Monday, May 9, 2022

Why I am not a Christian?


 

શા માટે હું ખ્રીસ્તી નથી? બર્ટ્રાન્ડ રસેલ.

" મારા નમ્ર અભિપ્રાય મુજબ જીસસ ક્રાઇસ્ટના ચારિત્ર્યમાં શાણપણ (wisdom )અને સદ્ગુણની ક્ષમતા કરતાં માનવ ઇતિહાસમાં બીજા ઘણા મહાન લોકોમાં તે બંને ગુણો ઘણા વધારે હતા. હું ગૌતમબુધ્ધ અને સોક્રેટીસને જીસસ કરતાં આ બાબતોમાં ઘણી ઉચ્ચકક્ષાનું ચારિત્ર્ય ધરાવનાર વ્યક્તિઓ ગણું છું." – બર્ટ્રાન્ડ રસેલ.

બ. રસલે તા ૬માર્ચ સને ૧૯૨૭માં આશરે બરાબર ૯૫ વર્ષ પહેલાં  નેશનલ સેક્યુલર સોસાયટીની દક્ષિણ લંડનના શાખા તરફથી ' બટરસી ટાઉન હોલ' માં ' શા માટે હું ખ્રિસ્તી નથી? એ વિષય પર પોતાના વિચારો રજુ કરતાં ઉપરના વાક્યો પ્રવચનમાં બોલ્યા હતા.

·       સૌ પ્રથમ મારા મત મુજબ ખ્રિસ્તી કોને કહેવાય તે સ્પષ્ટ કરું છું.

·       ઘણા લોકોમાં એવી માન્યતા છે કે જે સારુ જીવન( ગુડ લાઇફ) જીવે તે ખ્રિસ્તી. શું તેનો અર્થ એવો ગણાય કે તમામ અન્યધર્મોના અનુયાઇઓ સારુ જીવન જીવતા નથી?

·       જે લોકો ખાસ કે વિશિષ્ટ ધાર્મીક માન્યતાઓ પ્રતિબધ્ધતા સાથે અમલમાં મુકી જીવન જીવતા હોય તેને આપણે ખ્રિસ્તી તરીકે ઓળખીશું. દરેક ખ્રિસ્તી બે ધાર્મીક માન્યતાઓમાં શ્રધ્ધા ધરાવતો હોય છે. એક ઇશ્વરના અસ્તીત્વમાં ને બીજું અમરત્વના( Imm    ortality) ખ્યાલમાં. ઇશ્વરીના અસ્તિત્વને તર્કવિવેકબુધ્ધી( રેશનાલીટી) કે કારણની સર્વોપરિતા(સુપ્રીમસી ઓફ રીઝન) આધારે સમજાવાની બિલકુલ જરૂર નથી.વધારામાં જેમ મુસ્લીમ મોહંમદ પયગંબર કે હિંદુ રામ અને કૃષ્ણમાં ધાર્મીક શ્રધ્ધા ધરાવે છે તેરીતે દરેક ખ્રિસ્તી જીસસના અસ્તિત્વમાં શ્રધ્ધા ધરાવતો હોવો જોઇએ. તે શાશ્વત નર્કમાં સતત આગ ચાલુ હોય છે તેમાં પણ દરેક ખ્રિસ્તીને શ્રધ્ધા હોવી જોઇએ.( Belief in eternal hell fire was an essential item of Christian belief.)

·       જ્યારે હું કહું છું કે શા માટે હું ખ્રિસ્તી નથી તેનો સાદો  સીધો અર્થ થાય છે કે હું ગોડના અસ્ત્તિવનો તેમ જ તેના અમરત્વના ખ્યાલનો અસ્વીકાર કરૂ છું. બીજું જીસસને ઐતીહાસીક દ્ર્ષ્ટીએ હું સૌથી શાણો  અને સદ્ર્ગુણ વાળો પણ ગણતો નથી. જીસસમાં નૈતીક્તાના ગુણોની કક્ષાની માત્રા પ્રમાણમાં સારી હતી તેટલું હું કહી શકું.

