Press question mark to see available shortcut keys
હૈ! જમ્મુ –કાશ્મીરના યુવાન મુસ્લીમો!
તમે શિક્ષિત બનશો, મેડીકલ કોલેજમાં ગુણવત્તાના આધારે પ્રવેશ મેળવશો તો આતંકવાદી કોણ બનશે? તો પછી ભાજપ–આરએસએસ, વીએચપી–બજરંગદળ વિ. ની નફરતની દુકાનો આ દેશમાં કેવી રીતે ટકી રહેશે?
વૈષ્ણોદેવીનું મંદિર જમ્મુ–કાશ્મીર કેન્દ્ર શાસિત રાજ્યમાં ભૌગોલીક રીતે આવેલું છે. તેની વહીવટી કમીટી દ્રારા " વૈષ્ણોદેવી મેડીકલ ઇન્સ્ટિટયુટ " સરકારી નિયમ પ્રમાણે સંચાલિત છે. આ રાજ્યમાં કુલ ૧૩ મેડીકલ કોલેજો છે. J&K બોર્ડ ઓફ પ્રોફેશનલ એન્ટ્રન્સ એક્ઝામિનેશન્સ (JKBOPEE) એ વૈષ્ણોદેવી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ માટે 50 ઉમેદવારોને સમગ્ર રાજ્યમાંથી ગુણવત્તાને ધોરણે પસંદ કર્યા. સમગ્ર રાજ્યમાં ૧૩ મેડીકલ કોલેજો માટે ૧૬૮૫ વિધ્યાર્થીઓ NEETના માપદંડો પ્રમાણે પાસ થયા.કેન્દ્રશાસિત રાજ્યમાં (Union Territory-UT) મેડીકલ કોલેજમાં એ વિધ્યાર્થીને પ્રવેશ મલી શકે જેનો વસવાટ કાયમી ધોરણે (Domicile) હોય. ડોમિસાઇલ માટે ૮૫ ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે. સદર કોલેજ સેલ્ફ ફીનાન્સ સંસ્થાની કેટેગરીમાં આવે છે.અહીં, સંસ્થા સરકાર પાસેથી એક પૈસો પણ લેતી નથી.
પ્રવેશના તમામ ધોરણો પાસ કરીને ૫૦ વિધ્યાર્થીઓના કોટામાંથી ૪૨ વિધ્યાર્થીઓ કાશ્મીરના અને ૮ ટકા જમ્મુના પ્રવેશને પાત્ર સાબિત થયા. તે બધાને વીધીસરનો પ્રવેશ પણ મળી ગયો.
બીજેપીના ઉધમપુરના ધારાસભ્યે શ્રી એ આર પઠાનીયાએ ઉપરના નિર્ણયની સામે વિરોધ શરુ કર્યો. વિશ્વ હિંદુપરિષદ અને બજરંગ દળના આગેવાનોએ વિરોધ પ્રદર્શનની આગેવાની લીધી. આ બધા એ ભેગા થઇને વૈષ્ણોદેવી બોર્ડના ચેરમેનનું પુતળું બાળ્યું છે. વિ હિ પના જે.કે રાજ્યના પ્રમુખ રાજેશ ગુપ્તાએ સદર પ્રવેશને સ્થગિત કરવા હુકમ કર્યો છે. અને મેનેજમેંટે ભુલ સુધારી લેેવી જોઇએ. સંસ્થાની બોર્ડ ઓફ મેનેજમેંટે તો રાજ્યની સક્ષમ બોર્ડે કરેલા નિર્ણયનો અમલ જ કર્યો છે.
વિ હિં પ અને બજરંગદળની દલીલ છે કે વૈષ્ણવદેવીના મંદિરમાં દાનમાં નાણાં તો સમગ્ર દેશમાંથી આવનાર હિંદુઓના જ હોય છે. તો સંસ્થા સંચાલિત મેડીકલ કોલેજમાં વિધ્યાર્થીઓ તો ફક્ત ફક્ત હિંદુ ધર્મ સિવાયના બીજા કેવી રીતે હોઇ શકે? તેમાં મુસ્લીમ વિધ્યાર્થીઓનું આટલું મોટુ વર્ચસ્વ કેવી રીતે ચલાવી લેવાય?સદર મેડીકલ કોલેજમાં ફક્ત પ્રવેશ હિંદુ સિવાય કોઇનો ન હોવો જોઇએ!
સૌજન્ય– ઇન્ડીયન એકપ્રેસ તા–૨૧ નવેંબર. ટુંકાવીને કરેલ ભાવાનુવાદ.પાન નં ૨ પરથી.