Wednesday, November 17, 2021

તમે અમને બધાને સાચા રંગે કે સ્વરૂપે ન ઓળખો તો ભોગ તમારા!

તમે અમને બધાને સાચા રંગે કે સ્વરૂપે ન ઓળખો તો ભોગ તમારા!

શરૂઆાત છેલ્લા બે દિવસના સમાચારોથી કરો.

() વેજ ગુજરાત, એ જ ગુજરાત....હવે અમદાવાદમાં પણ માંસ, મચ્છી,ઇંડાની લારીઓ પર પ્રતિબંધ,,અગાઉ રાજકોટ, વડોદરા અને ભાવનગરમાં મુકાયો હતો.

()  જાહેરમાં નોનવેજના પર પ્રતિબંધ મુકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય,( બોક્ષમાં સમાચાર) અમદાવાદમાં જાહેર રસ્તા, મંદિર, ગાર્ડન જેવાં સ્થળો પર ૧૦૦ મીટરમાં લારી ઉભી નહી રખાય!

() ગુજરાતમાં ૪૦% લોકો નોનવેજ ખાય છે અને ૩૮% ઉપર બહેનો પણ નોનવેજ ખાય છે.

() સર્વે પ્રમાણે દેશમાં ૭૧% લોકો નોનવેજ ખાનારા છે. તેલંગણા રાજ્યમાં કુલ વસ્તીના ૯૧% ટકા લોકો નોનવેજ ખાનારા છે. એટલે કે આખા રાજ્યની વસ્તી જ નોનવેજ ખાનારી છે.

() અમદા. મ્યુની. કોર્પોરેશન ના  એક જવાબદાર કમીટીના ચેરમેન શ્રી દેવાંગ દાણીનો પ્રતિબંધ કેમ લગાવ્યો તેનો જવાબશહેરમાં જાહેર રસ્તા પર ચાલતી મટનમચ્છી અને ઇંડાની લારીઓને કારણે લોકોની સુરુચીનો ભંગ થાય છે. ત્યાંથી નીકળતા નાગરિકોને તેની સુગને કારણે મુશ્કેલી પડે છે.

() નિયમ ( રાતોરાત નક્કી કરેલો નિયમ, તે મુજબ કોને સત્તા આપી, અમલ કોને કરવાનો?)લાયસન્સ હોય તો પણ માંસ,મચ્છી અને ઇંડા જાહેરમાં દેખાવા  ન જોઇએ! જો સુચનાનું પાલ નહી કરવામાં આવે તો જે તે દુકાનને સીલ મારી દેવામાં આવશે.

() ગુ રા. મુખ્યમંત્રીનો પ્રતિભાવજેને જે ખાવું હોય તે ખાય, લારીનો ખોરાક હાનીકારક ન હોવો જોઇએ. બસ અમારો પ્રશ્ન આટલો જ છે."

 સુગ કે ખાવા માટે હાનીકારક બે માંથી કઇ માનસીકતા કાયદો હાથમાં લઇને ફરનારુ તંત્ર કેવી રીતે સ્થળ પર નિર્ણય કરશે? ( સૌ. દી. ભાસ્કર તા. ૧૬નવેંબેર પ્રથમ પાનું)

....................................

આજ તા. ૧૭મી નવેં ના તે જ પેપરના પ્રથમ પાનાન સમાચારનું મથાળું"  એ વેજનોનવેજ જોક હતો!

હજુ જુઓ , સમજો અને ઓળખો તેમની માનસીકતા અને વિચારપધ્ધતિને!

() ગુજ રા ના પ્રવાસન મંત્રી,શ્રી પૂર્ણેશ મોદી ઉવાચરાજ્યના યાત્રા ધામોમાં ઇંડા,માંસ મચ્છીની લારીઓદુકાનો અને કતલખાના બંધ કરવાનો લેખિત આદેશ યાત્રા બોર્ડના સચિવને કરવામાં આવ્યો છે.

() ગુજ ભાજપના પ્રદેશ પ્રમખ શ્રી, સી. આર. પાટીલ ઉવાચલારીઓ ઉપર ગરીબોનું જીવન ચાલે છે. અમે તેમને મદદ કરી શું.... જાહેરમાં ગંદકી થતી હોય તો તેની કાર્યવાહી કરી શકાય. પણ તેમને  હટાવવા કે બંધ કરવવા ભાજપ વિચારી ન શકે!

() ગુ. રા. ના મહેસુલ મંત્રી રાજેન્દ્ર્ ત્રિવેદી ઉવાચફુટપાથ પર ઉભેલી ઇંડાની લારી કે નોન વેજ ની લારી દબાણ છે.(પણ ફુટપાથ પર ઉભેલી બીજી કોઇ લારી નહી!)

()  ફરી ગુ પ્રદેશ પ્રમુખ ઉવાચમંત્રીઓને કહી દેવાયું છે કે તમારે આમને હટાવવાના નથી. મંત્રૌઓએ પોતાની જાતને આ વિવાદાસ્પદ નિવેદનો કરવામાંથી દુર રાખે!!

 શું દેશમાં પ્રચલિત ગુજરાત મોડેલ આવા તુક્કાબાજો ચલાવે છે કે પછી આવનારા દિવસોમાં જે બનવાનું છે તેની કવાયત છે?


--