Thursday, August 25, 2016

સને ૧૯૭૫ની કટોકટીમાં લાદવામાં આવેલી પ્રેસ પ્રી– સેન્સરશીપને એડવોકેટ શ્રી ચંદ્રકાંત દરૂએ પડકારી હતી..

 સને ૧૯૭૫ની કટોકટીમાં લાદવામાં આવેલી પ્રેસ પ્રી– સેન્સરશીપને એડવોકેટ શ્રી ચંદ્રકાંત દરૂએ પડકારી હતી..

પુર્વભુમીકા–

દેશમાં સને ૧૯૭૫માં ૧૨ મી જુનના રોજ બે ઐતીહાસીક બનાવ બન્યા હતા.

  (૧)  ઉત્તરપ્રદેશની અલ્હાબાદ હાઇકોર્ટે દેશના વડાપ્રધાન શ્રીમતી ઇંદીરા ગાંધીની રાયબરેલીની સંસદસભ્ય તરીકેની ચુંટણીને આ દીવસે અમાન્ય જાહેર કરી હતી.          (૨)બીજુ, આજ દીવસે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષને હરાવીને ' જનતા મોરચો' બાબુભાઇ જશુભાઇ પટેલ'ના નેતૃત્વમાં વીજયી થઇને સત્તાપર આવ્યો હતો.    

            શ્રીમતી ગાંધીએ હાઇકોર્ટના ચુકાદાને સ્વીકારીને રાજીનામું આપવાને બદલે ૨૫મી જુનની કાળીરાત્રીએ દેશમાં આંતરીક કટોકટી દાખલ કરી દીધી. જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઇ અને બીજા ઘણા બધા નેતાઓ સાથે કુલ મળીને આશરે ૧,૫૦,૦૦૦ લોકોને ગુજરાત અને તામીલનાડુ સીવાયના દેશના બાકીના બીજા રાજયોમાંથી 'મીસા' હેઠળ જેલમાં પુરી દીધા. કારણ એવું બતાવવામાં આવ્યું કે આ બધા માણસો જે.પી. ના નેતૃત્વ હેઠળ દેશની કાયદેસરની સરકારને ઉથલાવવાનું ષડયંત્ર ગોઠવી રહ્યા હતા. દેશમાં આંતરીક રીતે અંધાધુધી ફેલાવવાનું કાવતરૂ કરી રહ્યા હતા. લશ્કર અને પોલીસને સરકારનો હુકમનો અનાદર કરવા ઉશ્કેરી રહ્યા હતા. ૨૬મી જુન સને ૧૯૭૫ના દીવસે શ્રીમતી ગાંધીની સરકારે ખાસ વટહુકમ બહાર પાડયો કે સમગ્ર દેશના કોઇપણ વર્તમાન પત્રોએ સરકારે નીમેલા સેન્સર અધીકારીની પુર્વમંજરી સીવાય( પ્રી– સેન્સરશીપ) કોઇપણ સમાચાર પ્રસીધ્ધ કરવા નહી. જો કોઇ પ્રેસ આવા પુર્વમંજુરી સીવાયના સમાચારો પ્રકાશીત કરશે તો તેની બધી નકલો અને આવા સમાચાર પ્રસીધ્ધ કરનાર પ્રેસને પણ જપ્ત કરી લેવામાં આવશે.દીલ્હીના અખબારો પોતાની દૈનીક આવૃત્તી બહાર ન પાડી શકે માટે, કેટલીક પ્રેસનો વીજળીનો પુરવઠો કાપી નાંખવામાં આવ્યો હતો. રાતોરાત દેશના નાગરીકોના પાયાના બધાજ સ્વતંત્ર અધીકારોને સરકારની એડી નીચે કચડી નાંખવામાં આવ્યા.શ્રીમતી ઇંદીરા ગાંધી એ પોતાની સત્તા ટકાવવા  દેશને  અંધારપેટમાં ફેરવી નાંખ્યો હતો.

સારાય દેશમાં તે દીવસોમાં ગુજરાતએ મુખ્યમંત્રી બાબુભાઇ પટેલની જનતા સરકારને કારણે 'સ્વતંત્રતાનો ટાપુ' બની ગયો હતો. આવા સંજોગોમાં ગુજરાતમાં માનવ અધીકારો અને મજુરોના હક્કો માટેના આ જીવન લડવૈયા, ક્રાંતીકારી વીચારક માનવેન્દ્રનાથ રોયની રેડીકલ હ્યુમેનીસ્ટ ચળવળના અગ્રણી અને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ શ્રી ચંદ્રકાંત દરૂએ એક રાષ્ટ્રીય પરીષદ(કોન્ફરન્સ)નું તા. ૧૨–૧૦–૧૯૭૫ના રોજ અમદાવાદ મુકામે આયોજન કર્યું.રાષ્ટ્રીય કક્ષાની જયપ્રકાશજીના ચેરમેન અને સેક્ર્ટરી જસ્ટીસ વી. એમ. તારકુંડેની સક્રીય પ્રયત્નોથી સ્થાપાયેલી સંસ્થા 'નેશનલ સીવીલ લીબર્ટીઝ યુનીયન'  'નાગરીક સ્વાતંત્ર્ય સંગઠન'ની પરીષદ( કોન્ફરન્સ)નું આ ખાસ અધીવેશન જયપ્રકાશજી જેલમાં હતા ત્યારે ભરાયું હતું. આ પરીષદમાં હાજર રહેનારા મુખ્ય મહેમાનો હતા, નીવૃત, ચીફ જસ્ટીસ,સુપ્રીમ કોર્ટ ઓફ ઇંડીયા, શ્રી જે.સી. શાહ, મુંબઇ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી, એમ સી. ચાગલા, જસ્ટીસ વી.એમ તારકુડે, યંગ ટર્ક અને સંસદ સભ્ય, મોહન ધારીઆ, વગેરે. શ્રી.એમ. સી. ચાગલા આ પરીષદના મુખ્ય વક્તા હતા. શ્રી ચાગલા સાહેબનું વ્યાખ્યાન ગાંધી– વીનાબા વીચારસરણીને સંપુર્ણ વરેલા અને સત્તાકીય રાજકારણથી જોજન દુર એવા 'ભુમીપુત્ર' નામના માસીકના તંત્રીશ્રી,ચુનીભાઇ વૈદ્યે વડોદરાથી સેન્સરરની પુર્વ મંજુરી સીવાય પ્રકાશીત કર્યું. સેન્સરરે તે માસીકના બધા અંકો જપ્ત કરી દીધા અને પ્રેસને સીલ મારી દીધુ.

આ કારણસર પ્રી– સેન્સરશીપના હુકમને 'ભુમીપત્ર'ની તરફેણમાં ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ શ્રી ચંદ્રકાંત દરૂએ પડકાર્યો હતો. અને સાબીત કર્યું હતું કે લોકશાહી દેશમાં આવી પ્રેસની સ્વતંત્રતાને ખુંચવી ન લેવાય. ગુજરાત હાઇકોર્ટની બે ન્યાયાધીશોની બનેલી ડીવીઝન બેન્ચે આ ચુકાદો સર્વાનુમતે આપ્યો હતો. આ સીમાવર્તી ઐતીહાસીક ચુકાદો આપનાર સન્માનીય ન્યાયીધીશો હતા શ્રી જસ્ટીસ જે.બી. મહેતા અને શ્રી એસ. એચ. શેઠ. જેમની બદલી સદર ચુકાદાબાદ દેશના જુદા જુદા ખુણાના બેરાજયોમાં સરકારની સુચનાથી ન્યાયતંત્રે કરી હતી.                                                                                                    શ્રીમતી ગાંધી સરકારની એક વધુ તુમાખી જુઓ– ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો અક્ષરસહ અંગ્રેજીમાં પ્રકાશીત (ગાંધીજી દ્રારા સ્થાપવામાં આવેલી) નવજીવન પ્રેસ, અમદાવાદે કર્યો હતો. જેની બધી નકલો અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશના વડાએ જપ્ત કરી  દીધી હતી. કટોકટી પાછી ખેંચાયા પછી તે નકલો પરત મળતાં નવજીવન પ્રેસના તે સમયના નીયામક શ્રી જીતેન્દ્રભાઇ દેસાઇ પાસે મેં એક કોપી માગતાં તેઓએ મને સપ્રેમ ભેટ આપેલી હતી. આ ન્યાયી ચુકાદાના કુલ ૧૧૯ પાનાં છે.આ કેસના ચુકાદાવાળી સંપુર્ણ મેટર આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આર આર એસ સુપ્રીમો મોહનભાગવતની જુગલબંધી જે દીશામાં દેશને લઇ જઇ રહી છે, તેના બધા ખુલ્લા અને છુપા પ્રવાહોને સમજવા અત્યંત અનીવાર્ય છે. તે માટે આ ઐતીહાસીક ચુકાદામાંથી ખાસ અગત્યના ફકરાઓ ઓગસ્ટ મહીનાની પહેલી તારીખથી 'ફેસબુક'માં આપવાના શરૂ કરીશું. દરરોજ અમે ફક્ત એક અગત્યના ફકરાનો ભાવાનુવાદ કરીને મુકવાના છીએ. જયાં સુધી ચાલે ત્યાં સુધી ખરૂ. (લખ્યા તા. ૩૧–૭– ૨૦૧૬).

તંત્રી નોંધ–શ્રી દરૂ સાહેબનું આ જન્મ શતાબ્દી વર્ષ છે. (જન્મ ૧૯૧૬–મૃત્યુ ૧૯૭૯) શ્રીદરૂ સાહેબની સ્મૃતીમાં બનાવેલા ટ્રસ્ટના આર્થીક સહકારથી વૈશ્વીક માનવવાદ માસીકનો જન્મ આશરે ૨૫ વર્ષ પહેલાં થયો હતો. જે આજે માનવવાદ માસીકના નામે ચાલે છે.આ પ્રસંગે અમો માનવવાદ માસીકના તંત્રી શ્રી દરૂ સાહેબ અને તેમની સ્મૃતીમાં બનાવેલ ટ્રસ્ટનો ખુબજ આભાર માનીએ છીએ.શ્રી દરૂ સાહેબની શ્રધ્ધાંજલીના ભાગ રૂપે ગુજરાતની પ્રજા સમક્ષ આ ઐતીહાસીક ચુકાદાના અગત્યના મુદ્દ્ઓ રજુ કરી એ છીએ..

(૧) જસ્ટીસ એમ સી ચાગલાના પ્રવચનની નોંધ–

' When the night is darkest, the dawn is not far. Darkness shall go and light shall come'.I may not probably be alive to see the glow of that dawn but I am confident that all of you will enjoy it.

( જયારે રાત્રીનો અંધકાર ચોતરફ ગાઢા પ્રમાણમાં ફેલાઇ ગયો હોય છે ત્યારે સવાર થવાની બહુવાર હોતી નથી. અંધારૂ ચોક્કસ જશે અને પ્રકાશ ફેલાશે. પરંતુ તે વહેલી સવારના પ્રકાશનું કીરણ જોવા હું કદાચ જીવીત નહી હોંઉ. પણ મને પુરો આત્મવીશ્વાસ છે કે તે પ્રકાશના પરીણામો તમે બધા સરસ રીતે માણી શકશો.)

શ્રી ચાગલા સાહેબના પ્રવચનનો મુખ્ય હાર્દ હતો કે ' સરકાર કે સત્તાધીશ, પ્રજાનો લોકશાહી ઢબે વીરોધ કરવાનો અધીકાર છીનવી લઇ શકે નહી.' તેથી તેઓએ પોતાની પુર્વતૈયારી વીનાના (ઇક્સટેમ્પરી) પ્રવચનમાં જણાવ્યું કે ' હું દીલ્હી સરકારના ત્રણ પગલાંનો સખ્ત વીરોધ કરૂ છું એક કટોકટીની જાહેરાત (પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સી).બે કોઇપણ કારણ વીના હજારો લોકોની અટકાયત કરી જેલમાં પુરી દેવાના અને ત્રણ,પ્રી–સેન્સરશીપ, પ્રેસ–મીડીયા વી. એ પ્રકાશન કરતાં પહેલાં જે તે પ્રકાશન કરવાની મંજુરી લેવાની. તેઓનું વ્યક્તવ્ય ભલે તત્કાલીન હતું પરંતુ તેમાં ભારોભાર ઉચ્ચકક્ષાના સંસ્કારો અને ખુબજ લાગણીસભર અને બીલકુલ નીષ્પક્ષપાતી (જયુડીશલ માઇન્ડ) હતું. છેલ્લા ત્રણ દાયકાથી દેશના નાગરીકો જે  નાગરીક અધીકારો ભોગવતા હતા તેના ઉપરનું એકાએક નીયંત્રણ અક્ષમ્ય છે.તેઓ પોતાના પ્રવચનમાં વારંવાર ગાંધીવાદી મુલ્યોને ઉજાગર કરતા હતા.ગાંધી મુલ્યો પ્રમાણે ધ્યેય ગમે તેટલો સારો હોય પણ તે પ્રાપ્ત કરવાના સાધનો પણ પ્રામાણીક જ હોવા જોઇએ તેવું શ્રી ચાગલા સાહેબનું કહેવાનું હતું. આજના રાજકારણીઓ ગાંધીના નામના સોંગદ લે છે અને દરરોજના રાજકારણમાં તેમના ધ્યેય પ્રાપ્ત કરવાના સાધનો બીલકુલ શુધ્ધ હોતા જ નથી. ધ્યેય તમારો ગમે તેટલો સારો હોય પણ તે પ્રાપ્ત કરવાના સાધનો જો ખરાબ હોય તે મને બીલકુલ માન્ય નથી.માટે હું દીલ્હી સરકરના ઉપરના ત્રણ પગલાં ને કારણે સખ્ત વીરોધ કરૂ છું. જે દીવસે સત્તાધીશો શાંત પ્રતીકાર કરવાના અધીકારને રાજદ્રોહ તરીકે મુલવશે તે દીવસે લોકશાહી રાજયવ્યવસ્થાનો મૃત્યુઘંટ વાગશે. કારણકે આપખુદ કે જુલ્મી સરકાર પોતાની ઉપરની ટીકા કે મુલ્યાંકનને હંમેશાં રાજદ્રોહ તરીકે મુલવીને વીરોધીઓને સખ્ત સજા ફટકારે છે. 

મારા મત મુજબ આપખુદશાહી કે સરમુખત્યારશાહીના બધાજ રાજકીય સ્વરૂપોમાં જો સૌથી વધારે ખરાબ હોય તો તે બંધારણીય સરમુખત્યારશાહી હોય છે. કારણકે તેમાં સૌથી વધારે છેતરપીંડી ભ્રામકરીતે છુપાયેલી (મોસ્ટ ડીસેપ્ટીવ) હોય છે. આવી બંધારણીય સરમુખત્યારશાહી એવું સાબીત કરે છે કે દેશમાં બધું બંધારણ મુજબ જ ચાલે છે.તેથી તેની સામે પ્રતીકાર કરીને પરીવર્તન લાવવું સહેલું નથી....... વ્યક્તી ગમે તેટલો મોટો કેમ ન હોય પણ તે પોતાની સરખામણી રાષ્ટ્ર સાથે કરીને એમ ન કહી શકે કે હું જ રાષ્ટ્ર છું. (ઇંદીરા ઇઝ ઇંડીયા, એન્ડ ઇંડીયા ઇઝ ઇંદીરા.) આપણું રાષ્ટ્ર અમાપ મુશ્કેલીઓમાંથી પસાર થઇને બહાર આવ્યું છે.અને પોતાનું અસ્તીત્વ ટકાવી રાખ્યું છે. આજની શ્રીમતી ગાંધીએ નાંખેલી કટોકટીના પડકારમાંથી પણ તે બહાર આવશે જ તેવો મને વીશ્વાસ છે.

શ્રી ચાગલા સાહેબનું પ્રવચન પ્રેસ માટે તૈયાર કરનાર રીપોર્ટર પ્રો દીનેશ શુક્લનું તારણ હતું કે ' સભાગૃહમાં હાજર રહેલ દરેક પ્રેક્ષકને એમ મહેસુસ થતું હતું કે સાહેબના પ્રવચનમાં તેની લાગણીઓનો  સતત પડઘો સંભળાય છે. 'સાંભળનારા અને બોલનાર વચ્ચે અદભુત એકરૂપતાનું બંધન જોડાઇ ગયું હતું.

આ નાગરીક સ્વાતંત્રય સંગઠનની પરીષદમાં ગુજરાત હાઇકોર્ટની આજ ડીવીઝન બેન્ચનામાનનીય ન્યાયાધીશ શ્રી એસ. એચ. શેઠ સભાગૃહમાં પ્રેક્ષક તરીકે હાજર રહ્યા હતા. તેની સામે સરકારી વકીલે કૃષ્ણકાંત વખારીયાએ એવી દલીલ કરી હતી કે ' તે એક સાંભળનાર હોવાથી આ બેન્ચમાં કેસ ચલાવવા સક્ષમ નથી.'

વધુ તારીખ ૨જી ઓગસ્ટે ૨૦૧૬ના દીવસે..

(2) જે ન્યાયાધીશ ' સીવીલ લીબર્ટીઝ કોન્ફરન્સ' માં શ્રોતા તરીકે હોય તે આ કેસ સાંભળી શકે ખરા?

શ્રી એસ. એચ. શેઠ સાહેબ તે પરીષદમાં શ્રોતા તરીકે ગયા હતા. સરકારી વકીલે એવો આક્ષેપ નથી મુક્યો કે તેઓને મારી ન્યાયીક પ્રતીબધ્ધતામાં(જયુડીસીઅલ ઇન્ટીગ્રીટી) વીશ્વાસ નથી. શ્રી શેઠ સાહેબનો મત હતો કે તે નીચેના કારણોસર ચોક્કસ આ પીટીશન સાંભળી શકે.

(1)    કોઇપણ કોન્ફરન્સમાં શ્રોતા તરીકે સાંભળવા જવાથી એવું કેવી રીતે માની લેવાય કે તેમાં રજુ થયેલા વીચારોને મારો ટેકો છે.  તેમાં મેં બોલીને મારો વીચારો રજુ કર્યા હોય તો જુદી વાત છે.

(2)    નાગરીક સ્વતંત્રતા તો લોકશાહી જગતની દેન છે. તેને કોઇ આ પક્ષ કે બીજા પક્ષ સાથે કોઇ સંબંધ હોતો નથી.

(3)     ન્યાયાધીશ, કોર્ટની બહાર, સર્વે બાજુથી અને જુદા જુદા અભીપ્રાયો સાંભળી શકે છે. તેનો અર્થ એ નથી કે તેણે જે સાંભળ્યું હોય તેનાથી તેનો પુર્વગ્રહ બંધાઇ જાય છે. તે રેડીયો સાંભળે છે. ટી વી, જુએ છે. દૈનીક પેપરો, ચોપડીઓ વાંચે છે. તેનાથી કયારેય એવું તારણ કાઢી શકાય નહી કે તે બધું જાણી, વાંચી વી.થી પોતાનો અભીપ્રાય બાંધે છે. ન્યાયાધીશો પાસે ફોતરામાંથી દાણા છુટા પાડવાની, એટલે કે સાચું શું છે અને ખોટું શું છે તે નક્કી કરવાની ક્ષમતા પુરેપુરી હોય છે.  જે ન્યાયાધીશોમાં આવી ક્ષમતા ન હોય તે, તે પોસ્ટમાટે  લાયક નથી એમ જ કહેવાય. તે બધાને છેતરીશકાય તેવા ભોળા કે સાલસ હોતા નથી. ફક્ત કોર્ટની બહાર કશુંપણ સાંભળવાથી જોઇ કોઇ ન્યાયાધીશ  ગેરલાયક ઠરતો હોય તો મારા મત મુજબ ઘણા બધા મારા 'જજીસબ્રધર્સ'  ગેરલાયક ઠરે.

(4)    ન્યાયાધીશ પાસે પોતાની આગવી વીવેક સુઝ હોય છે. તેને આધારે તેની પાસે આવતા કેસોને ન્યાયથી તોલે છે. તે બધું કોઇની સ્પીચ સાંભળવાથી કે કોઇ કોન્ફરન્સમાં હાજરી આપવાથી બદલાઇ જતું નથી.

(5)     એ હકીકત છે કે આ કોન્ફ્રરન્સમાં ખ્યાતનામ ન્યાયાધીશોએ પોતાના વીચારો રજુ કર્યા હતા. અને ઘણા બધા ન્યાયાધીશોએ ત્યાં સારા સાંભળનારા તરીકે હાજરી પણ આપી હતી. આ દેશમાં ઘણી બધી જાત જાતની અને ભાત ભાતની વીચારસરણીઓ, તત્વજ્ઞાનો અને વીચારો અસ્તીત્વ ધરાવે છે. કોઇ ન્યાયાધીશને પક્ષકારો તરફથી એમ ક્યારેય પુછવામાં આવતું નથી કે તમે કઇ વીચારસણીને આધારે અમારા કેસનો ચુકાદો આપશો?

(6)    સાચી હકીકત આટલી જ છે કે પોતાની કોર્ટ–રૂમની ચાર દીવાલો વચ્ચે તેઓએ પોતાની નીષ્પક્ષતા, તટસ્થતા અને  નીષ્પૃહ રીતે પોતાની ફરજ કોઇપણ જાતના દ્રેવ્સ કે તરફેણ સીવાય બજાવી છે કેમ?

