Monday, November 24, 2025

કોઇપણ રાજ્યની વિધાનસભાએ કે



કોઇપણ રાજ્યની વિધાનસભાએ કે કેન્દ્ર સરકારના સંસદના બંનેગૃહોએ પસાર કરેલ વિધેયક કાયદો બનવા માટે રાજ્યના રાજ્યપાલ(ગવર્નર) કે કેન્દ્ર માટે રાષ્ટ્રપતીની મંજુરી કે સહી સિક્કા અનિવાર્ય છે.રાજ્યના રાજ્યપાલ કેન્દ્ર સરકારના ઇશારે સહીઓ ના કરે તો શું કરવું?

       સને૨૦૧૪માં કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી જે રાજ્યોમાં બીજેપીની સરકાર નથી ત્યાંના રાજ્યપાલો ફક્ત બંધારણીય વડા( de jure) તરીકે ફરજ બજાવવાને બદલે રાજ્ય સંચાલનના વડા હોય અને દિલ્હી સરકારના નિમેલા સુબા હોય તે રીતે રાજ્યના વહીવટમાં દખલગીરી કર્યા કરે છે. રાજ્યોની વિધાનસભાએ  પસાર કરેલ બીલો મહીનાઓ સુધી પોતાના ટેબલ પર મુકી રાખે છે. પ બંગાળના ભુતપુર્વ રાજ્યપાલ ધનખડ, કેરાલાના રાજ્યપાલ આરીફ મહંમદ અને તામિલનાડુના વર્તમાન રાજ્યપાલ આર. એન. રવી ની સામે સદર રાજ્યોની સરકારોએ દેશની સર્વોચ્ચ અદાલત ફરીયાદ કરી હતી.  સદર રાજ્યોની રજુઆત હતી કે સર્વોચ્ચ અદાલત રાજ્યપાલો પાસે મંજુરીની અપેક્ષા માટે મોકલેલા બીલો કોઇક સમય મર્યાદની અંદર મંજુર થઇને આવે. જેથી  રાજ્ય સરકારો પોતાના રાજ્યમાં ચુટાયેલી સરકાર તરીકે વહીવટ કરી શકે!

        દેશની સર્વોચ્ચ અદાલતે આશરે છ માસ પહેલાં બે ન્યાયધીશની બેંચે એવો ચુકાદો આપ્યો હતો કે "  દેશ એક સમવાયી પ્રજાસત્તાક છે. રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર બંનેનો વહીવટ ચુંટાયેલા પ્રતિનિધિઓથી થાય છે. જો રાજ્યોની સરકારો ખાસ કરીને કેન્દ્ર સરકારની વિરુધ્ધ રાજકીય પક્ષોની સરકારો સત્તામાં હોય, જે તે રાજ્યોનો વહીવટ કરતી હોય તો તેમાં રાજ્યપાલો વિધાનસભાઓએ પસાર કરેલ બીલો લાંબાસમય સુધી સહી ના કરે તો રાજ્યોનો વહીવટ કેવી રીતે કરવો? સર્વોચ્ચ અદાલતની સદર બે ન્યાયાધીશોની બેન્ચે સમય મર્યાદા નક્કી કરી, નકકી કર્યુ કે અસહ્ય વિલંબ પછી જે તે રાજ્યની વિધાન સભા તે બીલોને ( તામીલનાડુ સરકારના ૧૦ બીલો) બીજીવાર વિધાનસભામાં પાસ કરે તો જે તે દિવસે મુળ પસાર કરેલા તે દિવસથી કાયદો બનશે તેવો ચુકાદો આપ્યો.

તા. ૨૦મી નવેંબરે જુના ચુકાદા વિરુધ્ધ પાંચ ન્યાયાધીશની બેન્ચે ચુકાદો આપ્યો કે ' રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને બીલો મંજુર કરવા સમય મર્યાદાનું બંધન કરવું એ તો કાર્યપાલિકા ( Executive) હેઠળ મળેલ બંધારણીય સત્તા પર નિષેધ છે. સર્વોચ્ચ અદાલતે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના પોતાના વિવેક અને શાણપણ પર નિર્ણય કરે તેમ કરીને કેસ સમેટી લીધો છે. સદર ચુકાદો પર કોઇ ન્યાયાધીશે સહી કરી નથી, કોણે લખ્યો છે તે પણ લખ્યું જણાવ્યું નથી. ફક્ત એટલું જ જણાવવામાં આવ્યું છ કે  સદર ચુકાદો સર્વાનુમતે પાંચ ન્યાયાધીશોની બેંચે આપેલો છે.

ઇન્ડીયન એકપ્રેસ દૈનીક્ના " ધી કોન્ટ્રીબ્યુટર તંત્રી અને દિલ્હીની અશોકા વિશ્વવિધ્યાલયના ભુતપુર્વ ઉપકુલપતી ભાનુપ્રતાપ મહેતા જેવા વૈશ્વીક કાયદાવિદ્વાનનો મત તા. ૨૧મી નવેંબરમાં સદર પેપરમાં જણાવેલ  છે કે " કોઈ બિલ ફક્ત સંમતિથી જ કાયદેસર બળ મેળવે છે, તેથી રાજ્યપાલ દ્વારા કાર્યવાહી કરવાનો ઇનકાર, સંમતિ આપવી કે રોકવી નહીં, કે બિલને રાષ્ટ્રપતિને મોકલવું નહીં - વ્યવહારમાં કોઈપણ જવાબદારી વિના બંધારણીય વીટો સમાન છે." (Since a bill acquires legal force only upon assent , the Governor's refusal to act, neither assenting or withholding assent, nor referring the bill to the president- amounts to in practice to a constitutional veto without any accountability.)

સર્વોચ્ચ અદાલતે એક જ ઝાટકે પ્રજાતંત્રમાં ચુંટાયેલી સરકારોને બંધારણ દ્રારા મળેલ સત્તા પ્રમાણે વહીવટ કરીને લોકકલ્યાણના કાર્યો કરવાના મુળભુત અધિકાર પર કઠુરાઘાત તે પણ ભરપાઇ ન થઇ શકે તેવો કરી દીધો છે. 


--