Tuesday, November 24, 2020

શું દેશની સર્વોચ્ચ અદાલત ઝડપથી ન્યાયિક અરાજકતા તરફ ધકેલા રહી છે?

શું દેશની સર્વોચ્ચ અદાલત ઝડપથી ન્યાયિક અરાજકતા ( Judicial Barbarism) તરફ ધકેલાઇ રહી છે?

–પ્રતાપ ભાનુ મહેતા, વાઇસ ચાન્સેલર અશોકા યુની. દીલ્હી અને સહાયક તંત્રી ઇન્ડીન એકપ્રેસ.

દેશની સર્વોચ્ચ અદાલત ક્યારેય ખામી મુક્ત ન હતી  પરંતુ હવે તો તે ઝડપથી ન્યાયિક અરાજકતા તરફ ધકેલાઇ રહી છે. આવો આક્ષેપ મારો કોઇ એકલ દોકલ ન્યાયાધીશ માટે કે કોઇ વ્યક્તીગત કેસ માટે, કે પ્રસંગ માટે નથી. પરંતુ હવે તો વ્યવસ્થિત રીતે  સમગ્ર સર્વોચ્ચ અદાલતની કોર્ટને મુળમાંથી જ લુણો લાગ્યો છે.

મારા મત મુજબ અરનબ ગોસ્વામીને જામીન આપીને કશું ખોટું કર્યુ નથી, પરંતુ જ્યારે સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયાધીશ એસ. એ. બોબડે એમ જાહરે કરે  હવે આ કોર્ટ ,દેશના નાગરિકને આર્ટીકલ

૩૨ મુજબ મળેલા મુળભુત અધિકારના હક્ક મુજબ દાદ માંગવાના અધિકારનું નિયંત્રણ કરશે ત્યારે આ સંસ્થા કઇ દિશામાં જઇ રહી છે  તેના વિષે હવે કોઇએ ભ્રમમાં રહેવાની જરૂર નથી. બંધારણ સભા સમક્ષ જ્યારે આ અધિકાર અંગે ચર્ચા થતી હતી ત્યારે બાબા સાહેબ આંબેડકરે સદર અધિકારને બંધારણના આત્મા તરીકે બિરાવ્યો હતો. (The soul of the Indian constitution)

મહાન  અંગ્રેજ નાટયકાર શેક્સપીયરે તેના સુપ્રસિધ્ધ નાટક 'મેકબેથ' માં એક પાત્રના મોઢે બોલાવે છે " આવતીકાલે જે થવાનું છે તેની આ ભવિષ્યવાણી છે." (Coming events cast the shadows)

 વધુમાં રાજ્યશાસ્રમાં એક જાણીતી કહેવત છે કે " લોકશાહી જંગલીયાત ન્યાયિક જંગલીયાતપણામાંથી પોષણ મેળવે છે." ( Democratic barbarism is often sustained by a judicial barbarism.) સૌ પ્રથમ ન્યાયિક નિર્ણયની પ્રક્રીયામાં વ્યક્તીગત મરજીયાતપણુ પ્રવેશ કરે છે. કાયદાનું અર્થઘટન, કાયદાના શાસન કે બંધારણીય વિભાવનાઓને બદલે  વ્યક્તિગત ન્યાયાધીશના મરજીયાત ધુન કે તરંગો પર(Arbitrary whims) આધાર રાખે છે.પરિણામ સ્વરૂપે કાયદો અભિવ્યક્તીના સ્વાતંત્રયને દબાવવાનું ખતરનાક હથીયાર બની જાય છે. અથવા જુલ્મ કરનારાઓના જુલ્મમાં મદદ કરે છે.( The law becomes an instrument of oppression; or, at the very least, it aids and abets oppression.)

 ખાસ કરીને બંધારણીય મુલ્યો અને હક્કોના કેસોમાં કે નાગરીક અધિકારો અને સરકાર સામે વિરોધી અવાજ ઉઠાવનારાઓ સામે વર્તમાન સરકારની તરફેણમાં ચુકાદા આપે છે. સર્વોચ્ચ અદાલતે પોતાનો આગવો રાજદ્રોહનો ખ્યાલ પેદા કર્યો છે.(The court also becomes excessively concerned with its version of lese majesty રાજદ્રોહ)

પેલા મધ્યયુગી પવીત્ર રાજાની માફક કોર્ટની ટીકા ન થાય કે તેની ઠેકડી પણ ન ઉડાવાય. નામદાર અદાલત તેની પ્રમાણીક પ્રતિબધ્ધતાથી નહી પણ અવમાનના અંગે મળેલી સત્તાને કારણે સલામત હોય છે. આ તો ગંભીર સ્વરૂપની બર્બરતા કે જંગલીયાતપણુ કહેવાય.( And, finally, there is barbarism in a much deeper sense.)

