Friday, September 22, 2017

રામચંદ્ર ગુહા, સોલી સોરાબજી અને બીજાના ગૌરી લંકેશના ખુન સામે પ્રતીભાવો

 | રામચંદ્ર ગુહા , તમે આર એસ એસ ની જાહેરમાં માફી માંગો અથવા કોર્ટમાં ફોજદારી કેસ લડો. ( લેખને ટુંકાવીને ભાવાનુવાદ કરેલ છે)

કેમ? કારણકે તમે એવો આક્ષેપ કર્યો છે કે જર્નાલીસ્ટ ગૌરી લંકેશની હત્યામાં આર એસ એસનો હાથ છે.આવી રીતની નોટીસ ભારતીય જનતા પાર્ટીએ આપી છે. જેના પર આક્ષેપ કર્યો છે તે આર એસ એસએ સંસ્થા તરીકે કોઇ નોટીસ આપી નથી.બીજેપીના કર્ણાટક રાજ્યના રાજ્ય મંત્રી શ્રી કરૂણકુમાર ખાસલેએ આ નોટીસ આપી છે. તેમનો આક્ષેપ છે કે ગુહાએ એક સમાચાર સંસ્થાને આપેલ ઇન્ટરવ્યુમાં એવું જણાવ્યું છે કે ' તેણીના ખુનીઓ દાભોલકર, પાનસરે અને કલબુર્ગીના ખુનીઓ જે સંઘપરીવારની સંસ્થાના હતા તેજ સંસ્થાના હોય તેમ લાગે છે.' અંગ્રેજીમાં ઇ. એકસપ્રેસે આ પ્રમાણે લખ્યું છે. . "It is very likely that her murderers came from the same Sangh Parivar from which the murderers of Dabholkar, Pansare and Kalburgi came," વધુમાં નોટીસની અંદર એમ જણાવવામાં આવ્યું છે કે ગુહા આ ઇન્ટરવ્યુ  Scroll.in. 11 Sep ના રોજ આપેલ છે. આ ઇન્ટરવ્યુમાં ગુહાએ વધુમાં જણાવ્યું હતું કે ' અટલ વીહારી વાજપાઇએ કહ્યું હતું કે  કોઇ ચોપડીના કે લેખના લખાણ સામે વાંધો હોય તો તેની સામે આપણે બીજી ચોપડી કે લખાણ લખીને જ જવાબ આપવો જોઇએ.પણ આપણે આજે વાજપાઇના યુગમાં નહી  મોદીના યુગમાં જીવીએ છીએ તે ભુલવું ન જોઇએ. આજે ભારતમાં સ્વતંત્ર લખાણ લખતા લેખકો, જર્નાલીસ્ટો ને અસહ્ય રીતે ત્રાસ આપવામાં આવે છે, તેઓને જુદા જુદા ગુનામાં સંડોવવામાં આવે છે, અરે! મારી પણ નાંખવામાં આવે છે.ગુહા વધુમાં આજ ઇન્ટરવ્યુમાં જણાવે છે કે તેથી અમે તેમની શરણાગતી સ્વીકારીશું નહી.'

( સૌ.By: Express Web Desk | New Delhi | Published:September 11, 2017 9:35 pm)

ઉગતી હીંસાને ડામી નહી દેવામાં આવે તો––

કેરાલ રાજ્યની અંદર 'હીદું એક્ય વેદી' નામની સંસ્થાના નેતા કેપી શશીકલાએ પત્રકાર ગૌરી લંકેશની હત્યાને બીરદાવીને દેશના સેક્યુલર લેખકોને જાહેરમાં ધમકી આપે છે. ' તમારુ ભાવી ગૌરી લંકેશથી જુદુ નહી હોય જો તમારુ નીરઇશ્વરવાદી રેશનાલીસ્ટ લખવાનું બંધ નહી કરોતો? તમારે અમારાથી બચવું હોય તો પ્રાર્થના કરવા મંડી પડો ! આવી જાહેરમાં હીંસા ભડકાવે તેવું બોલવા માટે તાત્કાલીક ક્રીમીનલ કાયદા મુજબ પગલાં ભરવામાં આવ વાં જ જોઇએ. આવું જાહેરમાં બોલનાર રાજકીય નેતા, ધાર્મીક નેતા કે સામાજીક કર્મનીષ્ઠ, ગમે તે હોય તો તે કાયદા થી પર ન હોવો જોઇએ.

 આપણા દેશમાં જે અસહીષ્ણુતાનું વાતવરણ બનાવવામાં આવ્યું છે તેનું કારણ ગુનેગારોને કાયદા મુજબ ત્વરીત કાર્યવાહી અને સજા નથી તેનું પરીણામ છે.તેથી આવા કે.પી. શશીકલા જેવા નેતાઓ આવું હીંસાને ટેકો મળી શકે તેવા જાહેર ઉચ્ચારણો કરી શકે છે. આ કોઇ અભીવ્યક્તીના સ્વાતંત્રય કે વાણી સ્વાતંત્રયના અધીકારના બચાવ માટેનું સાધન ન હોઇ શકે! ભારતીય દંડસંહીતાની કલમ ૫૦૩, ૫૦૬ અને ૫૦૭ મુજબ ગુનાહીત કે ગુનો કરવા માટે પ્રેરાય તેવી ધાકધમકીની જોગવાઇ મુજબ તેમની સામે કાર્યવાહી થઇ શકે તેમ છે. પણ આવા મોટી લાવગ ધરાવતા 'મોટા માથા ' સામે કોણ કેસ કરવાની હીંમત કરી શકે! ( સૌ.ટાઇમ્સ ઓફ ઇંડીયા.૧૨–૯– ૨૦૧૭ ના તંત્રી લેખનો ભાવાનુવાદ.)

