Wednesday, February 5, 2025

વિનાયક દામોદરસાવરકર આર એસ એસ, ભાજપ ને મોદી સલ્તનત માટે “  પવિત્ર પણ દુઝણી ગાય છે.”


વિનાયક દામોદર સાવરકર આર એસ એસ, ભાજપ ને મોદી સલ્તનત માટે પવિત્ર પણ દુઝણી ગાય છે."

ઐતીહાસીક પત્રકાર અરુણ શૌરીએ તેના નવા પુસ્તક " THE NEW ICON- SVARKAR AND FACTS " ભારતરત્ન સાવરકરના દંભ ને કહેવાતા સત્યોનો પર્દાફાશ તેમના પોતાના લખાણો અને પુરાવાને આધારે કરેલ છે. અરુણ શૌરીએ પોતાનો કેસ મજબુત કરવા ૬૦૦ દસ્તાવેજી પુરાવા સાવરકરના પોતાના લખાણોમાથી  ભેગા કરલે છે.લેખના અંતમાં રજુ કરેલ આકાશ બેનરજીની યુ ટયુબમાં અરુણ શૌરીનો એક કલાક થી વધારે સમયનો ઇન્ટરવ્યુ રજુ કરેલ છે. જે હકીકતો સત્યો કરતાં ચોંકાવનરી છે.

શું સાવરકરે માર્સેલ્સમાં પોતાના પૌરાણિક ભાગી જવાનો પ્રયાસ કર્યો ત્યારે તોફાની સમુદ્રનો સામનો કર્યો હતો? શું ગાંધીજી અને તેઓ લંડનમાં 'મિત્રો તરીકે' સાથે રહ્યા હતા જેમ કે સાવરકરે ગાંધીજીની હત્યાના કેસ દરમિયાન દાવો કર્યો હતો? શું તેઓ આંદામાનમાં જેલરોની ક્રૂરતાને કારણે મુસ્લિમોનો વિરોધ કરતા હતા? અંગ્રેજોને કરેલી તેમની 'દયા અરજીઓ'નો શું અર્થ થાય છે? શું તેમણે અંગ્રેજો માટે 'રાજકીય રીતે ઉપયોગી' બનવાનું વચન આપ્યું હતું અને અંગ્રેજોએ પણ તેમની મુક્તિ માટે જે શરતોની માંગણી કરી ન હતી તે સ્વીકારી હતી? ભારત છોડો ચળવળ દરમિયાન, શું સાવરકરે અંગ્રેજોને 'સંપૂર્ણ હૃદયથી સહકાર' આપવાનું વચન આપ્યું હતું? તેમણે અંગ્રેજો પાસેથી શું માંગ્યું હતું? શું સાવરકરે સુભાષ બોઝને તે માર્ગ બતાવ્યો હતો જે નેતાજીએ અનુસર્યો હતો?

 

સાવરકરે હિન્દુ ધર્મ વિશે, આપણી માન્યતાઓ વિશે અને 'પવિત્ર ગાયો' વિશે, હિન્દુઓ જે ગ્રંથોને પવિત્ર માને છે તેના વિશે શું વિચાર્યું હતું? શું આપણા લોકો સાવરકરે જાળવી રાખેલા હિન્દુત્વથી ભરેલા છે? તેમણે કેવા પ્રકારના રાજ્યની કલ્પના કરી હતી? શું આજે ગાંધીજી - એક મોટી અસુવિધાને દૂર કરવા માટે સાવરકનું પુનરુત્થાન થઈ રહ્યું છે?

 

"ધ ન્યૂ આઇકોન" માં, અરુણ શૌરી સાવરકરના પુસ્તકો, નિબંધો, ભાષણો, નિવેદનોમાં ઊંડા ઉતરીને આ અને અન્ય પ્રશ્નોના જવાબ આપે છે. તેઓ બ્રિટિશ સરકારના આર્કાઇવ્સ ખોદે છે. તેઓ આપણને સમકાલીન રેકોર્ડ્સમાંથી પસાર કરે છે. અને એવા તથ્યો શોધી કાઢે છે જે તમને આશ્ચર્યચકિત કરશે.

યુટયુબ ચેનલ- https://www.youtube.com/watch?v=OXNFtChrtdw

--

માનવી નૈતિક છે કારણકે તે તર્કવિવેકબુધ્ધીથી વિચારે છે.


માનવી નૈતિક છે કારણકે તે તર્કવિવેકબુધ્ધીથી વિચારે છે.

 (The man is moral because he is rational. M.N. Roy)

આપણે સૌ પ્રથમ વિચારીએ કે માનવીય નૈતિકતા એટલે શું? બીજું એ પણ યાદ રાખીએ કે માનવીય નૈતિકતા અને ધાર્મીક નૈતિકતા વચ્ચે આભજમીનનો તફાવત છે.માનવીય નૈતિક વ્યવહાર માનવ માનવ વચ્ચે હોય છે.જયારે ધાર્મિક નૈતિક વ્યવહાર માનવી અને કપોળકલ્પિત ઇશ્વર અને માનવીના મૃત્યુ પછીના સારા જીવન માટે હોય છે.તેથી માનવીય નૈતિકતા ધર્મનિરપેક્ષ ( Secular Morality) છે.ધર્મથી બિલકુલ સ્વતંત્ર છે, વિમુખ છે. આમ ધાર્મિક નૈતિકતાને કોઇ સંબંધ માનવ માનવ વચ્ચે ન હોઇ શકે!

   દા.ત કુંભમેળામાં અડધી રાત્રે ડુબકી મારનાર ટોળાએ જે કામ કર્યુ તેમાં બાજુવાળા ડુબકી મારનારા સાથે કોઇ ધાર્મીક કે નૈતીક સંબંધ ન હતો. અરે! તે ધંધામાં મદદ કરનારા કે આયોજન કરનારા યોગી આદિત્યનાથ સાથે પણ સ્નાનસુતકનો સાતમી પેઢીએ પણ સંબંધ ન હતો.પણ તેને ધાર્મિક નૈતિકતાએ ગળથુથીમાંથી શીખવાડેલું કે પોતાના બંગલાકે ફેલ્ટના બાથરુમના શાવર કરતાં ગંગાની ડુબકીમાં મોક્ષ અપાવવાની તાકાત છે.ભલે બંને પાણી રાસાયાણિક રીતે તો H2O ના જ બનેલા હોય છે!

   આવી ધાર્મીક નૈતિકતામાં મોક્ષ અપાવવાની તાકાત વિદયુતવેગી કે પ્રકાશની પ્રતિ સેકંડ ઝડપ કરતાં એટલી વધારે છે કે ડુબકી મારનાર આપણી બહેનો, માતાઓ, તેમની પડોશમાં રહી ગયેલી બહેનપણી કે અન્યના નામો જેવાકે સાવિત્રી, તારા, કપિલા,વિ.નામો ની યાદ કરીને ધડાધડ ડુબકીઓ મારવા માંડે તો તે બધાનો પણ જે તે ના મૃત્યુ પછી  મોક્ષ થઇ જાય." આવી છે ધાર્મિક નેતિકતા". તેનો વેપલો કરનારને દિલ્હી અને લખનૌની ગાદી મળે તેમાં નવાઇ કોને લાગે?