(7)     ન્યાયાધીશ પોતાના ખુલ્લા મકાનમાં રહે છે જેની બધી બારીઓ ખુલ્લી છે . જેમાં ચારેય બાજુએથી પવનની લહેરો આવે છે. ફક્ત  તેઓએ એટલું જાણવાની જરૂર છે કે તે આવા પવનની લહેરોની ઝડપથી  તે પગની સમતુલા ન ગુમાવી દે અને પવનની ઘુમરીઓ કે વંટોળોમાં તે ફસાઇ ન જાય. મારાપર તે વીદ્વાન વકીલનો આવો કોઇ આક્ષેપ નથી.

(8)    અમારે તો ન્યાય આપીને એવું નક્કી કરવાનું છે કે ' ભુમીપત્ર' સામાયીકને વગર પરવાનગીએ કે પુર્વ મંજુરી સીવાય પોતાનું માસીક પ્રકાશીત કરવાનો અધીકાર છે કે કેમ?

(9)    ન્યાયાધીશ શ્રી શેઠ સાથે ન્યાયાધીશ શ્રી મહેતા સાહેબ સંમત થતાં કેસ ન સાંભળવાની અરજી કાઢી નાંખવામાં આવી  અને વકીલોને કેસના સંદર્ભની દલીલો રજુ કરવા વીનંતી કરવામાં આવી હતી. જેથી ગુણવત્તાને આધારે કેસ નક્કી કરી શકાય. (2nd Aug-16.)

તારીખ ૩ ઓગસ્ટ ૨૦૧૬.

ભુમીપુત્રનો કેસ ભારતના બંધારણે બક્ષેલા માનવ અધીકોરોના ઉલ્લંઘનનો ન હતો.

ઇંદીરા ગાંધીની સરકારે ૨૫મી જુને ૧૯૭૫ના રોજ દેશમાં કટોકટી દાખલ કરીને  એટલે કે આગલે દીવસે બંધારણની કલમ ૧૯ મુજબના બધાજ અધીકારોની મોકુફી કે સ્થગીત કરવાનો હુકમ પ્રેસીડેન્ટ ઓફ ઇંડીયાની સહીથી જાહેર કરી દીધો હતો. તેના  દ્રારા બચાવ થઇ શકે તેમ ન હતો.  જે બંધારણીય નીષ્ણાત એડવોકેટ શ્રી દરૂ સાહેબ સારી રીતે સમજતા હતા. કાયદા મુજબ અસ્તીત્વમાં આવેલી કેન્દ્ર સરકારે પોતાના હુકમથી તારીખ ૨૬મી જુને ૧૯૭૫ના રોજ પ્રી– સેન્સરશીપ નામનો વટહકમ બહાર પાડયો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ' દરેક સમાચારો, લેખોનું મુલ્યાંકન, અફવાઓ કે બીજા સમાચારો સેન્સર અધીકારીની પુર્વમંજુરી સીવાય છાપી શકાશે નહી.'

ગાંધીવાદી–સર્વોદયવાદી ભુમીપુત્રે ૧૨મી ઓકટોબર ૧૯૭૫ના રોજ ભરાયેલ ' નાગરીક સ્વાતંત્રય સંગઠન' માં શ્રી ચાગલા સાહેબ જે વીચારો રુજુ કર્યા હતા અને પ્રો. દીનેશ શુક્લે રીપોર્ટીંગ કર્યા હતા તે કેન્દ્ર સરકારની સેન્સર બોર્ડની પુર્વમંજુરી સીવાય પ્રકાશીત કર્યા. તેથી આ કહેવાતા ગેરકાયદેસર કામ માટે સેન્સર અધીકારીએ ભુમીપુત્રના બધા અંકો જપ્ત કર્યા અને પ્રેસ પર સીલ મારી દીધું.શ્રી ચાગલા સાહેબના પ્રવચનના કેટલાક અંશો ફેસબુક પર પ્રકાશીત કર્યા છે માટે અહીંયાં પ્રકાશીત કર્યા નથી.

એડવોકેટ શ્રી દરૂ સાહેબની 'ભુમીપુત્ર' માટેની દાવા અરજીમાં મુખ્ય દાદ હતી કે 'અમે સેન્સર અધીકારીને બધું તેઓની પુર્વમંજુરી સીવાય અને ત્યારબાદ જે મંજુર કરે તે જ પ્રકાશીત કરવું તે સીવાય કશું પ્રકાશીત ન કરવું તે હુકમ અસ્વીકાર્ય હોવાથી, અમે અમારો અંક પ્રકાશીત કર્યો છે.અને સેન્સર અધીકારીની સત્તાને પડકારી છે.

જુઓ, હવે મઝાની વાત એમ બની કે જે મુદ્દો શ્રી દરૂ સાહેબે પોતાની દાદમાં લીધો જ ન હતો       (મુળભુત અધીકારો અને તેના માટેની કલમ ૧૯નો) તેનાપર સામાવાળાના એડવોકેટ શ્રી વખારીઆએ પોતાની દલીલ શરૂ કરી. નામદાર કોર્ટે તરતજ જણાવ્યું કે ' અરજદારે વાણી સ્વાતંત્રય અને અભીવ્યક્તીના સ્વાતંત્રયના બચાવ માટેની દાદ માંગીજ નથી.'અરજદારની દલીલ તો એટલી જ છે કે વટહુકમ જે નીયમ (રૂલ ૪૮)ના ટેકાથી બહાર પાડયો છે તે તેનાકાર્યક્ષેત્રની બહાર છે. અને બીજું કે આ વટહુકમથી અંગત ધંધાકીય જીવનમાં ખુબજ મોટી દખલગીરી ઉભી થઇ છે. અરજદારનું તો માત્ર એટલું જ કહેવું છે કે કોઇપણ સરકારી નીયમ કાયદાથી પર નથી. જો આવો નીયીમ હોય તો તે રદ થવાને પાત્ર છે. મુળભુત અધીકારોના મુલવતીપણાથી સરકારને સામાન્ય કાયદા વીરૂધ્ધના નીયમો ઘડીને દેશને જંગલ રાજ( નોટ રુલ ઓફ લો, બટ રૂલ ઓફ જંગલ) બનાવવા માટે લોકોએ ચુંટીને સત્તા આપી નથી.દેશના રાષ્ટ્રપ્રમુખનું જાહેરનામું જે અંગે  બહાર પાડયુ હોય તેના ક્ષેત્રની બહાર પણ તેનું મારી મચેડીને જુદુ અર્થઘટન કરીને તેનો અમલ ન થઇ શકે. કોર્ટનું નીરીક્ષણ તો એ છે કે  સરકાર અને તેના વકીલ એવું માની બેઠા છે કે ચીફ સેન્સર અધીકારીને જે હુકમ પાડવા હોય તે બહાર પાડે અને નાગરીકોને તેની સામે બચાવ માટે કોઇ ઉપાય જ બાકી રહ્યો નથી. આ દલીલ જ અમાન્યછે. ટકી શકે તેમ નથી તેમજ પહેલે તબક્કે જ ખારીજ થવાને પાત્ર છે.( This argument is thoroughly misconceived and totally unsustainable. It deserves to be ex- facie rejected.)

 

 

વધુ આવતી કાલે ૪–૮– ૨૦૧૬.

અરૂણ જેટલી , નાણાંમત્રી ભારત સરકાર.એ કહ્યું હતું કે––ખાસ કરીને સુપ્રીમ કોર્ટ ઓફ ઇંડીયા, અમોને બંધારણીય રીતે મળેલા અમારા રાજ્ય કરવાના અધીકારમાં અમારા નીર્ણયો વીરૂધ્ધ ચુકાદા આપીને દખલગીરી કરે છે.––

 વડાપ્રધાન મોદીએ સત્તા ગ્રહણ કરતાંની સાથે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશોની નીમણકમાં જે ' કોલિજીયમ કમીટી' અંગે વટહુકમ બહાર પાડીને ન્યાયતંત્રને પોતાની એડી નીચે લાવવાનો પ્રયત્ન કર્યો હતો અને તેને સુપ્રીમ કોર્ટે રદ બાતલ કર્યો હતો.

હમણાં જ સમાચાર મળે છે કે ગુજરાત સરકારે અનામતની ટકાવારી ૪૯ ટકા થઇ ગઇ હતી તે બરાબર જાણતી હોવા છતાં બંધારણના નીયમ વીરૂધ્ધ ટકાવારી વધારી. જેને નામદાર ગુજરાત હાઇકોર્ટે આજે જ ખારીજ કરી નાંખી છે. તેવીજ સ્થીતી હરીયાણાની ભાજપની સરકારની અનામતના મુદ્દે થઇ. ત્યાંપણ હરીયાણાની હોઇકોર્ટે અનામતનો વધારેલો ક્વોટા રદ બાતલ કરેલ છે.

ઉપરની હકીકતો ઇંદીરા ગાંધીએ કટોકટી દરમ્યાન જે એકહથ્થુ, અબાધીત અને કાયદાની પરવા રાખ્યા વગરની સત્તા ભોગવવાની ખ્વાઇશો રાખી હતી, તેવી દાનત દરેક રાજ્ય કરનારાઓની એક સરખી જ હોય છે તે જણાવવા અમે ઉપરનાં બે અવતરણો સામેલ કર્યા છે.

આની સામે શ્રી દરૂ સાહેબે તે જમાનામાં જે રજુઆત કરી હતી તે આ મુજબ છે.'( The exercise of government authority directly affecting individual interests must rest on legitimate foundations. ....... The supreme court has observed that all executive actions ' સરકારના તમામનીર્ણયો' which operates to the prejudice of any individual must have the authority of law.)  ટુંકમાં સરકારના નીર્ણયો કાયદાકીય મુલ્યાંકન ઉપર નથી.આ મુદ્દા પર શ્રી દરૂ સાહેબે ગુજરાત હાઇકોર્ટને ઇગ્લેંડના કોમન લો થી શરૂ કરીને દેશની સર્વૌચ્ચ અદાલતના ઘણા બધા ચુકાદાઓની નોંધ લેવા લેખીત પુરાવા રજુ કર્યા હતા. તેવા અગત્યના પુરાવાઓ ટુંકમાં જોઇએ.

દેશની સરકાર ચલાવનાર તંત્ર લોકશાહી સ્વરૂપનું હોય કે બીનલોકશાહી પણ એ યાદ રાખવું જરૂરી છે કે કુદરતી રીતે જ દરેક નાગરીકને જન્મની સાથે જ બોલવાનો, સાંભળવાનો, અને પોતાની જાતને એકબીજા સાથે અભીવ્યકત કરવાનો અધીકાર મળેલ છે. તમે કોઇ સમાજ બહેરો–મુગો હોઇ શકે તેની કલ્પના કરી શકો ખરા! બંધારણ કે મુળભુત કાયદો આ કુદરતી અધીકારોનું સંરક્ષણ, બાહેધરી અને તેની કાયદાકીય ઓળખ આપી શકે. 

તા. ૫મી ઓગસ્ટ ૨૦૧૬.

" સેન્સેરશીપ નીયંત્રણના હુકમ નીચે સેન્સરઅધીકારીની નીમણુક હોસ્પીટલમાં દર્દીની સેવા કરનાર નર્સ જેવી હોવી જોઇએ. સેન્સર અધીકારીએ તેના કાર્યોથી લોકશાહી વ્યવસ્થાની માવજત અને સંવર્ધન કરવાનું છે. લોકશાહીની કબર ખોદવા સેન્સર અધીકારીની નીમણુક કરવામાં આવતી નથી." શ્રી સી. ટી. દરૂ.

નામાંકીત ન્યાયવીદ્ લોર્ડ એ. સી. ડાયસી (૧૮૩૫–૧૯૨૨)એ કાયદાના શાસન ( રૂલ ઓફ લો)ના બે લક્ષણો જણાવ્યા છે. એક સરકારના સ્વેચ્છાચારી(આર્બિટ્રરિનેસ) સત્તા સામે સામાન્ય કાયદાની સર્વોપરીતા. બીજુ,સરકારના સ્વેચ્છાચાર કે વીશીષ્ટ(પ્રીરૉગેટીવ) અધીકારની જ બાદબાકી કે બહીષ્કૃતતા. નીશ્ચીતતા

(ઇન્ફેલીબીલીટી)અને લોકશાહી ક્યારે સાથે જતા નથી. નીશ્ચીતતા અને સરમુખત્યારશાહી જ સાથે જાય છે. તે લોકોને સત્તા ટકાવી રાખવા પ્રેસ સેન્સરશીપ અને માનવ અધીકારો પર નીયંત્રણ જોઇએ છીએ.

જ્હોન સ્ટુઅર્ટ મીલ (૧૮૦૬–૧૮૭૩) ' ઓન લીબર્ટી' નામના નીબંધમાં' સત્તા અને સ્વતંત્રતા' વચ્ચેના સંઘર્ષમાં લખે છે કે,સરકારની આપખુદશાહી પ્રજાના સ્વતંત્ર અધીકારોથી નીયંત્રણમાં રહેવી જોઇએ. તથા રાજ્યના ત્રણ અંગોની સત્તાઓ, કારોબારી (સરકાર),સંસદના બંને ગૃહો અને ન્યાયતંત્ર, તે બધા એકબીજાના પરસ્પર નીયંત્રણ(ચેક્સ એન્ડ બેલેંસીસ) માં રહેવા જોઇએ. કારણકે આ પ્રજાસત્તાક રાજ્ય છે. કોઇ એક વ્યક્તી કે પક્ષનું પણ રાજ્ય નથી.પ્રજાસત્તાક રાજ્યમાં પ્રજાની પોતાના ઉપરની આપખુદશાહી કેવી રીતે હોઇ શકે! લોકશાહીમાં સત્તાની ધુરા સંભાળનારા કાયમ માટે એક જ લોકો કે પક્ષ હોતો નથી. બીજું કે બહુમતીની આપખુદશાહી (ટીરેની ઓફ મેજોરીટી)થી લઘુમતીઓ પર દમન ન થાય. લઘુમતીઓને પોતાના હક્કો પ્રમાણે જીવન જીવવાનો પુરો અધીકાર સુરક્ષીત રહેવો જોઇએ.

In Mill's view, tyranny of the majority is worse than tyranny of government because it is not limited to a political function. જે . એસ. મીલના મત પ્રમાણે બહુમતીનો લઘુમતીઓ પરનો જુલ્મ સરકારી જુલ્મ કરતાં વધારે ખતરનાક હોય છે.( દા;ત ગુજરાતના ૨૦૦૨ના મુસ્લીમ વીરોધી કોમી તોફાનો, થાનગઢ અને તાજેતરનો ઉનાનો દલીતોપરનો અત્યાચાર). દેશની જુલ્મી સરકાર સામે કાયદાકીય સંરક્ષણ મેળવવું શક્ય છે.પણ સમાજમાં પ્રવર્તમાન પુર્વગ્રહો, રીવાજો,માન્યતાઓ અને લાગણીઓના જુલ્મોથી બચવું ઘણું મુશ્કેલ છે. કારણકે સમાજમાં પ્રવર્તમાન અભીપ્રાયોથી સમાજમાં નાગરીક તરીકે જીવન જીવતા લોકોની અરસપરસના વ્યવહારો નક્કી થાય છે. તે સામાજીક સંબંધોનો પાયો છે. કાયદાની એ મજબુરી છે કે તે સમાજમાં પ્રવર્તમાન બહુમતીના જુલ્મ સામે પોતાનું કાયદાકીય કવચ પુરુ પાડી શકતો નથી.મીલનું મંતવ્ય છે કે રાજ્યમાં બહુમતી મત હંમેશા સાચો હોય એવું નથી હોતું. સમગ્ર સમાજના મત સામે, એક માણસને પોતાના મત પ્રમાણે જીવવાનો અને જાહેર કરવાનો પણ અધીકાર છે. શરત એટલી જ હોઇ શકે તેના મત કે કાર્યથી બીજાને હાની થવી ન જોઇએ.પરંતુ વ્યક્તી પોતે પોતાના શરીર અને મનનો સાર્વભૌમ–પુર્ણ સત્તાધીશ છે.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

તા. ૬ ઓગસ્ટ–૨૦૧૬.

 કોઇપણ સમાજમાં પ્રસારણના માધ્યમો ફક્ત માહીતી પહોંચાડનાર સાધનો નથી. સાથે સાથે તે પ્રજામત કેળવનાર સૌથી અસરકારક માધ્યમો છે. સાચી લોકશાહી ત્યારેજ ધબકતી રહે જ્યારે  એક બીજાની સામે વૈચારીક રીતે હરીફાઇમાં હોય તેવી આર્થીક,રાજકીય અને સામાજીક વીચારસરણીઓની મુક્તરીતે રજુઆત થતી રહે અને પ્રસાર માધ્યમો તેની બૌધ્ધીક રીતે સાફસુફી(ક્લીયરીંગ હાઉસ) કરતા રહે. જે દીવસે આવી મુક્ત રીતે બૌધ્ધીક સાફસફાઇ, રાજ્ય કર્તાઓના નીર્ણયથી બંધ થઇ જશે તે દીવસે લોકશાહીનો પણ મૃત્યુ ઘંટ વાગી જશે. ....રાજ્યકર્તાના કદાચ ભયથી માહીતી–પ્રસારણના માધ્યમો પર નીયંત્રણ લાવી શકે પણ  સમાજમા પ્રવર્તમાન લોકશાહીના ચારીત્ર્યને તો બંધીયાર બનાવી શકે નહી.

મુક્ત પ્રેસ અને વીચારભેદ કે મતભેદ રજુકરવાનો અધીકાર ( રાઇટઓફ ડીસેંટ), આ બંને તો જીવંત સમાજની ધબકતી નસો છે. જેની અંદરથી લોકશાહીના લોહીનો પ્રવાહ સતત વહેતો રહે છે. તે પ્રવાહને ગુંગળાવી દેવો એટલે લોકશાહી જીવનપધ્ધતીનું ગળુ દબાવી દેવું! જ્યારે રાજ્ય સરકાર આવા નીયંત્રણો નાંખવાનું નક્કી કરે ત્યારે લોકશાહી જીવન વ્યવસ્થાની મુળભુત, પાયાની જરૂરીયાતો અને રાજ્ય સંચાલન માટે અનીવાર્ય પણ શાંતીમય નીયમન કરવાની સત્તા, બંને વચ્ચે સ્પષ્ટ મર્યાદા રેખા દોરી લેવાની જરૂર છે. લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં આવી મર્યાદા રેખા દોરવાનું કામ ન્યાયતંત્રનું છે. જે સરકારી તંત્ર અને કાયદા ઘડનારી લોકસભા કે વીધાનસભાને કહી શકે કે ' તમારા માટે આ નીયંત્રણ રેખા છે જેનાથી તમે આગળ નહી વધી શકો ( ધસ ફાર એન્ડ નો મોર).

જે. એસ. મીલ વીચારભેદ કે મતભેદ રજુકરવાના અધીકારને આ પ્રમાણેનું મહત્વ આપે છે. " એક બાજુ સમગ્ર માનવજાતનો અભીપ્રાય હોય અને તેની સામે ફક્ત એક માણસનો જુદો અભીપ્રાય હોય તો પણ સમગ્ર માનવજાતને પેલા જુદામતવાળાને દબાવી દેવાનો કોઇ અધીકાર ન હોઇ શકે."

( A free & enlightened thought never dies even though its  author may be crucified.) સ્વતંત્ર અને પ્રબુધ્ધ વીચાર કયારે મૃત્યુ પામતો નથી ભલે તેના લેખકને  રીબાવી રીબાવીને કે તેના શરીર પર જુલ્મ કરીને મારી નાંખવામાં આવે. સોક્રેટીસને ઝેર આપીને મારી નાંખવામાં આવ્યો હતો. પણ તેનું તત્વજ્ઞાન આકાશના સુર્યની માફક પ્રકાશીત થઇને સમગ્ર વીશ્વના બૌધ્ધીક જગતને માર્ગદર્શન આપતું રહ્યું છે.

સામાજીક અસહીષ્તા કોઇને  મારી શકતી નથી. કોઇના મત કે અભીપ્રાયનાં મુળીયાં ઉખાડી શકતી નથી. પણ આવા માણસોને ભુગર્ભમાં જીવવા મજબુર કરે છે. જેથી તે બધા મુક્ત વીચાર કરવાના ગુનામાંથી પોતાની જાતને સુરક્ષીત રાખી શકે.

પ્રો. હેરોલ્ડ લાસ્કીએ પોતાની ચોપડી " લીબર્ટી ઇન ધી મોર્ડન સ્ટેટ " માં અભીવ્યક્તીના સ્વાતંત્ર પર લખ્યું છે કે ' માણસ રાજ્ય સામે સ્વતંત્ર રીતે પોતાનો અભીપ્રાય આપવાને સક્ષમ હોવો જોઇએ. અભીવ્યક્તીનું હાર્દ છે બોલવાનો, તેને પ્રકાશન કરવાનો અને બીજાઓને સહકારથી તે અભીવ્યક્તીને કાર્યમાં રૂપાંતર કરવાનો અધીકાર છે. જો તેને બહેરો, મુંગો અને નીષ્ક્રીય બનાવી દેવામાં આવશે તો તે આખરે માનવ જ મટી જશે..... કોઇપણ નવું સત્ય હંમેશા ખુબજ ઓછી લઘુમતી પાસે જ હોય છે. તે સત્ય આખા સમાજની સમજ બને તે પહેલાં એ એકલદોકલ વ્યક્તી કે લઘુજુથની જ સમજ હોય છે.

તા.૭મી ઓગસ્ટ ૨૦૧૬.

રાષ્ટ્રપીતા મહાત્મા ગાધીજીના 'નાગરીક સ્વાતંત્ર્ય' ( સીવીલ લીબર્ટીઝ) ઉપરના વીચારો નીચે મુજબ હતા.

