Tuesday, January 28, 2025

કોણ કહે છે મારુ ( ડોનાલ્ડ ટ્રમ્પ ) અને ભારતના વડાપ્રધાન મોડી( Mr. Modi)નું ડીએનએ (DNA) જુદું છે?

કોણ કહે છે મારુ ( ડોનાલ્ડ ટ્રમ્પ ) અને ભારતના વડાપ્રધાન મોડી( Mr. Modi)નું ડીએનએ (DNA) જુદું છે?

(૧) અમે બંનેએ ચુંટણી જીતવા જે તે દેશમાં મતદારોનું ધર્મ,રાષ્ટ્રવાદ અને બહુમતી પ્રજા (યુએસએમાં ગોરી પ્રજા અને મતદારો) અને ભારતમાં મિસ્ટર મોડીએ બહુમતી પ્રજા ( એટલે હિંદુ બહુમતીપ્રજા અને મતદારોનું)ધ્રુવીકરણ કરીને (મોટાપાયે ઈમોશનલ બ્લેકમેલીગ) બહુમતી મતદારોનો ટેકો લઈને ચુંટણી જીતી છે.

(૨) અમને બંનેને દેશના મુડીપતિઓએ ભરપેટ ડાબા-જમણી બધાજ પ્રકારના નાણાં અને તમામ સાધન સંપત્તિ ચુંટણી જીતવા અમારા ચરણોમાં "લાલ કારપેટ કે જાજમ પાથરી ધરી દિધી હતી. દા.ત મારે ત્યા ઇલોન માસ્ક અને મિસ્ટર મોડીને ત્યાં ગૌતમ અદાણી અને અંબાણી અને બીજા બધા ઇલકોકત્રલ બોનડ્સવાળા તમામ. .  

(૩) ડોનાલ્ડ ટ્રમ્પ એટલે રિપબ્લિકન પાર્ટી અને હું એટલે જ અમેરિકા." મોદી એટલે બીજેપી અને મોદી ઇઝ ઈન્ડીયા. ઈન્ડિયા ઇઝ મોદી.ટ્રમ્પ ઉવાચ: હું ઇશ્વરી પ્રતિનિધિ છું ( the man of God). મને અમેરિકાનું કલ્યાણ (?)કરવા જિસસે મોકલ્યો છે! મોદી ઉવાચ-" હું બા (હીરા બા) ના પેટે જન્મેલો બાઓલૉજીકલ પુત્ર  કે માનવી નથી.હું તો હિંદુ રાજ્યનું સર્જન કરવા ઈશ્વરે મોકલેલો સંદેશવાહક છું.

(4) ટ્રમ્પ ઉવાચ: મિસ્ટર મોડી એ કર્યું તેમ મારે પણ રાજ્યસત્તા ચલાવવા અને તેના પર મારો અંગત કાબૂ સ્થાપિત કરવા દરેક સરકારી અને બિનસરકારી તંત્રો પર મારા વફાદાર ટેકેદારોની નિમણુંક સત્વરે કરી દેવી છે! ભલે મારે ત્યાં તારા જેવું આર એસ એસ ન હોય!

(૫) મિસ્ટર મોડીની માફક મારે મારી વિદેશ નીતી ક્રાંતિકારી બનાવવી પડશે. મોદીએ તેના તમામ પડોશી દેશો સાથે એકદમ દુશ્મનાવટ પેદા કરી છે. મોદીએ તેનો એક પણ પડોશી દેશ જેવાકે શ્રીલંકા, મયનમાર (બર્મા),બંગલાદેશ, ભૂતાન,નેપાલ સિક્કિમ,તિબેટ અને પાકિસ્તાન,ને મિત્ર કહેવાય તેવા સંબંધો રાખ્યા નથી.મારે કેનેડા,મેક્સીકો,અને દક્ષિણ અમેરીકન તમામ દેશો સાથે મિસ્ટર મોડી જેવું  જ કરવું છે.મારા દેશની અંદર મારા નાગરીકોને મે અવ્વલ સમજાવી દીધું છે કે " આપણા સૌ ના દુશ્મનો તમામ લઘુમતીઓ છે જેને ભૂતકાળના રાષ્ટ્ર પ્રમુખોએ બોલાવીને તગડા કરેલ છે."