  માનવીય નૈતીકતા ઐહીક કે દુન્યવી છે. તેનો વિકાસ જૈવીક ઉત્કરાન્તિના સંઘર્ષમાંથી અનેક તબક્કાવાર ક્રમશ: વિકસેલો છે. આવી ધર્મનિરપેક્ષ નૈતીકતાના મુળ માનવ માનવ વચ્ચેના દુન્યવી કે ભૌતિક સહકારમાં અંતર્ગત રહેલાં છે. જીજીવિષા ટકાવી રાખવાના ભૌતિક સંધર્ષમાં જંગલી હિંસક પશુઓ અને વિઘાતક કુદરતી પરિબળો સામે અન્ય સહમાનવોના સહકારમાં ધર્મનિરપેક્ષ નૈતિકતા કે નિરઇશ્વરવાદી નૈતીકતાના મુળ રહેલાં છે.સમુહ જીવન, સહકાર,પ્રેમ, લાગણી, મમતા,બાળકો ને વડીલો પ્રત્યે કુદરતીસહજ હકારાત્મક અભીગમ વિ,નૈતિક ગુણો, સાથે જીવવા ને રહેવામાંથી વિકસેલા છે. ઇશ્વરદત્ત બિલકુલ નથી. કુદરતી નિયમબધ્ધતાને સમજવા માટે કુંભમેળામાં ડુબકી મારવાની જરુર બિલકુલ નથી. પરંતુ ઇન્દ્રીયજન્ય અનુભવ( પાંચ ઇન્દ્રીયો) અને તેના દ્વારા મગજને મળેલ સંદેશો જેનાથી શોધાયેલ સત્ય જેને આપણે સદ્વિવેકબુધ્ધી( Process of cognition to derive truth)ને રેશનાલીટી તરીકે ઓળખીએ છીએ તેને આધારે જે નિર્ણય કરવામાં આવે તેને ધર્મનિરપેક્ષ નૈતીકતા કહેવાય..

ધર્મનીરપેક્ષતા, નિરઇશ્વરવાદી કે નાસ્તિક નૈતિકતાથી માનવીએ અન્ય સહકારથી બે શાશ્વત સત્યો શોધી કાઢયા છે. એક માનવીનો જન્મ અન્ય સજીવોની માફક કોઇ ઇશ્વરી તુકકાનું પરિણામ નથી જ.પણ લાખો વર્ષોના સજીવોના જૈવીક સંઘર્ષનું પરિણામ છે. સદર સજીવોની જીજીવિષાની નિર્જીવમાંથી સજીવની ઉત્પત્તિથી શરુ થયેલી સાંકળનો કોઇ અંકોડો કે મણકો,પછી એક કોષી જીવથી માનવ સુધીના બહુકોષી જીવ સુધી અતુટ છે. તમામ સજીવોની જન્મથી શરુ કરીને મૃત્યુ સુધીની જૈવિક પ્રક્રીયામાં ઇશ્વર અને તેના પ્રતિનિધીઓની કે દલાલો જેવા કોઇ બાહ્ય પરિબળોની પ્રવેશ ક્યારેય હોતો નથી તે ચાર્લસ ડાર્વીને તેના પુસ્તક " Origin of Species" માં સાબીત કરી દિધુ છે. તે વિષયને આપણે જીવશાસ્ર તરીકે ઓળખીએ છીએ.

કોપરનીકસ, ગેલેલીઓ, સર આઇઝેક ન્યુટનથી શરુ થયેલી કુદરતી પરિબળોને તેના નિયમોથી સમજવાની અને તે નિયમો સમજીને તે બધાનો ઉપયોગ માનવ સુખાકારી માટે કરવાનું મિશન આજે પણ અવિરત રીતે ચાલુ જ છે. ભૌતીક વાસ્તવિકતા ( Physical Realism) એ છે કે જેમ સજીવના સર્જનમાં કોઇ ઇશ્વરીકે બાહ્ય તત્વની દખલગીરી નથી તેવી જ રીતે કુદરતને તેનું સંચાલન નિયમબધ્ધ છે.તમામ કુદરતી ઘટનાઓ જેવી કે વરસાદ, ધરતીકંપ, પવન, તમામ અવકાશી ગ્રહોનીગતિ, વિ. નિયમ આધારીત છે. કોઇ ઇશ્વરી કે દૈવી દખલગીરીથી મુક્ત છે. તે જ્ઞાન આધારીત  હોવાથી માનવીય સમજથી ઉપર નથી.

માનવીય નૈતીકતા ઇશ્વરી દખલગીરીથી મુક્ત છે. તેનો આધાર રેશનાલીટી છે. આજથી આશરે બે હજાર પાંચસો વર્ષ પહેલાં થઇ ગયેલા ગ્રીક તત્વજ્ઞાની એપીકયુરસે કહેલું કે " હું મારા જેવા અન્ય માનવીને ઇશ્વરને ખુશ કરવા મદદ કરતો નથી. પણ તેનાથી મને આનંદ મળે છે માટે  હું સહમાનવીઓને મદદ કરું છું. તે મારી માનવીય નૈતીકતા છે.

-------------------------------------------------The End-------------------------------------------------

 

 

 

 

 

  

 

--

તા-12 મી જાન્યુઆરીનો ગોધરા રેશનલિસ્ટ શિબિરનો બિપિન શ્રોફનીસ્પીચ માટેના વીષયની  નોંધ.  

વ્યક્તિ અને સમાજની સમસ્યાઓના ઉકેલ માટેનો જ્ઞાન આધારિત ઉપાય-રેશનલીજમ (તર્કવિવેકશક્તિ)( Rationalism means reliance on REASON).1

(1)   સ્વતંત્રતાની લડતમાં  સફળતાનો આધાર માનવીની તર્ક વિચારશક્તિ પર આધાર-માનવીય સ્તર પર જૈવિક સંઘર્ષ આટલે ઉચ્ચસ્તર પર સ્વતંત્રતા માટેનો સંઘર્ષ – સત્ય  કુદરતીપરિબળોનના  સંચાલનના નીયમો સમજીને વ્યક્તિગત અને સામાજિક જીવન સલામત સમૃદ્ધ બનાવવું.- ભૌતિક અને માનસિક જજીરોમાંથી ક્રમશ: મુક્તિ-

(2)    ઇંદ્રિયજન્ય અનુભવ અને તર્કબુદ્ધિનો ઉપયોગ- જ્ઞાનનો આધાર તર્ક બુદ્ધિ -માનવ પ્રગતિનો મુખ્ય આધાર-પણ તર્ક બુદ્ધિ –

(3)   વ્યક્તિ અને સમાજના નૈતિક ધોરણોમાં સુધારા માટેનો મુખ્ય પ્રતિનિધિ તર્ક વિવેકબુદ્ધિ – માનસિક મુક્તિ -નાગરિકને સામાજિક, રાજકીય આર્થીક  સ્વવલંબનનો આધાર. માનવી પોતાનો જેટલા પ્રમાણમાં  માર્ગદર્શક બને તેટલા પ્રમાણમાં  તે મુક્ત- તર્ક વિવેકશક્તિ જૈવિક ઉત્ક્રાંતિની દેન છે.અન્ય સજીવોમાં  તે વિકસેલી છે.  તેને અનુભવમાંથી શીખવાડે છે.

(4)     માનવસ્વભાવ અને કુદરતી પરિબળો "કાર્ય કારણ નિયમોને આધીન – વૈજ્ઞાનિક અભિગમનો ઉપયોગ- તર્કવિવેક શક્તિ માનવ જીવનનો અતર્ગત ભાગ-  દરેક વસ્તુ પાછળ કારણ જવાબદાર છે તે રીતે વિચારવાની ટેવ- સત્ય શોધવામાં મદદ કરે છે. પ્રત્યક્ષ જ્ઞાનવાદ ( positivism ) અને સમજ શક્તિનો સરવાળો-એટલે તર્ક વિવેકશક્તિ-

(5)   ઇન્દ્રિયોએ મગજને પૂરી પડેલ માહિતીને આધારે અનુમાન તારવવાની શક્તિ-સતત ઉત્ક્રાંતિમાંથી વિકસતી ગઈ.સદર શક્તિ જે સજીવોમાં વિકસી તે જૈવિક સંઘર્ષમાં  ટકી રહી બાકીની નાશ પામી.જૈવિક નિયમબદ્ધતા એટલે "વિચારશક્તિ " reason " આત્મસભાનતા આત્મ નિરીક્ષણને વિકસાવે છે." તર્કવિવેક શક્તિનું લક્ષણ જૈવિક છે. કશું દૈવી નથી. માનવીના સ્વભાવમાં સ્વછંદીપણું કે સંયમી જીવન બંને માંથી શું પસંદ કરવું તે માનવીની તેની  વીકસેલી તર્કવિવેકબુદ્ધિ  આધારિત છે.

