Monday, June 1, 2026

ભૂતકાળ ને ભજતા ગુલામો ક્યારેય ભવિષ્યના માલિક ન બની શકે!


ભૂતકાળ ને ભજતા ગુલામો ક્યારેય ભવિષ્યના માલિક ન બની શકે!

 કેમ? શા માટે? કેવી રીતે?

 આજે આપણે જેને વિશ્વના કોઈપણ ખૂણે મનુષ્ય તરીકે ઓળખીએ છીએ, તેનો જૈવિક ઉત્ક્રાંતિ નો ઇતિહાસ પ્રમાણે “ હોમો સેપિય્નસ” નામની જાતિ તરીકે વિકાસ ફક્ત ત્રણ લાખ વર્ષ જુનો છે. તેમાં ૨,૯૦,૦૦૦ વર્ષો શિકારી જીવનમાં જ પસાર થઇ ગયા છે. પૃથ્વી પર માનવ ઇતિહાસ કૃષિ સંસ્કૃતિ સાથે ફક્ત ૧૦,૦૦૦ વર્ષ જુનો છે.

 બીજુ, જૈવિક ઉત્ક્રાંતિ કારણે ડીએનએ ( આનુવંશિક લક્ષણો દર્શાવતું જૈવિક રાસાયણિક તત્વો)ની શોધે સાબિત કરી દીધું છે કે  પૃથ્વી પરના તમામ માનવી જૈવીક રીતે એક જ છે. એટલું જ નહી પણ આપણા ડીએનએ અને ચિમ્પાનઝી ડીએનએમાં ૯૮ ટકા સંપૂર્ણ એકરુપતા છે. ઉંદરના ડીએનએ સાથે એકરુપતા ૮૫ ટકા છે, સૌથી સસ્તા અને મબલખ મળતા પૌષ્ટિક ફળ કેળાના ડીએનએ સાથે ૫૦ ટકા જેટલી ડીએનએમાં સામ્યતા છે.

ડી એન એ ની શોધ ના વૈજ્ઞાનીક તારણો.

વિશ્વના તમામ માનવ સમાન છે. એક છે.અને તે તમામ ઇશ્વર સર્જીત નથી.દરેક સજીવ જીવોની માફક માનવી પણ જૈવિક ઉત્ક્રાંતિ નું પરિણામ છે. કૃષિ સંસ્કૃતિના દસહજાર વર્ષોમાં આજથી આશરે ૪૦૦૦ હજાર પહેલાં વેદવ્યાસે ચાર વેદોનું સર્જન કર્યુ. બાયબલની રચના આજથી ૨૦૨૬ વર્ષ જુની છે. અને ઇસ્લામના સ્થાપક મહંમદ સાહેબના અવસાન પછી બસો વર્ષ બાદ પ્રથમ કુરાનની પ્રત બહાર પડી. 

હવે આપણે ફક્ત આપણા દેશના જ પૌરાણિક ભુતકાળ ની વાત કરીએ! 

(૧) ચારેય વેદ અનુક્રમે રુગવેદ, સામવેદ,યર્જુવેદ અને અથર્વવેદનો પિરામિડ એ સત્ય પર ઉભો છે કે તમામ માનવીય સમસ્યાઓ ઊંચે આકાશમાં બેઠા ઇશ્વરી સીઇઓ (Universal -CEO) કે રોગ પ્રમાણે પૃથ્વી પરના એજન્ટો ( પરોપજીવીઓ) જે બુમો બુમો પાડીને બેસૂરા રાગડા તાણી તાણી ને જે મંત્ર  બોલે છે અને કપાળમાં રંગબેરંગી ટીલાં ટપકાં કરે છે તેનાથી ઉકેલી શકાય તેમ છે.

(૨)  ફક્ત દરેક જન્મે હિંદુ( ?)  ભગવદ ગીતામાં જણાવ્યા પ્રમાણે ‘  કર્મના સિદ્ધાંત પ્રમાણે “ પુર્વજન્મ, વર્તમાન જન્મ અને પુનર્જન્મ વિષચક્રમાંથી ફક્ત ‘ કૃષ્ણ કૃપા‘ કે સ્વાર્થ હોય તો તેમાંથી બહાર નીકળી શકે! જન્મ સાથે જ દરેક હિંદુ તેનું ભાગ્ય નક્કી કરીને ( ગયા જન્મના કર્મ નો હિસાબ પ્રમાણે) જન્મે છે.