(૬) મિસ્ટર મોડી, તને હું મારા મનની આખરી વાત પણ કહી દઉ. ધ્યાનથી સાંભળી લે જે.  હું મારા દેશને "અમેરિકા ફર્સ્ટ " બનાવીને પછી હું "વિશ્વ ગુરુ" પણ હું જ બનીશ. મારી પાસે આધિકૃત માહિતી છે કે મારા દેશમાં પ્રતિ દિવસે ૨૪ x ૭ x ૩૬૫ જે દસ્તાવેજી પુરાવા વિના ગેરકાયદેસર આવનાર ૧૦ ભારતીયો હોય છે તેમાં પણ ૪ તો ગુજરાતીઓ હોય છે.સદર કુલ સંખ્યા આશરે ૭ લાખ છે. તારા જ વડાપ્રધાન પદ પ્રાપ્ત કર્યા પછી  " શું તારા  દેશને પેલી ટ્રિલિયન ઈકોનોમી બનાવવાનો એક માત્ર પ્રોજેક્ટ હતો. તે પણ ગેરકાયદેસર ભારતીયોની ડોલરની હેરફેરીમાંથી મદદથી   ? સાવધાન થઇ જ જે. તારા તે દિવસો પૂરા થઇ ગયા .  દિલ્હીના ઇન્ટર નેશનલ  હવાઈ મથકે ઉતરનાર ગેરકાયદેસર તમારા દેશીઓની પહેચાનમાં "હાથમાં બેડીઓ અને પગમાં સાંકળો  હશે!" દક્ષીણ  અમેરીકાના કોલંબિયા દેશના અવૈધ નાગરીકોને ઉપર મુજબના ખાસ ગૌરવ સાથે " માદરે વતન માં રવાના કરી દીધા છે. તે બધાના ફોટા સ્થાનિક દૈનિકોમાં જોયા હશે.

મિસ્ટર મોડી ! બેસ્ટ ઓફ લક " !                    

 

 

  

 

 

  



--

Sunday, January 26, 2025

ગઈ કાલના મારા લેખમાં નવી મળેલ માહિતીની આધારે સુધારો.





ગઈ કાલના મારા લેખમાં નવી મળેલ માહિતીની આધારે સુધારો.
(Rejoinder)
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સોંગદ લીધાની સાથે પ્રથમ કામ કર્યું હોય તો તે હતું.
" એચ-૧-બી વિઝાપર આવેલા મા-બાપથી જન્મેલા બાળકને અમેરિકામાં જન્મને આધારે બંધારણીય અધિકાર કાયદેસરના નાગરીક તરીકે પ્રાપ્ત થાય છે તેને નાબૂદ કરવો." આવા વહીવટી હુકમ પર સહી ટ્રમ્પ સાહેબે કરી દિધી છે. કારણકે સત્તા ભૂખ્યા રાજકારણી તરીકે ચુંટણી દરમ્યાન સત્તા મેળવવા જે મતદારોને બુદ્ધિહિન જે "લોલીપપ " આપવી પડે તે આપવી.
આ ૧૪ મો બંધારણીય સુધારો સને ૯ મી જુલાઇ ૧૮૬૮ લાવવાની ફરજ દેશમાં ચુટાયેલા પ્રતિનિધિઓને પડી હતી.૧૮૬૦માં જે રાષ્ટ્રપ્રમુખ અબ્રેહામ લિંકન "સિવિલવોર " જીતીને ગુલામી નાબૂદ કરી હતી. તે બધાને નાગરિકના તમામ હક્કો સાથે અમેરિકન નાગરીક બનાવવાના હતા. ૧૪મો ક્રાંતિકારી સુધારો શબ્દશઃ આ પ્રમાણે ગુજરાતીમાં છે.
" યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા અથવા નેચરલાઈઝ થયેલા અને તેના અધિકારક્ષેત્રને આધીન, બધા વ્યક્તિઓ યુનાઇટેડ સ્ટેટ્સ અને તે રાજ્યના નાગરિકો છે જ્યાં તેઓ રહે છે. કોઈપણ રાજ્ય એવો કોઈ કાયદો બનાવશે નહીં કે લાગુ કરશે નહીં જે યુનાઇટેડ સ્ટેટ્સના નાગરિકોના વિશેષાધિકારો અથવા રોગપ્રતિકારક શક્તિઓને ઘટાડશે; કે કોઈ પણ રાજ્ય કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના કોઈપણ વ્યક્તિને જીવન, સ્વતંત્રતા અથવા મિલકતથી વંચિત રાખશે નહીં; કે તેના અધિકારક્ષેત્રમાં કોઈપણ વ્યક્તિને કાયદાના સમાન રક્ષણનો ઇનકાર કરશે નહીં."
ટ્રમ્પે સદર વહીવટી હુકમ પર સહી કર્યા પછી જે કાગળ પર શાહી પણ સુકાઈ ન હતી તે પહેલાં દેશના બાવન રાજયોમાંથી બાવીસ રાજ્યોમાં સદર વહીવટી હુકમને પડકારવા માટે પિટિશન દાખલ કરવામાં આવી અને અમેરિકન ફેડરલ કોર્ટે ( દેશની સર્વોચ્ચ અદાલતે ) તેના અમલ પર મનાઈ હુકમ લાદી દીધો છે. અમેરિકા એ ફકત ગોરા લોકોનો દેશ ક્યારેય હતો નહિ અને બની શકશે નહિ. આપણો દેશ વસાહતીઓને હતો, છે અને રહશે. આ અંગે ભૂતપૂર્વ અમેરીકન પ્રમુખ બરાક ઓબામાના આ અતિપ્રસિદ્ધ જગજાહેર વાક્યના અર્થને સમજીએ." My Dear Fellow Americans," " WE ARE AND ALWAYS WILL BE A NATION OF IMMIGRANTS".Barack Obama.
--