Monday, May 23, 2022

શા માટે હું હિંદુ નથી? – ભાગ- ૨.

શા માટે હું હિંદુ નથી? – ભાગ- ૨.

મારી લેખમાળાના પ્રથમ ભાગમાં આપણે જોયું કે કઇ રીતે ચાર વેદો, મનુસ્મૃતિ અને તેના આધારીત વિકસેલી વર્ણવ્યવસ્થાએ હિંદુ સમાજવ્યવસ્થાનું સર્જન કરેલ છે. આ લેખમાં આપણે ભગવદ્ગગીતાના વિચારો કે તત્વજ્ઞાનનું સર્જન કઇ રીતે ચાર વેદો અને મનુસ્મૃતી આધારીત વર્ણવ્યવસ્થાના ટેકામાં ખુબજ ચતુરાઇપુર્વક કરવામાં આવ્યું છે. તેનો અભ્યાસ કરીશું.

     આ ઉપરાંત તેમાં લોકાયન અને બુધ્ધ ધર્મએ પેદા કરેલ વૈચારીક ક્રાંતિ " આ જગત મિથ્યા નથી, વાસ્તવિક છે, ભૌતીક છે, દુન્યવી છે, માનવીય પ્રયત્નોથી કુદરતી પરિબળોને સમજીને સુખ પ્રાપ્ત થઇ શકે છે, દરેક મનુષ્યનો આ એક જ અને આખરી જન્મ છે, કોઇનો પણ પુર્વજન્મ હતો નહી અને પુનર્જન્મ ક્યારેય ભવિષ્યમાં થવાનો નથી". તેની શંકરાચાર્યના તત્વજ્ઞાન ' જગતમિથ્યા – બ્રહ્મ સત્ય'ના આધારે પ્રતિક્રાંતી કરવામાં ભગવદ્ગ ગીતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે સમજવાનો ને સમજાવવાનો તાર્કીક રીતે આધુનિક જ્ઞાન આધારીત પ્રયત્ન કરવામાં આવ્યો છે.

સૌ પ્રથમ ગીતાના પહેલાં અધ્યાયમાં જ અર્જુન દ્રારા યુધ્ધ નહિ કરવા માટે જે દલીલ કરવામાં આવી છે તેનો પાછળનો તર્ક એટલો જ છે કે યુધ્ધમાં પુરૂષોનો સંહાર થવાથી આપણા કુળની સ્રીઓ પછી કુલભ્રષ્ટ

    થઇ જશે ને વર્ણશંકર પ્રજા પેદા કરશે. વર્ણશંકર પ્રજા એટલે ચારેય

    વર્ણોના સ્રી–પુરૂષોના આંતરજાતીય લગ્નોની પ્રજોપ્તિથી પેદા થયેલ પ્રજા. આ રીતે અર્જુનના મુખેથી સૌ પ્રથમ વર્ણવ્યવસ્થાને બચાવવા માટે યુધ્ધ નહી કરવાની દલીલ શરૂ કરવામાં આવી છે. પ્રથમ. અધ્યા. શ્લોક ૪૦થી૪૩.

હવે જુઓ કેવી રીતે ચતુરાઇપુર્વક ગીતાના સર્જકે કૃષ્ણના વ્યક્તીત્વ દ્રારા આ પુસ્તકના કુલ અઢાર અધ્યાયમાં વર્ણવ્યસ્થા આધારીત હિંદુસમાજ પ્રથાને ટકાવી રાખવા જે પ્રછન્ન તત્વજ્ઞાન પેદા કર્યું છે તેનો તટસ્થ અભ્યાસ કરીએ. સદર વિચારોને આપણે બે ભાગમાં વહેંચી શકીશું.

     ગીતાના એક ભાગમાં જે શરૂઆતનો છે તેમાં વર્ણવ્યવસ્થાના બચાવમાં જે શ્લોકોની રચના કરવામાં આવી છે તેનો અભ્યાસ કરીશું. બીજાભાગમાં દરેક વર્ણને જન્મ–કર્મ– તેથી સ્વધર્મ પ્રમાણે જે નિષ્કામ –કર્મ– યોગ(!) આધારીત અસ્તિત્વમાં આવેલ તમામ હિંદુઓને જ્ઞાનને બદલે ભક્તિદ્રારા ચોરાસીલાખ યોનીમાંથી મુક્તિ કેવી રીતે મલશે તે સમજવાનો પ્રયત્ન પણ કરીશું.

અર્જુન જે વાસ્તવાદી હતો. જેને યુધ્ધમાં વિજેતા થવાથી પૃથ્વીનું રાજ્ય મળે તો પણ તે ઇચ્છતો ન હતો. કારણકે યુધ્ધ એટલે સ્વજનોનો નાશ ઉપરાંત બંને પક્ષે ખુવારી, રાજકીય અંધાધુધી અને ચતુર્વણવ્યવસ્થાનો નાશ. હું ગીતામાં કૃષ્ણના વ્યક્તીત્વ દ્રારા જુદા જુદા શ્લોકોની મદદથી  અર્જુનને તેની માનસીક દ્વીધામાંથી મુક્તિ અપાવવા જે દલીલો કરવામાં આવી છે. તેને બને તેટલા ટુંકાણમાં રજુ કરવા પ્રયત્ન એટલા માટે કરીશ કે આપણા વાંચકો તે બધી વાતોથી સારી રીતે પરિચીત છે. મારા વાંચક મિત્રોને બીજી પણ વિનંતી છે કે સદર લખાણ પ્રથમ લેખના ટેકામાં હિંદુ સામાજીક પ્રથાને સમજાવવા તૈયાર કરવામાં આવ્યું છે, તે તંતુ ક્યારેય ભુલે નહી.

ગીતાના સર્જકે કૃષ્ણના વ્યક્તિત્વને ભગવાન કલ્પીને, સર્વસત્તાધીશ, ત્રણેય લોકનો નાથ,ચારેય વર્ણનો સર્જક, ભુતકાળ, વર્તમાન અને ભવિષ્યને જાણકાર અને માનવીય બુધ્ધિથી જેટલી કલ્પનાઓ દેવ તરીકે વિચારય તે બધીજ તેનામાં પ્રયોજી દીધી છે. બાયબલ, કુરાન ને અન્ય ધર્મોના પુસ્તકોમાં પણ ઇશ્વરી શક્તીની સર્વોપરીતાના લક્ષણોના વર્ણનો જે તે સર્જકોએ સહેજ પણ ઓછા મુક્યા નથી. નહીતો આ બધા ધર્મોના ધંધાઓઓ કેવી રીતે ચાલે! ગીતાના સર્જકનો મુખ્ય ધ્યેય વર્ણવ્યવસ્થા આધારીત હિંદુસમાજનું વૈચારીક રીતે સાતત્ય કેવી રીતે ટકાવી રાખવું તે હતું.

અર્જુનની શંકાઓ એક પછી એક કુનેહપુર્વક કૃષ્ણના વ્યક્તીત્વ દ્રારા કેવી રીતે દુર કરી તે જોઇએ.

(૧) ચતુર્વણવ્યવસ્થા મારુ સર્જન છે.( અધ્યાય–૪–શ્લોક ૧૩થી૧૫)

(૨) દરેક મનુષ્યનો દેહ નાશવંત છે. પણ તેમાં રહેલો આત્મા અમર છે, અવિનાશી છે.અજરાજર છે. આત્માને અગ્નિ બાળી શકતો નથી, વિ.

 ' નહન્યતે ' નૈનં છિન્દન્તિ...'( ૨–૨૦થી ૨૫) શરીર નાશવંત હોવાથી તેની પાછળ શોક થાય નહી. આત્માનો એક દેહમાંથી બીજા દેહમાં સ્થળાંતર મેં તેના કર્મો પ્રમાણે પુર્વનીર્ણીત કરી દીધેલું હોય છે.

(૩) મેં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર ને સ્રીઓના કર્મો મનુસ્મૃતિ પ્રમાણે નક્કી કરી દીધેલા છે. તે કર્મો દરેક વર્ણોમાં જન્મ લીધેલ હિંદુઓએ નિષ્કામ કર્મ(કર્મયોગી) એટલે કોઇપણ જાતની આશા રાખ્યા સિવાય કરવાના છે. દરેક હિંદુનો વર્ણ પ્રમાણે કર્મ સ્વધર્મ બની જાય છે. સ્વધર્મનું પાલનકરતાં મૃત્યુ તે સ્વર્ગની સીડી. પણ પરધર્મ એટલે નર્ક નિશ્ચિત.

હે અર્જુન! " ક્ષત્રિય ધર્મ( સ્વધર્મ) બજાવતાં જો યુધ્ધમાં મૃત્યુ પામીશ તો સ્વર્ગ પામીશ અને વિજેતા બનીશ તો પૃથ્વી પરનું રાજય પ્રાપ્ત થશે. ૨/૩૭. લાભમાંય લાભ અને હાનીમાંપણ લાભ."

(1) (૪) કર્મણેયવાધિકા રસ્તે મા ફલેષુ કદાચન ! ૨/૪૭. હે, હિંદુઓ! તમારે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો આ જન્મમાં ફળની આશા રાખ્યા સિવાય તમારા વર્ણ પ્રમાણે પુર્વ– નિર્મીત સ્થિતપ્રજ્ઞસ્થિતિમાં (૨/૫૮) નિષ્કામ કર્મ કર્યા કરો. .સ્થિર બુધ્ધિવાળા પુરુષના લક્ષણો– કાચબાની માફક ઇન્દ્રીયોને સંકોચી લેવી–જે ભય કે દુ:ખનો અહેસાસ મન પર લાવ્યા વિના નિષ્કામ કર્મ કર્યા કરે તેને મૃત્યુ પછી મોક્ષ મળે.(!) ખાસ કરીને શુદ્રો ને સ્રી, વર્ણ– જન્મ આધારીત કામ, વળતરની અપેક્ષા વિના જીંદગીભર કર્યા કરો.

