Saturday, May 27, 2023

માનવવાદી વિચારસરણીનોવૈજ્ઞાનીક પાયો ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ.


                     માનવવાદી વિચારસરણીનો વૈજ્ઞાનીક પાયો ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ.

 

ધર્મનિરપેક્ષ માનવવાદની સમૃધ્ધ વૈજ્ઞાનીક વિચાસરણીની ઇમારતનો પાયો ચાર્લસ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પર ઉભેલો છે.કેવી રીતે? ચલો સમજવાની કોશીષ કરીએ!.

(1)  ઉત્ક્રાંતિવાદનું પ્રથમ તારણ:– દરેક સજીવનો જન્મ કુદરતી છે. ઇશ્વર કે દૈવી નથી.માનવનો જન્મ એક સજીવ તરીકે જ થયો છે. માટે તેના જન્મમાં પણ કશું ઇશ્વરી કે દૈવી નથી, કુદરતી છે. દરેક સજીવ એક ભૌતીક એકમ છે. માટે માનવી એક સજીવ તરીકે પણ ભૌતીક એકમ જ છે.શરીર અને આત્મા( Body & Spirit)ના દ્વંદને ઉત્ક્રાંતિવાદ નકારે છે. જે કોઇ ધર્મો શરીર અને આત્માના દ્વંદને સ્વીકારે છે તથા આત્મા અમર છે, નાશવંત નથી, તથા આ બધાની પાછળ મોક્ષ, પુનર્જન્મ, પાપ–પુન્ય, કર્મ–વર્ણ, કયામત,મુક્તિ વિગેરેની કપોળકલ્પનાઓ સ્થાપિતહિતના ટેકાવાળી ઉભી કરે છે તેને ઉત્ક્રાંતિના 'કુદરતી પસંદગી'ના સિધ્ધાંતનો ટેકો નથી. તમામ સજીવોની માફક માનવી એક ભૌતીક એકમ છે. માટે નાશવંત છે.આ જન્મ જ પહેલો અને આખરી જન્મ છે. આ જન્મ પહેલાં કોઇ જન્મ હતો નહી અને નાશવંત શરીર પછી કોઇ જન્મ થવાનો નથી.

(2) ઉત્ક્રાંતિવાદનું બીજુ પાયાનું અને ક્રાંતીકારી તારણ છે કે દરેક સજીવ જાતી–પ્રજાતી કુદરતી વાતવારણ સામે પોતાનું શરીરી કે ભૌતીક વ્યક્તિગત ધોરણે અસ્તિત્વ ટકાવી સંઘર્ષ કરે છે. દરેક સજીવની માફક માનવીનું સજીવ તરીકે  પૃથ્વી પર આગમન કોઇપણ જાતના ઇશ્વરી કે ખાસ હેતુ માટે નથી. પુર્વજન્મના હિસાબ ચુકવવા ભુલેચુકે છે તેવું કોઇ લેશ માત્ર માને નહી.જીવનના દુ:ખો તરફ પીઠ ફેરવીને પલાયન થઇ જવાથી સ્વતંત્રતા હાંસલ થતી નથી. પુર્ણ જીવન પ્રાપ્ત કરવાના માર્ગમાં જે જે અવરોધો,આડખીલીઓ, નિયંત્રણો આવતાં હોય તે બધાને દુર કરવામાં જ સ્વાતંત્રય રહેલું છે.

(3) માનવી તરીકે જીવવું એટલે શું? દરેક સજીવની પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની (શરીર ટકાવી રાખવાની) અદ્મય ઇચ્છા મુળભુત છે.( Basic urge to survive.)માનવ તરીકે જીજીવીષા ટકાવી રાખવાની અદ્મય ઇચ્છા એટલે સ્વતંત્રતાની ઝંખના છે.આમ સ્વતંત્રતા એક પાયાનું મુલ્ય છે. બીજા માનવીય મુલ્યો સ્વતંત્રતાના ખ્યાલમાંથી ઉદ્રભવે છે.

