Tuesday, June 21, 2022

આજે ૨૧મી જુનછે, વિશ્વ માનવવાદી દિવસ છે.

આજે ૨૧મી જુન છે.વિશ્વ માનવવાદી દિવસ છે.

 વિશ્વના જુદ જુદા દેશોના ધર્મનીરપેક્ષ માનવવાદી સંગઠનોના સભ્યો આ દિવસને વિશ્વ માનવવાદી દિવસ તરીકે ઉજવે છે. ખગોળશાસ્ર અને વૈજ્ઞાનીક હકીકત પ્રમાણે આ દિવસે સુર્ય ઉત્તર ગોળાર્ધમાં આકાશમાં પૃથ્વીથી ખુબજ ઉંચાઇએ તેમજ ૨૩/૫ રેખાંશ વધુ નમેલો હોય છે.૩૬૫ દિવસના વર્ષમાં બે વાર સુર્યની આ સ્થિતિ ૨૧મી જુન ઉત્તર ગોળાર્ધ અને ૨૧મી ડીસેમ્બર દક્ષીણ ગોળાર્ધમાં હોય છે.ખાસ કરીને વિષુવવૃતની ઉત્તર દિશામાં આવેલા પશ્ચીમી દેશોના માનવવાદી સંગઠનો આ દિવસને રજાનો દિવસ ગણી મઝા માણે છે. કારણકે  આ દિવસે સુર્ય ૩૬૫ દિવસમાં સૌથી મોડો આથમે છે. વર્ષનો સૌથી પ્રકાશમય દિવસ  છે. અંગ્રેજીમાં તેને Summer( June) Solstice Day તરીકે ઓળખવામાં આવે છે.

માનવવાદીઓ માટે આ દિવસ માનવવાદી જીવન પધ્ધતી શું છે તે સમજાવવાનો દિવસ છે. માનવવાદી જીવન પધ્ધતી પૃથ્વી પરના સમગ્ર માનવજીવનને વ્યક્તિગત ધોરણે જ્ઞાન– વીજ્ઞાન આધારીત પરિવર્તન લાવીને વ્યક્તિ સાથે સમષ્ટિનો સર્વાંગી વિકાસ કઇ રીતે પ્રાપ્ત કરી શકાય તેનું સાધન છે.

 ચલો! આપણે માનવવાદી વિચારસરણી આધારીત જીવન પધ્ધતીને સમજવાનો પ્રયત્ન કરીએ.

(૧) આ વિચારસરણીનો પ્રથમ શબ્દ છે ' માનવ'. તેનો સાદો અર્થ છે કે સદર વિચારસરણી 'માનવ કેન્દ્રીત' છે. તે કુટુંબ, જ્ઞાતિ– જાતિ, ધર્મ,રાજ્ય,રાષ્ટ્ર, કોઇ રાજકીય નેતાનીભક્તી, કે કોઇપણ સામાજીક સમુહમાં માનવીને વિલીન ( To merge) થઇ જવાનો બોધ ક્યારે આપતી નથી. માનવવાદી વિચારસરણી, કોઇપણ સમુહો માટે બલીદાન આપવાનું, ત્યાગ આપવાનું શીખવાડતી નથી.

(૨) માનવવાદી વિચારસરણી માનવ કેન્દ્રીત હોવાથી તેનું સ્પષ્ટ જૈવીક ને સામાજીક ઉત્ક્રાંતીને આધારે એક વૈજ્ઞાનીક તારણ છે.માનવીએ પોતાની જીજીવીષા ટકાવી રાખવા અને તમામ સજીવોની ઉત્કાંતીમાંથી  જૈવીક વારસા તરીકે મળેલા ભૌતીક અનુભવમાંથી પેલા બધા સામાજીક એકમોનું સજર્ન કરેલ છે. એટલે કે કુટુંબ, જ્ઞાતિ–જાતિ, ધર્મ, રાજ્ય, રાષ્ટ્ર જેવા તમામ સમુહોનું સર્જન માનવીય છે. દૈવી કે ઇશ્વરીય બિલકુલ નથી.માટે પેલા બધા માનવ સર્જીત સમુહોના પૃથ્વીપરના સંચાલન માટે કોઇ પયગંબરો, દૈવી પ્રતીનીધીઓ કે કોઇ રાજકીય, ધાર્મીક, આધ્યાત્મિક નેતાઓને પસંદ કરેલા ખાસ માણસોને ( The Chosen People) મોકલ્યા છે, તેવા તારણહારોએ છાંટેલી ભભૂતીઓમાંથી કેમ બહાર નીકળાય તે માનવવાદ શીખવાડે છે. માનવીએ પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવાની બદલાતી જરૂરીયાતો પ્રમાણે ક્રમશ તે બધી સામુહીક સંસ્થોઓમાં ફેરફારો કરતો આવ્યો છે.કાયમી હોય તો માનવી છે નહી કે તેનું સર્જન. હાલમાં તો માનવીય સર્જન જ માનવ પર હાવી જઇને માનવીને સમુહના હીતો માટે હાંકતો થઇ ગયો છે. વાહ! કેવી બલિહારી કે વિચિત્રતા  કે જેમાં પોતાનું સર્જન જ પોતાના સર્જકને ગુલામ બનાવી,સુશોભીત,ચમકદાર જંજીરોના આભુષણો(કુટુંબ, જ્ઞાતિ–જાતિ, ધર્મ, રાજ્ય, રાષ્ટ્ર)થી શણગારી તે બધાની રાત– દિવસ ભક્તી કરવાનું તેના જન્મ સાથે ગળથુથીમાં જ તૈયાર કરે છે.

(૩) માનવવાદ માનવ કેન્દ્રીત છે એટલે શું? માનવીનું વ્યક્તીગત ધોરણે વાસ્તવીક સુખ, ભૌતીક સુખ, પણ ભોગવાદી કે ફક્ત ગ્રાહકનું ઇષ્ટ જ સર્વસ્વ(Consumerism) નહી. ભૌતીકસુખ એટલે આધ્યાત્મીક સુખ (મૃત્યુ પછી) ના કાલ્પનીક ખ્યાલથી તદ્દન સ્પષ્ટ રીતે વિપરીત કે વિરૂધ્ધનું. ભૌતીક સુખ એટલે જન્મની સાથેના પારણામાંથી શરૂ કરીને કબર સુધીની સલામતી(From cradle to grave). માનવવાદના પાયાના હકારાત્મક ત્રણ મુલ્યો છે. એક સ્વતંત્રતા, બે તર્કવિવેક શક્તિ, ને ત્રણ ધર્મના આધાર સિવાયની નૈતીકતા.

(૪) માનવવાદી તરીકે અમારો સ્વતંત્રતાનો ખ્યાલ છે કે તે મુલ્યનો આધાર રાજકીય,ધાર્મીક કે સામાજીક સત્તાઓ ક્યારેય હોઇ શકે નહી. આ બધા સમુહોનું સર્જન તો માનવીય છે. તમે બધા અમને સ્વતંત્રતા શું આપવાના હતા? અમે, તમારૂ સર્જન અમારી સ્વતંત્રતાને ટકાવી રાખવા કરેલ છે.તેનું સંવર્ધન કરવા કરેલ છે. અમારી સ્વતંત્રતાને ગુંગળાવી નાંખવા બિલકુલ નહી. અમારા જૈવીક વારસામાંથી મળેલ સંભવિત શક્તિઓના વિકાસ માટેનું મોકળું મેદાન મળે(To create the land for human opportunities)તેવી માનવકેન્દ્રી વ્યવસ્થાના સર્જન માટે કરી છે. પણ ધર્મ–રાજ્ય– રાષ્ટ્ર સત્તા કેન્દ્રી રચના માટે કયારેય નહી.

(૫) અમારી સ્વતંત્રતા માટે સારુ શું કે ખોટું શું તે નક્કી કરનારા તમે કોણ છો? અમારા સજીવ ઉત્કાંતી અને જીજીવિષા ટકાવી રાખવાના સંઘર્ષમાંથી તર્કવીવેકશક્તી( Rationality) કુદરતી પરિબળોના સંચાલનના નિયમોને સમજીને વિકસી છે. સદર સારુ શું કે ખોટું શું નકકી કરવાની આવડત( રેશનાલીટી) કોઇ ઇશ્વરી કે તમારા જેવા સત્તાધીનોના તરંગોને આધારે દાનમાં મળેલ નથી. તે તો અમારી માનવીય વિરાસત છે. આવી રેશનાલીટી સમગ્ર સજીવોનો વારસો એટલા માટે છે કે દરેકે સજીવોએ પોતાના જીજીવીષા ટકાવી રાખવાના સંઘર્ષમાં કુદરતી વાતવરણ સાથે જરૂરી અનુકુલન સાધી કે ફેરફારો કરીને પોતાનું અસ્તીત્વ ટકાવી રાખ્યું છે.

(૬) અમારી નૈતીકતા એટલે માનવ માનવ સાથે સહઅસ્તીત્વથી જીવવું. તેમાં ઇશ્વર, ધર્મ કે તમારા જેવા રાજકીય નેતાઓની શી જરૂર છે? તમે બધા તો પરોપજીવી એજંટો છો. પેલી બે બીલાડીઓ વચ્ચેના ઝઘડાના ન્યાય તોલનારા બંદરથી વિશેષ તમારા બધાનું કોઇ કાર્ય જ નથી. દરેક માનવી જન્મથી જ નૈતીક છે. કારણકે તેની તર્કવિવેકશક્તી જૈવીક છે.(The man is moral because he is the rational being. M. N. Roy.)કારણકે તેને જન્મ આપનાર મા–બાપ થી માંડીને અન્ય સાથે કેવી રીતે જીવવું તે પોતાની વિવેકશક્તીથી સજીવ તરીકે શીખી ને જ આવેલ છે.

(૭) આજ ના દિવસે માનવવાદી વિચારસરણીનો ૨૧માં સદીમાં એકજ ' વન પોઇંટ એજન્ડા' છે.તે અમારા માથા પર ( અમારા માનવીના સુખના ભોગે)ચઢી બેઠેલાઓને સત્તાવિહીન (Dethrone) કરી જીવનના તમામ ક્ષેત્રોમાં સક્રીય માનવ ભાગીદારીવાળી ક્રાંતીકારી નવી સમાજ વ્યવસ્થાની રચના કરવાનો છે.

