Tuesday, November 8, 2022

ચલો! સિક્કાની બીજી બાજુનેઓળખીએ!


ચલો! સિક્કાની બીજી બાજુને ઓળખીએ!

હીમાચલ પ્રદેશમાં સોલન મુકામે ચુંટણી સભામાં મોદીજી ઉવાચ:–

કમળને વોટ એટલે મોદીને વોટ.( Vote for lotus is vote for Modi: PM ) વધુમાં જણાવ્યું હતું કે " તમારે મતદાન કરતા સમયે બીજેપીનો કોણ ઉમેદવાર છે તે બીલકુલ જોવાનું નથી. અરે! તે યાદ કરવાની પણ જરૂર નથી! તમારો કમળને આપેલો દરેક મત સીધોજ મોદીના શુભેચ્છા ખાતામાં આવી જશે.(Your every vote for 'kamal ka phool' will come directly to Modi's account as a blessing,") દીલ્હીમાં મોદી મજબુત છે તો પછી અહીયાં હીમાચલ પ્રદેશમાં મોદી મજબુત બનવા જોઇએ કે નહી? (હાજર રહેલ સભાજનોને સાહેબ પ્રશ્ન પુછે છે?)

કોઇપણ લોકપ્રતીનીધી વાળી ચુંટણી પ્રથામાં સર્વોપરીતા કોની?ચુંટાયેલા પ્રતીનીધીની વફાદારી કોની? મતદારોની? પક્ષની? કે સર્વોપરી પક્ષના નેતાની? લોકશાહીમાં એક જ નેતાના હાથમાં તમામ સ્થાનીક, પ્રાદેશીક અને કેન્દ્રીય સત્તાનું કેન્દ્રીકરણ હોય તો તેને કઇ રાજ્યપ્રથા તરીકે આપણે ઓળખીશું?

   ભારતના નજીકના જ ઇતીહાસમાં હીંદુ ને મુસ્લીમ રાજાઓ પોતાની બાદશાહી સલામત રહે માટે દીવાનો,વજીરો અને સ્થાનીક કક્ષાએ સુબાઓની નીમણુક કરતા હતા.રાજાના તરંગો પ્રમાણે તે બધામાં ફેરફાર થતા હતા. જેવાકે ગુજરાતમાંએક સમયના મુખ્યમંત્રી વિજય રૂપાણીની જ નહી પણ તેઓની સાથે પ્રધાનમંડળના બધા જ પ્રધાનોની તમામ સત્તાઓ દીલ્હીના નવાબે એક રાતમાંજ લઇ લીધી હતી.તેનો સહેજ પણ રંજ પેલા ગુજરાતના સત્તા વીહીન બનેલા કોઇ સુબા,દીવાન કે વજીર ને નથી!

    ગુજરાતના તા. ૧લી અને ૫મી ડીસેમ્બરે મતદાન કરતા તમામ મતદારોને કોઇ પુછશે ખરૂ કે પાંચ વર્ષ માટે તમારે પ્રજાના પ્રતીનીધી તરીકે ગુજરાતમાં દિલ્હીની નવાબી સત્તામાંથી મુક્તી જોઇએ છીએ કે તે ગુલામી ચાલુ રાખવી છે? દિલ્હીના નવાબે ખુબજ સ્પષ્ટ રીતે હીમાચલ પ્રદેશમાં ચુંટણી પ્રચારમાં પોતાની " મન કી બાત' ખુલ્લી બતાવી દીધી છે!

 ઇગ્લેંડના એક જમાનાના મહાન ન્યાયવીદ્ લોર્ડ એકટનનું એક સુપ્રસીધ્ધ ને આંખ ખોલનારુ વાક્ય છે. "સત્તા ભ્રષ્ટાચારી હોય છે. સંપુર્ણ સત્તા સંપુર્ણ ભ્રષ્ટાચારી હોય છે.(Power corrupts: absolute power corrupts absolutely.)

 ઇતીહાસ સાક્ષી છે કે કોઇ બહુમતી પ્રજાએ ગધેડાનું પુછડું પકડયું હોય તો ગમે તેટલી લાતો ખાય તો પણ તે લાતો ખાવાના આનંદથી તે ટેવાઇ ગઇ હોય છે. સ્વપીડા ને પરપીડા બંને એક બીજાના સહોદર હોય છે તેવું તારણ મહાન મનોવૈજ્ઞાનીક સીગમંડ ફ્રોઇડનું છે.

 

 

--