Tuesday, September 12, 2023

ચલો! ગૌતમ અદાણીના ઔધ્યોગીક સામ્રાજ્યમાં એક ડોકિયું(ચૂપકીથી જોઇએ) કરીએ. ભાગ–૧.

 
Shared with Public
Public
ચલો! ગૌતમ અદાણીના ઔધ્યોગીક સામ્રાજ્યમાં એક ડોકિયું(ચૂપકીથી જોઇએ) કરીએ. ભાગ–૧.
(जब तक मोदीजी रहेगें तब तक अदानी रहेंगा।)–રાજીવ રંજન–Investigating Journalist.
(1) ગુગલ–વિકી પિડિયાની માહિતી મુજબ ગૌતમભાઇએ અમદાવાદની આંબાવાડીમાં આવેલી સી.એન, વિધ્યાલયમાં મેટ્રીક સુધીનો અભ્યાસ કરેલો છે.અમદાવાદની કોઇ કોલેજમાં બી.કોમ.અભ્યાસ શરૂ કરેલ પણ અધવચ્ચેજ અભ્યાસને 'બાય બાય' કરી ' ડીગ્રી સર્ટીફીકેટ' લેવાની રાહ જોઇ નહી(!).એ ભૂલ હતી કે આશીર્વાદ એ નક્કી કોણ કરી શકે?
(2) હિરા–ઉધ્યોગના ઉત્પાદનને બદલે નિકાસ ( લીયા– દિયા)માં ઝંપલાવ્યું. ફ્કત મેટ્રીક પાસ થયેલા યુવાનને બરાબર સમજણ પડી ગઇ કે પૈસાદાર થવા માટે 'લીયા–દીયા' દલાલીનો બીઝનેસ ઉધ્યોગોના ઉત્પાદન કરતાં આગળ પડશે! ૧૯૮૮માં અદાણી એક્ષપોર્ટ લી. એક હીરા દલાલી કુંપનીની સ્થાપના કરી.તેમાંથી અદાણી એન્ટરપ્રાઇઝ લી, હોલ્ડીંગ કું અને હવે ગૌતમભાઇ 'અદાણી ગ્રુપ' ઔધ્યોગીક સામ્રાજ્યના ચેરમેન બની ગયા.
(3) મહારાષ્ટ્રના તિરોડા થર્મલપાવર સ્ટેશન અને રાજસ્થાનના કવાઇ થર્મલ પાવર સ્ટેશન બંનેની સ્થાપનામાં પેલી દલાલ તરીકેની 'લીયા દીયા'કાબેલીયત ગૌતમભાઇને કામમાં લાગી ગઇ. કેવી રીતે? વીજળી ઉત્પાદન કરવાની લાખો ડોલર્સની મશીનરી ચીન,દક્ષિણ કોરીઆ ખરીદી. આ બંને સ્થળોએ નિયમ મુજબ આયાત કરવાની(એક રૂપિયો આયાત ડયુટી કાયદેસર રીતે ભરવાની નહી– વિજળી ઉત્પાદન મશીનરી ભારત સરકારે આયાત મુક્તિના લીસ્ટમાં મુકી છે.) પણ તે આયાતી મશીનરીનું બીલ સીધું દેશમાં આવવાને બદલે' ઇન વોઇસ' પોતાની જ આ હેતુ માટે ઉભી કરેલી ડમી ' દુબઇ'ની કુપનીમાં જાય અને તે દુબઇની કુંપની નવી 'ઇનવોઇસ'માં એકના ડબલ લખીને અદાણી પાવરને ઇંડીયામાં મોકલી દે. તે પ્રમાણે ડોલરમાં નાણાં ચુકવે!
(4)દા.ત.ચીન– દક્ષિણ કોરીયાથી સાહેબે!વીજ– ઉત્પન્ન કરવાનું મશીન 100$ અમેરીકન ડોલરમાં ખરીદયું અને પેલી કુંપનીઓએ તે મશીન ભારતમાં મોકલ્યું પણ તે 'ઇનવોઇસ' દુબઇની કુંપની ને મોકલે છે.કારણ કે તાઇવાનની કુંપનીને મશીન ખરીદવાનો ઓડર તો દુબઇની કુંપનીએ આપેલો. સાહેબની દુબઇ સ્થિત ડમી કુંપની એ દેશની 'અદાણી પાવર' કુંપનીને તે મશીનની 'ઇનવોઇસ' 220$ અમેરીકન ડોલરની બનાવી મોકલી દીધી. અદાણી પાવરના ચેરમેન સાહેબે 220$ ડોલર્સ દુબઇની પોતાની જ ડમી કુંપનીને ટ્રાન્સફર કરી દીધા. આયાત ડયુટી ભર્યા સિવાય સાહેબે કેટલા ડોલર્સ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વીજ પાવરની મશીનરી ખરીદવા મોકલી દીધા હશે?