 


--

Thursday, June 16, 2022

“ બેપ્રેમીઓનો પ્રેમ તેમના મા– બાપ અને સમાજના પ્રેમ કરતાં દીર્ઘદ્રષ્ટીહીન કે અવિચારી પણ વધુ મજબુત હોય છે

" બે પ્રેમીઓનો પ્રેમ તેમના મા– બાપ અને સમાજના પ્રેમ  કરતાં દીર્ઘદ્રષ્ટીહીન કે અવિચારી પણ વધુ મજબુત હોય છે (Love is blind & stronger than love of parents and society." કર્ણાટક હાઇકોર્ટની ટિપ્પણી.

 એક પિતાએ કર્ણાટકની હાઇકોર્ટમાં પોતાની એન્જીનયરીંગ કોલેજમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી દીકરી નામે નીસર્ગ, તેની હોસ્ટેલમાં તપાસ કરતાં ગુમ થયેલી છે, તેવી ખબર પડી. તે અંગે બંદિપ્રત્યક્ષીકરણ (filed a habeas corpus petition)ની પીટીશન કોર્ટ સમક્ષ હાજર કરવાની કરી. ૧૪મી જુને નીસર્ગ પોતાના પતિ નીખીલને લઇને કોર્ટ સમક્ષ હાજર થઇ. બંનેમાંથી કોઇ વિધર્મી ન હતા. પોતાને માટે દુન્યવી સત્ય શું છે તે અંગે પરિપક્વ હતા.

કર્ણાટક હાઇકોર્ટની ડીવિઝન બેંચ સમક્ષ નીસર્ગે હાજર રહીને જુબાની આપી કે તે પુખ્ત ઉંમરની છે. નીખીલ સાથે રાજીખુશીથી હિદુંવીધિ પ્રમાણે મંદિરમાં જઇને લગ્ન કરેલ છે. હું હાલમાં મારા પતિ નીખીલ સાથે મારી રાજી ખુશી થી રહું છું ને હું મારા મા–બાપની સાથે અને તેમના ઘેર રહેવા ઇચ્છતી નથી. સદર નિર્ણય મેં રાજીખુશીથી અને માનસીક સંપુર્ણ સ્વસ્થ સ્થિતીમાં કરેલ છે.( She claimed she was doing it out of her own will in a "fit state of mind".)

 

 સામાન્ય રીતે કોર્ટે આટલી હકીકતની નોંધ લીધા પછી ચુકાદો આપવાનો હોય કે નીસર્ગે પોતાનો લગ્ન કરવાનો નિર્ણય કાયદા મુજબ પુખ્ત ઉંમરે લીધો હોવાથી તે કાયદા મુજબનો નીર્ણય છે. ન્યાયતંત્રે તે નીર્ણયને માન્ય કરવા સીવાય બીજુ કોઇ ટીપ્પણી પોતાની તરફથી સામન્ય રીતે ન કરવાની હોય!.

 માનનીય અને નામદાર સબડીવીઝન બેંચે જે નીસર્ગનો નીર્ણય કાયદેસરનો છે.તેવું જાહેર કર્યા પછી નીસર્ગ અને તેના અરજદાર પિતાને ધ્યાનમાં રાખીને ટીપ્પણી કરતાં જણાવ્યું કે " કોર્ટ તરીકે અમે ચેતવણી અને પુર્વ સુચના( Gave a cautionary warning) આપીએ છીએ કે નીસર્ગે તેના માબાપ સાથે જે કર્યું છે (વિશ્ચાસઘાત) તેવું વર્તન નીસર્ગના બાળકો તેમની સાથે ભવીસ્યમાં કરી શકે?" (That what she did to her parents could come back to her from her children.)

નામદાર કોર્ટ આટલું કહીને અટકી નથી. પોતાની ટીપ્પણી આગળ જણાવતાં લખ્યું કે, આપણા ઇતીહાસનો અભ્યાસ કરતાં ( હીંદુ જીવન પધ્ધતીનો) માહીતી મલશે( "Our history reveals રિવિલસ શબ્દનું અંગ્રેજી–ગુજરાતી ડીક્ષેનરીમાં  દૈવી ચમત્કારથી જણાવવું અર્થ લખ્યો છે.)કે મા– બાપઓએ પોતાના બાળકો માટે અને બાળકોએ પોતાના મા–બાપ માટે પોતાના નીજી સુખોનો ઘણો ત્યાગ આપેલ છે. જો બંને પક્ષે એકબીજા માટે પ્રેમ, લાગણી કે આત્મીય નીસ્બત હોય તો  એકબીજાની સંમતીથી જ નીર્ણયો લેવામાં આવે. બે માંથી કોઇએ પક્ષકાર બનીને કોર્ટ સમક્ષ  પોતાના હક્કોના સંરક્ષણ કે બચાવ માટે આવવું ન પડે!

 નામદાર કોર્ટે આટલી ટિપ્પણી કરીને પોતાનો ચુકાદો પુરો કર્યો નથી.

કોર્ટે ૨૫૦૦ વર્ષો કરતાં પુરાણી મનુસ્મૃતીનો સહારો( દેશના બંધારણીય મુલ્યોના વિકલ્પે)  પોતાની દલીલને વ્યાજબી ઠેરવવા નીચે મુજબનો લીધો છે.

" મનુસ્મૃતી પ્રમાણે કોઇપણ દીકરો કે દીકરી તમને જન્મ આપનાર મા–બાપનું રૂણ ૧૦૦ વર્ષ સુધી તેમની સેવા કરો તો પણ ચુકવી શકે નહી. માટે તમારા મા– બાપ, તમને શિક્ષણ આપનાર તમારા ગુરૂને ગમે તે કરો. તો જ તમારી ધાર્મીક પ્રાર્થના ફળ આપશે." (Quoting the 'Manusmruti', it said, "Even according to Manusmruthi, no person can repay his parents even in 100 years for all the troubles that they go through to give birth to him/ her and raise him/ her to adulthood. Therefore, always try to do whatever pleases your parents and your teacher, because only then does any religious worship done by you will bear some fruit.").

 

૨૫મી ડીસેમ્બર સને ૧૯૨૭ નારોજ બાબા સાહેબ આંબેડકરે મનુસ્મૃતીનું જાહેરમાં દહન કર્યા પછી  આજે પણ દેશના ન્યાયવિદો અને બૌધ્ધીકો ક્યાં ઉભા છે? કોણ કોને સમજાવશે કે મનુસ્મૃતીની વીચારસરણી અને બંધારણના માનવમુલ્યો એક બીજાની આમનેસામને છે?

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

"The peculiar facts and circumstances of the present case clearly depicts that 'love is blind and more powerful weapon than the love and affection of the parents, family members and the society at large," the court said in its recent judgement.

 

 


--

Wednesday, June 15, 2022

હૈ ! ભારતના સત્તાધીશો–

હૈ ! ભારતના સત્તાધીશો,

દેશના નાગરીકોમાં મજબુરીથી બુલડોઝરની માનસીકતા પેદા કરીને ન્યાય નક્કી કરવાની ટેવ ન પાડશો. અમારો પ્રજા તરીકે ઇતીહાસ છે.વાંચો ને મોડુ થાય પહેલાં સમજી જાવ તો સારુ.!

(૧) સને ૧૩મી એપ્રીલના ૧૯૧૯ના રોજ જલીયાવાલા બાગ અમૃતસરમાં બૈશાખી તહેવાર ઉજવવા આશરે ચાર–પાંચ હજાર માણસો એકત્ર થયા હતા.તે સમયના પંજાબના લેફ્ટેનન્ટ ગવર્નર જનરલ માઇકલ ડાયરે  નિર્દોષ(Innocent) નાગરીકો પર  અંધાધુધ ગોળીબાર કરવાનો ગુરખા રેજીમેન્ટને એવો હુકમ આપ્યો કે તમારી બંદુકની ગોળીઓ લગાવવાના શસ્રોનો સંપુર્ણ પુરવઠો ખલાસ થઇ જાય સુધી ગોળીબાર કર્યા જ કરો. ( And it stopped only when the ammunition had reached the point of exhaustion.)

(૨) સમગ્ર માનવજાતે ક્યારેય ન જોયેલા નરસંહારમાં આશરે ૧૫૦૦ નિર્દોષ માણસો,૨૫૦ બાળકો, એક છ માસનું બાળક ૧૫૦ માણસો સદર બાગમાં આવેલા કુવામાં જાન બચાવવા પડીને મૃત્યુ પામ્યા. ૧૦૦૦ માણસો સખત રીતે ઘવાયા. અંધાધુધ ગોળીઓના જલીયાવાલા બાગની દરની દિવાલો પરની નીશાનીઓ..

 ( ૩ ) ઇગ્લેંડની સંસદમાં અને ભારત દેશમાં તેના પડઘાઓ–

(અ) પ્રથમ વિશ્વયુધ્ધના સમયે વીનસ્ટન્ટ ચર્ચીલ જેઓ ઇગ્લેંડની સંસદમાં સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર વોર હતા તેમનો પ્રથમ પ્રત્યાઘાત હતો કે સંપુર્ણ અરૂચીકર, અવર્ણનીય અને રાક્ષસી, પ્રચંડ અમાનવીય કૃત્ય હતું. (Churchill referring to it as "unutterably monstrous") વડાપ્રધાન એસકયુઇથ તે કૃત્ય સામે જાહેરમાં બળાપો કાઢતાં જણાવ્યું હતું કે માનજાતના ઇતીહાસે કદાપી નોંધ્યું ન હોય તેવું ત્રાસ દાયક, ગ્લાની ઉપજાવે તેવુ, તથા અત્યાચારોના અતિરેકથી ભરેલું દુષકૃત્ય્ હતું. (while Asquith called it "one of the worst, most dreadful, outrages in the whole of our history.૮મી જુલાઇ સને ૧૯૨૦ને દિવસે ઇગ્લેંડની સંસદમાં ચર્ચીલે પોતાના પ્રવચનમાં ક્હયુ હતુ કે "  આ ટોળું શસ્રવિહીન હતું, તે કોઇના પર હુમલો કરતું ન હતું,  ટોળાને બહાર નીકળવાનો રસ્તો એટલો સાંકડો હતો(a narrow place considerably smaller than Trafalgar Square) કે તે ગલીમાંથી જીવ બચાવવા નાસતા નાગરીકોના એકના શરીરમાંથી બુલેટો બીજા ત્રણથી ચાર જણાના શરીરોમાં પસાર થઇ જતી હતી અને ભોગ લેતી હતી..ચર્ચીલના ઠરાવને ત્યાંની સંસદે ૨૪૭ વિરૂધ્ધ ૩૭ મતોએ પસાર કર્યો. ૩૭ મતો એવા ભક્તોના હતા કે જે બ્રીટીશ રાજ્ય ભારતમાં કાયમ ટકી રહે માટે જનરલ ડાયરના કૃત્યને વ્યાજબી ગણીને બીરદાવતા હતા.જુઓ ભારતના ૫૪૦ સાંસદો વડાપ્રધાન મોદીજી ને અમીત શાહ ગૃહમંત્રી સહિત બુલડોઝરની નીતી સામે શું કરે છે?

