Sunday, September 17, 2017

ગૌરી લંકેશ( ૧૯૬૨–૨૦૧૭) ખુદ્દ્રાર જર્નાલીસ્ટને પ્રેમવીભોર શ્રધ્ધાંજલી.

ગૌરી લંકેશને આપેલી અદ્ભુત શ્રધ્ધાંજલી– સી રાજઘટ્ટા ( ભુતપુર્વ પતી)

ગૌરીના અપમૃત્યુને કારણે ઘણા બધાએ શ્રધ્ધાંજલી આપી હશે. મોટાભાગની શ્રધ્ધાંજલીઓમાં એમ લખાયું અને બોલાયું હશેકે ' ગૌરીના આત્માને શાંતી મળે, તેને સ્વર્ગ મળે, રેસ્ટ ઇન પીસ' વગેરે વગેરે.મારા મત મુજબ આવી શ્રધ્ધાંજલીઓને ગૌરી સમજી શકતી હોત તો તે ચોક્કસ મંદ મંદ હસતી હોત! મનમાં અને મનમાં મુશ્કરાય જ. કારણકે અમે બંનેએ અમારી યુવાનવયમાંજ (Teen years)  ઇશ્વર,મોક્ષ, સ્વર્ગ, પુન્ય પાપ અને મૃત્યુ પછી જીવનના ખ્યાલને વાહીયાત ગણીને ફગાવી દીધો હતો.

અમારા કોલેજકાળના સમયમાં મારા શહેર બેંગ્લોરને ભારતની રેશનાલીસ્ટ ચળવળનું કેન્દ્ર ગણવામાં આવતું હતું. તેમાં અમારી કોલેજના પ્રીન્સીપાલ અને પછી વાઇસચાન્સેલર ડૉ એન નરસીંહમૈયા અને શ્રીલંકાના આક્રમક રેશનાલીસ્ટ ડૉ અબ્રેહામ કવુર, બંને મારા અને ગૌરીના માર્ગદર્શક, મેન્ટર અને સલાહકાર હતા.અમારા બંનેનું રેશનાલીસ્ટ અને નીરઇશ્વરવાદી વ્યક્તીત્વ તે બે વડીલોની છત્રછાયા નીચે વીકસ્યું હતું. અમારા વીચારો પુરેપુરા રેશનાલીસ્ટ હતા .જે તે તેના ખુનના સંદર્ભને સમજવા માટે આ વાત મેં મુકી છે. જેથી બધાને ખબર પડે કે રેશનાલીસ્ટ અને ધર્માંધ લોકો સાથેના સંબંધો ઉત્ત્રર–દક્ષીણ ધ્રુવ જેવા હોય છે.

અમારૂ મુકામ અને બેઠક કોલેજનું પુસ્તકાલય હતું આ ઉપરાંત તે સમયની એક બુકશોપ હતી જેનું નામ 'પ્રીમીયમ બુકશોપ' હતું. તે અમને ૨૦ ટકા પુસ્તકની વેચાણ કીંમત પર કમીશન આપતો હતો. તેથી અમે ત્યાંથી નવી નવી ચોપડીઓ ખરીદતા હતા.સૌથી પ્રથમ બુક અમે –" સ્ટોરી ઓફ ફીલોસોફી" બાય વીલ ડુરાંટ ખરીદી હતી. અને બંને એ ભેગા મળીને એક પછી એક ફકરો વાંચતા હતા પછી ચર્ચા કરતા હતા.

સામાન્ય સંજોગોમાં અમારા રેશનાલીસ્ટ વીચારોને કારણે અમે બંને ખાસ ધ્યાન રાખતા હતા કે અમારા કુટુંબોની ધાર્મીક માન્યતાઓને ઠેસ ન પહોંચે. પણ કેટલીકવાર અમારા યુવાન મીજાજને કારણે અમે વડીલોના અવીચારી વીચારો અને રૂઢીઓની જોરદાર ટીકા કરી દેતા હતા.

અમારો લગ્ન પહેલાંનો પ્રેમાળ સંવનન કાળ પાંચ વર્ષનો હતો. અને ત્યારબાદ અમારુ લગ્નજીવન પણ પાંચ સાલ પછી પુરૂ થઇ ગયું.આ સમયગાળામાં અમને બીથોવન, બીટલ્સ અને દીલોનના સંગીતના સુરોએ  ખુબજ આનંદ આપ્યો હતો. દીવસે અમે કાર્લ સેગોન ખગોળ વીજ્ઞાનીનું પુસ્તક 'કોસમોસ' વાંચતા હતા અને પછી ચંદ્રમા સીવાયની અંધારી રાત્રીએ કોઇ દુર પર્વતની ટેકરી પર જઇને તારાઓ અને આકાશગંગાને નીરખવાની ગળાડુબ બસ મઝા માણયા જ કરતા હતા. તે કોલેજ કાળના  દીવસોમાં હું સીગરેટ પીતો હતો. તેણી તેનો સખત વીરોધ કરતી હતી.

 ડીવોર્સ લેવા માટે અમે કોર્ટમાં ગયા ત્યારે એકબીજાના હાથમાં હાથ પકડીને એકબીજાની આંગળીઓને રમડતા રમાડતા કોર્ટમાં પહોંચ્યા હતા. માનનીય ન્યાયધીશ સાહેબ ટકોર કરીકે  તમે ડીવોર્સ લેવા આવ્યા છો કે પરણવા? "If you want to go your own ways, better disengage, the court remarked."

   ડીવાર્સ લીધા પછી અમે બંને બેંગ્લોરમાં એમ જી રોડ પર આવેલી તાજ હોટેલના 'સધર્ન કમ્ફર્ટ' નામના ડાઇનીંગ હોલમાં બપોરનું ભવ્ય લંચ લઇને છુટા પડયા. અમે આનંદથી હસ્યા અને એકબીજાને 'ગુડબાય' કહી છુટા પડયા. હું પ્રથમ દીલ્હી, પછી મુંબઇ અને છેલ્લે વોશીંગટનમાં રહ્યો. દરેક સ્થળે ગૌરી મને મળવા આવેલી હતી.

જ્યારે મેં સીગરેટ પીવાનું છોડી દીધું ત્યારે તેણીએ સીગરેટ પીવાનું શરૂ કર્યુ હતું. ઘણાવર્ષો પછી એકવાર તેણી મારી ભુતપુર્વ પત્ની (she visited me in U.S (crazy innit? ex-wife visiting me? But she was more friend than ex !)

મેં તેણીને મારા એપાર્ટમેંન્ટમાં સીગરેટ ન પીવા વીનંતી કરી. તેણીને જણાવ્યું કે અત્યારે શીયાળો છે અને એપાર્ટમેંટ  બધેથી એરટાઇટ રીતે બંધ છે. તારી સીગરેટની ગંધ કે (સુંગધ!) કારપેટમાં ભરાઇ જશે તો પછી ક્યારેય જશે નહી.

ગૌરી પુછે છે તો હું શું કરૂ? તું મારી પાસેથી કેવી અપેક્ષા રાખે છે! તારે સીગરેટ પીવીજ હોય તો છેક ઉપર છાપરા પર જા અને ત્યાં સીગરેટ પી. પણ ઉપર અને બહારતો બરફ પડે છે.અને બહારતો કડકડતી ઠંડી છે. તને ખબર છે ને કે તારે લીધે તો મેં સીગરેટ પીવાની શરૂ કરી! ઓ! ઘરડી છોકરી મને માફ કર પણ તું સીગરેટ ઓલવી નાંખ. "Awww…sorry old girl. I'm asking you to stop." 
 ( ગૌરીનું ખુન ૫૫ વર્ષની ઉમરે થયું છે.) હું તારા કરતાં તંદુરસ્ત છું અને તારા કરતાં વધારે જીવવાનો છું. જે સાચુ પડયું. ગૌરૌ જવાબમાં કહે છે કે તું જુઠ્ઠો સાબીત થવાનો છું.

સામાન્યરીતે ડીવોર્સની પ્રક્રીયા દરમ્યાન અને તે લીધા પછી આપણા દેશામાં કે અહીંયાપણ  બંને વચ્ચેના સંબંધો કીન્નાખોરીથી ભરેલા, દ્વેવ્ષપુર્ણ અને સામન્ય ક્યારેય હોતા નથી. અમારા ભાઇબંધો પણ અમારા ડીવોર્સ પછીના સંબંધોને સમજી શકતા નહતા.અમે તે બધા દુન્યવી ખ્યાલોથી પર થઇને આદર્શો અને મુલ્યો આધારીત સંબંધો ડીવોર્સ પછી ચાલુ રાખ્યા હતા.

મારુ કુટુંબ ગૌરી જેવી પ્રખર અસમાધાનકારી અને બળવાખોર રેશનાલીસ્ટની સરખામણીમાં ઘણું રૂઢીચુસ્ત હતું. તેમ છતાં મારા મા–બાપના ગૌરી સાથેના સંબંધો ડીવોર્સ પછી પણ લાગણીસભર હતા. તેણી મને સતત ટોંટ મારતી હતી કે ભલે આપણે ડીવોર્સી છીએ તેમ છતાં 'હું તારા કુટુંબની પ્રથમ વહુ હતી તે મારૂ ટાઇટલ કોઇ છીનવી શકે તેમ નથી.' "Ha! You can never take away the honor of being the first daughter-in-law of the family."

ગયા ફેબ્રઆરી માસમાં મારા બા ગુજરી ગયા ત્યારે ગૌરી હું આવું તે પહેલાં તે પહોંચી ગઇ હતી. તેમની અંતીમવીધીમાં તેણી પહેલીથી છેલ્લે સુધી હાજર રહી હતી.

મારા ગૌરીના કુટુંબ સાથેના સંબંધો સામાન્ય લોકોને અસામાન્ય લાગે તેવા હતા. અમારા ડીવોર્સ બાદ પણ હું તેના ડેડી પીં. લંકેશ જે લેખક, નાટયલેખક અને ફીલ્મ બનાવનાર હતા.તેઓને નીયમીત મળતો રહેતો હતો.હું વોશીંગટનમાં રહેતો હતો પણ જયારે ઇંડીયા આવું ત્યારે તેમને ખાસ મળતો હતો.  અમે બંને ધીમે ધીમે વીસ્કીના એક બે પેક પીતા પીતા ભારતમાં ખેડુતોની હાલાકી, આપઘાત, રાજકારણ, ધર્મ, સાહીત્ય, નવી સીનેમો, આરોગ્ય વગેરે વીષયો પર લંબાણથી ચર્ચા કરતા હતા. ગૌરીના મા–બાપો મને ટોંટ મારીને ચીઢવતા પણ હતા કે ગૌરી સાથેનું તારૂ મુક્ત જીવન કેમ છોડી દીધુ? હું હસતાં હસતાં જવાબ આપતો હતો કે વીશાળ દ્ર્ષ્ટીબીંદુ કેળવવા માટે અંતર જરૂરનું છે. તેણીના પીતાજી સને ૨૦૦૦ની સાલમાં ગુજરી ગયા પછી ગૌરી સાચા અર્થમાં તેણીના પીતાની સાચી બૌધ્ધીક વારસદાર બની ને પીતાનું ન્યુઝપેપર ચાલુ રાખ્યું.

 


--

Monday, September 4, 2017

રીચાર્ડ ડોકીન્સ– પુર્વીયદેશોના નીરઇશ્વરવાદીઓની ધાર્મીક સીતમમાંથી મુક્તી (Secular Rescue ).

પશ્ચીમી જગતના સેક્યુલર હ્યુમેનીસ્ટોની દીર્ઘદ્રષ્ટી– રીચાર્ડ ડોકીન્સ

 

રીચાર્ડ ડોકીન્સ– પુર્વીયદેશોના નીરઇશ્વરવાદીઓની ધાર્મીક સીતમમાંથી મુક્તી (Secular Rescue ).

