" અમેરીકન સમાજના સીનીયર નાગરીકો ( સ્રી–પુરુષ)ની વ્યક્તિગત સમસ્યાઓ અને તેના ઉકેલોની મથામણો "
આ દેશના સીનીયર નાગરિકો એટલે ૬૦–૭૦–૮૦ વર્ષના સ્રી–પુરુષો જેઓ અપરણિતછે, ડીવોર્સી છે અથવા બેમાંથી એકના પાર્ટનર કુદરતી રીતે ગુજરી ગયા છે. તે બધા જ સ્વતંત્ર અને પોતાના બાળકોથી પણ અલગ રહીને જીવન જીવે છે. આ ત્રણેય વર્ગના પુરુષોને સ્રીની અને સ્રીને પુરુષના સથવારાની ( Companionship)ની જરુર છે. સાથે સાથે આ બધાની સ્પષ્ટ પરિપ્કવ સમજ છે કે 'અમારે રીમેરેજ કરવાના નથી.' પોતાની નાણાંકીય,અન્ય મિલકતો કે અન્ય સ્થાવર જંગમ મિલકતો ની જે માલિકીપણુ છે તેમાં કોઇ ફેરફાર કરવાનો નથી. ડેટીંગનો સમયગાળો પણ નિરાંતથી લેશમાત્ર ઉતાવળ વિના ક્રમશ; ચાલુ રાખીશુ.
અમેરીકામાં વ્યક્તિગત કુટુંબપ્રથાછે.ભારતીય સમાજ જેવી સંયુક્તકુટુંબ પ્રથા નથી. કુટુંબમાંથી બાળકો ૧૮ વષો પછી પોતાનો માળો (Nest) શૈક્ષણિક સિધ્ધીઓ સાથે બનાવવા માટે, લગ્ન પહેલાં લીવ–ઇન–રીલેશશીપમાં જીવન જીવવાનું લગભગ શરુ કરી દે છે. તેથી અમેરીકામાં, લગ્નથી જોડાણ એક ઔપચારીક કાયદેસરની અનિવાર્ય જરુરીયાતથી વધારે લેશ માત્ર કાંઇ નથી. લગ્નના બીજા દિવસથી લીવ ઇન માં જે એપાર્ટમેંન્ટમાં વર્ષોથી જીવન પસાર કરતા હતાં ત્યાંજ પલંગપર બેસીને લગ્નમાં આવેલી ગીફ્ટસને જુએ છે. મા–બાપની શુભેચ્છાઓ રીસેપ્શન પુર્ણ થવાની સાથે પુરી થઇ જાય છે. પેલી લીવ–ઇન વાળા પાસે તો નથી ગ્રોસરી, કે નથી કીચનમાં સાણસી. મા–બાપ માટે તો રહેવું હોય તો મોટેલ અને જમવું હોત તો મેક્ષીકન પિત્સા, ચિપોટલી કે બર્ગર અને વેજી સેન્ડવીચ ની વ્યવસ્થા તે પણ મોટેલમાં 'હોમ ડીલીવરી' થી મોકલાવી આપે!
હવે! ફરી પાછી આપણા સીનીયરર્સની વાતો કરવા ગાડીને પાટે ચઢાવીએ. આધુનિક અમેરીકન સમાજ અને સરકાર બંને ને ચિંતા છે કે અમારા સીનીયર્સને લંબાતી આયુષ્ય અને તંદુરસ્ત જીવનને તે બધાની ઇચ્છા મુજબ હેતુસભર ભર્યું ભર્યું જીવન જીવવા કેવી રીતે મદદરુપ થવું!
અંગ્રેજી સાહિત્યમાં બે અગત્યના શબ્દો છે. એક Solitude અને બીજો શબ્દ છે, Loneliness. પહેલામાં એકલતા સ્વપસંદ હેતુ માટે હોય છે. જે તમામ બૌધ્ધીકો અને તજજ્ઞો વિ.ના જિવનનો એક સહજ ભાગ બની ગયો હોય છે. જ્યારે બીજામાં માનસિક અને વાસ્તવિક એકલતા ગુંગળાવનારી, માનસિક રોગિષ્ટ અને બોજારુપ હોય છે. પેલા અમેરીકન અપરણિત, ડીવોર્સી કે વિધુર કે વિધવા બીજી એકલવાયી વાસ્તવિકતાના અસહ્ય સમયમાંથી પળપળ પસાર થઇ રહ્યા છે. સમાજ અને પોતાનાજ કુટુંબના સભ્યો દિકરા દિકરી અને પૌત્રો અને પૌત્રીઓ " નૈતીક પોલીસીંગ" હુકમત અને નિયંત્રણોના ઠેકેદારો બની ગયા છે. આ વડીલોને સ્વતંત્રતા અને શાંતિથી તેમના પોતાના રહેઠાણોમાં પણ જીવવા દેતા નથી. સ્વપાર્જિત સાધનનોની મદદથી પણ જિવવાનું મુશ્કેલ બનાવી દે છે. જે સ્થિતિ ભારતમાં પણ વ્યસ્કોની છે. અમેરીકન સરકાર અને સમાજને આ બધા વયસ્ક નાગરીકો ભલે પહેલા પ્રકારની એકલતાને (Solitude) માણે અને આનંદથી રહે માટે તેવી સામાજીક વ્યવસ્થાની રચના કરવા કટીબધ્ધ છે.