(બ) રવીન્દ્રનાથ ટાગોર– દેશની બ્રીટિશ સરકારે પોતાના આ કુકર્મોના સમાચાર પર ઢાંકપીછોડો કરવા બનતું કર્યું.(આપણી વર્તમાન સરકારોનો નિયમીત આનાથી જુદો ધંધો ક્યાં હોય છે?) રવીબાબુએ કલકત્તામાં ૨૨મીમે ૧૯૧૯માં જલીયાંવાલા હત્યાકાંડ વિરૂધ્ધ વિરોધી માર્ચ યોજવાનું નક્કી કર્યું હતું. ગોરી સરકાર વિરૂધ્ધ આવી ઘણી આઝાદી માટેની કુચ, સરઘસો સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરૂ, સરદાર પટેલ  વિ,નાના મોટા નેતાઓએ કાઢી હતી. પણ રવીબાબુનું રવીન્દ્ર્ભવન કલકત્તાનું સુભાષબોઝનું મકાન કે અલ્હાબાદનું નહેરૂજીનું તીનમુર્તી ભવન, સરદાર સાહેબનું કરમસદના મકાનો પર 'બુલડોઝર' ફેરવવાનું ગોરી સરકાર એટલા માટે ભુલી ગઇ હતી કારણકે તેમના સલાહકાર મોહન ભાગવતજી, મોદી સાહેબ, અમીત શાહ સાહેબ તથા ભગવાવસ્રધારી(!) યોગી જેવા રાજકીય સલાહકારો ન હતા.રવીબાબુએ ૩૧મીમે સને ૧૯૧૯ના દિવસે પોતાને મળેલો બ્રીટીશ નાઇટહુડના એવોર્ડ સાથે આવતા તમામ હકક,અધિકાર એક જ ઝાટકે તે સમયના વાઇસરોય ઓફ ઇંડીયા લોર્ડ ચેમ્સફોર્ડને પત્ર લખીને પરત સોંપી દીધા.મારા લાખો દેશવાસીયો ગોરી સરકારના જલીયાવાલા અમાનવીય ને બર્બર કૃત્ય સામે વિદ્રોહની આગમાં શેકાતા હોય ત્યારે તમારા મેડલો,ઇલ્કાબોની આગ મને શેકી નાંખે છે.(આ વાત ગુજરાતના વર્તમાન અને ભુતકાળના પધ્મશ્રીઓની કુંપનીઓને ધ્યાનમાં રાખીને લખી નથી તેની સખેદ નોંધ લેવી.)

(૩)  ઉધમ સીંગ– હવે ઇગ્લેંડમાં જઇને તે સમયના પંજાબના લેફ્ટેનન્ટ જનરલ ડાયરને તેના દેશમાં જઇને બંદુકથી મારી નાંખનાર ઉધમ સીંગની( જન્મ૧૮૯૯– મૃત્યુ ૧૯૪૦) શહાદતની વાત કરીએ. ૨૦ વર્ષની ઉંમરે જલીયાવાલાબાગ હત્યાકાંડમાંથી સખતરીતે ઘવાયેલો પણ કેટલાક બચી જનારમાંનો એક હતો ઉધમ સીંગ.તેના મનમાં અને શરીરના અણુએ અણુમાં બદલો લેવાની આગ પર ક્યારેય રાખ વળતીજ નહતી. તે ભારતની ગદ્દર પાર્ટી,, હીંન્દુસ્તાન સોસીયાલીસ્ટ એસો અને મજુર સંગઠનોમાં સક્રીય હતો.

સને ૧૯૪૦માં ૧૩મી માર્ચના( ૧૩મી એપ્રીલ ૧૯૧૯ જલીયાવાલા બાગની ઘટના) રોજ લંડનમાં આવેલ કેક્ષટોન હોલમાં જઇને જનરલ ડાયરને ઉપરા ઉપરી ગોળીઓ મારીને પોતાના દિલ અને દિમાગની કાયમી ન બુઝાતી આગને શાંત પાડી દીધી. ભારત દેશના તે સમયના સામાન્ય નાગરીકોએ અને ક્રાંતીકારોએ ઉધમ સીંઘની ઘટનાને અભુતપુર્વ કાર્ય ગણીને બીરદાવી દીધી. દેશના પેપર અમૃતબજાર પત્રીકાએ ઉધમ સીંગને ખુલ્લો ટેકો તેની તરફેણમાં લેખ લખીને જાહેર કર્યો. અને ટાઇમ્સ ઓફ ઇંડીયાએ ઉધમ સીંગના કાર્યને  ભારત દેશના ડબાયેલા કચડાયેલા લાખો લોકોના દિલો દિમાગમાં ન બુઝાયેલી ને રાખ વળી ગયેલા અગ્નીમાંથી સ્ફોટક વરાળ બનીને જાણે બહાર નીકળી ગઇ. ઉધમ સીંગને દેશના મહાન સ્વતંત્ર યોધ્ધા તરીકે બીરદાવી શ્રધ્ધાંજલી આપી હતી. ૩૧મી જુલાઇ ૧૯૩૯ના દિવસે લંડનની જેલમાં ભારતના તે પનોતા પુત્રને ૪૦ વર્ષની ભરયુવાનીમાં ફાંસી આપવામાં આવી હતી.

 

આજે ૧૪મી જુને સને ૨૦૨૨ના દિવસે ઇન્ડીયન એકપ્રેસના તંત્રી લેખના મથાળામાં બ્લોડ લેટર્સમાં અક્ષર લખ્યું છે કે  હૈ સત્તાધીશો બુલડોઝર્સની Demolition squad

ને સત્વરે નિયંત્રણમાં રાખવાની તાત્ક્લીક સુચના આપી છે.


--

Monday, June 13, 2022

તમે અમને સાચા રંગે ઓળખવામાં ભુલ કરો તો?

તમે અમને સાચા રંગે ઓળખવામાં ભુલ કરો તો?

અમે તો ખુબજ ગણતરી પુર્વક  " બે પગલાં પાછળ પીછે હઠ કરીએ છીએ કારણકે ભવિષ્યમાં અમારા ધ્યેય ભારતને  ' હિંદુ રાજ્ય'  બનાવવાની દિશામાં ત્રણ પગલાં આગળ તે પણ ઝડપથી લઇ જઇ શકીએ!" અમારો રાજકીય ઇતિહાસ છે કે અમે અમારું થુકેલું ચાટી જઇએ છે, એટલું જ નહી પણ સત્તા માટે બીજા થુંકે તો પણ મે હોંસે હોંસે ચાટી જઇએ છીએ. દા:ત ભુતકાળના ગુજરાતના કોંગ્રેસના એક સમયના નેતા હાર્દીક પટેલના બીજેપીના નેતાઓ અને તે પક્ષ અંગેના જે તે સમયનાં નિવેદનોનો અભ્યાસ કરો!. અમારા આંસુ મગરના હોય છે. જ્યારે કોઇપણ પ્રસંગની અમારી દીલસોજી કે ખરખરો સમશાન વૈરાગ્યથી કમ હોતો નથી.

ચલો! અમારું થુંકેલુ ચાટેલાના ઇતિહાસનો અભ્યાસ કરીએ.

(1)    સને ૨૦૧૫ની ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાકના દિવસે કેન્દ્રની મોદી સરકારે પોતાની સરકારી જાહેરાતમાં ' બંધારણના આમુખમાંથી સમાજવાદ અને સેક્યુલર શબ્દો કાઢી નાંખ્યા હતા.' પાછળથી જાહેરાત કરવામાં આવી હતી કે તેમ કરવામાં સરકારનો કોઇ હેતુ ન હતો. ( Later clarifies that it had no intention of dropping the words)

(2)    એપ્રીલ સને ૨૦૧૮માં મોદી સરકારના મંત્રી સ્મૃતી ઇરાની જેઓ મીનીસ્ટર ઓફ બ્રોડકાસ્ટીંગ અને ઇન્ફર્મેશન હતા.તેઓશ્રીએ ફેક ન્યુઝ પ્રકાશીત કરનાર જર્નાલીસ્ટો પર કેવી કેવી સજા કરવી તેની ગાઇડલાઇન જાહેર કરી.હતી. જેની ખુબજ ટીકા થઇ. બીજે જ દિવસે વડાપ્રધાનના હુકમથી પેલા મંત્રી સાહેબાને તે ગાઇડ લાઇન પરત ખેંચી લીધી હતી.

(3)    ને ૨૦૧૮ના ઓકટોબર માસમાં, મોદી સરકારના મંત્રી એમ. જે અકબર સામે સ્રીઓ સામે જાતીય સતામાણીના હુમલાની ફરીયાદ ઉભી થઈ.પહેલાં સત્તાએ આંખમિચામણાં તેની સામે કર્યા." # Me To Campaign "  ને કારણે એમ જે અકબરને પ્રધાન મંડળમાંથી દુર કરવા પડયા હતા.

