Tuesday, September 8, 2020

એકહથ્થુ રાજકીય સત્તા



--
Bipin

                                                         એકહથ્થુ રાજકીય સત્તાના મુળભુત લક્ષણો–

આજે વીશ્વના ચાર દેશો એવા છે જ્યાં લોકશાહી માર્ગે ચુંટાયેલી સરકારો છે. પણ આ  દેશોના રાજકીય પક્ષો અને તેના નેતાઓએ પોતાના દેશમાં એકહથ્થુ સત્તા ( Absolute Totalitarian Power) મેળવવા જે રીતીનીતીઓ તે નીચે મુજબ છે. (૧) બ્રાઝીલ –જે બોલસોનારો., (૨) યુ એસ એ,ના નેતા ડોનાલ્ડ ટ્રમ્પ (૩) રશીયા વેલ્ડીમીર પુટીન(૪) ભારત નરેન્દ્ર્ મોદી.

(૧)  સમગ્ર સમાજ ઉપર એકહથ્થુ સત્તા મેળવવાના પ્રયત્નો.

(૨) પ્રજા જીવનના તમામ પાસાઓ જેવાં કે રાજકીય, સામજીક, સાંસ્કૃતીક, શૈક્ષણિક, આરોગ્ય, આર્થીક વગેરે પર કાબુ મળવવા પ્રયત્નો.

(૩) પ્રભાવી વ્યક્તીત્વ– (The Charismatic leadership.)

(૪) બહુમતી ધર્મના ટેકાવાળી જમણેરી ( ડાબેરી કે સમાજવાદી નહીપણ  ખ્રીસ્તી કે હીંદુ ધર્મ આધારીત) એકહથ્થુ, એકજ વ્યક્તિની સત્તા. આવી રાજકીય સત્તાની તરફેણમાં વ્યક્તિગત નાગરીકોનું ફક્ત સંપુર્ણ સમર્પણ જ નહી પણ તે નેતા આધારીત રાજ્યના હિતમાં સંવર્ધન કરવા ત્યાગ–બલીદાન માટે તૈયાર. નવો રાષ્ટ્રધર્મ!

(૫) મારૂ રાષ્ટ્ર અને તેના નાગરીકો વિશ્વગુરૂ બનવાની ક્ષમતા ધરાવે છે.

 

(૬–અ) આ સ્વપ્નાને સાકાર કરવા (અખંડ હિન્દુસ્તાન) માટે રાજ્યની લશ્કરી સત્તાની સમકક્ષ પોતાનું ખાનગી લશ્કર ( The use of private paramilitary organizations) તૈયાર રાખવું,જેનો ખાસ હેતુ , રાજ્યસત્તા અને તેના નેતા સામેના તમામ પ્રકારના વિરોધને હીંસક રીતે દબાવી દેવો .વિરોધ પક્ષના લોકો સામે  હીંસક વાતાવરણ પેદી કરીને સતત ભયમાં રાખવા. (૬–બ)  રાષ્ટ્ર અને રાજ્યસત્તાને એકબીજામાં ભેળવી દેવા, ( I am the State so I am the nation.) આવી રાજય સત્તાની તથા તેના લાડીલા નેતાની ટીકા એટલે ટીકા કરનાર દેશદ્રોહી, રાષ્ટ્રવિરોધી,  રાજ્યના વહીવટને લગતા તમામ નિર્ણયોનું સંપુર્ણ એકહથ્થુ કેન્દ્રીકરણ– એકજ નેતાની સર્વમાન્ય વફાદારી દેશમાં પેદા થાય તેવા તમામ પ્રકારના પ્રસાર અને પ્રચારના સાધનોનો ભરપુર ઉપયોગ કર્યા જ કરવો.

(૭) એકહથ્થુસત્તાવાદી વિચારસરણીના ટેકેદારો પોતાના દેશમાં પ્રજાપર એવી ભુરકી નાંખવામાં સફળ થાય છે કે ' તેમની સત્તા આવી તે પહેલાંનો . દેશ અને સમાજ ખુબજ ભ્રષ્ટ, અનૈતીક અને સારા ફેરફારો કે સુધારા થવાની તમામ કક્ષા ગુમાવી દીધલો બની ગયો હતો' . (It reached a stage of no return.) આ વિચારસરણીમાંથી જે ચુબકીય વ્યક્તીત્વ પેદા થાય છે તે પ્રજાના કલ્યાણના જાત જાતના અને ભાત ભાતના વૈકલ્પિક પ્લાન રમતા મુકીને દેશના હીતમાં પ્રજાનો બિનશરતી સંમતીવાળો સહકાર ખુબજ પ્રોપેગંડા કરીને યેનકેન પ્રકારે મેળવી લેવામાં સફળ થાય છે. ( Totalitarian forms of organization enforce this demand for conformity.)