રીચાર્ડ ડોક્નીસ કેવીરીતે પુર્વના એશીયાઇ તેમજ આરબ દેશોના નીરઇશ્વરવાદીઓને(સેક્યુલારીસ્ટને) પોતાના દેશના ધાર્મીક સીતમ, જુલ્મ,કે સતામણીથી મુક્તી અપાવે છે તે જોઇએ.

 આપણને સૌ ને યાદ હશે કે  સને ૨૦૧૫માં 'મુક્ત મોના' નામના સેક્યુલર બ્લોગરના સંચાલક અવીજીત રોયને તેની પત્ની સાથે ખુની હુમલો  બંગલા દેશની રાજધાની ઢાકામાં કરવામાં આવ્યો હતો. જેમાં અવીજીત માર્યા ગયા હતા અને તેની પત્ની રફીદા અહેમદ ગંભીર રીતે ઘવાઇ હતી. તેણીના એક હાથનો અંગુઠો કપાઇ ગયો હતો. અવીજીત રોય પોતાના બંગાળી બ્લોગ " Mukta Mona" નામે એક લોકશાહી સેક્યુલર માહીતી આપતો ચલાવતા હતા.ત્યારબાદ બંગલા દેશમાં આવીજ પ્રવૃતી કરતા  બીજા પાંચેક ધર્મનીરપેક્ષવાદીઓને બંગલા દેશના ધર્માંધ મુસ્લીમ કટ્ટરવાદીઓએ મારી નાંખ્યા હતા.કારણકે મુસ્લીમ ઉગ્રપંથીઓને આ બધા સેક્યુલર બ્લોગરની બીક હતી. તે બધા સેક્યુલારીસ્ટો, તત્વજ્ઞાન, ધાર્મીક આસ્થાઓનું વાસ્તવીક અનુભવને આધારે મુલ્યાંકન, વીવેકબુધ્ધીવાદ, વૈજ્ઞાનીક તારણો અને વૈજ્ઞાનીક અભીગમ સમાજમાં ફેલાવો જોઇએ તેવા લેખો પોતાના બ્લોગ પર લખતા હતા.જેનો બંગલા દેશના નાગરીકો સતત તરફથી સારો પ્રતીભાવ મળતો હતો. તેમને આ સેક્યુલારીસ્ટો ઇસ્લામ ધર્મ વીરોધી અને ધર્મના દુશ્મન તરીકે ઓળખતા હતા.કુલ પાંચ સેક્યુલર ઇન્ટરનેટ બ્લોગર્સને મારી નાંખ્યા પછી સાબીત થઇ ગયું કે બંગલા દેશમાં સ્વનીમણુક કરી બેઠેલા( સેલ્ફ એપોંઇન્ટેડ) ઇસ્લામ ધર્માના ઠેકેદારોની પકડમાં આવી ગયું છે. લોકશાહી ઢબે માનવવાદી વૈજ્ઞાનીક વીચારો ફેલાવવા દેશમાં અશક્ય બની ગયું છે.ધાર્મીક કટ્ટરવાદીઓએ શોધી શોધીને આવા વીચારો ફેલાવનારાઓની કત્લેઆમ કરવા માંડી છે. આવા ધર્મના નામે જબ્બરજસ્તીથી થતા અત્યાચારોને વીશ્વ બારીકાઇથી જોઇ રહ્યું હતું. ત્યારે ડૉ રીચાર્ડ ડોકીન્સ જેવા આવી સ્થીતીમાં શું થઇ શકે તેના વીચારમાં લાગી પડયા હતા.સેક્યુલર વીચારો ફેલાવનારાને જો તેમના દેશમાં જીવવું અશક્ય બની ગયું હોય તો બીજો વીકલ્પ શું હોઇ શકે?

 રીચાર્ડ ડોકીન્સે અમેરીકામાં વોશીંગટન સ્થીત ' સેન્ટર ઓફ ઇન્કાવાયરી' સંસ્થા જે વીશ્વભરમાં ધર્મનીરપેક્ષ માનવવાદ, વીવેકબુધ્ધીવાદ અને વૈજ્ઞાનીક અભીગમનો પ્રચાર કરે છે તેની મદદથી એક 'સેક્યુલર રેસક્યુ' નામનો વીભાગ પોતાની સંસ્થામાં જ ઉભો કર્યો. તેનો મુખ્ય ઉદ્દેશ પુર્વના દેશોમાં કામ કરતા સેક્યુલારીસ્ટો જેની પર જાનનું જોખમ છે તેને રાજકીય આશ્રય( Political Asylum) પશ્ચીમના દેશોમાં અપાવવો. અત્યાર સુધીમાં આ સંસ્થા 'સેક્યુલર રેસક્યુ' તરફથી બંગલા દેશ સહીત બીજા પણ અન્ય દેશોમાંથી કુલ ૩૦ જેટલા સેક્યુલારીસ્ટોને ધાર્મીક અંતીમવાદીઓની પકડમાંથી બચાવીને પશ્ચીમના જુદા જુદા દેશોમાં રાજકીય આશ્રય અપાવ્યો છે.

 ઇરાકના પાટનગર બગદાદ શહેરની એક ૨૦વર્ષની યુવાન સ્રી નામે લુબાના યાસીન હતી. તે બગદાદની કેમીકલ એન્જીનરીંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેણી પોતાના દેશ અને શહેરના રૂઢીચુસ્ત ઇસ્લામીક ધાર્મીક વાતાવરણની સુચના અને રીત રીવાજો મુજબ જીવન જીવવા માંગતી નહી. તે નાસ્તીક હતી. તેના પર લેખીત અને મૌખીક મોતની ધમકીઓનો વરસાદ વરસી રહ્યો હતો. ડોકીન્સની સંસ્થાની મદદથી હાલ તે કેલીફોર્નીયા– અમેરીકામાં રહે છે. આવા રાજકીય આશ્રયદાતાઓને મદદ કરવા તેઓની સંસ્થાને મફત વકીલ(a pro bono lawyer) પણ મળ્યા છે.

આવીજ રીતે બંગલા દેશમાંથી અર્પીતા રોય ચૌધરી (not her real name) જે તેણીનું સાચુ નામ નથી તેને જર્મનીમાં રાજકીય આશ્રય અપાવ્યો છે. તેણી બંગલા દેશમાં નારીવાદી મુક્તી અંગે પ્રવૃતીઓ પોતાના ઇન્ટરનેટ સેક્યુલર બ્લોગ દ્રારા કરતી હતી. તેણીને તેના શહેરના ઇસ્લામી જેહાદી તત્વોએ ખુબજ હેરાન કરી. અને છેલ્લે તે તત્વોએ તેણીને મોતની ધમકી આપી હતી.

શમ્મી હક(Shammi Haque, 22,) બંગલાદેશી ધર્મનીરપેક્ષતા અને વ્યક્તી સ્વાતંત્રય જેવા મુલ્યોની જોરદાય હીમાયતી છે. ઇસ્લામીક ખુનીઓની (found herself the target of Islamist assassins) તેણી નજરે પડી ગઇ. તેણીએ પોતાની જીંદગી જોખમમાં છે  તેવું ડોકીન્સની સંસ્થા સેક્યુલર રેસક્યુને તાત્કાલીક જણાવ્યું. તેણીને યુધ્ધના ધોરણે જર્મનીમાં રાજકીય આશ્રય અપાવ્યો.( CFI gave her emergency assistance to relocate and eventually be granted asylum in Germany.)

શમ્મી હકે પોતાની આપવીતીમાં જણાવ્યું કે' હું જે દીવસથી મારા શહેરના સ્થાનીક ધર્માંધ તત્વોના હીટ લીસ્ટમાં આવી ગઇ ; ત્યારબાદ હું સખત ગભરાઇ ગઇ હતી. દરરોજ રાત્રે સુતા સમયે વીચાર કરતી હતી કે આજનો દીવસ મારી જીંદગીનો છેલ્લો દીવસ હશે. હું આવતીકાલના દીવસનો ઉગતો સુર્ય ચોક્કસ જોવાની નથી.'

મને ડોકીન્સની સંસ્થા 'સેન્ટર ઓફ ઇન્કાવયરી'ની માહીતી મળી. આવા સંજોગોમાં પણ તે સંસ્થાનો જીવંત સંપર્ક સધાયો તે મારા માટે બહુજ મોટી વાત બની ગઇ. તે સંસ્થાએ મને તાકીદની મદદ પુરી પાડી. અને તેથી હું જર્મનીમાં રાજકીય આશ્રય મેળવીને મારી જાન બચાવી શકી. હું ડોકીન્સની સંસ્થા અને જર્મન સરકારની ખુબજ રૂણી છું કારણકે તે બંને એ મને આટલો ઝડપથી રાજકીય આશ્રય પુરો પાડયો છે.

બંગલા દેશના જાણીતા લેખક અહેમદ રશીદ ચોધરી પર ત્યાંના  જેહાદી ઇસ્લામી તત્વોએ મરણતોલ હુમલો કર્યો. તે બાલ બાલ બચી ગયા. તેઓએ ડોકીન્સની આ સંસ્થાને પોતાના કુટુંબ સાથે  કોઇ દેશમાં રાજકીય આશ્રય અપાવો તેવી વીનંતી કરી. રશીદ ચૌધરીને જરરી સાધન સંપત્તી પુરી પાડીને તેમને નોર્વેમાં રાજકીય આશ્રય અપાવ્યો છે. તેમને ગયાવર્ષના હીંમતવાન લેખક તરીકેનો વૈશ્વીક પી ઇ એન એવોર્ડ મળ્યો છે.                                                                                                                                                                                  

મુક્ત મોનાના બ્લોગર અવીજીત રોયના સાથીદાર રહીયાન અબીર જેણે રોય સાથે એક પુસ્તક લખેલું હતું તેને કેનેડાની ' ફ્રી ઇન્ક્વાયરી' સંસ્થાની મદદથી  કેનેડામાં રાજકીય આશ્રય તેના કુટુંબ સાથે અપાવ્યો હતો. જ્યારે તે ઢાકામાં મોટરસાયકલ ચલાવતા હતા તો સતત પાછળ બેઠેલી પત્નીને સુચના આપ્યાજ કરતા હતા કે ' ધ્યાન રાખજે!  મારો કોઇ પીછો તો કરતું નથીને!'

રહીયાન  આબીરે લંડનમાં જણાવ્યું હતું કે ' બંગલા દેશના નાગરીકોને સાંસ્કૃતીક રીતે પાછા જંગલીયાતવાળી સમાજ વ્યવસ્થામાં લઇ જવાના જબ્બરજસ્ત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમે સેક્યુલર બ્લોગર્સ વીવેકબધ્ધી અને ધર્મનીરપેક્ષતાના વીચારોવાળા લખાણો લખીને તે બધાને પડકારવાની કોશીશ કરી રહ્યા છે. કોઇને પણ અમારા વીચારોને પડકારવા હોય તો  સામે વ્યાજબી દલીલોથી લખાણ લખીને પડકારે. પણ  મહેરબાની કરીને અમારી સામે મોતના ફતવા શા માટે બહાર પાડો છો? શા માટે ભાડુતી ખુનીઓ કે હત્યારાઓને બરછી અને બંદુકો લઇને અમને મારી નાંખવા મોકલો છો!'

