" જેઓ બુલેટ ટ્રેઇનનો વીરોધ કરે છે તે બળદ ગાડુ વાપરી શકે છે." જંબુસરની સભામાં વડાપ્રધાન બોલ્યા.
બુલેટ ટ્રેઇનનો વીરોધ લોકો કેમ કરે છે?
કારણકે તમારી પાસે અર્થશાસ્રના નીયમ મુજબ કોઇપણ દેશ માટે નાગરીકોની જરૂરીયાત સંતોષવાના ઉપલબ્ધ સાધનો( Available Resources) મર્યાદીત હોય છે. જ્યારે નાગરીકોની જરૂરીયાત અમર્યાદીત હોય છે.
મોદીજી! તમારા શાસનમાં પ્રજાની કઇ જરૂરીયાતો સંતોષવામાં દેશના સીમીત સાધનો વાપરવામાં આવે છે તે જાણવાનો અને તે અંગે મત જણાવવાનો અબાધીત અધીકાર નાગરીકો અને દેશના બૌધ્ધીકોને છે જ. તે રખે ભુલી જતા? દેશમાં લોકોની રોટી, કપડાં, મકાન, બેકારી, મોંઘવારી, ખેડુતોને પોષણક્ષમ ભાવ, આરોગ્યના ક્ષેત્રે કંગાળ સવલતોને કારણે બાળકોથી માંડીને અનેક દર્દીઓના અપમૃત્યુ , સરકારી શીક્ષણની તમારા સમયમાં ગુજરાત અને દેશમાં બનેલી, વધુને વધુ બનતી જતી કંગાળ સ્થીતી, સરકારની રોજગારની નીતીઓમાં ફીક્સપગાર અને કોન્ટ્રાક્ટ પધ્ધ્તી, દેશના નાગરીકોનું ધર્મ આધારીત વીભાજનની વધતી ખાઇ, આવા અનેક મુદ્દાઓ મોઢું ફાડીને ઉકેલની રાહ જોઇ રહ્યા છે. ત્યારે તમારી બુલેટ ટ્રેઇન લાવવા જેવી માનસીક્તાનો વીરોધ કરે તેમાં શું ખોટું છે ?
દેશમાં તમારા જેવાના બુલેટ ટ્રેઇન લાવવાના નીર્ણયો અને તેવી પ્રજા વીરોધી માનસીકતાથી દેશની મર્યાદીત સાધન સંપત્તી એવા વૈભવી ક્ષેત્રોમાં વપરાઇ જશે કે એક દીવસે પ્રજા પાસે જીવવા માટે કશું બાકી નહી રહેતાં ચોરી કરીને બુલેટ ટ્રેઇનના પતરાં, સીટો અને અન્ય ચીજો વેચીને પોતાના દહાડા કાઢશે? શું પ્રજા તમારા શાસનકાળમાં એવા દીવસો આવવાની રાહ જુએ?