મોદી દેશને ભયંકર અને ખતરનાક દીશામાં ઢસડી રહ્યા છે.–પ્રેમ શંકર જ્હા.
(વરીષ્ઠ પત્રકાર અને એક સમયના હીન્દુસ્તાન ટાઇમ્સ, ટાઇમ્સ ઓફ ઇંડીયા અને ઇકોનોમીક્સ ટાઇમ્સના એડીટર.)(સૌ.www.thewire.in) અંગ્રેજી લેખનો ભાવાનુવાદ.
મારા મત પ્રમાણે રાજનીતીજ્ઞ કે રાજનીતીમાં કુશળ પુરૂષ તેને કહેવાય કે જે પોતાની ભુલો કબુલ કરે, સૌજન્યતાથી તે ભુલો દેશમાં બહુ મોટુ નુકશાન કરે તે પહેલાં તે બધી ભુલોને સુધારી લે. કમનસીબે વડાપ્રધાન મોદીએ, બે માંથી કોઇ સદગુણ તેમનામાં હોય તેવું લેશ માત્ર દેખાડયું નથી. લાલ કીલ્લાપરથી સ્વતંત્ર દીવસે તેઓએ જે ભાષણ આપ્યું હતું તેના પરથી સ્પષ્ટ જોઇ શકાય છે.તેમાં પોતાની ભરપુર સ્વબડાઇઓ (self congratulation)અને પોતાના ચવાઇ ગયેલા દાવાઓની વાતોના પુનરાર્વતન સીવાય બીજું કાંઇ ન હતું. દા;ત " આપણા દેશમાં દરેક સમાન છે. જે લોકોએ દેશને લુંટયો છે અને ગરીબોને લુંટયા છે તેમની ઉંઘ મેં ખરાબ કરી દીધી છે. ભારત જોડો, ચાલો નવું ભારત બનાવીએ." આ બધા વાક્યોના અર્થમાં કોઇ દમ જ નથી.( – that are entirely devoid of content.) પણ આ બધા તેઓના સંતોષના આધારો બીલકુલ નથી. તેઓના આત્મવીશ્વાસનો આધાર તો એ છે કે તેમણે ઘણા લાંબા સમય સુધી તેમનો પક્ષ બીજેપી રાજ્ય સત્તાપર ટકી રહે તેવું સુનીશ્ચીત કરી દીધું છે.
તેઓએ સને ૨૦૧૯ સુધી વીરોધપક્ષ એક થઇને બીજેપી સામે ચુંટણી લડી શકે તેવી શક્યતાને જ ખલાસ કરી દીધી છે. વ્યવસ્થીત રીતે દેશની ધર્મનીરપેક્ષ લોકશાહીના જે બંધારણીય મજબુત પાયા હતા તેને ચાલાકીપુર્વક બીનઅસરકારક બનાવી દેવામાં મોદી માહેર થઇ ગયા છે.આ બધા લોકો પ્રતીનીધી સરકારના માળખામાં રહીને જ શતરંજ પ્યાદાની માફક રમતો રમીને પોતાની ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં જીત અત્યારથી જ હાંસલ કરી લીધી હોય તેવો માહોલ પેદા કરી દીધો છે.