(4)     પોતાના સભ્યો સામે મોદી સરકારે વ્હીપનો ઉપયોગ કર્યો.(અ) જાન્યુઆરી ૨૦૧૫માં પોતાના પક્ષના એમ પી સાક્ષી મહારાજે જાહેર કર્યું કે દરેક હિંદુ સ્રીએ ચાર બાળકોને જન્મ આપવો જોઇએ.. પક્ષે તેની સામે શો કોઝ નોટીસ આપી ને તે નિવેદન પરત ખેંચવું પડયું. તે પહેલાં આજ સાંસદે સંસદમાં એટલા માટે માફી માંગવી પડી હતી કે ગાંધીજીના ખુની નથુરામ ગોડસેને દેશભક્તના કહ્યા હતા. (બ) સને ૨૦૧૯માં મધ્યપ્રદેશના બીજેપી સમગ્ર રાજ્યના મીડીયા સેલના વડા અનીલ સુમિત્રાને પક્ષના પ્રથમીક સભ્યપદેથી એટલા માટે કાઢી મુક્યા હતા કે આ સાહેબે એવું ક્હ્યું કે મહાત્મા ગાંધી ' પાકિસ્તાનના રાષ્ટ્રપિતા ' છે.(ક) સને ૨૦૧૯ના નવેંબરમાસમાં, પ્રજ્ઞા સીંગ ઠાકુરને સંસદની ડિફેન્સ મંત્રાલયમાંથી એટલા માટે કાઢી મુકવા પડેલ કે સંસદ ભવનમાં ગાંધીજીના ખુની નાથુરામ ગોડસેને 'દેશભક્ત' તરીકે નવાજ્યા હતા. (ડ)ડીસેંબર ૨૦૨૧માં તેજસ્વી સુર્યા જે ભાજપની રાષ્ટ્રીય યુવા પાંખના અધ્યક્ષ અને દક્ષીણ બેંગ્લોરની સંસદીય મતવીસ્તારનાચુંટાયેલા સાંસદ છે તેઓશ્રીએ  'ઘર વાપસીં' ( રી કનર્વઝન)અંગે એવી ટીપ્પણી કરી હતી કે  દેશના દરેક મંદિર અને મઠને ' ઘરવાપસી' કરવાની સંખ્યા અથવા ક્વોટા આપી દેવામાં આવે! આ સાંસદ સાહેબનો અતી ઉત્સાહ એટલો બધો કે આપણે ' પાકીસ્તાનમાંથી દેશમાં આવેલ મુસલમાનોની પણ ઘરવાપસી કરવાનું કામ કરવું જોઇએ.'

એવું કહેવાય છે કે અકબારના દરબારમાં અઢાર રત્નો હતા. આપણા મોદી સાહેબના પ્રધાનમંડળમાં અને સમગ્ર પક્ષમાં ઉપર જણાવેલ જેવી કાબેલીયત અને નિપુણતા ધરાવનારા કેટલા રત્નો હશે !

       નુપુર શર્મા અને નવીન જીંડાલ બંને ભાજપના મહત્વના સભ્યોએ મહંમદ પયગંબર સાહેબ અંગે જે ટવીટ કરી છે અને ટીવી મીડીયાએ એક અઠવાડીયા સુધી તે પ્રસારીત કરવાનું દેશભક્તી(?)નું કામ કર્યું છે તે ઉપર જણાવેલ બીજેપી પક્ષના સાંસદો અને હોદ્દેદાર સભ્યોથી કઇ રીતે જુદુ લાગે છે? દેશની તમામ લઘુમતીઓ તથા બહેનોને સજ્જનશીલ કે અસજ્જનશીલ ભાષાઓમાં બીજેપી જે વિશ્વસ્તરપર સૌથી વધુ સભ્યો ધરાવતો રાજકીય પક્ષ હોય કે આર એસ એસ હોય કે પછી વીએચપી કેમ નહોય, આ બધાએ કશુ કહેવાનું બાકી નથી રાખ્યું તે મોદીકાળના આઠવર્ષોની સર્વશ્રૈષ્ઠ સીધ્ધી જ ગણાયને?

        તમે જોયું ને કે મોદીકાળમાં મહાત્મા ગાંધી અને નથ્થુરામ ગોડસે બંને ખભેખભા મીલાવીને કેવી રીતે એક સાથે ચાલી શકે છે.? એક બાજુ ' સબકા સાથ, સબકા વીકાસ, ને સબકા વિશ્વાસ' અને સામે પક્ષે દેશની આશરે વીસ કરોડની વસ્તીની સામે સતત નફરત ને ધ્રુવીકરણનું રાજકારણ ફેલાવીને ક્રમશ સંસદ, વિધાનસભાઓ, શિક્ષણ, રોજગારી અને આરોગ્યની સુવિધામાંથી કેવીરીતે બાદબાકી થઇ શકે છે તેની સાબીતી માટે શું જોઇએ છીએ? હવે, નુપુર શર્મા અને નવીન જીંડાલના કાર્યો કે કુકર્મોએ મોદી સાહેબની દેશમાં છેલ્લા આઠ વર્ષોથી સડસડાટ બે વીરોધી દિશાઓમાં ચાલતા બે ઘોડાપરની ચમત્કારીક બગીને ઘોંચમાં નાંખી દીધી કે પટરી પડતી નીચે ઉતારી દીધી. એક બાજુ વિકાસના સ્વપ્નાનું વેચાણ કરવું અને બીજીબાજુએ  હિંદુધાર્મીક ધ્રુવીકરણની સીડી ઉપર બેસીને નફરત અને ધિક્કારનું વાતવરણ પેદા કરીને  રાજકીય સત્તા અંકે કરી લેવાની રાજનૈતીક વ્યવહારની ગાડી પર બ્રેક વાગી ગઇ.

 ગયા રવિવારે ખાડી દેશોમાં વિધ્યુતવેગે ફરતો હેસટેગ (#)  Boycott Indian Products.આ દેશો આશરે એક કરોડ ભારતીયને રોજગારી આપે છે. અને વીશ્વમાંથી મુળભારતીયો તરફથી મોકલવામાં આવતા નાણાંની કુલ રકમમાં તે પણ અમેરીકન ડોલર્સમાં ખાડીદેશોના ભારતીયની રકમ પચાસ ટકા છે. જે ૩૭ લાખ કરોડ ડોલર્સ વાર્ષીક છે. આજનો ડોલરનો ભાવ એક ડોલર બરાબર આશરે ૮૦ રૂપીયા ગુણાકાર કરશો તો કેલક્યુલેટરની અંદર તેટલા મીંડા પણ નહી દેખાય! મોદીજી એકદમ ચોંકી ગયા કે જો વિકાસનો એજન્ડા દેશની આંતરીક બચત, પરદેશી હુંડીયામણની આવક, દેશના આંતરરાષ્ટ્રીય વેપારની લેણદેણની તુલા અને ઇનફ્રારાસ્ટક્ચર પર આધારીત હોય અને તે ઇમારત જો તુટી પડવાની નોબત આવે તો  " ન બજેગી બાંસુરી જો ન રહેગા બાંસ " જેવી સ્થીતી પેદા થઇ જાય.

      નુપુર શર્મા અને નવીન જીંડાલ જેવા તોફાની તત્વો (Fringe Elements)ની સંખ્યા દેશમાં સને ૨૦૧૪થી એટલે કે જે દિવસે સંસદભવન બહાર માથું ટેકવીને નમસ્કાર કરીને મોદી સાહેબે સત્તા ગ્રહણ કરી હતી તે દિવસથી અત્યાર સુધીમાં ( મે ૨૦૨૨ સુધી) આવા ધાર્મીક ધ્રુવીકરણ અને નફરત ફેલાવનારા ભાષણ કરનારાઓની સંખ્યા, યુ ટયુબ બ્લોગર્સ પ્રિયપ્રસન્ન બાજપાઇના સંશોધન પ્રમાણે તે ફક્ત આઠ હજારથી ઓછી લેશ માત્ર નથી. જે નેતાઓએ આવા ભાષણો આપ્યા છે તેમાં મોદી સરકારના પ્રધાન મંડળના સભ્યો અને બીજેપીના સાંસદો પણ છે. રાજ્યોની વિધાનસભાના સભ્યો ને ભુતપુર્વ રાજ્ય ગવર્નરો પણ સદર લીસ્ટમાંથી બાકાત નથી. સને ૨૦૧૪થી અત્યારસુધી બીજેપીના ટોચના નેતાઓ જે બધા આવી કાબેલીયત ધરાવે છે તેની સંખ્યા ૩૮ છે. દેશ ને વિશ્વ ફલક પર ભારતની સરકાર અને દેશ એટલે મોદી અને તેમનું નેતૃત્વ.( Larger than life) જેમાં બીજેપી, આરએસ એસ ને તમામ સંગઠનો આવી જાય છે.

એક બાજુ ખાડી દેશો અને અન્ય ઇંડોનેશીયા જેવા મુસ્લીમ દેશોમાં ક્રમશ સંગઠીત થતો ભારત વિરુધ્ધનો આક્રોશ કેવું સ્વરૂપ લેશે તેનો નીષકર્શ કાઢવા માટે કસમય છે.બે દિવસ પહેલાં શુક્રવારની નમાજ પછી દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી ને પશ્ચીમ–બંગાળથી શરૂ કરીને ગુજરાતના જુદા જુદા શહેરોમાં મુસ્લીમ જનસમુદાયના વિરોધ પ્રદર્શનોને હળવાશથી લેવાની બિલકુલ જરૂર નથી.

            નફરતી ભાષણો, લઘુમતી સામે સતત સંગઠીત હીંસાઓ, બુલડોઝર્સ પ્રેરીત દરેક સરકારોની કાયદો જાળવવાની માનસીકતા, લવજેહાદ, કર્ણાટકની સરકારની હીજાબ, હલાલ, વિ, નીતીઓ, સીએએ, એનસીએ, મોદીજીનું પેલું ગંભીર અને દુ;ખદ નિવેદન ' તે લોકોને તેમના કપડાના લેબાસ કે ડ્રેસ પરથી પહેચાનો' વિ નીતોઓએ જે ચરૂ ઉકળતો રાખ્યો હતો તે બધાને નુપુર અને નવીનજીંદાલની પયગંબર સાહેબ ઉપરની ટીકાઓએ દેશ ને ખાડી દેશોની સરકારો અને મુસ્લીમ પ્રજાઓના વાતવરણને સ્ફોટક બનાવી દીધું છે.