      (૫) મારા ઉપદેશમાં જે શંકા રાખે, અવિશ્વાસ રાખે, શ્રધ્ધાવિહીન આત્માનો,

      તેવા સંશયી આત્માનો વિનાશ થાય છે.. સંશયીઆત્મા વિનશ્યતી– શ્લોક

      ૪/૪૦. વિધર્મી તથા નાસ્તિકો સંશયી આત્માઓ છે. મારામાં સંપુર્ણ શ્રધ્ધા નહી

      રાખનારા( શરણાગતી નહિ સ્વીકારનારા) પુરૂષ ક્યારેય પરમગતીને પામતો

     નથી.

 

  (૬) ત્યાગીને ભોગવ! યોગ  કર્મશુ કોશલમ.આસક્તિરહિત કર્મ– કર્મના

   બંધનોથી મુક્તિનો માર્ગ નિષ્કામ કર્મયોગ– આશા વગર કામ કરવું! નિરંતર

   સમર્પણની ભાવના. કર્મમાં સમર્પણથી સંપુર્ણ જન્મજન્મના ફેરામાંથી મુક્તિ–

   સંસારના બંધનોમાંથી મુક્તિ મળે છે.

(૭) ગીતાના સર્જકે કૃષ્ણ પાસે એ દલીલ કરાવી લીધી કે ચાર વર્ણનું સર્જન મેં કરેલું છે. દરેકે આ ભારતવર્ષમાં હિંદુ તરીકે જન્મ લઇને વર્ણ–કર્મ– નિર્મીત, નિષ્કામ કર્મ સ્થિતપ્રજ્ઞ્ન સ્થિતીમાં કરવાનું છે. અર્જુનને કૃષ્ણ સર્વસત્તાધીશ ત્રણલોકનો સર્જક, સંચાલક અને સંહારક છે તેવું સાબિત કરવા માટે ' પોતાનું મુખારવિંદ ખોલીને 'વિશ્વ બ્રહ્માંડ– દિવ્યસ્વરૂપ' બતાવે છે એવું ન કહેવાય(!) પણ દર્શન કરાવે છે.અધ્યાય–૧૧/શ્લોક ૧૦. વધારામાં એક પછી એક  કૌરવ સેનાના અગત્યના યોધ્ધાઓ દુર્યોધનથી શરૂ કરીને ભીષ્મપિતામહ અને દ્રોણાચાર્ય વિ. સુધીના તમામ મૃતસ્વરૂપે કૃષ્ણના મુખમાં જતા ફક્ત અર્જુનને જ દેખાય છે.૧૧/૩૨, ૩૩,, ૪૩,થી ૪૭ વિ.શ્લોકો.

(૮) કૃષ્ણનું આ સ્વરૂપ ફક્ત અર્જુનને બતાવવા માટે જ ગીતાના સર્જકે તેના ફળદ્રુપ ભેજામાંથી એટલા માટે ઉત્પન્ન કર્યુ હતું અને પછી કોઇને તે સ્વરૂપ દેખાશે નહી તેવું પણ આ બધા શ્લોકોમાં લખી દીધું છે. કારણકે અર્જુનના પાત્ર પાસેથી  એવી દ્ર્ઢ પ્રતિતિનો સંદેશો વર્ણવ્યવ્સ્થા પ્રમાણે કર્મ કરવા આપવો હતો. હે! અર્જુન ! તું મારા બ્રહ્મ વિરાટ સ્વરૂપ જોઇને સમજી લે કે તમે બધા આ પૃથ્વી પર મારી ઇચ્છાથી જન્મ લઇને મેં દરેકના વર્ણ પ્રમાણે કાર્યો કરવા નિમિત્ત માત્ર તરીકે સર્જન કર્યા છે. તમારા બધાનું નસીબ પુર્વનિર્મીત છે. પૃથ્વી પરના તમામ સજીવો મારી ઇચ્છા પ્રમાણે કઠપુતલીની માફક નાચ કરનારાથી વિશેષ લેશ માત્ર નથી. " હું કરુ હું કરુ જ એજ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે ".

(૯) તમારે અહીં જન્મ લઇને નિમિતમાત્ર પ્રમાણે જ જીવવાનું છે. કારણકે ' હું આ પૃથ્વી પર અધર્મ અને પાપોનો નાશ કરવા..... યદા યદા હી ધર્મસ્ય.....સંભવામી યુગે યુગે...અધ્યાય–૪/શ્લોક ૬,૭,૮ વિ.

(૧૦) અર્જુને ૧૮મા અધ્યાયના ૭૩માં શ્લોકમાં આખરે દેવકીપુત્રને જણાવી દીધું કે મારા તમામ સંદેહો હવે દુર થઇ ગયા છે, તમે પંચજન્ય શંખ ફુકો ને તમારી આજ્ઞા પ્રમાણે ગાંડીવ ધનુષ્યને પણછ ચઢાવી યુધ્ધ કરવા તૈયાર છું.

(૧૧) હજુ ડૉ. પ્રો રમેન્દ્ર્ ગીતાના તત્વજ્ઞાન સામે પોતાની વાત કેવી રીતે રજુ કરે છે તે અંતિમ લેખમાં સમજીશું.

 

 

 


--

Thursday, May 19, 2022

શા માટે હું હિંદુ નથી? ( Why I am not a Hindu?)

 શા માટે હું હિંદુ નથી? ( Why I am not a Hindu?)

 ડૉ. રમેન્દ્ર– નિવૃત પ્રો. ઓફ ફીલોસોફી. પટના યુની.( ખાસ નોંધ– સદર નિબંધના ૩૫ પાના અંગ્રેજીમાં છે. આ પ્રથમ ભાગમાં તેમાંથી જરૂરી ને મહત્વના મુદ્દાઓનો ટુંકાણમાં ભાવાનુવાદ કરીને અત્રે રજુ કર્યા છે. બીજા ભાગમાં ગીતાની તત્વજ્ઞાનીય મીમાંસા અને કર્મના સિધ્ધાંતના આધારે શા માટે હું હિંદુ નથી તે રજુ કરવામાં આવશે.).  

(આ નિબંધ બિહાર રેશનાલીસ્ટ સોસાયટી દ્ર્રારા સને ૧૯૯૩માં પ્રકાશીત કરવામાં આવ્યો હતો. મેં બર્ટ્રાન્ડ રસેલનો નિબંધ " શા માટે હું ખ્રિસ્તી નથી?" તે વાંચ્યો હતો. મને તે ખુબજ ગમ્યો હતો. સાથે સાથે મેં ગાંધીજીનો નિંબંધ " શા માટે હું હિંદુ છું." તે પણ વાંચ્યો હતો. પણ તેની સાથે હું સંમત થતો નથી. બંને વિરોધાભાસી મુદ્ઓની રજુઆતમાંથી પ્રેરણા લઇને ભલે હું હિંદુ કુટુંબમાં જન્મયો પણ ' હું હિંદુ કેમ નથી' તેની વાત તમારી સમક્ષ રજુ કરૂ છું. ડૉ રમેન્દ્ર.)

·         સૌ પ્રથમ આપણે આ ચર્ચામાં ' હિંદુ' શબ્દનો અર્થ બરાબર સ્પષ્ટતાથી સમજી લેવો જોઇએ. હિંદુ એટલે તમામ ભારતીય નહી. કારણકે આ દેશમાં હિંદુ સિવાય અન્ય ધર્મોમાં આસ્થા રાખનારા જેવા કે મુસલમાન, ખ્રિસ્તી, બૌધ્ધ, યહુદી, પારસી, જૈન અને મારા તમારા જેવા નિરઇશ્વરવાદીઓ પણ હિંદુઓની માફક જ સદીઓથી અનેક પેઢીઓથી ભારત દેશમાં રહે છે. અમે રેશનાલીસ્ટો, ધર્મનિરપેક્ષ માનવવાદીઓ તથા નાસ્તિકોતો સ્પષ્ટ રીતે પોતાને  ' હિંદુ' તરીકે ઓળખાવતા જ નથી. આપણા દેશમાં તાર્કીક રીતે જોઇએ તો ઘણા બધા ભારતીયો હિંદુ નથી. તેવીજ રીતે ઘણા બધા હિંદુઓ છે જે ભારતીય નથી. કારણ કે તે બધા શ્રીલંકા, નેપાલ, હવે યુ એસ એ, યુ કે, ઓસ્ટેલીયા વિ દેશોના નાગરિકો બની ગયા છે. જે રીતે આપણે મુસલમાન, ખ્રિસ્તી, બૌધ્ધ કે જૈન વિ. ધર્મ પાળનારાઓને તેમની ધાર્મીક ઓળખોથી પહેંચાનીએ છીએ તે રીતે હિંદુ એક ધાર્મીક ઓળખ છે. પરંતુ ' હિંદુ લો' કે કાયદામાં બૌધ્ધ, જૈન અને શીખ ધર્મીઓને પણ ' હિંદુ' તરીકે ગણ્યા છે.

·          દિવંગત રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાક્રિષ્નને પોતાના જગવિખ્યાત પુસ્તક ' ધી હિંદુ વ્યુ ઓફ લાઇફ' માં વેદ, પુરાણ ને રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યોમાં અબાધિત શ્રધ્ધા ધરાવનારાઓને 'હિંદુ' ગણ્યા છે.

 

·           સને ૧૯૨૧ના ઓકટોબર માસના ' યંગ ઇન્ડીયા'ના અંકમાં ગાંધીજીએ સનાતની હિંદુ તરીકે પોતાની ચાર આસ્થાઓ જણાવી છે.(૧) હું વેદો,ઉપનિષદો,પુરાણો,પ્રાચીન હિદું તમામ ધાર્મીક ગ્રંથો ઉપરાંત પુનર્જન્મ,અને અવતારવાદમાં માનું છું.

 (૨) હું વેદીક કાળમાં જણાવેલ  વર્ણવ્યવસ્થા ધર્મમાં માનું છું. પણ વર્તમાનમાં જે કહેવાતી અસંસ્કારી વર્ણવ્યસ્થા છે તેનો વિરોધી છું.

(૩) હું પ્રચલિત જે ગૌરક્ષા સંરક્ષણનો ખ્યાલ છે તેના કરતાં અનેક ગણો ગૌરક્ષણમાં વિશ્વાસ ધરાવું છું.