ભારતમાં મહારાષ્ટ્રમાં નરેન્દ્ર દાભોલકર, ગોવીદ પાનસરે અને કર્ણાટકના પ્રો કલબુર્ગી જેવા રેશનાલીસ્ટીની હત્યા પછી આજદીન સુધી તે બધાના ખુનીઓને પકડવામાં આવતા નથી. પોલીસ   તરફથી કોઇ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવતી નથી. શું ભારતના રેશનાલીસ્ટો, સેક્યુલારીસ્ટો અને નાસ્તીકો માટે પશ્ચીમના દેશોમાં રાજકીય આશ્રય લેવાના દીવસો હવે દુર નથી એવું તમને લાગતું નથી?

 


--

Saturday, September 2, 2017

પાખંડી બાબાઓ અને પવીત્ર ગુફાઓમાં શું તફાવત છે?

પાખંડી બાબાઓ અને પવીત્ર ગુફાઓમાં શું તફાવત છે? મુખ્યમંત્રીઓની અને આપણી દ્રષ્ટીમાં શું તફાવત છે?

શું આપણે સંવેદનહીન થઇ ગયા છે.? નીર્દોષ, સાધારણ, ભલાભોળા, ઇમાનદાર નાગરીકોને મારી નાંખવામાં આવે છે. આપણે કઇં જ કહેતા નથી.

 હરીયાણામાં રસ્તાઓ પર હત્યારાઓ લોહી વહાવે છે. આપણે ચુપ રહીએ છીએ.

 ઉત્તરપ્રદેશમાં નાનાં બાળકો શ્વાસ લઇ શકતા નથી.રૂંધાઇ રૂંધાઇને મરવા માટે મજબુર કરવામાં આવે છે. આપણે ઠીકથી રોઇ પણ શકતા નથી.

મુંબઇમાં ભ્રષ્ટ કુપ્રશાસન લાંચ લઇને નદી– નાળાં–સરકારી ભુખંડો–સાર્વજનીક મેદાનો અને નાળીઓ પર દબાણ થવા દે છે. અને બીજી બાજુએ સમુદ્રના એકદમ કીનારે વસેલા વીરાટ મહાનગરમાં ઉછળતા મોજામાંથી નીર્લજ્જ, નીર્દયી અને નીકૃષ્ટ શાસકો તેમજ તેમના મળતીઆઓને કોઇ ભય નથી. કારણકે નદીઓનું શોષણ કરવાથી ઉઠેલા મહા જલપ્રલયથી તેમની સત્તાની ઉંચી અટારીઓના ઉપરના તળ ક્યારેય નહીં ડુબે. મજબુર નીર્ધન જ ડુબે છે. મુંબઇમાં ડુબવાથી બચી જશો તો તો કોઇ જુની ઇમારતમાં રહેવાનો મૃત્યુદંડ તમને મળશે. નહીં મળેતો એવો સંકેત સમજવો કે રહેવાસી અસહાય છે.– આથી મરવા માટે છોડી દેવાયા છે.

   કોઇ પાંદડું સુધ્ધાં હાલતું નથી.એક આંસુ સુધ્ધાં નથી પડતું. કોઇ દોષ પણ નથી માનતા. આથી કોઇને ક્યારેય કઠોર દંડ પણ થતો નથી.આવું આપણે શાંત રહીએ છીએ એટલે થાય છે. આપણે ભારતીય, બધું જ સહન કરતા રહીએ છીએ. આપણને આંચકો લાગે છે પણ તે ક્ષણીક હોય છે.......

(૧) આપણને હુમલા– હીંસા–હત્યાઓ જોવાની આદત પડી ગઇ છે.

(૨) દરેક દુર્ઘટનામાં આપણને ઇશ્વરનો પ્રકોપ લાગે છે.

(૩)આપણને સ્વાભાવીક જ લાગે છે કે સરકારી હોસ્પીટલોમાં ઇલાજ અને ઓક્સીજનના અભાવે બાળકો મરી જશે.

(૪) આપણને મુક્તપણે ખબર છે કે પ્રત્યેક સોમાંથી નવ્વાણું બાબા– સાધુ–સંત–સ્વામી વાસ્તવમાં ઢોંગી છે, પાખંડી છે, ભ્રષ્ટ છે,અથવા જાતીય ગુનાઓમાં સંડોવાયેલા છે. ગુનાઇત– અસામાજીકગુંડા–બદમાશોને શીષ્યો બનાવી બેઠા છે.ના–ના પ્રકારના કૌતુકપર અંધવીશ્વાસ પેદા કરે છે. છેતરપીંડી કરીને અંધકાર ફેલાવે છે.મનઘડંત, અસત્ય – આધારીત પ્રચાર કરીને લાખો ભોળા–ભલા નાગરીકોને અંધભક્ત બનાવવામાં  કુટીલતાપુર્વક સફળ થઇ રહ્યા છે....સઘળું સત્ય જાણવાં છતાં ક્યાંક ને ક્યાંક તેમનાથી પ્રભાવીત રહીએ છીએ.કટુ સત્ય તો એ છે કે આપણે, આપણા સ્વજનો કે પ્રીયજનો,પરીચીતો, આપણને ઓળખનારાઓ,માનનારાઓ સૌ કોઇ એક સંન્યાસી–મૌલવી, પાદરી, સાથે જોડાયેલા છે.તેમને માનીએ છીએ. તેમના પ્રત્યે શુધ્ધ આસ્થા ધરાવીએ છીએ. તેમાં ખોટું શું છે? તે તો મારી વ્યક્તીગત 'પ્રાઇવસી' છે. .....

આસ્થાની સામે લાખો અંધભક્ત જે હરીયાણા અને બીજા ચાર રાજ્યોમાં આગ લગાવી રહ્યા હતા તેઓ હવે અંધભક્ત કહેવાયા.આસ્થાતો તો તે બધાની પણ આપણા જેવીજ પવીત્ર હતી.પરંતુ કેટલાય મહાન,નીસ્વાર્થ અને તેજસ્વી વ્યક્તીત્વ પ્રત્યે આપણી આસ્થા હોય– જે દીવસે તે તાર્કીક ન રહે, સાર્થક ના લાગે, અને વ્યવહારીક સત્યથી દુર જવા લાગે– તે દીવસે જ તે અંધભક્તી થઇ જશે અને આપણને પતન તરફ દોરી જશે.અને અન્યને પણ નકારણ નુકશાન કરશે........

જે નેતૃત્વ પાસે દ્રષ્ટી ન હોય તે સમગ્ર તંત્રને, આખા રાજ્યને ,દેશને, તેના વાતવરણને દ્રષ્ટીહીન બનાવી દે છે. તેમની પાસે આંખ હશે તો દ્રષ્ટી નથી. વળી તે પોતાની આંખનો ઉપયોગ જેટલું તેમને જોવું હોય તેટલું જોવા માટે જ ઉપયોગ કરશે. અમે સમજીએ છીએ કે તેમની પાસે અને કોઇપણ માણસ પાસે ' દીવ્ય દ્રષ્ટી તો ક્યારે ય નહોય પણ નેતાઓ પાસે દીર્ઘ દ્રષ્ટી તો જોઇએને! તે તો એક વીઝન છે જે બધાની પાસે ન હોય, બધા ન જોઇ શકે પણ નેતાઓ પાસે તો તેવી દ્રષ્ટી તો જોઇએ ને!

જો હરીયણામાં નરસંહાર ક્યારેય નહીં થાત  જો મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પાસે આવી દ્રષ્ટી હોત....જો યોગી આદીત્યનાથ પાસે આ દ્રષ્ટી હોત તો યુપીમાં ક્યારેય આટલાં બધાં બાળકો, નવજાત શીશુ ગુંગળાઇને નમર્યા હોત! આવી જ રીતે દેવેન્દ્ર ફડણનીસ પાસે આ દ્ર્ષ્ટી હોત તો મુંબઇમાં મીઠા પાણીની નદીઓ પર જામેલો ભારે કાદવ કાઢીને ક્યારનો ય ફેંકી દેવામાં આવ્યો હોત! મુંબઇમાં જે ગેરકાયદેસર સેંકડો બાંધકામોની  વારંવાર ચર્ચા થાય છે તે બધાને સખત રીતે તોડી પાડવામાં આવ્યા હોત!.... એકજ દિવસમાં ન કારણ ત્રીસ જેટલા મુંબઇના નાગરીકોના અપમૃત્યુ દુરંદેશી દ્રષ્ટીના અભાવે થયાં.

અંતે નાગરીક માટે એટલી દ્ર્ષ્ટી જરૂરની છે, તે દ્ર્ષ્ટીથી જોવાનું છે કે જ્યારે આપણા દેશના અલગ અલગ ભાગમાં સરકારોની ગુનાહીત બેદરકારી, કે લાપરવાહીથી નાગરીકો માર્ગો–હોસ્પીટલ અને ઇમારતોમાં મરી રહ્યા હોય તો તેમના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધે સીધા જવાબદાર હોય તો પણ એક શબ્દ બોલતા ન

 દેખાય અને આવી જ રીતે વીપક્ષની જવાબદારી ઉઠાવનારા કોંગ્રેસના કર્ણધાર રાહુલ ગાંધી આ મોતની મુલાકાતોને બદલે વીદેશ પર્યટન પર જતા દેખાય!

તમે જોઇ શકો છો કે કેટલી સહજ પરંતુ કેટલી મહત્વપુર્ણ છે આ

' દીર્ઘ દ્રષ્ટી'. આપણા નેતાઓમાં,આપણી સરકારોમાં, ખાસ કરીને આપણા મુખ્યમંત્રીઓમાં આવી દ્રષ્ટી હોય તે અસંભવ છે. પરંતુ તે લાવવી પડશે. કેમકે દેશવાસીઓ પાસે  એક ત્રીજી આંખ છે જેનાથી સંપુર્ણ સત્તા ભસ્મ થઇ શકે છે.( સંપુર્ણ લેખને ટુંકાવીને)

લે–કલ્પેશ યાગ્નીક– દૈનીક ભાસ્કર ગ્રુપ એડીટર છે. સૌ. દી.ભાસ્કર શનીવાર, બીજી સપ્ટેમ્બર૨૦૧૭.                                                                                                                                                                                                                                                    

 


--

Saturday, August 19, 2017

પ્રાચીન ભારતમાં વીજ્ઞાન– દંતકથા અને સત્ય કથા. પ્રકરણ–૭ ઉપસંહાર

પ્રાચીન ભારતમાં વીજ્ઞાન– દંતકથા અને સત્ય કથા. પ્રકરણ–૭

                                ઉપસંહાર

પ્રાચીન ભારતમાં વીજ્ઞાન અને ટૅકનૉલૉજીનો નોંધપાત્ર વીકાસ થયો હતો. પણ ઇ.સ.પુર્વે છઠ્ઠી સદીથી ઇ.સ. દસમી સદી સુધીનો આશરે ૧૬૦૦ વર્ષનો સમય ગાળો આ ક્ષેત્ર માટે સુવર્ણકાળ હતો. આ ગાળામાં ભારતે વીજ્ઞાન અને ટૅકનૉલૉજીના ક્ષેત્રમાં ઘણી સીધ્ધીઓ મેળવી હતી.અને વીશ્વને શાશ્વત કાળ માટે ઉપયોગી જ્ઞાનની ભેટ ધરી હતી. તેનું આપણને ગૌરવ છે. પણ આ સમયગાળો વૈદીકયુગ ન હતો. આપણે એ બાબત ધ્યાનમાં રાખવી જોઇએ કે  ભારતીય સમાજની રૂઢીચુસ્ત જ્ઞાતીપ્રથાના કારણે,અવ્યવાહીરીક રીતીરીવાજોને કારણે તથા વેદાંત ફીલોસોફીનો પુનરોધ્ધાર થવાથી ભારતમાં વીજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાની ભવ્ય પરંપરા વીસરાઇ ગઇ. જે ઇ.સ. બારમી સદી પછી લગભગ મૃતપ્રાય; બની.

