Monday, September 18, 2017

ગૌરી લંકેશે પોતાની પત્રીકામાં છેલ્લો સંપાદકીય લેખ નીચે પ્રમાણે લખ્યો હતો.

 

ગૌરી લંકેશે પોતાની પત્રીકામાં છેલ્લો સંપાદકીય લેખ નીચે પ્રમાણે લખ્યો હતો.

તેની પત્રીકાનું નામ હતું  ગૌરી લંકેશ પત્રીકે. તે ૧૬ પાનાની અઠવાડીક પત્રીકા હતી. તે તા. ૧૩મી સપ્ટેમ્બરના રોજ પ્રકાશીત થવાની હતી. તે કન્નડ ભાષામાં પ્રકાશીત થતી હતી. જેનું પ્રીન્ટીંગ વી. પુર્ણ થઇ ગયું હતું તેણીનો તે પત્રીકામાં પાન નંબર ત્રણ પર લખેલા સંપાદકીય લેખની વીગત નીચે મુજબ છે. જે તેણીના જીવનનો છેલ્લો લેખ બની ગયો. ગૌરી કન્નડમાં ' કંડા હોગે' ના નામથી લેખ લખતી હતી જેનો અર્થ થાય છે ' જે મેં જોયું. તેવું લખ્યું.' તેણી પોતાની માતૃભાષામાં લખતી હતી. તેને કારણે તેણીની કલમ ધારદાર હતી. તે કેટલી ધારદાર હતી તે તેણીના છેલ્લા સંપાદકીય લેખથી આપણને ખબર પડશે. તેણીના છેલ્લા સંપાદકીય લેખનું ટાઇટલ હતું ' ફેક ન્યુઝના જમાનામાં'

   જર્મનીના નાઝીવાદી સરમુખ્તયાર હીટલરના સાથી ગોબ્લેસ, જે જર્મનીમાં પોતાના નેતાની સત્તા ટકી રહે માટે જે જુઠ્ઠાણા ફેલાવતો હતો તેથી વીશ્વ વ્યાપી બની ગયો હતો. તેની માફક મોદીના વાહ વાહ કરવા જે બનાવટી સમાચારો ' ફેક ન્યુઝ'  જુઠ્ઠાણા ફેલાવવાની કે તૈયાર કરવાની ફેકટરી બનાવવામાં આવી છે તેની વાત ગૌરીએ પોતાની આ છેલ્લી પત્રીકામાં લખી હતી.

જુઠ્ઠા સમાચારોની ફેકટરી મોટે ભાગે મોદી ભક્તો દ્રારા જ ચલાવવામાં આવે છે. હું આવા જુઠ્ઠાણા ફેલાવવાથી જે નુકશાન થઇ રહ્યું છે તેની વાત આ સમયના મારા સંપાદકીય લેખમાં કરવાની છું.

 બે દીવસ પહેલાં જ ગણેશ ચતુર્થીનો તહેવાર ગયો. તે દીવસે સોસીઅલ મીડીયામાં એક જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું હતું. આ જુઠ્ઠાણું આર એસ એસવાળા તરફથી ફેલાવવામાં આવ્યું હતું. હવે તે જુઠ્ઠાણું કેવું હતું તે જોઇએ. જુઠ્ઠાણું એવું હતું કે કર્ણાટકની કોંગ્રેસ સરકાર જે ગણેશ ભક્તોને  ગણેશજી માટે મંદીર બાંધવું હશે તેને જમીન આપશે. પણ કેટલીક શરતોને આધીન. જેવીકે સરકારમાં " " જમીન માંગનારે દસ લાખ રૂપીયા ડીપોજીટ સરકારમાં ભરવી પડશે, મુર્તીની ઉંચાઇ કેટલી રાખવાની તે સરકાર નક્કી કરશે. બીજા ધર્મના લોકોના રહેણાંક વીસ્તારોમાંથી ગણપતી વીસર્જન કરવા વરઘોડા નહી કઢાય, વરઘોડામાં ફટાકડા ફોડવાની પરવાનગી નહી મળે, ઉપર મુજબનું જુઠ્ઠાણું આર એસ એસના લોકોએ ખુબજ ફેલાવ્યું. આ જુઠ્ઠાણું સોસીઅલ મીડીઆ પર એટલું બધુ ફેલાઇ ગયું કે કર્ણાટક રાજ્યના પોલીસ વડાશ્રી આર. કે. દત્તા સાહેબને રાજ્ય કક્ષાની પત્રકાર પરીષદ બોલાવી પડી. અને હોદ્દાની રૂએ જાહેર કરવું પડયું કે આ બીલકુલ જુઠ્ઠાણું છે. સરકારે આવી કોઇ નીયમાવલી જાહેરાત કરેલ નથી. અ બધા જુઠ્ઠાણા છે.