ગાંધીજીએ સને ૧૯૪૨ માં ૯મી ઓગસ્ટે બ્રીટીશરો સામે " ક્વીટ ઇંડીયા" હિંદ છોડો આંદોલન શરૂ કર્યુ હતું . આવતી ૯મીઓગસ્ટ ૨૦૨૨ના દિવસે તેને એંસી વર્ષ પુરા થશે. મોદીજી અને સૌ દેશવાસીઓ ! ચાલો આપણે ભારત તોડોને બદલે ભારત જોડોનું આંદોલન ચોક્કસ શરૂ કરીએ. હીંદુ મુસલમાન જેવી ધાર્મીક વિભાજનકારી ઓળખને બદલે ' અમે ભારતના લોકો' ફક્ત ભારતીય ઓળખને વિકસાવીએ, દેશને મજબુત કરીએ.( સૌ. સન્ડે એક્ષપ્રેસ લેખ A New Red Line નો સારંશ.)

IS IT HOPING AGAINST HOPE! WHAT DO YOU THINK!

 


--

Saturday, June 11, 2022

વૈશ્વીક સ્તર પર ભારતની યુની.ઓની ગુણાત્મક સ્થિતી.

વૈશ્વિક સ્તર પર ભારતની યુનીવર્સીટીઓની ગુણાત્મક સ્થિતી.

વીશ્વની ટોચની ૧૫૦ યુનીવર્સિટોમાં કહેવાતા વિશ્વગુરૂ દેશ ભારતની એકપણ યુનીવર્સીટીનું નામ નહી!. વીશ્વસ્તરની પ્રથમ ૨૦ યુની.ઓ માં પ્રથમ ૯ અમેરીકાની. ઉપરાંત અમેરીકાની કુલ ૨૦૧ યુની. ટોપ વિશ્વસ્તરની. ઇગ્લેંડની કુલ ૯૦ ને ચીનની કુલ ૭૧ યુની. વૈશ્વીક સ્તરની. (With nine universities in global top 20, US continues to dominate QS World University Rankings -Overall, 201 US universities have been ranked in the QS 2023 report, the highest globally, followed by the United Kingdom's 90 and China's 71 universities, News I. Ex dated 9th June 22.)

અમેરીકાની મેસેચ્યુટસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (MIT)  વીશ્વની સર્વશ્રૅષ્ઠ પ્રથમ નંબરની યુની. છેલ્લા ૧૧ વર્ષોથી છે. આ દેશની વીશ્વમાં પ્રથમ ૧૦માંથી બીજી ચાર સ્ટેન્ડફોર્ડ (૩), હાર્ડવર્ડ (૫), કેલીફોર્નીઆ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (૬) યુની. ઓફ શીકાગો (૧૦) છે. એક સમયે જ્યારે આપણા દેશમાંથી આરબીઆઇના ગવર્નર ડૉ રઘુરાજન, ઉર્જીત પટેલ, નોબેલ વિજેતા ડૉ અમર્તસેન ( નાલંદા યુની.)વી. હાર્ડવર્ડ, શીકાગો અને યુકેની જુદી જુદી યુની.માં પરત જતા રહ્યા ત્યારે મોદી સાહેબે જણાવ્યું હતું કે " આપણે હાર્ડવર્ડની નહી પણ હાર્ડવર્કની ( સખત પરિશ્રમની) જરૂર છે."

 ક્યુએસ વર્લ્ડ યુની. રેન્કીંગ પ્રમાણે આપણા દેશની બેંગ્લોરની ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયંસ ૧૫૫ નંબરે આ વર્ષે આવ્યું છે. ગઇસાલ તેનો નંબર ૧૮૬મો હતો.IIT Bombay 172, IIT Delhi 174, IIT Madras 250, IIT Kanpur 264 નંબરો વૈશ્વીક સ્તરની યુનીવર્સીટોઓમાં છે.

વૈશ્વીક સ્તરની એકથી દસનંબરની યુનીં.નો સ્કોર એમઆઇટી નો ૧૦૦ છે યુકેની યુની. ક્રેમબ્રીજ વીશ્વસ્તરમાં બીજા નંબરે છે તેનો સ્કોર ૯૮.૮ છે. ઓક્ષફર્ડ ચોથા નંબરે છે. સૌથી દસમાનંબરનો સ્કોર ૯૩ છે. આપણી બેંગલોર IISC નો સ્કોર ૩૭.૬ છે જેનો નંબર ૧૫૫મો વૈશ્વીક સ્તરપર છે.

ક્યુએસ વર્લ્ડ યુની. રેન્કીંગ સંસ્થાના પસંદગીના માપદંડોમાં –

સદર સંસ્થાએ વિશ્વની કુલ ૧૪૦૦ યુની. ની ૧૦,૦૦૦ માણસોનો સ્ટાફ રોકીને  નીચેના માપદંડો ( Parameters)ના આધારે પોતાનું સંશોધન કરીને તારણો જાહેર કરેલ છે. વૈશ્વીક કક્ષાના જુદા જુદા ૧,૩૦૦૦૦ વિષય નિષ્ણાતોની સેવા આ સંસ્થાએ લીધેલ છે. યુની.ની પ્રતિષ્ઠા બહારના ઔધ્યોગીક જગતમાં નોકરી ને વિષય નિષ્ણાત કારકીર્દીમાં કેવી છે તેનો રીપોર્ટ પણ સંસ્થાએ એકત્ર કરેલ છે. છેલ્લા પાંચ વર્ષોમાં યુની, તરફથી બહાર પાડવામાં આવેલ તમામ બૌધ્ધીક સંશોધન પેપરોની સંખ્યા ને ગુણવત્તોઓને પણ સંસ્થાએ નજરઅંદાજ કરેલ નથી.

આ બધામાં યુની. ઓક્ષફર્ડ યુની. દ્રારા કોવીડ –૧૯ અંગે જે વેકસીનનું સંશોધન કરેલ છે તેની સંપુર્ણ માનવજાત રુણી છે. જેમાંથી ભારતની સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇંડીયા ' કોવોશિલ્ડ' નામની વેક્ષીનના કરોડો બલ્બ બનાવીને  માનવજાતની સેવા કરેલ છે. (Oxford-AstraZeneca Covid vaccine) બેંગ્લોરના ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયંસે કોવીડ–૧૯ના સમયગાળામાં ઓક્ષીસજન સિલીંડર, વેન્ટીલરટર્સના ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં જનહિતાય કક્ષે ઉપલબ્ધ બનાવીને પ્રસંશનીય કામ કરેલ છે. (The research around Covid-19 vaccination, oxygen cylinders and ventilators, among others, has helped startups in healthcare.) બેંગ્લોરની સદર સંસ્થાએ વૈશ્વીક શૈક્ષણીક સ્તરના પ્રતીવર્ષે અઅશરે ૫૫ થી ૭૦ સંશોધન પેપરો બહાર પાડેલ છે. યુની. કોલેજ ઓફ લંડને છેલ્લા પાંચ વર્ષોમાં પંદરલાખ આંતરરાષ્ટ્રીય કક્ષાના સંશોધન પેપરો બહાર પાડેલ છે. અમેરીકાની વૈશ્વીક કક્ષાની ટોપની દસમાંથી આઠ યુની. ના દરેક ફેકલ્ટી મેમ્બરે વૈશ્વીકકક્ષાના સંશોધન પેપરો રજુ કરેલ છે. એકલી હાર્ડર્વડ યુની.  છેલ્લા પાંચ વર્ષોમાં ૧,૬૫૨૦૧ રીસર્ચ પેપરો પ્રકાશીત કરેલ છે.

 ઇન્ડીયન એક્ષપ્રેસના પત્રકારે બંગ્લોરની સદર યુની. ને એકજ વર્ષમાં વૈશ્વીક યુની. ના ૧૮૮મા નંબરેથી ૧૫૫નો નંબર એકજ વર્ષમાં પ્રાપ્ત કરવાનું કારણ શું?

સંસ્થાના ફીઝીક્સના પ્રો. અરિદંમ ઘોષનું નિરિક્ષણ છે કે છેલ્લા પાંચ વર્ષમાં મારી સંસ્થાએ  તમામ પ્રકારના બાંધકામથી માંડીને વિધ્યાર્થીઓ, ટિચીંગ સ્ટાફ, સંશોધન માટેની તમામ જરૂરી સાધનો અને સેવાઓ તથા જરૂરી લેટેસ્ટ ઓનલાઇન સુવીધાઓનું માળખું વૈશ્વીક કક્ષાનું લગભગ બનાવી દીધું છે. અમને પ્રોત્સાહીત કરનારી એ હકીકત છે કે મારા યુવાન ફેકલ્ટી મેમ્બર્સે પોતાના સંશોધન પેપરો ખુબજ મોટી સંખ્યામાં પ્રકાશિત કરેલ છે. આ ક્ષેત્રમાં સંશોધનમાં કામ કરતી સંસ્થા ક્યુએસના વડા  શ્રી વીલીયમ બારબેરીનું તારણ છે કે આ બેંગ્લોરની સંસ્થા મારા તમામ માપદંડો દ્ર્રારા મુલ્યાંકન કરતાં ખુબજ યોગ્ય સાબીત થઇ છે. સદર સંસ્થાના સેન્ટર ફોર ઇકોલોજીકલ સાયંસના વડાનું તારણ ખુબજ મહત્વનું છે. શ્રી ટી. વી. રામચંદ્ર્નનનું તારણ છે કે અમારી સફળતાનું કારણ, અમને બધાને સંસ્થા તરફથી  મળતી કામ કરવાની કોઇપણ જાતની દખલગીરી સિવાયની સ્વતંત્રતા, મુક્ત મને આયોજન કરવાની સત્તા અને  તે પ્રમાણે નિર્ણય કરીને અમલમાં મુકવાની સત્તા– જેનું બીજુ નામ સહકારભરી નોકરશાહી વલણ કહેવાય તે છે.(With a cooperative bureaucracy).

ભારતના કે અન્યદેશોનો વિધ્યાર્થોઓએ પરદેશમાં કઇ યુની.માં પ્રવેશ મેળવવો તે માટે આ બધા વાસ્તવીક (Objective) માપદંડો ખુબજ મદદરૂપ થાય તેમ છે.