કોઇપણ ચળવળની સફળતા માટેની પુર્વ કે અનીવાર્ય શરત એ છે કે ' આપણે અભીવ્યક્તીના સ્વાતંત્ર્ય માટે મહત્તમ સ્વતંત્રતા આપવી.' વાણી સ્વાતંત્ર્યના અધીકાર નો અર્થ જ છે તે બીનવીવાદસ્પદ કે અવીવાધ્ય છે. ભલે તે અધીકારના ઉપયોગથી કોઇની લાગણી કે માન્યતાઓને ઠેસ કેમ લાગતી ન  હોય?અખબારી આઝાદીનો અર્થ એ કે રાજ્યસત્તાના નીર્ણયોની બને તેટલી તીવ્રતાથી, સહેજ પણ સેહશરમ રાખ્યા વીના ટીકા કરવી.વૈચારીક મંડળી કે જુથને  ક્રાંતીકારી યોજનોની ચર્ચા કરવાનો અબાધીત અધીકાર છે. રાજ્યને યોગ્ય લાગેતો તેની સામે પોલીસ કે નાગરીક તંત્ર દ્રારા કાયદાકીય કાર્યવાહી કરી શકે છે. તેમાં લશ્કરનો ઉપયોગ કરવાની જરૂરત નથી.

લોકશાહી જીવન પધ્ધતીની ઉત્ક્રાંતી શક્ય જ નથી જો આપણે સામા પક્ષની વાત સાંભળવા તૈયાર જ ન હોયતો! જો આપણે બીજાની વાત સાંભળવા બીલકુલ નાજ પાડીએ તો તેનો અર્થ એ થાય જ કે આપણે આપણી તર્કબધ્ધ રીતે વીચાર કરવાના મુળભુત વૃત્તીના બારણા જ બંધ કરી દઇએ છીએ. આ ટેવ આપણને અન્યના આપણાથી જુદા અભીપ્રાયો સાંભળવા અસહીષ્ણુ બનાવી દે છે. તેમાં આપણે સત્યને જ ગુમાવી દઇએ છીએ. આપણી પાસે રહેલા સત્યને ખુલ્લા મનથી શક્તી મળે છે. કારણકે આપણે સાચુ શું છે અને ખોટું શું છે તે જાણવા માટેનો આપણા મનનો માર્ગ ખુલ્લો રાખેલો છે. કદાચ આપણા મનના કોઇ ખુણામાં કોઇ અશુધ્ધ કચરો ભરાઇ ગયો હોય તો તે બહાર નીકળી જાય છે.

બહુમતીના નીર્ણયોને શરણે જવું તે તો એક જાતની ગુલામી છે. લોકશાહીમાં લોકોએ ઘેટાની માફક વર્તવાનું નથી. લોકશાહીમાં વ્યક્તીગત અભીવ્યક્તીની સ્વતંત્રતા એટલી મહામુલ્ય ચીજ છે કે તેને કીંમતી રત્નની માફક સતત જાળવવાની જરૂર છે. તેથી મારો સ્પષ્ટ અભીપ્રાય છે કે લઘુમતીએ ચોક્કસ રીતે બહુમતીની વીરૂધ્ધમાં જ વર્તવું જોઇએ.

હીંસા અને લોકશાહી ક્યારેય સાથે જઇ શકે નહી. જયારે સ્વાધીનતા અને લોકશાહીના હાથ નીર્દોષ માણસોના લોહીથી ખરડાયેલા હોય છે ત્યારે તે અપવીત્ર બને છે. રાજ્ય પોતે ઇચ્છે છે કે લોકો પાસે મુક્ત રીતે પ્રકાશીત થયેલ સમાચાર પહોંચે તો પછી આવા સમાચારોના પ્રકાશનથી જાહેર શાંતી અને જાહેર વ્યવસ્થા કેવી રીતે ખોરવાવાની છે?

તા ૮મી ઓગસ્ટ ૨૦૧૬.

એડવોકેટ શ્રી દરૂ સાહેબે પોતાની દલીલો ચાલુ રાખીને વધુમાં જણાવ્યું કે–

શું લોકોને એક પ્રજાસત્તાક દેશના નાગરીક તરીકે સરકરની નીતીઓ અને તેણે લીધેલ નીર્ણયો જાણવાનો અધીકાર છે કે નહી? શું લોકોને આવતી બીજી સામાન્ય ચુંટણીમાં વર્તમાન સરકારે લીધેલા નીર્ણયો અંગે તરફેણમાં કે વીરોધમાં પોતાના વીચારો રજુ કરવાનો અને તે પ્રમાણે મત આપવાનો અધીકાર છે કે નહીં? જો તે અધીકાર હોયતો  સરકારે મીસા હેઠળ શું કર્યુ છે, તે તટસ્થ રીતે પ્રેસસેન્સરશીપ નીચે લોકો કેવી રીતે જાણવાના હતા? જો સરકારના નીર્ણયો અન્યાયી, કઠોર અને કડક હોય તો લોકશાહીમાં તે નીર્ણયોનું મુલ્યાંકન કરીને આવા બીનલોકશાહી નીર્ણયો લેનાર રાજકીય પક્ષને આગામી ચુંટણીમાં ફગાવી દેવાનો અધીકાર પણ લોકોને છે. અમારા મત પ્રમાણે પ્રી– સેન્સરશીપ કાયદો બીનઆવકારદાયક, લોકશાહીના વીકસતા પોત માટે બીનતંદુરસ્ત અને લોકશાહીનું ગળુ રૂંધનાર અને ડબાવનાર છે. તે લોકશાહીને ગળે ટુંપો દેનાર છે.

તેવીજ રીતે, સુધારણાલક્ષી, કેળવણીઆપનાર કે કદરદાન મુલ્યાંકનોને કેવી રીતે સાબીત કરીશું કે તેનાથી હીંસા ફાટી નીકળશે અને રાજયની જાહેરશાંતીમાં જોખમાશે? ઉપર જણાવેલા ગુણોથી તો પ્રજામત કેળવાશે. સરકારને પણ તેમાંથી માર્ગદર્શન મળે તેમ છે. લોકશાહીમાં આવી સરકારની ટીકાઓ સારા પરીણામ ઉપજાવી શકે તેમ છે. આવા સરકારના રચનાત્મક આલોચનો તો લોકશાહીની પાઇપ લાઇન છે. જેમાંથી તેનો પ્રવાહ સતત વહેતો રહે છે.  આવા સમાજના તંદુરસ્ત પ્રવાહોને ગુંગળાવાય જ નહી.

તે એક વૈશ્વીક સત્ય છે કે " અહર્નીશ જાગરૂકતા એજ લોકશાહીની ખરી કીંમત છે." આ સત્ય સત્તા પક્ષ તેમજ વીરોધ પક્ષને સપ્રમાણ લાગુ પડે છે. સત્તાપક્ષની ફરજ છે કે વીરોધીદળોની રાષ્ટ્રવીરોધી કે જાહેર શાંતીને જોખમમાં મુકાય તેવી પ્રવૃતીઓ બીલકુલ ચાલવા ન દેવી. સાથે સાથે વીરોધ પક્ષે પણ એ જાગરૂકતા રાખવાની જરૂર છે કે  સત્તાપક્ષ આંતરીક અંધાધુધી કે બાહ્ય આક્રમણનો ખોટો ભય બતાવીને ગેરકાયદેસર સત્તા છીનવી લઇને સરમુખત્યાર ન બની જાય. ઉપર મુજબનાં ખોટા બાનાં બતાવીને સ્વતંત્રતા અને લોકશાહીને ભસ્મીભુત ન કરી દે!

દેશની સુપ્રીમ કોર્ટનું આ મુદ્દે તારણ હતું કે ' લોકશાહીપ્રથા એ તો વીચાર કરવાની પ્રક્રીયાનું મુક્ત બજાર છે જેમાં સ્પષ્ટ અને અસ્પષ્ટ વીચારોને મુક્તપણે સહેલાઇથી રજુ કરી શકાય છે.' (ધી ડેમોક્રેસી ઇઝ એ ફ્રી માર્કેટ ઓફ થોટ્સ એન્ડ હેઝ એ ફ્રી ટ્રેડ ઓફ આઇડીયાસ) આ રાજયવ્યવસ્થામાં તેના દરેક નાગરીકને પોતાની સક્ષમતા પ્રમાણેના વ્યક્તીત્વ માટે સંપુર્ણ વીકાસની તકો પુરી પાડવામાં આવે છે. જો તેને આવી વીકાસની તકો પુરી પાડવામાં ન આવે તો તે સમાજના વીકાસ માટેનો પોતાનો મહત્તમ ફાળો આપી ન શકે. તે આ રીતે સમાજ પ્રત્યેનું તેનું રૂણ અદા ન કરી શકે.

સરકાર, પ્રજાના હીતને જોખમમાં મુકે તેવા રીપોર્ટ કે સમાચારો માટે પ્રી સેન્સરશીપ કાયદો કરે, પણ શૈક્ષણીક,રચનાત્મક કે હકારાત્મક માહીતીઓ પર તેના પ્રકાશન પહેલાં પુર્વનીયમન મુકે તે કેટલું ન્યાયી ગણાય? લોકશાહીમાં કોઇપણ વીચારોનું 'મુલ્યાંકન સીવાય' મનમાં ઠસાવી દેવું ખુબજ અભીશાપ છે.( ધેર ઇઝ નો ગ્રેટર કર્સ ફોર એ ડેમોક્રેસી ધેન ઇનડોક્ટ્રીનેશન). લોકશાહીમાં લોકોને કટોકટીની જાહેરાત, મીસા હેઠળ લેવામાં આવેલાં પગલાં( એક્શન) અને રાષ્ટ્રપ્રમખના હુકમથી મુલતવી રાખવામાં આવેલ મુળભુત અધીકારોની ન્યાયીકતા અંગે જાણવાનો પુરો અધીકાર છે.પ્રજાને એક બીજાના હરીફ, વીરોધી કે સામાસામા વીચારોની ગુણવત્તા કે ખરાખરી જાણવાની તકો સરકાર ઝુંટવી લઇ શકે નહી.... આ પ્રક્રીયાને નાશ કરવો એટલે લોકશાહી ખુદનો નાશ કરવો. તેનો સાદો અર્થ એટલો જ થાય કે હવે આપણું રાજય લોકશાહી સત્તા પ્રથાને બદલે સરમુખત્ય્રારશાહી કે એકહથ્થુ સત્તાપ્રથામાં પ્રવેશ કરે છે.

તા.૯મી ઓગસ્ટનો લેખ.

"Revolution is not a dinner party, nor an essay, nor a painting, nor a piece of embroidery; it cannot be so refined, so leisurely and gentle, so temperate, kind, courteous, restrained and magnanimous.

A revolution is an insurrection, an act of violence by which one class overthrows another."

— Mao, February 1927.

રાજકીય ક્રાંતી એ કોઇ ડીનર પાર્ટી નથી, નથી તે કોઇ નીબંધ કે મનને ગમે તેવું ચીત્ર કે આભુષણ. તે કોઇ સાંસ્કૃતીક પ્રવૃતી પણ નથી, જેમાં આનંદપ્રમોદ હોય, ભલમનસાઇ હોય કે પછી વીનય–વીવેક આધારીત પ્રવૃત્તી હોય, તે કોઇ નીયંત્રીત, ઉદાર કે પરમાર્થ માટેની પ્રવૃતી નથી. ક્રાંતી એ એક સશસ્ર બળવો છે, તે એક હીંસક ક્રીયા છે જેમાં એક વર્ગ બીજા વર્ગના આધીપત્યને ફગાવી દેછે.–– ચેરમેન માઓત્સે તુંગ સને ૧૯૨૭.

"When the enemy advances, we retreat. When the enemy rests, we harass him,
When
 the enemy avoids a battle, we attack. When the enemy retreats, we advance."

Mao's advice in combating the Kuomintang, 1928

 

જયારે ક્રાંતીનો દુશ્મન આગેકુચ કરે છે ત્યારે ક્રાંતીનાવાહકો ગણતરીપુર્વકની પીછે હઠ કરે છે. જયારે દુશ્મનો આરામ કરે છે ત્યારે ક્રાંતીકારોઓ હુમલો કરે છે. જયારે દુશ્મન યુધ્ધથી બચવા શાંતી ઇચ્છે છે ત્યારે આપણે તેમના પર હુમલો કરવાનો છે. જયારે દુશ્મન પીછેહઠ કરે છે ત્યારે આપણે તેમના પર હુમલો કરવાનો છે.––

 માઓએ પોતાના ક્રાંતીકારીઓને સને ૧૯૨૮માં ચીનના સત્તાધીન રાષ્ટ્રવાદી લોકપક્ષની સામે યુધ્ધ કરવા પોતાની વ્યુહરચના સમજાવી હતી.

શ્રી દરૂ સાહેબે પોતાની દલીલો આગળ કરતાં નામદાર કોર્ટને જણાવ્યું હતું કે આપણી જ હાઇકોર્ટનો, એક ગુજરાત લો રીપોર્ટરમાં નોંધાએલ ચુકાદો સને ૧૯૬૮નો અત્રે રજુ કરૂ છું. કોર્ટની ફુલબેંચમાં તે સમયના ચીફ જસ્ટીસ ભગવતી સાહેબે માઓત્સે તુંગના બે ઉપરના જેવા ફકરાઓ ( જે અમે ગગલ સર્ચમાંથી લીધા છે.)નો આધાર લઇને ચુકાદો આપ્યો હતો કે, આ બે ફકરાઓ માઓત્સે તુંગની ફીલોસોફીને બૌધ્ધીક અભ્યાસની દ્રષ્ટીએ સવીસ્તાર સમજાવવા પુસ્તકમાં લેવામાં આવ્યા હતા. આ ફકરાઓનો મારી મચેડીને એવો અર્થ ન કઢાય કે તેનો હેતુ રાજય સામે બળવો કરવાનો કે રાજદ્રોહ કરવાનો હતો. રાજદ્રોહ કરીને તે ફકરાઓની નીંદા કરવામાં આવે તો તેનો અર્થ એ થાય  રાજદ્રોહ એટલે જ્ઞાનના બારણા બંધ કરવા. અથવા તે ફીલોસોફીનો દેશનીકાલ (ઓસ્ટ્રેસાઇઝ) કરવો.

 કારણકે તે આપણી પ્રવર્તમાન પણ પ્રીય જીવન પધ્ધતી વીરૂધ્ધની ફીલોસોફી છે. જેનાથી દેશના લોકો ટેવાઇ ગયેલા નથી. દેશની વર્તમાન સત્તાધીન સરકારે કે ન્યાયધીશો જે કોર્ટમાં બીરાજમાન છે, તેઓએ નક્કી નથી કરવાનું કે લોકોએ પોતાનું જીવન જીવવા કઇ ફીલોસોફી  કે તત્વજ્ઞાન પસંદ કરવાનું છે. લોકોએ પોતે નક્કી કરવાનું છે કે પોતાના માટે સારુ શું છે? અને તે લોકો પ્રજા તરીકે શ્રેષ્ઠ નીર્ણય કરી શકે માટે વીચારોના પ્રવાહ બધીબાજુએથી લોકોને મળે, તે આ બધાની અનીવાર્ય પુર્વશરત છે. હા, એ હકીકત છે કે માઓત્સે તુંગની વીચારસરણી આપણા રૂઢીચુસ્ત સમાજના રીતીરીવાજો અને ધાર્મીક ખ્યાલોથી જુદી છે. તે વીચારસરણી દેશની આત્મસંતોષી(કમ્પ્લેસન્સી) મુઠ્ઠીભર લઘુમતીના હીતોને કદાચ ખલેલ પણ પહોંચાડે. હા, તે વીચારસરણીમાં આપણી ઉંડી જડ ઘાલીબેઠેલી માન્યતાઓ, પુર્વગ્રહો, પવીત્ર માન્યતાઓ અને પ્રસ્થાપીત સામાજીક, આર્થીક અને રાજકીય વીચારસરણીઓના મુળભુત સીધ્ધાતોને પાયામાંથી પડકારે છે. તેથી કરીને આ માઓવાદી વીચારસરણીથી આપણા જેવા દેશના લોકોએ ચીંતા કરવાની જરૂર નથી. કારણકે આપણો પૌરાણીક વારસો તો સત્યશોધકોનો છે. અને અવીરત સત્યની શોધ આપણને કયારેય નવા સત્યોને આવકારવા માટે આનાકાની કરે કરાવે નહી. જો આ સત્યો સ્વીકાર્ય હશે તો તે આપણા જીવનનો એક ભાગ બની જશે. દેશમાં વીચારોને મુક્ત રીતે અભીવ્યકત કરવાની સ્વતંત્રતા હોવી જોઇએ. માઓવાદી વીચારોને સાચા ગણી જેઓ સ્વીકારે છે, તે બધાનેપણ તેમની રીતે વીચારવાની સ્વતંત્રતા હોવી જોઇએ. ફક્ત જે આવા વીચારોને ધીક્કકારે છે, તેમના માટે આવા વીચારોનો પ્રચાર–પ્રસાર કરવાની સ્વતંત્રતા હોય, તેને કેવી રીતે ન્યાયી ગણી ચલાવી લેવાય? ખરેખર જુદા જુદા વીચારોના સંઘર્ષમાંથી જ સત્યો શોધાય છે. જેની ગવાહી ઇતીહાસ આપે છે. વીચારોના હરીફાઇવાળા બજારમાં જે વીચારોમાં સત્યનો આધાર હશે તે ટકી રહશે અને બાકીના વીચારો ઇતીહાસની કચરા પેટીમાં ગરકાવ થઇ જશે.

તા. ૧૩મી ઓગસ્ટ ૨૦૧૬.

સેન્સરશીપના સંભવીત પરીણામો–

સૌથી પ્રથમ તો તે બધાજ પ્રકારની માહીતીની ચેનલો બંધ કરી દે છે. માહીતી એ તો પ્રજાશીક્ષણનું સહેલાઇથી પ્રાપ્ત થતું સાધન છે. બીજુ જે વધારે જોખમકારક છે તે એ છે કે સરકાર જે માહીતી લોકોને પહોંચાડવા માંગતી હોય તેના સીવાયની બીજી કોઇ માહીતી પ્રજાને મળે જ નહી, તેવું માળખું સરકારી મશીનરી દ્રારા ગોઠવવામાં આવે છે. જે પક્ષ પાસે સરકારી સત્તા હોય તે પોતાની તરફેણ સીવાયના બધા ન્યુઝમાં કાપા કાપી કરી દે છે. સરકાર પોતાના દ્રારા પ્રજાને સત્ય જાણવાના બધા બારણાઓ સેન્સરશીપના હુકમની મદદથી બંધ કરી દે છે. તેનાથી સમાજમાં પેદા થતા રચનાત્મક અને શૈક્ષણીક વીચારોને પણ સેન્સરશીપના તંત્રની મદદથી દબાવી દેવામાં આવે છે. સત્તાપક્ષે અમલમાં મુકેલા કાર્યો અને નીતીઓનું મુલ્યાંકન કરવાની કીંમતી તકો જ પ્રજા પાસે થી સરકાર ઝુંટવી લે છે,જે સમાજમાં લોકશાહીપ્રથા ચાલુ રાખવા ખુબજ જરૂરી છે. લોકશાહી રાજ્યપ્રથામાં વીચારો અને કાર્યોની અવરજવર બે તરફી હોય છે. લોકો શું વીચારે છે તેની સત્તા પક્ષ દ્રારા ચાલતી સરકારને ખબર પડવી જોઇએ અને સરકાર કયા પગલાં શા માટે અને કોના હીતમાં અમલમાં મુકે છે તેની પણ લોકોને ખબર પડવી જોઇએ. સેન્સરશીપ દ્રારા આ માહીતીના આપ–લે ના સોત્રોને બંધ કરીને એક તરફી( વન વે, ફ્રોમ ગવર્નમેંટ ટુ પીપલ ઓનલી) બનાવી દેવામાં આવે છે. જો તમે જાહેર શીક્ષણ અને માહીતીના સરકારી સાધનો સીવાય બધાજ સાધનો પર પ્રી–સેન્સરશીપ મુકી દેશો તો તેનો અર્થ થશે કે સરકાર એક તરફી માહીતી આપીને પ્રજાનું  'બ્રેઇન વોશ' કરવા માંગે છે. સરકારને પોતાના વીચારો અને તે આધારીત કાર્યોનું કઠોર,અને સંગઠીત નીયંત્રણ કરીને લશ્કરી ઢબનો પ્રજા પાસે અમલ કરાવવો છે. પ્રજાલક્ષી કોઇપણ કાર્યક્રમની દેશ વ્યાપી જાહેર ચર્ચા (નેશનલ ડાયલોગ) થઇ જ ન શકે તેવું ભયજનક વાતાવરણ સેન્સરશીપના કાયદાની મદદથી ઉભું કરવું છે. જે લોકોએ આવી રીતે ઇતીહાસમાં રાજ્ય કરવાની કોશીશો કરી છે તે બધાએ પોતાના દેશમાં લોકશાહીનો ખાત્મો બોલાવીને  સરમુખત્યારશાહી દાખલ કરેલી હતી. કટોકટી, પ્રી–સેન્સરશીપ જેવા નુસખાનો અમલ કરવાથી સત્તાધીશોને એકહથ્થુસત્તા પ્રાપ્ત કરવાનો સરળ મોકો મળી જાય છે.

