Friday, October 30, 2020

વીશ્વભરના તમામ ધાર્મીક અને રાજકીય અસહીષ્ણુવાદીઓને સાર સપ્રેમ રજુ–

વીશ્વભરના તમામ ધાર્મીક અને રાજકીય અસહીષ્ણુવાદીઓને સાદર સપ્રેમ રજુ–       

" તમે જે વાત લખો છો, બોલો છો  કે અન્ય કોઇ રીતે રજુ કરો છો તેની સાથે હું સમંત થતો નથી ;

પણ તમને તમારી વાત રજુ કરવાના અધિકારના સંરક્ષણ માટે હું મારા મૃત્યુ સુધી ઝઝુમીશ." ફ્રેન્ચ તત્વજ્ઞાની વોલ્તેર ( 1694-1778).       

" I do not agree with what you have to say, but I will defend to the death your right to say it." Voltaire.

આ વાક્યનો પાયાનો ખ્યાલ સ્પષ્ટ છે. વૈચારીક મતભેદ ને કારણે અસંમતી દર્શાવવા કોઇનું ખુન ન થઇ શકે. અથવા તો અસંમતી દર્શાવવા ટોળુ બનાવીને કાયદો હાથમાં લઇને હિંસક બનીને ન્યાય નક્કી કરાય નહી. તમને તમારા મત મુજબ જીવવાનો અધિકાર છે  તેટલો જ હક્ક બીજાને પણ તેના મત મુજબ જીવન જીવવાનો અબાધિત અધિકાર છે. વૈચારીક મતભેદતો તે માનવજાતના જ્ઞાનનું પ્રેરક અને ચાલક બળ છે તે આપણે ન ભુલવું જોઇએ. માનવજાત અને તેના સમાજોએ પોતાના ઉભા કરેલા બંધીયાર પુર્વગ્રહોમાંથી બહાર કાઢવાનું ક્રાંતીકારી બૌધ્ધીક સાધન હોય તો તે  ' શાંતીના માર્ગે મતભેદ રજુ કરવાનો અબાધિત અધિકાર  " Right to Desent".

ફ્રાંસની ક્રાંતીના તમામ બૌધ્ધીક વૈચારીક દોહનનો નીચોડ તેના ત્રણ મુલ્યોમાં સ્પષ્ટ મુકાયેલો છે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ. આ મુલ્યો આધારીત ક્રાંતી કરવાનું માર્ગદર્શન ફ્રાંસના તત્વજ્ઞાની વોલ્તેરના વિચારો અને કાર્યોમાં રહેલું છે. આજના ફ્રાંસની નગર સંસ્કૃતી તેની નીપજ છે. અને તેમાં તે પ્રજાનું ગૌરવ છે.

પેરીસના નજીકના સબર્બનની સ્કુલમાં એક ઇતિહાસના શીક્ષકે પોતાના અભ્યાસક્રમના ભાગરૂપે એક પોસ્ટ  સોસીઅલ મિડિયા પર મુકી.. જે પોસ્ટને ફક્ત ૧૯–૨૦ વર્ષના વિધ્યાર્થીને પોતાના ધર્મના સ્થાપક વિરૂધ્ધની તેમજ અપમાનજનક  લાગી. તેથી તા. ૧૬મી ઓકટોબરના રોજ  તે વિધ્યાર્થીએ પોતાના શિક્ષકનું ગળું કાપી નાંખ્યું. વીશ્વભરના તમામ મુસ્લીમ દેશો પેલા વિધ્યાર્થીના ટેકામાં  સડક પર ઉતરી આવ્યા. તેની સામે ફ્રાંસની પ્રજા જેને પોતાને ગુસ્સો  વ્યક્ત કરવાનું વ્યાજબી કારણ હતું તે શાંત, અહીંસક અને સહીષ્ણું બનીને પ્રતીકાર કરી રહી છે.

એક બાજુ સાતમી સદીના ઇસ્લામીક મુલ્યોને  પોતાની રીતે સમજીને  પ્રજા અને રાજ્યકર્તોઓ પેલા અસહીષ્ણું કૃત્યની નીંદા કરવાને બદલે બીરદાવે છે, ગાજે છે તેની સામે ફ્રાંસ અને સમગ્ર પશ્ચીમ જગત ફ્રાંસ ક્રાંતીના મુલ્યો અને ત્યાર પછી અસ્તીત્વમાં આવેલા જ્ઞાન–પ્રબોધન યુગના સહીષ્ણુ મુલ્યોને આધારે કાયદા અને જ્ઞાન આધારીત  સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરે છે. જુના અસહીષ્ણુ મુલ્યો આધારીત ધાર્મીક પુન;ઉત્થાનની પ્રવૃત્તીઓ અને તેના  માટે રાજ્યસત્તાઓનો ઉપયોગ બિલકુલ અમાનવીય અને ભયંકર જોખમી છે. તેમાંથી મુક્ત થવા માં જ માનવજાતનું વ્યક્તીગત અને સામુહિક શ્રૈય રહેલું છે.


--