·                      (૪) હું મુર્તિપુજામાં માનું છું. અથવા હું મુર્તિપુજામાં શ્રધ્ધા ધરાવતો  નથી એવું નથી.(I do not disbelieve in idol-worship. )

·          હું ડૉ રમેન્દ્ર, ગાંધીજીએ સનાતની હિદું તરીકેના જે સિધ્ધાંતો જણાવ્યા છે તે તમામનો સંપર્ણપણે સ્વીકારતો નથી. હું વેદ, પુરાણ, ઉપનિષદ અને રામાયણ અને મહાભારત, અવતારવાદ, પુનર્જન્મ, મુર્તિપુજા,માં બિલકુલ માનતો નથી. હું વધારામાં  હિંદુધર્મશાસ્રો, મનુસ્મૃતિ,અને વેદિક સમયમાં વર્ણાશ્રમધર્મ અથવા વર્ણવ્યવસ્થા જે રીતે સમજાવી છે અને તેના આધારીત  સદીઓ સુધી જે વાસ્તવીક સમાજ જીવન પેદા કર્યું છે તેમાં બિલકુલ માનતો નથી. તેનો નખશીખ વિરોધી છું. ઉપરાંત હું ગૌ માંસને ભોજન તરીકે વર્જય ગણતો નથી.

શા માટે હું હિંદુ નથી તે સાબિત કરવા હું મારી ચર્ચા અને તેની દલીલો ચાર મુદ્દા આધારિત રાખીશ. એક વેદોની વિશ્વાસપાત્રતા(the belief in the authenticity of the Vedas),બે,વર્ણાશ્રમધર્મ, ત્રણ, મોક્ષનો ખ્યાલ, ચાર, કર્મના સિધ્ધાંતનું નિશ્ચિતપણુ.

·         સૌ પ્રથમ હું સમજાવીશ કે કેમ અને શા માટે, હું ચાર વેદને ઇશ્વરી સર્જન તરીકે માનતો નથી. તેમાં જુદી જુદી છ તત્વજ્ઞાનની શાખાઓ છે. તેમાંથી પુર્વ અને ઉત્તર મિમાંસા અથવા નયામીમાંસા ઇશ્વરના અસ્તિત્વ ને વેદો ઇશ્વરી સર્જન છે તે તથ્યોને બંને તત્વજ્ઞાનીય શાખાઓને અસ્વીકાર્ય છે. આ બંને મિમાંસાઓને આપણે નાસ્તીક વિચારસરણી તરીકે પણ ઓળખી શકીએ. હું શ્રધ્ધા અને હકીકત વચ્ચે તફાવત છે તે ખ્યાલને ટેકો આપું છું. સત્ય હંમેશાં હકીકત આધારીત, ભૌતીક ને માનવીય ઇન્દ્રીયોથી તપાસી શકાય તેમ હોય છે.વેદના સત્યને આપણે આધુનિક વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત પ્રમાણોથી તપાસ ને અંતે તે બધાં વ્યાજબી સાબિત થતાં નથી. વેદોમાં રજુ કરેલી કોઇ હકીકતો સાચી હોય તેનો અર્થ નથી કે ઇશ્વરીય છે માટે સાચી છે પણ ખરેખર તે માહીતી વાસ્તવિક– હકીકત આધારીત હોવાથી સત્ય છે.

·                 દા :ત, રુગવેદમાં ઉલ્લેખ છે કે ઇશ્વરે પોતાના શરીરના જુદા જુદા ભાગોમાંથી વર્ણશ્રમધર્મ પ્રમાણે અનુક્રમે બ્રાહ્મણ મુખ, ક્ષત્રીય હાથ, વૈશ્ય જાંઘ અને શુદ્રને પગમાંથી સર્જન કરેલ છે. હું રુગવેદના આ સત્યને બે કારણોસર ધરાર સ્વીકારતો નથી. કોઇપણ માનવી પોતાની માતાના ગર્ભ સિવાય જન્મ લઇ શકે નહી. બીજુ, વર્ણાશ્રમ કે  વર્ણવ્યવસ્થાએ માનવ સર્જીત સામાજીક સંસ્થા છે. તેને ઇશ્વરી સર્જન તરીકે ક્યારેય સ્વીકારાય જ નહી. માટે માનવ જરૂરીયાત બદલાતાં વર્ણવ્યવસ્થામાં ફેરફાર થઇ શકે અથવા તેનો સંપુર્ણ નાશ પણ થઇ શકે ! માટે વેદો જેમ ઇશ્વરી સર્જન નથી તેવી જ રીતે તેમાં જણાવેલ તથ્યો માનવીય બૌધ્ધીક કસોટીને એરણે તપાસતાં સાચાં ન સાબિત થાય તો તેને ફગાવી દેવામાં લેશ માત્ર રંજ કે દુ:ખ ન થવું જોઇએ.

·            જો ઇશ્વરનો ખ્યાલ એક સર્વશક્તીશાળી,સર્વજ્ઞ, પરોપકારી અને માયાળુ સર્જનકાર તરીકે હોય તો જગતમાં ' જીસકી લાઠી ઉસકી ભેંસ' જેવી રાજ્ય ને સમાજવ્યવસ્થાનું સર્જન ન થયું હોય. માટે ઇશ્વરને અસ્ત્તીત્વને કોઇ કારણ નથી.( It is impossible for god to exist.)

·             બીજું માનવ અસ્તિત્વ અને ભાષાના ઉદ્ભવ પછી વેદો અને સંસ્કૃતભાષાનું સર્જન થયું હોય. તે પહેલાં ક્યારેય નહી. માટે વેદો ક્યારેય ઇશ્વરી સર્જન ન હતા. તેથી તે બધાનું માનવબુધ્ધી અને વિવેકશક્તીથી મુલ્યાંકન અનિવાર્ય છે.

·             ગાંધીજી વેદોને બાયબલ, કુરાન વિ. ધર્મપુસ્તકોની માફક જ સમાન મહત્વ આપતા હતા. તેમાંથી તેઓનો સર્વધર્મસમભાવનો ખ્યાલ વિકસ્યો હતો. બીજું તેઓનું સ્પષ્ટ મંતવ્ય હતું કે મારી હિંદુ તરીકેની આસ્થાનો આધાર હીંદુશાસ્રોના એક એક શબ્દ અને શ્લોકનું  ઇશ્વરી સર્જન છે તેવી માન્યતા પર બિલકુલ અવલંબિત નથી. તેમજ હું વેદો સંપુર્ણ ઇશ્વરી સર્જન છે તેવા ખ્યાલને પણ હું સ્વીકારતો નથી.( "I do not believe in the exclusive divinity of the Vedas. I believe the Bible, the Koran, and the Zend-Avesta to be as much divinely inspired as the Vedas. My belief in the Hindu scriptures does not require me to accept every word and every verse as divinely inspired,.)

·            કોઇપણ ધર્મશાસ્રોના વિધાનો જો તર્કવિવેક અને નૈતીક ન હોય તો પછી જે ગમેતેવી મહાન વ્યક્તિ દ્રારા રજુ કરવામાં આવ્યા હોય તો પણ મારે માટે તે અસ્વીકાર્ય છે. ગાંધીજીના હિંદુ ધર્મ માટેના આવા વિચારોનો અભ્યાસ કરતાં મારા મને તેઓ એક ઉદારમતવાદી હિંદુ હતા. જેમને અન્ય ધર્મો પ્રત્યે પણ સંપુર્ણ સમભાવ હતો. પરંતુ ગાંધીજી કરતાં મારો અભિપ્રાય સંપુર્ણ જુદો છે. હું તમામ હિંદુ ધર્મશાસ્રો ઉપરાંત બાયબલ ,કુરાન, ઝૈન્ડ અવસ્થાના લખાણોને માનવ સર્જીત માનું છું દૈવી બિલકુલ નહી.

વર્ણવ્યવસ્થા–

હું વર્ણવ્યવસ્થાની કોઇ આદર્શ વ્યાખ્યા આપવા માંગતો નથી. પરંતુ ચાર વેદો, ધર્મશાસ્રો અને મનુસ્મૃતીમાં જે રીતે વર્ણવ્યવસ્થા આધારીત સમાજ જીવનને દૈવી અને વાસ્તવિક વ્યાજબી ઠેરવ્યું છે તેના આધારીત મારે મુલ્યાંકન કરવું છે. આ ઉપરાંત દરેક હિંદુના જીવનને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યું છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થાન ને સંન્યાસ. તેની સાથે ફરજ, અર્થ, કામ ને મોક્ષની વૃતીઓને જોડી દીધી છે. દરેક હિંદુની મુખ્ય કે અંતિમ ઇચ્છા તો મોક્ષ પ્રાપ્ત કરવાની જ હોય છે. તેને વ્યાજબી ઠેરવવા હિંદુ તત્વજ્ઞાનમાં સમયના ખ્યાલ ને  વર્તુળ આકારમાં ગોઠવી દેવામાં આવ્યો છે. પુર્વજન્મ, વર્તમાન જન્મ, પુનર્જન્મ, આ ત્રણેય ખ્યાલોને યથાર્થ સાબિત કરવા વર્ણવ્યવસ્થા અને નૈતીક માળખાની રચના કરવામાં આવી છે. અને તે બધાના ઉલ્લંઘન માટે શારીરીક શિક્ષાની મનુસ્મૃતી પ્રમાણે જોગવાઇઓ કરવામાં આવી છે.

રામાયણમાં રામ શંબુકનો વધ એટલા માટે કરે છે કે તે શુદ્ર હોવા છતાં તે તેના જન્મ નિર્મીત કર્મ કરવાને બદલે તપ કરતો હતો. જે જ્ન્મ નિર્મીત કાર્ય તો ફક્ત બ્રાહ્મણનું જ છે. તેવીજ રીતે  મહાભારતમાં દ્રોણાચાર્ય એકલવ્યને ક્ષત્રિય નહી હોવાને કારણે બાણવીધ્યા શીખવાડવાનું ના કહે છે. જ્યારે એકલવ્ય (એક આદીવાસી) દ્રોણાચાર્યને કાલ્પનીક ગુરૂ ગણીને મનોમન તેમાંથી પ્રેરણા લઇને બાણવિધ્યામાં પેલા રાજકુવરો કરતાં વધારે પારંગત થાય છે ત્યારે દ્રોણગુરૂ ગુરૂદક્ષીણામાં તેના જમણા હાથનો અંગુઠો કપાવીને માંગી લે છે. જેથી એકલવ્ય દ્રોણના માનીતા શિષ્ય અર્જુન જેવો બાણાવળી ભવિષ્યમાં ન બને!