પ્રાચીન ભારતમાં વીજ્ઞાનની પ્રગતી વીશે અત્યારે જાતભાતના દાવા થઇ રહ્યા છે.. જેમ કે પ્રાચીન રૂષીમુનીઓએ એક ગ્રહમાંથી બીજા ગ્રહમાં જઇ શકાય તેવાં વીમાન બનાવ્યાં હતાં. માનવશરીર પર હાથીના માથાનું પ્રત્યારોપણ કરયું હતું. કર્ણનો જન્મ ટેસ્ટટયુબ પધ્ધતીથી થયો હતો વગેરે. આ પ્રકારના દાવા  વીજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતીયોને વીજ્ઞાનના ક્ષેત્રે હાસ્યાપદ બનાવે છે. અને તેનાથી ભારતે મેળવેલી સીધ્ધીઓનું મહત્વ ઘટાડે છે.સંતુલીત માનસીકતા અને યોગ્ય સમજણ ધરાવતી કોઇપણ વ્યક્તીએ ભારતીય વીજ્ઞાન–અને ટેકનોલોજીની વાસ્તવીક પ્રગતી વીશે જાગૃતી લાવવી જોઇએ. અને કાલ્પનીક મનઘડંત દાવાઓ અને જુઠ્ઠાણાંનો પર્દાફાશ કરવો જોઇએ.

કેટલાંક જુથ ભારતના ઇતીહાસ સાથે ચેડા કરી રહ્યાં છે. ઘણા પ્રસીધ્ધ બૌધ્ધીકો, વૈજ્ઞાનીકો તથા ઇતીહાસકારોએ ભારતના ઇતીહાસને ખોટી રીતે પ્રસ્તુત કરવાના આ પ્રકારના પ્રયોગોને જાહેરમાં વખોડી નાંખ્યા છે. જવાહરલાલ નહેરૂ યુનીવર્સીટીમાં ત્રણ દીવસનું પ્લેટીનમ જ્યુબીલી સત્ર યોજાયું હતું. જેમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને ભારતીય રાષ્ટ્રીય કૉગ્રેસે ' ઇતીહાસ ને બચાવવા અને વીજ્ઞાન–ટેકનોલોજીમાં ભારતીયોના પ્રદાનનું સંરક્ષણ' કરવા અપીલ કરી હતી. ભારતીય રાષ્ટ્રીય કૉગ્રેસના ઠરાવમાં કહેવાયું હતું કે , 'કમનસીબ બાબત એ છે કે આપણા દેશાના વડાપ્રધાન પણ સુચવે છે કે ભારતીય રૂષી મુનીઓ સદીઓ અગાઉ પ્લાસ્ટીક સર્જરીની પધ્ધતી જાણતા હતા. તેના પગલે અત્યારે એવી માન્યતા પ્રર્વતે છે કે હવે પાઠયપુસ્તકો  ફરી લખવામાં આવશે. જેથી આપ્રકારનો ગેરમાર્ગે દોરતો ઇતીહાસ શાળાઓમાં વીધ્યાર્થીઓને ભણાવી શકાય. હકીકતમાં રાજકીય સંસ્થાઓના તમામ સભ્યોએ સુસ્થાપીત ઐતિહાસીક હકીકતોથી વીપરીત નીવેદનો ન કરવા જોઇએ. તેમણે સમજવું જોઇએ કે આ પ્રકારનાં બેજવાબદાર કે પાયાવીહોણાં નીવેદનોથી આપણા દેશની છાપ ખરડાય છે.

કેલીફોર્નીયામાં સ્થીત નાસાના એમ્સ રીચર્સ સેન્ટરના વૈજ્ઞાનીક ડૉ. રામપ્રસાદ ગાંધીરામે  ઓનલાઇન અરજીમાં કહ્યું હતું કે  ' આપણા વૈજ્ઞાનીઓના સમુદાયે પ્રભાવશાળી રાજકીય પક્ષોના પીઠબળ સાથે  વિજ્ઞાનમાં અને વિજ્ઞાનના નામે પાયા વિહોણા –કાલ્પનીક ઇતીહાસની ઘુસણખોરી વીશે ગંભીરતાપુર્વક વીચારવું જોઇએ આપ્રકારના મુદ્દાઓની ચર્ચા કરવા રાજકીય સંસ્થાઓને મંચ આપવો એ વ્યવસ્થીત આક્રમણ કરતાં વધારે ખરાબ સ્થીતી છે. તાજેતરમાં રાજકીયરીતે  શક્તીશાળી પ્રચારકો સ્વયંભુ વૈજ્ઞાનીકો બની બેઠા છે. અને ભુતકાળની ભવ્યતાને  આરોપીત કરવા જાતજાતના મનઘડંત દાવા કરી રહ્યા છે. એ માટે વ્યવસ્થીત પ્રચાર અભીયાન શરૂ કરવામાં આવ્યું છે. જો આપણે નીષ્ક્રીય રહીશું તો  આપણે વીજ્ઞાનની સાથે આપણાં બાળકોને પણ અન્યાય કરીશું. તેમને ગેરમાર્ગે દોરીશું અને તેમની સાથે વીશ્વાસઘાત કરીશું.

હૈદરાબાદસ્થીત સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલીકયુલર બાયોલોજીના સ્થાપક ડીરેક્ટર અને સધન રીજનલ સેન્ટર ઓફ કાઉન્સીલ ફોર સોસીયલ ડેવલપમેન્ટના ચેરેમન, પ્રસીધ્ધ વીજ્ઞાનીક પુષ્પ એમ ભાર્ગવે ટીપ્પણી કરી છે કે ભારતમાં છેલ્લા ૮૫ વર્ષમાં કોઇ નૉબલ પ્રાઇઝ વીજેતા વૈજ્ઞાનીક પેદા કરી શક્યું નથી, તેના માટે  મુખ્યત્વે દેશમાં યોગ્ય વૈજ્ઞાનીક વાતાવરણનો અભાવ કારણભુત છે.

ધ બ્રેક થ્રુ સાયન્સ સોસાયટી, કોલકત્તા, વીજ્ઞાનની દુનીયામાં ભારતના વાસ્તવીક પ્રદાન અંગે જાગૃતી આણવાની અને અંધશ્રધ્ધા–ધર્માંધતા પ્રેરતા વાતવરણનો પ્રતીકાર કરવાની અપીલ કરે છે.

    


--

Friday, August 18, 2017

પ્રાચીન ભારતમાં વિજ્ઞાન– દંતકથા અને સત્યકથા, પ્રકરણ –૬

પ્રાચીન ભારતમાં વિજ્ઞાન– દંતકથા અને સત્યકથા,

પ્રકરણ –૬

ખોટા દાવા, સત્ય હકીકત

 

આપણા દેશની વિજ્ઞાનની પરંપરાના અધઃપતન માટે મુસ્લિમ આક્રમણ જવાબદાર હતું?

છેલ્લા થોડા સમયથી એવા દાવા થઈ રહ્યા છે કે ભારતીય વિજ્ઞાનના અધઃપતન માટે મુસ્લિમ આક્રમણો જવાબદાર હતાં. એવું કહેવાય છે કે મુસ્લિમ શાસકોએ વિજ્ઞાનનાં પુસ્તકો અને સંસ્થાઓનો નાશ કર્યો હતો, જેના પરિણામે ભારતમાંથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની પરંપરાનો અંત આવ્યો. આપણે જાણીએ છીએ કે મહાન વિજ્ઞાની, આચાર્ય પ્રફુલ્લચંદ્ર રેએ તેમના પુસ્તકમાં ભારતમાં વિજ્ઞાનના પતન માટે સંપૂર્ણપણે અલગ કારણ ગણાવ્યાં છે. પણ એક પ્રશ્ન ચકાસવો જોઈએ કે ખરેખર મુસ્લિમ શાસનથી ભારતમાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનું અધઃપતન થયું હતું?

આ માટે આપણે બંને સંસ્કૃતિઓ વચ્ચેના સંબંધ પર નજર દોડાવીએ. મુસ્લિમ વિદ્વાન અલ-ખ્વારિઝમીએ શૂન્ય અને દશાંશ પદ્ધતિનો પરિચય ઇસ્લામિક જગતને કરાવ્યો અને આરબ ગ્રંથો દ્વારા યુરોપને 12મી સદીમાં તેની જાણ થઈ. નવમી સદીમાં સુશ્રુત અને ચરકની સંહિતાના તરજુમા અરબી ભાષામાં થયા. મહાન વિદ્વાન અલ બરુની દેશનિકાલના ગાળામાં સંસ્કૃત ભાષા શીખ્યા હતા અને ઈ.સ.1035માં બ્રહ્મગુપ્તના પુસ્તકનો અનુવાદ (સિંધ-હિંદ) કર્યો હતો. આ પુસ્તક ભારતીય વિજ્ઞાન, ફિલસૂફી અને અવકાશવિજ્ઞાન પર જ્ઞાન આપતો મહાગ્રંથ હતો. અલ-ખ્વારિઝમી અને અલ બરુનીના પ્રયાસોને પગલે બંને સંસ્કૃતિઓ વચ્ચે વિચારોનું આદાનપ્રદાન થયું હતું તથા અરબ દેશના લોકો ભારતીય વિજ્ઞાનને આદરથી જોતા હતા. તેમણે તેમાંથી પ્રેરણા મેળવી હતી.આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખતાં લાગે છે કે મુસ્લિમ શાસકોનું ભારતમાં આગમન થયું ત્યારે તેમણે ભારતીય વિજ્ઞાનનાં પુસ્તકો અને સંસ્થાઓનો નાશ કર્યો હશે?

બીજો મુદ્દો સમય સાથે સંબંધિત છે. આપણે જોયું છે કે ભારતીય વિજ્ઞાનનું પતન નવમી-દસમી સદીની આસપાસ શરૂ થયું હતું અને બારમી સદી પછી આ ક્ષેત્રમાં લગભગ કોઈ પ્રગતિ થઈ નહોતી. હકીકતમાં તે સમયે મુસ્લિમ શાસકો પશ્ચિમેથી ભારતમાં પ્રવેશ કરી રહ્યા હતા અને ભારતીય ઉપખંડના મોટા ભાગના વિસ્તારોમાં તેમનું શાસન સ્થાપિત પણ થયું નહોતું. ગઝનીના મહમૂદે 11મી સદીમાં પહેલો વિજય મેળવ્યો અને ગાંધાર (આધુનિક અફઘાનિસ્તાનમાં કંદહાર)માં હિંદુ શાસક જયપાલને હરાવ્યો હતો. ઈ. સ. 1173માં મુહમ્મદ ઘોરીએ અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતમાંથી આક્રમણ શરૂ કર્યું હતું અને ઈ. સ. 1187 સુધીમાં ગઝનીના શાસકોને હરાવી દીધા હતા. ઈ. સ. 1192માં તેણે અજમેરના પૃથ્વીરાજને હરાવી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર પશ્ચિમ ભારતના એક ભાગ સુધી કર્યો હતો. તેના વારસદારોએ ઈ. સ. 1206ની આસપાસ દિલ્હી સલ્તનતની સ્થાપના કરી, પણ અહીં શાસન સ્થાપિત કર્યું નહોતું. ઘોરીનો એક ગુલામ કુત્બુદ્દીન ઐબક દિલ્હીનો પ્રથમ સુલ્તાન બન્યો હતો. તૈમૂર લંગે ઈ. સ. 1398માં દિલ્હી પર આક્રમણ કર્યું મોટા પાયે લૂંટ ચલાવી કત્લેઆમ કરી હતી. તેણે પણ દિલ્હીમાં પોતાનું શાસન સ્થાપિત કર્યું નહોતું. બાબર ઈ. સ. 1526માં ભારતમાં પ્રવેશ્યો હતો અને મુઘલ પાદશાહીની સ્થાપના કરી. મુઘલ સામ્રાજ્યના શાસકો ભારતનો ઘણો વિસ્તાર જીતવામાં સફળ રહ્યા હતા.

