ગઈ કાલના મારા લેખમાં નવી મળેલ માહિતીની આધારે સુધારો.
(Rejoinder)
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સોંગદ લીધાની સાથે પ્રથમ કામ કર્યું હોય તો તે હતું.
" એચ-૧-બી વિઝાપર આવેલા મા-બાપથી જન્મેલા બાળકને અમેરિકામાં જન્મને આધારે બંધારણીય અધિકાર કાયદેસરના નાગરીક તરીકે પ્રાપ્ત થાય છે તેને નાબૂદ કરવો." આવા વહીવટી હુકમ પર સહી ટ્રમ્પ સાહેબે કરી દિધી છે. કારણકે સત્તા ભૂખ્યા રાજકારણી તરીકે ચુંટણી દરમ્યાન સત્તા મેળવવા જે મતદારોને બુદ્ધિહિન જે "લોલીપપ " આપવી પડે તે આપવી.
આ ૧૪ મો બંધારણીય સુધારો સને ૯ મી જુલાઇ ૧૮૬૮ લાવવાની ફરજ દેશમાં ચુટાયેલા પ્રતિનિધિઓને પડી હતી.૧૮૬૦માં જે રાષ્ટ્રપ્રમુખ અબ્રેહામ લિંકન "સિવિલવોર " જીતીને ગુલામી નાબૂદ કરી હતી. તે બધાને નાગરિકના તમામ હક્કો સાથે અમેરિકન નાગરીક બનાવવાના હતા. ૧૪મો ક્રાંતિકારી સુધારો શબ્દશઃ આ પ્રમાણે ગુજરાતીમાં છે.
" યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા અથવા નેચરલાઈઝ થયેલા અને તેના અધિકારક્ષેત્રને આધીન, બધા વ્યક્તિઓ યુનાઇટેડ સ્ટેટ્સ અને તે રાજ્યના નાગરિકો છે જ્યાં તેઓ રહે છે. કોઈપણ રાજ્ય એવો કોઈ કાયદો બનાવશે નહીં કે લાગુ કરશે નહીં જે યુનાઇટેડ સ્ટેટ્સના નાગરિકોના વિશેષાધિકારો અથવા રોગપ્રતિકારક શક્તિઓને ઘટાડશે; કે કોઈ પણ રાજ્ય કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના કોઈપણ વ્યક્તિને જીવન, સ્વતંત્રતા અથવા મિલકતથી વંચિત રાખશે નહીં; કે તેના અધિકારક્ષેત્રમાં કોઈપણ વ્યક્તિને કાયદાના સમાન રક્ષણનો ઇનકાર કરશે નહીં."
ટ્રમ્પે સદર વહીવટી હુકમ પર સહી કર્યા પછી જે કાગળ પર શાહી પણ સુકાઈ ન હતી તે પહેલાં દેશના બાવન રાજયોમાંથી બાવીસ રાજ્યોમાં સદર વહીવટી હુકમને પડકારવા માટે પિટિશન દાખલ કરવામાં આવી અને અમેરિકન ફેડરલ કોર્ટે ( દેશની સર્વોચ્ચ અદાલતે ) તેના અમલ પર મનાઈ હુકમ લાદી દીધો છે. અમેરિકા એ ફકત ગોરા લોકોનો દેશ ક્યારેય હતો નહિ અને બની શકશે નહિ. આપણો દેશ વસાહતીઓને હતો, છે અને રહશે. આ અંગે ભૂતપૂર્વ અમેરીકન પ્રમુખ બરાક ઓબામાના આ અતિપ્રસિદ્ધ જગજાહેર વાક્યના અર્થને સમજીએ." My Dear Fellow Americans," " WE ARE AND ALWAYS WILL BE A NATION OF IMMIGRANTS".Barack Obama.