 મનુસ્મૃતી અંગે વિગતે ચર્ચા–

આ પૃથ્વીના સર્જન કર્તા બ્રહ્માએ (?) ક્રમશ: પોતાના મુખમાંથી બ્રાહ્મણ, હાથમાંથી શ્રત્રિય, જાંઘમાંથી વૈશ્ય અને શુદ્ર પગમાંથી બનાવ્યા છે. ખ્રિસ્તી અને ઇસ્લામના ઇશ્વરે તમામ સજીવોને છ દિવસમાં બનાવી સાતમે દિવસે આરામ કરવાનું નક્કી કર્યું હતું. જે બ્રહ્માએ ચાર વર્ણોનું સર્જન કર્યુ, તેણે જ તે બધાના સંચાલન માટે મનુસ્મૃતીનું સર્જન કર્યું છે. મનુસ્મૃતીમાં દરેક વર્ણના કાર્યો અને ફરજો નક્કી કરવામાં આવી છે. બ્રાહ્મણનું કાર્ય યજ્ઞ કરવાનું, શિક્ષણ લેવાનું અને આપવાનું, દાન દક્ષિણા લેવાની અને અપાવવાની વિ. ક્ષત્રિયોનું કાર્ય રાજ્યની સુરક્ષા અને બહારના દુશ્મનો સામે યુધ્ધ કરવું વિ. વૈશ્ય નું કાર્ય વેપાર ધંધો કરવો અને શુદ્રનું કાર્ય નિષ્કામ કર્મ કરી બદલાની કે વેતનની આશા રાખ્યા સિવાય પેલા બ્રહ્માએ સર્જન કરેલા ત્રણ વર્ણોની સેવા કરવી.આશરે છેલ્લા પાંચ હજાર વર્ષોથી મનુસ્મૃતી આધારીત હિંદુ– વર્ણવ્યવસ્થાવાળા સમાજમાં શુદ્રો પેલા ત્રણ વર્ણોની સેવા કરવા પેઢી દર પેઢી વેઠ કરતા આવ્યા છે.મનુસ્મૃતી પ્રમાણે બ્રાહ્મણો પોસ્ટ ઓફીસની માફક ઇશ્વર અને આપણા મૃતસગાવહાલાઓને આપણું દાનમાં આપેલું ભોજન પોતે પોતાના પેટમાં આરોગીને તે બંનેને પહોંચાડે છે. કારણકે બ્રાહ્મણ ઇશ્વરના મુખમાંથી જન્મેલ છે. એટલે બ્રાહ્મણના મોંઢામાં કોઇ જે અન્ન જાય તે સીધું ઇશ્વરના મુખમાં જ પહોંચ્યું ગણાય!

. બ્રાહ્મણ સિવાયના ત્રણ વર્ણો બ્રાહ્મણોની દયા પર જીવન જીવે છે. ધર્મશાસ્રોનું અર્થઘટન,સમજાવવાનું ને શિખવાડવાનું કાર્ય મનુસ્મૃતી પ્રમાણે બ્રાહ્મણ સિવાય કોઇનું હોઇ શકે નહી. મનુસ્મૃતી આધારીત વર્ણવ્યવસ્થા જન્મ આધારીત છે. કોનો કઇ વર્ણમાં ને હવે જ્ઞાતિમાં જન્મ તે દરેકના પુર્વજન્મના કર્મોને આધિન છે.મનુસ્મૃતી પ્રમાણે  હિંદુ સ્રી તરીકે ગમે તે વર્ણમાં જન્મવું તે પણ પુર્વજન્મમાં કરેલા ખરાબ કર્મોની શિક્ષા સમાન છે. માટે જ તુલસીકૃત રામાયાણના રચનારે તુલસીદાસે( સંત?) સ્પષ્ટ લખ્યું છે કે " નારી, શુદ્ર ઔર પશુ સબ તાડન કે અધિકારી." ' બુધે નાર પાંસરી' . વેદો અને મનુસ્મૃતીના પીરામીડ પર જ હિંદુ પુરૂષપ્રધાન વ્યવસ્થાનું ચણતર થયેલું છે એ રખે ભુલતા. જે તે વર્ણ ને જ્ઞાતિ જન્મ સાથે ચાલુ થાય છે અને મૃત્યુ બાદ તેના વ્યવહારો વર્ણ પ્રમાણે ચાલુ રહે છે. વર્ણવ્યવસ્થામાં બ્રાહ્મણનું સ્થાન બીજી ત્રણેય વર્ણો કરતાં અનેક ગણુ ચઢીયાતુ હોય છે. હિંદુવર્ણવ્યવસ્થા આપણા દેશમાં સામાજીક અસમાનતા, હિંસા અને અન્યાયનો બીજો પર્યાય છે. આ ત્રણેય સામાજીક અનિષ્ઠો એક થઇને દેશના દલિતો, તમામ વંચિતો અને સ્રીઓનું સર્વપ્રકારનું શોષણ કરે છે. હિંદુ સ્રી (માલીકી) બાળપણમાં પિતા, યુવાનીમાં પતિ અને પતિના મૃત્યુબાદ દિકરાના નિયંત્રણ હેઠળ મનુસ્મૃતી સંચાલિત સમાજમાં જીવન પસાર કરે છે. તેવો (ભવ્ય)વારસો હિંદુ સ્રીઓ પોતાની દિકરીઓને વારસાઇમાં આપી જાય છે. મનુસ્મૃતી સંચાલિત સમાજનો પાયો જ સામાજીક શોષણખોર અસમાનતા પર જ ઉભો કરવામાં આવ્યો છે.તેના અનેક પુરાવા મનુસ્મૃતી આધારીત હિંદુ–કાયદાની સંહિતામાં( હિંદુ કોડ બીલ) મલે તેમ છે. જેના રોજબરોજના પરિણામો આજે પણ આપણને નિયમીત જોવા મલે છે. ઉપરના વર્ગો દ્રારા શરૂ થતી ક્રમશ વધતી જતી સામાજીક અસમાનતાનું બીજુ નામ મનુસ્મૃતી સર્જીત વર્ણવ્યવસ્થા છે.

 


--

Monday, May 9, 2022

Why I am not a Christian?


 

શા માટે હું ખ્રીસ્તી નથી? બર્ટ્રાન્ડ રસેલ.

" મારા નમ્ર અભિપ્રાય મુજબ જીસસ ક્રાઇસ્ટના ચારિત્ર્યમાં શાણપણ (wisdom )અને સદ્ગુણની ક્ષમતા કરતાં માનવ ઇતિહાસમાં બીજા ઘણા મહાન લોકોમાં તે બંને ગુણો ઘણા વધારે હતા. હું ગૌતમબુધ્ધ અને સોક્રેટીસને જીસસ કરતાં આ બાબતોમાં ઘણી ઉચ્ચકક્ષાનું ચારિત્ર્ય ધરાવનાર વ્યક્તિઓ ગણું છું." – બર્ટ્રાન્ડ રસેલ.

બ. રસલે તા ૬માર્ચ સને ૧૯૨૭માં આશરે બરાબર ૯૫ વર્ષ પહેલાં  નેશનલ સેક્યુલર સોસાયટીની દક્ષિણ લંડનના શાખા તરફથી ' બટરસી ટાઉન હોલ' માં ' શા માટે હું ખ્રિસ્તી નથી? એ વિષય પર પોતાના વિચારો રજુ કરતાં ઉપરના વાક્યો પ્રવચનમાં બોલ્યા હતા.

·       સૌ પ્રથમ મારા મત મુજબ ખ્રિસ્તી કોને કહેવાય તે સ્પષ્ટ કરું છું.

·       ઘણા લોકોમાં એવી માન્યતા છે કે જે સારુ જીવન( ગુડ લાઇફ) જીવે તે ખ્રિસ્તી. શું તેનો અર્થ એવો ગણાય કે તમામ અન્યધર્મોના અનુયાઇઓ સારુ જીવન જીવતા નથી?

·       જે લોકો ખાસ કે વિશિષ્ટ ધાર્મીક માન્યતાઓ પ્રતિબધ્ધતા સાથે અમલમાં મુકી જીવન જીવતા હોય તેને આપણે ખ્રિસ્તી તરીકે ઓળખીશું. દરેક ખ્રિસ્તી બે ધાર્મીક માન્યતાઓમાં શ્રધ્ધા ધરાવતો હોય છે. એક ઇશ્વરના અસ્તીત્વમાં ને બીજું અમરત્વના( Imm    ortality) ખ્યાલમાં. ઇશ્વરીના અસ્તિત્વને તર્કવિવેકબુધ્ધી( રેશનાલીટી) કે કારણની સર્વોપરિતા(સુપ્રીમસી ઓફ રીઝન) આધારે સમજાવાની બિલકુલ જરૂર નથી.વધારામાં જેમ મુસ્લીમ મોહંમદ પયગંબર કે હિંદુ રામ અને કૃષ્ણમાં ધાર્મીક શ્રધ્ધા ધરાવે છે તેરીતે દરેક ખ્રિસ્તી જીસસના અસ્તિત્વમાં શ્રધ્ધા ધરાવતો હોવો જોઇએ. તે શાશ્વત નર્કમાં સતત આગ ચાલુ હોય છે તેમાં પણ દરેક ખ્રિસ્તીને શ્રધ્ધા હોવી જોઇએ.( Belief in eternal hell fire was an essential item of Christian belief.)

·       જ્યારે હું કહું છું કે શા માટે હું ખ્રિસ્તી નથી તેનો સાદો  સીધો અર્થ થાય છે કે હું ગોડના અસ્ત્તિવનો તેમ જ તેના અમરત્વના ખ્યાલનો અસ્વીકાર કરૂ છું. બીજું જીસસને ઐતીહાસીક દ્ર્ષ્ટીએ હું સૌથી શાણો  અને સદ્ર્ગુણ વાળો પણ ગણતો નથી. જીસસમાં નૈતીક્તાના ગુણોની કક્ષાની માત્રા પ્રમાણમાં સારી હતી તેટલું હું કહી શકું.