કહેવાનો અર્થ એ છે કે જ્યારે ભારતમાં વિજ્ઞાનનું અધઃપતન શરૂ થયું હતું, ત્યારે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં મુસ્લિમ શાસકોનું શાસન નહોતું. 13 સદીમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી અને 16મી સદીમાં મુઘલોએ પગદંડો જમાવ્યો હતો. ત્યાર પહેલાં ભારતીય વિજ્ઞાન પરંપરાનું પતન થઈ ચૂક્યું હતું.

આ રીતે ભારતીય વિજ્ઞાનના પતન માટેનાં કારણો સંપૂર્ણપણે આંતરિક હતાં તેવું માની શકાય. એટલે કાલ્પનિક ગુનેગારોને દોષિત ઠેરવવા ઉચિત નથી.

 

 


--

ભારતીય વિજ્ઞાનનું અધઃપતન શા માટે થયું?

કલકત્તાની " Break through science society" તરફથી એકપુસ્તક નામે ' Science in ancient India; Reality versus myth' બહાર પાડેલું હતું. તેનો ગુજરાતી અનુવાદ, ભાઇ કેયુર કોટકે કર્યો છે. તેનું પુસ્તક રૂપે પ્રકાશન અમદાવાદ સાર્થક પ્રકાશને કર્યુ છે.(બુક વીક્રેતા ૧૬ સીટી સેન્ટર સ્વસ્તીક ચાર રસ્તાપાસે, સી.જી. રોડ નવરંગપુરા અમદાવાદ,૯) 'પ્રાચીન ભારતમાં વીજ્ઞાન– દંતકથા અને સત્યકથા ' નામથી કરવામાં આવેલો છે. અત્રે રજુ કરવામાં આવલી વીગત તેના પ્રકરણ–૫– ૬  અને ૭ માંથી સાભાર સાથે રજુ કરવામાં આવેલ છે.

પ્રકરણ 5

ભારતમાં વિજ્ઞાનનું અધઃપતન

ભારતીય સંસ્કૃતિ વિજ્ઞાન અને કળાનો ભવ્ય, સમૃદ્ધ વારસો ધરાવતી હોવા છતાં નવમી અને દસમી સદી પછી તેનું ક્રમશઃ અધઃપતન થયું. ભાસ્કર વિજ્ઞાન-ટૅક્નૉલૉજીમાં છેલ્લો ટમટમતો તારો હતા તેવું કહી શકાય. ભાસ્કર પછી લગભગ 800 વર્ષ સુધી વિજ્ઞાન અને કળાના ક્ષેત્રમાં ભારતે લગભગ નહિવત્ પ્રદાન કર્યું હતું (અગાઉ ઉલ્લેખ કર્યા મુજબ બેત્રણ અપવાદને બાદ કરતા).

અહીં પ્રશ્ન એ છે કે ભારતીય વિજ્ઞાનનું અધઃપતન શા માટે થયું? 19મી સદીના પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી આચાર્ય પ્રફુલ્લચંદ્ર રેએ તેમના પુસ્તક 'ધ હિસ્ટ્રી ઑફ હિંદુ કેમિસ્ટ્રી'માં તેનાં કારણોની સમીક્ષા કરી છે. તેમના જણાવ્યા મુજબ, ભારતમાં વિજ્ઞાન- ટૅક્નૉલૉજીના અધઃપતન માટે મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર હતાં.

પ્રથમ કારણ ભારતીય સમાજમાં પ્રવર્તમાન જ્ઞાતિ વ્યવસ્થા હતી. તેમના જણાવ્યા મુજબ, વિજ્ઞાનના સંવર્ધન માટે ચિંતકો-વિચારકો અને તેમના વિચારોનો વાસ્તવમાં અમલ કરનારા (સામાન્ય) લોકો વચ્ચે વિચારોનું આદાનપ્રદાન થવું જોઈએ. તે આવશ્યક પૂર્વશરત છે. પણ જ્ઞાતિ વ્યવસ્થાથી આ પ્રક્રિયા અટકી ગઈ હતી. પ્રફુલ્લચંદ્ર રે તેમના પુસ્તકમાં લખે છે કે, 'ભારતમાં જ્ઞાતિપ્રથાને કારણે કળા નીચલી જ્ઞાતિ પૂરતી મર્યાદિત થઈ ગઈ અને વ્યવસાય વારસાગત થઈ ગયા. તેના પગલે વિવિધ પ્રકારની કળા માટે કુશળતા, શ્રેષ્ઠતા અને કૌશલ્ય અમુક હદે સિદ્ધ થઈ શક્યાં, પણ તેની મોટી કિંમત ચૂકવવી પડી. ભારતીયોમાંથી બૌદ્ધિક વર્ગ ધીમે ધીમે કળા પ્રત્યે ઉદાસીન થઈ ગયો. વિજ્ઞાન-ટૅક્નૉલૉજીના વિકાસ માટે પ્રજામાં કાર્ય અને કારણ વચ્ચેનો સંબંધ જાણવાની ઉત્સુકતા હોવી જોઈએ, કોઈ ઘટના શા માટે અને કેવી રીતે બની તેની જાણકારી મેળવવાની જિજ્ઞાસા હોવી જોઈએ, પણ જ્ઞાતિપ્રથાના કારણે ભારતીયોમાં જિજ્ઞાસા અને ઉત્સુકતાની ભાવના ધીમે ધીમે નાશ પામી. તેનું સ્વાભાવિક પરિણામ એ આવ્યું કે એક સમયે વિજ્ઞાન- ટૅક્નૉલૉજીનું સ્વર્ગ ગણાતા ભારતમાંથી પ્રાયોગિક અને અનુમાનજન્ય વિજ્ઞાનની કળા લુપ્ત થઈ. ભારતની ભૂમિ બોઇલ, ન્યૂટન જેવા વિજ્ઞાનીઓને જન્મ આપવા માટે યોગ્ય ન રહી અને વિજ્ઞાનજગતમાંથી ભારતનો એકડો નીકળી ગયો.'

વિજ્ઞાન-ટૅક્નૉલૉજીના પતન માટે બીજું મુખ્ય કારણ 'શાસ્ત્રો' કે વિવિધ સંહિતાઓનું આગમન હતું. પવિત્ર ગણાતાં આ ગ્રંથોમાં વ્યક્તિએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પ્રફુલ્લચંદ્ર રેએ લખ્યું છે, 'પ્રથમ મનુસ્મૃતિમાં અને પછી પુરાણોમાં પૂજારી, પુરોહિત, બ્રાહ્મણ વર્ગનાં ગુણગાન ગાવામાં આવ્યાં. મિથ્યા અને બનાવટી દાવાઓને સુયોજિત રીતે આગળ વધારવામાં આવ્યા. સુશ્રુતના જણાવ્યા મુજબ, શસ્ત્રક્રિયા (સર્જરી)ના વિદ્યાર્થી માટે મૃતદેહોનું અંગવિચ્છેદન અનિવાર્ય હતું. શસ્ત્રક્રિયામાં કુશળતા પ્રયોગ અને વિશ્લેષણમાંથી પ્રાપ્ત થયેલી જાણકારી અને સમજણમાંથી મળે છે. પણ મનુને તેની સાથે કોઈ સંબંધ નહોતો. મનુના જણાવ્યા મુજબ, મૃતદેહનો સ્પર્શ પવિત્ર બ્રાહ્મણને દૂષિત કરવા માટે પૂરતો હતો. એટલે વાગભટના સમય પછી શસ્ત્રક્રિયાની વિદ્યાને પ્રોત્સાહન મળ્યું નહીં. ધીમે ધીમે શરીરશાસ્ત્ર (એનટોમી) અને શસ્ત્રક્રિયા હિંદુઓ માટે અપવિત્ર બની ગઈ.'

પ્રફુલ્લચંદ્ર રે ભારતમાંથી વિજ્ઞાનના પતન માટે વેદાંત ફિલસૂફીના પ્રભાવને ત્રીજું મહત્ત્વપૂર્ણ કારણ ગણાવે છે. તેજગતને-ભૌતિક વિશ્વને માયા કે ભ્રમ તરીકે જોવાનું શીખવે છે. તેમણે પુસ્તકમાં લખ્યું કે 'શંકર દ્વારા સંશોધિત અને વિસ્તૃત વેદાંત ફિલસૂફી ભૌતિક જગતને અવાસ્તવિક, માયા કે ભ્રમ ગણવાનું શીખવે છે. આ ફિલસૂફીએ ભૌતિક વિજ્ઞાનના અભ્યાસથી લોકોને વિમુખ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. શંકરે કણાદ અને તેમની પ્રણાલી પર પણ આકરા પ્રહારો કર્યા છે. વેદાંત સૂત્રો પર શંકરની ટીકામાંથી એક કે બે ઉદાહરણ આ બાબત વધારે સ્પષ્ટ કરશે.' આચાર્ય રેના જણાવ્યા મુજબ કોઈ પણ વૈજ્ઞાનિકની જિજ્ઞાસા ભૌતિક જગત, તેની પ્રક્રિયાઓ અને ઘટનાઓના કાર્ય-કારણ સંબંધ સાથે સંકળાયેલી હોય છે. જો કોઈ વ્યક્તિ (ભૌતિક) જગતને મિથ્યા તરીકે જુએ, તો તે વિજ્ઞાનની સમજણથી વંચિત રહી જશે. શંકરાચાર્ય (ઈ. સ. 8મી સદી) દ્વારા વેદાંત ફિલસૂફીના પ્રસાર અને પ્રભાવને કારણે લોકાયત જેવી ભૌતિકવાદી વિચારસરણીઓ લુપ્ત થઈ ગઈ હતી અને સરવાળે ભારતીય વિજ્ઞાનનું અધઃપતન થયું હતું.

 

Monday, August 14, 2017

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના વ્યક્તીત્વોનું મુલ્યાંકન

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના વ્યક્તીત્વોનું મુલ્યાંકન

– ઝોયઝ હસન (પ્રો જે એન યુ,) અને સી.એન. માર્થા. ( પ્રો. શીકાગો યુની. અમેરીકા) ભાવાનુવાદ–બીપીન શ્રોફ.

 મોદીની સૌથી મોટી નીતીવીષયક નીષ્ફળતા તેઓના ત્રણ વર્ષના શાસનકાળમાં હોય તો તે નોટબંધી અથવા ડીમોનીટાઇઝેશન છે. નોટબંધીએ જે સમગ્ર ભારતીય અર્થતંત્રને નુકશાન કર્યુ છે તે અમાપ છે.આ નીર્ણયથી મોદીએ લોકોને ચુંટણી દરમ્યાન આપેલા ઝડપી વીકાસ અને રોજગારીનો તકો પુરી પાડવાના વચનો ક્યારેય પાર પાડી શકશે નહી.