(6)   દરેક સજીવ જીવ બચાવવા સ્વાર્થી  હોય છે.સ્વાર્થીપણા ના નિયમન માટે રાજ્ય સત્તા જેવુ બાહ્ય પરિબળ જરૂર છે.

(7)    Moral development  consists of the subordination of competitive or egoistic impulses to the cooperative or altruistic ones. Self- approval against social approval.            

તા-12 મી જાન્યુઆરીનો ગોધરા રેશનલિસ્ટ શિબિરનો બિપિન શ્રોફની સ્પીચ માટેના વીષયની  નોંધ.

 


--

મારા ફેસબુકના સાથી મિત્રોમાટે બ્રેઇન  સ્ટ્રોમીઇંગ સેશન-

મારા ફેસબુકના સાથી મિત્રો માટે બ્રેઇન  સ્ટ્રોમીઇંગ સેશન-

(1)  હિન્દુ ધર્મ સિવાય બીજા કયા કયા ધર્મોમાં આત્માના ખ્યાલને તેના આધારીત પુર્વજન્મ, વર્તમાન જન્મ અને પુનર્જન્મની માન્યતા છે? શું વિશ્વના તમામ ધર્મો પ્રત્યક્ષ કે પરોક્ષ રુપે ઇશ્વરી સર્જન નથી?

(2)  હિન્દુ ધર્મ સિવાય બીજા કયા કયા ધર્મોમાં પોતાના જ ધર્મના અનુયાઇને, સહધર્મીને પ્રાણીથી બદ્તર સદીઓથી જીવાડવામાં ઇશ્વરી ન્યાય છે તેવું સ્વીકારીને તે બધાની સાથે પણ શોષણખોર માનવીય વ્યવહાર હિન્દુ ઉજળીયાતો તરફથી તેવા સહધર્મીઓ સાથે કરવામાં આવે છે.

(3)  ભગવદ્ ગીતાના અધ્યાય બીજો શ્લોક ૨૩માં "  આત્મા" ની વિભાવનાના લક્ષણો બતાવવામાં આવ્યા છે. " નૈનં છિન્દન્તિ, શસ્રાણી નૈનં દહંતિ પાવક;

ન ચેનં કલેદયન્ત્યાપો ન શોષાયતિ મારુત. "

(4)  આત્મા જન્મ લેતો નથી, મૃત્યુ પામતો નથી, શસ્રો તેને છેદી શકતા નથી, અગ્નિ તેને બાળી શકતો નથી,પાણીમાં તેને ડુબાડી શકાતો નથી,ને વાયુ તેને ઉડાડી શકતો નથી. ફક્ત હિન્દુ ધર્મ(?)વાળાના શરીરમાં તે કયારે દાખલ થાય છે ને મૃત્યુ સમયે જુના દેહ કે ખોળાયામાંથી નીકળી ને નક્કી કરેલા પુર્વજન્મના કર્મો પ્રમાણે નવા શરીરમાં પ્રવેશી જાય છે. આવા આત્માના સ્થળાંતરનો ધંધો કોણ ને કેવી રીતે કરાવે છે તેની કોને ખબર છે?

(5) અંગ્રેજીમાં તેને માટે સરસ શબ્દ ક્રાંતિકારી વિચારક એમ. એન. રોયે પોતાની દલીલમાં વાપર્યો છે. "Trans-migration of soul". શું તે અશરીરી છે? ભૌતિક લક્ષણો ધરાવતો નથી.

(5)  શું હિન્દુ સ્રીના શરીરમાં તે સ્રી–બીજમાં આત્મા સ્વરુપે હોઇ શકે ખરો?

(6)  શું હિન્દુ પુરુષના શરીરમાં પુરુષ–વીર્ય આત્મા સ્વરુપે હોઇ શકે ખરો?

(7)  દરેક સજીવ નામે ભૌતીક કે અભૌતીક? ફક્ત સ્રી–બીજ કે પુરુષ– બીજ થી સ્વતંત્ર રીતે એકબીજાના સંયોજન સિવાય કે ફલીનીકરણ સિવાય ગર્ભધારણ શક્ય છે? માનવગર્ભના ફલીનીકરણ પછી ૩૦ થી ૪૫ દિવસમાં હ્રદયના ધબકારા (પ્લસ) સંભળાય છે. તેને શું કહીશું? આત્માનો પ્રવેશ થઇ ગયો?

(8)  માનવ સહિત કોઇપણ સજીવમાં આત્માનો ક્યારે પ્રવેશ થાય છે? ફલીનીકરન સમયે? જન્મ સમયે? ગર્ભનાળ કાપ્યા પહેલાં પછી?

(9)  માનવ મગજમાં રહેલી  સ્મરણ શક્તિ, સ્મૃતિ કે યાદદાસ્તાન( memory) ભૌતિક કે દૈવી,અશરીરિ, દિવ્ય, ઇશ્વરપ્રેરીત વિ. માનવ ભૌતિક શરીર જો નાશવંત હોય તો શરીરના નાશ સાથે સ્મરણ શક્તિ જે ભૌતીક શરીર નો જ એક ભાગ હોય તો તે પણ નાશવંત કે નહી?

સાથીઓ, આપના પ્રત્યુતર પછી મારો લેખ વિગતે રજુ કરીશ.


--

Tuesday, January 28, 2025

કોણ કહે છે મારુ ( ડોનાલ્ડ ટ્રમ્પ ) અને ભારતના વડાપ્રધાન મોડી( Mr. Modi)નું ડીએનએ (DNA) જુદું છે?

કોણ કહે છે મારુ ( ડોનાલ્ડ ટ્રમ્પ ) અને ભારતના વડાપ્રધાન મોડી( Mr. Modi)નું ડીએનએ (DNA) જુદું છે?

(૧) અમે બંનેએ ચુંટણી જીતવા જે તે દેશમાં મતદારોનું ધર્મ,રાષ્ટ્રવાદ અને બહુમતી પ્રજા (યુએસએમાં ગોરી પ્રજા અને મતદારો) અને ભારતમાં મિસ્ટર મોડીએ બહુમતી પ્રજા ( એટલે હિંદુ બહુમતીપ્રજા અને મતદારોનું)ધ્રુવીકરણ કરીને (મોટાપાયે ઈમોશનલ બ્લેકમેલીગ) બહુમતી મતદારોનો ટેકો લઈને ચુંટણી જીતી છે.

(૨) અમને બંનેને દેશના મુડીપતિઓએ ભરપેટ ડાબા-જમણી બધાજ પ્રકારના નાણાં અને તમામ સાધન સંપત્તિ ચુંટણી જીતવા અમારા ચરણોમાં "લાલ કારપેટ કે જાજમ પાથરી ધરી દિધી હતી. દા.ત મારે ત્યા ઇલોન માસ્ક અને મિસ્ટર મોડીને ત્યાં ગૌતમ અદાણી અને અંબાણી અને બીજા બધા ઇલકોકત્રલ બોનડ્સવાળા તમામ. .  

(૩) ડોનાલ્ડ ટ્રમ્પ એટલે રિપબ્લિકન પાર્ટી અને હું એટલે જ અમેરિકા." મોદી એટલે બીજેપી અને મોદી ઇઝ ઈન્ડીયા. ઈન્ડિયા ઇઝ મોદી.ટ્રમ્પ ઉવાચ: હું ઇશ્વરી પ્રતિનિધિ છું ( the man of God). મને અમેરિકાનું કલ્યાણ (?)કરવા જિસસે મોકલ્યો છે! મોદી ઉવાચ-" હું બા (હીરા બા) ના પેટે જન્મેલો બાઓલૉજીકલ પુત્ર  કે માનવી નથી.હું તો હિંદુ રાજ્યનું સર્જન કરવા ઈશ્વરે મોકલેલો સંદેશવાહક છું.

(4) ટ્રમ્પ ઉવાચ: મિસ્ટર મોડી એ કર્યું તેમ મારે પણ રાજ્યસત્તા ચલાવવા અને તેના પર મારો અંગત કાબૂ સ્થાપિત કરવા દરેક સરકારી અને બિનસરકારી તંત્રો પર મારા વફાદાર ટેકેદારોની નિમણુંક સત્વરે કરી દેવી છે! ભલે મારે ત્યાં તારા જેવું આર એસ એસ ન હોય!