·       દરેક વસ્તુને તેના સર્જન માટે કારણ હોય છે. તો પછી ઇશ્વરને કોને બનાવ્યો હશે? ("Who made God?") જો ઇશ્વર સ્વયંભુ હોય તો પછી આ પૃથ્વી,બ્રહ્માંડ ને દરેક નું સર્જન કેમ સ્વયંભુ ન હોઇ શકે? હિંદુધર્મની કથાઓમાં એવી શ્રધ્ધા છે કે પૃથ્વી નાગના મસ્તીક પર બેઠેલી છે. તો પેલા નાગ દેવતા પોતે કોના પર બેઠા કે ઉભા છે?  ખરેખર દરેકનું સર્જન કરનાર કોઇ સર્જક છે તે ખ્યાલ જ બૌધ્ધીક રીતે બિનઉપયોગી છે. ડાર્વીનના ઉત્ક્રાંતિવાદે ઇશ્વરી સર્જનના ખ્યાલનો પુરેપુરો છેદ ઉડાડી દીધો છે.

·       આપણા  રોજબરોજના જીવનનો અનુભવ છે કે સારા કે સજ્જન માણસને બુરા કે બદમાસોના હાથે અન્યાય સહન કરવો પડે છે. ઇશ્વર હોય અને તે અન્યાય સામે ન્યાયની તરફેણ ન કરતો હોય તો આવું કેમ? તો ઇશ્વરને, મૃત્યુ પછીના સ્વર્ગ અને નર્કનો ખ્યાલ ઉપજાવી કાઢીને ન્યાય– અન્યાયના ત્રાજવાને સમતોલ કરવાની સત્તા આપી દીધી છે. એટલે મૃત્યુ પછી જે બધા સ્વર્ગ–નર્કની અંધશ્રધ્ધા પ્રમાણે ઉપર જાય તેમના માટે ઇશ્વરે પોતાનો ધંધો શોધી કાઢયો! અને પૃથ્વી પરના તેમના એજંટો માટે આજીવીકાનું સાધન આપી દીધું.

·       બાળપણથી મા– બાપએ પોતાના કુમળા મનના બાળકો પર અસલામતી અને ભય, આ બે ખ્યાલો( Concept) એવા ઘુસાડી દીધા કે તેને આધારે તે બધા મોટા થાય તો પણ ભગવાનમાં શ્રધ્ધા છોડે નહી.

જીસસના ઉપદેશોનું મુલ્યાંકન–

·       " અનિષ્ટો અને પાપોને રોકશો નહી,તમારા એક ગાલ પર લાફો મારે તો તમે બીજો ગાલ ધરજો.–  તમે જો બીજાને ધિક્કારશો તો તમને પણ બીજા ધિક્કારશે.– જેવું વાવશો તેવું લણશો.–('Judge not lest ye be judged.') તારી પાસે જે છે તેને જેની પાસે નથી તેને આપી દે. હું તને મૃત્યુ પછી સ્વર્ગમાં પરત આપીશ."

      ઉપરના સુવાક્યો ઉપદેશો તરીકે સારા લાગે પણ હું પ્રમાણીકરીતે જાહેર કરૂ છું કે તે પ્રમાણે હું જીવી શકતો નથી. તમે બધાએ ખ્રિસ્તોને જીસસના ઉપર મુજબના ઉપદેશો પ્રમાણે જીવન જીવતા જોયા છે ખરા? બાયબલમાં જીસસ સાથેના સંવાદમાં જે વાતો વણી લીધી છે જેમાં મારા મત મુજબ, જીસસનું ઉમદા શાણપણ ભરેલું વ્યક્તિત્વ પેદા થતું નથી કે નથી તેમાં કરૂણા જેવા ગુણોનું પ્રતિબંબ.

·       ઐતીહાસીક દ્રષ્ટીએ ખરેખર જીસસ ક્રાઇસ્ટ આ પૃથ્વી પર ખ્રિસ્તીધર્મના સ્થાપક તરીકે જીવીન જીવી ગયા કે કેમ તે જ મારા મત મુજબ શંકાસ્પદ છે.( Historically it is quite doubtful whether Christ ever existed at all, and if He did we do not know anything about Him, so that I am not concerned with the historical question, which is a very difficult one.)

જ્યારે તમારાપર ખ્રિસ્તી હોવાને કારણે જુલ્મ કે સિતમ ગુજરાવામાં આવે ત્યારે તમે આવા શહેરોમાંથી ભાગી જજો. ઇઝરાયેલના બીજા શહેરોમાં સ્થળાંતર કરજો. ત્યાં સુધીમાં તો હું પુનરુત્થાન (Resurrection) કબરમાંથી ઉભો થઇને બહાર આવીશ. ત્યારે મારી સાથેના તે સમયના ઘણા બધા મને ઓળખતા હશે તે બધા જીવતા હશે.( He believed that His second coming would happen during the lifetime of many then living. ) મૃત્યુ પામેલાની ભૌતીક વાસ્તવિકતાની ભારોભાર જે ધર્મનો સર્જક પોતે,અને તેના પ્રચારકો અવગણના કરતા હોય તેના શાણપણ અને વિચારશક્તિને કઇ શ્રેણીમાં મુકવી? (In that respect clearly He was not so wise as some other people have been, and he was certainly not superlatively wise.)

જીસસ ક્રાઇસ્ટનું નૈતીક વલણ– નૈતીક વલણ એટલે અન્ય માનવો સાથેનો વ્યવહાર. જીસસ નર્કના ખ્યાલની માન્યતામાં એટલા માટે શ્રધ્ધા ધરાવતા હતા કારણકે જે લોકો તેના ઉપદેશથી વિરૂધ્ધ જીવન જીવતા હોય, તેના માટે કાયમી શિક્ષા કરવા નર્કના ખ્યાલ સિવાયનું કોઇ સાધન તેની પાસે બીજું ન હતું. જીસસના ઉપદેશની વિરૂધ્ધ જીવન જીવતા લોકો માટે બાયબલની ધાર્મીક વાર્તાઓમાં ઝનુન અને હિંસાપુર્વક વેર લેવાની  વૃતીને સ્પષ્ટ ટેકો આપ્યો છે. બર્ટ્રાન્ડ રસેલે આ મુદ્દાપર ચર્ચા કરતાં વધુમાં જણાવ્યું છે કે અન્ય ધર્મનાસર્જકો,પયગંબરો અને પ્રચારકોએ પોતાના ધર્મના ટેકેદારોમાં આવી ઝનુની, હિંસક વેરવૃત્તી વિધર્મીઓ સામે પેદા કરવામાં સફળ થયા છે.( જેને કારણે વિશ્વમાં ધાર્મીક યુધ્ધો દ્રારા જે માનવ સંહાર થયો છે તેની સંખ્યા ગણવામાં આવે તો તેના આંકડાઓ બંને વિશ્વ યુધ્ધના માનવસંહારના આંકડાઓ કરતાં અનેક ગણા વધારે છે.) આવા વિચારો અને વલણો તમને સોક્રેટીસના વ્યક્તવ્યમાં જોવા નહી મલે.( You do not, for instance, find that attitude in Socrates. You probably all remember the sort of things that Socrates was saying when he was dying, and the sort of things that he generally did say to people who did not agree with him.)

·       જે લોકોને જીસસના ઉપદેશો ગમતા ન હતા તેના માટે બાયબલમાં લખ્યું છે કે ' તમે બધા ઝેરી સાપો જેવા દગાબાજ છો, તમે કેવી રીતે કાયમ માટે નર્કની યાતના ભોગવવાથી બચી શકશો.( You will find that in the Gospels Christ said: 'Ye serpents, ye generation of vipers, how can ye escape the damnation of hell?' )

·        બાયબલમાં એક પવિત્ર ભુત(the Holy Ghost ભુત અને તે પાછું પવિત્ર!)નો ભય ખ્રિસ્તી લોકોને બતાવવામાં આવ્યો છે. ' જે લોકો આ પવિત્રભુત વિરૂધ્ધ બોલશે તેમને આ વર્તમાન જીવનમાં તથા આવતા જન્મમાં પણ તે પવિત્ર ભુત બદલો લેવાનું છોડશે નહી જ.  (Whosoever speaketh against the Holy Ghost it shall not be forgiven him neither in this world nor in the world of come) રસેલ ખુબજ દુ:ખ સાથે જણાવે છે કે આ પવિત્ર ભુતની અંધશ્રધ્ધાએ વિશ્વમાં ગણી ગણાય નહી તેટલી લોકોમાં માનસીકઅને ભૌતીક રીબામણી કે સતામણી પેદા કરી છે. રસેલ વધુમાં જણાવે છે કે જેના સ્વભાવમાં ભલાઇ, કરૂણા ને દયા જેવા ગુણો હોય તેવી વ્યક્તિ આ વિશ્વના લોકોના મનમાં ભય અને જુલ્મના ખ્યાલો મુકી શકે તેવું મારૂ મન માનવા તૈયાર નથી. ( I really do not think that a person with a proper degree of kindliness in his nature would have put fears and terrors of that sort into the world.)

·       વધુમાં જીસસ કહે છે કે મારા ઉપદેશ વિરૂધ્ધ જીવન જીવનારા લોકોને પકડવા હું ઘણાબધા દેવદુતોને મોકલીશ અને તે બધાને પકડી લાવીને નર્કમાં કાયમી સળગતા અગ્નીમાં ફેંકી દેશે. સળગતી આગમાં પડવાથી તે બધાના આક્રંદો, દુ:ખદ ચીસો, દાંત કચચાવતી તેમની રાડોનો ઉલ્લેખ બાયબલમાં વારંવાર કરવામાં આવ્યો છે. જાણે કે આવી સજાનો હુકમકરનારને ' પરપીડન'માં આનંદ વતો હશે.(It comes in one verse after another, and it is quite manifest to the reader that there is a certain pleasure in contemplating wailing and gnashing of teeth, or else it would not occur so often.).

·       મારૂ માનવું છે કે નર્ક હંમેશાં સળગતા અગ્નિથી ભરેલું છે તે ખ્યાલ , ઉપદેશ કે ધાર્મીક માન્યતા જ ક્રુરતાને ટેકો આપે છે.જીસસના ધાર્મીકોએ બાયબલમાંની ક્રુરતાને ન્યાયી ઠેરવતી પ્રવૃત્તીઓને આધારે, નાસ્તિકો,અને ખ્રીસ્તી માન્યતાથી ઉલટો મત ધરાવનારોને ખુબજ ઘાતકી રીતે રીબાવી રીબાવીને મારી નંખાવ્યા છે.