મોદીએ દેશને કઇ દીશામા લઇ જવો છે તેનો માર્ગ સ્પષ્ટ રીતે બતાવી દીધો છે. મોદી અને અમીત શાહે ભેગા થઇને તે જે ' નવા ભારત' ની વારંવાર વાત કરે છે તેની વચ્ચે આવતી બધીજ આડખીલીઓને ખરુ જોતાં દુર કરી દીધી છે. બીજેપી પાસે રાષ્ટ્રપ્રમુખ અને ઉપપ્રમુખ બંને પોતાની પસંદગીના છે. મોદી મોકેલે કે સુચવે તે સુચના મુજબ ભવીષ્યમાં દેશના સર્વૌચ્ચ વડા નીર્ણય કરે તેવી પુરી શક્યતા પેદા થઇ ગઇ છે.ઉત્તરપ્રદેશ, ઉત્તરાંચલ અને આસામમાં બીજેપી સત્તારૂઢ થઇ ગઇ છે. તેથી હવે રાજ્યસભામાં પણ ભવીષ્યમાં બંધારણીય ફેરફાર કરવા બહુમતી મેળવી લેશે તેવી પુરી શક્યતા ઉભી થઇ ગઇ છે.મોદીએ લશ્કરમાં પરંપરાગત બઢતી માટેની ચાલુ રહેલી બંધારણીય 'સીનીયોરીટી–કમ– મેરીટ' પધ્ધતીને બદલે સ્પ્ષ્ટ અને સૌને દેખાય તેવો સંદેશો મોકલી દીધો છે કે લશ્કરે વડાપ્રધાન મોદીની સુચના પ્રમાણે કામ કરવાનું રહેશે બંધારણ પ્રમાણે નહી! લશ્કરી તંત્રમાંથી છુટાછવાયા જે નીવેદનો આવે છે તે સાબીત કરે છે કે બીજેપીનો વીરોધ એટલે રાજદ્રોહ તેવા સમીકરણનો સંદેશો તે તંત્રને મળી ગયો છે.(The spate of statements from all and sundry in the armed forces that have begun to equate dissenting with the BJP with treason shows that the army has got the message.)
આ બધામાં સુપ્રીમકોર્ટ એક અડચણરૂપ છે. સુપ્રીમકોર્ટના ચીફજસ્ટીસ જે.એસ ખેહરે મોદી સરકારના 'ધી જ્યુડીસીઅલ એકાઉન્ટેબીલીટી' બીલને રદબાતલ કરી દીધુ હતું. ઉપરના નીર્ણયે સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશોની નીમણુંક માટે 'કોલીજીયમ સીસ્ટીમ' ને બચાવી લીધી હતી. થોડાજ સમયમાં જસ્ટીસ ખેહર સાહેબ નીવૃત થવાના છે. એવું આપણે ચોકકસ ધારી શકીએ કે તે ન્યાયાધીશ સાહેબ રીટાયર્ડ થયા પછી ઉચ્ચ ન્યાયતંત્રની સ્વતંત્રતાને નાબુદ કરવાનો સંઘર્ષ મોદી ચાલુ રાખશે.
મોદીનું આદર્શ રાજ્ય–Modi's ideal state
ન્યયાતંત્ર, લશ્કર અને તેવા અન્ય તંત્રોને પોતાની હકુમત નીચે લાવીને ઇચ્છા મુજબ કામ કરાવવામાં હવે એક માત્ર વચ્ચે આડખીલી હોય તો તે દેશની ચુંટણી પ્રથા છે. બીજી બધી આપ બડાઇઓ અને બણગાં ભલે ફુકવામાં આવે તેમ છતાં મોદી અને અમીત શાહ ખુબજ સ્પષ્ટપણે બીજેપીની સત્તા ટકાવી રાખવાની નબળાઇ સારી રીતે સમજે છે. સને ૧૯૬૭માં કોંગ્રેસે ૪૦.૭ ટકા મત મેળવીને ૨૮૨ બેઠકો પર વીજય મેળવ્યો હતો. સને ૨૦૧૪માં બીજેપીએ તેટલીજ સીટો ૩૧ ટકા મત મેળવીને જીતી છે. તેઓને જ્યાંસુધી બીજા વધારાના ૧૦ ટકા મતો મળશે તેવી પુરી ખાત્રી નહી થાય ત્યાં સુધી તેમની અસલામતી ચાલુ રહેશે.