આશરે દસ કરોડરૂપીયા(Approximately 1.20 million$) દુબાઇ(યુએઇ)મોકલી દીધા. દુબઇની કુંપનીએ તે નાણાં મોરીશીયસ બીજી ડમી કુપનીમાં મોકલી દીધા. સાહેબે આવા ચાર નાના દરિયાઇ ટાપુવાળા દેશો શોધી કાઢયા છે જે વીશ્વના આવી કાબેલીયત ધરાવતા ઉધ્યોગપતીઓ માટે "Tax heaven" તરીકે ઓળખાય છે. સાહેબના મોટાભાઇ વિનોદ અદાણીએ આવા એક ટાપુ પર– દેશની સિટીઝનશીપ' મેરા દેશ મહાન'ની સિટીઝનશીપને 'બાય બાય' કરી ને ૨૦૧૭માં લીધી છે. કેમ? વિગતે હવે પછી.
(૫)સને ૨૦૧૦થી ૨૦૧૪ સુધીમાં બંને રાજ્યોમાં વિજ –ઉત્પાદન કરવા જે પરદેશથી મશીનરી આયાત કરી તેની 'ઇનવોઇસ'ની ભારત સરકારના ડીરેક્ટર ઓફ રેવન્યુ ઇનવેસ્ટીગેશન(ડીઆઇઆર)ને'ઓરીજનલ સીડી' ઉપરાંત અન્ય વિગતો પ્રાપ્ત થઇ. બંને પ્રોજેક્ટની કુલ ફીક્ષ કેપીટલ જેના પર દરેક લાખો ગ્રાહકો પાસેથી કાયમી દર લેવામાં આવે છે તે ફીક્ષ કેપીટલ ચાર કે પાંચ કરોડમાંથી દસ કરોડ ઉપર બતાવાઇ હતી. તે બધું પેલી સીડીના અભ્યાસ પરથી ડીઆઇ આરને જાણ થઇ. એક 'ઇનવોઇસ' ડબલ બતાવવી અને તેને આધારે ફિક્ષ કોસ્ટ ડબલ બતાવી કેવી રીતે સરકાર, વીજ ગ્રાહકો વિ(Tariff calculated according to end users consumers)પાસેથી નાણાંકીય નગ્ન લુંટ કેવી રીતે લેવાય છે તેના કાયદેસરના પુરાવા મલ્યા.(DRI found out Dubai's company is a dummy company of G Adani-Its a paper company- created for havala business (to create Inflated invoices & collect money in US Dollars term-China & Korea sends equipment to India directly but send invoices to Dubai's company-)
(6) સને ૨૦૧૪માં લોકસભાની ચુંટણી થઇ. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારે દેશમાં ચુંટણી પ્રવાસો કોના વિમાનો અને હેલીકોપ્ટરોમાં કર્યો હતા તેની કોને ખબર નથી? તે સમયે રાજકીય પક્ષોને ચુંટણી ખર્ચ માટે જુની સંસદે ' ચુંટણી બોન્ડ'નો કાયદો પસાર કરી સદર ખર્ચ કરવાની સગવડ ઉભી ન કરી હતી તે માહિતી છે.
(7) ડીઆરઆઇના વડા કે.વી સીંગ સાહેબે ૧૪મી મે ૨૦૧૪ ના રોજ અદાણી ગ્રુપની કુંપનીઓને તથા વિનોદ અદાણી, તાઇવાનના ચીંગ ચેન્ગ અને યુએઆઇના નાસીર અલીને વિગતે ચાર્જસીટ મોકલી આપ્યું. બીજે દિવસે લોકસભાની ૧૫મી મેના દિવસે નરેન્દ્રભાઇ મોદીના નેજા હેઠળ ભારતીય જનતા પાર્ટી બહુમતી પક્ષ ચુંટણી જીતી તે જાહેર થયું.અને ૨૬મી મે ના દિવસે મોદીજીએ દેશના વડાપ્રધાન તરીકે બંધારણીય વફાદારી જાહેર કરીને શપથ લીધા. થોડા સમય પછી ડીઆરઆઇ શ્રી કે. વી. સીંગ સાહેબે જાહેર કરી દીધું કે અદાણી સામ્રાજ્યમાં કોઇપણ પ્રકારની ગેરરીતીઓ થઇ જ નથી. વધુ માહિતી ભાગ–૨માં.

--