પિતૃસત્તાક સમાજ વિરુધ્ધ માનવસત્તાક સમાજ વ્યવસ્થા!
ચલો! બંને ખ્યાલોને વૈજ્ઞાનિક તર્કવાદને ( Scientific Rationalism) આધારે મુલ્યાંકન કરીએ. કોઇ મોટા તત્વજ્ઞાની સિધ્ધાંતો કે વૈજ્ઞાનીક સુત્રોનો આધાર લીધા સિવાય સામાન્ય જ્ઞાનને આધારે વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને આજની ચર્ચા શરુ કરીએ.
(1) પિતૃસત્તાક ખ્યાલ–કુટુંબમાં દિકરાનો જન્મ હોવો એ સાત પેઢીના પુન્યનું પરિણામ હોય છે. તે કુટુંબનો સાચો વારસદાર છે. અગાઉની અને હવે પછીની પેઢીનો તારણહાર છે.તે કુળ દિપક છે. તેના પિતાના વંશને આગળ લઇ જનાર હોય છે. જે કુટુંબમાં દિકરો ન હોય તો નજીકના સંબંધીનો દિકરો દત્તક લઇને પણ વંશનો વેલો ચાલુ રાખવા માટે કાયદા મુજબ દત્તકવિધાનની વિધી કરીને પસંદ કરે છે. પિતાના મૃત્યુબાદ શ્રાધ્ધ ક્રીયામાં પિંડ મુકનાર તેનો વારસદાર તો હોવો જોઇએ ને! નહિ તો મરનારનો જીવ અવગતીયે જાય!
વૈજ્ઞાનીક –તર્કવાદ.કોઇપણ સ્રીને દિકરો કે દિકરી જન્મે તેની જવાબદારી સ્રી– બીજની બિલકુલ નથી.જનીનશાસ્ર(Genetic)મુજબ સ્રી માત્ર અને માત્ર પોતાના ગર્ભમાં તૈયાર થયેલ સ્રી બીજના ફલીનીકરણ માટે જે પુરુષબીજને આવકારે છે. તેના જનીન લક્ષણોમાં જ ગરબડ ભરેલી છે. સ્રીબીજમાં ફક્ત x રંગસુત્રોની ૨૩ જોડી હોય છે.જ્યારે પુરુષ બીજમાં રહેલા રંગસુત્રો ( Chromosome) x & yની સંયુક્ત ૨૩ જોડી હોય છે.સ્રી બીજ અને પુરુષબીજના સંયોજનમાં જો X Xનું સંયોજન કે એકીકરણ થાય તો દિકરી જન્મે. પણ XYનું સંયોજન થાય તો દિકરો જન્મે. ફલીનીકરણની આ ક્રીયામાં કોઇ બહારના દૈવી કે માનવીય પરિબળનો ફાળો હોતો નથી.તેમ છતાં પિતૃસત્તાક સમાજમાં દિકરીને જન્મ આપનાર માતાનો કુટુંબમાં અને તેના સમાજમાં દરજ્જો( સ્ટેટસ) કેવો હોય છે. IVF (In Vitro Fertilization) માતાના ગર્ભની બહાર સ્રી બીજ અને પુરુષબીજનું લેબોરેટરીમાં ફલીનીકરણ કરાવીને પછી તે ફલીનીકરણ થયેલ બીજને માતાના અથવા કુખ ભાડે આપનાર સ્રીના ગર્ભમાં મુકવામાં આવે છે મોટે ભાગે કૃત્રિમ ફલીનીકરણમાં દિકરો પસંદ કરવામાં આવે છે.
(2) પિતૃસત્તાક ખ્યાલ– માનવ સંસ્કૃતી એટલે કૃષિસંસ્કૃતી એટલે પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા. પિતૃસત્તાક સંસ્કૃતી જે આશરે ૧૦,૦૦૦ વર્ષ જુની છે.શિકારયુગ પછી સ્રીને ઘર,બાળઉછેર, કુટુંબ વ્યવસ્થા અને પુરુષના ભાગે ખેતીથી માંડીને બહારની તમામ જવાબદારી આધારીત શ્રમના વિભાજન સાથે તમામ દુન્યવી સત્તાનું પણ વિભાજન થઇ ગયું હતું. પિતૃસત્તાક સમાજમાં સત્તાની વહેંચણી કરનાર પણ સત્તાધીશ પુરુષ હતો. કુટુંબનો પુરુષ વડો, તેના ટેકામાં ધર્મની સત્તા અને રાજ્ય સત્તાના નીજી હિતો હતા. રામાયણમાં સીતાજી અને મહાભારતમાં દ્રોપદીજીના પાત્રોની આસપાસ પિતૃસત્તાક સમાજે જે તમામ નૈતીક મુલ્યો તૈયાર કર્યા હતા તેમાંથી બહાર નીકળીને હિન્દુ સમાજ કેટલે સુધી પહોંચ્યો છે?