(૮)  દેશપર આવી વિચારસરણી અને  તેના આધારીત કાર્યો, એક જ પક્ષ ને તેના એક જ નેતાથી સંચાલીત થતા હોય છે. આવા પક્ષ પાસે કાર્યકરો  એકદમ હુમલો કરીને નાસી જનારૂ તાલીમ પામેલું રાજકીય દળ ( The strom-troopers નાઝી રાજકીય દળ ) સામાન્ય જનતામાંથી તૈયાર કરેલું હોય છે. આવું તે પક્ષ અને તેના નેતાનું અર્ધલશ્કરી દળ સમગ્ર દેશમાં પ્રાદેશિક, જીલ્લા, તાલુકા અને ગ્રામ્યકક્ષા સુધી સંગઠિત હોય છે. આવા જુથો સ્વતંત્ર રીતે યુવાનો, દરેક આધુનીક વ્યવસાયો જેવાકે ડૉકટર, વકીલ, સીએ, સાંસ્કૃતીક અને રમતગમતની પ્રવૃત્તીઓમાં  કામ કરતા યુવાનોમાં પોતાના પક્ષનો કાબુ વધારવા પુરક પરીબળો( The supplementary force) તરીકે સતત કામ કરતા હોય છે. આ બધા પરીબળોએ એકત્ર થઇને  પોતાના પક્ષ અને તેના નેતાના વિચારો અને માહીતી ફેલાવવાના વાહકો બની જાય છે. તેમની મદદે ટેલીવીઝન, રેડીયો, પ્રેસ અને શિક્ષણ બધું જ  પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે આ બધાના ટેકામાં ખડેપગે તૈયાર જ હોય છે. તે પણ વીના સકોચે.( A paramilitary secret police ensures compliance. Information and ideas are effectively organized through the control of television, radio, the press, and education at all levels.)

(૯) ફ્રાંસની લોકક્રાંતીમાં શરૂઆતને તબક્કે જમીનદારો, પાદરીઓ અને રાજાશાહી સામે વીદ્રોહ કરનાર મધ્યમવર્ગ હતો. જયારે જર્મનીમાં નાઝીવાદી હિટલર, ઇટાલીના મુસોલીની ને પોતાની જુની વ્યવસ્થા ટકી રહે તેવો પ્રત્યાઘાતી અને જેસેથૈવાદી હીતો ધરાવતો પણ મધ્યમવર્ગ હતો. રશીયાનો સ્ટાલીન અને ચીનનો માઉત્સેંગ પણ આવાજ એકહથ્થુ સત્તાધારીઓ હતા. જે તે દેશનાનાગરીકો પોતાની વ્યક્તીપુજા સતત કર્યા કરે તે રીતે  પ્રજા સમક્ષ સતત જીવતા હતા. તે માટેના જાત જાતના નુસકાઓ આવા રાજ્યકર્તાઓએ શોધી કાઢયા હતા. આપણા દેશનો સુખી અને સમૃધ્ધ મધ્યમ વર્ગ પણ જેસૈથૈ વાદી  બની ગયો છે.અને તે  વ્યક્તી અને સમાજ પરીવર્તન કરવાની સંપુર્ણ ક્ષમતા ગુમાવી ચુકેલા મુડીવાદીઓના ટેકેદાર બની ગયો છે. વધુમાં તે બીજેપી અને તેના નેતાનો એકતરફી ટેકેદાર બની ગયો છે.

(૧૦) આવી એકહથ્થુવીચારસરણીવાળી ચુંબકિય નેતાગીરી આપોઆપ કે રાતો રાત  ચોમાસામાં બીલાડીના ટોપની માફક ફુટી નીકળી નથી. પશ્ચીમી જગતમાં આવી ફાસીવાદી કે નાઝીવાદી વીચારસરણીના જન્મદાતાઓ, જર્મનીનો તત્વજ્ઞાની આર્થર શોપેનહોર (૧૭૮૮–૧૮૬૦), બીજો જર્મન તત્વજ્ઞાની અને કવી ફેડ્રીક નિત્શે ( ૧૮૪૪–૧૯૦૦), ફ્રાંસનો તત્વજ્ઞાની હેન્રી બર્ગસન (૧૮૫૯–૧૯૪૧) અને જ્યોર્જ સોરેલ( ૧૮૪૭–૧૯૨૨) મુખ્ય હતા. આ બધા ઉપરાંત  ઇટાલીના બેનીટો મુસોલીની જેણે  ઇટાલીના તત્વજ્ઞાની ફાસીસ્ટ વીચારસરણીના જન્મદાતાને પાળી, પોષીને પોતાના નીજી સ્વાર્થ માટે ભરપુર ઉપયોગ કર્યો હતો તે જીઓવાની જેન્ટીલ ( ૧૮૭૫–૧૯૪૪) હતો.

વીસમી સદીના પ્રથમ પચાસ વર્ષોમાં જે કોઇ એકહથ્થુવાદી ચુંબકીય નેતાગીરી પેદા થઇ અને વીશ્વમાં બે યુધ્ધો કરીને જે બેહાલી કરી તે બધા જ નેતાઓ શરૂઆતને તબક્કે પોતાના પક્ષના સર્વોચ્ચ અને એક માત્ર નેતાઓ હતા. પછી જે તે પક્ષના સર્વેસર્વા બની ગયા. પોતાન દેશમાં ચુંટણી પણ લડયા અને છેવટે સંસદીય લોકશાહીને ફગાવી દઇને, કાયમ માટે તે લોકશાહીને પોતાની સાથે કબરમાં દાટી દીધી હતી.




http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com