·                થોડાજ સમય પહેલાં ડૉનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની વચ્ચે જે મુલાકત થઇ હતી તેને થોભો અને રાહ જુઓની નીતી પ્રમાણે મુલ્યાંકન કરીએ. બંને નેતાઓમાં કઇ કઇ સમાનતાઓ છે અને કયા કયા વીરોધાભાસ છે તેને સમજીએ. બંનેને દેશોની પ્રજાએ પ્રચંડ લોકમતથી પોતાના મજબુત નેતાઓને ચુંટયા છે.રાજ્યશાસ્રના વીસ્તૃત અને આદર્શ અભ્યાસી તરીકે બંને દેશોના આ ટોપના નેતાઓના વ્યક્તીત્વનું મુલ્યાંકન કરીએ. બંને પોતાના જુદા જુદા વ્યક્તીત્વથી જે તે દેશની પ્રજામાં ખુબજ લોકપ્રસીધ્ધી ધરાવે છે. મોદીની મજબુત રાજકીય નેતા તરીકે છાપ ભવીષ્યમાં દેશની લોકશાહી પ્રથાને ક્યાં લઇ જશે અને કેવા પરીણામ લાવશે તે નક્કી કરવું કસમયનું છે. મોદી અને ટ્રમ્પ બંને જે તે દેશના લાંબા સમયથી રાજકીય ભદ્રવર્ગીય નેતાગીરી સામે પ્રજાના પ્રચંડ પ્રકોપને કારણે સરળતાથી ગાંડીતુર લોકપ્રીયતાની રચના કરીને સત્તાપર આવ્યા છે.ભ્રષ્ટાચાર,આંતરીક રીતે રાજકીય હુંસાતુસી અને લોકાભીમુખને બદલે લોકવીમુખ સરકારો જેવા તે બંનેની ચુટણી પ્રચારના મુખ્ય મુદ્દાઓ હતા. બંનેએ ચુંટણી પ્રચારોમાં વંચીતોના દુ;ખો દુર કરવા માટેની આશા વ્યવસ્થીત રીતે ઉભી કરી હતી.

ભારતમાં કેટલાય દસકાઓથી શીક્ષણ દ્રારા સમાન સશક્તીકરણ અને રોજગારી જેવા પાયાના મુદ્દાઓ એક પછી એક આવતી સરકારો ઉકેલવામાં બીલકુલ નીષ્ફળ નીવડી હતી. મોદીએ પોતાના ચુંટણી વચનોમાં ઝડપી આર્થિક વીકાસ અને પ્રતીવર્ષે સવાકરોડ જેટલી નવી રોજગારીની તકો ઉભી કરવાનાં વચનો આપ્યા હતા. બેમાંથી કોઇ વચનો મોદી શાસન કાળના ત્રણ વરસમાં પુરા થયા નથી. અને આગામી બે વર્ષમાં પુરા થાય તેવી કોઇ નીશાનીઓ અત્યારે તો મોદીના વહીવટમાં દેખાતી નથી. તેની નીષ્ફળ ગયેલી નોટબંધીની નીતીને કારણે પેલા વીકાસ અને રોજગારીના વચનોનું સંપુર્ણ બાષ્પીભવન થઇ ગયું છે.

    અમેરીકામાં નીચલા મધ્યમવર્ગના આવક વધવાના સ્રોત્રો બીલકુલ સ્થગીત થઇ ગયા છે. વ્યક્તીગત હેલ્થકેરની વ્યવસ્થા બીલકુલ તળીયે પહોંચી છે. ત્યાં રોજગારીનો આંક ૧૦૦% પહોંચ્યો છે.જેને ઇચ્છા હોય તે બધાને રોજગારી મળી રહે છે.પણ આ નીચલા મધ્યમગોરા વર્ગના યુવાનોની કુશળ અને આધુનીક વ્યવસાયીક તાલીમ નહીં હોવાને કારણે( Skilled personnel) તે બધા રોજગારીની હરીફાઇમાં પાછળ પડી જાય છે.આ ઉપરાંત યુનીર્વસીટી શીક્ષણ અતીખર્ચાળ બનતાં તેમના માબાપોના ગજાબહારનું બની ગયું છે. તે દેશના આ બધા પાયાના પ્રશ્નો હતા તેમ છતાં ટ્રમ્પ પોતાના ચુંટણી પ્રચારમાં તે પ્રશ્નોને બાજુએ મુકીને કુલ બહુમતી પ્રજામત મેળવવામાં હારી ગયા તેમ છતાં પરોક્ષ ઇલેકટ્રોકોલજ મતોમાં સરસાઇ મળતાં રાષ્ટ્રપ્રમુખ તરીકે ચુંટાઇ આવ્યા છે.જયારે મોદી પોતે અને પોતાના લોકસભાના પક્ષીય ઉમેદવારોને જવલંત મતે જીતાડવામાં પુરેપુરા સફળ થયા છે.

 

   ડોનાલ્ડ ટ્રમ્પનો ખુબજ જોશીલો વીરોધ બંને ડેમોક્રેટ અને તેના પોતાના પક્ષના કેટલાક સેનેટરો કર્યો હતો. તેથી અત્યાર સુધી ટ્રમ્પ કોઇ મહત્વના નીતી વીષયક ફેરફારો કરી શક્યા નથી.જ્યારે મોદી સામે તેના રાજકીય વીરોધપક્ષો વીકેન્દ્રીત અને અસંગઠીત છે.વધારામાં મોદીને તેના પક્ષનો કોઇ આંતરીક વીરોધ નથી. રાજકીય વીરોધીઓ મોદીને ગૌ–માંસ નામુદ્દે, લઘુમતી લોકોની બહુમતી ટોળા દ્રારા થતી હીંસા, ગૌ હત્યા, લવ જેહાદ, એન્ટી રોમીયો સ્કોવોડ વી મુદ્દાઓ પર યોગ્ય સંઘર્ષ કરી પ્રજામત કેળવવામાં નીષ્ફળ ગયા છે.તે બધા વીરોધી રાજકીય પક્ષોને એવો ભય છે કે તેવા વીરોધથી હીંદુ મતદારોની લાગણી ઘવાશે.અમેરીકાની સરખામણીમાં મોદીના ભગવા રાજકીય પ્રભુત્વ સામે આપણા દેશમાં તેની સામે ત્રણ વર્ષના શાસનકાળ પછી પણ મોટાપાયે રાજકીય વીરોધ સંગઠીત થઇ શક્યો નથી. ટ્રમ્પ અને મોદી બંને ઉદ્દામવાદી ઇસ્લામ સામે ખુબજ આકરૂ વલણ ધરાવે છે; તેવું તેમના તારીખ ૨૬મી જુને વોશીંગ્ટન મુકામે કરેલા સંયુક્ત નીવેદનથી પુરવાર થાય છે. બંને બોધ્ધીક વીરોધી અને પોતાની ટીકાઓ અને તેને કરનારા પ્રત્યે ખુબજ તીરસ્કાર અને નફ્ફ્ટ વલણ ધરાવે છે.(anti-intellectual and abhor criticism). બંનેએ પોતાના દેશના ઉધ્યોગ બેરોન (કોર્પોરેટ એલીટસ)ને છુટોદોર આપીને જુદી જુદી અનુકુળતાઓ કરી આપી દીધો છે.બીજી બાજુએ મોદીએ મતોનું એકતરફી ધ્રુવીકરણ થાય માટે અતી ઉગ્ર રાષ્ટ્રવાદી પ્રજામતને હાનીકારક રીતે સંગઠીત કરવા માંડયો છે. રાજકીય વીરોધીઓ જાણે રાતોરાત દેશ વીરોધી બની ગયા હોય તેવું વાયુમંડળ દેશમાં વ્યવસ્થીત કુપ્રચારથી સર્જન કરવામાં આવ્યું છે. સરકારની નીતીઓ,કાર્યો કે પરીણામોની કોઇપણ ટીકા કરે એટલે તે ટીકા કરનાર તરતજ દેશદ્રોહી બની જાય છે. બંને દેશના, આ બંને નેતાઓને ટીવી મીડીયા, પ્રેસ અને ન્યુઝપેપર પ્રત્યે સહેજ પણ માન કે ગૌરવ બીલકુલ નથી. બંને નેતાઓ સ્વપ્રસીધ્ધી માટે પોતાના તૈયાર કરેલ, ઇચ્છા મુજબની પોતાની પપુડી વગાડે તેવા સોસીઅલ મીડીયા અને ઇવેંટ મેનેજમેંટના ઉપયોગમાં રસ ધરાવે છે. ભરપેટ તે બધા સાધનોનો બેફામ ઉપયોગ કરે છે. અમેરીકાના ટીવી અને અન્ય મીડીયા સાધનોની સામે ભારતમાં મીડીયા મોદી સરકારનો હાથો બનીને સરકારી ઉગ્રરાષ્ટ્રવાદના રંગે રંગાઇને વીરોધપક્ષો સામે સરકારી તકેદાર (as watchdogs)ની ફરજ બજાવે છે.

    મોદી અને ટ્રમ્પ બંને ભીન્નપ્રકારના દ્રષ્ટાંતરૂપ લોકરંજક નેતાઓ છે.ટ્રમ્પ નેતા તરીકે સતત સ્વપ્રેમી ને આત્મશ્લાઘામાં(Narcissist) રચ્યાપચ્યા નેતા છે. જયારે નરેન્દ્ર મોદી પોતાની વીચારસરણીને વરેલા અસમાધાનકારી નેતા છે(Ideologue). ટ્રમ્પ એક ટેક્ષબુક ટાઇપનો સ્વપ્રેમમાં સતત ડુબેલો રહેતો નેતા છે. તેની બધી વાતો તેના પોતાના સ્વક્રેન્દી વ્યક્તીત્વની આસપાસ ગુંથાયેલી હોય છે. ફેસબુક પર તેની દરેક ટવીટ,પ્રવચનમાં તે જાહેર કરે છે કે તે કોણ છે, તેની પાસે શું છે, તે બધામાં સર્વોત્મ છે, તે જ શ્રૈષ્ઠ છે વગેરે વગેરે. ટ્રમ્પને બીજાઓ સાથે કામ કરવા– કરાવવાના આદાનપ્રદાનમાં કે બીજા સાથે પારસ્પરીક કર્તવ્યો નીભાવવામાં ખુબજ મુશ્કેલી પડે છે. તે એક ઉધ્યોગપતીની માફક 'હાયર અને ફાયર'માં માને છે. તે એક રાજકીય લોકનેતા નથી. તે વારંવાર ઉગ્ર, ક્રોધાવશ બની જાય છે. તે ચીડીયો બની જઇને ઘણીવાર બીભત્સ શબ્દો (petulant and vulgar words) બોલી નાંખે છે. ટ્રમ્પને લાગે કે તેના બરાબર વખાણ થયા નથી ત્યારે ગમે તેને અને કોઇનું પણ અપમાન કરી નાંખતાં સહેજ પણ વીચાર કરતો નથી. અત્યાર સુધીમાં ટ્રમ્પના આવા ચીડીયા સ્વભાવના બલી ન્યાયાધીશો, રાજકીય પક્ષોના નેતાઓ, જર્નાલીસ્ટો, સ્રીઓ,અને મીત્ર દેશોના વીશ્વાસપાત્ર નેતાઓ બન્યા છે. તેને સતત દરેક બાબતમાં માન્યતા મળે તેવી સીમાહીન તરસ છે. વાઇટ– હાઉસમાં નીતીઓ ઘડવામાં અને અમલ કરાવવામાંથી આવી તરસ તેની બુઝાતી નથી. પણ તેની આવી તરસ મતદારો તરફથી ચુંટણી સભામાં સતત મળતી તાલીયોથી બુઝાય છે. ટ્રમ્પની પાસે સેનેટ અને કોગ્રેસ બંને હાઉસમાં બહુમતી હોવા છતાં તે લગભગ કશું કરી શક્યા નથી. કારણકે તેની ખાટલે ખોડ બીજા સાથે લાંબા સમય સુધી જયાં સાચી નીતી પર નીર્ણય કરવાની જરૂરત છે ત્યાં એકાગ્રતાથી કામ કરી શકતાં આવડતું નથી. દરેક આત્મશ્લાઘાનો ભોગ બનેલા નેતા (narcissist)ની કોઇ નીતીઓ સ્થીર હોતી નથી. ટ્રમ્પને કાયમ માટે પોતાના વખાણ સાંભળવા જ ગમે છે. તે પોતાના કાર્યોની દીશા બેફામ રીતે બદલ્યા કરવામાં સરસ રીતે માહેર છે. તે નીચલા મધ્યમ વર્ગના ટેકાથી ચુંટાઇ આવ્યો છે પરંતુ તેના કાન હંમેશાં અમેરીકાના અતી સમૃધ્ધ પૈસાદારો શું બોલે છે તે સાંભળવા જ તૈયાર હોય છે. તે પોતાની સ્થીતીમાં અક્લ્પનીય રીતે ગુલાંટો(flip-flop unpredictably)મારી શકે છે. પોતાના ચુંટણીના એજન્ડામાં વારંવાર અમેરીકાના મતદારો સમક્ષ વચનો આપેલા કે તે અમેરીકન દુતાવાસ ઇઝરાઇલના જેરૂસલેમમાં શરૂ કરશે, ચીન સામે વેપાર યુધ્ધ શરૂ કરીને નાણાંકીય બેલેન્સ ઓફ પેમેંટ અમેરીકાની તરફેણમાં લાવી દેશે, તેવું જ વલણ તેનું કલાઇમેટ ચેંજ,અને ગે રાઇટસનામુદ્દાઓ પર આપેલાં  હતાં. જે હવે બીજી વાર કદાચ પ્રમુખ તરીકે ચુંટાય ત્યારે પાળી બતાવશે. હેલ્થ કેરના મુદ્દે તેની નીતીવીષયક અને નૈતીક સ્થીતી દરરોજ એટલી બધી બદલાયા કરે છે કે અમેરીકન કોંગ્રેસે તેને સાંભળવાનું જ બંધ કરી દીધું છે. આવુ તો ઘણું બધુ ટ્રમ્પ વીષે કહી શકાય તેમ છે. ટ્રમ્પ એક બાળક જેના મીત્રો અને દુશ્મનો કાયમી હોય તેમ વીશ્વના દેશોના સંબંધોને અંગત દ્રષ્ટીથી જુએ છે.  સાઉદી એરેબીયા સાથે તેની અંગત મીત્રતા  લાંબા સમયની હોવાને કારણે કતાર પર હુમલો કરીને પજવવાનું નક્કી કર્યુ છે. તેનું પરીણામ મધ્યપુર્વના અમેરીકન હીતોના સંદર્ભમાં લાંબાગાળામાં કેવા અને કેટલા ગુંચવાડા ભર્યા બનશે તેનો વીચાર લેશ માત્ર કર્યો નથી.