·       દરેક વસ્તુને તેના સર્જન માટે કારણ હોય છે. તો પછી ઇશ્વરને કોને બનાવ્યો હશે? ("Who made God?") જો ઇશ્વર સ્વયંભુ હોય તો પછી આ પૃથ્વી,બ્રહ્માંડ ને દરેક નું સર્જન કેમ સ્વયંભુ ન હોઇ શકે? હિંદુધર્મની કથાઓમાં એવી શ્રધ્ધા છે કે પૃથ્વી નાગના મસ્તીક પર બેઠેલી છે. તો પેલા નાગ દેવતા પોતે કોના પર બેઠા કે ઉભા છે?  ખરેખર દરેકનું સર્જન કરનાર કોઇ સર્જક છે તે ખ્યાલ જ બૌધ્ધીક રીતે બિનઉપયોગી છે. ડાર્વીનના ઉત્ક્રાંતિવાદે ઇશ્વરી સર્જનના ખ્યાલનો પુરેપુરો છેદ ઉડાડી દીધો છે.

·       આપણા  રોજબરોજના જીવનનો અનુભવ છે કે સારા કે સજ્જન માણસને બુરા કે બદમાસોના હાથે અન્યાય સહન કરવો પડે છે. ઇશ્વર હોય અને તે અન્યાય સામે ન્યાયની તરફેણ ન કરતો હોય તો આવું કેમ? તો ઇશ્વરને, મૃત્યુ પછીના સ્વર્ગ અને નર્કનો ખ્યાલ ઉપજાવી કાઢીને ન્યાય– અન્યાયના ત્રાજવાને સમતોલ કરવાની સત્તા આપી દીધી છે. એટલે મૃત્યુ પછી જે બધા સ્વર્ગ–નર્કની અંધશ્રધ્ધા પ્રમાણે ઉપર જાય તેમના માટે ઇશ્વરે પોતાનો ધંધો શોધી કાઢયો! અને પૃથ્વી પરના તેમના એજંટો માટે આજીવીકાનું સાધન આપી દીધું.

·       બાળપણથી મા– બાપએ પોતાના કુમળા મનના બાળકો પર અસલામતી અને ભય, આ બે ખ્યાલો( Concept) એવા ઘુસાડી દીધા કે તેને આધારે તે બધા મોટા થાય તો પણ ભગવાનમાં શ્રધ્ધા છોડે નહી.

જીસસના ઉપદેશોનું મુલ્યાંકન–

·       " અનિષ્ટો અને પાપોને રોકશો નહી,તમારા એક ગાલ પર લાફો મારે તો તમે બીજો ગાલ ધરજો.–  તમે જો બીજાને ધિક્કારશો તો તમને પણ બીજા ધિક્કારશે.– જેવું વાવશો તેવું લણશો.–('Judge not lest ye be judged.') તારી પાસે જે છે તેને જેની પાસે નથી તેને આપી દે. હું તને મૃત્યુ પછી સ્વર્ગમાં પરત આપીશ."

      ઉપરના સુવાક્યો ઉપદેશો તરીકે સારા લાગે પણ હું પ્રમાણીકરીતે જાહેર કરૂ છું કે તે પ્રમાણે હું જીવી શકતો નથી. તમે બધાએ ખ્રિસ્તોને જીસસના ઉપર મુજબના ઉપદેશો પ્રમાણે જીવન જીવતા જોયા છે ખરા? બાયબલમાં જીસસ સાથેના સંવાદમાં જે વાતો વણી લીધી છે જેમાં મારા મત મુજબ, જીસસનું ઉમદા શાણપણ ભરેલું વ્યક્તિત્વ પેદા થતું નથી કે નથી તેમાં કરૂણા જેવા ગુણોનું પ્રતિબંબ.