 આ જુઠ્ઠાણું કોણ અને કેવી રીતે ફેલાવે છે તે શોધી કાઢવાનો મેં પ્રયત્ન કયો. તો હું એક વેબસાઇટ પર પહોંચી જેનું નામ હતુ 'POSTCARD.IN ' આ વેબ સાઇટ કટ્ટર હીંદુત્વવાદીઓની નીકળી. તેનું દરરોજનું કામ આવા બનાવટી ' ફેંક ન્યુઝ બનાવીને સોસીઅલ મીડીયા પર મુકવા અને ફેલાવવા.'

 ૧૧મી ઓગસ્ટે આ વેબ સાઇટ POSTCARD.INમાં એક મોટું મથાળ બનાવીને લખવામાં આવ્યું કે ' કર્ણાટકમાં તાલેબાન સરાકાર'.આવા મથાળાની મદદથી સમગ્ર કર્ણાટક રાજ્યમાં જુઠી અફવા ફેલાવાનું આયોજન કરવામાં આવ્યું. આવી અફવા ફેલાવનારા સંઘના લોકો તેમાં સફળ થયા. જે લોકો મુખ્યમંત્રી સીધ્ધારમૈયાની સરકારથી નારાજ હતા તે બધાએ આ જુઠ્ઠા સમાચારને પાતાનું હથીયાર બનાવી દીધું. સૌથી દુ:ખદ અને આઘાતજનક બાબત એ છે કે લોકોએ પણ આવા સમાચારની સચ્ચાઇને તપાસ્યા સીવાય જ સાચી માની લીધી. તે બધાએ પોતાના કાન, નાક અને દીમાગનો ઉપયોગ જ ન કર્યો.

ગયા અઠવાડીયે  જ્યારે હરીયાણાની એક કોર્ટે રામ રહીમનામના એક ઢોંગી બાબાને બળાત્કારના ગુના માટે  ૨૦ વર્ષની સજા ફટકારી. તે સાથે આ ઢોંગી બાબા સાથે બીજેપીના જુદા જુદા નેતાઓની તસ્વીરો સોસીઅલ મીડયા પર ઝડપથી અને મોટા પાયે ફેલાઇ ગઇ. તેનાથી બીજેપી અને સંઘની નેતાગીરી બચાવમાં આવી ગઇ, મુશ્કેલીમાં મુકાઇ ગઇ. તેના પર પ્રતીહુમલો કરવા માટે  કેરલાના મુખ્યમંત્રી પીનરાઇ વીનીયનનો ફોટો આ ઢોંગીબાવા સાથેનો સોસીઅલ મીડીઆ પર ફરતો કરી દેવામાં આવ્યો. ખરેખર આ તસ્વીર ફોટોશોપની કારીગીરી હતી. જેમાં એકનું માથું કાઢી નાંખીને ગણપતીની માફક બીજાના માથાપર થોપી દેવામાં આવ્યું હતું. પછી તરતજ સંઘના પ્રચાર તંત્રે તેને સોસીઅલ મીડીયા પર મુકી દીધું. મઝાની હકીકત તે બની કે લોકોએ ફોટોશોપના ફોટાને દુર કરીને અસલી ફોટો સાથે મુકી દીધો. આ રીતે સોસીઅલ મીડીયાપર જુઠનો પર્દફાશ કરવામાં આવ્યો હતો.

ગયાવર્ષ સુધી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની આ ફેકન્યુઝના ક્ષેત્રે બોલબાલા હતી. તેને કોઇ પડકારતું ન હતું. હવે ઘણા બધા આ ફેક ન્યુઝના જુઠ્ઠાણાને પડકારા તૈયાર થઇ ગયા છે. તે માટેની કમ્પ્યુટર નીપુણતાથી સજ્જ થઇ ગયા છે. હવે આવા ફેક ન્યુઝની સાથે જ સાચા સમાચાર મુકી દેવામાં આવે છે. હવે લોકો તેથી બંને સમાચારો વાંચી – સમજી શકે!