જ્યાંસુધી તેમને સને ૨૦૧૪ કરતાં બીજા દસ ટકા વધારાના વોટ મળતા નહી દેખાય ત્યાંસુધી તે પ્રાપ્ત કરવા બે પ્રકારની તેમની વ્યુહ રચના કરશે. એક, હીદું સમાજ, જે જ્ઞાતીના ઉંચનીચના માળખામાં સદીઓથી વહેંચાઇ ગયો છે તેવા મતદારોના મનમાં હીદું સંયુક્ત ઓળખ પેદા કરવા 'અવીશ્વાસની અપવૃત્તી ' (creating paranoia among caste Hindus) જ્ઞાતીની ઓળખને બાજુપર રાખીને પેદા કરવી. બીજું યેનકેન પ્રકારે વીરોધ પક્ષો ક્યારે એક ન થાય તેવી રાજકીય ચાલ સતત રમ્યા કરવી. તે કરવા માટે મોદી–શાહની બેલડીએ બધાજ પ્રકારની નૈતીકતાને બાજુ પર મુકીને રાજ્યકક્ષાના પક્ષો જેવા કે આમઆદમી પાર્ટી દીલ્હીમાં,ત્રિનમુલ કોગ્રેસ પશ્ચીમ બંગાળમાં અને બીહારમાં જનતાદળ (યુનાઇટેડ) ને ખલાસ કરી નાંખવા. જેથી સને ૨૦૧૯માં તે બધા વીરોધ પક્ષો ભેગા થઇને સંયુક્ત મોરચો બીજેપી સામે ઉભો કરી શકે નહી.
મોદીના મનમાં તે સફળતા હાંસલ કરવાની દ્રષ્ટી કઇ છે ? પોતાના રાજકીય વીરોધીઓને ઉધેમાર્ગે દોરવા અને પોતાની મોટાઇ કે ભવ્યતાની સખત પ્રજાના કરવેરાના પૈસે ઉભી કરાયેલી છાપને ટકાવી રાખવા(Behind the camouflage of his grandiose) અત્યાર સુધીના બાકી રહેલા વચનો પાળવા માટેનો અફર નીર્ણય કરશે.પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તે હીદું રાષ્ટ્ર બનાવવાના વચનો આપશે. તેનો છુપો ઇશારો મોદીના પંદરમી ઓગસ્ટના પ્રવચનમાં આપણ ને મળી ગયો છે. બીજેપી–મોદી– આર એસ એસના સંયુક્ત ત્રણવર્ષના શાસનમાં તેમનું હીદું રાષ્ટ્ર કેવું બનશે તેની હજુ કોને સમજાવવાની જરૂર છે!
આ રાજ્ય પડોશીઓ સાથે સુમેળભર્યા સંબંધો રાખવાને બદલે સંઘર્ષ જ કર્યા કરશે. આ રાજ્યની અંદર દેશમાં બહુધાર્મીક વીવીધતાતાને બદલે એક જ ધર્મ તે પણ હીદું ધર્મ આધારીત એકજ હીદુંત્વ સાંસ્કૃતીક સમાજ(a single homogenized culture) પેદા કરવામાં આવશે. મુસ્લીમ અને અન્ય લઘુમતીઓનું સ્થાન અમે નક્કી કર્યા પ્રમાણેનું રહેશે અને તે રીતે નભાવી લેવામાં આવશે. દેશમાં હવે બહુવીધ ધાર્મીકતાઓને નીભાવી લેવામાં આવશે (પણ સ્વીકારી લેવામાં આવશે નહી.)આ દેશમાં હવે બહુવીધ સાંસ્કૃતીકતાનું (but cultural pluralism will not. ) કોઇ સ્થાન રહેશે નહી. લઘુમતીઓએ દેશની બહુમત સાંસ્કૃતીકતામાં પોતાની ઓળખને ઓગાળી દેવી કે આત્મસાત કરી દેવી(cultural assimilation) પડશે. છેલ્લા ૭૦ વર્ષોથી નહી પણ છેલ્લા ૨૦૦૦ વર્ષોથી જે બહુવીવીધતામાં એકતાનો જે રાષ્ટ્રીયતત્વનો સાંસ્કૃતીક વારસો છે તેને બદલી નાંખવાનો મોદીનો ઇરાદો સ્પષ્ટ છે. શું આવો પાયાનો અને દુરોગામી કાયમી અસરો પેદા કરનારો ફેરફાર શક્ય છે? જો ના તો તે લાવવા માટેની કોશીષોના પરીણામો કેવા આવશે? ત્રણવર્ષના તેમના સમયકાળના આધારે કેવો જવાબ હોઇ શકે તેને નજરઅંદાજ કરી શકાય નહી. તેમના શાસનના દરેક ક્ષેત્રમાં મોદી દેશને પાછાવળી ન શકાય તેવા મૃત્યુ સમીપના માર્ગે દોરી જાય છે. જો મોદી આ દીશામાં દેશને લઇ જવાનું ચાલુ રાખશે તો ચોક્કસ ભારત એક રાજ્ય તરીકે તુટી પડશે.( In every single sphere of governance, Modi is leading India into deadly peril. If he continues down this road, India's failure as a state is guaranteed.)