·       ઐતીહાસીક દ્રષ્ટીએ ખરેખર જીસસ ક્રાઇસ્ટ આ પૃથ્વી પર ખ્રિસ્તીધર્મના સ્થાપક તરીકે જીવીન જીવી ગયા કે કેમ તે જ મારા મત મુજબ શંકાસ્પદ છે.( Historically it is quite doubtful whether Christ ever existed at all, and if He did we do not know anything about Him, so that I am not concerned with the historical question, which is a very difficult one.)

જ્યારે તમારાપર ખ્રિસ્તી હોવાને કારણે જુલ્મ કે સિતમ ગુજરાવામાં આવે ત્યારે તમે આવા શહેરોમાંથી ભાગી જજો. ઇઝરાયેલના બીજા શહેરોમાં સ્થળાંતર કરજો. ત્યાં સુધીમાં તો હું પુનરુત્થાન (Resurrection) કબરમાંથી ઉભો થઇને બહાર આવીશ. ત્યારે મારી સાથેના તે સમયના ઘણા બધા મને ઓળખતા હશે તે બધા જીવતા હશે.( He believed that His second coming would happen during the lifetime of many then living. ) મૃત્યુ પામેલાની ભૌતીક વાસ્તવિકતાની ભારોભાર જે ધર્મનો સર્જક પોતે,અને તેના પ્રચારકો અવગણના કરતા હોય તેના શાણપણ અને વિચારશક્તિને કઇ શ્રેણીમાં મુકવી? (In that respect clearly He was not so wise as some other people have been, and he was certainly not superlatively wise.)

જીસસ ક્રાઇસ્ટનું નૈતીક વલણ– નૈતીક વલણ એટલે અન્ય માનવો સાથેનો વ્યવહાર. જીસસ નર્કના ખ્યાલની માન્યતામાં એટલા માટે શ્રધ્ધા ધરાવતા હતા કારણકે જે લોકો તેના ઉપદેશથી વિરૂધ્ધ જીવન જીવતા હોય, તેના માટે કાયમી શિક્ષા કરવા નર્કના ખ્યાલ સિવાયનું કોઇ સાધન તેની પાસે બીજું ન હતું. જીસસના ઉપદેશની વિરૂધ્ધ જીવન જીવતા લોકો માટે બાયબલની ધાર્મીક વાર્તાઓમાં ઝનુન અને હિંસાપુર્વક વેર લેવાની  વૃતીને સ્પષ્ટ ટેકો આપ્યો છે. બર્ટ્રાન્ડ રસેલે આ મુદ્દાપર ચર્ચા કરતાં વધુમાં જણાવ્યું છે કે અન્ય ધર્મનાસર્જકો,પયગંબરો અને પ્રચારકોએ પોતાના ધર્મના ટેકેદારોમાં આવી ઝનુની, હિંસક વેરવૃત્તી વિધર્મીઓ સામે પેદા કરવામાં સફળ થયા છે.( જેને કારણે વિશ્વમાં ધાર્મીક યુધ્ધો દ્રારા જે માનવ સંહાર થયો છે તેની સંખ્યા ગણવામાં આવે તો તેના આંકડાઓ બંને વિશ્વ યુધ્ધના માનવસંહારના આંકડાઓ કરતાં અનેક ગણા વધારે છે.) આવા વિચારો અને વલણો તમને સોક્રેટીસના વ્યક્તવ્યમાં જોવા નહી મલે.( You do not, for instance, find that attitude in Socrates. You probably all remember the sort of things that Socrates was saying when he was dying, and the sort of things that he generally did say to people who did not agree with him.)