·       બીજી ઓછી મહત્વની કેટલીક વાતો છે. તેમાંથી એક વાતે મને હંમેશાં બિલકુલ બુધ્ધિગમ્ય લાગતી નથી.તે બાયબલમાં આવતી અંજીરના ઝાડની વાત છે. જીસસ ને ભુખ લાગી હતી, તે અંજીરના ઝાડની પાસે આવે છે. તે ઝાડપર ફક્ત પાંદડાઓ હતા. ફળ ન હતા.કારણ કે તે સમય હજુ અંજીરના ઝાડને ફળ બેસવાનો સમય થયો નહતો. જીસસ ઉવાચ: " હવે પછી કોઇપણ માણસ અંજીરના ઝાડનું ફળ ખાશે નહી." તેનો ચેલો પીટર દોડતો દોડતો આવ્યો.માલિક! જુઓ! જુઓ! " તમારા શાપ કે બદદુઆથી તે ઝાડ સુકાઇ ગયું છે." આ એક બાયબલની વિચિત્ર વાર્તા છે. અંજીરના ઝાડ પર ફળ બેસવા માટે તે યોગ્ય સમય નહી હોય.અને તેના માટે પેલા બિચારા ઝાડનો કયો દોષ?

·       માટે જ હું જીસસને તેના શાણપણ કે સદગુણ માટે,ઐતીહાસીક રીતે બીજા નામાંકિત લોકો જેવા કે ગૌતમબુધ્ધ અને સોક્રેટીસની સરખમાણીમાં સમકક્ષ બિલકુલ ગણતો નથી. જીસસ કરતાં બુધ્ધ અને સોક્રેટીસને તેમના શાણપણ અને સદગુણો માટે મને વધારે માન છે. (I should put Buddha and Socrates above Him in those respects.)

·       હું તમને એક ગંભીર સત્ય તરફ સભાન થવા જણાવું છું. " જે સમયમાં ધર્મ પ્રજા પર આત્યંતીક પ્રમાણમાં છવાઇ જાય છે,અને ધાર્મીક ઘેલછાઓના સંચાલકોની બોલબાલા ધાર્મીક સત્ય બની બેસે છે.તે સમયમાં રાજ્યસત્તાપણ સૌથી વધારે ઘાતકી બની જાય છે". રાજ્ય પુરસ્કુત ધર્મ સિવાય અન્ય વિધર્મીઓ, સંશયવાદીઓ અને નાસ્તિકોને વિ ને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે.લાખો સ્રીઓને ડાકણ જાહેર કરીને મારી નાંખવામાં આવી છે. આ સમયને માનવ ઇતિહાસમાં ધાર્મીક શ્રધ્ધાનો યુગ "ages of faith" તરીકે ઓળખવામાં આવે છે.

·        માનવીય લાગણીઓને ધ્યાનમાં રાખીને ફોજદારી કાયદાઓને ઓછા જુલ્મી બનાવવા, તેમાં સુધારા કરવામાં આવે, ગુલામી નાબુદ કરવામાં આવે, મજુર કાયદો વધુ કલ્યાણકારી બનાવવામાં આવે, સ્રી સમાનતાની તરફેણ રાજ્ય અને સમાજ પ્રથા વધુ ઉદાર બને, તેવા તમામ પગલાંને ધર્મો અને તેના શાસકોએ ' જે સે થે' સ્થિતી ટકાવવા મરણતોલ પ્રયાસો ભુતકાળમાં કર્યા છે અને હજુ પણ કરે છે. હું ખુબજ જવાબદારી સાથે ઇરાદાપુર્વક આક્ષેપ મુકું છું કે  ખ્રિસ્તી ધર્મ, તેના ચર્ચોના સંગઠીત કાર્યો દ્રારા વૈશ્વીક સ્તરે માનવકેન્દ્રી ધર્મનિરપેક્ષ નૈતીકતાના પ્રચાર સામેનો એક નંબરનો દુશ્મન છે.( I say quite deliberately that the Christian religion, as organised in its Churches, has been and still is the principal enemy of moral progress in the world.)

·       કદાચ તમને બધાને એવો અહેસાસ થશે કે રસેલે વધુ પડતું બોલી નાંખ્યું છે. પણ મને સહેજ પણ એવું લાગ્યું નથી. તમામ ધર્મોને વિજ્ઞાન ને ટેકનોલીજીની મદદથી માનવ સુખાકારી વધે, લોકો ભુખમરા, ગરીબાઇ, રોગથી ઓછા રિબાય તેમાં લેશ માત્ર રસ નથી.  કારણ કે જો લોકો દુ:ખી ન હોય તો ધાર્મીક સ્થાનો પર શું કરવા હજારો લાખો લોકોની લાઇનો લગાડે!

·       ધર્મના પિરામીડનો પાયો મુખ્યત્વે લોકોના ભયના ખ્યાલ પર બંધાયેલો છે. ઉભો રહ્યો છે. જે ભય મુક્ત છે તેને ધર્મની બિલકુલ જરૂર પડતી નથી. માનવીને જીવનની અચોક્ક્સતા, અસલામતી, મૃત્યુ વિ.નો ભય તેને ધર્મજીવી બનાવે છે. તેનો ઉપાય જીવનમાં વૈજ્ઞાનીક અભિગમ પ્રમાણે જીવનની સમસ્યોના નિર્ણય કરવામાં છે.વૈજ્ઞાનીક શોધોએ સાબિત કરી દીધુ છે કે ઉપર આકાશમાં કોઇ દેવી દેવતાઓ કે ઇશ્વર, ગોડ, અલ્લાહ નથી. વિજ્ઞાને આ પૃથ્વીને વિશ્વના તમામ ધર્મોએ જે બનાવી મુકીને જે વારસો સોંપ્યો છે તેના કરતાં બહેતેર, સુખી ને સમૃધ્ધ બનાવી છે. જેટલી પકડ મારા તમારા પર ધર્મોની ચાલુ છે ત્યાંસુધી ધર્મોપ્રેરીત દંગાફસાદ ચાલુ રહશે.માનવ માનવ વચ્ચેના દંગા ફસાદના ધરૂવાડીયા ધર્મોના ઉપદેશોમાં વણાયેલા છે.

·       ઇશ્વરનો ખ્યાલ જ પૌરાણીક જુલ્મી આપખુદી રાજ્યતંત્રની પેદાશ છે. જે લોકશાહી સ્વતંત્રતા આધારીત રાજ્યપ્રથાની બિલકુલ વિરોધી છે. ધર્મો પાપનો ભય બતાવી, આ પૃથ્વી પર તમે પાપી તરીકે જન્મ્યા છો, માટે તમે આત્મસભાન ગૌરવશાળી સ્વતંત્ર માનવી બની જ ન શકો. તમારે દરેકે તમારી જાતને ધર્મોએ નક્કી કર્યુ હોય તે પ્રમાણે શરણાગતી સ્વીકારવી પડે! ધર્મએ પહેરાવેલી બેડીઓમાં રહેલી સ્વતંત્રતાના(ગુલામી)આનંદના ગુણગાન તમે નહી ગાવ તો બીજા કોણ ગાશે!

·       આપણે શું કરવું જોઇએ! ધર્મના આધાર સિવાય બહેતર જીવન શક્ય છે તેવી સંપુર્ણ પ્રતિબધ્ધતા કાયમ માટે કેળવવી પડશે.આપણા સૌના સહકારથી સારુ વિશ્વ બનાવવા, જ્ઞાન–વિજ્ઞાન, કરૂણા, હિંમતની જરૂર છે. ભુતકાળની ઝંખના પાછળની ખેવના તમને ક્યાંય નહી લઇ જાય. બહુ સદીઓ પહેલાં પેલા અર્ધજ્ઞાની માણસોએ ઉચ્ચારેલા સુવાક્યો તમને આધુનીક જગત જીવવામાં કોઇ મદદ નહી કરી શકે! ધર્મભીરૂ અભિગમને બદલે આપણે ભયમુક્ત જ્ઞાન આધારીત  રેશનલ અભિગમ કેળવવો પડશે. મૃતપાય બની ગયેલા ભુતકાળનાં ભજન કરવાથી કોઇ ફળ નહી મલે.( It needs hope for the future, not looking back all the time towards a past that is dead.)

·        સદર પુસ્તક લંડન રેશનાલીસ્ટ પ્રેસ એસોશીએશને સને ૧૯૨૭માં પ્રથમ પ્રકાશિત કર્યું હતું.



 

 

--

Friday, May 6, 2022

આ પૃથ્વી પર કોઇ વૈશ્વીક ધર્મ છે જેને સાતઅબજનીસંપુર્ણ પ્રજા સ્વીકારતી હોય?

 આ પૃથ્વી પર કોઇ વૈશ્વીક ધર્મ છે જેને સાતઅબજની સંપુર્ણ પ્રજા સ્વીકારતી હોય?

 (૧) દુનિયામાં કોઇપણ ધર્મને આપણે વૈશ્વીક ધર્મ તરીકે ગણી શકીએ ખરા? (દા:ત ખ્રિસ્તી, ઇસ્લામ, હિંદુ, બૌધ્ધ, યહુદી, જૈન.વિ. તેમાંથી ગમે તે એક ધર્મને વિશ્વના તમામ દેશોમાં વસ્તી સાત અબજ પ્રજાએ રોજબરોજના જીવનમાં સ્વીકારેલો હોય?)

(૨) ૨૧મી સદીના આધુનિક રાજ્યના વહીવટ માટે આ બધામાંથી કયો ધર્મ યોગ્ય ગણાય? ને કેવી રીતે?

(૩) કોઇપણ ધર્મ આધારિત દેશની સરકારનું સંચાલન તેના નાગરીકોને ફરજીયાત બંધનકારક બની શકે ખરૂ?

(૪) છેલ્લા દસકામાં વિશ્વના જુદા જુદા દેશોની સરકારોનો ઝુકાવ " ધર્મમં શરણમં ગચ્છામી" (Religious Revivalism)તરફ ઝડપથી જે વધી રહ્યો છે તે નાગરીક જીવનના હકારાત્મક વિકાસ માટે શું યોગ્ય છે?