કાશ્મીરમાં રાજકીય વીરોધ સામે શુન્ય સહીષ્ણુતા–Zero Tolerance in Kashmir.
ચાલો આપણે. શાંત ચીત્તે તપાસીએ કે છેલ્લા ત્રણ વર્ષમાં આ માણસ આપણા દેશને ક્યાં લઇ ગયો છે અથવા તેણે દેશને ક્યાં લાવીને મુક્યો છે? કાશ્મીર રાજ્યમાં રાજકીય વીરોધ સામે રાજ્યને અબાધીત અને ત્રાસદાયક શુન્ય સહીષ્ણુતા સાથેની સત્તા વાપરવાની બે લગામ છુટ આપી દીધી છે. આજે કાશ્મીરમાં યુધ્ધ માટે લડતા મીલીટન્ટસ નથી પણ આતંકવાદીઓ છે. જેમને શરણાગતી સ્વીકારવાની તક આપ્યા સીવાય જ મારી નાંખવામાં આવે છે. મોદી કહે છે કે' મારે કાશ્મીરઓને આવા આતંકવાદીઓ જે તમને કાંટાની માફક ખુંચે છે તે બધાથી સ્વતંત્ર કે મુક્ત બનાવવા છે. તેની સામે કાશ્મીરની શેરીઓમાં સેંકડો નહી પણ હજારોની સંખ્યામાં યુવાનો સામે આવી ગયા અને ગયાવર્ષે પાંચ મહીના સુધી આખા કાશ્મીર રાજ્યને જાણે બાનમાં લીધુ હોય તેમ બંધ કરી દીધું હતું. તે રાજ્યના મુખ્યપ્રવાહ અને અલગતાવાદી બંને પ્રકારના નેતઓએ સ્પષ્ટ શબ્દોમાં વારંવાર જણાવી દીધુ છે કે ' અમારે ભારતથી આઝાદી જોઇએ છીએ ' પણ તેનો અર્થ એ નથી કે અમારે કાશ્મીર રાજ્યને પાકીસ્તાનનો એક ભાગ બનાવવો છે. તેવીજ રીતે તે બધાને ભારત સાથેના તમામ સંબંધોનો અંત લાવવો નથી કે બધા સંબંધો કાપી નાંખવા છે. પ્રજા તરીકે અમારા પર દીલ્હી રાજ્ય ચલાવે તે બીલકુલ માન્ય નથી. બલ્કે તે અસહ્ય છે. ખાસ કરીને રાજકારણ, સાંસ્કૃતીક અને ધર્મની બાબતમાં એક રાજ્યની પ્રજા તરીકે અમને સંપુર્ણ આઝાદી જોઇએ. આજે કાશ્મીરના મધ્યમમાર્ગી( મેઇનસ્ટ્રીમ) અને અલગતાવાદી નેતાઓ બંને નવીદીલ્હીના વલણોથી ઉત્તેજીત અને ચીંતાગ્રસ્ત છે. રાજકીય સંવાદ ફરીથી ચાલુ કરવા તેઓ તૈયાર છે ત્યારે મોદી સરકાર કાશ્મીરમાં બંદુક અને બેરલના નાળચા પર આધાર રાખે છે. તેથી કાશ્મીરી યુવાનો ક્રમશ: પાકીસ્તાન તરફી અને હવે તાજેતરમાં અલકાયદા અને આઇએસઆઇએસ(al-Qaeda and ISIS) તરફી ઢળી રહ્યા છે. જે કાશ્મીર અને ભારત દેશના ભવીષ્ય માટેનો શુભ સંકેત નથી.
