Saturday, December 9, 2017

મોદી સરકાર! બાબરી તોડનારી ભુતાવળોના પુર્વગ્રહોમાંથી બહાર નીકળો!

  મોદી સરકાર! બાબરી તોડનારી ભુતાવળોના પુર્વગ્રહોમાંથી બહાર નીકળો!

 મંદીર વહી બનાયેગેં, ગોધરાના કારસેવકોનો બદલો લેવાનો છે. આ બધી શાણપણકે ડહાપણ વીનાની અને બદલાની માનસીકતાવાળી લાગણીઓની માયાજાળમાંથી બહાર નીકળો!... તંત્રી લેખ ટાઇમ્સ ઓફ ઇંડીયા ૮–૧૨–૧૭. નો ભાવાનુવાદ.

 મોદી સરકારે સ્પષ્ટરીતે ખુલ્લંમ ખુલ્લા આ મુદ્દે બહાર આવવું પડશે.

અયોધ્યાના કેટલાક પણ જુદા જુદા અખાડાઓના મહંતોઓ જેને ખરેખર આધ્યાત્મીકતા કોને કહેવાય તે જ ખબર નથી (કારણકે અખાડામાં શરીર બનાવવામાં આવે છે બુધ્ધી, શાણપણ કે તર્કવીવેક કેળવવામાં આવતો નથી.) તે બધાએ ભેગા મળીને દેશની બીજેપી સરકારને 'આખરી અને અંતીમ ચેતવણી' આપી દીધી છે. સને ૨૦૦૨ના ગોધરાના કારસેવકોના અપમૃત્યુનો બદલો લેવા બાબરી દ્વંવ્સની જગ્યા એ જ રામમંદીર બાંધવું. શું આપણે તે બધાને સમજાવી શકીશું ખરા કે બદલાના રાજકારણે જ (the politics of revenge) સને ૨૦૦૨ની સાલમાં ગુજરાતમાં ભયાનક અને વીનાશક કોમીરમખાણો પેદા કર્યા હતા.

આજે આપણે બધા તો ૨૧મી સદીમાં જીવી રહ્યા છે. આ સદી તો નવી સદી છે ને! દેશની પ્રજા  સને ૧૯૪૭ના ભાગલા સમયે થયેલી હીંસા અને લોહીયાળ ખુનામરકીના વારસામાંથી બહાર આવવાની સખત કોશીષ કરી રહી છે. દેશની ૨૧મી સદીની પ્રજાને સુખ,શાંતી, સમૃધ્ધી અને વીકાસ જોઇએ છીએ. આપણા વડાપ્રધાનના શબ્દોમાં કહીએ તો ' સબકા સાથ સબકા વીકાસ'. દેશની ભુતકાળની કબરોમાં દટાઇ ગયેલા તે ભુતો કાઢવાની જે લોકો કોશીષ કરી રહ્યા છે તેનો વીરોધ ખુબજ જોરદાર રીતે કરવો જ જોઇએ.

બાબરી મસ્જીદને સેંકડો માણસોની ગેરકાયદેસર મંડળી બનાવી, જમીન દોસ્ત કરવી તે જ ફોજદારી ગુનાહીત કૃત્ય હતું અને છે. તે ગુનાહીત કૃત્ય સામે રાજકીય સત્તાધીશો આંખઆડા કાન છેલ્લા ૨૫ વર્ષોથી કરી રહ્યા છે તે કેવી રીતે ચલાવી લેવાય! કાયદાના શાસન અને બંધારણના સમાનતા અને ધાર્મીક સ્વતંત્રતા જેવા મુલ્યોનો બહુમતી કોમનાલાગણીના કારણે બલી બનાવાય નહી. તેને પેલા મુલ્યોની સામે પ્રભુત્વ ક્યારે ન અપાય. આવા બહુમતી કોમની લાગણી દુભાઇને, કાયદાના શાસન અને બંધારણીય મુલ્યો સામે પંપરાવામાં આવશે તો દેશમાં મોટા પાયે અંધાધુધી, રાજકીય અને સામાજીક અસ્થીરતા ફેલાઇ જશે. તેમાં ખુદ લોકશાહી રાજ્ય અને સમાજ વ્યવસ્થાનું રૂપાંતર હીંદુધર્મ આધારીત સરમુખત્યારશાહીમાં થઇ જશે. ભારત આપણા પડોશી દેશ પાકીસ્તાનની બીબાઢાળ કોપી ઝડપથી બની જશે.(India will come to resemble neighbouring Pakistan.)