·       જે લોકોને જીસસના ઉપદેશો ગમતા ન હતા તેના માટે બાયબલમાં લખ્યું છે કે ' તમે બધા ઝેરી સાપો જેવા દગાબાજ છો, તમે કેવી રીતે કાયમ માટે નર્કની યાતના ભોગવવાથી બચી શકશો.( You will find that in the Gospels Christ said: 'Ye serpents, ye generation of vipers, how can ye escape the damnation of hell?' )

·        બાયબલમાં એક પવિત્ર ભુત(the Holy Ghost ભુત અને તે પાછું પવિત્ર!)નો ભય ખ્રિસ્તી લોકોને બતાવવામાં આવ્યો છે. ' જે લોકો આ પવિત્રભુત વિરૂધ્ધ બોલશે તેમને આ વર્તમાન જીવનમાં તથા આવતા જન્મમાં પણ તે પવિત્ર ભુત બદલો લેવાનું છોડશે નહી જ.  (Whosoever speaketh against the Holy Ghost it shall not be forgiven him neither in this world nor in the world of come) રસેલ ખુબજ દુ:ખ સાથે જણાવે છે કે આ પવિત્ર ભુતની અંધશ્રધ્ધાએ વિશ્વમાં ગણી ગણાય નહી તેટલી લોકોમાં માનસીકઅને ભૌતીક રીબામણી કે સતામણી પેદા કરી છે. રસેલ વધુમાં જણાવે છે કે જેના સ્વભાવમાં ભલાઇ, કરૂણા ને દયા જેવા ગુણો હોય તેવી વ્યક્તિ આ વિશ્વના લોકોના મનમાં ભય અને જુલ્મના ખ્યાલો મુકી શકે તેવું મારૂ મન માનવા તૈયાર નથી. ( I really do not think that a person with a proper degree of kindliness in his nature would have put fears and terrors of that sort into the world.)

·       વધુમાં જીસસ કહે છે કે મારા ઉપદેશ વિરૂધ્ધ જીવન જીવનારા લોકોને પકડવા હું ઘણાબધા દેવદુતોને મોકલીશ અને તે બધાને પકડી લાવીને નર્કમાં કાયમી સળગતા અગ્નીમાં ફેંકી દેશે. સળગતી આગમાં પડવાથી તે બધાના આક્રંદો, દુ:ખદ ચીસો, દાંત કચચાવતી તેમની રાડોનો ઉલ્લેખ બાયબલમાં વારંવાર કરવામાં આવ્યો છે. જાણે કે આવી સજાનો હુકમકરનારને ' પરપીડન'માં આનંદ વતો હશે.(It comes in one verse after another, and it is quite manifest to the reader that there is a certain pleasure in contemplating wailing and gnashing of teeth, or else it would not occur so often.).

·       મારૂ માનવું છે કે નર્ક હંમેશાં સળગતા અગ્નિથી ભરેલું છે તે ખ્યાલ , ઉપદેશ કે ધાર્મીક માન્યતા જ ક્રુરતાને ટેકો આપે છે.જીસસના ધાર્મીકોએ બાયબલમાંની ક્રુરતાને ન્યાયી ઠેરવતી પ્રવૃત્તીઓને આધારે, નાસ્તિકો,અને ખ્રીસ્તી માન્યતાથી ઉલટો મત ધરાવનારોને ખુબજ ઘાતકી રીતે રીબાવી રીબાવીને મારી નંખાવ્યા છે.

·       બીજી ઓછી મહત્વની કેટલીક વાતો છે. તેમાંથી એક વાતે મને હંમેશાં બિલકુલ બુધ્ધિગમ્ય લાગતી નથી.તે બાયબલમાં આવતી અંજીરના ઝાડની વાત છે. જીસસ ને ભુખ લાગી હતી, તે અંજીરના ઝાડની પાસે આવે છે. તે ઝાડપર ફક્ત પાંદડાઓ હતા. ફળ ન હતા.કારણ કે તે સમય હજુ અંજીરના ઝાડને ફળ બેસવાનો સમય થયો નહતો. જીસસ ઉવાચ: " હવે પછી કોઇપણ માણસ અંજીરના ઝાડનું ફળ ખાશે નહી." તેનો ચેલો પીટર દોડતો દોડતો આવ્યો.માલિક! જુઓ! જુઓ! " તમારા શાપ કે બદદુઆથી તે ઝાડ સુકાઇ ગયું છે." આ એક બાયબલની વિચિત્ર વાર્તા છે. અંજીરના ઝાડ પર ફળ બેસવા માટે તે યોગ્ય સમય નહી હોય.અને તેના માટે પેલા બિચારા ઝાડનો કયો દોષ?