વૈજ્ઞાનીક –તર્કવાદ – પિતૃસત્તાક આધિપત્યવાળા સમાજના નૈતીક મુલ્યોને કારણે પોતાના પતિના નિર્ણયોમાં ભાગીદાર બનીને એકે રામાયણ અને બીજાએ મહાભારત બનાવવું પડયું. ખરેખર તો સીતાજી અને દ્રોપદીજી પોતાના પિતાના રાજદરબારમાં બાળપણથી ધનુર્વિધા અને શસ્રોની તાલિમ લઇને મોટા થયા હતા. સ્વયંવરમાંથી કેવા દાગીના પસંદ કર્યા કે જેને કારણે બંને કુટુંબના રાજદરબારની સત્તાના કાવાદાવામાં વિના વાંકે ૧૪ વર્ષનો વનવાસ ભોગવવો પડયો.રામાયણ અને મહાભારતની સ્રી નાઇકાઓનું વ્યક્તીત્વ વીસમી એકવીસમી સદીની વૈશ્વીકક્ષાની બે બળવાખોર લેખિકાઓ, ફ્રાંન્સની સીમોન દે બુઆ અને અમેરીકાની Objective Rationalist આયન રેનથી સહેજ પણ ઉણુ ઉતરતું ન હતું. આવા પિતૃસત્તાક મુલ્યોના ટેકામાં રચવામાં આવેલા ધાર્મીક ગ્રંથોના ગુણગાન ગાઇને કેટલાયનો તન,મન અને ધનનો ઉધ્ધાર થઇ ગયો છે.
(3) પિતૃસત્તાક ખ્યાલ– પિતુસત્તાક સમાજનું હિન્દુધર્મની નૈતીક્તા સાથે ગઠબંધન– સપ્તપદી આધારિત લગ્ન એક પવિત્ર બંધન છે કરાર નથી. (સદર બંધન બીજા સાતભવ સુધી ચાલુ રહેશે તેવો ગર્ભીત પણ વણ જાહેર કરેલો ધાર્મીક ઉપદેશ છે.) પડયું પાનુ નિભાવે જ છુટકો! ચાર વર્ણમાથીં જે વર્ણમાં જન્મ તેમાં લગ્ન અને મૃત્યુ પણ.
વૈજ્ઞાનીક તર્કવાદ–ધર્મનિરપેક્ષ નૈતીક્તાનો પાયો એહીક, દુન્યવી કે નિરઇશ્વરવાદી માનવ માનવ વચ્ચેનો સામાજીક વ્યવહાર છે.માનવીય નૈતીકતા આ જીવતા જીવે સુખી જીવન જીવવા માટે છે.મૃત્યુ પછીના પુરાવાહીન(Without any evidence based) ધાર્મીકગ્રંથોમાં જણાવેલા નૈતીક ઉપદેશોથી કપોળ– કલ્પીત પુન્ય, મુક્તિ, મોક્ષ વિ માટે નથી. લગ્ન એક કરાર છે. ધાર્મિક કે કોઇપણ પ્રકારનું (કાયદા સિવાયનું)બંધન તો નથી જ. પુખ્ત ઉંમરના સ્રી પુરુષને લગ્ન સિવાય પણ સાથે રહેવાનો બંધારણીય અધિકાર છે. સાતભવ તો શું આ ભવમાં શરીરના મેળાપ માટે થયેલાં લગ્નોમાં મનનો મેળાપ ન થાય તો ' તું નહી તો ઓર સહીનો અબાધિત અધિકાર છે.' તે પણ પતિની હાજરીમાં કે કાયમી ગેરહાજરીમાં પણ '.