પુર્વગ્રહવાળો (પ્રેજ્યુડીસીઆલ રીપોર્ટ) રીપોર્ટ તેને કહેવાય કે જેનાથી સમાજની શાંતી જોખમાય! પણ જે રીપોર્ટમાં જાહેર સભામાં બે કટોકટી વીશે તથા નાગરીકોના મુળભુત અધીકારો ની મોકુફીની વાત કરી હોય તે રીપોર્ટને કેવીરીતે પુર્વગ્રહવાળો રીપોર્ટ ગણીને તેનાપર પ્રતીબંધ મુકાય? જ્યારે હજારો માણસોને કોઇપણ જાતના કારણો બતાવ્યા સીવાય જેલમાં મીસા હેઠળ પુરી દેવામાં આવે, તેના કારણો પણ બતાવવામાં ન આવે, તેવી સરકારની ટીકા કરવામાં આવે અને તે પણ દેશના ન્યાયયીક જગતના બેસ્ટ બ્રેઇનની હાજરીમાં, તો આવા રીપોર્ટને કેવી રીતે પુર્વગ્રહવાળો રીપોર્ટ ગણીને જપ્ત કરવામાં આવે? ખરેખર આવો શાંતીમય વીરોધ દેશના એક ભાગમાં થાય તેની ચીનગારી દેશના જુદા જુદા ભાગોમાં થાય તેને ક્યારેય અશાંતી ઉભી કરનારા રીપોર્ટ તરીકે ગણાય જ નહી. તાત્કાલીક પ્રજામતને કેળવવા માટે જે જાહેર સભાઓ ભરવામાં આવે અને લાંબેગાળે સત્તાધારી પક્ષને પોતાના પ્રજા વીરૂધ્ધના કૃત્યો માટે આગામી ચુંટણીમાં હરાવવા માટેની વાત થાય તેમાં દેશની શાંતીભંગ થાય છે તેમ કેવી રીતે કહેવાય? આવા પ્રકારનું લોકશીક્ષણ એ તો દરેક લોકશાહી રાજ્યપ્રથાની મુળભુત જરૂરીયાત છે. જે લોકશાહીમાં શાંતીમય વીરોધ ન થતો હોય અને સરકારની નીતીઓની ટીકા ન થતી હોય તે લોકશાહીને તો કબ્રસ્તાનની લોકશાહી કહેવાય.

આપણા રાષ્ટ્રનું શાસન કાયદા પ્રમાણે ચાલે છે. સત્તામાં બેસેલી વ્યક્તીઓની ઇચ્છા પ્રમાણે ચાલતું નથી. તે તો આપણા બંધારણનું મુળભુત તત્વજ્ઞાન છે. તેથી તો તે બંધારણનો મુળભુત પાયો ( એ પીલર ઓફ ધી બેઝીક સ્ટ્રક્ચર ઓફ અવર્ કોન્સ્ટીટયુશન) છે. આ તફાવત લોકશાહીમાં ખુબજ અગત્યનો છે. સરકાર ચલાવવા લોકો અને પક્ષો આવે અને જાય. તેથી સરકાર જતી નથી. તેથી જે લોકો વર્તમાન સરકારી શાસન ચલાવે છે તેની ટીકા, મુલ્યાકન અને તે માટે લોકશીક્ષણ કરી અને આ કાયદાનું શાસન છે તે ટકાવી રાખવાની વીરોધ પક્ષથી માંડીને મીડીયા વગેરેની પણ ફરજ છે. કાયદાથી અસ્તીત્વમાં આવેલી સરકાર અને તેને બહુમતીથી સંચાલન કરવા આવેલું વહીવટી માળખું બે વચ્ચે આ પાયાનો તફાવત છે તે સમજી લેવાની જરૂર છે. સત્તાપક્ષતો લોકોનો ચુંટાયેલો ફક્ત પ્રતીનીધી છે. જે પ્રજાવતી તેના નીયત કરેલા સમયકાળ દરમ્યાન રાજ્ય કરવા આવેલો છે. જો તેણે પ્રજાનો રાજ્ય કરવાનો વીશ્વાસ ગુમાવ્યો હોયતો તેનો શાંતીમય વીરોધ કરીને બંધારણીય માર્ગે સત્તા પરથી દુર કરવાનો ફક્ત પ્રજાનો અધીકાર નથી પણ તે આપણા સૌ ની બંધારણીય ફરજ થઇ પડે છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


--

મારા શીરચ્છેદના સમયે–– તસ્લીમા નસરીન.


 

 

મારા શીરચ્છેદના સમયે–– તસ્લીમા નસરીન.

 

 

તાજેતરમાં બંગલાદેશના પાટનગર ઢાકા મુકામે ' હોલી આર્ટીઝન બેકરી'માં આઇ એસના ત્રાસવાદીઓએ ફક્ત ૨૦ મીનીટમાં ૨૦ બંધકોનો શીરચ્છેદ કરી નાંખ્યો હતો. ત્યારબાદ ભારતમાં નીર્વાસીત તરીકે સ્થાયી –અસ્થાયી જીવન પસાર કરતી ઇસ્લામ સામે વર્ષોથી બગાવત કરતી બંગલાદેશી ક્રાંતીકારી લેખીકા તસલીમા નસરીનને  આ અમાનવીય ઘટના પછી મોતની ધમકીઓ મળવા માંડી છે. ભારતના કેરાલા રાજ્ય સ્થીત ISIS પુરસ્કૃત ' અન્સાર ખીલાફત' સંસ્થા તરફથી મોતની ધમકી મળી છે. જો આ ત્રાસવાદી સંગઠનના ત્રાસવાદીઓને ISIS દ્રારા તાલીમ આપવમાં આવી હશે તો ' મારૂ તારણ છે કે  તેઓને બંધકોનું શીરચ્છેદ કરવાની ઉત્તમમાં ઉત્તમ તાલીમ આપવામાં આવી હશે.'

 હું ખુબજ નાજુકાઇથી વારંવાર મારા ગળા પર હાથ ફેરવું છું. હું વારંવાર મારા માથા પાછળ પણ હાથ ફેરવું છું. પછી હું એ વીચાર કરૂ છું કે જ્યારે તે લોકો મારો શીરચ્છેદ કરતા હશે ત્યારે મારા મનની સ્થીતી કેવી હશે! મારી ઇચ્છા તો એવી છે કે તે લોકો મને બંધક બનાવે પછી બંદુકની ગોળી મારા માથામાં મારી ને જ મને મારી નાંખે. મેં મારા વીચારોને કારણે 'જીવતે જીવ' અસહ્ય સહન કર્યુ છે અને હજુ પણ સહન કરૂ જ છું.  મારે મારા મૃત્યુ સમયે બીલકુલ રીબાવું નથી. મારે મૃત્યુ બીલકુલ ક્ષણીક કે ત્વરીત જ જોઇએ છીએ. પણ જેના તાબામાં હું બંધક બનીશ તે લોકો મારી અંતીમ ઇચ્છા સાંભળશે ખરા?  હું જીંદગીભર માનવમુલ્યોના સંવર્ધન માટે ઝઝુમી છે. તો પછી મને તેઓ કેવી રીતે મારી નાંખે તે માટે  ભીખ શા માટે હું માગું? તે માટે આજીજી શા માટે કરૂ ? મારો જીવ બચાવવા  દયાની માંગણીતો હું બીલકુલ નહીં જ કરું! હું વીચારું છું કે મારા શીરચ્છેદના સમયે હું મારી આંખો બંધ કરીને રવીન્દ્ર સંગીતમાંની મારી પ્રીય ધુનો મનમાં ગણગણીશ. મારી પાસે તે સમયના દુ;ખ ને નીવરવા માટેનો બીજો વીકલ્પ મને સુઝતો જ નથી.

............ ફરાઝ હુસેને કુરાન આયાતો  પઢી.... તેને બંધક તરીકે મુક્ત કરવામાં આવ્યો ..... પણ તે ગયો નહી..... . ફરાઝ હુસેન સદીમાં ( ૧૦૦ વર્ષમાં) કદાચ એક જ જન્મે છે...... તસલીમા નસરીન..

આ માનવ સંહાર સમયે  બધા બંધકોમાંથી ફરાઝ હુસેનને બંધક તરીકે મુક્ત કરવામાં આવ્યો. પણ તે તેના બંધક બનેલા મીત્રોને આતંકવાદીઓ મુક્ત ન કરે તો તે મુક્ત થવા માંગતો ન હતો. આંતકવાદીઓ પાસેથી મળેલી સ્વતંત્રતા તેણે સ્વીકારી નહી.

તસલીમા નસરીન કહે છે કે ' હું તો  ખુબજ લાગણીશીલ માનવી છું. હું તો હરહંમેશ લોકકલ્યાણની જ વાતો કરૂ છું. ચીંતા કરૂ છું. મેં મારી જીંદગી તે માટે ન્યોચ્છાવર કે સમર્પણ કરી દીધી છે. પણ મને જો માનવ શીરચ્છેદ કરનારાઓની ટોળકીમાંથી સહીસલામત માર્ગ આપવમાં આવે તો હું માનું છું કે હું ચોક્ક્સ પાછું જોયા વીના, અરે કોઇની પણ રાહ જોયા વીના નાસી જઉ! મારા મત પ્રમાણે કોઇપણ જાતની સ્વસ્થા મેળવ્યા સીવાય આપણે બધા જ આવી સ્થીતીમાં ' આમ જ કરીએ!!' ફક્ત ફરાઝે તેવું ન કર્યુ! ફરાઝ જેવાઓ કદાચ સદીમાં એકાદ જ જન્મતા હશે. (Only Faraaz didn't. Faraazs are perhaps born only once in a century.)

: આપણે આંતકવાદના મુળનો અંત લાવ્યા સીવાય, આતંકવાદીઓને ગોળીઓથી મારી નાંખવાથી આતંકવાદનો ખાત્મો બોલાવી શકવાનાનથી. તસલીમા નસરીન. ("You cannot uproot terrorism by killing terrorists. You need to uproot terrorism at source to end terrorism.")

મારા શીરચ્છેદના સમયે– તસ્લીમા નસરીન ભાગ–૨    

 

આતંકીઓ જે ઇચ્છતા હતા તે મળી ગયું. તેઓના પોતાના ઘાતકી કૃત્યથી વીશ્વને એક આંચકો આપવો હતો તે આપી શક્યા. તેઓને ગેરમુસ્લીમની હત્યા કરીને ધાર્મીક પુન્ય કમાવવું હતું  જે કદાચ તે બધાને મળ્યુ હશે. તેઓએ આટલા બધા જુવાન સ્રી– પુરૂષોનો એકી સાથે શીરચ્છેદ પહેલી જ વારે કરી શક્યા. આ પહેલાં આવું કૃત્ય તે બધાએ ક્યારેય કર્યુ ન હતું. કેવી રીતે  તેઓએ એક, કે બે નહી પણ ૨૦ બંધકોનો શીરચ્છેદ કરી શક્યા? મારૂ તારણ છે કે માન્યતાઓ અને ખાસ કરીને ધાર્મીક માન્યતાઓ તે બધાને અશક્ય લાગતા કૃત્યો કરવા કટીબધ્ધ બનાવે છે. મને ખબર પડતી નથી કે આવા આતંકવાદીઓની નીષ્ઠુર, બેરહમ, અમાનવીય માનસીકતા કોણ અને કેવી રીતે તૈયાર કરતું હશે?

        પણ આતંકીઓના મગજમાં વૈચારીક રીતે જે ભાથુ ભરવામાં આવતું હશે તેને આ બધા પોતાના મનમાં સંશય કર્યા સીવાય કે પ્રશ્નો પુછયા સીવાય કેવી રીતે સ્વીકારી લેવામાં આવતું હશે? આ બધા ભણેલા સ્માર્ટ યુવાનો હતા. પણ તે બધાની પાસે  જે વૈચારીક રીતે મુકવામાં આવતું હતું તેને બૌધ્ધીક અને તાર્કીક કે રેશનલી મુલ્યાંકન કરવાની ક્ષમતા  તેમનામાં દેખાતી નહતી. તેઓએ સ્વીકારી લીધેલું હતું કે ' ધર્મ સત્ય છે; પોતાના ધર્મનું ધાર્મીક પુસ્તક સત્ય છે'. ધાર્મીક પુસ્તકની રચના તો ધર્મના સ્થાપક પોતે જ કરેલી હતી. તેથી તેમાં જે લખેલું છે તેને તો વગર દલીલે સ્વીકાર્યા સીવાય બીજો માર્ગ કેવી રીતે હોઇ શકે?( હીંદુ ધર્મના પુસ્તક ગીતામાં તેના રચયતા કૃષ્ણે આ જ વાત કરી છે તંત્રી.) ટુંકમાં ધાર્મીક સત્યોને જ્ઞાન આધારીતે માહીતી કે મુલ્યાંકનોને આધારે ચકાસાય કે પડકારાય નહી. તે ઉપદેશોને તો અમલમાં જ મુકવા પડે. તો જ ઉપદેશોનું પાલન કરનારાને મોક્ષ મળે.

            આ બધા ધર્મના ઠેકેદારો અને તેમના અનુયાયીઓ પુરાણા ધાર્મીક ગ્રંથોને આધુનીક માહીતી,જ્ઞાન અને વૈજ્ઞાનીક તારણોને આધારે તપાસવા કે મુલ્યાંકન કરવા બીલકુલ તૈયાર નથી. તર્કવીવેક શક્તીના પરીણામોને તેમને 'બાપ માર્યાનું વેર છે.' જો ધાર્મીક પુસ્તકોમાં લખવામાં આવ્યું હોય કે નાસ્તીકો, કાફર, કે નીરીઇશ્વરવાદીઓને ( નોન–બીલીવર્સ)અને વીધર્મીઓને મારી નાંખવા, તો બૌધ્ધીક રીતે મગજ વીહોણા આ ઉગ્રવાદીઓ ધાર્મીક ફરજ સમજીને આવા લોકોને મારી નાંખવામાં સહેજ પણ રંજ નહી પણ દૈવી અનુભતીનો આનંદ અનુભવે છે અને મોતને ભેટે છે. ધાર્મીક પુસ્તકોના લખાણોનો તેઓ બીજો કોઇ અર્થ જ કાઢતા નથી. 

          જયાં આખો સમાજ ધર્મના ઘેનમાં જીવતો હોય ત્યાં બાળકોના મનને ધાર્મીક ઘેલછામાં જોડવાનું કામ તેમના જન્મની સાથે જ શરૂ થઇ જાય છે. આ મગજ બંધ થઇ ગયેલા ધાર્મીક ઉન્માદોમાં રાચતા યુવાનો જન્મથી જ ઘર, નીશાળો, કોલેજો, રમતના મેદાન, શેરીઓ, ટ્રેઇન અને બસ ટ્રાન્સપોર્ટ, ટેલીવીઝન, રેડીયો, ચલચીત્રો કે સીનેમાઓમાં વગેરેમાં, તે બધાનું ધાર્મીક માનસીકતાની તરફેણમાં બ્રેઇન વોશીગ સતત ચાલુ થઇ જાય છે.

           તે બધાને ઢોલ પીટીને કહેવામાં આવે છે કે ધર્મના ઉપદેશો પ્રમાણે જીવનારાને મોક્ષ મળશે. પણ જો તમે ધર્મની આજ્ઞાઓ અને ઉપદેશોનું ઉલ્લંઘન કરશો તો નર્કમાં જશો. તે બધાને ધાર્મીક ઉપદેશ દ્રારા બોધ આપવામાં આવે છે કે ' આપણા ધર્મ પુસ્તકોમાં માનવી અને જગતના બધા પ્રશ્નોના ઉકેલો આપ્યા હોવાથી ધાર્મીકોએ પોતાના પ્રશ્નો માટે ધાર્મીક પુસ્તકો બહાર ઉકેલ શોધવાના પ્રયત્નો જ ન કરવા જોઇએ. ધર્મ પોતે જ જ્ઞાન છે. ધર્મ જ વીજ્ઞાન છે. અને ધર્મનું બીજું નામ જ શાંતી છે.' સતત આવા વીચારો અને ઉપદેશોનો ધોધ બાળપણથી તમારા મન પર ઠોકી બેસાડવામાં આવતો હોય તો તે તમારા અર્ધજાગૃત મનનો એક ભાગ બની જાય છે. તે આપણા બધાનો એક  મજબુત પણ વૈચારીક ધાર્મીક પાયો બની જાય છે જેના ઉપર સહેલાઇથી આત્યંતીક ધાર્મીકતાનો મહેલ બનાવી તેના પરથી કુદકો મારી આપઘાત કરવા યુવાનોને તૈયાર કરી શકાય છે.  

          માનવીને પોતાની સમસ્યાઓના ઉકેલ માટે ધર્મના ઉપાયો વૈજ્ઞાનીક સંશોધનોના માટેના કોયડાઓ અને ગણીત ભુમીતીના કુટપ્રશ્નો વગેરેના ઉકેલો કરતાં સરળ અને સહેલા લાગ્યા છે. માટે જ ધર્મ અભણ, શ્રમજીવી અને વીશ્વવીધ્યાલયોના વીધ્યાર્થીઓને સંમોહી શકે છે. કારણકે વીજ્ઞાનને સમજવું ધર્મ જેટલું સહેલું નથી. ( સદર મુળ લેખ બંગાળી ભાષામાં લખાયો હતો . જેનું અંગ્રેજી ભાવાનુવાદ સંઘમીત્રા  મજમુદારે ઇન્ડીયન એક્સપ્રેસ માટે કરેલું. અમે  તે બધાના આભારી છીએ.)

 

 

 

--

વોશીંગટન ડી સીમાં રીઝન રેલી– એક રીપોર્ટ.

'Reason Rally' Highlights Non-religious Voting Bloc

·          

Atheists and freethinkers gather in Washington D.C. at the Reason Rally 2016 (A. Barros/VOA)

સમગ્ર વીશ્વ ૪થી જુનના દીવસને 'ડે ઓફ રીઝન' તરીકે ઉજવે છે.

અમેરીકામાં તારીખ ૪થી જુનના દીવસે હજારો સંશયવાદીઓ, માનવવાદીઓ, ઉદારમતવાદીઓને નીરીઇશ્વરવાદીઓ ( Agnostics, humanists, free thinkers & athiests) રાજધાની વોશીંગ્ટન, ડીસી,માં લીંકન મેમોરીઅલ પાસે એકત્ર થયા હતા. તે બધા  દેશના બાવન રાજ્યોમાંથી સ્વખર્ચે પોતાનો મતદાર તરીકેનો સંગઠીત અવાજ બુલંદ રીતે રજુ કરવા એકત્ર થયા હતા. લગભગ તે બધાની અંદાજી સંખ્યા આશરે ત્રીસ હજારની હતી. ' રીઝન રેલી' નો કાર્યક્રમ આખા દીવસનો હતો.

 આ રેલીના આયોજકોનો હેતુ સ્પષ્ટ હતો. અમેરીકામાં દરેક લોકશાહી રાજ્ય વ્યવસ્થાની માફક  નાગરીકોના ચુંટાયેલા પ્રતીનીધીઓ જેઓ દેશના સંચાલન માટે કાયદા ઘડે છે પસાર કરે છે તેમને સંદેશ આપવો હતો કે આગામી રાષ્ટ્રપ્રમુખ ની ચુંટણી નવેમ્બર માસમાં આવે છે. તેમાં ' અમારા નીરીઇશ્વરવાદીઓના મતદાર સમુહને (non-religious believers are a community of voters)નજરઅંદાજ ન કરે!

અમે હાલના રાષ્ટ્રપ્રમુખ ઓબામાની ' વ્હાઇટ હાઉસ' ની ઓફીસથી ફક્ત દસ મકાનો (ટેન બ્લોકસ) દુર છીએ. આ રીઝન રેલીના આયોજક અને એક્ઝીક્યુટીવ ડીરેક્ટર એલ લીડલ, ઓબામાને સંભાળવવા માંગે છે કે ' આ દેશમાં અમારા મતદાર સમુહનો જથ્થો એટલો મોટો હવે થઇ ગયો છે કે આગામી દેશની ચુંટણીમાં અમારો સંપુર્ણ મત સમુહ એક નીર્ણાયક પરીબળ બની રહેવાનો છે. આ રેલીમાં વીશ્વ વીખ્યાત અમેરીકાનો ખગોળ વીજ્ઞાની બીલ ને, કોમેડીયન જુલીયા સ્વીને, જાદુગર પેનજીલેટ અને નાસાના વૈજ્ઞાનીક કાર્લો પોર્કો તથા મેરીલેંડ રાજ્યનો સેનેટર જે રસ્કીન પણ ખાસ હાજર રહેવા રહ્યા હતા.

નાસાના વૈજ્ઞાનીક કાર્લો પોર્કોએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે દેશની સમસ્યાઓ દુર કરવા ' 'પ્રાર્થના' કરવાની જરૂર નથી પણ સમસ્યાઓને સમજીને તેના ઉપાયો શોધવાના છે. તે માટે વૈજ્ઞાનીક પધ્ધતી આધારીત સત્ય શોધી કાઢવા માટે તર્કવીવેક શક્તી ( લોજીકલ રીઝનીંગ)ની મદદ લેવાની છે. આપણા રાષ્ટ્રીય જીવનને અસરકર્તા નીયમો અને કાયદાઓ ઘડવા માટે અને તેના સાચા ઉકેલ માટે આપણે વૈજ્ઞાનીક માર્ગદર્શીકાનો ઉપયોગ કરવો પડશે.

 અન્યવક્તાઓએ શાળાઓમાં વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત જાતીય શીક્ષણ( સેક્સ એજ્યુકેશન), પુરાવા આધારીત પર્યાવરણના ફેરફારની નીતી, કોંગ્રેસમાં કાયદા બનાવનાર બંને ગૃહો સાથે સંવાદ અને જન્મજાત લીંગપરીવર્તીત જાતીઓના( Transgenders) સભ્યો માટે જાહેર શૌચાલયો અને રેસ્ટરૂમ્સના ઉપયોગની તરફેણ વગેરે મુદ્દાઓની રજુઆત કરી હતી.

