોભા આપતો નથી. દેશના છેલ્લા ૭૦ વર્ષના ઇતીહાસમાં કોઇ લશ્કરી વડાઓ, (દેશની સરકારો સામે અનેક નાગરીક ચળવળો થઇ હતી દા.ત સને ૧૯૭૪ની જેપી ચળવળ,અન્ના હજારે આંદોલન વી.) તેમાં ક્યારેય સરકારના સીધા કે પરોક્ષ પક્ષકાર બન્યા નથી. આપશ્રીએ તો લશ્કર દેશમાં શાંતીના સમયમાં પોતાની બેરેકમાં જ રહે અને કાયમી સજ્જ રહે તે નીયમની વીરૂધ્ધ અભીપ્રાય આપ્યો છે. લોકશાહી દેશમાં લશ્કરનું સ્થાન ક્યારેય નાગરીક જીવનથી સર્વોપરી ન હોઇ શકે!

ખરેખરે તો નરેન્દ્ર મોદી સરકાર, જે છેલ્લા થોડાક દીવસોથી નાગરીકો–વીધ્યાર્થીઓના વીરોધને, ચળવળને, જાણે ફોજદારી ગુનાહીત કોઇ પ્રવૃત્તી હોય તેવીરીતે મુલ્યાંકન કરીને સામનો કરી રહી છે તેમાં આપની કોમેન્ટે બળતામાં ઘી નાંખવાનું કામ કર્યું છે. (General Rawat's comments reinforce attempts by the Narendra Modi government in the last few days to criminalise the protests.

(2)    આજના ટાઇમ્સ ઓફ ઇડીંયાએ તેના પ્રથમ પાને ' બોલ્ડ અને બીગ' અક્ષરોમાં લખ્યું છે " Army Chief triggers row with remark on " Arson & Violence".

(3)   નીવૃત્ત નેવી ચીફ એડમીરલ એલ રામદાસે  જનરલ ચીફ ઓફ આર્મી શ્રી બી. રાવલ સામે પોતાનો અભીપ્રાય આપતાં જણાવ્યું છે કે " અમે લશ્કરી અધીકારીઓ તરીકે દેશનું સંરક્ષણ કરવાની સેવા– ફરજ બજાવીએ છે.  નહી કે કોઇ રાજકીય પરીબળોના હાથા તરીકે કામ કરીએ. આ નીયમ દેશની લોકશાહી પ્રથા સંચાલીત લશ્કરનો કાયમનો અલીખીત નિયમ છે."

(4)   The rule is very clear that we serving the country and not the political forces… to express any political views as we have heard today is quite a wrong thing for any personnel, whether he is the top gun or at the bottom rank…. Admiral L Ramdas ( Retd)  Former Navy Chief. સૌ. ટા ઓફ ઇં પાન નં ૧. તા. ૨૭–૧૨–૧૯.

(5)   ઇ. એક્સપ્રેસ પોતાના તંત્રી લેખની છેલ્લી લીટીમાં જણાવે છે કે " આવી ઘડીઓમાં જનરલ રાવત જેવા લશ્કરની ટોચની વ્યક્તીએ સત્તા પક્ષની હા એ હા માં બેસી જવાથી તેઓએ પોતાના હોદ્દાની ગરીમાને તથા વ્યક્તી તરીકેની આબરૂને ભારે હાની પહોંચાડી છે.

(6)   શ્રી રાવત સાહેબ પોતાના વર્તમાન હોદ્દેથી ૩૧મી ડીસેમ્બરે નીવૃત્ત થાય છે. અને બીજા જ દીવસે સરકાર તરફથી દેશની કોઇ ભુતકાળની કેન્દ્ર સરકારોએ કદાપી ન બક્ષેલો તેવો તદ્દન નવો હોદ્દો દેશના લશ્કરની ત્રણેય પાંખના વડા તરીકેનો હોદ્દો ' આર્મી ચીફ' તરીકે આપવાનું નક્કી કરી દીધું છે. આજદીન સુધી દરીયાઇ (નેવી), ભુમી અને હવાઇ લશ્કરોના ત્રણેય વડા સીધા રાષ્ટ્રપતીને વફાદાર અને જવાબદાર હતા.દેશની લશ્કરી સત્તા વીકેન્દ્રીત હતી. મોદી સરકારે શ્રી રાવત સાહેબને ત્રણેય એકમોના સીધા વડા બનાવી દીધા.

(7)   હાલમાં મોદી સરકારમાં ધર્મ અને રાજકીય સત્તાનું ગઠબંધન પ્રત્યક્ષ અને પરોક્ષ છે. તેના પરીણામો તો આપણે અનુભવી રહ્યા જ છીએ. તેમાં હવે લશ્કરી સત્તાની રહેમ નજર ભળે તો દેશનું શું થાય તે વીચાર જ ભયજનક છે.

( ભાવાનુવાદ– બીપીન શ્રોફ.) ખાસ નોંધ – સાદા ડ્રેસ માં નીવૃત ચીફ રામદાસ છે. અને લશ્કરી ગણવેશમાં આર્મી ચીફ બીપીન રાવત છે.

 

 


--