·       માટે જ હું જીસસને તેના શાણપણ કે સદગુણ માટે,ઐતીહાસીક રીતે બીજા નામાંકિત લોકો જેવા કે ગૌતમબુધ્ધ અને સોક્રેટીસની સરખમાણીમાં સમકક્ષ બિલકુલ ગણતો નથી. જીસસ કરતાં બુધ્ધ અને સોક્રેટીસને તેમના શાણપણ અને સદગુણો માટે મને વધારે માન છે. (I should put Buddha and Socrates above Him in those respects.)

·       હું તમને એક ગંભીર સત્ય તરફ સભાન થવા જણાવું છું. " જે સમયમાં ધર્મ પ્રજા પર આત્યંતીક પ્રમાણમાં છવાઇ જાય છે,અને ધાર્મીક ઘેલછાઓના સંચાલકોની બોલબાલા ધાર્મીક સત્ય બની બેસે છે.તે સમયમાં રાજ્યસત્તાપણ સૌથી વધારે ઘાતકી બની જાય છે". રાજ્ય પુરસ્કુત ધર્મ સિવાય અન્ય વિધર્મીઓ, સંશયવાદીઓ અને નાસ્તિકોને વિ ને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે.લાખો સ્રીઓને ડાકણ જાહેર કરીને મારી નાંખવામાં આવી છે. આ સમયને માનવ ઇતિહાસમાં ધાર્મીક શ્રધ્ધાનો યુગ "ages of faith" તરીકે ઓળખવામાં આવે છે.

·        માનવીય લાગણીઓને ધ્યાનમાં રાખીને ફોજદારી કાયદાઓને ઓછા જુલ્મી બનાવવા, તેમાં સુધારા કરવામાં આવે, ગુલામી નાબુદ કરવામાં આવે, મજુર કાયદો વધુ કલ્યાણકારી બનાવવામાં આવે, સ્રી સમાનતાની તરફેણ રાજ્ય અને સમાજ પ્રથા વધુ ઉદાર બને, તેવા તમામ પગલાંને ધર્મો અને તેના શાસકોએ ' જે સે થે' સ્થિતી ટકાવવા મરણતોલ પ્રયાસો ભુતકાળમાં કર્યા છે અને હજુ પણ કરે છે. હું ખુબજ જવાબદારી સાથે ઇરાદાપુર્વક આક્ષેપ મુકું છું કે  ખ્રિસ્તી ધર્મ, તેના ચર્ચોના સંગઠીત કાર્યો દ્રારા વૈશ્વીક સ્તરે માનવકેન્દ્રી ધર્મનિરપેક્ષ નૈતીકતાના પ્રચાર સામેનો એક નંબરનો દુશ્મન છે.( I say quite deliberately that the Christian religion, as organised in its Churches, has been and still is the principal enemy of moral progress in the world.)

·       કદાચ તમને બધાને એવો અહેસાસ થશે કે રસેલે વધુ પડતું બોલી નાંખ્યું છે. પણ મને સહેજ પણ એવું લાગ્યું નથી. તમામ ધર્મોને વિજ્ઞાન ને ટેકનોલીજીની મદદથી માનવ સુખાકારી વધે, લોકો ભુખમરા, ગરીબાઇ, રોગથી ઓછા રિબાય તેમાં લેશ માત્ર રસ નથી.  કારણ કે જો લોકો દુ:ખી ન હોય તો ધાર્મીક સ્થાનો પર શું કરવા હજારો લાખો લોકોની લાઇનો લગાડે!