કોંગ્રેસના નીર્ણયોપર પ્રભાવશાળી જુથ બનવાના પ્રયત્નો(Lobbying congress)–

 સેક્યુલર કોલીશન ઓફ અમેરીકાના એક્ઝીકુટીવ ડીરેક્ટર લેરી ડેકરે પોતાની સંસ્થાની પ્રવૃત્તી અંગે માહીતી આપતાં જણાવ્યું હતું કે અમારા ' સેક્યુલર ગ્રુપે સેનેટ(રાજ્ય સભા) અને પ્રતીનીધી હાઉસ ( લોકસભા)ના કુલ ૩૦૦ સભ્યોની મુલાકાત લઇને જુદા જુદા રાષ્ટ્રીય પ્રશ્નોને ઉકેલવા પોતાનો સેક્યુલર અભીગમ સમજાવ્યો હતો. અમે બંને ગૃહોના સભ્યો ને સમજાવ્યું હતું કે તમે બધાએ વર્ષો સુધી દેશની ખ્રીસ્તી ધાર્મીક જુથોની માંગણીઓને લક્ષમાં લઇને દેશની પ્રજાના ' નાગરીક હક્કોના ભોગે, આ જમણેરી ધાર્મીક જુથો તમારી પાસેથી ઘણું બધું સમાધાન કરવીને ધાર્યુ કરાવી ગયા છો. તમારા આવા વલણની અમે ગંભીર નોંધ લીધી છે. હજુ અમે એ આશા સાથે સંરક્ષાણાત્મક અભીગમ રાખી જીવીએ છીએ કે બંધારણે બક્ષેલા નાગરીક અધીકારો અમારા બાળકો અને અમારા પૌત્રો સુધી કોઇપણ હીસાબે સહીસલામત રહેવા જોઇએ.

Warning the religious right

 

ઉપરના પ્રવચનને આધારે રીઝન રેલીમાંથી દેશના બધાજ પ્રકારના ધાર્મીકો સામે ચેતવણીનો સામુહીક અવાજ ઉઠયો કે તમે બધા  'બંધારણ સાથે ચેડા કરવાનું બંધ કરો ' અને અમેરીકાના બંધારણના ઘડવૈયાઓના પવીત્ર સ્વપ્નાને ( desecrating the dreams of the American founders) તમારી ધાર્મીક માન્યતાઓ ઠોપી દઇને છીન્નભીન્ન કરી ન નાંખો. ભલે અમે જુદી જુદી નીરીઇશ્વરવાદી સંસ્થાઓના લેબલ નીચે અહીંયા એકત્ર થયા છે. પણ તમે બધા ધ્યાનમાં રાખજો કે અમે ઉપસ્થીત થયેલા સૌ અને બીજા લાખો અમારા સાથીદારો તમારી સામે મતદાર તરીકે તો સંગઠીત રીતે એક જ છીએ.

 મહામુસીબતે અમે ચર્ચને (ધર્મને) રાજ્ય સત્તાથી દુર રાખવામાં સફળ થયા છે. અમારે  ઇતીહાસમાં પાછા જવું નથી.આંકડાકીય રીતે સંશોધન કરતી સંસ્થા પાસે દેશમાં નીરીઇશ્વરવાદી નાગરીકોની સંખ્યાનો સ્પષ્ટ આંકડો નથી. કારણકે આ શબ્દની વ્યાખ્યાના અર્થઘટનમાં અસ્પષ્ટતા છે.દેશમાં અન્યના ભીન્ન મત સામે સહનશીલતાનું (ટોલરન્સ લેવલ) સ્તર ઘણું ઉચું છે.

 

Singer Shelley Segal tells the audience they should be really proud of the movement they support. (A. Barros/VOA)

 


--

નીરીઇશ્વરવાદી અથવા નાસ્તીકોનો બુધ્ધીઆંક (IQ) વધારે હોય છે.


 નીરીઇશ્વરવાદી અથવા નાસ્તીકોનો બુધ્ધીઆંક (IQ) વધારે હોય છે.

તેઓની બૌધ્ધીકતા ધર્મને અવૈજ્ઞાનીક અને ઇરેશનલ ગણીને સહેલાઇથી મનમાંથી કાઢી નાંખે છે. આ ક્ષેત્રમાં થયેલ સંશોધનો સાબીત કરે છે કે જેનો બુધ્ધી આંક વધારે  હોય છે તે ધાર્મીકતાને ત્યજી દેવામાં અગ્રેસર હોય છે. વીશ્વમાં અને મોટાભાગના અતીવીકસીત ઔધ્યોગીક દેશોમાં ખ્રીસ્તીધર્મીઓ કરતાં કોર્પોરેટ જગતમાં શ્રેષ્ઠ સ્થાન નીરીઇશ્વરવાદીઓનું હોય છે. આસ્તીકોની ધાર્મીકતા તેમની બૌધ્ધીકતાને મુક્તરીતે વીકસાવવામાં બાધક નીવડે છે. નાસ્તીકોની અધાર્મીકતા તેમના પર સ્વનીયંત્રણ અને આત્મવીશ્વાસ જેવા ગુણો વીકસાવે છે. જેથી પેલા ધાર્મીકોએ બતાવેલા  ધર્મના ફાયદાઓની તેઓને જરૂર જ પડતી નથી. નાસ્તીકોમાં આત્મસન્માન કે સ્વાભીમાન ( સેલ્ફ એસ્ટીમ) હોય છે જ્યારે આસ્તીકોનું સ્વાભીમાન (પરાવલંબન) ઇશ્વરને ત્યાં ગીરો( ગીરવી) મુકેલું હોય છે. નાસ્તીકોના સંબંધો એક બીજા માનવો પ્રત્યે સહાયકારક અને ટેકારૂપ હોય છે. જે રાષ્ટ્રવાદ, પ્રાદેશીકતા, વર્ણ, વર્ગ જેવા કોઇ અન્ય બંધનોથી જોજનો દુર હોય છે. જયારે આસ્તીકોના સંબંધો વર્ણ, જ્ઞાતી,જાતી અને ધર્મ કે સાંપ્રદાયીક ખ્યાલો અને વર્તનોની આસપાસ જ ગુંથાયેલા થઇ જાય છે.  

નવો પુરાવો–

સને ૧૯૨૮થી સને ૨૦૧૨ સુધીના સમયગાળામાં થયેલ ૬૩ વૈજ્ઞાનીક સંશોધનોમાંથી ૫૩ સંશોધનોએ એવું તારણ કાઢયું છે કે ' ધર્મ અને બૌધ્ધીકતાને આધારભુત નકારાત્મક સંબંધો છે' બાકીના દસ સંશોધનોએ એવું સાબીત કર્યુ હતું કે  તે બંને વચ્ચે હકારાત્મક સંબંધો પણ છે. આ સંશોધનોનું એવું તારણ હતું કે જેટલા બાળકો બૌધ્ધીક એટલા બાળકો ઝડપથી ચર્ચમાં જવાનું ટાળતાં શીખી જતા હતા.( They would shun the church). તે બધાનું આજ વલણ ઘડપણમાં બદલાતું નથી.

ધી યુનીવર્સિટી ઓફ રોચેસ્ટરના મનોવૈજ્ઞાનીકોએ (The University of Rochester psychologists) પોતાના સંશોધનોમાં ધર્મ અને બૌધ્ધીકતાની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે. ધર્મ એટલે આસ્થા કે માન્યતા.બૌધ્ધીકતા એટલે વીવેકશક્તી, આયોજન, સ્વપ્રયત્નથી પ્રશ્ન ઉકેલવાની ક્ષમતા, અમુર્તરીતે વીચારવાની ક્ષમતા(think abstractly), ગુંચવાડા, કે અઘરા પ્રશ્નોને સરળતાથી સમજણપુર્વક રજુ કરવાની કાબેલીયાત,અનુભવમાંથી શીખવુ, અને ઝડપથી શીખવું. તે સંશોધકોનું તારણ હતું કે ' ધાર્મીક માન્યતાઓને વીવેકબુધ્ધીથી સમજાવી શકાય તેમ નથી.( Religious beliefs are irrational).તેને વીજ્ઞાનનો ટેકો કે આધાર ક્યારેય હોઇ શકે નહી. તે ધાર્મીક માન્યતાઓને તપાસી શકાતી હોતી નથી. તેથી ધાર્મીક માન્યતાઓ, બૌધ્ધીક અને ઉંચી સમજશક્તી ધરાવનાર લોકોને કોઇપણ હીસાબે આકર્ષી શક્તી નથી. કારણકે તે બધા ધાર્મીકો કરતાં વધુ સારૂ જાણતા હોય છે.( unappealing to intelligent people who 'know better').

 '

 

--

“ દલીતો સામેના અત્યાચારના પ્રેરક બળો કયા કયા છે “ ?


ઓગસ્ટ ૨૦૧૬ માસનો તંત્રી લેખ.–

" દલીતો સામેના અત્યાચારના પ્રેરક બળો કયા કયા છે " ?

સોરાષ્ટ્રમાં મોટા સમઢીયાળા– ઉનામાં જે ઘટના ઘટી છે તેણે ઘણા બધા પ્રશ્નો પેદા કર્યા છે. પોલીસ, કાયદો અને રાજકીય પક્ષો દ્રારા જે રીતે પ્રશ્ન ઉકેલવાના પ્રયત્નો થઇ રહ્યા છે તેને આપણે ઉપરછલ્લી પ્રતીક્રીયા કહીશું( Cosmetic Surgery). સરળ ભાષામાં હીંદુસમાજના બની ગયેલા કદરૂપા દેખાવ કે ચહેરાને બદલવાની શસ્રક્રીયા તરીકે ઓળખીશું. તેની સામે સૌરાષ્ટ્ર– ગુજરાત વ્યાપી દલીત વીદ્રોહનું જે સ્વરૂપ છે તેમાં ત્રણ લક્ષણો આંખે ઉડીને દેખાય તેવાં છે.(૧) ઝેરી દવા પીને સ્વયં આત્મહત્યાના પ્રયત્નો અને (૨)હવે થી અમે 'આ કામ  કરીશું નહી.' (૩) સદીઓથી હીંદુ વર્ણ– વ્યવસ્થાએ સર્જન કરેલી અમાનવીય સ્થીતી સામેનો  સ્વંયભુ ગુજરાત વ્યાપી દલીત સમુહોનો ઠેર ઠેર વીદ્રોહ.

આ આખી ઘટનામાં મુળભુત પ્રશ્નો બે છે. એક આ વ્યવસાય ' મરેલા ઢોરનું ચામડું ઉતારવાનું અને તે મૃત પશુનું  માંસ પણ ખાવાનું જો બીજુ કોઇ આર્થીક ઉપાર્જનનું સાધન ન હોય તો!' આ વ્યવસાય કોણ કરે છે? શું તે વ્યવસાય આધુનીક છે? એટલે કે બજાર લક્ષી, મુડીરોકાણ– નફા પ્રેરીત,(માર્કેટ ઓરીએન્ટેડ) આધુનીક યંત્ર સામગ્રી અને વૈજ્ઞાનીક પધ્ધતીથી આ ધંધો કરવામાં આવે છે? ના. આ વ્યવસાય આધુનીક શહેરોમાં થાય છે? ના. તે દેશના ગામડાઓમાં થાય છે. કારણકે પશુઓ તેમના માલીકો સાથે શહેરોમાં રહેતા નથી. ગામડામાં આ વ્યવસાય કોણ કરે છે?

બીજુ, આ પ્રશ્ન દેશના શહેરો કરતાં ગામડાના આર્થીક– સામાજીક જીવન સાથે જોડાયેલો છે.  ભારતના ગામડાનું સામાજીક સ્વરૂપ કેવું છે? આપણને સૌને માહીતી છે કે ગામડાની સમાજવ્યવસ્થા હીંદુધર્મે બનાવેલી વર્ણવ્યવસ્થાનું સર્જન છે. જે જન્મ આધારીત છે. ગ્રામ્ય જીવનની બધીજ  આર્થીક, સામાજીક અને રાજકીય, શૈક્ષણીક, આરોગ્ય વી. ને લગતી તમામ પ્રવૃત્તીઓ, વર્ણવ્યવસ્થાએ પેદા કરેલા સામાજીક ઉંચનીચના ચોકઠામાં અપરીવર્તનશીલ રીતે ગુંથાઇ ગયેલ છે. ભારતમાં વર્ણ અને જ્ઞાતી વચ્ચે કોઇ ફેરફાર વ્યવસાયના વીભાજનની દ્રષ્ટીએ બીલકુલ નથી. ભલે ચારેય વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય અને શુદ્ર ની ગણાતી હોય પણ તે બધા વર્ણોનું પેટા રૂપાંતર દરેક વર્ણની નીર્ધારીત જ્ઞાતી અને પેટા જ્ઞાતીઓમાં એવું હોય છે કે તેમાંય સામાજીક ઉંચનીચનો ભેદભાવ અને છુત– અછુત જન્મગત થઇ ગયા છે.

હવે જે દલીતો ઉપર મોટા સમઢીયાળા– ઉના ગામમાં અમાનુષી અત્યાચાર ગુજારાવામાં આવ્યો તે બધાની સામાજીક અને આર્થીક સ્થીતી કેવી હતી? તે બધા ગામમાં ક્યાં રહેતા હતા? ગામની બહાર છેવાડે! તેમના ઘરો ઇંટેરી, સીમેંટ ક્રોકીટ,ધાબા વાળા હતા? ના. પીવાના પાણી, બાથ–રૂમ, સંડાસની વી.ની સગવડો લેશ માત્ર નહી. માલીકીની જમીન નહી, ખેતી લાયક પ્રવૃત્તી નહી. તે બધાની શૈક્ષણીક લાયકાત શુન્ય. ઘરમાં સંગ્રહ કરેલ અનાજ કે જીવન જીવવા માટેની અન્ય જરૂરીયાતોની સવલતોની સંપુર્ણ ગેરહાજરી. અરે! જે ઘરોમાં અજવાળા માટે બારીઓ ન હોય અને બંધ કરવા બારણું પણ ન હોય તેને શું કહીશું આપણે? ટીવી, મોબાઇલ, લેપટોપ, ઇન્ટરનેટ આ  બધી કઇ બલાઓ છે. જો આમાંથી કશું પણ હોય તો ક્યાં મુકવાનુ? તેમની પાસે મીલકતમાં મરેલા ઢોર ચીરવાના માટેના એક કે બે લોંખડના ઓજારો જેની માલીકી  વ્યક્તીગત નહી પણ સામુહીક!  આવા ઓજારોની મદદથી જન્મદત્ત આ શરીર ટકાવી રાખવા કરવામાં આવતો પોતાનો શારીરીક શ્રમ. આવો વ્યવસાય જે વારસામાં પેઢી દર પેઢી મળ્યો તેણે ઉપર મુજબનું કેવું સામ્રાજય પેદા કર્યું?

આ લોકોએ કયો ગુનો કર્યો? ગુનો કરવા હથીયારો કયા વાપર્યા? ગામના કે બહારના કે પછી બંનેએ સંયુક્ત રીતે ભેગા થયેલા, ગૌભક્તોએ આક્ષેપ મુક્યો કે ' તમારા સમૃધ્ધ હથીયારોથી તમે અમારી ' ગો માતાને મારી નાંખી છે'. તેના માટેની સજા અમે નક્કી કરી દીધી છે. કઇ સજા આ ગૌ ભક્તોએ કરી તેનો વીડીઓ કોણે નથી જોયો?

હવે આપણા માટે સવાલ એ પેદા થાય છે કે બોલો કેવી રીતે આ પ્રશ્નને ઉકેલી શકાય તેમ છે? જે હીંદુ વર્ણવ્યવસ્થાએ દલીતો( સદીઓથી બનાવવામાં આવેલા વંચીત વેઠીયા) અને બીજા  આદીવાસી, બહેનો, શીક્ષીત અને અશીક્ષીતો બેરોજગારો અને શહેરોના વંચીતોની જે દશા કરી છે તેનો ઉપાય શું હોઇ શકે? હીંદુવર્ણવ્યવસ્થા અને દેશની કૃષી આધારીત સમાજ અને અર્થવ્યવસ્થાને કદાપી તુટી ન શકે તેવો સંબંધ છે.

(૧) આ વ્યવસ્થા સામે ઝેરી દવા પીને આપઘાત કરવાથી કયો પ્રશ્ન ઉકેલાશે? સાથે એ પણ પ્રશ્ન છે, કે ગુજરાતમાં આટલા બધા દલીત યુવાનો કેમ ઝેરી દવા પીને આપઘાત કરવા તૈયાર થયા છે? આપણે જોયું કે મોટા સમઢીયાળા– ઉના ગામમાં દલીતોની વસ્તી ફક્ત ૨૫ઘરોમાં સમાઇ જતી હતી. આવા ની:સહાય અને વંચીત લોકો કેવી રીતે પેલા સાધન સંપન્ન લોકો સામે ગામમાં રહીને બળવો કરી શકે? ગુજરાતમાં દલીત વસ્તી કુલવસ્તીના ૯ ટકા જેટલી છે. તેમાં પણ મોટાભાગની ગામડાની દલીત વસ્તી ખુબ જ છુટી છવાઇ અને અલ્પ સંખ્યામાં સંપુર્ણ અસંગઠીત. આ સ્થીતીમાં પેલા દલીત યુવાનોને (જે ઝેરી દવા પીને પોતાના જીવનનો અંત એટલા માટે લાવવા માંગતા હશે,) તેમને સારા જીવનની વર્તમાનમાં કે બળવો કર્યા પછી પણ કોઇ આશા નહી દેખાતી હોય. વીદ્રોહ કર્યા પછી જીવવાનું પોતાના ગામડામાં ક્યારેય શક્ય બનવાનું છે ખરૂ? પોતાના વીદ્રોહને શહેરી દલીતોનો સર્વપ્રકારનો સંગઠીત ટેકો મળવાનો છે ખરો? આ ચળવળમાં આવા કોઇ વીદ્રોહ માટેનું ક્રાંતીકારી માળખું  થોડુંક પણ આશાજનક દેખાય છે ખરૂ? તો પછી આ સંપુર્ણ નીરાશાજનક જીવન ચાલુ રાખવાનો શો અર્થ છે?

(૨) હવે અમે આ કામ કરીશું નહી? આ જવાબમાં વધારે લાગણી છે કે પ્રતીબધ્ધતા તે સમય જ નક્કી કરશે. કારણકે તેમાં સંઘર્ષ છે અને સાથે સાથે વૈકલ્પીક આવકના સાધનો આટલા મોટા સમુહ માટે શોધવાના છે.

(૩)કૃષી અર્થવ્યવસ્થા અને હીંદુ ધર્મ અધીકૃત વર્ણવ્યવસ્થા બંને એક બીજાના પર્યાયો થઇ ગયા છે. એક સીવાય બીજાનું અસ્તીત્વ જ અશક્ય છે. દલીત અને સાથે કોઇપણ પ્રકારની જ્ઞાતી આધારીત સામાજીક ભેદભાવવાળી વ્યવસ્થાનું ઉન્મુલન ઔધ્યોગીકરણ અને ડીજીટલ–ઇન્ફર્મેશન ટેકનોલોજીના ઝડપી અમલ સીવાય શક્ય નથી.કારણકે તેના માટે શહેરીકરણ અનીવાર્ય છે, બધાજ ધર્મો આધારીત કૃષી સંસ્કૃતીને સંપુર્ણ નેસ્તનાબુદ કરવાના પરીબળો ઔધ્યોગીક અને માહીતી યુગવાળી સંસ્કૃતીઓમાં છે.ગામડામાંથી મોટાપાયે વસ્તીનું સ્થળાંતર બીજી કોઇ રીતે શક્ય નથી. વીજ્ઞાન–ટેકનોલોજી સીવાયની કોઇપણ વીકેન્દ્રીત  આર્થીક અને સામાજીક વ્યવસ્થાથી હીંદુધર્મે પુરસ્કૃત કરેલી વર્ણ– જ્ઞાતી વ્યવસ્થા બીજા કોઇ પરીબળોથી તુટે તેમ છે જ નહી. તેમાં નાના મોટાસુધારાના થીગડા મારવાથી જેવાકે સવર્ણો કે ઉચ્ચજ્ઞાતીઓનું હ્રદયપરીવર્તન (ગાંધીયન ખ્યાલ)થી કોઇ ફેરફાર થઇ શકે તેમ નથી.

દરેક  જીવન સંસ્કૃતી  પોતાના સભ્યોને ટકાવવા માટે સામાજીક,ધાર્મીક, નૈતીક, આર્થીક અને રાજકીય સંસ્થાકીય માળખાઓની રચના કરે છે. તેની સામે નવી સંસ્કૃતી તેને અનુરૂપ નવા માળખાનું સર્જન કરવાની મથામણ  કરે છે. માનવ સમાજ એક સંસ્કૃતી તરફથી બીજી સંસ્કૃતી તરફ પ્રયાણ સરળ રીતે કરતો જ નથી. જુની સ્થાપીત સંસ્કૃતીનું હીત નવી સંસ્કૃતીએ પેદા કરી રહેલ નવા સામાજીક, આર્થીક, ધાર્મીક, રાજકીય, કૌટુંબીક માળખામાં સલામતજ નહી બલ્કે સંપુર્ણ વીરોધી હોવાથી તે નવા ફેરફારોને સ્વીકારવાની નથી. બંને વચ્ચેનો સંઘર્ષ અનીવાર્ય છે. જુની સંસ્કૃતીના ટેકેદારો નહી પણ ઠેકેદારો, નવી સંસ્કૃતીના ધસમસતા પરીવર્તનના પ્રવાહો સામે ક્યાંસુધી  પોતાના હીતો ટકાવી રાખવાની જીવાદોરી લંબાવી શકે તેમ છે તે પર તે બધાનું ભાવી નક્કી થશે.