(૪) પિતૃસત્તાક ખ્યાલ– આ સંસ્કૃતિએ ટકી રહેવા માટે માનવીના જન્મથી માંડીને તેના મૃત્યુ સુધીની તમામ વ્યક્તિગત પ્રસંગો ઉપર કાબુ મેળવીને માનવીને તેનો ગુલામ બનાવી દીધો છે. તેની આ લોખંડી બેડીઓની જંજીરોમાંથી તેના એકાદ આંકડાને કે ટુકડાને તોડવાથી તમે ક્યારેય સ્વતંત્ર બની શકો જ નહી.પિતૃસમાજના મોભીઓ જેવાકે કુટુંબના વડા, માતા, પિતા,મા–બાપની હાજરીમાં કે ગેરહાજરીમાં તમામ વડીલોની લાગણીઓ, કાકલુદીઓ કે પછી ભયપ્રેરીત દાદાગીરીઓથી મજબુર બની સમાધાન કર્યું તો સીતાજી અને દ્રૌપદીજીની જેમ જીવનભરનો વનવાસ! તે બધાના ત્યાગ અને દુ;ખને સતત પોતાની સ્થિતિ સાથે સરખાવીને મન મનાવીને દરેક ઘડીએ સ્વપીડન કરીને જીવન પસાર કરવાનું.
વૈજ્ઞાનીક તર્કવાદ–પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા સામે બળવો કેવી રીતે કરવો?
(A) વ્યક્તિગત રીતે, પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને મારા અને તમારા જીવનમાં પગ પેસારો કરવાના તમામ રસ્તાઓ બંધ કરી દો– પછી ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. તમારા પોતાના લગ્નનો નિર્ણય કોઇપણ જોખમ લઇને તમે પોતે જ કરો. કોઇકાળે લગ્ન તમારા ધર્મની રુઢી–રિવાજ– જ્ઞાતિના બંધનો પ્રમાણે ક્યારે ય ન કરો! ઇન્ડીયન મેરેજ રજીસ્ટ્રેશન એકટ મુજબ જ નોંધણી કરી ને લગ્ન થાય! રિસેપ્શન દિલથી રંગેચંગે કરો. " પણ નો ચાંલ્લો નો ગિફ્ટ" તેમાં સમાધાન એટલે પાછલે બારણેથી પિતૃસ્તાક પરિબળોનો છુપો પ્રવેશ. માટે લગ્ન પછી છોકરાના સંયુક્તકુટુંબ સાથે રહેવાનો પ્રસંગ જ ઉભો નહી થાય.તમારી પસંદગીથી અસ્તિત્વમાં આવેલ કુટુંબની સ્વતંત્રતાનું બલિદાન આપ્યા સિવાય જેના મા બાપ ને જે કોઇ આર્થીક કે અન્ય મદદ ચોક્ક્સ કરવી. પણ એટલું ખાસ યાદ કરવું લેશમાત્ર ભુલાય જ નહી કે "ચકલીનું બચ્ચુ જે માળામાં જનમ્યું તે માળામાં તે પોતાનાં ઇંડા મુકતી નથી." આપણે તો મનુષ્ય છીએ. દરેક સજીવની Nest Leaving એ સહજ પ્રકૃતી છે.
(B) સ્રી– પત્નિ ગર્ભવતી બને પછી બાળકના જન્મ સુધી કોઇપણ જાતની ધાર્મિક વિધિ ક્યારેય ન કરાવવી. નિયમીત મેડીકલ ચેકઅપ ચોક્ક્સ કરાવતા જવું. પ્રસુતા માટે હોસ્પિટલમાં જવાની સાથે જ દિકરો કે દિકરીનું નામ પતિ–પત્નિએ એકબીજાની સંમતિથી ફાયનલ કરીને પ્રસુતા થાય પહેલાં થી જ લખાવી દેવુ. જન્મના પ્રમાણપત્રમાં " નો બાબો કે બેબી". જન્મની સાથે તે ક્ષણેથી તે નામથી બોલાવવાનું શરુ.