·       ધર્મના પિરામીડનો પાયો મુખ્યત્વે લોકોના ભયના ખ્યાલ પર બંધાયેલો છે. ઉભો રહ્યો છે. જે ભય મુક્ત છે તેને ધર્મની બિલકુલ જરૂર પડતી નથી. માનવીને જીવનની અચોક્ક્સતા, અસલામતી, મૃત્યુ વિ.નો ભય તેને ધર્મજીવી બનાવે છે. તેનો ઉપાય જીવનમાં વૈજ્ઞાનીક અભિગમ પ્રમાણે જીવનની સમસ્યોના નિર્ણય કરવામાં છે.વૈજ્ઞાનીક શોધોએ સાબિત કરી દીધુ છે કે ઉપર આકાશમાં કોઇ દેવી દેવતાઓ કે ઇશ્વર, ગોડ, અલ્લાહ નથી. વિજ્ઞાને આ પૃથ્વીને વિશ્વના તમામ ધર્મોએ જે બનાવી મુકીને જે વારસો સોંપ્યો છે તેના કરતાં બહેતેર, સુખી ને સમૃધ્ધ બનાવી છે. જેટલી પકડ મારા તમારા પર ધર્મોની ચાલુ છે ત્યાંસુધી ધર્મોપ્રેરીત દંગાફસાદ ચાલુ રહશે.માનવ માનવ વચ્ચેના દંગા ફસાદના ધરૂવાડીયા ધર્મોના ઉપદેશોમાં વણાયેલા છે.

·       ઇશ્વરનો ખ્યાલ જ પૌરાણીક જુલ્મી આપખુદી રાજ્યતંત્રની પેદાશ છે. જે લોકશાહી સ્વતંત્રતા આધારીત રાજ્યપ્રથાની બિલકુલ વિરોધી છે. ધર્મો પાપનો ભય બતાવી, આ પૃથ્વી પર તમે પાપી તરીકે જન્મ્યા છો, માટે તમે આત્મસભાન ગૌરવશાળી સ્વતંત્ર માનવી બની જ ન શકો. તમારે દરેકે તમારી જાતને ધર્મોએ નક્કી કર્યુ હોય તે પ્રમાણે શરણાગતી સ્વીકારવી પડે! ધર્મએ પહેરાવેલી બેડીઓમાં રહેલી સ્વતંત્રતાના(ગુલામી)આનંદના ગુણગાન તમે નહી ગાવ તો બીજા કોણ ગાશે!

·       આપણે શું કરવું જોઇએ! ધર્મના આધાર સિવાય બહેતર જીવન શક્ય છે તેવી સંપુર્ણ પ્રતિબધ્ધતા કાયમ માટે કેળવવી પડશે.આપણા સૌના સહકારથી સારુ વિશ્વ બનાવવા, જ્ઞાન–વિજ્ઞાન, કરૂણા, હિંમતની જરૂર છે. ભુતકાળની ઝંખના પાછળની ખેવના તમને ક્યાંય નહી લઇ જાય. બહુ સદીઓ પહેલાં પેલા અર્ધજ્ઞાની માણસોએ ઉચ્ચારેલા સુવાક્યો તમને આધુનીક જગત જીવવામાં કોઇ મદદ નહી કરી શકે! ધર્મભીરૂ અભિગમને બદલે આપણે ભયમુક્ત જ્ઞાન આધારીત  રેશનલ અભિગમ કેળવવો પડશે. મૃતપાય બની ગયેલા ભુતકાળનાં ભજન કરવાથી કોઇ ફળ નહી મલે.( It needs hope for the future, not looking back all the time towards a past that is dead.)

·        સદર પુસ્તક લંડન રેશનાલીસ્ટ પ્રેસ એસોશીએશને સને ૧૯૨૭માં પ્રથમ પ્રકાશિત કર્યું હતું.



 

 

--