Friday, August 27, 2021

લીવ–ઇન રીલેશનશીપ , સામાજીક માન્યતાઓ અને કાયદો

લીવઇન રીલેશનશીપ , સામાજીક માન્યતાઓ અને કાયદો

લીવઇન રીલેશનશીપ એટલે શું? બે પુખ્ત ઉંમરના સ્રીપુરૂષ જે અન્ય સાથે પરણેલા હોય, ત્યક્તા હોય, છુટા છેડા લીધેલા હોય અથવા લગ્નના બંધન સિવાય સાથે રહેવા માંગતા હોય તે એક કરાર કરીને અથવા કરાર ન કરીને પણ અને પરિપકવ સમજથી જ્યાં સુધી સાથે રહેવા ઇચ્છા હોય ત્યાં સુધી, આવા કપલને કાયદો સામાજીક પુર્વગ્રહો સામે કેવી રીતે સંરક્ષણ આપી  શકે?  નામદાર કોર્ટનું વલણ આ મુદ્દે કેવું છે અને કેવું હોઇ શકે?

તા૨૫૦૮૨૧ના ટાઇમ્સ ઓફ ઇંડીયાના તંત્રી પેજ ૧૦ પર "  The Right to live-in Relationship " ના લેખમાં લેખક રોબીન ડેવીડે સરસ ચર્ચા કરી છે. માનવાવદી તરીકે અને માનવ અધિકારના ટેકેદાર તરીકે આ સંબંધોનું મુલ્યાંકન ભારતીય સમાજની બદલાતી તાસીરમાં કેવી રીતે સમજવા જોઇએ તે લેખકે સમજાવાનો પ્રયત્ન કરેલ છે.

દેશની જુદી જુદી હાઇકાર્ટસ અને તેની સામે સુપ્રીમ કોર્ટના તારણો ને પણ સમજવાની જરૂર છે. શક્ય તેટલી સરળ ભાષામાં ભાવાનુવાદ કરીને સમજાવાની કોશીષ કરેલ છે.

() પંજાબના એક જીલ્લામાં રહેતા એક કપલે પોલીસ પાસે પોતાના લીવઇન રીલેશનશીપના સંબંધોને બચાવવા સંરક્ષણ માંગ્યું હતું. પંજાબની હાઇકોર્ટે સંરક્ષણ આપવાને બદલે એવું વલણ લીધું કે લીવઇન રીલેશનશીપ એ લગ્ન નથી. સામાજીક અને નૈતીક રીતે તે સંબંધો અસ્વીકાર્ય હોવાથી ( Socially and morally not acceptable) અમાન્ય છે. માટે પોલીસ સંરક્ષણ આવા સંબંધોમાં ન મલે.

()  ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઇકોર્ટે લીવઇન રીલેશનીપના કેસમાં એક પરણીત સ્રીએ તેના પતિથી વિમુખ થઇને ( Estranged) બીજા પુરુષ સાથે લીવઇન નો સંબંધ બાંધી પોલીસ પાસે કાયદાનું સંરક્ષણ માંગ્યું. કોર્ટે તેણીને સંરક્ષણ તો ન આપ્યું પણ ૫૦૦૦/ રૂપીયાનો દંડ કર્યો. નામદાર હાઇકોર્ટના ન્યાયાધીશો ( એટલે મોટે ભાગે ડીવીઝન બેંચ હશે) એ  પોતાના ટેકામાં એવી દલીલ કરી હતી કે  આવા ગેરકાયદેસરના સંબંધોને કાયદેસર બક્ષતા તો દેશનું સામાજીક માળખું તુટી પડે! ( The judges feared that providing her protection would give legal sanctity to an illicit relationship and would also hurt the country's social fabric.)

()  દેશની સર્વોચ્ચ અદાલતનું નૈતીક અને સામાજીક નહી પણ કાયદાકીય વલણ 

() જ્યારે કોર્ટ સમક્ષ નાગરીકનું સંરક્ષણ અને વ્યક્તીગત સ્વાતંત્રયનો પ્રશ્ન ઉભો થાય છે ત્યારે કોર્ટે સામાજીક માળખું અને નૈતીકતાને બદલે પ્રાથમીકતા વ્યક્તીગત જીવનના સંરક્ષણ અને સ્વાતંત્રયને આપવી જોઇએ ( To protect the life & liberty of the individual) . તેમાં કોઇ સમાધાન થાય જ નહી. કોર્ટ કાયદાના સંરક્ષણ માટે છે દેશના સામાજીક અને નૈતીક માળખાને બચાવવા અસ્તીત્વ્માં આવેલ નથી.