 તેની સામે નરેન્દ્ર મોદી ભારત માટે આ દસકાનો સૌથી શક્તીશાળી રાજકીય નેતા તરીકે ઉભરી આવ્યો હોય તેમ દેખાય છે. તે એક રાજકારણી તરીકે ત્રણ મુદત સુધી ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે હતા. મોદીની કારર્કીદીનો આધાર તેમની આર એસ એસની વીચારસરણી છે. જે વીચારસરણી સ્પષ્ટરીતે માને છે કે દેશમાં હીંદુ રાષ્ટ્ર હોવું જોઇએ અને તેમાં ખ્રીસ્તીઓ અને મુસલમાનોનું સ્થાન બીજાવર્ગના નાગરીકથી વધારે ન હોવું જોઇએ.સને ૨૦૦૨ના ગુજરાતના કોમી તોફાનોમાં મોદીનો જે રોલ હોય તે; પણ તે એક સજ્જન કે નોબલ માણસને ગૌરવ અપાવે તેવો ન હતો. તેથી અમેરીકન સ્ટેટ ડીપાર્ટમેંટે તેઓને વીઝા નહી આપવા માટે જે કારણ આપ્યું હતું કે મોદી ધાર્મીક ભેદભાવને(to deny him a visa for religious discrimination) ટેકો આપે છે તે યોગ્ય હતું. તેમ છતાં તે ભારતીયોને સમજાવી શક્યા કે છેલ્લા છ દાયકાઓથી દેશનો વીકાસ જ નથી થયો. જો મતદારો તેઓને ચુંટશે તો તે દેશનો આર્થીક વીકાસ કરશે. તેઓ નીચલા મધ્યમ વર્ગને ટ્રમ્પની માફક તે વર્ગનો મસીહા હોય તેમ મત મેળવવામાં આકર્ષી શક્યો. ભલે મોદીની નોટબંધીની નીતીએ દેશના સૌથી મોટા સામાજીક વર્ગને નુકશાન કર્યુ હોય તો તે આ નીચલા મધ્યમ વર્ગને કર્યુ છે. સામી બાજુએ દેશનો મધ્યમ વર્ગ મોદીને એવા નેતા તરીકે સ્વીકારે છે કે જે તેમની ભાષા બોલે છે અને તે બધા જેવું વીચારે છે તેવું જ મોદી વીચારે છે. તેમના મત પ્રમાણે મોદી સરકાર 'હીદું હીત' માટે કામ કરે છે. મોદીનો આર એસ એસ સાથે લાંબા સમયથી જે 'નાભી–નાળ'  સંબંધ છે તેને કારણે શીસ્તબધ્ધ અને આયોજનપુર્વક કામ કરનાર માણસ છે. તેઓની પાસે  હીંદું રાષ્ટ્રના નીર્માણ માટે જરૂરી ધીરજ અને ચોક્કસ ધ્યેયને સમર્પીત લાંબાગાળાનું આયોજન છે. તેઓને હલકી ખુશામત ગમે છે પણ પેલા ટ્રમ્પની માફક મોદી આત્મશ્લાઘામાં (but not in the manner of the narcissist:)) રાચતા નથી.મોદી ક્યારેય પોતાની આર એસ એસની વૈચારીક પ્રતીબધ્ધતાથી દુર જતા નથી કે તે વીચારસરણી બાજુપર મુકીને ક્યારેય કામ કરતા નથી. તે પવનની દીશા પ્રમાણે પોતાનું નાવ હંકારનાર માણસ નથી. ભારત એક દેશ તરીકે મજબુત હીદું રાષ્ટ્ર બને તે માટે દેશમાં મુળભુત પરીવર્તન લાવવા કામ કરી રહ્યા છે.( working for a radical transformation of India so that it becomes a strong Hindu nation). આવું પાયાનું પરીવર્તન લાવવા માટે ધીક્કાર અને બદલાની ભાવાનાવાળુ હીંસક વાતાવરણ મન મુકીને દેશમાં પેદા થાય તે પ્રાપ્ત કરવા કોશીશ કરવામા આવી રહી છે. તે માટેનો છુટો દોર આપી દેવામાં આવ્યો છે.( A permissive climate of hate and retributive violence has been cultivated to achieve this.) હીદુંબહુમતી ફક્ત ચુંટણી પુર્તી મુસ્લીમ સામે પડીને અટકી જાય તેવી વ્યુહ રચના બીલકુલ નથી. ખરી હકીકત તો એ છે કે દરેક ચુંટણીના પરીણામ પછી મુસ્લીમો સામે ધીકકાર અને બદલાની ભાવનાનું વાતાવરણ ક્રમશ: વધતું ગયું છે. પહેલાં ગૌ–વધ હવે બફેલોના માંસના નીકાસ વેપાર વીરૂધ્ધ હીદું મતોનું મોટા પાયે ધ્રુવીકરણ થઇ રહ્યું છે. અમેરીકાના સ્વપ્રેમમાં રાચતા ડોનાલ્ડ ટ્રમ્પ અને શક્તીશાળી હીદુરાષ્ટ્ર બનાવવાની આર એસ એસ વીચાસરણીને પ્રતીબધ્ધતાથી સમર્પીત નરેન્દ્ર મોદી બંને લોકશાહી રાજ્ય અને સમાજ વ્યવસ્થા માટે જોખમરૂપ સાબીત થવાના છે.( Both the narcissist and the ideologue pose threats to democracy.).

 

 

 

ટ્રમ્પનો ભય વીશ્વ માટે એ છે કે તે તેના તરંગો, તુક્કાઓ અને મુર્ખામીભર્યા નીર્ણયોમાંથી કોઇ મોટી વેશ્વીક કટોકટી પેદા કરે! પોતાના દેશમાં તે પોતાની નીતીઓ અને વર્તનોથી મુક્તપ્રેસ અને વ્યક્તીગત અભીવ્યક્તીના અધીકારો પર હુમલા કરે. જ્યારે અમેરીકા જેવા દેશ માટે આંતરીક પ્રશ્નો ઉકેલવા માટે કંઇજ ન કરીને દેશને અંધાધુધીમાં ધકેલી દે. પરંતુ ટ્રમ્પની નીતીઓની પસંદગીમાં કાંઇજ ન કરવાનું હોય તો તે અમેરીકા માટે પ્રમાણમાં આશીર્વાદરૂપ બની રહેશે. (But, given Trump's policy preferences, getting nothing done is probably good for America.)

બીજી બાજુએ લોકશાહી માળખામાંથી જ ચુંટણીની પ્રક્રીયામાં એવી પક્ષીય સત્તાકીય શતરંજના પ્યાદાઓની ગોઠવણ લાંબાગાળાની કરતા જવું કે જેનાથી મોદી પેલા શકતીશાળી હીદું રાષ્ટ્રની સ્થાપનાનો માર્ગે કુદકે ને ભુસકે આગળ વધતો જઇને આધુનીક ધર્મનીરપેક્ષ રાજ્યને જ તોડી પાડે. આની સાથે સાથે સામાજીક ચીંતામાં વધારો કરે તેવી બાબત એ છે કે મોદીએ સમજપુર્વક પોતાની વ્યક્તી પુજા આધારીત વ્યક્તીત્વ બની રહે તેવા પરીબળોને પહેલીથી જ પ્રોત્સાહીત કર્યા છે.વ્યક્તીપુજાનું ઉત્તેજન સમજપુર્વક વીકસાવવામાં આવ્યું છે. આને કારણે એકહથ્થુસત્તાના વીકાસ માટેનું યોગ્ય બીબું તૈયાર થવા માંડયું છે. ખરેખરતો તે  થઇ જ ગયું છે.તેના પરીણામ સ્વરૂપે બહુમતી હીદુંવાદે લોકશાહીના મુળભુત મુલ્યો જેવાકે દરેક નાગરીક તેની જ્ઞાતી,જાતી, ધર્મ કે લીંગ વગેરેના તફાવત સીવાય સમાન અધીકારો ધરાવે છે તે બંધારણીય અધીકાર પર જ કઠુરાઘાત કરેલ છે.

લેખકો– ( Hasan is Professor Emerita, Jawaharlal Nehru University and Nussbaum is Ernest Fruend Distinguished Service Professor of Law and Ethics at the University of Chicago. )

 


--

Friday, August 11, 2017

ઉપયોગી બેવકુફ ભાગ–૨

મારા મત મુજબ આ બધા ઉપયોગી બેવકુફો શા માટે બેવકુફ રહેવાનું પસંદ કરે છે તેના ચાર કારણો છે.

