Saturday, June 11, 2022

વૈશ્વીક સ્તર પર ભારતની યુની.ઓની ગુણાત્મક સ્થિતી.

વૈશ્વિક સ્તર પર ભારતની યુનીવર્સીટીઓની ગુણાત્મક સ્થિતી.

વીશ્વની ટોચની ૧૫૦ યુનીવર્સિટોમાં કહેવાતા વિશ્વગુરૂ દેશ ભારતની એકપણ યુનીવર્સીટીનું નામ નહી!. વીશ્વસ્તરની પ્રથમ ૨૦ યુની.ઓ માં પ્રથમ ૯ અમેરીકાની. ઉપરાંત અમેરીકાની કુલ ૨૦૧ યુની. ટોપ વિશ્વસ્તરની. ઇગ્લેંડની કુલ ૯૦ ને ચીનની કુલ ૭૧ યુની. વૈશ્વીક સ્તરની. (With nine universities in global top 20, US continues to dominate QS World University Rankings -Overall, 201 US universities have been ranked in the QS 2023 report, the highest globally, followed by the United Kingdom's 90 and China's 71 universities, News I. Ex dated 9th June 22.)

અમેરીકાની મેસેચ્યુટસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (MIT)  વીશ્વની સર્વશ્રૅષ્ઠ પ્રથમ નંબરની યુની. છેલ્લા ૧૧ વર્ષોથી છે. આ દેશની વીશ્વમાં પ્રથમ ૧૦માંથી બીજી ચાર સ્ટેન્ડફોર્ડ (૩), હાર્ડવર્ડ (૫), કેલીફોર્નીઆ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (૬) યુની. ઓફ શીકાગો (૧૦) છે. એક સમયે જ્યારે આપણા દેશમાંથી આરબીઆઇના ગવર્નર ડૉ રઘુરાજન, ઉર્જીત પટેલ, નોબેલ વિજેતા ડૉ અમર્તસેન ( નાલંદા યુની.)વી. હાર્ડવર્ડ, શીકાગો અને યુકેની જુદી જુદી યુની.માં પરત જતા રહ્યા ત્યારે મોદી સાહેબે જણાવ્યું હતું કે " આપણે હાર્ડવર્ડની નહી પણ હાર્ડવર્કની ( સખત પરિશ્રમની) જરૂર છે."

 ક્યુએસ વર્લ્ડ યુની. રેન્કીંગ પ્રમાણે આપણા દેશની બેંગ્લોરની ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયંસ ૧૫૫ નંબરે આ વર્ષે આવ્યું છે. ગઇસાલ તેનો નંબર ૧૮૬મો હતો.IIT Bombay 172, IIT Delhi 174, IIT Madras 250, IIT Kanpur 264 નંબરો વૈશ્વીક સ્તરની યુનીવર્સીટોઓમાં છે.

વૈશ્વીક સ્તરની એકથી દસનંબરની યુનીં.નો સ્કોર એમઆઇટી નો ૧૦૦ છે યુકેની યુની. ક્રેમબ્રીજ વીશ્વસ્તરમાં બીજા નંબરે છે તેનો સ્કોર ૯૮.૮ છે. ઓક્ષફર્ડ ચોથા નંબરે છે. સૌથી દસમાનંબરનો સ્કોર ૯૩ છે. આપણી બેંગલોર IISC નો સ્કોર ૩૭.૬ છે જેનો નંબર ૧૫૫મો વૈશ્વીક સ્તરપર છે.

ક્યુએસ વર્લ્ડ યુની. રેન્કીંગ સંસ્થાના પસંદગીના માપદંડોમાં –

સદર સંસ્થાએ વિશ્વની કુલ ૧૪૦૦ યુની. ની ૧૦,૦૦૦ માણસોનો સ્ટાફ રોકીને  નીચેના માપદંડો ( Parameters)ના આધારે પોતાનું સંશોધન કરીને તારણો જાહેર કરેલ છે. વૈશ્વીક કક્ષાના જુદા જુદા ૧,૩૦૦૦૦ વિષય નિષ્ણાતોની સેવા આ સંસ્થાએ લીધેલ છે. યુની.ની પ્રતિષ્ઠા બહારના ઔધ્યોગીક જગતમાં નોકરી ને વિષય નિષ્ણાત કારકીર્દીમાં કેવી છે તેનો રીપોર્ટ પણ સંસ્થાએ એકત્ર કરેલ છે. છેલ્લા પાંચ વર્ષોમાં યુની, તરફથી બહાર પાડવામાં આવેલ તમામ બૌધ્ધીક સંશોધન પેપરોની સંખ્યા ને ગુણવત્તોઓને પણ સંસ્થાએ નજરઅંદાજ કરેલ નથી.