મોદીએ એક વર્ષ પહેલાં કાશ્મીર રાજ્યના વીરોધપક્ષના નેતાઓને વચન આપ્યું હતું તે કાશ્મીરમાં શાંતી સ્થાપવા અથવા કોઇ ઉપાય શોધી કાઢવા દેશના બંધારણના માળખાની અંદર રહીને સંવાદ કરવા તૈયાર છે. પરંતુ મોદી તો ખરેખર કોઇપણ સ્થાનીક સરકારો કે દેશના કોઇપણ રાજ્યની સરકારો વધુ સત્તાશાળી કે સ્વાયત્ત બને તે તો તેમની મજબુત રાષ્ટ્ર– રાજ્યની પરીકલ્પનાની વીરૂધ્ધ જાય છે તેથી આવા કોઇ ઉપાયો કે ઉકેલોને તે કેવી રીતે માન્ય કરે કે કબુલ રાખે ! જો વીકેન્દ્રીત સમવાયી રાજ્યો મજબુત અને શક્તીશાળી થઇ જાય તો પછી મોદીની દીલ્હીની સત્તાનો ભાવ કોણ પુછે? રાજ્ય મજબુત= રાજ્યનો મુખ્યપ્રધાન મજબુત = કેન્દ્ર સરકાર નબળી=કેન્દ્રનો નેતા નબળો. આ સમીકરણ અમલમાં આવે તો મોદી ક્યાં જાય? કાશ્મીર સમસ્યાનો ઉકેલ મોદી સરકાર પોતાની સત્તા નબળી પાડીને કેવીરીતે લાવી શકે?
ભયંકર નુકશાનકારક વીદેશ નીતી–A dangerous foreign policy
મોદીની સખ્તાઇ ભરેલી કાશ્મીર સામેની નીતી ને કારણે કાશ્મીરની પ્રજા પાકીસ્તાન અને જેહાદી લોકોના હાથનો શીકાર બની ગઇ છે. મોદીની આ નીતીને કારણે પાકીસ્તાની લશ્કરી તંત્રને સને ૨૦૦૭થી દેશની લોકશાહી સરકારો સામે લશ્કરી સત્તાના કેન્દ્રીકરણ માટે જે તક આટલા વર્ષોથી નહતી મળતી તે સોનેરી તક પુરી પાડી છે.પાકીસ્તાની દેશના લોકશાહી પરીબળો પાસેથી આ બાના હેઠળ લશ્કરે રાજકીય સત્તાનું પલ્લુ પોતાની તરફેણમાં નમાવી દીધુ છે.પાકીસ્તાન દેશનું રાજકીય સુકાન લોકશાહી પરીબળો પાસેથી ત્યાંના લશ્કરે મોદીની કાશ્મીરની નીતીને કારણે પોતાને હસ્તક લઇ લીધું છે. ભારત સરકારે સને ૨૦૧૨માં પાકીસ્તાનની નાગરીક સરકારને પોતાની હુંડીયામણની નાણાંકીય કટોકટી ઉકેલવામાં અનુકુળતા અને સગવડ ભર્યો અભીગમ દાખવીને જે ગુડવીલ તે દેશની સરકારો અને પ્રજામાં પણ ઉભી કરી હતી તેને મોદીની વીદેશ નીતીએ ધોઇ નાંખી છે. સને ૨૦૧૬માં લાઇન ઓફ કંટ્રોલમાં સામ– સામી ફાયરીંગમાં ૩૯ ભારતીયો મૃત્યુ પામ્યા અને ૧૩૩ ઘવાયા અને સને ૨૦૧૭ની સાલમાં અત્યાર સુધીમાં ૨૪ મૃત્યુ પામ્યા અને ૧૭૦ ઘવાયા છે. પાકીસ્તાને કબજે કરેલ કાશ્મીરમાં ૫૦૦ ગરીબ ને સંપુર્ણ નીર્દોષ નાગરીકોએ જાન ગુમાવ્યા છે અને તેટલીજ જાનહાની જમ્મુ અને કાશ્મીરમાં થઇ છે. મોદી પોતે અને પાકીસ્તાનનું લશ્કરી તંત્ર બંને સારી રીતે જાણે છે એટલુંજ નહી પણ સમજે છે કે આ લશ્કરી મુડભેડથી બેં માંથી કોઇ દેશને એક ઇંચ પણ જમીન વધારાની પ્રાપ્ત થઇ નથી.