 (૧) શૈક્ષણીક પ્રતીષ્ઠા કે કીર્તી(Educational Reputation) ER , (૨) વિધ્વતાપુર્ણ પ્રતીષ્ઠા(Academic Reputation AR) (૩) યુની.  વહીવટકર્તાઓની સમાજમાં આબરૂ (Employer Reputation ER) (૪) શૈક્ષણીક સ્ટાફનો વિધ્યાર્થીઓ સંબંધીત પ્રમાણ (Faculty /Student Ratio FSR)(૫)પરેદેશી ટીચિંગસ્ટાફ, પરદેશી વિધ્યાર્થોની યુની.માં કુલ સંખ્યા, ( Foreign Students Faculty & Students ratio ) (૬) પ્રતિવર્ષે યુની. શૈક્ષણીક સ્ટાફ પ્રકાશીત રીસર્ચ પેપરોની સંખ્યા, (Total Research Papers).

અનુક્રમે એમઆઇટી (યુએસએ) કેમ્બીજ (યુકે.) ને આઇ આઇ એસ ઇની યુની ફોટા મુકેલ છે.

 

આપણા દેશ અને ગુજરાત જેવા રાજ્યોમાં ઉચ્ચ શિક્ષણ ને સામાન્ય શિક્ષણની શી સ્થિતી છે? મોદી શાસનના સને ૨૦૧૪ થી ૨૦૧૯ સુધીમાં કેન્દ્ર સરકારના કુલ જીડીપી ના ફક્ત ત્રણ ટકાથી ઓછા નાણાં શિક્ષણ માટે વાપરવામાં આવેલ હતા. સને ૨૦૨૨–૨૩ મોદીસરકારે ૨.૬૭ ટકા જીડીપીના શિક્ષણ ક્ષેત્રમા ફાળવ્યા હતા. જ્યારે  માંગણી ૮ થી ૯ ટકા જીડીપી ની હતી.

દેશમાં વિજ્ઞાન, સંશોધન અને શિક્ષણ ક્ષેત્રે ગ્રાન્ટ આપતી સંસ્થાનું નામ છે યુની. ગ્રાન્ટ કમીશન. તે દેશની જુદી જુદી યુની, ઇસરો વિ જેવી સંસ્થાઓને નાણાંકીય મદદ કરેછે. તેમાં ડીપાર્ટમેંન્ટ ઓફ સાયંસ એન્ડ ટેકનોલોજી ની પહેલી ફેબ્ર્આરી ૨૦૨૨ના રજુ કરેલ બજેટમાં નાણાં મંત્રીએ ૬૭ કરોડની ગ્રાંટ ઓછી કરી નાંખી છે. ડીપાર્ટમેંટ ઓફ બાયોટેકનોલોજીનિ ગ્રાંટ ૩૫૦૦ કરોડમાંથી ૨૫૦૦કરોડ આશરે ૧૦૦૦ કરોડ ઓછી કરી નાંખી છે. કાઉન્સીલ અફ સાયંસટીફીક રીસર્ચની ગ્રાંટ ૫૦૦ કરોડ ઓછી કરી નાંખી છે.

ગુજરાત સરકારના વિધાનસભા સમક્ષ રજુ કરેલા  આંકડા મુજબ પ્રાથમિકશાળામાં હજારોની સંખ્યામાં શિક્ષકો નથી. તેવી જ સ્થીતી પ્રાથમીક સ્કુલના ઓરડાઓની છે. નવા ભરતી થયેલ તમામ શિક્ષકોને ફીક્ષ પગાર પાંચવર્ષ સુધી આપવામાં આવે છે. શિક્ષણમાં ફલજ્યોતીષ, કર્મકાંડ, અને ગીતાના અધ્યાયોનું શિક્ષણ ગુરૂકુલ ને અન્ય વિધ્યાલયોમાં આપવાની યોજનાઓનો અમલ કરવાનું વિચારાઇ રહ્યું છે. ગુજ સરકારે જાહેરમાં ભુવા– જાગરીયાનું બહુમાન કર્યું છે તેવાપણ સમાચાર છે. સૌરાષ્ટ્રના કેટલાક ધારાસભ્યો જાહેર પ્રજાલક્ષી કાર્યક્રમમાં પ્રથમ ધુણતા બતાવાયા છે. રાજ્યઓ અને કેન્દ્ર સરકાર સરકાર સંચાલિત તમામ શૈક્ષણીક સંસ્થાઓના વહીવટ અને નાણાંકીય જવાબદારીમાંથી હેતુ પુર્વક પીછેહઠ કરી રહી છે. ઉચ્ચશિક્ષણના  રોજબરોજના સંચાલનમાં સત્તાકીય દખલગીરી ટોચની કક્ષાએ પહોંચી ગઇ છે.   ઉચ્ચશિક્ષણના ક્ષેત્રે બૌધ્ધીક સ્વતંત્રતા ( Academic Freedom) આધારીત કામ કરવું તે વર્તમાન શાસકોના રાજ્યમાં એક દિવાસ્વપ્ન બની ગયું છે.Bottom of Form

 

 

 

 

 


--

Friday, June 10, 2022

તમે કેવી રીતે નાસ્તીક કે નિરઇશ્વરવાદી બન્યા?



         તમે કેવી રીતે નાસ્તીક કે નિરઇશ્વરવાદી બન્યા?

 શું જવાબ છે તમારી પાસે?

(1)     હું પહેલાં,મારો જન્મ હિંદુ અથવા મુસ્લીમ કે ખ્રીસ્તી વિ.ધર્મમાંથી ગમેતે એક ધર્મમાં આસ્થા રાખનારાવાળા મા– બાપને ત્યાં થયેલો હતો. પછી જે તે જન્મ સાથે મળેલ ધર્મ ત્યજી દિધો ને હું નાસ્તીક બની ગયો. Why you became ex-religious?  તમે શા માટે નાસ્તીક બન્યા?

(2)    મારા મા– બાપ બંને અથવા બે માંથી એક નાસ્તીક હોવાને કારણે હું નાસ્તીક બન્યો.

(3)    હું રેશનાલીસ્ટ છું માટે નાસ્તીક છું. શું રેશનાલીઝમ અને નાસ્તીકતા એક જ છે? હા, તો કેમ? ના , તો કેમ?

(4)    ઇશ્વરનો ઇન્કાર, ચમત્કારના પર્દ્દાફાશ, વૈજ્ઞાનીક અભિગમનો પ્રચાર પ્રસાર બસ આટલું મારૂ કાર્યક્ષેત્ર છે. પણ એક ગુજરતી કે ભારતીય તરીકે મને નરેન્દ્ર મોદીનું હિંદુત્વવાદી નેતૃત્વ, ઉગ્ર હિંદુત્વવાદી પરિબળો દ્રારા થઇ રહેલ  ભારતીય સમાજના ધર્મ આધારીત ધ્રુવિકરણમાં મને લેશ માત્ર વાંધો નથી. આપણો દેશ હિંદુ રાષ્ટ્ર બને તેમાં મને વાંધો નથી એટલું જ નહી પણ તેનો સક્રીય ટેકેદાર છું. બલ્કે હું તે બધા પ્રવાહોનો ચાલકપણ છું.

(5)    શું તમે રેશનાલીઝમ ને જ માનવવાદ ગણો છો?. તમારા મત પ્રમાણે રેશનાલીઝમ અને નાસ્તીકતામાં તફાવત ન હોય તો તેનો અર્થ એ ખરો જ કે નાસ્તીક ને માનવવાદી વચ્ચે કોઇ તફાવત હોઇ શકે નહી?

(6)    નાસ્તીક બન્યા પછી તમારી વૈચારીક ભુમીકા કોઇ છે ખરી? એટલે વળી શું?

(7)    દા:ત ફાસીવાદી કે નાઝીવાદી હિટલર નાસ્તીક હતો, સામ્યવાદી સરમુખત્યાર સ્ટાલીન નાસ્તીક હતો. માર્કસવાદનો પ્રણેતા કાર્લ માર્કસે ધર્મને અફીણ સાથે સરખાવી વિશ્વના તમામ માનવીય હિતોનું  ભૌતીકવાદી અર્થઘટન નાસ્તીક તરીકે કર્યું હતું. ચાર્લસ ડાર્વીને નાસ્તીક, ભૌતીકવાદી ને ઉત્ક્રાંતીવાદી વૈજ્ઞાનીક હોવાને કારણે નાસ્તિક હતો. જેણે પૃથ્વી પરના તમામ સજીવો ઇશ્વરી સર્જન નથી તે સાબીત કર્યું હતું.

(8)    વિનાયક દામોદર સાવરકર આર એસ એસના આધ્યસ્થપક પણ નાસ્તીક અથવા નિરઇશ્વરવાદી હતા. વાસ્તવિકતાને ઢાંકપિછોડા કરવા અને સાવરકરના વ્યક્તીત્વ બચાવવા એમ કહેવામાં આવે છે કે તે હિદું નાસ્તીક હતા. શું સાવરકરની હિંદુ નાસ્તીકતા અને તેમના સર્જન આર એસ એસની વિચારસરણી અને કાર્યો એક જ છે ?

(9)    પાકિસ્તાનના સ્થાપક મહંમદ અલી ઝીણા નાસ્તીક હતા. ઇસ્લામમાં જેને વર્જય ગણયું છે તેવી બધી ખાણી પીણી ઝીણાની હતી.

(10)આયન રેન્ડ કે રેન Ayn Rand (અમેરીકન) જે મુક્ત મુડીવાદી અર્થવ્યવસ્થાની જબ્બરજસ્ત ટેકાદાર હતી તેણી પોતાની જાતને રેશનાલીસ્ટ ને નાસ્તીક ગણાવી હતી. શું રેશનાલીઝમ ને ખરેખર કોઇ  વિચારસરણી હોય તો તે અને આયન રેનની મુક્ત મુડીવાદી અર્થવ્યવસ્થાના ટેકાવાળી રાજકીય વિચારસરણી બંનેમાં કેટલી સામ્યતા અને વિરોધાભાસ?

(11) રીચાર્ડ ડોકીન્સ, સેમ હેરીસ, જેમ્સ રેન્ડી અને ક્રીષ્ટોફર હીચેન્સ વિ, ઉગ્ર નિરઇશ્વરવાદીઓ છે જે બધા વિશ્વની તમામ રાજ્ય સરકારોને કોઇ સંબંધ ધર્મો, ધાર્મીક પ્રવૃત્તીઓ અને તેના સંચાલકોને ન હોવો જોઇએ તેમ સ્પષ્ટ માને છે. તે અંગે વિશ્વવ્યાપી જાગૃતતા લાવવા પ્રયત્નશીલ છે.