(૫) આજે વિશ્વની પ્રજાના સંદર્ભમાં ધર્મનો સાચો દુશ્મન કોણ છે? બીજું, ધર્મ નાગરીકો માટે કે પછી નાગરીકો ધર્મ માટે?

(૬)  કયા ધર્મના ઉપદેશોને ભક્તોએ અમલમાં મુકવો? જીસસના બાયબલના ઉપદેશને, મોહમંદ પયગંબરના કુરાનના ઉપદેશને, કૃષ્ણના ભગવદગીતાના ઉપદેશને, ગૌતમબુધ્ધના ઉપદેશને?

(૭) આ બધા ધર્મ પુસ્તકોના જે તે ધર્મશાસ્રીઓએ (Theologians) કરેલા 'તુડેં તુડેં મતિ ભિન્ના' જેવા અર્થઘટનોને આધારીત અસ્તીત્વમાં આવેલ રૂઢી રિવાજોએ પેદા કરેલ ભકતો માટેના નૈતિક બંધનો(  Do's & Don't)!

(૮) કે પછી જે તે ધાર્મિક સંસ્કૃતીઓ આધારીત રોજબરોજની જીવન પ્રથાઓ જે વાસ્તવમાં એકબીજાની આમને સામને સંઘર્ષમય જીવન પસાર કરતી પ્રજાઓ.

ઉપરની પ્રશ્નોત્તરીને આધારે એક નવી લેખમાળા શરૂ કરૂ છું.

(અ) શા માટે હું ખ્રીસ્તી નથી? બર્ટ્રાન્ડ રસેલ

(બ) શા માટે હું હિન્દુ નથી? ડૉ રમેન્દ્ર.

(ક) શા માટે હું જૈન નથી? રાજેન્દ્ર્ શાહ.

(ડ) શા માટે હું મુસ્લીમ નથી? ઇબ્ન વરાક.

(ઇ) શા માટે હું ઇસ્લામ ત્યજીને ધર્મનિરપેક્ષ માનવવાદી બન્યો? ડૉ ખાલીદ સોહેલ.

 

 

 

 


--

Sunday, May 1, 2022

About Bonya Ahmed - Bangladeshi Secular Humanist


ચાલો, હથિયારોનો મુકાબલો કલમથી કરીએ.

 'Fighting Machetes with Pens': A full transcript of the 2015 Voltaire Lecture બોન્યા અહેમદ– બંગલા દેશ– હવે અમેરીકા.

মুক্তমনা 

 

જે લોકો એમ સમજે છે કે ધર્માંધતા અને ધાર્મીક ઉગ્રતા સામેની લડાઇમાં વિજય અહિંસક સાધનોના ઉપયોગથી મલી જશે તે બધા મુર્ખાઓના સ્વર્ગમાં વસે છે. જે દિવસથી આપણે ધાર્મીક અસહિષ્ણુ પરિબળો સામે કલમ ઉપાડીને લખવાનું શરૂ કર્યું છે, તે દિવસથી આપણે સમજી લેવાનું કે આપણે આપણા જીવને જોખમમાં મુકી દીધો છે.– અવીજીત રોય. સંચાલક ' મુક્ત મોના' બ્લોગ.

·         ધર્માંધતા પ્રેરીત આતંકવાદ એક જબ્બરજસ્ત ક્ષમતા ધરાવતું માનવ વિષાણું છે. તેના ફેલાવાથી સમાજ અને રાષ્ટ્રનો સંપુર્ણ નાશ થવાની શક્યતાઓ પુરેપુરી છે. અવીજીત રોય

 

 બોન્યા અહેમદ–જન્મ–૧૯૬૯. ઢાકા. બંગલા દેશ.

લેખીકા, માનવવાદી કર્મનિષ્ઠ અને ' મુકતો મોના ' (Mukto Mona) અંગ્રેજી બ્લોગરની સંચાલક.

અમેરીકાની મિનીસોટા સ્ટેટ યુની.માંથી ઇનફર્મેશન ટેકનોલોજીના વિષય સાથે ગ્રેજ્યુએટ.અવિજીત રોય દ્રારા સ્થાપિત ' મુકતો મોના' બ્લોગમાંની સહપ્રવૃત્તીને કારણે તે બંને પતિ–પત્નિ બન્યા. તેણીએ સને ૨૦૨૦માં  " Think Bangla- Think English " નામની યુટયુબ ચેનલ શરૂ કરી. ખાસ કરીને પાકિસ્તાન, ભારત,બંગલાદેશ અને યુરોપીયન દેશોના મુસ્લીમો માટે ' મુક્તો મોના' આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતો બ્લોગ બની ગયો. તેના દ્રારા તે લોકોએ ' ચાર્લસ ડાર્વીન ડે સેલેબ્રેશન' પ્રતિવર્ષે ઉજવવાનું શરૂ કર્યું. ઇશ્વર કે અલ્લાહ સિવાય પૃથ્વી પરના તમામ સજીવોનું સર્જન કેવી રીતે થયું છે તેનું પ્રશિક્ષણ મુસ્લીમ સમાજમાં આપવાનો પ્રચાર શરૂ કર્યો. પ્રથમ લગ્નથી થયેલ ત્રિશા નામની દિકરીને લઇને બોન્યાએ અવિજીત સાથે નવું લગ્ન જીવન શરૂ કર્યું. ત્રિશા અને અવિજીતે( સ્ટેપફાધર)સુંયુક્ત રીતે બંગલાદેશમાં ધર્મનીરપેક્ષ માનવવાદી ઓનલાઇન બ્લોગર્સને જેલમાં પુરી દેવામાં આવતા હતા તે બધી હકીકતો પોલ કુત્સના તંત્રી સ્થાનેથી સંચાલિત ' ફ્રી ઇન્કાવયરી' માસીકમાં વૈશ્વીક પ્રજામત તૈયાર કરવા લેખ લખ્યા .

અવિજીત રોય અને બોન્યા અહેમદના સંયુક્ત પ્રયત્નોથી 'મુક્તો મોના' ધર્મનિરપેક્ષ કે સેક્યુલારીસ્ટ બ્લોગે વૈશ્વીક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. તે બંગલાદેશના ઇસ્લામીક ઉગ્રતત્વોને 'મુક્ત મોના' બ્લોગ આંખના કણાની માફક ખુંચવા લાગ્યો હતો. બંગલા દેશના સેક્યુલર હ્યુમેનીસ્ટ ગ્રુપે અવિજીત અને બોન્યાને પોતાના પુસ્તકની ' બુક સાઇન સેરીમની 'માટે દેશમાં તા. ૨૬મી ફેબ્રુઆરી સને ૨૦૧૫ના રોજ આમંત્રિત કર્યા.

( બ્રિટનના માનવવાદીઓ સમક્ષ આશરે ચાર માસ પછી ' વોલ્ટેર લેક્ચર સીરીઝમાં' બોન્યા અહમદે જે વિચારો રજુ કર્યા તે નીચે મુજબ છે.)

          અમે બુક ફેરમાંથી, ખુબજ આનંદમય રીતે સંતોષથી અમારી કાર તરફ પાછા આવતા હતા. એકાએક ઓચિંતો ઢાકામાં ઇસ્લામીક ઉગ્રવાદોએ મારા બંને પર ધારીયા જેવા પહોળા છરાઓથી (We were stabbed repeatedly with machetes on the side of the road.) ખુની હુમલા કર્યા. બુક ફેરનો વિસ્તાર પહેલીથી પોલીસ ઓફીસર્સ, વિડીયો ગ્રાફર્સ, અને હજારો લોકાના ટોળાથી ભરચક હતો.પણ કોઇ અમારી મદદે નહી આવ્યું. પોલીસ પ્રેક્ષક બની બધું જોતી રહી. અમે, એક યુવાન પત્રકારના ખાસ આભારી છે જે અમને મદદ કરવા ધસી આવ્યો.અમને બંનેને હોસ્પીટલ લઇ આવ્યો. પરંતુ સદર હુમલામાં અવીજીત મૃત્યુ પામ્યો. મારા પર તે પહોળા છરાથી ચાર વાર કરવામાં આવ્યા હતા. મારા માથા ઉપરાંત બંને હાથ તથા શરીરના જુદા જુદા ભાગો પર હુમલા કરવામાં આવ્યા હતા. તેમાં મારા હાથનો અંગુઠો સંપુર્ણ કપાઇને શરીરથી જુદો પડી ગયો હતો. ઉપરાંત મારા બંને હાથ તેમજ અન્ય આંગળીઓ પણ લોહી લુહાણ થઇ ગઇ હતી.મારા બંને હાથની નસો, મજ્જાતંતુઓ તથા સ્નાયુઓને ભારે નુકશાન થયું હતું. તે બધાને દુરસ્ત કરાવવા માટે ઘણી સર્જરી કરવી પડી છે. હું અત્યારે આપ સૌની સમક્ષ ઉભી છું. પણ હજુ મારી મેડીકલ ટ્રીટમેંટ ચાલુ છે.

·         હું તેને ' અવી' કહીને સંબોધતી હતી. તે હકીકત છે કે 'અવી ' બંગલાદેશમાં માનવવાદી વિચારોના પ્રસાર માટે નામાંકિત એક અગ્રણી હતો. જે ઇસ્લામીક ઉગ્રવાદીઓના હુમલાનો બલી બન્યો હતો.પરંતુ તે સૌ પ્રથમ નહતો અને આખરી પણ નથી.

·         આશરે એક માસ( ૩૦–૦૪–૨૦૧૫) પછી આજ પ્રકારના હથીયારધારીઓએ  અમારા જેવો જ બ્લોગ ચલાવતા વશીકોર રહેમાન બાબુને મારી નાંખ્યા. જેમ 'મુક્તમોના' બ્લોગમાં અમે કયા કયા વિષયો પર વિચારો રજુ કરતા હતા તે પેલા ખુની હુમલાખોરોને ખબર નહતી તેવીજ રીતે વી. આર. બાબુના બ્લોગના વિચારો અંગે પકડાયેલા બે ખુની યુવાનોને પણ ખબર નહતી. તેઓના મદરાસાના હુકમથી આ ખુની હુમલો કર્યો હતો.