આ બધામાં યુની. ઓક્ષફર્ડ યુની. દ્રારા કોવીડ –૧૯ અંગે જે વેકસીનનું સંશોધન કરેલ છે તેની સંપુર્ણ માનવજાત રુણી છે. જેમાંથી ભારતની સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇંડીયા ' કોવોશિલ્ડ' નામની વેક્ષીનના કરોડો બલ્બ બનાવીને  માનવજાતની સેવા કરેલ છે. (Oxford-AstraZeneca Covid vaccine) બેંગ્લોરના ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયંસે કોવીડ–૧૯ના સમયગાળામાં ઓક્ષીસજન સિલીંડર, વેન્ટીલરટર્સના ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં જનહિતાય કક્ષે ઉપલબ્ધ બનાવીને પ્રસંશનીય કામ કરેલ છે. (The research around Covid-19 vaccination, oxygen cylinders and ventilators, among others, has helped startups in healthcare.) બેંગ્લોરની સદર સંસ્થાએ વૈશ્વીક શૈક્ષણીક સ્તરના પ્રતીવર્ષે અઅશરે ૫૫ થી ૭૦ સંશોધન પેપરો બહાર પાડેલ છે. યુની. કોલેજ ઓફ લંડને છેલ્લા પાંચ વર્ષોમાં પંદરલાખ આંતરરાષ્ટ્રીય કક્ષાના સંશોધન પેપરો બહાર પાડેલ છે. અમેરીકાની વૈશ્વીક કક્ષાની ટોપની દસમાંથી આઠ યુની. ના દરેક ફેકલ્ટી મેમ્બરે વૈશ્વીકકક્ષાના સંશોધન પેપરો રજુ કરેલ છે. એકલી હાર્ડર્વડ યુની.  છેલ્લા પાંચ વર્ષોમાં ૧,૬૫૨૦૧ રીસર્ચ પેપરો પ્રકાશીત કરેલ છે.

 ઇન્ડીયન એક્ષપ્રેસના પત્રકારે બંગ્લોરની સદર યુની. ને એકજ વર્ષમાં વૈશ્વીક યુની. ના ૧૮૮મા નંબરેથી ૧૫૫નો નંબર એકજ વર્ષમાં પ્રાપ્ત કરવાનું કારણ શું?

સંસ્થાના ફીઝીક્સના પ્રો. અરિદંમ ઘોષનું નિરિક્ષણ છે કે છેલ્લા પાંચ વર્ષમાં મારી સંસ્થાએ  તમામ પ્રકારના બાંધકામથી માંડીને વિધ્યાર્થીઓ, ટિચીંગ સ્ટાફ, સંશોધન માટેની તમામ જરૂરી સાધનો અને સેવાઓ તથા જરૂરી લેટેસ્ટ ઓનલાઇન સુવીધાઓનું માળખું વૈશ્વીક કક્ષાનું લગભગ બનાવી દીધું છે. અમને પ્રોત્સાહીત કરનારી એ હકીકત છે કે મારા યુવાન ફેકલ્ટી મેમ્બર્સે પોતાના સંશોધન પેપરો ખુબજ મોટી સંખ્યામાં પ્રકાશિત કરેલ છે. આ ક્ષેત્રમાં સંશોધનમાં કામ કરતી સંસ્થા ક્યુએસના વડા  શ્રી વીલીયમ બારબેરીનું તારણ છે કે આ બેંગ્લોરની સંસ્થા મારા તમામ માપદંડો દ્ર્રારા મુલ્યાંકન કરતાં ખુબજ યોગ્ય સાબીત થઇ છે. સદર સંસ્થાના સેન્ટર ફોર ઇકોલોજીકલ સાયંસના વડાનું તારણ ખુબજ મહત્વનું છે. શ્રી ટી. વી. રામચંદ્ર્નનનું તારણ છે કે અમારી સફળતાનું કારણ, અમને બધાને સંસ્થા તરફથી  મળતી કામ કરવાની કોઇપણ જાતની દખલગીરી સિવાયની સ્વતંત્રતા, મુક્ત મને આયોજન કરવાની સત્તા અને  તે પ્રમાણે નિર્ણય કરીને અમલમાં મુકવાની સત્તા– જેનું બીજુ નામ સહકારભરી નોકરશાહી વલણ કહેવાય તે છે.(With a cooperative bureaucracy).

ભારતના કે અન્યદેશોનો વિધ્યાર્થોઓએ પરદેશમાં કઇ યુની.માં પ્રવેશ મેળવવો તે માટે આ બધા વાસ્તવીક (Objective) માપદંડો ખુબજ મદદરૂપ થાય તેમ છે.