(C) જન્મ પછી તરતજ નવોદિત દિકરા કે દિકરીના કાનમાં બાયબલ, કુરાન કે ગીતાની આયાતો, શ્લોકો કોઇએ ક્યારેય બોલવાની જ નહી.ગ્રહો,નક્ષત્રો, રાશીફળ, જન્માક્ષર નો એન્ટ્રી, તેની સાથે જોડાયેલા તમામ પરોપજીવીઓની બાદબાકી! નો મુંડન કે ચૌલક્રીયા કે સુન્નત. અમેરીકામાં ૫૫ ટકાથી ૮૦ ટકા બેબી બોય (Male child)ની સુન્નત માબાપની સંમતીથી કર્યા પછી જ પ્રસુતાને હોસ્પિટલમાંથી રજાઆપવામાં આવે છે.
(D) આપણો દિકરો કે દિકરી જન્મથી શરુ કરીને ૧૮ વર્ષની ઉંમર પુરી કરે નહી ત્યાં સુધી કોઇપણ પ્રકારનું પ્રત્યક્ષ કે પરોક્ષ ધાર્મિક શિક્ષણ બિલકુલ નહી જ. " જય શ્રી કષ્ણ" ( JKS CULTURAL) અને "સલામ આલે કુ" સંસ્કૃતિ બિલકુલ નહી. ૧૮ વર્ષની ઉંમર પુરી કર્યા પછી મા–બાપ તરીકે બાયબલ, કુરાન અને ગીતા વિ તેની પાસે મુકી દેવા. મને ૧૦૦% ટકાનો વિશ્વાસ છે કે વૈજ્ઞાનીક તર્કવાદને આધારે મેં અને તમે જો આપણા બાળકોને ઉછેર્યા હશે તો તે કોઇપણ ધર્મપુસ્તકને પસંદ કરવાને બદલે તે નિરઇશ્વરવાદી ધર્મનીરપેક્ષ માનવવાદી જ બનશે. તે સમયે વર્તમાન પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને બચાવવા માટે " વેન્ટીલટર" પર મુકી દેવામાં આવી હશે.
(E) દેશ અને વિશ્વ કોઇપણ પ્રકારના માનવસર્જીત ધર્મ, વંશ, જાતી,જ્ઞાતિ, પ્રદેશ કે રાષ્ટ્રવાદના ઘેનમાંથી મુક્ત રીતે શ્વાસ લઇને બિનદાસ રીતે પોતાની સંભવિત શક્તીઓનો ઉપયોગ કરીને તે જીવતો હશે.....
eelam Patel
પિતૃસત્તાક સમાજ વિરુધ્ધ માનવસત્તાક સમાજ વ્યવસ્થા!
ચલો! બંને ખ્યાલોને વૈજ્ઞાનીક તર્કવાદને (Scientific Rationalism) આધારે મુલ્યાંકન કરીએ. કોઇ મોટા તત્વજ્ઞાની સિધ્ધાંતો કે વૈજ્ઞાનીક સુત્રોનો આધાર લીધા સિવાય સામાન્ય જ્ઞાનને આધારે વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને આજની ચર્ચા શરુ કરીએ.
(1) પિતૃસત્તાક ખ્યાલ–કુટુંબમાં દિકરાનો જન્મ હોવો એ સાત પેઢીના પુન્યનું પરિણામ હોય છે. તે કુટુંબનો સાચો વારસદાર છે. અગાઉની અને હવે પછીની પેઢીનો તારણહાર છે.તે કુળ દિપક છે. તેના પિતાના વંશને આગળ લઇ જનાર હોય છે. જે કુટુંબમાં દિકરો ન હોય તો નજીકના સંબંધીનો દિકરો દત્તક લઇને પણ વંશનો વેલો ચાલુ રાખવા માટે કાયદા મુજબ દત્તકવિધાનની વિધી કરીને પસંદ કરે છે. પિતાના મૃત્યુબાદ શ્રાધ્ધ ક્રીયામાં પિંડ મુકનાર તેનો વારસદાર તો હોવો જોઇએ ને! નહિ તો મરનારનો જીવ અવગતીયે જાય!