      આપણો, માનવવાદી, રેશનાલીસ્ટ અને નાગરીક સમાજના ( હીંદુ સમાજનાનહી) ધર્મનીરપેક્ષ ટેકેદારો તરીકે ફક્ત નૈતીક જ નહી પણ સર્વપ્રકારનો સક્રીય અભીગમ નવા પરીવર્તનના પ્રવાહોને સંપુર્ણ રીતે મદદકર્તા જ હોય. એટલું જ નહી પણ દલીત સંઘર્ષની માફક જુની કોઇપણ ધર્મઆધારીત વ્યવસ્થાની સામે જે કોઇ આધુનીક પરીબળો સંગઠીત થતા હોય તેમાં આપણી ભાગીદારી જ હોય. યુરોપને, જુની ખ્રીસ્તી–પોપ– પાદરી– બાયબલવાળી સંસ્કૃતીમાંથી (અમાપ માનવ લોહીયાળ બલીદાનો પછી) બહાર નીકળતાં ત્રણસો વર્ષ ઉપરનો સમય લાગેલો છે. હીંદુધર્મની વર્ણવ્યસ્થાના માળખાવાળી ગીતા–રામાયણ, મહાભારત અને ખાસકરીને મનુસ્મૃતીવાળી આશરે પાંચહજાર વર્ષ જુની સંસ્કૃતીમાંથી અને ઇસ્લામની શીયા –સુન્ની વચ્ચે સંઘર્ષ કરાવી કુરાન–શરીયતને આધારે અસ્તીવમાં આવેલી મુસ્લીમ સંસ્કૃતીને જે એકહજાર ચારસો વર્ષ જુની છે, બંને સંસ્કૃતીઓને માનવ સંસ્કૃતી બનતાં કેટલો સમય લાગશે તેનો આધાર આ બધા દેશોમાં ઉભરી રહેલા આધુનીકતાના પરીબળોની ઝડપ અને સફળતા પર આધારીત છે.આ બધી ધર્મઆધારીત સંસ્કૃતીઓ સામે સમાજમાં માનવ તરફી પરીવર્તનો લાવવા તે સરળ કામ નથી. આવા પરીવર્તનોની ઝડપ ધીમી હોય છે. પણ પરીવર્તનના જુના–નવા મશાલચીઓ પોતાની લડતમાં કયારેય પાછા પડતા નથી. કારણકે જ્ઞાન આધારીત સત્ય કે ' માણસ માત્ર જૈવીક ઉત્ક્રાંતીનું સર્જન છે. દૈવી કે ઇશ્વરી સર્જન  નથી. માટે દરેક માનવી જન્મથી જ સમાન છે તેવો આ બધાને અખુટ વીશ્વાસ છે. તેમાંથી જ ધાર્મીક સંસ્કૃતીઓ સામે વીદ્રોહ કરવાની પ્રેરણા અને પ્રતીબધ્ધતા પ્રાપ્ત થાય છે. આવી ક્રાંતીના પ્રવાહોને સર્વ પ્રકારે ટેકો આપવો તે દરેક માનવોની ફરજ છે. કારણકે તેમની લડત કોઇ વર્ગીય કે જાતીય લડત નથી પણ માનવીય છે.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––The End------------------------------------------

+

--

આંબેડકર, ગાંધી અને માનવવાદ.

આંબેડકર– ગાંધી અને માનવવાદ.

આ વર્ષ બાબાસાહેબ આંબેડકરનું ૧૨૫મી જન્મજયંતી વર્ષ છે.બાબાસાહેબ જે સર્વપ્રકારનો વારસો મુકીને ગયા છે તેનાથી તો આપણે સૌ પ્રમાણમાં પરીચીત છીએ. આપણા સૌની સહીયારી નીસ્બત છે કે તેઓએ જે રસ્તો બતાવ્યો તે રસ્તે આધુનીક ભારતના પડકારો  સાથે આગળ કેવી રીતે વધવુ? કારણકે હીંદુધર્મ જે વાસ્તવમાં બ્રાહ્મણ ધર્મ છે તેના દ્રારા રચવામાં આવેલી વર્ણવ્યવસ્થા આધારીત જ્ઞાતી પ્રથાનું માળખું, તેના લક્ષણો અને વ્યવહારોમાં કોઇ ફેરફારો થયા નથી. બલ્કે બાબાસાહેબે જે " એનીહીલેશન ઓફ કાસ્ટ"ની જ્ઞાતી પ્રથાના અંતની વાત કરી હતી તે પ્રથાતો તેના નગ્નસ્વરૂપે વર્તમાન રાજય વ્યવસ્થાના સહકારથી  વધુ બળવત્તર દીનપ્રતીદીન બનતી જાય છે.

વીશ્વમાં ચામડીના રંગ આધારીત માનવી માનવી વચ્ચે સામાજીક અલગતા(સેગ્રીગેશન) કાળા–ગોરાની છે,બીજું ધર્મ આધારીત યહુદીઓ અને ખ્રીસ્તીઓ, નાઝી અને યહુદીઓ હીટલરના જર્મનીમાં, શીયા– સુન્ની આરબ દેશામાં, કે ભારતમાં હીંદુ–મુસ્લીમમાં ધર્મના અનુયાયીઓ વચ્ચે  સામાજીક અલગતા છે. પણ એક જ ધર્મમાં જન્મ લેનાર પ્રજાને જ્ઞાતી આધારીત વર્ણવ્યવસ્થાને કારણે  ગુલામ કરતાં બદ્ત્તર સ્થીતીમાં સદીઓથી  જીવવા મજબુર કરવા અને તે પણ ધર્મની સંમતી અને ટેકાથી તેવી સ્થીતી વીશ્વમાં કોઇ પ્રજાની નથી. બાબાસાહેબે આપણા દેશની જ્ઞાતી પ્રથામાં સદીઓથી ચાલુ રહેલા  જે ચાર અગત્યના લક્ષણો જે દરેક હીંદુમાટે જન્મથી શરૂ કરીને મૃત્યુ પર્યંત ચાલુ રહે છે તેને સ્પષ્ટ રીતે ઓળખી બતાવ્યા છે.

(૧) હીંદુ ધર્મમાં જન્મ લેનારની જ્ઞાતી તેના જન્મથી જ નક્કી થઇ જાય છે. જેમાં ફેરફારને કોઇ અવકાશ હોતો જ નથી.

(૨)હીંદુ સમાજ અને તેના અનુયાયીઓ વર્ણવ્યવસ્થાના ટેકાવાળી જ્ઞાતીપ્રથાના સામાજીક વ્યવહારોમાં ઉંચનીચના અસમાન સ્તરોમાં વહેચાઇ ગયા હોય છે. જો કે બાબાસાહેબના મત મુજબ વર્ણવ્યવસ્થા અને જ્ઞાતીપ્રથામાં સામાજીક રીતે કોઇ તફાવત પહેલાં હતો નહી અને આજે પણ નથી.

(૩) જ્ઞાતીપ્રથા આધારીત હીંદુસમાજ વ્યવસ્થામાં હંમેશાં ઉપલી જ્ઞાતીઓ નીચલી જ્ઞાતીઓનું સર્વપ્રકારનું શોષણ કરતી હતી અને આજે પણ કરેછે.

(૪) હીંદુ ધર્મે જ્ઞાતીપ્રથાને વ્યાજબી ઠેરવી છે.

ટુકમાં ખરેખર જોવા જઇએ તો જ્ઞાતીપ્રથા જન્મ આધારીત નક્કી થતી હોવાથી અને તેના મુળભુત લક્ષણ શોષણખોર હોવાથી તે ગુલામીપ્રથાથી કોઇરીતે જુદી નથી જેને વીશ્વે સર્વાનુમતે વર્જ ગણેલી છે.ગુલામીપ્રથાને તો સહેલાઇથી ઓળખી શકાય જયારે જ્ઞાતી પ્રથાતો શરીરમાં પેદા થયેલ કેન્સર જેવી છે. બહારથી ભાગ્યેજ દેખાય પણ આંતરીક રીતે તેણે આખા શરીરના અસ્તીત્વને( સમાજના માળખાને) રોગગ્રસ્ત બનાવી દીધુ છે. તેથી બાબાસાહેબના મત પ્રમાણે સમાજના બધાજ રાજકીય, આર્થીક, સામાજીક,ધાર્મીક વીગેરે અંગોમાં જ્ઞાતીપ્રથાએ ફેલાવેલા કેન્સરગ્રસ્ત દુષણોને દુર કરવા( કેમોથેરેપીની માફક) મુળભુત રીતે ફેરફાર કરવો પડશે.

સૌ પ્રથમ તો હીંદુધર્મના જે ધર્મ પુસ્તકોએ જ્ઞાતીપ્રથાને દૈવી,ઇશ્વરદત્ત્, પવીત્ર વગેરે આભુષણોથી નવાજી છે તે બધા જ પુસ્તકોના સત્યોને જ્ઞાન આધારીત અને વાસ્તવીક રીતે પડકારીને નાશ કરવો પડશે. જેથી તે બધાના અસરકર્તાઓને પોતાનામાં આત્મવીશ્વાસ પેદા થાય. હીંદુધર્મમાં રહીને સુધારાવાદી પ્રવૃત્તી જેવીકે બ્રહ્મોસમાજ, આર્યસમાજ કે વીધવાપુર્નલગ્ન કે બાળ લગ્નોપર પ્રતીબંધ મુકવાથી જ્ઞાતીપ્રથાનો અંત આવવાનો નથી.વધુમાં તેઓનું ખુબજ તાર્કીક નીરીક્ષણ હતું કે જ્ઞાતીપ્રથાએ દેશના નાગરીકોને મુક્તરીતે નાગરીક બની જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના મુલ્યોને આધારે સામાજીક, રાજકીય અને આર્થીક સમાજનું એકબીજા સહકારથી નવનીર્માણ કરવાને બદલે જ્ઞાતીનીર્મીત સામાજીક કોચલામાંથી બહાર નીકળતો જ અટકાવી દીધો છે. જ્ઞાતીપુરસ્કૃત જન્મ આધારીત સામાજીક વારસો મર્યાદીત લોકોને વીશીષ્ટ  હક્કો પુરા પાડે છે જયારે બાકી રહેલા સમાજના  વંચીતોને ભાગે વીશીષ્ટોની વેઠ કરવા સીવાય જીવનમાં કાંઇ બાકી રહેતું નથી. જન્મ આધારીત વીશીષ્ટ વારસો કાબેલીયાત કે કામની નીપુણતાને કારણે પ્રાપ્ત થતો નથી પરંતુ કઇ જ્ઞાતીમાં તમે જન્મ લો છો તે પ્રમાણે નક્કી થાય છે. માનવ માનવ વચ્ચે વીશીષ્ટ વારસા આધારીત પેદા થતી સમાજવ્યવસ્થા અનૈતીક,અસમાન અને માનવીય ગૌરવને હણનારી હોવાથી તેનો નાશ અનીવાર્ય રીતે થવો જ જોઇએ.

જ્ઞાતીપ્રથા અને વર્ણવ્યવસ્થા અંગે ગાંધીજીના વીચારો–

ગાંધીજી જ્ઞાતીપ્રથાના વીરોધી હતા. અસ્પૃશ્યતાને હીંદુ સમાજના ઘોર કલંક તરીકે તેઓએ જાહેર કર્યું હતું. પણ હીંદુધર્મ આધારીત વર્ણવ્યવસ્થાના ટેકેદાર હતા. વર્ણવ્યવસ્થાને તે સમાજના સામાજીક માળખાને  ટકાવનાર અગત્યના પરીબળ તરીકે ગણતા હતા. આઝાદીની ચળવળમાટે દેશના દરેક ખુણેથી અને હીંદુ સમાજના દરેક ફીરકાનો ટેકો મળી રહે તેવું તેમનું આયોજન હતું. બાબાસાહેબનો હીંદુ સમાજ આધારીત વર્ણવ્યવસ્થા અને જ્ઞાતીપ્રથા સામે આક્રોશ હતો અને તેને જડમુળથીનાશ કરવા માટેની જે પ્રતીબધ્ધ્તા હતી તે આપણને ગાંધીજીમાં દેખાતી નહતી. તેની સામે  ગાંધીજીની પ્રતીબધ્ધ્તા દેશના અબાલ વૃધ્ધ સૌ લોકોને આઝાદીની લડતમાં સામેલ અને જાગૃત કરવાની હતી.


--

ગાંધીજી, સરદાર પટેલ અને બાબાસાહેબ આંબેડકર કરતાં જવહરલાલ. નહેરૂ હીંદુત્વ સામે વધારે ખતરનાક હતા. કેમ?


(1) જવહરલાલ નહેરૂ––
તાજેતરમાં રાજસ્થાન શિક્ષણ વીભાગ તરફથી સમાચાર આવ્યા છે કે ત્યાંની બીજેપી સરકારે ઇતીહાસમાંથી દેશનાપ્રથમ વડા જવાહરલાલ નહેરૂનું નામ કાઢી નાંખ્યું છે. 
નહેરૂજીના વિચારો અને કાર્યો કેવા હતા જે આર આર એસ અને બીજેપી તેમની આંખમાં પડેલી કાંકરીની માફક ખુંચે છે. નહેરૂજી દેશના ચુંટાયેલા વડાપ્રધાન સને ૧૯૫૧માં બન્યા ત્યારે ગાંધીજી અને સરદાર પટેલ ગુજરી ગયા હતા. નહેરૂજીને પોતાનાવીચારો પ્રમાણેનું " આધુનીક ભારત" બનાવવા માટેનું મોકળુ મેદાન કુદરતી રીતે મળી ગયું હતું. પ્લાનનીંગ કમીશન,પંચવર્ષીય યોજનાઓ, ભારે, ચાવીરૂપ અને માળખાગત સુવીધા ઉભી કરે તેવા ઔધ્યોગોની પસંદગી અને તે બધાની સ્થાપના અને વીકાસ માટે નાણાંકીય અન્ય સુવીધાઓ અને સવલતો રાજય તરફથી મળે તેવું આયોજન નહેરૂજીએ કર્યુ હતું.
આ બધા માટે દેશમાં આધુનીક શૈક્ષણીક સુવીધા પેદા થાય માટે ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલજી અને આધુનીક મેનેજમેંટસનું શીક્ષણ આપતી સંસ્થઓ તેમજ દેશભરમાં ગુરૂકુળો અને આશ્રમોને સ્થાને આધુનીક શીક્ષણ પુરૂ પાડે તેવી ઉચ્ચશીક્ષણની સંસ્થાઓ સ્થપાય તેવી હકારાત્મક રાજકીય અને રાજકોષીય નીતીઓ બનાવી હતી. નહેરૂજી આ બધા આધનીક મોટા ઉધ્યોગો, ભાખરા નંગલ ડેમ, રૂરકેલા અને ભીલાઇના સ્ટીલ પ્લાંટને દેશના આધુનીક મંદીરો( Modern Temples of India) તરીકે ઓળખાવ્યા હતા ને બીરદાવ્યા હતા. તેઓનો ખ્યાલ હતો કે દેશની પ્રજાને આધુનીક બનાવવી હશે તો તેને સદીઓથી ધર્મ અને તેની માળખાગત નાગચુડ પકડમાંથી છોડાવવી પડશે. આધુનીક જ્ઞાનવીજ્ઞાનનું શીક્ષણ દેશના ખુણે ખુણે પહોંચાડવું પડશે. નહેરૂજીને દ્ર્ઢ પ્રતીતી હતી કે દેશના સર્વપ્રકારના પછાતપણાને પડકારી શકે તો તે આધુનીકતા અને તેમાંથી સર્જતા આધુનીક પરીબળો છે.
દેશ અને દુનિયામાં આધુનીકતા અને તે આધારીત જ્ઞાન હીંદુધર્મ અને તેના જેવા જ બીજા ધર્મોએ ટકાવી રાખેલ રૂઢીચુસ્ત સમાજ વ્યવસ્થાને ક્રાંતીકારી પડકાર આપી શકે તેમ છે. નહેરૂ આર્ષદ્રષ્ટા ( The Great visionary) હતા. તેથી આધુનીકતાના મુળીયા ભારતમાં મજબુત રીતે સ્થાયી થાય, વીકસે તેવું તેઓનું સ્વપ્ન હતું.
આર આર એસ અને બીજેપીનું મીશન ભારતને પાછું રૂઢીચુસ્ત, ધાર્મીક અને બ્રાહ્મણવાદીવર્ણવ્યવાસ્થાને પંથે લઇ જવું છે.પણ પેલુ નહેરૂજીનું પાળેલુ ' આધુનીકતાનું ભુત' તેમનો પીછો છોડતું નથી. તો લાવો રાજસ્થાનની ઇતીહાસની ચોપડીમાંથી નહેરૂજીનું નામ જ કાઢી નાંખી એટલે આધુનીકતાનું જીન જે બાટલીમાંથી નીકળી ગયું છે તેને પાછું બાટલીમાંબંધ કરી પુરી દેવાશે. દેશનો નજીકનો ઇતીહાસ સાક્ષી આપશે કે ' બોટલમાં આધુનીકતાનું જીન જાય છે કે કંગાળ અને માયકાંગલી થઇ ગયેલી હીદું ધાર્મીક્તા.

Top of Form

LikeShow more reactions

Comment

Share

Bottom of Form

(2)  સરદાર પટેલ 

સરદાર પટેલના વીચારો અને તે આધારીત વ્યક્તીત્વ કેમ આર આર એસ અને ભાજપને પડકાર રૂપ ન હતું આજે પણ નથી?

આ માટે થોડો આઝાદીની ચળવળ અને તે સમયની કોગ્રેસ પાર્ટીનો ઇતીહાસ પર નજર નાંખીએ.

સને ૧૯૩૯માં ત્રીપુરા અખીલ હીંદ કોગ્રેસપક્ષના અધીવેશનમા ગાંધીજીએ જાણ્યું કે સુભાષચંદ્ર બોઝે સ્વયંભુ પક્ષ પ્રમુખ તરીકે પોતાની ઉમેદવારી જાહરે કરી હતી. ત્યારે  ગાંધીજીએ બોઝની સામે જ. નહેરૂને પ્રમુખ ઉમેદવાર તરીકે વીનંતી કરી. ગાંધીજીની તે વીનંતીનો નહેરૂએ ઇન્કાર કર્યો. ફરી ગાંધીજીએ મૌલાના આઝાદને વીનંતી કરી જે મૌલાના આઝાદે પણ ઇન્કાર કર્યો. છેવટે ગાંધીજીએ  આંધપ્રદેશના ડૉ પી સીતારામમૈયાને ઉભા રાખ્યા જે સુભાષચંદ્ર બોઝ સામે હારી ગયા.

ત્યારબાદ Actually, Gandhi meticulously started planning to destroy Subhash, who was now the most serious challenge to his ideology and superiority.  ગાંધીજીએ  ડૉ. સીતારામમૈયાની હારને ગાંધીજીએ પોતાની અંગત નેતૃત્વની હાર ગણીને સુભાષચંદ્ર બોઝ પક્ષપ્રમુખ તરીકે કામ ન કરી શકે તેવું અતીચોક્ક્સ આયોજન ( Meticulous Planning) ગાંધીજીએ  સરદાર પટેલ જે પક્ષના જનરલ સેક્રેટરી હતા અને જેની પાસે વર્ષો સુધી પક્ષની નાણાં કોથળી (મરતાં સુધી) હતી, તેઓની મારફતે એક સામટા  નેશનલ કોગ્રેસ વર્કીંગ કમીટી( તમામ કારોબારી સભ્યોના) રાજીનામા અપાવીને પુરૂ કર્યું. અંતે સરદારની આ 'ચેસ–પાયદળનીચાલે' બોઝને પક્ષપ્રમુખ તરીકે રાજીનામુ આપવા મજબુર કર્યા.

સરદારનો બીજા એતીહાસીક નીર્ણય ગાંધીજી સામે હતો. ગાંધીજીએ એવું દેશ સમક્ષ જાહેર કર્યુ હતું કે 'દેશના ભાગલા મારા પ્રાણના ભોગે કરજો'. સરદારની વાસ્તવીક રાજકારણની કુશાગ્ર બુધ્ધીએ જોયુંકે જો દેશના ભાગલા નહી પડેતો દેશ ઘણા લાંબા સમય સુધી આંતરીક ગૃહ યુધ્ધમાં (An indefinite period of civil war) હોમાઇ જશે! આ મુદ્દે આપણે સ્વીકારવું પડે કે ગાંધીજીના નૈતીક આદર્શ સામે સરદારે દેશના રાજકારણની નાડી પારખીને દેશ માટે હીંમતથી કોગ્રેસ રાષ્ટ્રીય કારોબારી સમક્ષ પોતાની વાત સ્વીકારાઇને લોર્ડ માઉન્ટબેટને તૈયાર કરેલ દેશના બટવારાના કરારને મંજુરીની મહોર મરાવી.