બીજું એક ઉદાહરણ આપું.–૧૫મી ઓગસ્ટે વડાપ્રધાન મોદીજીએ લાલકીલ્લા પરથી ભાષણ કર્યું હતું. તેમાં રજુ કરેલ હકીકત તારીખ ૧૭મી ઓગસ્ટના રોજ સોસીઅલ મીડીયા પર ખુબજ વાયરલ થઇ. ધ્રુવ રાઠી નામના એક આઇ ટી નીષ્ણાતે જે આમ તો નવજુવાન કોલેજીયન લાગે છે તેની મુખ્ય પ્રવૃતી સોસીઅલ મીડીયા પર મોદીના ફેલાવવામાં આવતા જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવો. તેનો મુકેલો વીડીયો એક જ દીવસમાં એક લાખ લોકો સુધી પહોંચી ગયો. ગૌરી લંકેશ મોદીને હંમેશાં કન્નડ ભાષાના મુહાવરો " બુસી બુસીયા" થી સંબોધતી હતી.  જેનો અર્થ થાય છે, 'જ્યારે પણ તે બોલશે ત્યારે જુઠ જ બોલશે.' પેલાઆઇ ટી નીષ્ણાત ધ્રુવ રાઠીએ સાબીત કર્યુ કે આ બુસી બસીયા સરકારે રાજ્ય સભામાં મેં ૨૦૧૭ની જણાવ્યું હતું કે  નોટબંધી પછી નવા ૩૩ લાખ કરદાતાઓ આવ્યા છે. તેનાં પહેલાં નાણામંત્રી જેટલીએ જણાવ્યું હતું કે નોટબંધી પછી ૯૧ લાખ નવા કરદાતાઓ જોડાયા છે. આખરે જે આર્થીક સર્વે દેશ સમક્ષ રજુ થયો તેમાં જણાવવામાં આવ્યું છે કે ફક્ત પાંચ લાખ ચાલીસ હજાર નવા કરદાતાઓ નોટબંધી પછી વધ્યા છે. ધ્રવ રાઠીએ પોતાના વીડીઓમાં એ સવાલ ઉઠાવ્યો હતો કે આ ત્રણમાંથી સાચો આંકડો કયો?  

આજનું મેઇનસ્ટ્રીમ મીડીયા કેન્દ્ર સરકાર અને બીજેપી પાર્ટી દ્રારા જે આંકડા તથા હકીકત ન્યુઝ આપવામાં આવે છે તેને વેદ વાક્ય તરીકે સ્વીકારીને જેમના તેમ મુકી દે છે. તેમાં પણ આજની ટીવી ચેનલ આ બધામાં આવા ન્યુઝ ફેલાવામાં દસ પગલાં આગળ છે.

જ્યારે રામનાથ કોવીંદે રાષ્ટ્રપતી તરીકે સોંગદ લીધા ત્યારે દેશની ઘણી બધી અંગ્રેજી ચેનેલોએ સમાચાર રમતા મુક્યા કે એક કલાકમાં રાષ્ટ્રપતીના ટ્વીટર માધ્યમ પર ફોલોઅરની સંખ્યા ૩૦ લાખ થઇ ગઇ. (वो चिल्लाते रहे कि 30 लाख बढ़ गया, 30 लाख बढ़ गया।) આ ન્યુઝ મીડીયાનો હેતુ દેશને બતાવવાનો હતો કે  જુઓ અમારા આ નીર્ણયના ટેકામાં દેશમાં કેટલા બધા લોકો છે.!  આ બધી ટીવી ચેનેલો જાણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓની માફક કામ કરે છે. પોતાના ટીવી દેખનારાઓને સમાચાર ને બદલે સંઘ સુચીત સમાચારનું પીરસણ કરે છે. ત્રીસ લાખ કોવીંદના ટેકેદારોની બાબતમાં હકીકત એ છે કે રાષ્ટ્રપતી ભવનના સરકારી તંત્રે ગઇકાલે નીવૃત થયેલા રાષ્ટ્રપતી પ્રણવ મુખર્જીના ટવીટર ખાતાના ફોલોઅર્સ કે સભ્યોને બીજા દીવસથી કોવીંદના ખાતામાં મુકી દીધા. જોકે તે ઉપરથી એક આડ વાત એ સાબીત થઇ કે વીદાય થતા રાષ્ટ્રપતીના ખાતામાં ત્રીસલાખથી વધારે  ફોલોઅર્સ હતા.