(4) માનવીય સ્વતંત્રતાની ઝંખનાના બે પહેલુ છે. એક માનવીએ કયા કયા પરિબળોની અસરોમાંથી મુક્ત થવા સંઘર્ષ કરવાનો,માનવ વિકાસને અટકાવાતા નકારાત્મક પરિબળો(Freedom From)માંથી મુક્તિ. બીજુ, માનવીય સ્વતંત્રતા કોના માટે? માનવ વિકાસને મદદકર્તા હકારાત્મક પરિબળો(Freedom For).

(5) કયા કયા દુન્યવી પરિબળો માનવીને તેની સ્વતંત્રતા માટેની ઇચ્છાને પરિપુર્ણ કરતાં રોકે (Freedom From) છે? સૌ પ્રથમ શરૂઆત આપણે બાયબલની પેલી આદમ–ઇવની સુપ્રસિધ્ધ વાર્તાની હકીકતથી કરીએ. બાયબલના ગોડે આદમ– ઇવને સ્વર્ગના બગીચામાં આવેલા એક ઝાડમાંથી ફળ તોડવાની મના કરી હતી.( Photo of Tree of Knowledge put at the end of this article) સાવચેત પણ કર્યા હતા. કે જો તમે પેલા ગોડની આજ્ઞાનું ઉલ્લંઘન કરશો તો સ્વર્ગની તમામ સાહેબી કાયમ માટે ગુમાવી દેશો! બાયબલનો પુરૂષ બીકણ, ડરપોક અને અનિર્ણયતાનો કેદી હતો. પણ તેની "ઇવ" એક સ્રી તરીકે સમજી ગઇ હતી કે સ્વતંત્રતાના ફળો ગોડના આજ્ઞાપાલનમાં નહી પણ તેના ઉલ્લંઘનમાં છે. જે દિવસથી ઇવે ઇશ્વરી હુકમનો સરિયામ અનાદર કરીને જીવવાનું શરૂ કર્યું ત્યારથી તે બંનેને ખબર પડી ગઇ કે આ ઝાડતો બાયબલના ઉપદેશો સામે સ્વતંત્રતાથી કેવી રીતે મોજમઝાથી જીવાય માટે જ્ઞાન આપતું 'જ્ઞાનનું ઝાડ છે'(Tree of Knowledge).

(6) ઉપરની વાર્તાનો ઉદ્દેશ સરળ છે કે માનવ સ્વતંત્રતાના પંથમાં જે કોઇ માનવ સર્જીત સામુહિક પરિબળો દખલ કરતાં હોય તે તમામની સામે વ્યક્તીગત અને સામુહિક સહપંથીઓના સહકારથી પ્રતિકાર કરવો તેનો અર્થ જ જૈવીક ઉત્ક્રાંતિના ઉદ્દેશ પ્રમાણે જીવવું. બાકી સમુહમાં એક ટોળા તરીકે આજ્ઞાપાલન કરી જીવવું.

(7) ડાર્વીનના સમગ્ર ઉત્ક્રાંતિવાદનું વૈજ્ઞાનીક સત્ય છે કે જે જીવો કુદરતી પરિબળો સામે પોતાના અંગોમાં જરૂરી ફેરફાર કરીને વાતવરણને અનુકુળ જીવે છે તે જ જીજીવિષા ટકાવી રાખવાના સંઘર્ષમાં ટકી રહે છે. જો ઇવે ગોડની આજ્ઞા પ્રમાણે જીવવાનું પસંદ કર્યુ હોત તો હજુ પણ માનવ ઇતિહાસ જ શરૂ  ન થયો હોત! અને સ્વર્ગની બહાર નીકળ્યા જ ન હોત! માનવી તરીકે જીવવા માટે ઇશ્વરી આજ્ઞા ને પૃથ્વી પરના તેના દલાલોની નાગચુડ પકડમાંથી મુક્ત થવાના સંઘર્ષમાં, તે બધાની આજ્ઞાના ઉલ્લંઘનમાં માનવ મુક્તિ રહેલી છે. તે બધાના આજ્ઞાંકિત થઇને જીવવું એટલે કુદરતી પરિબળોની વિઘાતક અસરોમાંથી મુક્ત થવા તેમને ભજવા,પુજવા અને અંતે તે અસરોને કારણે મૃત્યુ પામવું.