મોદીજી,

સત્તા સામે વીરોધી અવાજ કાઢનારાને પુરતું સંરક્ષણ આપો.તેમના સંરક્ષણની સંપુર્ણ જવાબદારી રાજય સત્તાની છે.અને જે બધા સત્તા અને ધર્મ સામે અસહમતીનો મત રજુ કરનારા છે તે બધાને હીંસક નીશાન બનાવનારને શીક્ષા કરો.–– સોલી સોરાબજી.ભુતપુર્વ એટર્ની જનરલ ઓફ ઇંડીયા.

             કોઇપણ રાજયસત્તાના સુશાસનનો માપદંડ તે છે જ્યાં પોતાનાથી વીરોધી મતને સહન કરવામાં આવે છે અને તેવા અસહમતીઓને સંરક્ષણ આપવામાં આવે છે.  તાજેતરમાં ગૌરી લંકેશનું જે પુર્વઆયોજીત ખુન (premeditated murder) કરવામાં આવ્યું છે તે કોઇ અંગત દુશ્માનવટ કે નાણાંકીય લેવડદેવડ માટે કરવામાં આવેલ નથી. આ ઘટના ખરેખર દુ;ખદાયક છે. તે બનાવ દેશની લોકશાહી માટે આઘાતજનક છે. લોકશાહીમાં વીરોધી મત તો તે લોકશાહી પ્રથાના હ્રદયનો ધબકાર છે. (Because dissent is the soul of democracy)

સુસંસ્કૃત સમાજમાં રાષ્ટ્ર માટે સારુ શું કે ખોટું તે અંગે જુદા જુદા પ્રમાણીક અભીપ્રાયો લોકોના હોવાજ જોઇએ. સહીષ્ણુ સમાજમાં જુદા જુદા મત મતાંતરો ધરાવતા જેવાકે ઉદ્દામવાદીઓ અને પ્રત્યાઘાતીઓ, માલીકો અને કામદારો, ધાર્મીકો અને નીરઇશ્વરવાદીઓ, મુડીવાદીઓ અને સામ્યવાદીઓ, તથા અગણીત જાતભાતના ચક્ર્મો કે તરંગીઓ અને ધર્મઝનુનીઓ સહીતના ને પોતાના મતો કાયદાની મર્યાદાઓમાં રહીને શાંતીમય રીતે હીંસાને ઉશ્કેરાયા સીવાય વીચારો અને પ્રવૃતીઓ કરવાની સ્વતંત્રતા હોવી જોઇએ.

કોઇપણ સત્તાધીશોની સામે ભીન્ન મત રજુકરનારને કાયદાનો ભંગ કરનાર, દેશવીરોધી કે રાષ્ટ્રદ્રોહીનું લેબલ લગાડી દેવાય નહી. બદમાશ કે હરામખોરો પાસે પોતાના બચાવનું છેલ્લું હથીયાર 'દેશપ્રેમ' ની દલીલનું હોય છે.(Remember, patriotism is the last refuge of a scoundrel.)શાંતીમય વીરોધ અને સત્તાવીરોધી અવાજ, તે બંને લોકશાહી સમાજનું અસ્તીત્વ ટકાવી રાખવા અને વીકસાવવાના અનીવાર્ય અંગો છે. તેથી શાંતીમય વીરોધ કરનારાને જેલમાં ભરી દેવા તે કોઇપણ લોકશાહી ઢબે ચુંધાયેલી સરકારોનું ગેરબંધારણીય કૃત્ય છે. જે નીંદા અને વખોડવાને પાત્ર છે.

ગૌરી લંકેશ માટે એમ કહેવાય છે કે તેણી નક્ષલવાદીઓની તરફેણ કરતી હતી, તેણી ઉગ્ર હીંદુત્વવાદીઓની વીરોધી હતી. તેણીના વીચારોને કારણે તેણી ઘૃણાને પાત્ર બની ગઇ હતી. પણ  તેણીની પ્રવૃત્તીઓ અને લખાણો તેણીના વીરોધીઓને લેશમાત્ર હાની પહોંચાડતા નહતા. વીરોધી અવાજને બંદુકની ગોળીઓથી શાંત બનાવી દેવાય નહી.( Dissenting views cannot be silenced by the bullet of a gun) હજુ આપણે જાણી શકતા નથી કે કોણે પ્રો. કલબુર્ગી, ગોવીંદ પાનસરે અને ડૉ નરેન્દ્ર દાભોલકરને મારી નાંખ્યા છે? રેશનાલીઝમ અને ધાર્મીક ઉગ્રવાદીઓના સંઘર્ષમાં દુ;ખ સાથે જણાવવું પડે છે કે ધાર્મીકઉગ્રવાદીઓનું પલ્લુ ઘણુ ભારે છે. જે દેશમાટે ભયજનક છે.(સૌ. ઇન્ડીયન એકપ્રેસ ૯–૯–૧૭ નો ભાવાનુવાદ.)

(The writer is a former attorney general of India )

 

 

 

 

 

 

 


--