સરકારે અને સમાજે સૌ પ્રથમ આ લોકો માટે " Dating APP" બનાવી દીધી. આજના લેખની ચર્ચાની સરળતા માટે ચર્ચાનું પાત્ર આપણે "લ્યુસી" કાલ્પનીક નામ રાખીએ છીએ. હવે આપણી "લ્યુસી" પેલી એપ પર ડેટીંગ માટે ફોર્મ ભરે છે. ફોર્મ ભરતાં ભરતાં તેના હ્રદયના ધબકારા વધી જાય છે. ઉંમર લખે છે ૬૨ વર્ષ, અપરણિત, ડિવોર્સિ અને વિધવા ના ખાનામાં લખે છે "ડિવોર્સી". હોબીમાં લખે છે–લવર ઓફ કોફી,(બ્લેક, એક્ષપ્રેસો, ચોકલેટ સુગંધવાળી,)બીજું મને આથમતો સુરજ જોવાનું ખુબજ ગમે છે! ત્રીજુ જીવન નવસેરથી આનંદ સાથે જીવવા મારો બીજો પ્રયત્ન છે. ( Second Chance).
બે ત્રણ દિવસોમાં લ્યુસીના મેઇલ બોક્ષમાં જવાબો આવવા માંડયા. કેટલાક બિલકુલ અયોગ્ય હતા.પણ બીજા મન પસંદ હતા. લ્યુસીને લાગ્યું કે જરુરિયાત પ્રમાણે સંબંધો ચાલુ કરવા માટેની કોઇ એક્ષપાયરી ડેટ હોતી નથી.( (Connection doesn't retire expired.)અમેરીકામાં લ્યુસી જેવા હજારો લોકો પ્રેમ અને તેના આધારીત ઇચ્છાની નવી વ્યાખ્યા બનાવવામાં ખુંપી ગયા છે.(Rewrite what love & desire look like. They are dating, laughing, flirting and building new kinds of intimacy based on honesty, patience & emotional depth.)
લ્યુસી પણ આખરે કોઇ રોબોટ તો નથી ને! મારી ઉંમર જોતાં મનમાં સતત વિચાર્યા કરું છું કે શું મારાથી આવું થાય? સમાજ લ્યુસીને પુછે છે કે, લ્યુસી તારા જાતીય આવેગો, આત્મીયતા વિ. શું ૬૨ વર્ષની ઉંમરે સુકાઇ ગયા નથી? શું જીંદગીમાં આવેગો આધારીત નિર્ણય કરવાની લ્યુસી, તારી જીંદગી તો ક્યારની પૂરી થઇ ગઇ નથી? Bingo Nights એ તો જુવાનીયાઓની રમત છે શું તેની તને ખબર નથી? ૬૦ પછીના દાયકમાં કોઇની સાથે માનસીક અને શારીરીક આત્મીયતા પેદા કરી શકાતી હશે! શું માનવી ફેકટરીમાંથી ઉત્પાદન થતું લાગણીવીહીન કોઇ ઔધ્યોગીક એકમ છે!
લ્યુસી ઉવાચ; તમારા ઉપર મુજબના વિચારો તો ક્યારના કાલગ્રસ્ત, (Outdated)અવ્યવહારુ અને ગેરસમજ ફેલાવનારા(Misleading) થઇ ગયા છે. ભલે મારું શરીર તમને વયસ્કોને કદાચ નબળુ લાગે પણ તે હજુ જીવંત છે. માનસીક રીતે વાયબ્રન્ટ છે.આધુનિક દવાઓ.શરીરમાં હૉર્મોન ફેરફાર આધારીત ટ્રીટમેન્ટ, પોતાની જાતીય અને અન્ય સમસ્યાઓના ઉકેલ માટે વિષય નિષ્ણાત ડૉકટર સાથે મુક્ત કે ખુલ્લી ચર્ચા તેના ઉપાયો છે. હવે સરળ તબીબી ઉપચારો અને ફીઝીયો થેરાપી જેવી ટ્રીટમેંટ બિલકુલ જોખમકારક નથી પણ આવકારદાયક છે. પોતાની જીવન પધ્ધતીમાં યોગ્ય કે વ્યાજબી ફેરફારો પણ મદદરુપ બને છે. સમસ્યાઓ કે પ્રશ્નો હશે તો જ ઉપાયો શોધાશે!