આજે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની દ્ર્રારા ફેલાવવામાં આવતા બધાજ સમાચારોની સચ્ચાઇ જાણવા માટેના ઘણા બધા લોકો મેદાને પડી ગયા છે. ધ્રુવ રાઠી વીડીયોની મદદથી આ કામ કરી રહ્યા છે. પ્રતીક સીન્હાએ ખાસ ફેક ન્યુઝને તપાસવાની વેબસાઇટ  altnews.in બનાવી છે.આ ઉપરાંત હોક્સ સ્લેયર, બુમ ઔર ફેક્ટચેક નામની વેબસાઇટ પણ આજ કામો કરે છે. આ ઉપરાંત

THEWIERE.IN, SCROLL.IN, NEWSLAUNDRY.COM, THEQUINT.COM  જેવી વેબસાઇટો પણ ફેક ન્યુઝને પકડવા માટે તૈયાર થઇ ગઇ છે. આ બધી વેબસાઇટની મદદથી તે લોકોએ સંઘના  ઘણા બધા જુઠ્ઠાણા પકડી પાડયા છે. આવી સત્યશોધક અને ફેક ન્યુઝના પડદાફાર્શની વેબસાઇટોની સક્રીયતાથી આર એસ એસવાળાની ઉંઘ હરામ કરી દીધી છે. ફેકન્યુઝના  પડદાફાર્શ કરનારા કોઇના પે લીસ્ટ પર નથી. તે બધાએ સ્વંય, મરજીયાત રીતે આ કામ ઉપાડી લીધું છે. તે બધાનું એક જ કામ છે કે સંઘવાળા ફાસીસ્ટ લોકોની જુઠની ફેકટરીનુ જુઠ ઉત્પાદન અને વીતરણનું કામ બંધ કરાવી દેવું. અને તેમના આવા જુઠ્ઠાણા લોકોની સમક્ષ ખુલ્લા બતાવી દેવા.

થોડા દીવસ ઉપર બેંગલુરમાં ખુબજ વરસાદ પડયો હતો. તે દીવસોમાં સંઘવાળાઓએ આયોજનપુર્વક એક ફોટો સોસીઅલ મીડીયા પર ફરતો મુક્યો. તેની નીચે નોંધમાં લખ્યું હતું કે લોકોને મંગળગ્રહ પર કેવી રીતે ચલાય તે બતાવવાનો ફોટો મુક્યો હતો.બેંગલુર નગરપાલીકાએ જાહેર કર્યુ કે આ ફોટો મંગલગ્રહનો નથી. સંઘવાળાનો હેતુ આ ફોટો બતાવીને મંગંળગ્રહની ઉબડખાબડ અને ઉંચીનીચી જમીન બતાવીને ત્યાંની સ્થાનીક પ્રજાને એવો સંદેશો આપવાનો હતો કે કે જુઓ આ તમારી નગરપાલીકાના રસ્તાઓ! પછી શોધી કઢાયું કે તે ફોટો મહારાષ્ટ્રના કોઇ એક શહેરની સડકોનો હતો જ્યાં બીજેપી સરકાર રાજ્યમાં સત્તાપર છે. પોતાનું જુઠ્ઠાણું પોતાના જ ગળે વળગ્યું.

 તાજેતરમાં પશ્ચીમ બંગાળમાં તોફાનો થયાં તો આર એસ એસના કાર્યકરોએ બે પોસ્ટરો બહાર પાડયા હતા. એક પોસ્ટરની નીચે લખવામાં આવ્યું હતું કે બંગાળ સળગે છે અને લોકોની મીલકતો સળગતી બતાવવામાં આવી હતી. બીજા ફોટામાં એક મહીલાનીસાડી ખેંચવામાં આવી રહી છે. તેની નીચે લખવામાં આવ્યું હતું કે ' બંગાળમાં હીદું મહીલાઓ સાથે અત્યાચાર થઇ રહ્યો છે.'  આ બંને ફોટાઓ પાછળનું સત્ય બહુ ઝડપથી બહાર આવી ગયું. પહેલા પોસ્ટરમાં જે મીલકતો સળગતી બતાવામાં આવી છે તે સને ૨૦૦૨ના ગુજરાતના કોમી તોફાનોની હતી જે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. બીજી તસ્વીરમાં સ્રીની સાડી ખેંચતા ફોટાનું પોસ્ટર હતું તે એક ભોજપુરી ફીલ્મનો એક સીન હતો.