 

(12)            દરેક ધર્મનીરપેક્ષ માનવવાદી ( Secular Humanist) સહજ રીતે નિરઇશ્વરવાદી કે નાસ્તીક હોય જ .પણ દરેક નાસ્તીક ધર્મનીરપેક્ષ માનવવાદી ન હોય.

(13)            શું પોલકુત્સનો ધર્મનીરપેક્ષ માનવવાદ ( Secular Humanist) અને એમ.એન. રોયનો માનવકેન્દી માનવવાદ(Radical Humanism)  બંને વચ્ચે કેટલી સામ્યતા અને કેટલો વૈચારીક તફાવત?

(14)            અંતમાં આ બધામાં હું અને તમે ક્યાં ઉભા છીએ?

(15)             


http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com

Tuesday, June 7, 2022

“ નફરતી ભાષણબાજી રાષ્ટ્ર અને રાષ્ટ્રહિતના પગમાંજ કુહાડો મારે છે.”

 " નફરતી ભાષણબાજી રાષ્ટ્ર અને રાષ્ટ્રહિતના પગમાંજ કુહાડો મારે છે."

 ( "Hate speech hurts the nation and the national interest" આજના ઇ. એકસપ્રેસના તંત્રી લેખનું મથાળું)

મોદી સરકારે આરબ દેશોમાંના એક નાના સરખા દેશ કુવેત પાસે માફી માંગી છે. કેમ? શું થયું આ છપ્પન ઇંચની છાતી રાધવતા ભાજપના નેતાની સરકારને? ગઇકાલે રવિવાર ને દિવસે વિધ્યુત વેગે ભાજપના મોવડી મંડળે તાત્કાલીક  પોતાના પક્ષના ટોચની કક્ષાના બે નેતાઓ નામે, નુપુર શર્મા અને નવીન જીંડાલ છે તે બંનેને પોતાના પક્ષના પ્રાથમીક સભ્યપદેથી તથા પક્ષમાં ધરાવતા તમામ હોદ્દા પરથી સસપેન્ડ કરી દીધા છે. કયો રાજકીય ધંધો આ બે ભાજપી નેતોઓએ પક્ષ અને દેશની વિરૂધ્ધનો કર્યો?  જે ધંધો દિલ્હીના સર્વોચ્ચ પક્ષીય નેતાઓથી માંડીને  સ્થાનીક શહેર કે ગ્રામ્ય કક્ષાના સદર પક્ષના હોદ્દેદારો ચોવીસ કલાક અને સાતેય દિવસ ન કરતા હોય? આ સસપેંડ થયેલા બંને નેતાઓ સામે યુએપીએ ને રાષ્ટ્રદ્રોહની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવશે કે નહી તેની માહિતી હજુ ગૃહમંત્રાલયમાંથી પ્રાપ્ત થઇ નથી !

બંને સસપેંડ કરવામાં આવેલા ભાજપી નેતાઓએ ટીવી પર ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પેયગંબર સાહેબ અંગે એટલી બધી ધાર્મીક નિંદા કરી કે જેને કારણે સમગ્ર આરબ મુસ્લીમ જગતના તમામ દેશો ભારત સાથેના તમામ રાજકીયથી માંડીને આર્થીક, સામાજીક વિ. સંબંધો તોડી નાખવાના નિર્ણય પર આવી જાય તો નવાઇ નહી! આપણા દેશના ઉપરાષ્ટ્રપતી માનનીય શ્રી એમ વૈકટૈયા નાયડુ કુવેતના પાટનગર દોહાની મુલાકાતે ગયા છે. ત્યારે કુવેતની સરકારે બધાજ સન્માનીય શિષ્ટાચાર બાજુપર મુકીને સદર ધાર્મીક ટીકાના સંદર્ભમાં જે કહેવાનું હતું તે એટલું સ્પષ્ટ કહી દીધુ છે. ( In the diplomatic embarrassment that Vice-President M Venkaiah Naidu had to suffer while on an official visit to Qatar — the Indian envoy was summoned and lectured to — is the second lesson.)

ઇન્ડીયન એક્ષપ્રેસના તંત્રી લેખમાં વડાપ્રધાન મોદી, પક્ષ પ્રમુખ જેપી નડડા વિ, ની સખત ટીકા કરતાં લખ્યું છે કે ભલે તમારી સરકાર મુસ્લીમ મતોની ચિંતા કર્યા સિવાય સને ૨૦૧૪ અને ૨૦૧૯માં સત્તા પર આવી છે. પણ ત્યારથી તમારા પક્ષની રેન્ક એન્ડ ફાઇલ સવાર સાંજ દરરોજ મુસ્લીમ લઘુમતીઓ સામે  નફરત ફેલાવવાનું કામ કરે છે, ત્યારે તમે બધા ઇરાદાપુર્વકનું ગર્ભીત મૌન સેવીને સંમતી આપ્યા કરો છો.  પેલા તમારા પક્ષના સ્ટ્રીટ સોલજર્સને વિશ્વાસ બેસી ગયો છે કે સત્તાકીય સરકાર, પોલીસતંત્ર અને કાયદો અમને કશું કરવાનો નથી. પેલી હરીદ્રારની ધર્મસંસદમાં મુસ્લીમોના નરસંહારની ખુલ્લે આમ તરફેણ કરનારાઓની બદમાશી હિંમતને કેવી રીતે ન્યાયી ઠેરવશો? દરેક મુસ્લીમ વિરોધી હિંસાજનક ઉશ્કેરણી કાયદાના શાસનની વિરૂધ્ધ બેલગામ બની જાય છે ત્યારે તેના પછીનું કૃત્ય વધારે પાશવી, હિંમતપુર્વકનું, અમાનવીય અને લગભગ લોહીયાળ બની જતું હોય છે. (Result: Every such act that is allowed to go unpunished and uncensured emboldens the next.)

 

તેનો અર્થ એ ન સમજતા કે તમારી સરકાર ફક્ત દેશના હિંદુઓની જ સરકાર છે? તમને એ પણ ખબર ન હોય તો જાણી લો કે વીશ્વમાં ભારત સૌથી બીજા નંબરની વસ્તી ધરાવતો મુસ્લીમ દેશ છે. મોદી સરકાર, તમારે એ સાબીત કરવું પડશે અને તે પણ વૈશ્વીક કક્ષાએ કે તમારા શબ્દો અને કાર્યોથી (it needs to show by word and deed) કે તમારી સરકાર બધી જ કોમોની છે. મુસ્લીમ કોમ સામેની નફરત અને ધાર્મીક ધિક્કારને વ્યવસ્થિત વૈચારીક રીતે તમારા બધાના પાલનપોષણથી સંવર્ધન (Nurture)કરવામાં આવેલ છે.

મોદીજી, તમારા પક્ષે તાત્કાલીક નુપુર શર્મા અને નવીન જીંડાલને પક્ષમાંથી કાઢવાનો નિર્ણય એટલા માટે મજબુરીથી લેવો પડયો છે કે સમગ્ર મુસ્લીમ જગતમાં તેના પડઘા ભયંકર પડવા માંડયા છે. જે ભારત દેશના તમામ સંબંધો આ દેશો સાથે  કાયમી જોખમો પેદા કરનારા બની જવાની સ્ફોટક શક્યતા ધરાવે છે.આપણા વિદેશ પ્રધાન એસ જયશંકરે વિશ્વના તમામ દેશો સમક્ષ ભારતની જે મુઠી ઉચેરી છાપ ઉભી કરી હતી તેને આ બે નેતોની ત્રીસ સેંકડની ટીવી પરની ક્લ્પીંગે  જમીનદોસ્ત કરી નાંખી છે.

 મોદીજી, તમાર સરકાર ભીત ભુલે છે જો એમ સમજતી હોય કે આવી ક્પીલીંગ અને બે નેતાઓને પક્ષમાંથી સસપેન્ડ કરવાથી મુસ્લીમ જગત તમને માફી બક્ષી દેશે એ વાત ભુલી જજો. સત્તાપક્ષના સભ્યોના મોઢેથી લઘુમતી કોમને સતત નિશાન બનાવીને ધિકકાર અને નફરત પુર્વકની બયાન બાજી ક્યારેય માન્ય ન બની શકે! સંપુર્ણ રીતે અને કાયમ માટે અસ્વીકાર્ય જ હોય!.તેના પરિણામો દેશમાટે વિભાજનકારી અને રાષ્ટ્રહીતથી સંપુર્ણ વિરોધી જ છે. આશા રાખીએ કે ખાડી દેશોમાંની આપણા મિત્ર સરકારો પોતાનું શાણપણ અને સ્વસ્થતા આ પ્રસંગને કારણે નહી ગુમાવે!. ( સૌ. ઇન્ડીયન એક્ષપ્રેસના તંત્રી લેખનો ભાવાનુવાદ. તા. ૦૭–૦૬–૨૦૨૨)

તા.ક. અમે પરદેશ સ્થિત, જુદા જુદા દેશોમાં બનેલા સીટીઝન્સને ( મુળ દેશી હિંદુઓને)સારી રીતે ખબર છે અમે બધા નિર્વાસીતો જે તે દેશોમાં લઘુમતીમાં છે. અમારા દેશમાં, મોદી સરકાર સને ૨૦૧૪ સત્તાધીશ બન્યા પછી અને ૨૦૧૯નો સત્તા પટટો રીન્યુ કરાવ્યા પછી ભારતમાં પેદા થયેલ લઘુમતીઓ સામેનું નફરત અને ધિક્કારની માનસીક્તાના બીજ અહીંયાની બહુમતી ધર્મોની પ્રજામાં સક્રીયરૂપ ધારણ કરવા માંડયા છે. સને ૨૦૧૪ પહેલાં મોદીજી, તમને અમેરીકાએ વીસા માટે લાયક ગણયા નહતા. તેના ભવિષ્યના પરિણામોની નોંધ લેવાનું ચુકશો નહી.

 

 


--

Thursday, June 2, 2022

અરે! મારા મીત્ર, તું તો યાર નાસ્તીક છે.

અરે! મારા મીત્ર, તું તો યાર નાસ્તીક છે.