બીજી એક સામાજીક અને વ્યાપક ખોટી માન્યાતા છે કે ૬૦ વર્ષની પછીની ઉંમરના જીવનમાં સહજ ચમકારો (સ્પાર્ક) જ મુર્છા પામી ગયો છે. ખરેખરતો આ રીતે ડેટીંગ થી મળેલા જોડાઓ નિખાલસથી ખુલ્લી ચર્ચા કરે છે તે વધુ સારી કે બહેતર જીંદગી જીવી જાણે છે. તેમના સંબંધો વર્તમાનમાં સારુ જીવન જીવવા માટેના પ્રયત્નોમાં નિહિત છે. નહિ કે પોતાનું કૌશલ પ્રાપ્ત કરવામાં. સીનીયર સીટીઝન માટે પહેલાં જીવન લગભગ ચાર દિવાલોની અંદર સંકોચાઇ ગયેલું હતું. હવે તે બધા એક યુગલ બનીને ગ્રોસરી સ્ટોર્સ, કોફી ક્લબ, ગાર્ડન પાર્ક અને કાઉન્ટીના પુસ્તકાલયમાં આનંદમય અને ધબકતું જીવન માણતા દેખાય છે.તે બધા પોતાનું જીવન આત્મવિશ્વાસ સાથે પસાર કરતા દેખાય છે. તેમની વચ્ચેની આત્મીયતા વર્તમાનમાં સુખી થવાની છે. એકબીજાને સમજવાની છે, નવા સ્વરુપે એકબીજાને સમજીને આશા સાથે જીંદગી માણવાની છે.
લ્યુસીના ફેસ ઉપરની વૃધ્ધા અવસ્થાની ચાડી ખાતી કરચલીઓના સ્થાને નવા લોહીની ટિશળો ફુટતી દેખાય છે. એકબીજા પ્રત્યેના વિશ્વાસે (ટ્રસ્ટે) તેમના જીવનમાં હળવાશ અને નિરાંતનું સર્જન કરી દીધુ.તેમના જીવનના માર્ગદર્શકો સમજણ, પ્રમાણિકતા અને જીજ્ઞાસા વૃત્તિ બની ગયા.જાણે તે બંને એકબીજા માટે "એક દુજે કે લિએ" બની ગયા.લાગણી સભર આત્મીય વાસ્તવિકતાએ ભૌતીક આલીંગન કરતાં સર્વોચ્ચ સ્થાન લ્યુસીના કુટુંબમાં પ્રાપ્ત કરી લીધું. ડેનીયલ સાથેના સંયુક્ત મૈત્રેઇ જીવન પછી લ્યુસી (68 Years)ના પાર્ટનરનું નામ ડેનીયલ( 72 years) છે જે Jazz Musician છે.
National Poll on Health Aging 2024 USAના રીપોર્ટ પ્રમાણે આ બધા સીનીયર સીટિઝન્સ લોકો સેક્સને સર્વોચ્ચ સ્થાન આપતા નહોતા. પરંતુ હાસ્ય, શારીરિક સ્પર્શ અને ભાવનાત્મક સલામતી, એકબીજાના હાથમાં હાથ મિલાઇને ચાલવું, કોઇ તેમને લાગણીસભર સાંભળે છે, તે બધાની પ્રાથમિકતાઓ હતી. (Seniors did not rank sex highest. But laughter,physical touch & emotional safety, holding hands, simply being heard were their priorities.)
લ્યૂસીની સ્વગતોક્તિ (Soliloquy) પોતાના પાર્ટનર સાથે બેડમાં વીશ્વાસ અને નિશ્ચિતતા સાથે માથુ મુકીને બિનદાસ નિંદર માણવાનું સુખ જ શ્રૈષ્ઠ સુખ છે. "ભાવનાત્મક નિકટતા શારીરિક નિકટતાનો પાયો બનાવે છે," લ્યુસીએ કહ્યું. 60 વર્ષ પછીનો પ્રેમ એ તમે જે ગુમાવ્યું છે તે પાછું મેળવવાનો નથી. તે હાલમાં જે વાસ્તવિક છે તેને વળગી રહેવાનો છે. ભાવનાત્મક અને શારીરિક નિકટતા એકબીજા સામે સ્પર્ધાત્મક શક્તિઓ નથી. તેઓ સંતુલનમાં ભાગીદાર છે. એક બીજાના પુરક છે.. લ્યુસીએ કહ્યું કે 60 વર્ષ પછીનો સંદેશા વ્યવહાર કદાચ સંપૂર્ણ ન પણ હોય પણ પ્રમાણિક તો અચુક હોય જ.