મારા મત મુજબ મોદીની ચીન સાથેની નીતી સને ૧૯૬૨મા નહેરૂએ જે નીતી અને ત્યારબાદ સંઘર્ષ માથે લઇ લીધો હતો તેનાથી જુદી નથી.
મેં મારા લેખોમાં ખુબજ વીસ્તૃત રીતે, સંઘ પરીવાર દ્રારા સતત નીષ્ઠુર રીતે ભારતીય મુસલમાનો,સેક્યુલર બૌધ્ધીકો, ડાબેરીઓ અને ભાજપના વીરોધીઓ પર જે હીંસક હુમલા કરવા–કરાવવામાં આવે છે તે અંગે લખ્યું છે. તેમાં સરકારપણ પોતાના કાયદા તંત્રનો ઉપયોગ અને ગેરઉપયોગ બેફામ રીતે કરે છે. આ બધા વીષે આ લેખમાં વીગતે લખવા માંગતો નથી કારણકે તેમાં વાતનું પુનરાર્વતન થાય છે.
તે જ કારણોસર ભારતીય અર્થતંત્રમાં છેલ્લા ત્રણ વર્ષોમાં જે આઘાતજનક રીતે ગીરાવટ આવી છે, જેને મોદી સરકાર યુક્તીપ્રયુક્તીઓ કે છળપ્રપંચથી ઢાંકવાની કોશીષો કરી રહ્યું છે તેની વાત પણ અહીયાં કરીશ નહી.આ બધી આર્થીક નીતીઓ નહી પણ કુનીતીઓને કારણે દેશમાં લાખો માણસોએ પોતાની નોકરીઓ ગુમાવી દીધી છે.અને નવી રોજગારી છેલ્લા ત્રણ વર્ષોમાં શુન્યપર (close to zero) આવી ગઇ છે. તે અંગે પણ લખીશ નહી. પરંતુ મોદી તેની રાક્ષસી કે હીમાલય જેટલી ભુલો પાકીસ્તાન, ચીન, નેપાલ,અને ભારતીય અર્થતંત્રની સાથે નોટબંધી વી. જે રમતો રમીને કરી છે તેમાંથી પાછા વળવું તેના સ્વભાવમાં નથી. સત્તા ભુખ્યા રાજકારણીનું નહી પણ બાહોશ રાજનીતીજ્ઞનો એ સદગુણ હોય છે કે તે પોતાની ભુલો સ્વીકારે છે અને તે ભુલો સુધારીને પોતાના પગલાં કે નીતીઓથી દેશને થતું નુકશાન અટકાવે છે. મોદીએ પોતાના વ્યક્તીત્વમાં આવા રાજનીતીજ્ઞ જેવા સદગુણ હોય તેમ હજુ સુધી બતાવ્યું નથી.( Prem Shankar Jha is a senior journalist and the author of several books including Crouching Dragon, Hidden Tiger: Can China and India Dominate the West?)