(૫) મિસ્ટર મોડીની માફક મારે મારી વિદેશ નીતી ક્રાંતિકારી બનાવવી પડશે. મોદીએ તેના તમામ પડોશી દેશો સાથે એકદમ દુશ્મનાવટ પેદા કરી છે. મોદીએ તેનો એક પણ પડોશી દેશ જેવાકે શ્રીલંકા, મયનમાર (બર્મા),બંગલાદેશ, ભૂતાન,નેપાલ સિક્કિમ,તિબેટ અને પાકિસ્તાન,ને મિત્ર કહેવાય તેવા સંબંધો રાખ્યા નથી.મારે કેનેડા,મેક્સીકો,અને દક્ષિણ અમેરીકન તમામ દેશો સાથે મિસ્ટર મોડી જેવું  જ કરવું છે.મારા દેશની અંદર મારા નાગરીકોને મે અવ્વલ સમજાવી દીધું છે કે " આપણા સૌ ના દુશ્મનો તમામ લઘુમતીઓ છે જેને ભૂતકાળના રાષ્ટ્ર પ્રમુખોએ બોલાવીને તગડા કરેલ છે."

(૬) મિસ્ટર મોડી, તને હું મારા મનની આખરી વાત પણ કહી દઉ. ધ્યાનથી સાંભળી લે જે.  હું મારા દેશને "અમેરિકા ફર્સ્ટ " બનાવીને પછી હું "વિશ્વ ગુરુ" પણ હું જ બનીશ. મારી પાસે આધિકૃત માહિતી છે કે મારા દેશમાં પ્રતિ દિવસે ૨૪ x ૭ x ૩૬૫ જે દસ્તાવેજી પુરાવા વિના ગેરકાયદેસર આવનાર ૧૦ ભારતીયો હોય છે તેમાં પણ ૪ તો ગુજરાતીઓ હોય છે.સદર કુલ સંખ્યા આશરે ૭ લાખ છે. તારા જ વડાપ્રધાન પદ પ્રાપ્ત કર્યા પછી  " શું તારા  દેશને પેલી ટ્રિલિયન ઈકોનોમી બનાવવાનો એક માત્ર પ્રોજેક્ટ હતો. તે પણ ગેરકાયદેસર ભારતીયોની ડોલરની હેરફેરીમાંથી મદદથી   ? સાવધાન થઇ જ જે. તારા તે દિવસો પૂરા થઇ ગયા .  દિલ્હીના ઇન્ટર નેશનલ  હવાઈ મથકે ઉતરનાર ગેરકાયદેસર તમારા દેશીઓની પહેચાનમાં "હાથમાં બેડીઓ અને પગમાં સાંકળો  હશે!" દક્ષીણ  અમેરીકાના કોલંબિયા દેશના અવૈધ નાગરીકોને ઉપર મુજબના ખાસ ગૌરવ સાથે " માદરે વતન માં રવાના કરી દીધા છે. તે બધાના ફોટા સ્થાનિક દૈનિકોમાં જોયા હશે.

મિસ્ટર મોડી ! બેસ્ટ ઓફ લક " !                    

 

 

  

 

 

  



--

Sunday, January 26, 2025

ગઈ કાલના મારા લેખમાં નવી મળેલ માહિતીની આધારે સુધારો.





ગઈ કાલના મારા લેખમાં નવી મળેલ માહિતીની આધારે સુધારો.
(Rejoinder)
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સોંગદ લીધાની સાથે પ્રથમ કામ કર્યું હોય તો તે હતું.
" એચ-૧-બી વિઝાપર આવેલા મા-બાપથી જન્મેલા બાળકને અમેરિકામાં જન્મને આધારે બંધારણીય અધિકાર કાયદેસરના નાગરીક તરીકે પ્રાપ્ત થાય છે તેને નાબૂદ કરવો." આવા વહીવટી હુકમ પર સહી ટ્રમ્પ સાહેબે કરી દિધી છે. કારણકે સત્તા ભૂખ્યા રાજકારણી તરીકે ચુંટણી દરમ્યાન સત્તા મેળવવા જે મતદારોને બુદ્ધિહિન જે "લોલીપપ " આપવી પડે તે આપવી.
આ ૧૪ મો બંધારણીય સુધારો સને ૯ મી જુલાઇ ૧૮૬૮ લાવવાની ફરજ દેશમાં ચુટાયેલા પ્રતિનિધિઓને પડી હતી.૧૮૬૦માં જે રાષ્ટ્રપ્રમુખ અબ્રેહામ લિંકન "સિવિલવોર " જીતીને ગુલામી નાબૂદ કરી હતી. તે બધાને નાગરિકના તમામ હક્કો સાથે અમેરિકન નાગરીક બનાવવાના હતા. ૧૪મો ક્રાંતિકારી સુધારો શબ્દશઃ આ પ્રમાણે ગુજરાતીમાં છે.
" યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા અથવા નેચરલાઈઝ થયેલા અને તેના અધિકારક્ષેત્રને આધીન, બધા વ્યક્તિઓ યુનાઇટેડ સ્ટેટ્સ અને તે રાજ્યના નાગરિકો છે જ્યાં તેઓ રહે છે. કોઈપણ રાજ્ય એવો કોઈ કાયદો બનાવશે નહીં કે લાગુ કરશે નહીં જે યુનાઇટેડ સ્ટેટ્સના નાગરિકોના વિશેષાધિકારો અથવા રોગપ્રતિકારક શક્તિઓને ઘટાડશે; કે કોઈ પણ રાજ્ય કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના કોઈપણ વ્યક્તિને જીવન, સ્વતંત્રતા અથવા મિલકતથી વંચિત રાખશે નહીં; કે તેના અધિકારક્ષેત્રમાં કોઈપણ વ્યક્તિને કાયદાના સમાન રક્ષણનો ઇનકાર કરશે નહીં."
ટ્રમ્પે સદર વહીવટી હુકમ પર સહી કર્યા પછી જે કાગળ પર શાહી પણ સુકાઈ ન હતી તે પહેલાં દેશના બાવન રાજયોમાંથી બાવીસ રાજ્યોમાં સદર વહીવટી હુકમને પડકારવા માટે પિટિશન દાખલ કરવામાં આવી અને અમેરિકન ફેડરલ કોર્ટે ( દેશની સર્વોચ્ચ અદાલતે ) તેના અમલ પર મનાઈ હુકમ લાદી દીધો છે. અમેરિકા એ ફકત ગોરા લોકોનો દેશ ક્યારેય હતો નહિ અને બની શકશે નહિ. આપણો દેશ વસાહતીઓને હતો, છે અને રહશે. આ અંગે ભૂતપૂર્વ અમેરીકન પ્રમુખ બરાક ઓબામાના આ અતિપ્રસિદ્ધ જગજાહેર વાક્યના અર્થને સમજીએ." My Dear Fellow Americans," " WE ARE AND ALWAYS WILL BE A NATION OF IMMIGRANTS".Barack Obama.
--

Tuesday, December 10, 2024

સને  1948માં  યુનો માં “માનવ અધિકાર ” ઉદઘોષણાઓ ( Declaration ) માં

સને  1948માં  યુનો માં "માનવ અધિકાર " ઉદઘોષણાઓ ( Declaration ) માં મહત્વનું પણ ક્રાંતિકારી અને પાયાનું સૂચન કરવામાં ભારતીય પ્રતિનિધિ હંસાબેન મહેતાનો જે તે સમયે અગત્યનો ફાળો.