આજે વરિષ્ઠ લોકોમાં આ વલણ તાજગીભર્યું છે. ઘણા લોકો આત્મીયતા વર્કશોપ અને વરિષ્ઠ સંબંધોના રિટ્રીટમાં જોડાઈ રહ્યા છે. આ સંસ્થાઓ વરિષ્ઠ લોકોને આત્મવિશ્વાસ સાથે તેમની ઇચ્છાઓ અને સીમાઓ કેવી રીતે વ્યક્ત કરવી તે શીખવે છે. વરિષ્ઠ લોકો તેમના પછીના જીવનના સંબંધોમાં ભાવનાત્મક સલામતી પણ શીખે છે. ડેનીયલ અને લ્યુસીને સમજાયું કે આત્મીયતાનો અર્થ મુક્તપણે બોલવાની અને ધ્યાનથી સાંભળવાની ક્ષમતામાં નિહીત છે. 60 વર્ષ પછીના મગજને તમે નાના હતા તેના કરતા અલગ પ્રકારની ઉત્તેજનાની જરૂર હોય છે. લ્યુસીએ ભારપૂર્વક સમજાવ્યું કે મારી આત્મીયતા ધર્મનિરપેક્ષ અધાર્મિક વિધિઓમાં રૂપાંતરિત થઈ ગઈ છે. જેમ કે નાના સુસંગતતા જોડાણ પરંતુ સતત, હાથ પકડીને સવારની ચા શેર કરવી, સૂતા પહેલા પ્રશંસાની આપલે કરવી અથવા લિવિંગ રૂમમાં શુક્રવારે નૃત્ય શરૂ કરવું. તેઓ એકબીજાના મન અને શરીરને આરામ અને આનંદ સાથે નિકટતા લાવવાના સંકેતો આપે છે.
હવે સમગ્ર યુએસએમાં વરિષ્ઠ લોકો માટે એક ખાસ સંસ્કૃતિ( Special culture) બનાવવા માટે ઘણી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો તેમના વાર્ષિક મેળાવડામાં પ્રેમ, સેક્સ અને ભાવનાત્મક સુખાકારી વિશે મુક્તપણે ચર્ચા કરે છે. 65 વર્ષથી વધુ ઉંમરના 40% વરિષ્ઠ લોકો એક ક્રોનિક રોગ અસ્વાસ્થ્ય સ્થિતિથી પીડાય છે, તેમને 24x7 દવાની જરૂર પડે છે જે તેમની આત્મીયતાને અસર કરે છે. પરંતુ આત્મીયતા મરી જતી નથી પરંતુ તે શરીરમાં પોતાને અપનાવે છે.
લ્યુસીએ કહ્યું કે ડેનિયલ સાથેનો મારો નવો સંબંધ મારા ભૂતકાળના પતિ પ્રત્યેની બેવફા લેશમાત્ર નથી. પરંતુ તે મારા હૃદયની ફરીથી પ્રેમ કરવાની ક્ષમતાનું સન્માન કરે છે. વરિષ્ઠ સંબંધની આ નવી રીત હવે "સાથે અલગ રહેવા" માટે ઓળખાય છે અને જાણીતી છે. તે સહવાસ વિનાની સાથીદારી છે. આ મોડેલ વરિષ્ઠ વિધવાઓ અને છૂટાછેડા લીધેલા વરિષ્ઠ લોકોમાં સૌથી વધુ લોકપ્રિય બન્યું છે.
આધુનિક વરિષ્ઠ સંબંધો ગતિશીલ, ડિજિટલ અને ઊંડાણપૂર્વક માનવીય છે. તેઓએ વ્યાવસાયિક કાઉન્સિલરોની મદદથી જાતીય આત્મીયતાની સમસ્યાઓને પણ હલ શક્યા છે. તેમના સંબંધો જાળવવા અને વિકસાવવા માટે આ એક નવું સત્ય છે. લ્યુસી હવે ફરીથી પહેલા જેવી બની ગઇ છે, તેનું હાસ્ય સરળ બન્યું છે, તેનો આત્મવિશ્વાસ મજબૂત બન્યો, અને તેનું હૃદય ફરીથી ડેનીયલને આલિંગન કરવા ખુલી ગયું છે.
—--------------------------------------------------------The End—---