 ફક્ત આર એસ એસ વાળાની જ જુઠ્ઠા સમાચાર ફેલાવવાની મોનોપોલી નથી. આવાફેક ન્યુઝ ફેલાવવામાં મોદી સરકારના  કેન્દ્રીય મંત્રી પણ બાકાત નથી. દા;ત કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ એક ફોટો શેર કર્યો હતો. જેમાં એવું બતાવવામાં આવ્યું હતું કે કેટલાક લોકો ત્રીરંગા ઝંડાને સળગાવી રહ્યા હતા. ફોટાની નીચે લખવામાં આવ્યું હતું કે' ગણતંત્રના દીવસે હૈદ્રાબાદમાં લોકો ત્રીરંગાને આગ લગાવી રહ્યા છે.'

 હમણાં ગુગલ સર્ચે એક નવી એપ બનાવી છે. જેમાં આપ કોઇપણ તસ્વીર મુકીને જોઇ શકો છો કે આ તસ્વીર ક્યાંની છે અને ક્યારે અથવા કઇ તારીખે બહાર પાડવામાં આવી હતી. altnews.in વેબ સાઇટના માલીક પ્રતીક સીંહાએ શોધી કાઢયું કે આ ફોટો મોદી સરકારના કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરી દાવો કરે છે તેમ તે ફોટો હેદ્રાબાદનો નથી પણ પાકીસ્તાનમાં જે કટ્ટરપંથી સંસ્થાપર પ્રતીબંધ મુકવામાં આવ્યો છે  તેણે ભારતના વીરોધમાં આપણા ત્રીરંગા ઝંડાને સળગાવ્યો હતો.

 આવી જ રીતે એક ટીવી ચેનલની પેનલ ચર્ચામાં બીજેપીના પ્રવક્તા સંબીત પાત્રાએ જણાવ્યું હતું કે સરહદ પર દેશનો ત્રીરંગો ઝંડો ફેલાવવામાં કેટલી બધી મુસીબતો પડે છે. તેની સામે જેએનયુ ના વીધ્યાર્થીઓને ત્રીરંગો ફેલાવવામાં શું મુશ્કેલી પડે છે. આવું પુછીને પાત્રાએ એક ફોટો બતાવ્યો હતો. પછી ખબર પડીકે આ ફોટો ભારતના સૈનીકોનો કોઇ સરહદ પરનો ફોટો નથી. પણ બીજા વીશ્વયુધ્ધ દરમ્યાન જપાનના એક ટાપુ અમેરીકન સૈનીકોએ કબજો કરેલ  હતો. તેના પર પોતાના દેશનો રાષ્ટ્રધ્વજ ફેલાવતા હતા. પરંતુ ફોટોશોપની મદદથી સંબીત પાત્રા આવી તસ્વીર બતાવીને લોકોને આશ્ચ્રર્ય ચકીત કરતા હતા.ટવીટર પર સંબીત પાત્રાની લોકોએ ખુબજ મઝાક ઉડાવી હતી.

કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયેલએ એક તસ્વીર બહાર પાડી. જેમાં લખ્યું હતું કે દેશમા; ૫૦૦૦૦ કીલોમીટરના રસ્તાપર મોદી સરકારે ત્રીસ લાખ એલ ઇ ડી બલ્બ લગાવી દીધા છે. પરંતુ તેઓએ જે તસ્વીર સોસીઅલમીડીઆ અને અન્ય સ્થળોએ મુકી હતી તે ફેક અથવા જુઠ્ઠી નીકળી હતી. આ તસ્વીર ભારતની નહી પણ સને ૨૦૦૯ની સાલની જપાનની નીકળી. તે પહેલા આજ ગોયેલ સાહેબે ટવીટ કર્યું હતું કે કોલસાની અવેજીનો વીકલ્પ શોધી કાઢીને સરકારે ૨૫૦૦૦ કરોડ રૂપીયા બચાવ્યા હતા. તે ટીવટ કરેલી તસ્વીર પણ ફેક નીકળી.