     તેથી જ મોદીની એનડીએ સરકારે  હીંદુ જમણેરી પરીબળોના આવા કાયદો હાથમાં લઇને પોતાની વાત દબાણપુર્વક થોપી બેસાડનારા પરીબળો સામે બીલકુલ નમવું ન જોઇએ. આવા પરીબળોના દબાણોનો જો રાજ્ય ભોગ બનશે તો દેશનું ભવીષ્ય પુરેપુરુ જોખમાઇ જશે. પડોશી દેશ પાકીસ્તાનના ધાર્મીક પરીબળો ત્યાંના લોકશાહી પરીબળો પર સંપુર્ણ રીતે હામી જશે. જે આપણા દેશ માટે વધુ ઘાતક સાબીત થશે.

 બીજેપી જે દલીલો કરી રહી છે કે બાબરી દ્રંવ્સના જ સ્થળ પર રામમંદીર જ બાંધવું છે ' મંદીર વહી બનાયેંગે' તે કામથી કોઇ પ્રશ્રનો ઉકેલાવા નથી. તે તો બદલાના રાજકારણને ઉત્તેજન આપશે. તેવા રાજકારણને કાયદેસરતા આપશે. 'વેર વેરથી ક્યારેય સમ્યુ છે ખરૂ?' એક વાર તમે રાજ્યકર્તા તરીકે સત્તાની લાલચ માટે બદલાના રાજકારણને ટેકો આપશો તે પછી સામસામી બદલાનું રાજકારણ જ નીયમ બની જશે! ગીતાનો કર્મનો સીધ્ધાંત પણ એમ જ કહે છે ને જેવું વાવશો તેવું જ પામશો. જેવા કર્મ કરશો તેવાજ કર્મના ફળો મળશે. બાવળીયા ઉગાડવાથી કેરીઓ કોઇને મળી છે ખરી?

દલાઇ લામા જેણે ભારતીય તત્વજ્ઞાન પચાવ્યું છે અને જે આર્ષદ્ર્ષ્ટા છે. તેઓનું કહેવું છે " મા– બાપોના મનના નકારાત્મક વલણો તેમના બાળકો અને તેમના પણ બાળકોમાં (grandchildren) પેઢીગત ચાલુ રહે છે. જુની પેઢી પોતાના બદલો લેવાના કાલગ્રસ્ત થઇ ગયેલા પુર્વગ્રહો નવી પેઢીને હીંસા અને કાયદો હાથમાં લઇને પણ ઉકેલવાની પ્રેરણા વારસામાં આપે છે." માનવજાતના ઇતીહાસમાં ભારતને એક રાષ્ટ્ર તરીકે યુવાન દેશ છે. તેણે પોતાની જાતને ભુતકાળના 'મંદીર વહી બનાયેંગે ' જેવા ભુતવાળોમાંથી મુક્ત થવાની તાતી જરૂરત છે.  તે આજના દીવસનો (૬–૧૨–૧૭.) બાબરીદ્ર્વ્સના ૨૫વર્ષ પુરા થયાનો સંદેશ છે. જેને આપણા જોખમે નજર અંદાજ કરી શકીએ છીએ. (It deserves to be liberated from the obsessions the of the old.)

 

 

 

 


--



Sent with Mailtrack