એક–પોતાની બુધ્ધીથી ખોટી વાતને સુયોજીત રીતે સાચી છે તે રીતે સમજાવવી. ( Rationalisation)

આ ઉપયોગી બેવકુફો સારી રીતે સમજે છે કે જાહેરમાં મોદી અને તેની સત્તાને ટેકો આપવાથી તે બધાની આજદીન સુધીની જે જાહેર આબરૂ ને સ્વાભીમાન છે તે જોખમમાં મુકાશે. તે બધા સહેલાઇથી પોતાના મગજ બદલી શકે તેમ નથી. તેમને ખરેખર સત્યવાદી દેખાવું છે. તેથી મોદીની નીષ્ક્રીયતાને પોતાની બુધ્ધીના ઉપયોગથી સાચી ઠેરવવા પ્રયત્ન કરે છે. જયારે મોદી પોતાના ચુંટણી વચનો પ્રમાણે સુધારા લાવી શકતા નથી ત્યારે આ બધા ઉપયોગી બેવકુફો એમ લોકોને વીશ્વાસ અપાવે છે કે આવા બધા સુધારાતો ક્રમશ; જ થાય. જરૂરી પરીવર્તન તો ધીમેથી જ આવે.મોદીને હજુ રાજ ગાદી પર બેસવા તો દો. તેને શ્વાસ લેવાનો તો સમય આપવો જોઇએ ને! રાજકીય અર્થતંત્રને સમજવું કોઇ સરળ ચીજ નથી. તે વીષયતો ઘણો ગુંચવાડાથી ભરેલો છે. આવી બધી વાહીયાત દલીલો પેલા ઉપયોગી બેવકુફો કરતા જાય છે. ખરેખર આ માણસ સાચી દીશામાં પ્રયત્ન જ કરતો નથી. તે બધા હાજી હા કરનારા ભક્તો છે. જે નીતી કે કાર્યક્રમો જો જુની સરકારે બહાર પાડયા હોયતો ટીકા કરે તેવા બધી બાબતો જયારે મોદી તરફથી બોલાય છે ત્યારે તેં બીલકુલ મુંગામસ બની જાય છે. જયારે દેશમાં કોઇપણ સ્થળે દંગા ફસાદ,હુલ્લડકે હીંસા મુસ્લીમ, દલીત કે હવે ગાય નામે ફાટી નીકળે છે ત્યારે આ બધા એવી દલીલો રમતી મુકે છે કે આવું બધુ કરનારા તો છુટા છવાયા તત્વો છે, આ કોઇ સંગઠીત, યોજનપુર્વકના હુમલા નથી. મોદીઅને તેની સરકારમાં જે થાય તે બધુ યોગ્ય જ હોય!

બે– ગાજર બતાવતા રહેવું.( Two: The Carrot)

 મોદી સરકારમાં આવ્યા પછી રાજકીય ખૈરાતોના અર્થતંત્રની બોલબોલા ખુબજ મોટા પાયે વધી ગઇ છે. આમાં હું બીજેપીના આઇ ટી સેલના કર્મચારીઓની જે પેરોલ પર છે તેની રોજગારીની વાત કરતો નથી. તે બધી ખેરાતોને તો કાયદામુજબની બનાવી દેવામાં આવી છે. પણ હું તો એવી રાજકીય ખૈરાતોની વાત કરૂ છું જેવીકે રાજયસભાનું સભ્યપદ,પધ્મશ્રી એવોર્ડો, સરકારી સંસ્થાઓમાં મોટા આર્થીક વળતર સાથેના માનદ્ વેતન સાથેની નીમણુકો, સરકારી સાહસો (પીએસયુ)માં તગડા ભાડાભથ્થાસ સાથેના માનદ્ વેતનો,અને નીતી આયોગ જેવાના સભ્ય પદો. આ રાજકીય ખૈરાતોની યાદીનું લીસ્ટનો છેડો જ આવે તેમ નથી. મેં હમણાં એક મેગેઝીનનો, જે બીજેપીને ટેકો આપે છે તેનો લેટેસ્ટ અંક ખરીદયો છે. જેના અંકમાં મોટાભાગની જાહેરાતો સરકાર દ્રારા સંચાલીત જાહેર કુંપનીઓની જ છે. જે માસીકના તંત્રીઓ મુક્ત અર્થતંત્રના મુકત ગાનાં ગાય છે. ખરેખર તો તે પરોપજીવી છે જે કરદાતાના પૈસાથી અપાતી સરકારી જાહેરાતો પર જીવે છે.અને તે મેગેઝીનમાં  સરકારી સાહસો વીરૂધ્ધના વીચારોની જોરદાર રજુઆત કરે છે. કેવી વક્રોક્તી!!

મને ખબર છે કે છેલ્લા ઘણા દાયકાઓથી આવી સત્તાની લ્હાણી અગાઉની સરકારો આજ પ્રમાણે કરતી હતી. સારો રસ્તો તો નવી સરકાર પાસે  હતો કે તે બધી સત્તાની લ્હાણીઓ (a Patronage Economy) કાયમ માટે બંધ કરી દેવી.

ત્રણ સત્તાની ચાબુક.Three: The Stick

સરકાર ભયંકર કીન્નાખોરી કરે છે. અને તે ઘણા લાંબાસમય સુધી સત્તામાં રહે તેમ લાગે છે.તેની સામે બાથ ભીંડવાથી શું લેવાનું છે? આયોજન પંચને બદલે અસ્તીત્વમાં આવેલ નીતી આયોગમાં હું જે બે માણસોની નીમણુક કરવામાં આવેલી છે તેઓને હું ઓળખુ છું(પાનગરીયા સીવાય) તે.બંને મુક્ત બજાર ( free-market)ના ટેકેદાર છે. તે બંને મોદીની નીતીઓને ટેકો આપે તેવુ જાહેરમાં કહેવામાં આવ્યું. બંનેએ તેમ જ કર્યું. તે બંને જણે ખુશામતભર્યું કે પળશી કરવા જેવું  વર્તન(cringe) કર્યું છે. જે લોકો વર્તમાન સરકારમાં છે તેઓમાંના મીત્રૌએ મને જણાવ્યું છે કે આવા હુકમ સરકાર તરફથી દરેક ઉપયોગી બેવકુફોને આપી દેવામાં આવ્યાછે. મુગા રહેવાની છુટ આપવામાં આવી નહતી. એક સમયના આદરણીય અને સન્માનીય ગણાતા જગદીશ ભગવતી હવે તેઓને અનુભવાય છે કે તે સત્તાની કીલ્લેબંધીમાં ઉતરતી કક્ષાના બની ગયા છે. ( ભગવતીની વર્તમાન સ્થીતી માટે ઉપર જણાવેલા ત્રણ કારણોમાંથી ગમે તે એક જવાબદાર હશે.) તે કયું કારણ હશે તે બીલકુલ મહત્વનું નથી. સત્તામાટેની સરહદો પર ફરતા ઘણા બધા ઉપયોગી બેવકુફો હોય છે કે જેઓએ આવા દીવાસ્વપ્નોની પાછળ આખી જીંદગી પસાર કરી છે. હવે તે બધા સરકારી બૌધ્ધીકો છે. હવે કયા કારણોસર તેમને મળેલી સત્તાની મહેરબાની ગુમાવે? સત્ય અને સીધ્ધાંતો કઇ બલા છે. આગળ વધો, રાહ કોની જુઓ છો!

ચાર– સત્તા માટેની લાલસા– (Four: The Lust For Power)

આપણા જેવાઓ માટે સત્તા અને ખાસ કરીને રાજકીય સત્તા તો પ્રજાના કલ્યાણ કરવાનું એક સાધન છે,( the means to an end). જયારે બીજાઓ માટે તે સાધન અને ધ્યેય બંને છે. તમે જે બધું ખુરશી માટે કરો છો તે તો નર્યો દંભી ને ઉપરછલ્લો દેખાડો (a facade) માત્ર છે. છેલ્લા કેટલાક મહીનાઓમાં મારા જાણીતા એટલા બધા લોકોને મેં સત્તાની સમીપ કે નીકટ જોયા(transformed by proximity to power ) જેથી મને સખત આઘાત લાગ્યો ને ખુબજ દુ;ખ થયુ. આ ઉપયોગી બેવકુફોને ફક્ત પોતાના સ્વાર્થ સીવાય બીજુ કશું હોતું નથી; તેમના સીધ્ધાંતતો એટલે સગવડભર્યા સીધ્ધાંતો; આવા લોકો જ્યારે બધા સત્તાની નજીક આવે છે, ત્યારે સીધ્ધાંતો છોડી દે છે. જેમ તેમના સત્તાધીશ માલીક આવા ઉપયોગી બેવકુફોને તે બધાની જરૂરીયાત પુરી થતાં એક દીવસે છોડી દે છે.

મારા એક નજીકના મીત્રે કહ્યું કે " અમીત, દેશમાં મુડીવાદી અને જમીનદારી વર્ગે(economic  right )સામાજીક રીતે ધાર્મીક પ્રત્યાઘાતી પરીબળો (social right)સાથે ચોક્કસ હાથ મીલાવવા જોઇએ. તેથી અમે એક અજેય પરીબળ બની જઇશું." હું તે સાથે  બીલકુલ સંમત નથી. હવે કોઇ જમણેરી કે ડાબેરી નથી. તે ખ્યાલો બીનઉપયોગી બની ગયા છે. હું મુકત બજારના અર્થતંત્રવાળી વીચારસરણીનો ટેકેદાર છું. કારણકે હું વ્યક્તીગત સ્વતંત્રતાની અબાધીત તરફેણ કરનાર છું. આપણા દેશમાં સામાજીક જમણેરીનો ખ્યાલ અને પ્રવૃત્તીઓ વ્યક્તીગત સ્વતંત્રતાના વીચાર સાથે ક્યારેય સુસંગત હોઇ શકે નહી મુળભુતરીતે તેમના વીચારો અને ખ્યાલો ધર્માંધ,મતાંધ અને સ્રી પ્રત્યે દ્રેષભાવ રાખનારા હોય છે (bigots and misogynists). મેં મારા મીત્રને કહ્યુ કે ભાઇ! તું ખોટો છે. આવા પરીબળો  હવે અસરહીન  બનવા માંડયા છે. તે બધાને મહત્વ આપવાની જરૂર નથી.

એક સમાચાર મુજબ અરવીંદ પાનગારીયે 'નીતી આયોગના વાઇસ ચેરમેન તરીકે  રાજીનામુ સ્વદેશી જાગરણ મંચના દબાણને કારણે આપ્યું છે.' જેને કારણે તેની આબરૂને લીરેલીરા ઉડી ગયા છે. મોદી અને તેની ટોળકીએ તેઓનો ઉપયોગ કરીને જરૂરી મજબુત રાજકીય મુડી પેદા કરી લીધી છે. હવે આવા ઉપયોગી બેવકુફોની જરૂર નહી હોવાથી એક પછી એકને ફગાવી દેવામાં આવ્યા છે.

(and no longer need these Useful Idiots.) આ ઉપયોગી બેવકુફો પોતાના નીર્ણયોને વ્યાજબી ઠેરવવા ઉપજાવી કાઢેલું બૌધ્ધીક કારણ આપશે. સત્તા અને નાણાં જે પદવીસુચક વસ્રાભુષણથી મેળવ્યાં તેનો આનંદ ભોગવશે. અને અંતે સાવચેતી ભરી રીતે પેલા સુપ્રીમ લીડરની નજરથી દુર જતા રહેશે. આવા સંજોગોમાં માનવ સ્વભાવ પ્રમાણે સ્વ–ભ્રમણાના ગુણધર્મ મુજબ રાત્રે સરસ રીતે સુઇ પણ જશે. મને તો તેઓએ જે કાંઇપણ કર્યું તેનાથી દુ;ખ થયું છે. પણ તેનાથી વધારે તો મને આ દેશમાં જે બની રહ્યુ છે તેનાથી વધારે દુ;ખ થાય છે.(I feel sad for what they have done to themselves. But I feel sadder for what is happening to this country.)

 

 


--