ત્રીજી અગત્યની સરદારની રાજકારણની રાજકીય વાસ્તવીકતા સામે રાજકીય આદર્શ ના ચાલે એવુ તેઓનું વલણ સને ૧૯૫૦માં કોગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે પુરષોત્મદાસ ટંડનની પસંદગીમાં દેખાઇ. દેશનું વાતવરણ ભાગલાને કારણે હીંદુકોમવાદી બનતું જતું હતું. હીંદુમહાસભા અને આર આર એસ આગામી લોકસભાની ચુંટણીમાં હીંદુ કોમવાદી કાર્ડનો પુરેપરો ઉપયોગ કરે તેમ હતું. તેને અટકાવવા સરદારે નહેરૂના ઉમેદવાર આચાર્ય કૃપલાનીને હરાવીને  પોતાના ઉમેદવાર પી ટંડનને જીતાડયા. તેનું કારણ પી. ટંડનનું નેતૃત્વ કોગ્રેંસમાંની હીંદુત્વવાદી છાવણી ઉપર હાવી જઇને આગામી દેશની લોકસભાની ચુંટણીમાં પક્ષને મદદરૂપ થાય. પણ જેમ ગાંધીજીએ જેવી દશા સુભાષચંદ્ર બોઝની કરી હતી તેવી દશા નહેરૂએ ટંડન કરીને રાજીનામુ લઇને કરી.પણ તે સમયે સરદાર હયાત નહતા.

 નહેરૂના કાશ્મીરના મુદ્દાને યુનોમાં લઇ જવાના નીર્ણય સામે સરદારની સ્પષ્ટ નારજગી હતી. છેલ્લા ૭૦ વર્ષોથી કાશ્મીર એક સમસ્યા છે તેને માટે જવાબદાર હોય તો તે નહેરૂનો ઉપરનો નીર્ણય હતો.અમારા સરદારને જો આ પ્રશ્ન ઉકેલવા નહેરૂએ મોકળાશ અને સ્વતંત્રતા આપી હોત તો તે સમયેદીવસોમાં નહી પણ કલાકોમાં તે પ્રશ્ન ક્યારનોય ઉકેલી નાંખ્યો હોત.   જે મુડીને આર આર એસ, ભાજપા, નરેન્દ્ર મોદીના નેતૃત્વએ ભરપેટ ઉપયોગ કરવામાં કામમાં લાગી. ધારોકે સરદારે આ પ્રશ્ન ઉકેલી નાંખ્યો હોત તો આર આર એસ વી. બીજા કયા કયા મુદ્દાઓ લઇને ગાઇ બજાવીને પોતાની તરફેણમાં પ્રજામત કેળવતા!

આર આર એસ એક ઉગ્ર રાષ્ટ્રવાદી સંગઠન તરીકે માને છે કે  ભારતને એક રાષ્ટ્ર તરીકે વીશ્વના નકશામાં મુકનાર હોય તો સરદાર છે. જેણે એકલે હાથે બધા જ દેશી રજવાડાનું વીલીનકરણ કરાવી ભારતને આધુનીક રાષ્ટ્ર બનાવ્યું. માટે જ  નરેન્દ્ર મોદીએ  નર્મદા ડેમ પર 'સ્ટેયુ ઓફ યુનીટી' ભારતને એક રાષ્ટ્ર બનાવનારની પ્રતીમા બનાવવાનું નક્કી કર્યુ છે.

 આમ આર આર એસની વીચારધારામાં બંધ બેસે તેવું સરદારનું વ્યક્તીત્વ હતું.

Top of Form

LikeShow more reactions

CommentShare

Bottom of Form

 

(3) ગાંધીજી––

તેઓના મત પ્રમાણે ગાંધીજી હીંદુ સુધારાવાદી (Religious Reformer) હતા. ગાંધીજીએ અસ્પૃશ્યતાને ' હીંદુ ધર્મના કલંક' તરીકે ઓળખાવી હતી. પણ તેના માટે

 જવાબદાર 'વર્ણવ્યવસ્થા'ના માળખાના સર્વનાશ માટે કોઇ સામાજીક આઝાદીની ચળવળ એટલા માટે ઉપાડી નહતી. કારણકે તે સર્વધર્મ સમભાવમાં માનતા હતા. પણ 

નહેરૂજીની માફક સર્વધર્મ અભાવમાં માનતા નીરઇશ્વરવાદી માનવવાદી (હ્યુમેનીસ્ટ) ન હતા. જો તમે સર્વધર્મ સમભાવના ભાગ તરીકે હીંદુ ધર્મને સ્વીકારો તો હીંદુ ધર્મને 

સદીઓથી ટકાવનાર અને પોષણ આપનાર તેના " વર્ણવ્યવસ્થાના અને જ્ઞાતી પ્રથાના માળખાની સામે" બળવો કરવા કયું ' નૈતીક બળ' અને ક્યાંથી મેળવી શકો?

ગાંધીજી જીવ્યા ત્યાંસુધી હીંદુ સુધારાવાદી અને ઇશ્વરમાં સંપુર્ણ આસ્થા રાખનાર પ્રમાણીક માણસ તરીકે જીવ્યા. તેઓએ આઝાદીની ચળવળ માટે જરૂરી રાષ્ટ્રીય એકતા 

અને અખંડતા માટે જરૂરી 'હીંદુમુસ્લીમ' એકતા માટે પોતાની જાનની બાજી વારંવાર લગાવી દીધી હતી. પણ તેવું કાંઇ ગાંધીજીએ વર્ણવ્યવસ્થાના સદંતર નીર્મુલન માટે

 કર્યુ હોય તેની કોઇ એતીહાસીક નોંધ નથી. હા, જરૂર ગાંધીજીએ વ્યક્તીગત ધોરણે 'હરીજન કુટુંબના' આશ્રમ પ્રવેશ અંગે કોઇ સૈધ્ધાંતીક બાંધછોડ કરી ન હતી. ને મક્ક્મ 

રહ્યા હતા.

આવા ગાંધીજી, કેવી રીતે આર આર એસના વૈચારીક હીંદુ મોડેલના પડકાર રૂપ હતા. તમને નથી લાગતું કે પેલા સનાતન ધર્મી હીંદુ ગોડસે વાદીઓનું તાકેલુ નીશાન જ 

ખોટુ હતું. જો તે સમયનું નીશાન યોગ્ય હોત તો અત્યારે જે આર આર એસને નહેરૂજીના આધુનીકતાના મોડેલનો સામનો કરવો પડે છે અને તે મોડેલ તેમના હીંદુત્વને જે 

કારમી હાર ચોક્કસ આપશે તો તે 'દાડા' જોવાનો વારો જ ન આવત! ઘણીવાર ઐતીહાસીક પરીબળોનું અવાસ્તીવીક મુલ્યાંકન માનવ જાત માટે આર્શીવાદ રૂપ સાબીત

 થાય છે.


 

પ્રો. ભીખુભાઇ પારેખે વીધ્યાનગર મુકામે આપેલ દીક્ષાંત પ્રવચનનો ભાવાનુવાદ

Convocation Address by B. Parekh

ભાઇ તમારી ઓળખ કઇ છે? – પ્ર. ભીખુભાઇ પારેખ.

(તંત્રી નોંધ–પ્રો. ભીખુભાઇ પારેખે, સરદાર પટેલ યુનીવર્સીટીમાં વીધ્યાનગર મુકામે જે દીક્ષાંત પ્રવચન 'કોનવોકેશન એડ્રેસ' ૧૫મી ડીસેમ્બર ૨૦૧૫ના રોજના આપેલ, તેમાંના અગત્યના મુદ્દાઓને વીકસાવીને અત્રે રજુ કરેલા છે.)

મેં મારા વીચારો, વીધ્યાર્થી મીત્રો, તમને સૌને કેન્દ્રમાં રાખીને રજુ કર્યા છે. કારણકે આજનો દીવસ તમારી શૈક્ષણીક અભ્યાસની કારકીર્દીના વીકાસની પરાકાષ્ઠાનો અંત છે. જે તમે બધાએ સખત મહેનત કરીને પ્રાપ્ત કર્યો છે. સાથે સાથે આ યુનીવર્સીટી સાથે જોડાયેલો તમારો વીધીપુર્વકનો સંબંધ (ફોરમલ એસોસીયેશન) આજરોજ અહીંયા પુરો થાય છે.આજના દીવસ સુધી તો તમે બધા યુનીવર્સીટીના વાતાવરણમાં  આરક્ષીત હતા. હવે તમારે બધાએ આવતી કાલથી આ અમાપ દુનીયાની અચોક્ક્સ,બરછટ અને લાગણીવીહીન વાસ્તવીકતાઓનો સામનો કરવાનો શરૂ થઇ જવાનો છે. હું તમને તે દુનીયાના કેટલાક પડકારો અને તે બધાનો સામનો કરવા માટેના જરૂરી ગુંજાશ અને સક્ષમતાની વાત કરવા માંગું છું.

તમે જે વીશ્વમાં ઝડપથી પ્રવેશ કરવાના છો તે વીશ્વ અત્રે ખુબજ જોખમી અને અસ્થીર બની ગયું છે.આ વીશ્વમાં એવો કોઇ, એક પણ દીવસ પસાર થતો નથી, જયાં કોઇ સંગઠીત જુથે બીજા કોઇ પર હુમલો કરીને ગમે તે કારણસર માણસોને મારી નાંખ્યા ન હોય. પોતાના કૃત્યને વ્યાજબી ઠેરવવા તે બધા પોતાની નૈતીકતાના સદગુણનો અથવા અંતરઆત્માના અવાજની પુષ્ઠી આપે છે. ઇરાક, અફઘાનીસ્તાન, સીરીયા, યેમેન, લીબીયા, પાકીસ્તાન, બંગ્લાદેશ, સાઉદી એરેબીયા, ઇજીપ્ત વગેરે દેશોમાં જુઓ, આ બધા દેશોમાં સેંકડો નહી હજારો લોકોની કત્લેઆમ( બુચર્ડ) કરવામાં આવે છે. જેટલાને મારી નાંખવામાં આવે છે તેનાથી અનેકગણાઓને નીર્વાસીત બનાવવામાં આવે છે. તેના પડઘાઓ અને ધ્રુજારીઓ યુરોપ અને અમેરીકામાં પડે છે. આપણે જોયું છે કે કેવી રીતે ન્યુયોર્કના ટ્વીન ટાવર્સને જમીનદોસ્ત કરી નાંખવામાં આવ્યા હતા.

 આ વર્ષે આપણે મેડડ્રીડ, લંડન અને ફ્રાંસમાં બે વાર જાણે કાળો કેર વર્તવ્યો હોય તેવા હીંસક હુમલા જોયા. બેલ્જીયમ (જે યુરોપીયન યુનીયન નો અગત્યનો દેશ છે તથા જયાં તેની મુખ્ય ઓફીસ આવેલી છે) તે દેશમાં આતંકી હુમલાને કારણે ઇતીહાસમાં પ્રથમ વાર સમગ્ર દેશમાં સ્કુલો, કોલેજો,અને મેટ્રો ટ્રેઇન બંધ કરી દેવામાં આવી. આફ્રીકાના જુદા જુદા દેશોમાં હજારો બાળકોને અપહ્યત  ( કીડનેપ્ડ) કરીને પછી ફરજીયાત (કન્સીક્રપ્ટેડ) લશ્કરી તાલીમ માટે જે તે દેશમાં ભરતી કરી દેવામાં આવે છે. બીલકુલ નીર્દોષ નાગરીકોને સીરીયા અને તેના જેવા બીજા દેશોમાં ખોટા, ભ્રામક, નકલી આક્ષેપો લગાવીને હજારો લોકોનો  જાહેરમાં શીરચ્છેદ કરી દેવામાં આવે છે.અમેરીકા અને યુરોપના જુદા જુદા દેશોમાંથી દયાહીનરીતે આ બધા આરબ દેશોના ગેરકાયદેસર પ્રવેશ ઇચ્છુક નીર્વાસીતોને ખદેડી મુકવામાં આવે છે અને મજબુર, અમાનવીય અને અત્યંત કરૂણાજનક સ્થીતીમાં તે બધા હજારો લોકોને મોતના મુખમાં ધકેલી દેવામાં આવે છે. આપણા પોતાના દેશમાં જ  દલીતો, સ્રીઓ, લઘુમતોને નીશાન બનાવીને  ધાર્મીક, રાજકીય અને બીજા કારણોસર તે બધા પર હીંસક હુમલા કરવામાં આવે છે .આ બધી ઘટનાઓતો જાણે રોજ સવારના ન્યુઝપેપર અને સાંજના ટીવી ન્યુઝમાં જાણે પીરસવાની વાનગી બની ગઇ છે. ખુબ જ દુ:ખ સાથે આપણને વીચાર કરતા મુકી દે છે કે આ જગત ક્યારે જીવવા માટે વધારે સારુ બનશે?

દરરોજ આ નાની મોટી હીંસાની બનતી સેંકડો શાંત કાં અશાંત ઘટનાઓ પાછળ ઘણા કારણો જવાબદાર છે. કેટલાક સામાવાળા ઉપર આધીપત્ય જમાવવા માટે, કેટલાક તો વળી ભુતકાળની માનહાનીઓનો (હ્યુમીલીએશન) ઉત્કટ મનોવીકારથી આવેગમય( પેંશન) બની બદલો લેવા, જ્યારે બીજા કેટલાક તો ખાસ આધુનીકતાના પરીબળોને દુર રાખવા કે નીયંત્રણમાં રાખવા, હીંસાનો આશરો લે છે. આ બધા અસંતોષના કારણોમાં થતી હીંસામાં ઇંધન પુરનારું કોઇ પરીબળ હોય તો તે ' પોતાની ઓળખની શોધ અને તે જાણ્યાપછી તેને ટકાવી રાખવાની મથામણ છે.' હું મારા વીચારો આ 'ઓળખ' શું છે અને કેમ તે  હીંસા ફેલાવવા માટેનું સરળ માધ્યમ બને છે તેના પર કેન્દ્રીત કરવા માંગું છું.

આપણા બધાને પોતાની જાતની ઓળખ તો જોઇએ છીએ. આપણે કોણ છીએ અને શા માટે છીએ? આ ઓળખનો ખ્યાલ આપણા જીવનમાં બૌધ્ધીક અને નૈતીક કાર્યો કરવા માટેનો માર્ગદર્શક ( કોમ્પાસ, હોકાયંત્ર) બની જાય છે. આપણે શું પસંદ કરવું અને શું ન કરવું, કયા નીર્ણયો કોઇપણ હીસાબે ન જ કરવા તે બધું  ' ઓળખની સમજ' વીના ન કરી શકીએ. સામાન્ય સંજોગોમાં આપણને ' ઓળખની સમજ'ની કેળવણી આપણા સમાજ અને તેની નૈતીક આચારસંહીતામાંથી મળે છે. જે સમાજમાં આપણે જન્મયા અને મોટા થયા તે સમાજ આપણને શીખવે છે કે આપણે આપણા ભાઇઓ, મા–બાપ વગેરે સાથે કેવી રીતે વર્તવું, સારા હીંદુ કે મુસલમાન કે ખ્રીસ્તી તરીકે કેવી રીતે વર્તવું, સારા ભારતીય કે નાગરીક તરીકે કેવી રીતે અરસપરસનો વ્યવહાર કરવો ? તે સમાજ આપણને એ શીખવે છે કે કઇ પ્રવૃત્તીઓ કોઇપણ ભોગે ન કરવી.

સમાજ સાથે જોડાયેલ બધી જ ઓળખની સમજો અને તેના નૈતીક માર્ગદર્શકો હંમેશાં સ્વીકારવા યોગ્ય હોતા નથી. આપણે તે બધાનું તાર્કીક મુલ્યાંકન કરવાની જરૂર છે. આ મુલ્યાંકનમાં જે યોગ્ય સમજાય તેનો સ્વીકાર કરવો જોઇએ અને બાકીનાનો અસ્વીકાર વીના સંકોચે કરવો જોઇએ. સમાજની ઓળખોનું તાર્કીક મુલ્યાંકન કરવાથી આપણી 'ઓળખની સમજ' પરીપક્વ બને છે. તેથી સમાજ અને આપણે પોતે બદલાઇએ છીએ. પરીવર્તન પામીએ છીએ.

આપણો સમાજ જ્યારે જુદી જુદી ' ઓળખની સમજ ' અને તેના માર્ગદર્શકો ને સ્પષ્ટ રીતે રજુ કરવામાં ઉણો ઉતરે છે, ત્યારે ગંભીર મુશ્કેલીઓ પેદા થાય છે. તેની પાછળ ઘણા બધા જુદા જુદા કારણો જવાબદાર છે. આ એવો સમય હોય છે કે જ્યારે સમાજની મોટાભાગની સંસ્થાઓ પોતાને ફાળે આવેલી જવાબદારીઓ નીભાવવામાં અસમર્થ બની ચુકી હોય છે, તે બધાની સંસ્થાઓ તરીકે આબરૂ અને નૈતીક સત્તાઓનો હ્રાસ થયેલો હોય છે. કદાચ આવે સમયે સમાજ માટે સામ સામી વીરોધાભાસી દબાણો ( કોફ્લીટીંગ પ્રેસર્સ )નું સંચાલન કેવી રીતે કરવું તથા આવા વીરોધાભાસી દબાણો વચ્ચે સમતોલન કેવી રીતે જાળવવું તે એક મોટી સમસ્યા બની જાય છે. આ દબાણોની ઝડપ અને અસરોનો વ્યાપ ખુબજ ઝડપથી વધતો જતો હોય છે. ગમે તે કારણોસર સમાજ તેના સભ્યો માટેના બૌધ્ધીક અને નૈતીક માર્ગદર્શનની હકુમત ગુમાવતો જાય છે. સમાજમાં નૈતીક અધ:પતનની સ્થીતી પેદા થાય છે. આવી સ્થીતીમાં લોકોને ધર્મ અને તેના સેક્યુલર સાધનોમાં વીશ્વાસ અનુભવાય છે. આ ભયભીત સ્થીતીમાં મળેલી( પેનીક– સ્ટ્રીકન) ' ઓળખની સમજ ' પેલા જુના રૂઢીચુસ્ત સમાજની સ્થીર અને સ્પષ્ટ ઓળખ જેવી બીલકુલ હોતી નથી. તેમાં પરીવર્તનની ક્ષમતા કે ફેરફારની શક્યતા બીલકુલ હોતી નથી. સમાજની ઐતીહાસીક અને રૂઢીગત જે માન્ય માનવીય પ્રણાલીઓ છે તેની સાથે તે ઓળખ સંવાદીતા ધરાવતી નથી. આવી અસહીષ્ણુ ઓળખની રચના કૃત્રીમ રીતે પેદા કરવામાં આવેલી છે. સમાજમાં વ્યાપક બનેલી સામાજીક અસ્વસ્થાતામાંથી તેને કુશળતાપુર્વક  (Crafted,લુચ્ચાઇપુર્વક) સમાજના જુદા જુદા અંગોમાં ઇરાદાપુર્વક  બહારના પરીબળોની મદદથી થોપવામાં આવે છે. આવી નવી 'ઓળખની સમજ' આજે જુદી જુદી જગ્યાએ કરવામાં આવતી હીંસાની જનેતા છે. હું ટુંકમા તેનું પૃથ્થકરણ કરવા માગું છું.

આ નવાપ્રકારની 'ઓળખની સમજ 'ના ઘણા બધા વીશીષ્ટ પ્રકારના લક્ષણો છે. તેમાંના અગત્યના ચાર વીશે હું ખાસ વીગતે જણાવીશ.

 એક, આ 'ઓળખની સમજ'ને નકારાત્મક કે વીરોધાભાસી રીતે અર્થબધ્ધ કે વ્યાખ્યાયીત કરવામાં આવી છે. તેના પ્રમાણે પોતાને ઓળખવા માટે તે પોતે કોની વીરૂધ્ધ છે, કોણ તેનો દુશ્મન  છે અને શા માટે છે, તે ઓળખી લેવાની પ્રાથમીક જરૂરીયાત છે. જ્યાંસુધી પોતાની ઓળખને સામાવાળાની ઓળખ સાથે સરખાવવામાં ન આવે ત્યાં સુધી તેની પોતાની ઓળખ અસ્પષ્ટ, ધુંધળી અને વીકેન્દ્રીત( લેક ઓફ ક્લીયર ફોકસ) રહે છે. મારી ઓળખની સમજ, અથવા હું કોણ છું તે મારો દુશ્મન એટલા માટે નક્કી કરે છે, કે તેની સાથેના સંઘર્ષમાં હું કોણ શું અને શા માટે છું તેની મને સમજણ પડે છે'. મારે જે સત્ય છે અને સારૂ છે તેના વીરોધ કરનારનો પ્રતીનીધી બનાવનું છે ( શક્ય હોય તો તેનો પ્રચારક બનવાનું છે). સામાવાળાને રાક્ષસ કે પીશાચગ્રસ્ત ચીતરીને તે બધાને અમારા માટે ' સામાજીક દુષણ'નું પ્રતીક તરીકે ઓળખાવાનો છે.  મારી ઓળખની સમજ એવી નથી કે જેને હું પ્રેમપુર્વક શાંતીથી માણી શકું; મારે તો તેને(ઓળખની સમજને) મારા દુશ્મનની જે સતત હુમલો કરવાની જે યુક્તી–પ્રયુક્તીઓ છે તેનાથી સંરક્ષીત કરવાની છે. તે મારી પાસેથી સતત જાગરૂકતા અને સંઘર્ષની માનસીકતા પુર્વશરત તરીકે માંગી લે છે.