 (૧) શૈક્ષણીક પ્રતીષ્ઠા કે કીર્તી(Educational Reputation) ER , (૨) વિધ્વતાપુર્ણ પ્રતીષ્ઠા(Academic Reputation AR) (૩) યુની.  વહીવટકર્તાઓની સમાજમાં આબરૂ (Employer Reputation ER) (૪) શૈક્ષણીક સ્ટાફનો વિધ્યાર્થીઓ સંબંધીત પ્રમાણ (Faculty /Student Ratio FSR)(૫)પરેદેશી ટીચિંગસ્ટાફ, પરદેશી વિધ્યાર્થોની યુની.માં કુલ સંખ્યા, ( Foreign Students Faculty & Students ratio ) (૬) પ્રતિવર્ષે યુની. શૈક્ષણીક સ્ટાફ પ્રકાશીત રીસર્ચ પેપરોની સંખ્યા, (Total Research Papers).

અનુક્રમે એમઆઇટી (યુએસએ) કેમ્બીજ (યુકે.) ને આઇ આઇ એસ ઇની યુની ફોટા મુકેલ છે.

 

આપણા દેશ અને ગુજરાત જેવા રાજ્યોમાં ઉચ્ચ શિક્ષણ ને સામાન્ય શિક્ષણની શી સ્થિતી છે? મોદી શાસનના સને ૨૦૧૪ થી ૨૦૧૯ સુધીમાં કેન્દ્ર સરકારના કુલ જીડીપી ના ફક્ત ત્રણ ટકાથી ઓછા નાણાં શિક્ષણ માટે વાપરવામાં આવેલ હતા. સને ૨૦૨૨–૨૩ મોદીસરકારે ૨.૬૭ ટકા જીડીપીના શિક્ષણ ક્ષેત્રમા ફાળવ્યા હતા. જ્યારે  માંગણી ૮ થી ૯ ટકા જીડીપી ની હતી.

દેશમાં વિજ્ઞાન, સંશોધન અને શિક્ષણ ક્ષેત્રે ગ્રાન્ટ આપતી સંસ્થાનું નામ છે યુની. ગ્રાન્ટ કમીશન. તે દેશની જુદી જુદી યુની, ઇસરો વિ જેવી સંસ્થાઓને નાણાંકીય મદદ કરેછે. તેમાં ડીપાર્ટમેંન્ટ ઓફ સાયંસ એન્ડ ટેકનોલોજી ની પહેલી ફેબ્ર્આરી ૨૦૨૨ના રજુ કરેલ બજેટમાં નાણાં મંત્રીએ ૬૭ કરોડની ગ્રાંટ ઓછી કરી નાંખી છે. ડીપાર્ટમેંટ ઓફ બાયોટેકનોલોજીનિ ગ્રાંટ ૩૫૦૦ કરોડમાંથી ૨૫૦૦કરોડ આશરે ૧૦૦૦ કરોડ ઓછી કરી નાંખી છે. કાઉન્સીલ અફ સાયંસટીફીક રીસર્ચની ગ્રાંટ ૫૦૦ કરોડ ઓછી કરી નાંખી છે.

ગુજરાત સરકારના વિધાનસભા સમક્ષ રજુ કરેલા  આંકડા મુજબ પ્રાથમિકશાળામાં હજારોની સંખ્યામાં શિક્ષકો નથી. તેવી જ સ્થીતી પ્રાથમીક સ્કુલના ઓરડાઓની છે. નવા ભરતી થયેલ તમામ શિક્ષકોને ફીક્ષ પગાર પાંચવર્ષ સુધી આપવામાં આવે છે. શિક્ષણમાં ફલજ્યોતીષ, કર્મકાંડ, અને ગીતાના અધ્યાયોનું શિક્ષણ ગુરૂકુલ ને અન્ય વિધ્યાલયોમાં આપવાની યોજનાઓનો અમલ કરવાનું વિચારાઇ રહ્યું છે. ગુજ સરકારે જાહેરમાં ભુવા– જાગરીયાનું બહુમાન કર્યું છે તેવાપણ સમાચાર છે. સૌરાષ્ટ્રના કેટલાક ધારાસભ્યો જાહેર પ્રજાલક્ષી કાર્યક્રમમાં પ્રથમ ધુણતા બતાવાયા છે. રાજ્યઓ અને કેન્દ્ર સરકાર સરકાર સંચાલિત તમામ શૈક્ષણીક સંસ્થાઓના વહીવટ અને નાણાંકીય જવાબદારીમાંથી હેતુ પુર્વક પીછેહઠ કરી રહી છે. ઉચ્ચશિક્ષણના  રોજબરોજના સંચાલનમાં સત્તાકીય દખલગીરી ટોચની કક્ષાએ પહોંચી ગઇ છે.   ઉચ્ચશિક્ષણના ક્ષેત્રે બૌધ્ધીક સ્વતંત્રતા ( Academic Freedom) આધારીત કામ કરવું તે વર્તમાન શાસકોના રાજ્યમાં એક દિવાસ્વપ્ન બની ગયું છે.Bottom of Form

 

 

 

 

 


--