·         અમારી માફક ૧૨મી મેના રોજ મારા ભાઇ સમાન અનંત બીજરોયને મારી નાંખ્યો. 'અવી'ની માફક અનંત તેના બ્લોગમાં વિજ્ઞાન, તત્વજ્ઞાન અને ઉત્ક્રાંતિવાદના વિષયો પર ચર્ચા કરતો હતો. સને ૨૦૧૩થી ૨૦૧૫ સુધીમાં આઠ સેક્યુલારીસ્ટ બ્લોગર્સને મારી નાંખ્યા હતા. તેમાં પ્રો.શમશુ ઇસ્લામ, પ્રો. હુમાયાન આઝાદ અને એહમદ રજીબ હૈદર, નામાંકિત માનવવાદી બ્લોગર્સ હતા. આ તમામ બ્લોગર્સ કોઇ રાજકીય પક્ષના સભ્યો ન હતા. ઇસ્લામીક ધર્માંધતા, બાંગ્લાદેશની નવી ઉછરતી યુવાન, મોબાઇલ, લેપટોપ અને કમ્પ્યુટરનો ઉપયોગ કરતી પેઢીને ઇન્ટરનેટ યુગથી વિમુખ કરવા માંગતી હતી.અને ઇસ્લામીક ધર્માંધતાની પકડમાંથી મુક્ત કરવા માંગતી ન હતી.

·         ' અવી' ના મૃત્યુને હજુ ચાર માસ જ થયા છે. મારૂ વ્યક્તીત્વ, તેની આકસ્મીક અને આઘાતજનક કાયમી વિદાયથી મારૂ જીવન જ નહી પણ સંપુર્ણ વ્યક્તીત્વ છિન્ન્ભીન્ન ને દીશાહીન બની ગયું છે. તે મારો મિત્ર, સાથીદાર, સુખ દુ;ખનો કાયમી હમસફર હતો. તેની સાથેનો મારો બૌધ્ધીક સંઘર્ષ અને પ્રેમ બંને સાથે ચાલતા હતા.

·         ' અવી' જ્યારે નેશનલ યુનીં ઓફ સીંગાપુરમાં બાયોમેડીકલ એન્જીન્યરીંગમાં પીએચ ડી કરતો હતો ત્યારે સને ૨૦૦૧માં તેણે ' મુક્તો મોના'– મુક્તવિચાર– ફ્રીં થીંકર નામનો બ્લોગ શરૂ કર્યો હતો. બંગલા ભાષી લોકો માટે 'મુક્તો મોના' બ્લોગ " ધર્મનિરપેક્ષ માનવવાદી ચળવળ" (Mukto-Mona became the name of a secular humanist movement for Bangla-speaking people.) બની ગયો હતો.

·         હું સને ૨૦૦૨માં પહેલીવાર 'અવી' ને મલી. માનવવાદી વિચારસરણીના સંદર્ભમાં અમારા વિચારો એકબીજાને એકરૂપ હતા.પરંતુ એક રેશનલ માનવવાદીને છાજે તેવા અમારી પાયાની માન્યતાઓ ને વૈચારીક અભિગમો અંગે ઘણા તફાવતો પણ હતા.માનવવાદીના સામાજીક, આર્થીક અને રાજકીય અભિગમ અંગે અમારી બે વચ્ચે ઘણા બધા મતમતાંર હતા.આ વૈચારીક મતભેદો એટલા બધા ઘણીવાર આવેગમય અને લાગણી મિશ્રીત બની જતા હતા કે મારી દિકરી શ્રેતા ને મહેસુસ થાય કે અમે બંને આપસમાં ઝઘડી રહ્યા છે. શ્રેતાને બહુ જ મોડે મોડે થી ખબર પડી કે આ મતભેદો તત્વજ્ઞાનીય ચર્ચામાંથી ઉભા થતા તફાવતો હતા અને પતિ–પત્નિ વચ્ચેના લગ્નજીવન સંબંધી મતભેદો લેશ માત્ર ન હતા.

·         'અવી' એક નિરઇશ્વરવાદી બ્લોગર તો હતો જ. પણ તે ઉપરાંત એક સ્પષ્ટ ધર્મનિરપેક્ષ માનવવાદી(He was the secular humanist)હતો જે માનવ જીંદગીના સંદર્ભમાં સવાલોના જવાબો માટેનો સ્વપ્નદ્રષ્ટા( A Great Visionary) હતો.

·          તેણે કેટલાક પુસ્તકો લખ્યા છે. દા;ત (૧) શુન્યમાંથી પૃથ્વી અને માનવજાતિનું સર્જન કેવી રીતે થયું.(૨) સજીવનનું સર્જન કેવી રીતે થયું? (૩) સજાતીય સંબંધોની પાછળ રહેલી વૈજ્ઞાનીકતા, (૪) પ્રેમનો ઉત્ક્રાંતિવાદ આધારિત મનોવિજ્ઞાનનો ખ્યાલ. વિ.(૫) અંધશ્રધ્ધાનું તત્વજ્ઞાન અને ધાર્મીક શ્રધ્ધા એક ચેપી વિષાણુ– આ બધી ચોપડોના પ્રચાર સૌથી વધુ યુવાન કોલેજના વિધ્યાર્થીઓમાં થયો. પણ પેલા ઇસ્લામીક ધર્માંતાઓને તો આ બધી ચોપડીઓના સત્ય એ પોતાના નીજી પરોપજીવી ધાર્મીક ધંધા પરનો પડકાર સમજીને 'અવી' સામે જ ઘાતકી સંઘર્ષ શરૂ કરી દીધો. અંતે જેનું પરિણામ તેનો જીવ લઇને રહ્યું.

·          જે લોકો એમ સમજે છે કે ધર્માંધતા અને ધાર્મીક ઉગ્રતા સામેની લડાઇમાં વિજય અહિંસક સાધનોના ઉપયોગથી મલી જશે તે બધા મુર્ખાઓના સ્વર્ગમાં વસે છે. જે દિવસથી આપણે ધાર્મીક અસહિષ્ણુ પરિબળો સામે કલમ ઉપાડીને લખવાનું શરૂ કર્યું છે, તે દિવસથી આપણે સમજી લેવાનું કે આપણે આપણા જીવને જોખમમાં મુકી દીધો છે. આ સંઘર્ષ સોક્રેટીસ, ગેલીલીયો, બ્રુનો થી શરૂ થયો છે જે મારા 'અવી' ની શહાદત પછી પણ અટકવાનો નથી.( જે હકીકત ડૉ નરેન્દ્ર દાભોલકર, ગૌરીલંકેશ, ગોવિદપાનસરે અને પ્રો. કલબુર્ગીની શહાદતે નિર્વીવાદ સાબીત કરી દિધી છે.)

·         ધર્માંધતા પ્રેરીત આતંકવાદ એક જબ્બરજસ્ત ક્ષમતા ધરાવતું માનવ વિષાણું છે. તેના ફેલાવાથી સમાજ અને રાષ્ટ્રનો સંપુર્ણ નાશ થવાની શક્યતાઓ પુરેપુરી છે.( ભારત પણ તેમાંથી કોઇકાળે બાકાત રહી શકશે જ નહી.જે ઐતીહાસીક સનાતન સત્ય છે.)

·         વિશ્વમાં જુદા જુદા લોકશાહી  દેશોએ ધાર્મિકનિંદાને સજાપાત્ર ગુનો ગણવાનું બંધ કર્યું છે. પણ અમારા બંગલાદેશમાં ધાર્મીકનિંદાને શિરચ્છેદનો ગુનો ગણીને માનવીય સજ્જનતાના ઘડીયાળના કાંટા ઉંધા ફેરવી દીધા છે.

·         બોન્યા અહેમદનું લંડનના Hilton Metropole on Edgware Road ના હોલમાં પ્રવચન પછી હાજર રહેલા સેંકડો લોકોએ પ્રવચન પુરૂ થયા પછી, ઉભા થઇને પાંચ મિનિટ સુધી તાલીયોથી અભિવાદન કર્યું હતું.

 

·         બોન્યા અહેમદ સદર માનસીક આધાતમાંથી ક્રમશ; મુક્ત બની. તેણીએ પોતાની નાણાંકીય અતિલાભદાયક જોબ છોડી દીધી છોડી દીધી. અમેરીકા અને યુરોપમાં ધર્મનિરપેક્ષ માનવવાદ( Secular Humanist)ની  પ્રવૃત્તીઓના પ્રચારપ્રસારમાં સક્રીય રીતે પોતાની જાતને સમર્પિત કરી દીધી. તેણીએ વિશ્વના જુદા જુદા દેશોની મુલાકત લઇને ખાસ કરીને બંગલા દેશમાં ઇસ્લામ સામે ધર્મનિરપેક્ષ માનવવાદી પ્રવૃત્તી કરતા યુવાનોના જોખમો, તેમની શહીદી વિ.ની આધારભુત માહિતી રજુ કરી. તેણીએ એવા બધા યુવાનોની યાદી બનાવી છે જેમનું મોત ' અવી' ની માફક નક્કી છે..બોન્યા અહેમદ,તેઓને પશ્ચીમ દેશોમાં રાજ્યાશ્રય મળે ( Political Asylum ) તે માટેનું આંતરાષ્ટ્રીય સંગઠન ડૉ. રીચાર્ડ ડોકીન્સ ની સંસ્થા' ફાઉન્ડેશન ફોર રીઝન એન્ડ સાયંસ 'ના સુંયુક્ત સહકારમથી ચલાવે છે. સદર સંગઠનની મદદથી બંગ્લાદેશના કેટલાક સેક્યુલર હ્યુમેનીસ્ટોને ( એ બધાને બંગ્લાદેશમાં જીવવું જ મુશ્કેલ બની ગયું હતું.) બ્રિટન, નેધરલેંડ, કેનેડા અને યુએસએ જે તે દેશની સરકારોની મદદથી રાજ્યશ્રય અપાવવામાંપવામાં તેણીએ સફળતા મેળવેલ . ભલે ને મારા ' અવિ' ને બચાવી ન શકાયો પણ તેની માનવ મુક્તિ જ્યોત તો જલતી રાખી શકું તે જ મારૂ યોગ્ય તર્પણ 'અવી' ને હશે.

Voltaire2015-2968

 

 

 

--