મીસ્ટર શ્રોફ,
હું લોર્ડ શીવા, સોમનાથના મંદીરમાંથી બોલું છું.
બોલો, બોલો, લોર્ડ શીવા, મારા જેવા રેશનલ નાસ્તીકને, બાપુ! કેમ યાદ કરવો પડયો?
લોર્ડ શીવા–મને સારી રીતે ખબર છે કે તું ગુજરાતનો ઘણા બધામાંનો એક નખશીખ રેશનલ માણસ છું. માટે જ હું તને મારા અંગે એક ખાસ રેશનલ વાત કરવા માંગું છું. જો કે મારી વાત ખુબજ ખાનગી રાખવાની છે. પણ ખરેખર જોઇએ તો એ વાત આમ " ઓપન સીક્રેટ" જેવી છે.
બાપુ! એવી મઝાની વાત સાલી શું હોઇ શકે? તે વાત, મને આમ પહેલે તબક્કે સમજાતી નથી. પણ બાપુ, અમે રેશનલ રીતે વીચારતાં ટેવાઇ ગયેલા એટલે મારી સમક્ષ તમારો ભુતકાળ અને દેશની આઝાદી પછીના બે ત્રણ વર્ષોમાં ફરી તમને વાજતે ગાજતે આ સોમનાથના મંદીરમાં ' પ્રાણપ્રતીષ્ઠા' 'જીણોધ્ધાર' જેવા બહુ મોટા નામે કાયમ માટે પુરી દીધા છે એ બધું યાદ આવી ગયું છે. મને પણ બાપુ, તમારા માટે બહુ જ રેશનલ રીતે લાગી આવ્યું છે.
અમારા બાળપણમાં તમારા વીષે અમારા વડીલોએ અમારા નાના મગજમાં એવું ઠોકી બેસાડી દીધેલું કે અમારા કૃષ્ણ જેવા પરાક્રમો તમે નહી કરેલા, વધારામાં તમે કૃષ્ણ જેવી લીલા જેવું બધુ નહી કરેલું. પાછા તમે કપડાં બપડાં નામના જ પહેરતા, જંગલ કે સ્મશાનમાં પેલા તમારા ભુત–પલીત જેવા મીત્રો સાથે, રખીયા, ભભુતી શરીર પર લગાવીને અને ડાકલાં વગાડતા ત્યાંજ નીવાસ કરતા. તેથી અમને ગમતા નહી. અમને એ પણ તે સમયે ખબર હતી કે તમારી સાસરી( પત્ની પાર્વતી દેવીજીનું પીયર) નાગાધીરાજ હીમાલયમાં કોઇક જગ્યાએ હતું. અને તમારા સાસરી પક્ષે સંબંધો સુમેળ ભર્યા ન હતા એવું ખબર હતી.પાર્વતી દેવીના પીતાજી ખાધે પીધે ખુબ સુખી હતા. તેથી બાપદીકરીએ તમારી સામે ગમે તેટલો અસંતોસ હોવા છતાં છુટાછેડા કે ખાધાખોરાકીના દાવા દુવી કરેલ નહી.
શ્રોફ, પણ મારી પાસે નહ્વાનુ કે નીચોવાનું જેવું કશું જ ન હતું તો તે શું લઇ જાત.
શ્રોફ, હવે તું તારૂ રેશનલ ડહાપણ બંધ કર અને મારી વાત જલદી સાંભળી લે. કારણકે કોઇ ભક્તના સ્માર્ટ ફોનના વોટસએપથી ફ્રીમાં વોઇસ મેઇલથી વાત કરૂ છું.
બોલો, બોલો, સોરી ફોર ધી ઇન્ટરપ્શન. સુવીધા કી અવીધા માટે દુ:ખ હૈ.
તને નહી પણ આખી દુનીયાને ખબર છે કે આ સોમનાથના સ્થળે જ આશરે સાતસો આઠસો વરસ પહેલાં મારી મુર્તી તથા મારા મંદીર પર પરદેશીઓએ પાંચ સાત વાર હુમલા કરીને બધુ તોડી ફોડી નાંખ્યું હતું. લેવા જેવું બધું લુટીને લઇ ગયા હતા.
મારી દૈવી તાકાત પર અતુટ વીશ્વાસ રાખીને જે બધા ભક્તો મંદીરમાં રહ્યા હતા તે બધાનો પણ મંદીરના નાશ સાથે તેમનો પણ નાશ થઇ ગયો હતો. હું પરદેશીઓના લશ્કરી હુમલા સામે મારા ભક્તો કે મંદીર અને તેમાં રહેલી મુર્તી વિ, ને હું પોતે, લોર્ડ શીવા એક વાર નહી પણ પાંચ થી સાત વાર બીલકુલ બચાવી શકેલો નહી. આ રેશનલ હકીકત પુરાવા આધારીત છે.
મીસ્ટર શ્રોફ, તમારા રેશનાલીસ્ટો સીવાય મારી વાત કોઇ જ માનતા નથી. ભલે બધા જાણે છે. હજુ હું તેમનો તારણહાર હોઉં, ઉધ્ધારક હોઉં એવી અતુટ શ્રધ્ધા નહી પણ અંધશ્રધ્ધા મારામાં રાખે છે. અને હજારો માણસ નેતાઓ અભીનેતાઓ બધાજ મારી પુજાઅર્ચના રોજ કર્યા જ કરે છે.
મારી તારી સમક્ષ એક વીનંતી છે. મારી દૈવી તાકાતનો ફરી સાલુ ટેસ્ટીંગનો સમય આવે તેની ચીંતાથી મારૂ બીપી, હ્રદયના ધબકારા વી. ખાસ કરીને રાતના સમયે વધી જાય છે. સદીઓથી પડોશી મીત્ર દરીયાલાલના મોજાંનો અવાજ સાંભળતાં પાછું બધું શાંત પડી જાય છે. તમારા રેશનાલીસ્ટો પાસે મારા ભક્તો કરતાં વધુ વીવેકબુધ્ધીવાળો ઉપાય હશે જ એમ સમજીને તને ફોન કર્યો છે. બોલ રસ્તો બતાવીશ કે નહી?
એટલામાં મંદીરમાં કોઇ ભક્ત પોતાનો ફોન ગુમ થઇ ગયાની બુમાબુમ કરે છે. સોરી, માફ કરજો! એ તો હીમાલયમાં મારી પત્ની પાર્વતીદેવી ઘણા સમયથી ગયા છે અને બાળબચ્ચાની ખબર પુછવા ફોનનો ઉપયોગ વોટસાઅપ ફ્રી હોવાથી કર્યો હતો. આભાર ભક્ત.
--