(8) આજ્ઞાપાલન (Obedience)અને આજ્ઞાનું ઉલ્લંઘન(Disobedience) બે ખ્યાલો અંગે વિગતે ચર્ચા કરવી જરૂરી છે. કારણકે તેને સીધો સંબંધ પાયાના માનવ મુલ્ય સ્વતંત્રતા સાથે છે.કોઇપણ સત્તા ભલે તે આ–લોક ની હોય કે પર–લોકની તેને સ્વીકારવી એટલે કે પોતાની વિવેકશક્તિને આ બધી સત્તાઓની ગુલામ બનાવવી, તેની હકુમતની અબાધિત રીતે શરણાગતિ સ્વીકારવી. સત્તાની આજ્ઞાનો સ્વીકાર એટલે માનવ વીકાસની યાત્રાની સંપુર્ણ સ્થગિતતા. જે ખાસ કરીને ભારત અને તમામ મુસ્લીમ દેશો, જેવા વિશ્વના ધર્મપરસ્ત દેશો, છેલ્લા હજારો વર્ષોથી તે સ્થગિતતા ગુણગાન ગઇને સ્વમદહોશ સ્થિતીમાં ફક્ત જીવતા નથી પણ તેમાં વિશ્વગુરૂ બનવાના સ્વપ્ના વેચે છે.

(9) માનવી તરીકે જે દિવસથી પોતાની સદ્વિવેક શક્તિનો ઉપયોગ, પેલી તમામ હકુમતો સામે બળવાખોર બનીને આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની શરૂઆત કરવામાં આવે તે દિવસથી માનવજાતનો ઇતિહાસ શરૂ થાય છે. માનવજાતનો ઇતિહાસ માનવોના આજ્ઞાંકિત ટોળાથી બનતો નથી. ઇશ્વરી અને તેના તમામ ધાર્મીક સામાજીક, રાજકીય અને આર્થીક એજંટોના ઉપદેશ સામે તર્કવિવેકબુધ્ધિનો ઉપયોગ કરીને 'ના'( To say no- not to say yes)  કહેવાની હિંમત સાથે શરૂ થાય છે. તમામ સત્તાઓના ઉલ્લંઘનમાં સત્તાધીશોના હિતોના સંરક્ષણ માટે તે પાપ છે, સત્તા સામે બળવો છે. પણ માનવી માટે તે તેના સ્વભાવ પ્રમાણે ફક્ત આજ્ઞાના ઉલ્લંઘનથી વિશેષ કાંઇ નથી. જે તેની જીજીવિષા ટકાવી રાખવાની જૈવીક અનિવાર્ય જરૂરીયાત છે.તેમાં તો માનવ સદ્રવિવેકબુધ્ધિનો ઉપયોગ આમેજ છે.

(10) કોઇપણ પ્રકારની હકુમતની(Power) વિવેકબુધ્ધિ ને શરણે થઇને જીવવું એટલે તેમના ભય નીચે જીવવું! તેમની સત્તાના આદેશ નીચે, તે નક્કી કરે તે સારુ અને ખોટુ તે પ્રમાણે માનવ તરીકે જીંદગી એક ગુલામ તરીકે પસાર કરવી! આવી સત્તાના આદેશ નીચે જીવનારા પોતાની નીજી માનસિકતાને પેલી સત્તાની માનસીકતાને અનુકુળ હોય તે પ્રમાણે ગોઠવી દઇને સ્વપીડનનો આનંદ ભોગવે છે.

 (11) માનવવાદી સદ્વવિવેકબુધ્ધિના ઉપયોગમાં માનવીય અસ્ત્તીત્વને ટકાવી રાખવાના અને તેને વિકસાવવા માટેના સંઘર્ષમાં સ્વઅવાજનો રણકો હોય છે. તેમાં પ્રતિબધ્ધતા હોય છે. સર્વસ્વ ન્યોચ્છાવર કરવાની ખુમારી નિર્હિત હોય છે.