(૩) દરેક હિંદુનું ભાગ્ય પુર્વનિર્ણિત હોવાથીઆશરે છેલ્લા પાંચ હજાર વર્ષથી હિંદુ સમાજમાં જેને સમુળી ક્રાંતિ કહીએ તેવો કોઇ ફેરફાર થતો નથી. બુદ્ધ,ચાર્વક, જ્યોતિબા ફુલે, વિ. ના કુદરતી નિયમબધ્ધતા ના કારણો સમજીને માનવીય દુ:ખો દુર કરી શકાય તેવી જ્ઞાન–વિજ્ઞાન આધારિત પ્રવૃત્તિઓ સમજપૂર્વક કસુવાડ કરી નાખવામાં આવી છે. અને હજુ ચાલુ છે.

(૪) સનાતનવાદીઓ, બ્રાહ્મણવાદીઓ, અને મનુસ્મૃતિવાદીઓની આધુનીક કોર્પરેટ કાર્ટેલ જેવી સદીઓની જુગલબંધીએ હિંદુ સમાજને અન્ય ધાર્મિક સમાજ ની માફક બૌધ્ધીક રીતે બંધીયાર બનાવી દીધો છે. હિંદુ માનસિકતાએ સદીઓથી ચાલી આવતી તેના સમાજ જીવનની તમામ સંસ્થાના એકહથ્થુ સત્તાવાદ કે અધિનાયકવાદ( Authoritarianism)ને બળવત્તર બનાવવાનું કામ કર્યું છે. હિંદુ ધર્મના તમામ ફિરકાઓ નું, (નામી–અનામી) સ્થાપિત હિત “ ભવ્ય ભુતકાળ” ની આરતી ઉતારવા સિવાય નું બીજું કશું નથી.

(૫) સદીઓથી દેશને માનસીક અને પછી તમામ ક્ષેત્રોમાં ગુલામ બનાવાનુ કામ સદર ધાર્મિક વૈચારિક માનસિકતાએ કરેલું છે.આ આપણો મૃત કે  મરી ચુકેલો ભૂતકાળ છે. આપણા સ્વજન આપણને ગમે તેટલા અનિવાર્ય અને પ્રેમાળ હોય પણ તેના મૃતશરીરને સંઘરી રાખીએ તો શું થાય? કહેવાતા ભવ્ય ભુતકાળના ઢગલામાંથી શોધી કાઢો કે આ દેખાતા ઘઉના ઢગલામાં કેટલા ઘઉ છે કેટલા ફોતરાં છે?

(૬) ૨૧મી સદીના ત્રીજા દસકાના મધ્યભાગમાં ચલો થોડું ચિંતન કરીએ.  વ્યક્તિ માટે કુટુંબ કે  કુટુંબ માટે વ્યક્તિ? તમામ સંસ્થાઓ વ્યક્તિ હિત કેન્દ્રી કે સત્તાના કેન્દ્રીકરણ માટે? ડીએનએ ના સંશોધીત તારણોની સામે હિંદુ વર્ણવ્યવસ્થા, તેના આધારિત સામાજિક ભેદભાવ, પૌરાણિક વારસાના ઢગલાના ફોતરાં છે કે ઘઉં? શું રાખશો અને શું ફેંકી દેશો? ક્યારે?

(૭) કૃષિ સમાજવ્યવસ્થાને ટકાવી રાખવા પેદાકરવામાં આવેલા સમાજ, નૈતિકતા,ધર્મોના ધંધા અને વ્યવહારમાંથી આપણી આજની અને ભવિષ્યની પેઢી કેવી બનાવીશું? આધુનિક સમાજ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને સતત વિકસાવવા  માનવ કેન્દ્રી અને તેનું સશક્તિકરણ કરતી અમાપ અને અનેક સંસ્થાઓમાં સતત નવસર્જન કરતી રહી છે. દેશી ગુરુકુળ માનસિકતા પેલી “વર્ક ફ્રોમ હોમ”ની નવી અર્થવ્યવસ્થા સામે ક્યાં ઉભી છે?

(૮) ભૂતકાળના કેદીઓ ક્યારેય ભવિષ્યના માલિક ન હોઈ શકે. ઉઠો! જાગો! પુનરુત્થાનની લકવાગ્રસ્ત ભાવનાને ફેંકી દો, જેથી તમે ભારતને મુક્ત, સમૃદ્ધ અને પ્રગતિશીલ લોકોની ભૂમિ માં પરિવર્તિત કરવા માટે નિર્ધારિત ચળવળના નેતા તરીકે દેખાઈ શકો.... એમ.એન. રોય 



--

--