વૈજ્ઞાનીક –તર્કવાદ.કોઇપણ સ્રીને દિકરો કે દિકરી જન્મે તેની જવાબદારી સ્રી– બીજની બિલકુલ નથી.જનીનશાસ્ર(Genetic)મુજબ સ્રી માત્ર અને માત્ર પોતાના ગર્ભમાં તૈયાર થયેલ સ્રી બીજના ફલીનીકરણ માટે જે પુરુષબીજને આવકારે છે. જેના જનીન લક્ષણોમાં જ ગરબડ ભરેલી છે. સ્રીબીજમાં ફક્ત x રંગસુત્રોની ૨૩ જોડી હોય છે.જ્યારે પુરુષ બીજમાં રહેલા રંગસુત્રો ( Chromosome) x & yની સંયુક્ત ૨૩ જોડી હોય છે.સ્રી બીજ અને પુરુષબીજના સંયોજનમાં જો X Xનું સંયોજન કે એકીકરણ થાય તો દિકરી જન્મે. પણ XYનું સંયોજન થાય તો દિકરો જન્મે. ફલીનીકરણની આ ક્રીયામાં કોઇ બહારના દૈવી કે માનવીય પરિબળનો ફાળો હોતો નથી.તેમ છતાં પિતૃસત્તાક સમાજમાં દિકરીને જન્મ આપનાર માતાનો કુટુંબમાં અને તેના સમાજમાં દરજ્જો( સ્ટેટસ) કેવું હોય છે?
(2) પિતૃસત્તાક ખ્યાલ– માનવ સંસ્કૃતી એટલે કૃષિસંસ્કૃતી એટલે પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા. પિતૃસત્તાક સંસ્કૃતી જે આશરે ૧૦,૦૦૦ વર્ષ જુની છે.શિકારયુગ પછી સ્રીને ઘર,બાળઉછેર, કુટુંબ વ્યવસ્થા અને પુરુષના ભાગે ખેતીથી માંડીને બહારની તમામ જવાબદારી આધારીત શ્રમના વિભાજન સાથે તમામ દુન્યવી સત્તાનું પણ વિભાજન થઇ ગયું હતું. પિતૃસત્તાક સમાજમાં સત્તાની વહેંચણી કરનાર પણ સત્તાધીશ પુરુષ હતો. કુટુંબનો પુરુષ વડો, તેના ટેકામાં ધર્મની સત્તા અને રાજ્ય સત્તાના નીજી હિતો હતા. રામાયણમાં સીતાજી અને મહાભારતમાં દ્રોપદીજીના પાત્રોની આસપાસ પિતૃસત્તાક સમાજે જે તમામ નૈતીક મુલ્યો તૈયાર કર્યા હતા તેમાંથી બહાર નીકળીને હિન્દુ સમાજ કેટલે સુધી પહોંચ્યો છે?
વૈજ્ઞાનીક –તર્કવાદ – પિતૃસત્તાક આધિપત્યવાળા સમાજના નૈતીક મુલ્યોને કારણે પોતાના પતિના નિર્ણયોમાં ભાગીદાર બનીને એકે રામાયણ અને બીજાએ મહાભારત બનાવવું પડયું. ખરેખર તો સીતાજી અને દ્રોપદીજી પોતાના પિતાના રાજદરબારમાં બાળપણથી ધનુર્વિધા અને શસ્રોની તાલિમ લઇને મોટા થયા હતા. સ્વયંવરમાંથી કેવા દાગીના પસંદ કર્યા કે જેને કારણે બંને કુટુંબના રાજદરબારની સત્તાના કાવાદાવામાં વિના વાંકે ૧૪ વર્ષનો વનવાસ ભોગવવો પડયો.રામાયણ અને મહાભારતની સ્રી નાઇકાઓનું વ્યક્તીત્વ વીસમી એકવીસમી સદીની વૈશ્વીકક્ષાની બે બળવાખોર લેખિકાઓ, ફ્રાંન્સની સીમોન દે બુઆ અને અમેરીકાની Objective Rationalist આયન રેનથી સહેજ પણ ઉણુ ઉતરતું ન હતું. આવા પિતૃસત્તાક મુલ્યોના ટેકામાં રચવામાં આવેલા ધાર્મીક ગ્રંથોના ગુણગાન ગાઇને કેટલાયનો તન,મન અને ધનનો ઉધ્ધાર થઇ ગયો છે.