(12) માનવજાતના બળવાખોર શહીદોનો ઇતીહાસ ગવાહી પુરે છે કે ભલે તે ધાર્મીક, સામાજીક, વૈજ્ઞાનીક સત્યો કે રાજ્ય સત્તા સામને બળવો હોય! તે બધાએ પોતાની સદવિવેકબુધ્ધીના નિર્ણય પ્રમાણે વર્તન કર્યા હતા. તે બધાએ સત્તાધીશો સામે પોતાના શાણપણના આધારે કરેલા નિર્ણયને પસંદગી આપી હતી. તે ખરેખર તો સમગ્ર માનવજાતનો અવાજ હતો!.

 (13) પશ્ચીમી સંસ્કૃતિ અને ધર્મનિરપેક્ષ નૈતીકતા (Secular Morality) માનવીય સદ્રવિવેકબુધ્ધિનું પરિણામ છે. સદર પ્રજાએ કુદરતી નિયમો સમજીને(( Laws of Nature) તેની સાથે જ્ઞાન આધારિત સંવાદિતા કેળવી લીધી છે.જ્યારે પુર્વની ધર્મ આધારિત વિચારસરણીના ટેકાવાળી તમામ સત્તાઓને શરણે સ્થાનિક પ્રજાઓએ બિનશરતી શરણાગતી સ્વીકારી લીધેલી છે. માનવજાતનો એક સમુહથી વધારે કાંઇ નથી. દરેક સૈકામાં તેવા માનવ ટોળાને હાંકનારા મળી જાય છે. તેમાં પેલા ભરવાડ અને તેના વફાદાર ટોળાને બંનેને બલ્લે બલ્લે હોય છે.

(14) સ્વતંત્રતા એક મુલ્ય તરીકે માનવીને સત્તાધીશો માટેની ફરજનું પ્યાદુ બનવાનું ક્યારેય શીખવાડતું નથી. તે બધાના સંગઠિત અને સામુહિક હિતો માટે બલીદાન, ત્યાગ અને સ્વપીડન કરવાનું પણ શીખવાડતું નથી. તમામ સામુહિક સર્જનો માનવ બુધ્ધીની નિપજ છે. તે બધાનો ઉપયોગ માનવ ઉત્થાન અને કલ્યાણ કરવા માટે છે. તેથી તેના સર્જકને તેની જરૂરીયાત પ્રમાણે ફેરફાર કરવાનો, તેમાં પરિવર્તન કરવાનો કુદરતી પાયાનો વ્યક્તિગત અધિકાર છે(Inalienable individual right).

(15) તર્કવિવેકબુધ્ધિ આધારીત સત્તા (Rational Authority) તેના વિધ્યાર્થીઓ, સાથીદારો, સભ્યો અને તેની નીચે કામ કરનારઓને જ્ઞાન– વિજ્ઞાન આધારીત માનવી માટે સારુ શું ખોટું શું તે નક્કી કરવાની પધ્ધતિ શીખવાડે છે. તે બધાની શક્તિઓને પોષે છે, વિકસાવે છે, તેમના જીવનમાં સુખ,શાંતિ અને સમૃધ્ધી લાવવામાં મદદરૂપ બને છે. શોષણ, ભય કે સત્તાને બદલે બંધુત્વ અને માનવીય ગૌરવ જેવા ગુણોને વિકસાવે છે. આમ સ્વતંત્રતા એક જૈવીક ઉત્ક્રાંતીમાંથી ઉદ્રભવેલું માનવીય મુલ્ય છે.તેના સંરક્ષણ માટે નાગરીકોમાં અહર્નીષ જાગૃતતા હોવી અનિવાર્ય છે.(The price of freedom is eternal vigilance- Jawaharlal Nehru.)

 ભાગ–૨– શ્રધ્ધા અને તર્કવિવેકબુધ્ધિ(  Faith & Reason).

 

 

 

 

 

 

 

 

 

 

 

     

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

--