Sunday, September 17, 2017

ગૌરી લંકેશ( ૧૯૬૨–૨૦૧૭) ખુદ્દ્રાર જર્નાલીસ્ટને પ્રેમવીભોર શ્રધ્ધાંજલી.

ગૌરી લંકેશને આપેલી અદ્ભુત શ્રધ્ધાંજલી– સી રાજઘટ્ટા ( ભુતપુર્વ પતી)

ગૌરીના અપમૃત્યુને કારણે ઘણા બધાએ શ્રધ્ધાંજલી આપી હશે. મોટાભાગની શ્રધ્ધાંજલીઓમાં એમ લખાયું અને બોલાયું હશેકે ' ગૌરીના આત્માને શાંતી મળે, તેને સ્વર્ગ મળે, રેસ્ટ ઇન પીસ' વગેરે વગેરે.મારા મત મુજબ આવી શ્રધ્ધાંજલીઓને ગૌરી સમજી શકતી હોત તો તે ચોક્કસ મંદ મંદ હસતી હોત! મનમાં અને મનમાં મુશ્કરાય જ. કારણકે અમે બંનેએ અમારી યુવાનવયમાંજ (Teen years)  ઇશ્વર,મોક્ષ, સ્વર્ગ, પુન્ય પાપ અને મૃત્યુ પછી જીવનના ખ્યાલને વાહીયાત ગણીને ફગાવી દીધો હતો.

અમારા કોલેજકાળના સમયમાં મારા શહેર બેંગ્લોરને ભારતની રેશનાલીસ્ટ ચળવળનું કેન્દ્ર ગણવામાં આવતું હતું. તેમાં અમારી કોલેજના પ્રીન્સીપાલ અને પછી વાઇસચાન્સેલર ડૉ એન નરસીંહમૈયા અને શ્રીલંકાના આક્રમક રેશનાલીસ્ટ ડૉ અબ્રેહામ કવુર, બંને મારા અને ગૌરીના માર્ગદર્શક, મેન્ટર અને સલાહકાર હતા.અમારા બંનેનું રેશનાલીસ્ટ અને નીરઇશ્વરવાદી વ્યક્તીત્વ તે બે વડીલોની છત્રછાયા નીચે વીકસ્યું હતું. અમારા વીચારો પુરેપુરા રેશનાલીસ્ટ હતા .જે તે તેના ખુનના સંદર્ભને સમજવા માટે આ વાત મેં મુકી છે. જેથી બધાને ખબર પડે કે રેશનાલીસ્ટ અને ધર્માંધ લોકો સાથેના સંબંધો ઉત્ત્રર–દક્ષીણ ધ્રુવ જેવા હોય છે.

અમારૂ મુકામ અને બેઠક કોલેજનું પુસ્તકાલય હતું આ ઉપરાંત તે સમયની એક બુકશોપ હતી જેનું નામ 'પ્રીમીયમ બુકશોપ' હતું. તે અમને ૨૦ ટકા પુસ્તકની વેચાણ કીંમત પર કમીશન આપતો હતો. તેથી અમે ત્યાંથી નવી નવી ચોપડીઓ ખરીદતા હતા.સૌથી પ્રથમ બુક અમે –" સ્ટોરી ઓફ ફીલોસોફી" બાય વીલ ડુરાંટ ખરીદી હતી. અને બંને એ ભેગા મળીને એક પછી એક ફકરો વાંચતા હતા પછી ચર્ચા કરતા હતા.

સામાન્ય સંજોગોમાં અમારા રેશનાલીસ્ટ વીચારોને કારણે અમે બંને ખાસ ધ્યાન રાખતા હતા કે અમારા કુટુંબોની ધાર્મીક માન્યતાઓને ઠેસ ન પહોંચે. પણ કેટલીકવાર અમારા યુવાન મીજાજને કારણે અમે વડીલોના અવીચારી વીચારો અને રૂઢીઓની જોરદાર ટીકા કરી દેતા હતા.

અમારો લગ્ન પહેલાંનો પ્રેમાળ સંવનન કાળ પાંચ વર્ષનો હતો. અને ત્યારબાદ અમારુ લગ્નજીવન પણ પાંચ સાલ પછી પુરૂ થઇ ગયું.આ સમયગાળામાં અમને બીથોવન, બીટલ્સ અને દીલોનના સંગીતના સુરોએ  ખુબજ આનંદ આપ્યો હતો. દીવસે અમે કાર્લ સેગોન ખગોળ વીજ્ઞાનીનું પુસ્તક 'કોસમોસ' વાંચતા હતા અને પછી ચંદ્રમા સીવાયની અંધારી રાત્રીએ કોઇ દુર પર્વતની ટેકરી પર જઇને તારાઓ અને આકાશગંગાને નીરખવાની ગળાડુબ બસ મઝા માણયા જ કરતા હતા. તે કોલેજ કાળના  દીવસોમાં હું સીગરેટ પીતો હતો. તેણી તેનો સખત વીરોધ કરતી હતી.

 ડીવોર્સ લેવા માટે અમે કોર્ટમાં ગયા ત્યારે એકબીજાના હાથમાં હાથ પકડીને એકબીજાની આંગળીઓને રમડતા રમાડતા કોર્ટમાં પહોંચ્યા હતા. માનનીય ન્યાયધીશ સાહેબ ટકોર કરીકે  તમે ડીવોર્સ લેવા આવ્યા છો કે પરણવા? "If you want to go your own ways, better disengage, the court remarked."