(3) પિતૃસત્તાક ખ્યાલ– પિતૃસત્તાક સમાજનું હિન્દુધર્મની નૈતીક્તા સાથે ગઠબંધન– સપ્તપદી આધારિત લગ્ન એક પવિત્ર બંધન છે કરાર નથી. (સદર બંધન બીજા સાતભવ સુધી ચાલુ રહેશે તેવો ગર્ભીત પણ વણ જાહેર કરેલો ધાર્મીક ઉપદેશ છે.) પડયું પાનુ નિભાવે જ છુટકો! ચાર વર્ણમાથીં જે વર્ણમાં જન્મ તેમાં લગ્ન અને મૃત્યુ પણ.
વૈજ્ઞાનીક તર્કવાદ–ધર્મનિરપેક્ષ નૈતીક્તાનો પાયો એહીક, દુન્યવી કે નિરઇશ્વરવાદી માનવ માનવ વચ્ચેનો સામાજીક વ્યવહાર છે.માનવીય નૈતીકતા આ જીવતા જીવે સુખી જીવન જીવવા માટે છે.મૃત્યુ પછીના પુરાવાહીન (Without any evidence based) ધાર્મીકગ્રંથોમાં જણાવેલા નૈતીક ઉપદેશોથી કપોળ– કલ્પીત પુન્ય, મુક્તિ, મોક્ષ વિ માટે નથી. લગ્ન એક કરાર છે. ધાર્મિક કે કોઇપણ પ્રકારનું (કાયદા સિવાયનું)બંધન તો નથી જ. પુખ્ત ઉંમરના સ્રી પુરુષને લગ્ન સિવાય પણ સાથે રહેવાનો બંધારણીય અધિકાર છે. સાતભવ તો શું આ ભવમાં શરીરના મેળાપ માટે થયેલાં લગ્નોમાં મનનો મેળાપ ન થાય તો ' તું નહી તો ઓર સહીનો અબાધિત અધિકાર છે.' તે પણ પતિની હાજરીમાં કે કાયમી ગેરહાજરીમાં પણ '.
(૪) પિતૃસત્તાક ખ્યાલ– આ સંસ્કૃતિએ ટકી રહેવા માટે માનવીના જન્મથી માંડીને તેના મૃત્યુ સુધીની તમામ વ્યક્તિગત પ્રસંગો ઉપર કાબુ મેળવીને માનવીને તેનો ગુલામ બનાવી દીધો છે. તેની આ લોખંડી બેડીઓની જંજીરોમાંથી તેના એકાદ આંકડાને કે ટુકડાને તોડવાથી તમે ક્યારેય સ્વતંત્ર બની શકો જ નહી.પિતૃસમાજના મોભીઓ જેવાકે કુટુંબના વડા, માતા, પિતા,મા–બાપની હાજરીમાં કે ગેરહાજરીમાં તમામ વડીલોની લાગણીઓ, કાકલુદીઓ કે પછી ભયપ્રેરીત દાદાગીરીઓથી મજબુર બની સમાધાન કર્યું તો સીતાજી અને દ્રૌપદીજીની જેમ જીવનભરનો વનવાસ! તે બધાના ત્યાગ અને દુ;ખને સતત પોતાની સ્થિતિ સાથે સરખાવીને મન મનાવીને દરેક ઘડીએ સ્વપીડન કરીને જીવન પસાર કરવાનું.
વૈજ્ઞાનીક તર્કવાદ–પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા સામે બળવો કેવી રીતે કરવો?