માનવ અધિકારોની ચર્ચા માં વાક્ય " All men  are born equal  and  free" એક સર્વસ્વીકૃત અવતરણ વાક્ય તરીકે પસંદ કરવાનું નક્કી થયું હતું. ત્યારે આપણા દેશના ડેલિગેટ હંસાબેન  મહેતાએ તે વાક્યના એક શબ્દમાં સુધારો સૂચવ્યો હતો. જે સર્વાનુમતે સ્વીકારવામાં  આવ્યો હતો. "All  men"  ને બદલે All Human Beings શબ્દો મુકાવીને " Men " શબ્દ પિતૃસત્તાક માનસિકતાનું પ્રતિબિંબ છે  તે સમજાવીને એક વૈશ્વિક સમજ પેદા કરવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.માનવ અધિકારોની ઉદઘોષણામાં તેને કલમ એકમાં મૂકી દેવામાં આવેલ છે. સદર પેટ કમિટીનું " ચેરપર્સન ને બદલે  ચેરલેડી કે મેડમ " તેસમયના અમેરિકન પ્રમુખ રૂઝવેલના પત્નિ Eleanor Roosevelt હતા.

 Women Who Shaped the Declaration- Women delegates from various countries played a key role in getting women's rights included in the Declaration. Hansa Mehta of India (standing above Eleanor Roosevelt) is widely credited with changing the phrase "All men are born free and equal" to "All human beings are born free and equal" in Article 1 of the Universal Declaration of Human Rights.

(કલમ (1) બધા મનુષ્યો સ્વતંત્ર અને ગૌરવ અને અધિકારોમાં સમાન જન્મે છે. તેઓ તર્ક અને વિવેકથી સંપન્ન છે અને તેમણે એકબીજા પ્રત્યે ભાઈચારાની ભાવનાથી વર્તવું જોઈએ કે જેની પાસે તેમના સંરક્ષણ માટે જરૂરી તમામ બાંયધરી છે.

Article 1-All human beings are born free and equal in dignity and rights. They are endowed with reason and conscience and should act towards one another in a spirit of brotherhood which he has had all the guarantees necessary for his defence..



--

Monday, December 9, 2024

મારે ભારત દેશના નાગરિક બનવું છે! ભાગ-2.


  આજે આ લેખ ભાગ-2 માં હું ચર્ચા કરવા માગું છું કે   મને અને તમને નાગરિક બનવામાં કોણ રોકે છે ?  સાથે સાથે એવા ક્યાં ક્યાં પરિબળો છે જે આપણે નાગરિક બનવામાં મદદ કરે છે. તેની પણ ચર્ચા કરવા માગું છું .

મને અને તમને નાગરિક બનવામાં ક્યાં ક્યાં પરિબળો રોકે છે? .

મેં તા-25મી નવેંબરએ "મારે ભારત દેશના નાગરિક બનવું છે! ભાગ-1"લેખ  મારી ફેસબુક ની નવી પોસ્ટ પર મુકેલો છે. તેના અનુસંધાનમાં આ ભાગ -2 તૈયાર કર્યો છે.ઘણા મિત્રોની ધ્યાન બહાર ગયો હશે. તેથી તે જૂનો લેખ પણ આજના લેખના અંતમાં મુક્યો છે.

        આજે તા 8મી ડિસેમ્બરે અંગ્રેજી દૈનિક સન્ડે ઇન્ડિયન એક્સપ્રેસમાં  વૈશ્વિક કક્ષાના માન્ય જાહેર બૌદ્ધિક "યુવલ નોઆ હરારી " હાલ ઈઝરાઈલના હિબ્રુ યુનિ ના ઇતિહાસના પ્રોફેસર સાથે  અનંત ગોયેન્કાએ (Executive Director) આપણા દેશ ની નાગરિકતા બાબતે (અન્ય પ્રશ્નો સાથે) પ્રશ્નોત્તરી પૂછતાં પ્રોફ-યુવલ હરારીએ પોતાના નીચે મુજબના નિરીક્ષણો વાતચીતમાં રજૂ કર્યા હતા.

હું ભારત વિશે જે વિચારું છું તેમાંથી એક એ છે કે આ દેશ મૂળભૂત સામાજિક રીતે  આપણે ખૂબ જ ઉંચનીચમાં શ્રેણીબદ્ધ રીતે વહેંચાઈ ગયેલા છે. કોઈ નાગરિક જ નથી. કર્મચારી-એમ્પ્લોયર; ગુરુ-શિષ્ય;  વૃદ્ધ -યુવાન ;  ભારતમાં હાયરાર્કી મહત્વની છે…તેની સામે  પછી અમેરિકન રીત છે, જે ખૂબ જ આકર્ષક છે અને વિશ્વની કલ્પનાને આકર્ષે છે: ત્યાં સામાજિક રીતે બધું સમાન છે. તો શું સમાનતા એ સાર્વત્રિક મૂલ્ય છે? શું અમેરિકામાં ભારત કરતાં અલગ રીતે વિચારવામાં આવે છે?

સમાનતાનો આદર્શ સમગ્ર વિશ્વમાં ખૂબ જ આકર્ષક છે કારણ કે તે ઊંડા સત્ય પર આધારિત છે. હા, બધા મનુષ્યો અનિવાર્યપણે સમાન છે, જૈવિક રીતે આપણે બધા સમાન છીએ. આપણી પાસે સમાન શરીર છે. આપણી પાસે સમાન માનસિક અને શારીરિક ક્ષમતાઓ છે. ધર્મોના આધાર પર બનેલી સંસ્કૃતિઓ  આ બધા તફાવતો બનાવે છે. ઓહ, તમે આ જૂથમાંથી છો. તમે આ જાતિના છો. તમે આ લિંગમાંથી છો. તેથી તમે ઉચ્ચ છો. પેલા  નીચા છો. આ બધું માનવીની કલ્પના છે. અલબત્ત, માનવીની કલ્પના દુનિયાને બદલી નાખે છે. અમારી કલ્પનાને કારણે, અમે કેટલાક જૂથને વધુ સારું શિક્ષણ, વધુ પૈસા, વધુ હોદ્દા આપીએ છીએ… (તેઓ) વધુ શક્તિશાળી, વધુ શિક્ષિત બને છે. આ બાયોલોજીમાંથી નથી આવતું. આ આપણી કલ્પનામાંથી આવે છે.

તા-25મી નવેંબરનો મારો લેખ-

મારે ભારત દેશના નાગરિક બનવું છે! ભાગ-1.

 મારે આ દેશના હિંદુ બનવું નથી. મુસલમાન પણ બનવું  નથી. ઈસાઈ, જૈન કે બૌદ્ધ કે શીખ પણ બનવું નથી. કેમ ભાઈ આવી વાત કરો છો ?

 શું હું એકી સાથે બે ઓળખને ન્યાય આપી શકું? હું જન્મથી મા-બાપે વારસામાં આપેલ ધાર્મિક ઓળખ અને બીજી બાજુએ  વૈજ્ઞાનિક જૈવિક ઉત્ક્રાતિ ને આધારે ભૌતિક પુરાવા આધારિત મને મળેલ જૈવિક ઓળખ( Biological identity) કે  આ વિશ્વના તમામ માનવીઓ સરખા છે સમાન છે. વિશ્વ પરના આશરે 200 દેશો કરતા વધારે દેશોમાં જીવન જીવતા તમામ માનવીઓની જીવન ટકાવી રાખવાની તમામ જરૂરિયાતો માત્ર માત્ર બિલકુલ સમાન છે એક છે !મને આ લેખ વાંચનાર બતાવી શકશે ખરો કે વિશ્વની આશરે આઠ અબજની વસ્તીમાં હિંદુ જે પ્રાણવાયુ લે છે તેનીથી તે જ દેશનો મુસ્લિમ,ઈસાઈ કે શીખ વિ પ્રાણવાયુને બદલે કાર્બન ડાયોક્સસાઈડ, હાઈડ્રોજેન કે સલ્ફર પોતાના શ્વાસમાં લે છે!  જો ખરેખર જુદા જુદા ધર્મોના ઈશ્વરો પોતાના સર્જેન કરેલા માનવ બીબાઓને તેમના જીવનના ભૌતિક સંચાલન માટે જેવાકે ખોરાક-પચનતંત્ર, શ્વાસો શ્વાસ ની ક્રિયા,પાંચેય ઇન્દ્રિયઓ ( આંખ,નાક,કાન, જીભ અને ત્વચા ),પ્રજોપ્તિ, વી જેવા તંત્રો ના કાર્યો કેમ શૂન્ય એક ટકો પણ ઈશ્વરી તાકાતથી લેશ માત્ર કેમ જુદા રાખી શકતા નથી? 