આવું ક્યારે બને છે? જ્યારે રાજ્ય પોતે જ પોતાના સમગ્ર નાગરીકોમાંથી કોઇ એક નાગરીકોના પસંદ કરેલા જુથને લોકોના કે તેથી દેશના દુશ્મન હોય તેવો વ્યવહાર તેમની સાથે કરે છે. રાજકારણનો હેતુ તમામ ને સમાન ન્યાય વાળો ખ્યાલ જ મરી પરવાર્યો છે. સમાજને બે ભાગમાં વહેંચી નાંખવામાં આવે છે. એક જુલ્મી અને બીજો જુલ્મનો ભોગ બનનાર. સત્તાધીશ જુલ્મીને ન્યાયતંત્રમાં હમેશાં પોતાના પક્ષનો કાયમી વિજય થાય તેમાં જ રસ હોય ને!

સર્વોચ્ચ અદાલત કેવી રીતે દેશને ન્યાયિક અરાજકતા તરફ ઢસેડી જાય છે તેનો અભ્યાસ કરીએ.

(૧) ભાજપે પસાર કરેલો અને બધા રાજકીય પક્ષોએ  ટેકો આપેલો ' ઇલેક્શન બોન્ડ' નો કેસ જોઇએ. લોકશાહીને એક સંસ્થા તરીકે પોતાની પ્રતીબધ્ધતા ટકાવી રાખવા  સદર કેસનું સમયસરનું 'હીયરીંગ' ખુબજ જરૂરી હતું. ઇલેક્શન બોન્ડ દ્રારા સૌથી વધારે નાણાં ચુંટણી લડવા માટે ભાજપને મળેલ છે. કોણે આટલા બધા નાણાં કરોડો રૂપીયામાં ઇલે–બોન્ડ મારફતે  બીજેપીને આપ્યાં છે તેની માહિતી કાયદા દ્રારા જ ન મલે તેવી વ્યવ્સ્થા આ બોન્ડના કાયદામાં કરવામાં આવી છે.  સુપ્રીમ કોર્ટ તે કેસનું 'હીયરીંગ કરતી નથી?

(૨) કોને જામીન આપવા કે નહી તેનો નિર્ણય સર્વોચ્ચ અદલાત તથા અન્ય રાજ્યોની હાઇકોર્ટસે નવા મરજીયાત માપદંડો નક્કી કર્યા છે. હવે દરેક જેલમાં સબડતા કાચાકામના કેદીને(undertrial) સારી રીતે ખબર છે કે દેશની વર્તમાન ન્યાયિક પ્રણાલિકામાં જામીન મલવા તે નસીબની બલીહારી કહેવાય! કાયદા કે ન્યાયની નહી.

(૩) સુધા ભારદ્વાજ જેવા દેશભક્ત અને આનંદ તેલતુમબ્લે જેવા વિચારકને આ દેશના ન્યાયતંત્રમાં જામીન મલતા નથી તેવો સમય આવ્યો છે. ઉમર ખાલીદને એકાંતવાસની કોટડીમાંથી બહારનો પ્રકાશ કે અજવાળુ જોવાની ક્ષુલલક છુટ આપવામાં આવી છે. પરંતુ બીજા ઘણા બધા યુવાનો જેમણે  સીએએ કાનુન વિરોધ કર્યો હતો તે બધાનું ભાવિ હાલને તબક્કે પુરેપુરુ અચોકકસ બની ગયું છે.

(૪) એંસી વર્ષના એક બુઝર્ગ કર્મનીષ્ઠ જેઓ પાર્કીનસન રોગના દર્દી છે તેને સુવા માટે સુકા ઘાસની પથારી પણ આપવામાં આવી નથી. આ કેસને કોર્ટ પોતાની અનુકુળતાએ બોર્ડ પર લાવીને ક્યારે સાંભળશે! આનાથી વધારે  નફ્ફ્ટ ઘાતકીપણાનો દાખલો બીજો કોઇ મેં જોયો નથી. તમે સાંભળયો છે ખરો ? ( An 80-year-old social activist who is suffering from Parkinson's was denied a straw, and the court will do a hearing in its own time. One can't think of a more visible manifestation of sheer cruelty)

(૫) સેંકડો કાશ્મીરીઓને ઓગસ્ટ ૨૦૧૯થી કોઇપણ જાતના કેસ કે પુરાવા વિના અટકાયત કરેલ છે. હેબીયસ કોર્પસની કાયદાકીય સવલત હોવા છતાં  તે બધાને અટકાયતમાં રાખવામાં આવ્યા છે.(Hundreds of Kashmiris were detained without habeas corpus redress.)