(બ્) સને ૨૦૧૮માં સર્વોચ્ચ અદાલતે વ્યભીચારને (Adultery) ફોજદારી ગુનો નથી તેવો ચુકાદો આપી રદબાતલ કરી દીધો છે. જેને સમાજ અનૈતીક ગણતો હોય અને તે કાયદામાં ગેરકાયદેસર ન હોય તો કોર્ટે અનૈતીકતાને બચાવવા કાયદેસરતાનો બલી ન લેવાય! માટે પંજાબ અને અલ્હાબાદ કોર્ટોના આ મુદ્દે ચુકાદાઓને રદ બાતલ ગણી જે તે રાજ્યોની પોલીસ તંત્રને અરજદારોને તાત્કાલીક સંરક્ષણ પુરુ પાડવાના હુકમો કર્યા અને પેલા બેનનો ૫૦૦૦/રૂપીયા દંડ પણ ખારીજ કર્યો. જ્યારે વ્યભીચાર ગુનો  ન હોય તો કોર્ટ અને પોલીસ તંત્ર કેમ અરજદારને સંરક્ષણ કેમ ન આપે?

() કોર્ટને આપણે પુછીએ ખરા કે આ દેશના કયા કયા સમાજોનું સામાજીક માળખું ( સોસીઅલ ફ્રેબીક) તમારે બચાવવુ છે? દલીતો, આદીવાસીઓ, મુસ્લીમો, અને વર્ણવ્યવસ્થામાં સદીઓથી ઉભા અને આડા  સામાજીક  રીતે અસમાન અને ઉંચનીચમાં વહેંચાઇ ગયેલા ગ્નાતી આાધારીત હિંદુ સમાજના માળખાને તમારે બચાવવું છે?

() બે પુખ્ત ઉંમરના સજાતીય સંબંધો એકબીજાની સંમતીથી બાંધે તેમાં કશું ગુનાહિત કૃત્ય બની જતું નથી.  તેથી તે સમાજ અરાજકતા તરફ ધકેલાઇ જતો નથી.

() અલ્હાબાદ હાઇકોર્ટ પાસે પેલી સ્રી એ પોતાની જીંદગી બચાવવા પોલીસ પાસે સંરક્ષણ માંગ્યું હતું. કોર્ટે પાસે એવી દાદ નહોતી માંગી કે મારે કોની સાથે જીંદગી ગુજારવી તે નક્કી કરો? (  What the woman was asking from Allahabad court & Supreme court of India that her life be protected. & that she has liberty to live with whoever she chooses .

() જ્યારે વ્યભીચાર એ ગુનો જ કાયદાની ભાષામાં ન ગણાતો હોય ત્યારે તમામ લીવઇન રીલેશનશીપ વાળાને પોલીસ સંરક્ષણ માંગે તો ચોક્કસ પોલીસ તંત્રે પુરુ પાડવું જ જોઇએ.

( જી) પેલા દેશના સામાજીક નૈતીક માળખાને બચાવવા નીકળી પડેલા નૈતીક પોલીસોને પુછી જુઓ કે અમેરીકા અને પશ્ચીમી સંસ્કૃતીની અસર નીચે અભ્યાસ કરતા કે નોકરી કરતા તમારા અમેરીકન સીટીઝન પૌત્રો કે પૌત્રીઓ ને પુછી જોજો કે લગ્ન પહેલાં અવિવાહીત જીવન પોતાના સાથીદાર સાથે કેટલું લાંબું હોય છે. અને પેલી ' રિંગ સેરેમની' ક્યારે આવે છે?  બીજો સવાલ આ પણ પુછી જોજો . જો તમારામાં જવાબ સાંભળવાની ધીરજ હોય aતો?  તું ક્યારે લગ્ન કરીશ?  Is it your problem?


--