બે, ઉપર મુજબનું જાણે ઓળખની સમજનું ફક્ત એક જ અર્થઘટન હોય તેમ ઘણાનું માનવું છે. જે લોકો આવી ઓળખની સમજમાં માને છે તે બીજા પાસે પણ તેવી અપેક્ષા રાખે છે. સારા હીંદુ, મુસલમાન કે ખ્રીસ્તી કે ભારતીય બનવાનો ઉપર જણાવેલ એક જ માર્ગ છે. તેમાં જુદો ચીલો,ચાતરનારાઓનું કોઇ સ્થાન નથી. આવા લોકોને ઠેકાણે લાવવાનું 'પેલા લોકોનું' કામ જ નહી પણ ફરજ થઇ પડે છે. ઓળખની સમજતો આપણા દુશ્મનો સામે આપણને એકજુટ બનાવે છે, સંગઠીત રાખે છે. જો બધાને પોતાની મરજી મુજબની પોતાની ઓળખની સમજને આધારે વર્તન કરવા દેવામાં આવે તે અસ્વીકાર્ય છે. જયારે આપણી ઓળખની સમજ પર સતત દુશ્મનોના હુમલા થતા હોય ત્યારે આંતરીક એકતા અને શીસ્ત સંસ્થા માટે ખુબજ અનીવાર્ય છે.

ત્રીજુ, ઓળખની સમજ તે ફક્ત એકલ દોકલ કોઇ મુદ્દે વર્તન કરવા પુરતી નથી. પણ તે આપણા સમગ્ર જીવનનો ભાગ બનવી જોઇએ. દા;ત એક મુસ્લીમ તરીકે હું બંદગી,પ્રાર્થના, ખોરાક, પહેરવેશ, ધંધો અને મારી રોજબરોજની સામાન્ય વર્તણુક, અધીકૃત રીતે કુરાનમાં મુકરર કર્યા મુજબની  હોવી જ જોઇએ. મારા જીવનનું કોઇપણ ક્ષેત્ર કે ભાગ મુસ્લીમ ઓળખથી જુદો હોવો ન જોઇએ; જો હોય તો તે અસ્વીકાર્ય છે. તે પાક મુસ્લીમની ઓળખ કદાપી નથી. ઓળખમાં કોઇ સમાધાનને અવકાશ નથી.ફરજીયાત રીતે, દરેક મુસ્લીમની ફરજ થઇ પડે છે કે તેણે કુરાનમાં જે લખ્યું છે, તેનું અક્ષર;સહ પાલન કરવું. તેને માટે બે માંથી એક જ પસંદ કરવાનું છે કાં તો પાક મુસ્લીમ બનવું અથવા ગેરમુસ્લીમ બનવું. જો તમે પોતાને મુસ્લીમ તરીકે ઓળખાવતા હોય તો તમારે માટે કુરાનના દરેક ઉપદેશો પાળવા ફરજીયાત છે. જો તમે તેમાંથી કશું લઇને પસંદ કરો અને બાકીનું છોડી દો તો તે કુરાનની પવીત્રતાના ભંગ સમાન છે.  તેને અંગે ' ઇશ્વરી નીંદા (બ્લેસ્ફમી) માટે જે સજા કુરાનમાં નક્કી કરી છે તેથી કશી ઓછી સજા મળે નહી. તેવું જ બધા ધર્મો અને તેના અનુયાઇઓ માટે છે.

ચોથું, આપણા દરેક જણ પાસે એકી સાથે બહવીધ(મલ્ટીપલ) ઓળખો છે. જે જુદીજુદી દીશઓમાં સ્થીર થયેલી છે. તે બધાને બાજુપર મુકીને એક જ ઓળખનું પ્રભુત્વ સ્વીકારી બાકીની ઓળખોને ગૌણ બનાવી દેવાની છે. એક માણસ પ્રોફેસર, બ્રાહ્મણ, હીંદુ, ભારતીય અને બીજી અનેક ઓળખોવાળો એકી સાથે હોઇ શકે. પણ તેની આ બહુવીધ ઓળખોનો મુખ્ય આધાર અને સંચાલન તેની મુળભુત ઓળખ જે ધાર્મીક અથવા સાંસ્કૃતીક ઓળખની આસપાસ બંધાયેલી(સ્ટ્રક્ચર) હોવી જોઇએ.

જ્યારે ઓળખની સમજને આવી વીરોધાભાસી,અસામાન્ય અને અસાધારણ, કે વીલીક્ષણ સ્વરૂપે અમલમાં  મુકવામાં આવે છે ત્યારે તે હીંસા અને ધીક્કારનું સ્વરૂપ ધારણ કરે છે. તે માનવજાતને એકબીજાની સામસામી આવીને દુશ્મન બની ગયેલા સામાજીક જુથોમાં વહેંચી નાંખે છે. તે બધા વચ્ચે માનવતાભર્યુ કોઇ સમાન બંધન કે વ્યવહાર દેખાતો નથી. દરેક એકબીજાને પોતાની ઓળખ માટેના અસ્તીત્વનો નૈતીક દુશ્મન ગણે છે. દરેક જુથના બધાજ સભ્યોની ઓળખ એકજ બીબાના ઢાંચા કે આકારમાં ગોઠવી કે મુકી દેવામાં આવે  છે. તે બધાના આંતરીક મતભેદો અને અન્ય અસંમતીઓને યેનકેન પ્રકારે દબાવી દેવામાં આવે છે.  જે કોઇ સભ્ય આવી એકરૂપ ઓળખ સાથે સંમત થતો નથી તે ગદ્દાર અને છુપો વીશ્વાસઘાતી છે. જેને પુરો કરી નાંખવામાં કોઇ ને વાંધો ન હોવો જોઇએ. સદીઓથી માનવ સંસ્કૃતીએ વ્યક્તીગત જીવનની જે ભવ્યતા અને વીવીધતાઓ મેળવેલી છે તે બધા માનવીય મુલ્યોને એક જ સપાટે ચોપટ (ફ્લેટન્ડ) કરી નાંખવામાં આવે છે. તેના પર હીંસક હુમલા કરવામાં આવે છે. જ્યારે ઓળખની સમજને જીવન અને વીચાર પ્રક્રીયાનો એક ભાગ બનાવી દેવામાં આવે છે, ત્યારે આવી ઓળખની માંગણીઓમાં પહેલી શહીદી માનવીની વીવેકશક્તી અને ન્યાયીક વલણની લેવામાં આવે છે. ટુંકમાં  ઓળખની સમજનો આધાર અને બીજા પ્રત્યે સ્વપ્રયત્નથી કરવામાં આવતી નામચીન હીંસા તેનું સાધન બની જાય છે. જે નૈતીક માર્ગદર્શન માટેનું પ્રેરણાસ્રૌત્ર હતું, જે આપણને ખોટું કરવા રોકતું કે અટકાવતું હતું તેને જ  ચુપ કરી દેવામાં આવ્યું છે.માનવ જીવન માટે જે ઇચ્છવા યોગ્ય હતું તેનો જ ભોગ લેવાયો છે.

ઓળખની સમજનો ખ્યાલ ખુબજ ગંભીર રીતે અને વ્યાપક પ્રમાણમાં ખોટા અર્થઘટનનો ભોગ બનેલ છે. તેના મુખ્ય સીધ્ધાંતો બીલકુલ ખોટા છે કે અતીશયોક્તીવાળા છે. મારે સારા હીંદુ કે મુસલમાન બનવા માટે તે ધર્મોના માર્ગદર્શક સીધ્ધાતો ઉપર મારા માનવીય વ્યવહારનો પાયો બનાવવો જોઇએ., નહી કે મારે બીન– હીંદુ કે બીન– મુસલમાનને મારા દુશ્મન ગણવા જોઇએ.  ભલે સામાજીક રીતે આ બધા જુથો જુદા હોય તેનો અર્થ એ નથી કે તે બધા સામ સામે છે અને દુશ્મનો છે. ખરેખર તે બધાને એકબીજાના દુશ્મન બનાવવા બીજા પરીબળો કામ કરતા હોય છે. વધારામાં, ગુજરાતી, બંગાળી, ભારતીય કે માનવી તરીકે તે બધા સારા પડોશીઓ હોય છે. મહંમદીઅલી ઝીણાએ જયારે દેશના ભાગલા માટે ચળવળ ચલાવી ત્યારે એમ કહેતા હતા કે હીંદુ –મુસ્લીમ સંસ્કૃતીઓમાં કશું સમાન નથી. બંને સાંસ્કૃતીક રીતે ભીન્ન છે. પણ જ્યારે તે પાકીસ્તાન દેશના વડા બન્યા ત્યારે તેઓએ અનુભવ્યું કે તે બીલકુલ ખોટા હતા. ખરેખર બંને કોમોમાં ઘણી બધી સામ્યતાઓ કે સમાનતાઓ માનવતાને ધોરણ પ્રવર્તમાન છે. આપણે આપણી જાતને ફક્ત એકજ ઓળખને આધારે મુલ્યાંકન ન કરીએ અને બીજી બધી ઓળખો જે આપણને એકબીજા સાથે જોડે છે તેને ભુલી જઇએ છીએ. એક જ ઓળખને આધારે જીવવું એટલે તો આપણે માનવી તરીકે દરીદ્ર બનવું એમ જ ગણાય. તે ઓળખ આપણને આપણી ઇન્સાનીયત જ ભુલાવી દે છે.

બધી વ્યક્તીઓની ઓળખની સમજ એકસરખી અને સામાન્ય હોવા છતાં તે બધાની દ્રષ્ટી કે નીર્ણયો સરખા ન હોઇ શકે. કેટલાક ને મન હીંદુ, એ કે જે જ્ઞાતીપ્રથાના રીતીરીવાજો પ્રમાણે જીવન જીવતો હોય. બીજાઓ માટે હીંદુ સંસ્કૃતીના નૈતીક મુલ્યોનો અમલ કરવો પણ જ્ઞાતીપ્રથાનો ત્યાગ કરવો તેવી ઓળખ પણ હોય! કેટલાકની ઓળખ એવી હોય કે જે હીંદુપ્રથાની કોઇએક ખાસ પુરાપર્વથી ચાલુ રહેલી પ્રણાલી (ટ્રેડીશન)સાથે પોતાનું જોડાણ કરે છે. પરંતુ તેના કોઇ ધાર્મીક બોધ કે ઉપદેશો( ડૉક્ટ્રીનસ) પ્રમાણે આચરણ કે વ્યવહાર ન કરે. એક માણસ ધર્મ, સંસ્કૃતી, સામાજીક કે ઐતીહાસીક સમજ પ્રમાણે હીંદુ હોઇ શકે. પણ આ બધામાંથી ગમેતે એક જ લક્ષણને તેની ઓળખનું મુખ્ય લક્ષણ બનાવવું તે યોગ્ય નથી. વધુમાં હીંદુ વીચાર પધ્ધતી અને જીવન પધ્ધતીનો જીવનક્રમ ઘણો લાંબો અને સેંકડો વર્ષ જુનો છે. જેમાં આંતરીક રીતે ઘણી અનેકતા કે બહુલક્ષી વીવીધીતા(પ્લુરૅલીટી) સમાયેલી છે. કોઇને હીંદુ તરીકે તે સમયના પ્રચલીત પ્રસ્થાપીત પ્રણાલીકાઓ પ્રમાણેના આદર્શ 'મર્યાદાપુરૂષ રામ' કે પછી કૃષ્ણ જેવું જટીલ અને બહુમુખી, પ્રતીભાસંપન્ન વ્યક્તી બનવું હોય. આ બંનેમાંથી કોણ સાચો હીંદુ તે પ્રશ્ન પુછવો મુર્ખામીભરેલું છે.

વીવેકબુધ્ધીની ઉપર ઓળખની સમજ મુકવી તે ખોટું છે.એટલું જ નહી પણ અમારી ઓળખ વીવેક બુધ્ધીના મુલ્યાંકનથી પર છે તેવો દાવો કરવો તે તો બીલકુલ અયોગ્ય છે.  મારી ઓળખની સમજમાં એવો બોધપાઠ  શીખવવામાં આવે છે કે ' નાસ્તીક, કાફર, યહુદી, કાળા લોકો અથવા જે ગૌ માંસ ખાય છે તે બધાને  મારી નાંખવા,'. આવી દલીલ કરનારના શાણપણ પર આપણને પ્રશ્ન કરવાનું મન ચોક્ક્સ થાય. અને તેની આવી ઓળખની સમજને ક્યારેય માન આપીએ નહી. બધીજ ઓળખો માનવીય સંબંધોથી પર નથી. ઓળખોનું નીયમન માનવીય સંબંધો પર સંપુર્ણ આધારીત છે. તમે માનવી તરીકે તમારી ઓળખના વ્યાજબી પણા માટે તમારાથી ભીન્ન ઓળખ ધરાવનારાને ઇજા પહોંચાડી શકો નહી કે તે માટે બીજાને મારી નાંખી શકો નહી. ઓળખ માટેનું માન કે ગૌરવ શરતીઆધીન(કન્ડીશનલ) જ હોય છે ક્યારેય તે અમર્યાદીત ન હોઇ શકે.

માનવી તરીકે એકી સાથે આપણી ઘણી બધી ઓળખો હોય છે. જે આપણી જાતી, લીંગ,ધર્મ,રાષ્ટ્રીયતા, વર્ગ, રાજકારણ, વ્યવસાય અને આપણા હીતો સાથે જોડાયેલી હોય છે. એક ઓળખની જરૂરીયાત આપણી બીજી ઓળખને મર્યાદામાં રાખે છે. દા.ત આપણે એક ધાર્મીક ક્રીકેટરનો દાખલો ઉદાહરણ તરીકે લઇએ. એક ધાર્મીક માણસ તરીકે એવું વીચારે છે કે તેણે બીજાના કલ્યાણ માટે વીચાર કરવો જોઇએ. શક્ય બને તેટલી રીતે  બીજાને મદદ કરવી જોઇએ. ક્રીકેટ મેચમાં બોલર તરીકે વીચારે છે કે તે એવો લુઝ બોલ નાંખે  જેથી બેટ્સમેન પોતાની સદી પુરી કરી શકે. અથવા તો એ બેટ્સમેન તરીકે બોલરને હેટટ્રીક લેવા માટે આઉટ થઇને મદદ કરવાનું વીચારે છે. આપણે આવા ધાર્મીક લાગણીવાળા ક્રીકેટર માટે કેવી રીતે સારૂ વીચારી શકીએ. કોઇપણ રમતમાં તેના નીયમો પ્રમાણે જ રમવું પડે. તમે ધાર્મીક હોઇ શકો અને ક્રીકેટર હોઇ શકો. પણ તમે ક્યારે ધાર્મીક ક્રીકેટર ન હોઇ શકો. માનવીની દરેક પ્રવૃતીઓ તર્કબધ્ધ નીયમોથી સંચાલીત છે. તે બધાને એકજ બીબામાં નીયમબધ્ધ કરી શકાય નહી. 

       આપણી ઓળખ ક્યારેય એકાકી, બંધીયાર અને અપરીવર્તનશીલ ન હોઇ શકે. તેનું મુલ્યાંકન કે પૃથ્થકરણ વીવેકઆધીન જ હોઇ શકે. ઓળખનું મુળભુત લક્ષણ જ વીવીધતામાં સમાયેલું છે. તેના જુદાજુદા અર્થઘટન શક્ય છે. તેમાં સુધારા વધારાકે ફેરફારો અને તેને સંપુર્ણ પણ ફગાવી દેવાનો પણ અબાધીત અધીકાર છે.

 


--

Mohan Bhagvatjee



-- દેશ અને કુટુંબ માટે વધુ બાળકો એ શાપ કે વરદાન !

બાવા બનો અને બીજાને બનાવો!

મોહન ભાગવતજી,

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને તેની ભગીની સંસ્થાઓનો વૈચારીક આધાર દેશના બીજા ધર્મો ખાસ કરીને મુસ્લીમ અને ખ્રીસ્તી ધર્મો અને તેના અનુયાયોના ધીક્કાર પર જ આધારીત છે.પરધર્મીઓના ધીક્કાર પર તેણે પોતાની ઇમારત ઉભી કરેલી છે. આર એસ એસને પોતાનું સામાજીક, રાજકીય અને બૌધ્ધીક અસ્તીત્વ ટકાવી રાખવા મોહન ભાગવત જેવાઓ દ્રારા સતત સંદેશા આપવો પડે છે કે 'સામાવાળાના પચ્ચીસ અને આપણા પાંચ' હશે તો પછી લાંબાગાળે આપણા અસ્તીત્વનું શું? માટે દરેક હીંદુએ દસ બાળકો પેદા કરવા જોઇએ.

આર એસ એસ પાસે એક જ અસ્તીત્વનું ગણીત છે. " હીંદુ ખતરેમેં હૈ, લોકોને બહેકાવો, ઉશ્કેરો, મત મેળવો અને રાજ કરો." આની સામે વસ્તીના આંકડાઓની હકીકત જુઓ.  દેશમાં વસ્તી ગણતરી પ્રતી દસ વર્ષે થાય છે. સને ૨૦૦૧માં દેશની કુલ વસ્તી ૧૦૨ કરોડ. તેમાં ૮૨.૭૫ કરોડ(૮૦.૪૫ ટકા) હીંદુ અને મુસ્લીમ ૧૩.૮ કરોડ(૧૩.૪ ટકા). ૨૦૧૧માં દેશની વસ્તી ૧૨૧ કરોડ, તેમાં ૯૬.૬૩ કરોડ (૭૯.૮ ટકા) હીંદુ અને ૧૭.૨૨કરોડ( ૧૪.૨ ટકા) મુસ્લીમ. તેમાં આશરે ૧૪ કરોડ હીંદુ વસ્તી વધી અને ૩.૫ કરોડ મુસ્લીમ વધી. પ્રતી દસવર્ષે હીંદુ વસ્તીનો મુસ્લીમ વસ્તીની સરખામણીમાં નેટ સંખ્યામાં વધારો ચાર ગણો છે. બીજીરીતે સરખામણી કરીએ તો દર દસ વર્ષે હીંદુ વસ્તીનો નેટ સંખ્યામાં વધારો( ૧૪ કરોડ) લગભગ તે જ સમયની કુલ મુસ્લીમ વસ્તી( સને ૨૦૧૧ની કુલ મુસ્લીમ વસ્તી ૧૭ કરોડ) જેટલો હોય છે.આશરે દેશની કુલ હીંદુ વસ્તી પ્રતી દસ વર્ષે મુસ્લીમ વસ્તી કરતાં ચાર ગણી ઝડપથી વધતી હોય તો કોને કોનો ડર હોવો જોઇએ?

 ખરેખર મુદ્દો જુદો છે. જો હીંદુ મધ્યમ વર્ગીય કુટુંબો એક જ બાળક કે બે જ બાળક ઉછેરે તો પછી દેશમાં બાવા, સાધુ,સાધવી, સંન્યાસી જેવા પરોપજીવીઓની ફોજ અને આર એસ એસની પેલી શાખાઓની સંખ્યાનું શું થાય!. અમારે તો છાશ જોઇએ છીએ પણ 'મટુકી' સંતાડેલી રાખવી એ તો અમારી 'સદીઓ સે ચલીઆઇ પરંપરા હૈ.'

 કુટુંબ અને તેથી રાષ્ટ્ર જો પોતાના હયાત બાળકોને પાયાની જરૂરીયાતો જેવી કે આરોગ્ય, શીક્ષણ, પોષ્ટીક આહાર, સરળ રોજગારીની તકો પુરી પાડી શકતું ન હોય તો પછી વધુ બાળકો જે કોઇ કુટુંબ( હિંદુઅથવા મુસ્લીમ) કે રાષ્ટ્ર વધુ વસ્તી પેદા કરીને ફક્ત ગરીબાઇ જ વહેંચશે.

બીજી આપણી એક ખોટી ભ્રામાક માન્યતા છે. જે દેશની વસ્તી વધુ તે રાષ્ટ્ર મહાન. વીશ્વના ઇતીહાસ પર નજર કરશો તો ખબર પડશે કે જે દેશો ગુલામ બન્યા અને જે દેશોએ પરદેશથી આવીને બીજાને ગુલામ બનાવ્યા તે બે માંથી કયા કયા દેશોની વસ્તી વધારે હતી અને કોની વસ્તી ઓછી હતી? જે દેશના રાજ્યકર્તાઓએ પોતાની પ્રજાના હાથમાં " ટેલીસ્કોપ, સુક્ષ્મદર્શક યંત્ર, કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને ડીજીટલ ટેકનોલોજી આપી તે દેશ સર્વપ્રકારે મહાન બન્યો કે પછી જે દેશના રાજ્યકર્તાઓએ પ્રજાના હાથમાં મંજીરા અને કરતાલ આપી? પ્રજાએ નક્કી કરવાનું છે કે આપણે આપણા હાથમાં શું જોઇએ છીએ? મંજીરા, કરતાલ કે સ્માર્ટ ફોન? આપણે કેવા રાજ્યકર્તાઓ જોઇએ છીએ જે બીલ ગેટસ અને ઝુકરબર્ગ પેદા કરે પછી દેશમાં મંદીરોની વસ્તી વધારીને ગૌરવ અનુભવે અને તેવા મહાનુભાવો(?)ની પગચંપી કરે તેવા નેતાઓ?

 

 

 

 

Friday, December 18, 2009

Humanim Defined

A need for a Humanist Consciousness

Are you an agnostic? An atheist? Or simply non-religious? If so, you probably happen to identify with Humanism.

"Humanism," according to the British Humanist Association, "is the view that we can make sense of the world using reason, experience and shared human values and that we can live good lives without religious or superstitious beliefs. Humanists seek to make the best of the one life we have by creating meaning and purpose for ourselves. We choose to take responsibility for our actions and work with others for the common good."

"Humanism provides non-religious individuals with a step to take after first embracing atheism; it describes explicitly what many non-religious individuals agree on, what they aspire to and that they aim to work together for the greater good."



--
Bipin Shroff


http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com