આપણે જૈવિક રીતે 100% સમાન હોઈએ તો  આપણને જુદા જુદા કૌટુંબિક,જ્ઞાતિ, જાતી, વર્ણ,પ્રદેશ, ભાષા, અને જુદા જુદા ધર્મોના લેબલો આપીને કોણ ભાગલા પડાવે છે? તેમાં હિત કોનું સધાય  છે કે કોનું ભલું થાય છે?નુકશાન કોનું થાય છે? આપણા દેશના કોઈપણ નાગરિકની બીજા અન્ય નાગરિક કરતાં મૂળભૂત જરૂરિયાતો (રોટી,કપડાં અને મકાન વી) કેવી  રીતે જુદી હોઈ શકે? આ બધી મૂળભૂત જરૂરિયાતો ને કોઈ માનવ,અન્ય માનવસર્જિત સંસ્થાઓ કે ધર્મોએ સર્જેલી દીવાલોથી  કોઈ ફેરફાર કરી શકતી નથી.

જ્યાં જ્યાં માનવ રહે છે ત્યાં ત્યાં મુળભૂત જરૂરિયાતો સમાન છે, તેના માટેનો એકબીજાનો સહકાર અને સંઘર્ષ પણ સમાન છે.માનવ તરીકે જીજીવિષા ટકાવવાના સંઘર્ષમાંથી જે માનવીય નીતિ નિયમો વિકસ્યા તે ઐહિક ( secular morality) હતા. આ પૃથ્વીપર  માનવજીવન ટકાવી રાખવા અને વિકસાવવા માટે હતા.તે તમામ ઐહિક નૈતિક વ્યવહારો  મૃત્યુ પછીના જીવન માટે સારી વર્ણમાં પુનર્જન્મ, સ્વર્ગ, મોક્ષ કે મુક્તિ (Salvation )માટે ન હતા.

માનવીય ઐહિક નૈતિકતાનો આધાર ( કયો વ્યવહાર નૈતિક અને કયો અનૈતિક )તે માનવી પોતે પોતાની તર્કવિવેક શક્તિ (rationality)નો ઉપયોગ કરીને પોતાના દુન્યવી સુખ માટે કુદરતી પરિબળોની નિયમબદ્ધતા સમજીને ક્રમશ: વિકસતો ગયો છે .

માનવીય સ્તર પર તેની જીવન ટકાવવાની જીજીવિષા (સ્વતંત્રતા)એટલે એવા તમામ સામાજિક, આર્થિક અને રાજકીય સંસ્થાઓનું સર્જેન જે કુદરતી પરિબળો સામે તેને સતત શક્તિશાળી  બનવામાં  મદદ કરે!

હવે આપણે આપણી જાતને સવાલ પૂછીએ કે ભાઈ કે બહેન ! બોલો! ધર્મ કેન્દ્રી માનવ વ્યવસ્થા અને નાગરિક કેન્દ્રી વ્યવસ્થા બે માંથી શું પસંદ કરશો? કેમ? શાથી? મારા તમારા જીવન જીવવાના અને તેને સમૃદ્ધ કરવા માટે નાગરિક જીવનના  મૂલ્યો પ્રમાણે કેવી રીતે અરસપરસના માનવીય વ્યવહાર અને સંબંધો વિકસાવશો? 

  1. માનવ માત્ર એક હોય તો હિન્દુ વર્ણવ્યવસ્થા આધારિત ચતુર્વર્ણવ્યવસ્થામાં પ્રવર્તમાન સામાજિક અસમાન વ્યવસ્થા અંગે તમારો અભિપ્રાય?

  2. बटेंगे तो कटेंगे? एक है तो सेफ है? 

  3. विधर्मी કોણ? જો બધાજ  નાગરિક હોય તો? નાગરિક તરીકે માનવીની મૂળ કે અસલી ઓળખ ( PRIMORDIAL ) કઈ ?

  4.  વધુ ચર્ચા વાંચકોના જવાબ પર આધારિત રહેશે!      




What yuval noah harari says about India & religion.One of the things that I think about India is that we are a very hierarchical place. Employee-employer; guru-shishya; old-young; hierarchy matters in India… then there's the American way, which is so attractive and captures the imagination of the world: everything is equal. So is equality a universal value? Is it thought about differently in America than in India?The ideal of equality is very attractive all over the world because it is based on a deep truth. Yes, that all humans are essentially the same, biologically we are all the same. We have the same bodies. We have the same mental and physical capabilities. Culture creates all these differences. Oh, you're from this group. You're from this caste. You're from this gender. So you are higher. You are lower. All of this is human imagination. Of course, human imagination changes the world. Because of our imagination, we give some groups better education, more money, more positions… (they) become more powerful, more educated. This is not coming from biology. This is coming from our imagination.



.









મારે ભારત દેશના નાગરિક બનવું છે! ભાગ-1.

 મારે આ દેશના હિંદુ બનવું નથી. મુસલમાન પણ બનવું  નથી. ઈસાઈ, જૈન કે બૌદ્ધ કે શીખ પણ બનવું નથી. કેમ ભાઈ આવી વાત કરો છો ?

 શું હું એકી સાથે બે ઓળખને ન્યાય આપી શકું? હું જન્મથી મા-બાપે વારસામાં આપેલ ધાર્મિક ઓળખ અને બીજી બાજુએ  વૈજ્ઞાનિક જૈવિક ઉત્ક્રાતિ ને આધારે ભૌતિક પુરાવા આધારિત મને મળેલ જૈવિક ઓળખ( Biological identity) કે  આ વિશ્વના તમામ માનવીઓ સરખા છે સમાન છે. વિશ્વ પરના આશરે 200 દેશો કરતા વધારે દેશોમાં જીવન જીવતા તમામ માનવીઓની જીવન ટકાવી રાખવાની તમામ જરૂરિયાતો માત્ર માત્ર બિલકુલ સમાન છે એક છે !મને આ લેખ વાંચનાર બતાવી શકશે ખરો કે વિશ્વની આશરે આઠ અબજની વસ્તીમાં હિંદુ જે પ્રાણવાયુ લે છે તેનીથી તે જ દેશનો મુસ્લિમ,ઈસાઈ કે શીખ વિ પ્રાણવાયુને બદલે કાર્બન ડાયોક્સસાઈડ, હાઈડ્રોજેન કે સલ્ફર પોતાના શ્વાસ માં લે છે!  જો ખરેખર જુદા જુદા ધર્મોના ઈશ્વરો પોતાના સર્જેન કરેલા માનવ બીબાઓને તેમના જીવનના ભૌતિક સંચાલન માટે જેવાકે ખોરાક-પચનતંત્ર, શ્વાસો શ્વાસ ની ક્રિયા,પાંચેય ઇન્દ્રિયઓ ( આંખ,નાક,કાન, જીભ અને ત્વચા ),પ્રજોપ્તિ, વી જેવા તંત્રો ના કાર્યો કેમ શૂન્ય એક ટકો પણ ઈશ્વરી તાકાતથી લેશ માત્ર કેમ જુદા રાખી શકતા નથી? 

આપણે જૈવિક રીતે 100% સમાન હોઈએ તો  આપણને જુદા જુદા કૌટુંબિક,જ્ઞાતિ, જાતી, વર્ણ,પ્રદેશ, ભાષા, અને જુદા જુદા ધર્મોના લેબલો આપીને કોણ ભાગલા પડાવે છે? તેમાં હિત કોનું સધાય  છે કે કોનું ભલું થાય છે?નુકશાન કોનું થાય છે? આપણા દેશના કોઈપણ નાગરિકની બીજા અન્ય નાગરિક કરતાં મૂળભૂત જરૂરિયાતો (રોટી,કપડાં અને મકાન વી) કેવી  રીતે જુદી હોઈ શકે? આ બધી મૂળભૂત જરૂરિયાતો ને કોઈ માનવ,અન્ય માનવસર્જિત સંસ્થાઓ કે ધર્મોએ સર્જેલી દીવાલોથી  કોઈ ફેરફાર કરી શકતી નથી.