(A) વ્યક્તિગત રીતે, પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને મારા અને તમારા જીવનમાં પગ પેસારો કરવાના તમામ રસ્તાઓ બંધ કરી દો– પછી ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. તમારા પોતાના લગ્નનો નિર્ણય કોઇપણ જોખમ લઇને તમે પોતે જ કરો. કોઇકાળે લગ્ન તમારા ધર્મની રુઢી–રિવાજ– જ્ઞાતિના બંધનો પ્રમાણે ક્યારે ય ન કરો! ઇન્ડીયન મેરેજ રજીસ્ટ્રેશન એકટ મુજબ જ નોંધણી કરી ને લગ્ન થાય! રિસેપ્શન દિલથી રંગેચંગે કરો. " પણ નો ચાંલ્લો નો ગિફ્ટ" તેમાં સમાધાન એટલે પાછલે બારણેથી પિતૃસ્તાક પરિબળોનો છુપો પ્રવેશ. માટે લગ્ન પછી છોકરાના સંયુક્તકુટુંબ સાથે રહેવાનો પ્રસંગ જ ઉભો નહી થાય.તમારી પસંદગીથી અસ્તિત્વમાં આવેલ કુટુંબની સ્વતંત્રતાનું બલિદાન આપ્યા સિવાય જેના મા બાપ ને જે કોઇ આર્થીક કે અન્ય મદદ ચોક્ક્સ કરવી. પણ એટલું ખાસ યાદ કરવું લેશમાત્ર ભુલાય જ નહી કે "ચકલીનું બચ્ચુ જે માળામાં જનમ્યું તે માળામાં તે પોતાનાં ઇંડા મુકતી નથી." આપણે તો મનુષ્ય છીએ. દરેક સજીવની Nest Leaving એ સહજ પ્રકૃતી છે.
(B) સ્રી– પત્નિ ગર્ભવતી બને પછી બાળકના જન્મ સુધી કોઇપણ જાતની ધાર્મિક વિધિ ક્યારેય ન કરાવવી. નિયમીત મેડીકલ ચેકઅપ ચોક્ક્સ કરાવતા જવું. પ્રસુતા માટે હોસ્પિટલમાં જવાની સાથે જ દિકરો કે દિકરીનું નામ પતિ–પત્નિએ એકબીજાની સંમતિથી ફાયનલ કરીને પ્રસુતા થાય પહેલાં થી જ લખાવી દેવુ. જન્મના પ્રમાણપત્રમાં " નો બાબો કે બેબી". જન્મની સાથે તે ક્ષણેથી તે નામથી બોલાવવાનું શરુ.
(C) જન્મ પછી તરતજ નવોદિત દિકરા કે દિકરીના કાનમાં બાયબલ, કુરાન કે ગીતાની આયાતો, શ્લોકો કોઇએ ક્યારેય બોલવાના જ નહી.ગ્રહો,નક્ષત્રો, રાશીફળ, જન્માક્ષર નો એન્ટ્રી, તેની સાથે જોડાયેલા તમામ પરોપજીવીઓની બાદબાકી! નો મુંડન કે ચૌલક્રીયા કે સુન્નત. અમેરીકામાં ૫૫ ટકાથી ૮૦ ટકા બેબી બોય (Male child)ની સુન્નત માબાપની સંમતીથી કર્યા પછી જ પ્રસુતાને હોસ્પિટલમાંથી રજાઆપવામાં આવે છે.
(D) આપણો દિકરો કે દિકરી જન્મથી શરુ કરીને ૧૮ વર્ષની ઉંમર પુરી કરે નહી ત્યાં સુધી કોઇપણ પ્રકારનું પ્રત્યક્ષ કે પરોક્ષ ધાર્મિક શિક્ષણ બિલકુલ નહી જ. " જય શ્રી કષ્ણ" (NO JKS CULTURAL) અને "સલામ આલે કુ" સંસ્કૃતિ બિલકુલ નહી. ૧૮ વર્ષની ઉંમર પુરી કર્યા પછી મા–બાપ તરીકે બાયબલ, કુરાન અને ગીતા વિ તેની પાસે મુકી દેવા. મને ૧૦૦% ટકાનો વિશ્વાસ છે કે વૈજ્ઞાનીક તર્કવાદને આધારે મેં અને તમે જો આપણા બાળકોને ઉછેર્યા હશે તો તે કોઇપણ ધર્મપુસ્તકને પસંદ કરવાને બદલે તે નિરઇશ્વરવાદી ધર્મનીરપેક્ષ માનવવાદી જ બનશે. તે સમયે વર્તમાન પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને બચાવવા માટે " વેન્ટીલટર" પર મુકી દેવામાં આવી હશે.
(E) દેશ અને વિશ્વ કોઇપણ પ્રકારના માનવસર્જીત ધર્મ, વંશ, જાતી,જ્ઞાતિ, પ્રદેશ કે રાષ્ટ્રવાદના ઘેનમાંથી મુક્ત રીતે શ્વાસ લઇને બિનદાસ રીતે પોતાની સંભવિત શક્તીઓનો ઉપયોગ કરીને તે જીવતો હશે.