   ડીવાર્સ લીધા પછી અમે બંને બેંગ્લોરમાં એમ જી રોડ પર આવેલી તાજ હોટેલના 'સધર્ન કમ્ફર્ટ' નામના ડાઇનીંગ હોલમાં બપોરનું ભવ્ય લંચ લઇને છુટા પડયા. અમે આનંદથી હસ્યા અને એકબીજાને 'ગુડબાય' કહી છુટા પડયા. હું પ્રથમ દીલ્હી, પછી મુંબઇ અને છેલ્લે વોશીંગટનમાં રહ્યો. દરેક સ્થળે ગૌરી મને મળવા આવેલી હતી.

જ્યારે મેં સીગરેટ પીવાનું છોડી દીધું ત્યારે તેણીએ સીગરેટ પીવાનું શરૂ કર્યુ હતું. ઘણાવર્ષો પછી એકવાર તેણી મારી ભુતપુર્વ પત્ની (she visited me in U.S (crazy innit? ex-wife visiting me? But she was more friend than ex !)

મેં તેણીને મારા એપાર્ટમેંન્ટમાં સીગરેટ ન પીવા વીનંતી કરી. તેણીને જણાવ્યું કે અત્યારે શીયાળો છે અને એપાર્ટમેંટ  બધેથી એરટાઇટ રીતે બંધ છે. તારી સીગરેટની ગંધ કે (સુંગધ!) કારપેટમાં ભરાઇ જશે તો પછી ક્યારેય જશે નહી.

ગૌરી પુછે છે તો હું શું કરૂ? તું મારી પાસેથી કેવી અપેક્ષા રાખે છે! તારે સીગરેટ પીવીજ હોય તો છેક ઉપર છાપરા પર જા અને ત્યાં સીગરેટ પી. પણ ઉપર અને બહારતો બરફ પડે છે.અને બહારતો કડકડતી ઠંડી છે. તને ખબર છે ને કે તારે લીધે તો મેં સીગરેટ પીવાની શરૂ કરી! ઓ! ઘરડી છોકરી મને માફ કર પણ તું સીગરેટ ઓલવી નાંખ. "Awww…sorry old girl. I'm asking you to stop." 
 ( ગૌરીનું ખુન ૫૫ વર્ષની ઉમરે થયું છે.) હું તારા કરતાં તંદુરસ્ત છું અને તારા કરતાં વધારે જીવવાનો છું. જે સાચુ પડયું. ગૌરૌ જવાબમાં કહે છે કે તું જુઠ્ઠો સાબીત થવાનો છું.

સામાન્યરીતે ડીવોર્સની પ્રક્રીયા દરમ્યાન અને તે લીધા પછી આપણા દેશામાં કે અહીંયાપણ  બંને વચ્ચેના સંબંધો કીન્નાખોરીથી ભરેલા, દ્વેવ્ષપુર્ણ અને સામન્ય ક્યારેય હોતા નથી. અમારા ભાઇબંધો પણ અમારા ડીવોર્સ પછીના સંબંધોને સમજી શકતા નહતા.અમે તે બધા દુન્યવી ખ્યાલોથી પર થઇને આદર્શો અને મુલ્યો આધારીત સંબંધો ડીવોર્સ પછી ચાલુ રાખ્યા હતા.

મારુ કુટુંબ ગૌરી જેવી પ્રખર અસમાધાનકારી અને બળવાખોર રેશનાલીસ્ટની સરખામણીમાં ઘણું રૂઢીચુસ્ત હતું. તેમ છતાં મારા મા–બાપના ગૌરી સાથેના સંબંધો ડીવોર્સ પછી પણ લાગણીસભર હતા. તેણી મને સતત ટોંટ મારતી હતી કે ભલે આપણે ડીવોર્સી છીએ તેમ છતાં 'હું તારા કુટુંબની પ્રથમ વહુ હતી તે મારૂ ટાઇટલ કોઇ છીનવી શકે તેમ નથી.' "Ha! You can never take away the honor of being the first daughter-in-law of the family."

ગયા ફેબ્રઆરી માસમાં મારા બા ગુજરી ગયા ત્યારે ગૌરી હું આવું તે પહેલાં તે પહોંચી ગઇ હતી. તેમની અંતીમવીધીમાં તેણી પહેલીથી છેલ્લે સુધી હાજર રહી હતી.

મારા ગૌરીના કુટુંબ સાથેના સંબંધો સામાન્ય લોકોને અસામાન્ય લાગે તેવા હતા. અમારા ડીવોર્સ બાદ પણ હું તેના ડેડી પીં. લંકેશ જે લેખક, નાટયલેખક અને ફીલ્મ બનાવનાર હતા.તેઓને નીયમીત મળતો રહેતો હતો.હું વોશીંગટનમાં રહેતો હતો પણ જયારે ઇંડીયા આવું ત્યારે તેમને ખાસ મળતો હતો.  અમે બંને ધીમે ધીમે વીસ્કીના એક બે પેક પીતા પીતા ભારતમાં ખેડુતોની હાલાકી, આપઘાત, રાજકારણ, ધર્મ, સાહીત્ય, નવી સીનેમો, આરોગ્ય વગેરે વીષયો પર લંબાણથી ચર્ચા કરતા હતા. ગૌરીના મા–બાપો મને ટોંટ મારીને ચીઢવતા પણ હતા કે ગૌરી સાથેનું તારૂ મુક્ત જીવન કેમ છોડી દીધુ? હું હસતાં હસતાં જવાબ આપતો હતો કે વીશાળ દ્ર્ષ્ટીબીંદુ કેળવવા માટે અંતર જરૂરનું છે. તેણીના પીતાજી સને ૨૦૦૦ની સાલમાં ગુજરી ગયા પછી ગૌરી સાચા અર્થમાં તેણીના પીતાની સાચી બૌધ્ધીક વારસદાર બની ને પીતાનું ન્યુઝપેપર ચાલુ રાખ્યું.

 


--