જ્યાં જ્યાં માનવ રહે છે ત્યાં ત્યાં મુળભૂત જરૂરિયાતો સમાન છે, તેના માટેનો એકબીજાનો સહકાર અને સંઘર્ષ પણ સમાન છે.માનવ તરીકે જીજીવિષા ટકાવવાના સંઘર્ષમાંથી જે માનવીય નીતિ નિયમો વિકસ્યા તે ઐહિક ( secular morality) હતા. આ પૃથ્વીપર  માનવજીવન ટકાવી રાખવા અને વિકસાવવા માટે હતા.તે તમામ ઐહિક નૈતિક વ્યવહારો  મૃત્યુ પછીના જીવન માટે સારી વર્ણમાં પુનર્જન્મ, સ્વર્ગ, મોક્ષ કે મુક્તિ (Salvation )માટે ન હતા.

માનવીય ઐહિક નૈતિકતાનો આધાર ( કયો વ્યવહાર નૈતિક અને કયો અનૈતિક )તે માનવી પોતે પોતાની તર્કવિવેક શક્તિ (rationality)નો ઉપયોગ કરીને પોતાના દુન્યવી સુખ માટે કુદરતી પરિબળોની નિયમબદ્ધતા સમજીને ક્રમશ: વિકસતો ગયો છે .

માનવીય સ્તર પર તેની જીવન ટકાવવાની જીજીવિષા (સ્વતંત્રતા)એટલે એવા તમામ સામાજિક, આર્થિક અને રાજકીય સંસ્થાઓનું સર્જેન જે કુદરતી પરિબળો સામે તેને સતત શક્તિશાળી  બનવામાં  મદદ કરે!

હવે આપણે આપણી જાતને સવાલ પૂછીએ કે ભાઈ કે બહેન ! બોલો! ધર્મ કેન્દ્રી માનવ વ્યવસ્થા અને નાગરિક કેન્દ્રી વ્યવસ્થા બે માંથી શું પસંદ કરશો? કેમ? શાથી? મારા તમારા જીવન જીવવાના અને તેને સમૃદ્ધ કરવા માટે નાગરિક જીવનના  મૂલ્યો પ્રમાણે કેવી રીતે અરસપરસના માનવીય વ્યવહાર અને સંબંધો વિકસાવશો? 

  1. માનવ માત્ર એક હોય તો હિન્દુ વર્ણવ્યવસ્થા આધારિત ચતુર્વર્ણવ્યવસ્થામાં પ્રવર્તમાન સામાજિક અસમાન વ્યવસ્થા અંગે તમારો અભિપ્રાય?

  2. बटेंगे तो कटेंगे? एक है तो सेफ है? 

  3. विधर्मी કોણ? જો બધાજ  નાગરિક હોય તો? નાગરિક તરીકે માનવીની મૂળ કે અસલી ઓળખ ( PRIMORDIAL ) કઈ ?

  4.  વધુ ચર્ચા વાંચકોના જવાબ પર આધારિત રહેશે!      



--

Thursday, November 28, 2024

મારે ભારત દેશના નાગરિક બનવું છે!

મારે ભારત દેશના નાગરિક બનવું છે!

 મારે આ દેશના હિંદુ બનવું નથી. મુસલમાન પણ બનવું  નથી. ઈસાઈ, જૈન કે બૌદ્ધ કે શીખ પણ બનવું નથી. કેમ ભાઈ આવી વાત કરો છો ?

 શું હું એકી સાથે બે ઓળખને ન્યાય આપી શકું? હું જન્મથી મા-બાપે વારસામાં આપેલ ધાર્મિક ઓળખ અને બીજી બાજુએ  વૈજ્ઞાનિક જૈવિક ઉત્ક્રાતિ ને આધારે ભૌતિક પુરાવા આધારિત મને મળેલ જૈવિક ઓળખ( Biological identity) કે  આ વિશ્વના તમામ માનવીઓ સરખા છે સમાન છે. વિશ્વ પરના આશરે 200 દેશો કરતા વધારે દેશોમાં જીવન જીવતા તમામ માનવીઓની જીવન ટકાવી રાખવાની તમામ જરૂરિયાતો માત્ર માત્ર બિલકુલ સમાન છે એક છે !મને આ લેખ વાંચનાર બતાવી શકશે ખરો કે વિશ્વની આશરે આઠ અબજની વસ્તીમાં હિંદુ જે પ્રાણવાયુ લે છે તેનીથી તે જ દેશનો મુસ્લિમ,ઈસાઈ કે શીખ વિ પ્રાણવાયુને બદલે કાર્બન ડાયોક્સસાઈડ, હાઈડ્રોજેન કે સલ્ફર પોતાના શ્વાસ માં લે છે!  જો ખરેખર જુદા જુદા ધર્મોના ઈશ્વરો પોતાના સર્જેન કરેલા માનવ બીબાઓને તેમના જીવનના ભૌતિક સંચાલન માટે જેવાકે ખોરાક-પચનતંત્ર, શ્વાસો શ્વાસ ની ક્રિયા,પાંચેય ઇન્દ્રિયઓ ( આંખ,નાક,કાન, જીભ અને ત્વચા ),પ્રજોપ્તિ, વી જેવા તંત્રો ના કાર્યો કેમ શૂન્ય એક ટકો પણ ઈશ્વરી તાકાતથી લેશ માત્ર કેમ જુદા રાખી શકતા નથી? 

આપણે જૈવિક રીતે 100% સમાન હોઈએ તો  આપણને જુદા જુદા કૌટુંબિક,જ્ઞાતિ, જાતી, વર્ણ,પ્રદેશ, ભાષા, અને જુદા જુદા ધર્મોના લેબલો આપીને કોણ ભાગલા પડાવે છે? તેમાં હિત કોનું સધાય  છે કે કોનું ભલું થાય છે?નુકશાન કોનું થાય છે? આપણા દેશના કોઈપણ નાગરિકની બીજા અન્ય નાગરિક કરતાં મૂળભૂત જરૂરિયાતો (રોટી,કપડાં અને મકાન વી) કેવી  રીતે જુદી હોઈ શકે? આ બધી મૂળભૂત જરૂરિયાતો ને કોઈ માનવ,અન્ય માનવસર્જિત સંસ્થાઓ કે ધર્મોએ સર્જેલી દીવાલોથી  કોઈ ફેરફાર કરી શકતી નથી.

જ્યાં જ્યાં માનવ રહે છે ત્યાં ત્યાં મુળભૂત જરૂરિયાતો સમાન છે, તેના માટેનો એકબીજાનો સહકાર અને સંઘર્ષ પણ સમાન છે.માનવ તરીકે જીજીવિષા ટકાવવાના સંઘર્ષમાંથી જે માનવીય નીતિ નિયમો વિકસ્યા તે ઐહિક ( secular morality) હતા. આ પૃથ્વીપર  માનવજીવન ટકાવી રાખવા અને વિકસાવવા માટે હતા.તે તમામ ઐહિક નૈતિક વ્યવહારો  મૃત્યુ પછીના જીવન માટે સારી વર્ણમાં પુનર્જન્મ, સ્વર્ગ, મોક્ષ કે મુક્તિ (Salvation )માટે ન હતા.

માનવીય ઐહિક નૈતિકતાનો આધાર ( કયો વ્યવહાર નૈતિક અને કયો અનૈતિક )તે માનવી પોતે પોતાની તર્કવિવેક શક્તિ (rationality)નો ઉપયોગ કરીને પોતાના દુન્યવી સુખ માટે કુદરતી પરિબળોની નિયમબદ્ધતા સમજીને ક્રમશ: વિકસતો ગયો.

માનવીય સ્તર પર તેની જીવન ટકાવવાની જીજીવિષા (સ્વતંત્રતા)એટલે એવા તમામ સામાજિક, આર્થિક અને રાજકીય સંસ્થાઓનું સર્જેન જે કુદરતી પરિબળો સામે તેને સતત શક્તિશાળી  બનવામાં  મદદ કરે!