આપણને બે ને કદી બનશે નહી. એક છે ઉત્તર ધ્રુવ અને બીજો છે દક્ષીણ ધ્રુવ. આવા એકદમ તારણ પર આવતાં પહેલાં તું કહે તો ખરો કે નાસ્તીક વ્યક્તી કેવી હોય છે? સમાજમાં અરસપરસના વ્યવહારોમાં આ નાસ્તીક માણસોના સંબંધો કેવા હોય છે? આપણા દેશની સવા અબજની વસ્તીમાં આ નીરઇશ્વરવાદીઓની સંખ્યા કેટલી છે કે જેનાથી  તમે આટલા બધા ગભરાવ છો? શા માટે તેઓના ખુન અને હત્યા કરવા મેદાને પડયા છો? રાજકીય રીતે તેમનો કોઇ પક્ષ છે, તેમના ચુંટાયેલા એમ એલ એ કે એમ પી કેટલા છે?શું તેઓ કોઇ મોટા ઉધ્યોગપતી છે? દેશમાં તેમના કેટલા નાસ્તીક સંગઠનો ગ્રામ્ય,તાલુકા, જીલ્લા, રાજય કે રાષ્ટ્રીય કક્ષાએ છે, જેના વ્યાપ કે વીસ્તારથી તમે આટલા બધા ધુંઆપુઆ થઇ ગયા છો?

 પણ મને ખબર છે તેમના વીચારો અને કાર્યો પેલા જપાનમાં નાગાસાકી અને હીરોશીમા પર પડેલા એટમબોંબ કરતાં પણ વધારે સ્ફોટક છે.અમેરીકામાં આ નાસ્તીકો જુદા જુદા નામે સંસ્થાઓ સ્થાપીને પોતાની પ્રવૃતીઓ કરે છે. અમેરીકાની બધીજ જુદા જુદા ફાંટાવાળી ખ્રિસ્તી ધર્મની સંસ્થાઓએ તેમને ઓળખવા માટે ધર્મનીરપેક્ષ માનવવાદીઓનું( Secular Humanist) એક લેબલ મારેલું છે. તેઓની આ માનવવાદી ચળવળને અમેરીકન ધાર્મીક રૂઢીચુસ્તોએ ' Most dangerous and influential intellectual and anti– religious movement in USA in 21st century.' ઓળખાવી છે. કેમ?

(૧) તેઓએ ઇશ્વરની મદદ સીવાય દરેક સજીવની ઉત્પતી, સંવર્ધન અને વીકાસ વીજ્ઞાનની મદદથી સમજાવ્યો છે.તેને ખુબજ મોટા પ્રમાણમાં વૈશ્વીક સતત સ્વીકૃતી મળતી રહી છે. આવા ધર્મનીરપેક્ષ સંશોધનો, રીસર્ચ, અને શોધખોળોની મદદથી જ આપણે બધા ૨૧મી સદી સુધી પહોંચ્યા છે.

(૨) બાયબલ, કુરાન અને ગીતાકે રામાયણના ઉપદેશો અને તથ્યોનો ખુબજ વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત બારીકાઇથી અને ઉંડાણથી અભ્યાસ કરીને તે બધાજ ધર્મગ્રંથોની મર્યાદાઓને પ્રકાશીત કરી છે. તેમાંથી બોધપાઠ લઇને ધર્મ અને ઇશ્વરના આધાર સીવાયની નૈતીકતાનો ટેકો લઇને પોતાનું જીવન જીવે છે.

( ૩)  નાસ્તીકોના ધર્મનીરપેક્ષ નેતીક વ્યવહાર( Secular morality)નો આધાર તેની તર્કવીવેક શક્તી (રેશનાલીટી)માં સમાયેલો છે.તેની નૈતીકતાનો આધાર ઇશ્વરી ભય, મૃત્યુ પછીનો પાપ–પુન્ય, પુર્વજન્મ– પુન:જન્મ કે ઇશ્વરના પૃથ્વીપરના એજંટો નક્કી કરતા નથી.

(૪) માનવીય રેશનાલીટી કે તર્કવીવેક શક્તીનું સર્જનમાં કશું દૈવી કે ઇશ્વરી નથી. પણ તેનું સર્જન દરેક સજીવની જીવવા માટેની અદ્મય ઇચ્છા તથા કુદરતી પરીબળોના નીયમોની સમજમાંથી પેદા થયેલ છે. આવી રેશનાલીટી અન્ય સજીવો કીડી, હાથી, સીંહ વી. માં પણ જોવા મળે છે. માનવીના નૈતીક વ્યવહારની જરૂર મર્યા પછી સ્વર્ગ, મોક્ષ કે જન્નત માટે બીલકુલ જરૂરી નથી. કારણકે તે બધુ વાસ્તવીક આધાર વીનાનું કાલ્પનીક કે તરંગી છે. રેશનલ નૈતીક વ્યવહારની જરૂર અહીંયા સારુ, સુખી અને સમૃધ્ધ જીવન જીવવા જરૂરી છે.

(૫) આમ, ધર્મનીરપેક્ષ માનવવાદીઓ, નાસ્તીકો, નીરઇશ્વરવાદીઓ અને સંશયવાદીઓના જીવનના પાયાના ત્રણ આદર્શો છે. એક,વર્તમાન જીવનને જ મહત્વ, બે,અબાધીત સ્વતંત્રતા( unconditional freedom)અને ત્રણ, આ જીંદગીમાં જ સુખ (તે ભૌતીકવાદી પણ ભોગવાદી કે આધ્યાત્મીક નહી) મેળવવા યથાર્થ પ્રયત્ન ( Life ,Liberty, and Pursuit of Happiness)કરવો.

(૬) માનવ સહીત કોઇપણ સજીવનું આ જીવન એક જ જીવન છે. તેના પહેલાં કોઇ જીવન હતું નહી અને મૃત્યુ પછી પણ કોઇ જીવન નથી. તેથી જે કોઇ સર્જન આ દેશ અને દુનીયામાં છે તે માનવીય પ્રયત્નોની ભૌતીકસુખની જરૂરીયાતમાંથી પેદા થયું છે. કુટુંબથી માંડીને જુદાજુદા સામાજીક, ધાર્મીક, રાજકીય કે આર્થીક જુથોની રચનાઓ માનવીય હીતો માટે,માનવની તર્કવીવેકશક્તી અથવા રેશનાલીટી મદદથી થયેલી છે. જે સંબંધો માનવ સર્જીત હોય તેમાં માનવીની જરૂરીયાત પ્રમાણે સુધારો વધારો કે ફેરફાર કરવામાં આવે તેમાં કશું અનૈતીક, અધાર્મીક કે ઇશ્વરની મરજી વીરૂધ્ધનું કેવી રીતે કહેવાય? માનવીને સુખ, આનંદ,મોજ માટે માનવીય સંબંધો બનાવવાના હોય છે. મૃત્યુ પછીના જીવન માટે નહી. માનવી તરીકે જીવવું એટલે આનંદ માટે ભૌતીક સુખ માટે જીવવું. પણ સુખ અકરાંતીયા,બેફામ કે શરીરને નુકશાન કરે તે રીતે પોતાને કે અન્યને નુકશાન પહોંચાડે તેવી જીવન પધ્ધતીમાં રહેલું નથી.

(૭) આત્મા અને શરીર બે જુદી ચીજ હોય તેમ કોઇ રેશનાલીસ્ટ સ્વીકારતો નથી. માનવ મન કે હ્યુમન બ્રેઇન તે ભૌતીક શરીરનો એક ભાગ જ છે. માનવીય સભાનતા કે ચેતના શરીરના ભૌતીક નાશ સાથે નાશ જ પામે છે. તેથી માનવીય યાદશક્તી પણ ભૌતીક નીપજ છે. જે ભૌતીક શરીરના નાશ સાથે નાશ પામે છે. આ માનવ જીવન સહીત જે કાંઇપણ છે તે બધું જ ભૌતીક છે.અને તેને માનવીય બુધ્ધી કે સમજથી સમજાવી શકાય તેમ છે. કદાચ કોઇ બનાવ, કોયડો કે પ્રસંગ આજની માનવીય સમજ પ્રમાણે ન સમજાવી શકાય તેનો અર્થ એવો નથી કે તેમાં કશું દૈવી કે ઇશ્વરીય છે અને માનવીય ઇન્દ્રીય સમજ, અનુભવથી પર છે.આવતી કાલે માનવીય સર્જનની નવી શોધખોળોથી તે બધા પ્રશ્નો પણ ચોક્કસ ઉકેલાઇ જશે. માનવ સંશોધન તે એક સતત ચાલતી પ્રક્રીયા છે.

(૮) આવા માનવવાદીઓના અંગત અને અરસપર સંબંધો ખુબજ પ્રેમાળ, ઉષ્માભર્યા અને વિશ્વાસપાત્ર હોય છે. કારણકે સંબંધો પેદા કરવામાં અને ટકાવી રાખવામાં કોઇ હરીફાઇ, સત્તા, માલીકીભાવ, ઉંચનીચ,કાળાગોરા અથવા તો બીજી કોઇ નીજી ખેવના ખુલ્લી કે પ્રછન્ન હોતી નથી. આ સંબંધો ફક્ત અને ફક્ત માનવીય હોય છે. તે માનવીય અનુકંપાથી છલોછલ ભરેલા હોય છે. તે માનવીય હોવાથી તે જ્ઞાતી, જાતી, ઉંચનીચ, કાળાગોરા,ધર્મ, સંપ્રદાય, પ્રદેશ કે લીંગભેદ (gender differences)નાતફાવતો, ભાવનાત્મક અને વાસ્તવીક રૂકાવટોથી બીલકુલ સો જોજન દુર હોય છે.

(૯) ધર્મનીરપેક્ષ માનવવાદી વીચારો અન્ય સાથે રજુ કરવાનો અભીગમ અને પ્રયત્નો બીલકુલ જ્ઞાન આધારીત શાંતીમય,સહકારમય અને એકબીજાનું ગૌરવ જળવાઇ રહે તે પ્રમાણેના હોય છે. તેમાં કશું સંઘર્ષમય કે ઉગ્રપણુ હોતું નથી. કારણકે સામા માનવીને પણ જ્ઞાન આધારીત સમજાવવામાં આવે તો તે પણ પોતાની રેશનાલીટીથી નૈતીક રીતે સારુ શું કે ખોટું શું તેનો નીર્ણય કરી શકવા સક્ષમ હોય છે.

 

 


--