આ બધા જણાવેલા કેસો કોઇ એકલદોકલ ન્યાયિક કાર્યક્ષેત્રની બેદરકારીનું પરિણામ નથી.આ બધા કેસો ખરેખર વર્તમાન રાજકારણનું સર્જન છે. જે રાજકીય વિરોધ, અસંમતિ, વિચારભેદ કે સત્તાપક્ષથી જુદા અભિવ્યકતીના સ્વાતંત્રયને ફક્ત અને ફક્ત સંભવિત રાજ્યના દુશ્મન તરીકેના ત્રિપાર્શ્ર્વ કાચમાંથી જુએ છે.  કાયદા મુજબ દેશના તે બધા સમાન નાગરિકો નથી. ઘણા કેસોમાં આ બધા લોકોને ન્યાયિક તપાસ વિના ઇરાદાપુર્વક રાજ્યને (સરકારને) ઉથલાવનારા તરીકે જાહેર કરીને તેમને જેલમાં પુરી દેવામાં આવે છે.હવે સત્તાધીશ સરકારને ન્યાયિક સત્તા ની મદદ મલી ગઇ છે. જે કામ દેશની કેન્દ્ર સરકાર કરી રહી હતી તે કામનું પુનરાવર્તન રાજ્ય સરકારો પોતાના રાજ્યોમાં રાજકીય વિરોધોને દબાવી દેવામાં કરી રહી છે.

શરૂઆતને તબક્કે જે કેન્દ્ર અને રાજ્ય સરકારો અભિવ્યક્તીના સ્વાતંત્રય જેવા મુદ્દે પોતાના વિરોધીઓ સામે ખફા હતું તે ક્રમશ; રાજ્યસત્તાને પોતાની વૈચારિક વિચારસરણીનો આધાર બનાવવા માંડયું છે.દા;ત એક પછી એક ભાજપ શાસિત રાજયો 'લવજેહાદ'ની વિરૂધ્ધ પોતાના રાજ્યોંમાં કાયદો કરવા કટીબધ્ધ થવા માંડયા છે. જાણે કે એક આખો લઘુમતી સમાજને દગાબાજ, કાવતરાખોર હોય તેમ બનાવી દીધો. હવે જુઓ ન્યાયતંત્ર કેવી રીતે સ્વતંત્રતાના મુલ્ય પર રાજય સત્તાને કાયદેસર રીતે મદદ કરે છે.(watch how the judiciary abets in legitimising this newest assault on liberty.) દેશની સર્વોચ્ચ અદાલતને એવી નબળી બનાવી દેવામાં આવી છે કે તે લોકશાહીના જંગલીયાતને જ ન્યાયિક સ્વરૂપ જ આપી દે.

 તા.ક. આ લેખ ફેસબુક પર મુકતાં પહેલાં સમાચાર મલે છે કે ' અલ્હાબાદ હાઇકોર્ટની ડીવીઝન બેંચે  ચુકાદો આપી દીધો છે કે બે પુખ્ત ઉંમરના વ્યક્તીઓને લગ્નગ્રંથી જોડાવાનો બંધારણીય અધિકાર છે. અને ધર્મની પસંદગી કે ધર્માંતરને કોઇ સંબંધ લગ્ન સાથે નથી. તે વ્યક્તીની અંગત બાબત છે. લવજેહાદને કાયદામાં કોઇ સ્થાન નથી.

 આ સત્તાધીશો સ્પષ્ટ રીતે કટોકટી જાહરે કરતા નથી. પણ જ્યારે જરૂર પડે ત્યારે મન ફાવે તે પ્રમાણે કટોકટીની માફક જ સત્તાનો ઉપયોગ બેલગામ કરી શકે છે. દા;ત અધિકાર ૩૨ને  મલુતવી  કે સશપેંડ રાખવાની જરૂર નથી પણ તે અધિકારનો ઉપયોગ ન થાય તેવું કરી દેવું સરળ છે.( Discourage, rather than suspend, the use of Article 32.) આ સંઘર્ષનો અંત સરળ રીતે આવવાનો નથી. આ બધા ન્યાયિક જંગલીયાતના પ્રવાહો ચાલુ જ રહેવાના છે.

સુપ્રીમ કોર્ટના ગણયાગાંઠયા વકીલો જેવા કે દુશ્યંત દવે, ગૌતમ ભાટિયા, શ્રીરામ પાંચુ વિ. સર્વોચ્ચ અદાલતને લાગેલા લુણા કે સડાને  જે છે તે રીતે હિંમતથી જાહેર કરે છે. પણ તેનો અર્થ એ નથી કે તે બધાના વિરોધી સુરોએ કોર્ટ તેમજ રાજકીય આંકાઓને પીછેહઠ( into a serious professional pushback) કરાવી હોય. કદાચ તમને બધાને લાગે કે  આ તો બધુ અશીષ્ટ, અસહજ કે અસંસ્કારી લાગે.પણ મારા મત મુજબ તો દેશનું ન્યાયતંત્ર સને ૧૯૩૦થી ૧૯૪૦ સુધીના જર્મનીના હિટલર સંચાલીત વેમાર ન્યાયતંત્ર ( Weimar Judiciary) તરફ ઝડપ થી ઢસડાઇ રહ્યું છે. સંસ્કારીતા, તે સામાન્ય નાગરીકો માટેનો વિકલ્પ નથી.

 ( સૌ પ્રતાપ ભાનુ મહેતા– ઇન્ડીયન એકપ્રેસ તા.૧૮–૧૧–૨૦ ના લેખનો ભાવાનુવાદ.)

 

Top of Form

Bottom of Form

 

 

 

 



--