હવે આપણે આપણી જાતને સવાલ પૂછીએ કે ભાઈ કે બહેન ! બોલો! ધર્મ કેન્દ્રી માનવ વ્યવસ્થા અને નાગરિક કેન્દ્રી વ્યવસ્થા બે માંથી શું પસંદ કરશો? કેમ? શાથી? મારા તમારા જીવન જીવવાના અને તેને સમૃદ્ધ કરવા માટે નાગરિક જીવનના  મૂલ્યો પ્રમાણે કેવી રીતે અરસપરસના માનવીય વ્યવહાર અને સંબંધો વિકસાવશો? 

  1. માનવ માત્ર એક હોય તો હિન્દુ વર્ણવ્યવસ્થા આધારિત ચતુર્વર્ણવ્યવસ્થામાં પ્રવર્તમાન સામાજિક અસમાન વ્યવસ્થા અંગે તમારો અભિપ્રાય?

  2. बटेंगे तो कटेंगे? एक है तो सेफ है? 

  3. विधर्मी કોણ? જો બધાજ  નાગરિક હોય તો? નાગરિક તરીકે માનવીની મૂળ કે અસલી ઓળખ ( PRIMORDIAL ) કઈ ?

  4.  વધુ ચર્ચા વાંચકોના જવાબ પર આધારિત રહેશે!      


--

Monday, October 28, 2024

બા- તું બહુ બોલ બોલ કરે છે! તારી જીભ તો બાવાની લંગોટી વળે તેટલી લાંબી છે.


બા- તું  બહુ બોલ બોલ કરે છે! તારી જીભ તો  બાવાની લંગોટી વળે તેટલી લાંબી  છે.

 બાબો- બા!- તમને ખબર છે  આપણે વિશ્વ ગુરુ બનવા નીકળેલા દેશમાં  ઉત્તર,દક્ષિણ , પૂર્વ અને પચ્છિમ એમ ચારે દિશામાં જેના સામ્રાજ્યો છે  તે દરેક બાવાઓની લંગોટીઓની રજીસ્ટર્ડ પેટેન્ટ હોય છે. દરેક બાવાની લંગોટીની વિશિષ્ટતા  "घायल गत घायल जाणे   " તેવી હોય છે.  

ઉત્તર હિન્દુસ્તાનમાં એક હરિયાણવી બાબા છે . તેની પેટન્ટ લંગોટીનું માર્કેટ રામ અને રહીમ  બંને ધર્મના લોકોમાં હોલસેલ અને રિટેલમાં હતું.તેના ધંધામાં થયેલ હેરાફેરીને કારણે  બાકી રહેલી જિંદગી જેલના કારાવાસમાં  ચાલુ રાખવાનું રાજ્ય સરકારોની રહેમ નજર નીચે આ બાબાએ સહર્ષ સ્વીકારી લીધેલું છે. 

સને  1948 ના દેશના પાકિસ્તાન -હિન્દુસ્તાનના ભાગલા પડ્યા ત્યારે  પાકિસ્તાન માં થી ઘણા બધા નિરાશારામ આશારામ  બનવા ભારત આવ્યા હતા. હજારો નહીં પણ લાખોની સંખ્યામાં  નિર્વાસિતોએ  પોતે  પોતાના કુનેહ અને કાબેલિયત અને સખત પરિશ્રમ કરીને પોતે આર્થિક રીતે સમૃદ્ધ  બન્યા અને દેશને સમૃદ્ધ  બનાવ્યો છે.

   તેમાંથી એક બાબાએ નિરાશારામથી આશારામ બનવા  પોતાની લંગોટીની પેટન્ટ બનાવવા  આકાશ પાતાળ એક કર્યું. તેના કાર્યક્ષેત્રની સીમાઓ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન સુધી લંબાઈ ગઈ. પછી આ ભાઈ ત્રણ રાજ્યોમાંથી છેલ્લે ધંધાના વિકાસની રમઝટમાં રાજસ્થાનની જેલમાંથી મર્યાદિત કામકાજ  કરવાનું  નક્કી કર્યું. તેનો દીકરો બાપની ગાદી સંભાળવામાં સવાયો થવાની હોડમાં બોમ્બે લંગોટ પેટન્ટ બિઝનેસમાં ફસાઈ ગયો.

એક દિવસ અમારી મામા-ફોઈના દીકરાઓની (ભાઈઓની) તોફાની ટોળકીએ રખડતા રખડતા  મણિનગર દક્ષિણ બાજુના રેલવે ફાટક સામે આવેલા એક મંદિર ના વિશાળ  મેદાનમાં બઘી  જાત જાતની પેટન્ટવાળા લંગોટો (અમે લંગોટિયાઓએ) પણ ભગવા રંગનાંજ પ્લાસ્ટિકની કીલ્પો ભરાવીને સૂકવવા મુકેલા જોયા. દૂરથી દેખ્યા તો જાણે બધા એક્જ  દેખાય. પણ નજીકથી જોયું તો  દરેકના ભૌગોલિક ક્ષેત્રોમાં ભારત -પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવી ચુસ્ત સીમાઓ (સરહદો) અંકિત કરેલી હતી. અને  કોઈપણ સરહદનું  ઉલ્લઘન ન થાય માટે પૂરો  ચોકી પહેરો -બંદોબસ્ત હતો.

અમારી લંગોટિયા ટોળકીને  માથે મસમોટી  લાખટન  જેવી મુસીબત  આવી ગઈ. અમારા નેતાએ એક સંશોધન ટિમ બનાવી દીધી . ચારેયને અર્થશાસ્ત્રી એડમસ્મિથના મુખ્ય સિદ્ધાંત પ્રમાણે શ્રમ -વિભાજન ( ડિવિઝન ઓફ લેબર). કામની વહેચણી કરી આપી.(1) સંશોધન નંબર એક -ભગવા લંગોટના કેન્દ્ર કે મધ્ય બિંદુમાં ચીપીયાનું  નિશાન હતું.( ભગતોના કપાળની મધ્યમાં હોય તેવું  " કેમ બા ! મારા બાપુજીના કપાળમાં  હોય છે તેવું ને !   બેસ  સાલા ! મારે તો હવે જોવડાવું પડશે કોઈ જ્યોતિષ  પાસે કે તું તો વતિપાતમાં  તો જન્મેલો નથી ને.) (2) સંશોધન -બે.  પેલા ચીપીયાવાળા લંગોટની મધ્યમાં નટબોલ્ટ (0)જેવી ગોળ નિશાની ઓળખ માટેની વધારામાં તેમાં ખાસ હતી. બાબો! બોલે તે પહેલાં બા ના હાથમાં લાકડી હતી. (3) સંશોધન ત્રણ- લંગોટના કેન્દ્રમાં કોઈએ હાથથી ઉંચકેલો પર્વત હતો. (4) સંશોધન -4 લંગોટ ઉપર ચારેય બાજુ તપાસ કરી તો કોઈ ઓળખની નિશાનીઓ  નહતી. મુક્ત બજાર - ભક્તોની શોધમાં -નજીકમાં પડેલું બોર્ડ  જોયું તો  ખેડા જિલ્લો  લખેલું  વંચાતું હતું.

      ઇતિશ્રી -બાવાની લંગોટી વળે તેટલી જીભની લાયકાત ધરાવતા  બાબાએ તે અપમાન અસહ્ય  બની જવાથી  બા  ને કહ્યું  કે આજે મારા  વિજ્ઞાન શિક્ષકે  ભણાવ્યું છે કે   

મા-બાપ ના તમામ લક્ષણો પેઢી દર પેઢી વારસાગત  તેમના દીકરા-દીકરીમાં  ઉતરી આવે છે.અને તેમાં  તારા ભગવાનજી  પણ પણ ફેરફાર કરી શકતા નથી. બોલ! બા! આપણે બંને એકબીજાની જીભ માપી લઈશું! બાબો દોટ મૂકીને ,કૂદકો મારીને ઘરની બહાર રમવા નાસી ગયો!              ,



--