છત્તીસગઢ રાજ્યના પીડબલ્યુડી વીભાગના મંત્રી રાજેશભાઇ ભુણતે એક પુલનો ફોટો પોતાની વેબસાઇટ પર મુક્યો. ને લોકોને જણાવ્યું કે જુઓ, આ મારી સરકારની કામગીરી છે. તે ફોટાને ૨૦૦૦ લોકોએ 'લાઇક કર્યું' પાછળથી ખબર પડી કે તે ફોટો છત્તીસગઢ નો ન હતો પણ વીયેટનામ દેશ નો હતો.

આવા જુઠ્ઠા સમાચારો ફેલાવવામાં અમારા કર્ણાટક રાજયના આર એસ એસ અને બીજેપીનમા નેતાઓ પણ પાછા પડે તેમ નથી. કર્ણાટકના સાંસદ પ્રતાપસીંહાએ એક રીપોર્ટ પોતાના તરફથી એમ કહીને ફેલાવવામાં આવ્યો હતો કે આ ન્યુઝ ટાઇમ્સ ઓફ ઇંડીયામાં પ્રસીધ્ધ થયા હતા. તે ન્યુઝનું મથાળું હતું કે " એક હીદું છોકરીને મુસલમાને ચાકુ મારીને મારી નાંખી છે."  આખી દુનીયાની સચ્ચાઇના બણગાં ફુંકનાર પ્રતાપ સીંહાએ જાણવાની બીલકુલ કોશીષ જ ન કરી કે તેમાં કેટલું સત્ય છે. દેશ અને કર્ણાટક રાજ્યના કોઇપણ અખબારોએ આવા સમાચાર છાપ્યા ન હતા કારણકે તે સદંતર જુઠ્ઠા હતા. ફોટોશોપની મદદથી બીજા કોઇ સમાચાર પર આ સમાચાર ચોંટાડી દીધા હતા. અને પછી આવો ફોટો ન્યુઝ તરીકે પોતાના તરફથી ફરતો કરી દીધો હતો. તેને કારણે હીદું–મુસલમાનમાં કારણ વીનાનો કોમી તનાવ પેદા થઇ ગયો હતો. પોતાના ન્યુઝના ખરાપણા માટે તેણે ટાઇમ્સ ઓફ ઇંડીયાના નામનો ઉપયોગ કર્યો હતો. જ્યારે સાંસદ સીંહા પર આ જુઠ્ઠા સમાચારને કારણે ખુબજ ધાંધલ થઇ ત્યારે તેણે પોતાની વેબસાઇટ પરથી ફક્ત આ ફોટો કાઢી નાંખ્યો હતો. માફી માંગવાની વાત તો બાજુપર રહી. આવું ખતરનાક તંગદીલી ફેલાવે તેવું કોમી જુઠ્ઠાણું ફેલાવવા માટે આ સાસંદને લેશ માત્ર અફસોસ ન હતો.

 ગૌરી લંકેશ લખે છે કે એક દીવસ મેં પટનાની લાલુ યાદવની રેલીનો ફોટો વાયરલ કરીને મુક્યો. મારા મીત્ર કહ્યું તે ફોટો સાચો નથી. તેમાં બતાવેલી જનસંખ્યા તે ફોટોશોપની કરામતથી બતાવવામાં આવી છે. તે ફોટો બનાવટી છે. મેં સાચો ફોટો અને બનાવટી ફોટો બંને મારી વેબસાઇટ પર મુક્યા અને કહ્યું કે મારી ભુલ થઇ ગઇ છે. આની પાછળ મારે કોઇ સાંપ્રદાયીક પરીબળોને ભડકાવવાનું કામ કરવાનું ન હતું. ઉપરની બધી હકીકતો લંબાણ પુર્વક રજુ કરવાનો મારો હેતુ આ બધા ફાસીવાદી પરીબળોને સાચા રંગે લોકો સમક્ષ ઓળખાવાનો હતો. મારી ઇચ્છા છે કે  આવા ખોટા અને જુઠ્ઠા સમાચારો ફેલાવનારાઓની સામે જુઠ્ઠાણાના પર્દાફાશ કરનારોની સંખ્યા દેશમાં ખુબજ વધે.

સબસે ખતરનાક વો ચાંદ હોતા હૈ

 જો હર કત્લ, હર કાંડ કે બાદ

વીરાન હુએ આંગનમેં ચઢતા હૈ

 લેકીન આપકી આંખો મેં મીર્ચી

 કી તરહ નહી ગડતા હૈ.––પાશ.

 

------------------------The end----------------

 


--