સત્તાધારી હીંદુત્વના અફીણીઓને , કીસાનોની રોટીના સંઘર્ષે પરાસ્ત કરી દીધા.
ગઇકાલે તા.૨૬મી જાન્યુઆરીના ૭૨મા પ્રજાસત્તાક દિવસે છેલ્લા બે માસથી ચાલતા સંયુક્ત મોરચા કીસાન આંદોલનની ટ્રેક્ટર પરેડે સરકારની ચીલાચાલુ પરેડને બીલકુલ ઝાંખી પાડી દીધી હતી. દેશના સત્તાધારી માંધતાઓને પ્રજાસત્તાકનો ખરો અર્થ સમજાવી દીધો. પ્રજાસત્તાક દેશમાં આખરી સત્તા વડાપ્રધાન ,પીએમઓ ઓફીસ,ગૃહખાતા પાસે નથી પણ લોકો પાસે છે. પ્રજાસત્તાનો સંદેશો હજુ રાજ્યકર્તાઓએ વાંચવો હોય, સમજવો હોય તો દીલ્હીની ત્રણે સીમાઓ પર બે માસથી વધુ સમયથી શાંતીપુર્વક આંદોલન કરતા કીસાનો પાસે જાવ.ગઇકાલે પાટનગરના તમામ રીંગરોડ પર ઉમટી પડેલા પરીવર્તનના મશાલચી તરીકે પુરા આત્મવીશ્વાસ સાથે ટ્રેકટરોના ધસમસતા પ્રવાહ અને તેમની સાથેનો ' માનવ મહેરામણનો' અદ્ભુત નજારોનો સંદેશો વાંચો, સમજો ને અન્યને સમજાવો.
(૧) સંસદમાં મળેલી બહુમતીને આધારે નહી, પણ પ્રજાહીતને આધારે કાયદો બનાવતા પહેલાં, સંસદની અંદર ને બહાર ચર્ચાના તમામ ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરવાનો પુરો અવકાશ આપો.
(૨) ખેતી એ બંધારણની અંદર સત્તાની વહેંચણીમાં સ્પષ્ટ રીતે રાજ્યહસ્તક હોવા છતાં તેના પર કેન્દ્ર સરકાર કાયદો કરે તે તો ' ચોરી પર સીના ચોરી' જેવી વાત છે. સરકાર પોતે આ મુદ્દે ગેરબંધારણીય રીતે વર્તે તો પ્રજાએ શું કરવું ! કયા સાધનોનો ઉપયોગ કરીને આ સત્તા–મદ્હોશી રાજકારણીને સતર્ક કે તર્કવિવેકબુધ્ધીથી સમજાવવા?
(૩) દેશની સર્વૌચ્ચ અદાલતે ત્રણેય કાયદાઓના અમલ પર હંગામી ધોરણે મનાઇ હુકમ મુકેલ છે. કીસાનો સાથેની મીટીંગમાં કૃષી પ્રધાને સદર કાયદાઓ દોઢ થી બે વર્ષ માટે મોકુફ રાખવા સંમત થયા હતા.દેશના કોઇ કીસાન સંગઠનોએ પોતે આવા કાયદા ગઢવાની કોઇ રજુઆત ક્યારેય કરી નહતી.
(૪) દેશમાં સત્તા પક્ષ સામે કોઇપણ પ્રકારનો વિરોધ સત્તાધારીઓને માન્ય નથી. વિરોધ પક્ષો સામે વિરોધની ભાષામાં કેટલા શબ્દો અને વાક્યો સૌજન્યશીલ, સંસદીય અને બંધારણીય નૈતીક્તાને ધ્યાનમાં રાખીને વાપરવામાં આવ્યા હોય તે એક સંશોધનનો વિષય બની જાય છે.
(૫) સત્તાપક્ષ સામેના તમામ વિરોધી દેશદ્રોહી, પાકીસ્તાની એજંટ, નક્ષલવાદી, ટુકડે ટુકડે ગેંગના પ્રતીનીધી, વિદેશી એજંટ, ખાલીસ્તાની, આતંકવાદી, વિધર્મી, લવજેહાદવાળા વી, વી. પોતાની સામેના તમામ વિરોધને યેનકેન પ્રકારે ( " BUY, BORROW & OR STEAL") ખત્મ કરી નાખો.
(૬) મઝાની વાત એવી બની છે કે ઉપરના તમામ શસ્રો સંયુક્ત કિસાન મોરચાની કિસાન ચળવળને વેરવિખેર કરવામાં સુંપુર્ણ નીષ્ફળ ગયા છે. બુઠઠા થઇ ગયા.એટલું જ નહી સત્તાપક્ષના નેતઓના બેફામ અને બિનજવાબદાર વચનોથી સદર ચળવળ દિવસે દિવસે વધારે ને વધારે મજુબત બનતી ગઇ છે.
(૬) કાર્લ માર્કસનું એક સરસ અને ચીર;સ્મરણીય વાક્ય છે. ' માનવી ધર્મને બનાવે છે. પણ ધર્મ માનવીને બનાવતો નથી. ( Man makes religion; religion does not make man .") તેવીજ રીતે સંસદ અને વડાપ્રધાનને પ્રજા બનાવે છે. પણ પ્રજાને સંસદ કે વડાપ્રધાન બનાવી શકતી નથી. જે સર્જનહાર હોય છે તેને પોતાના સર્જનમાં ફેરફાર કરવાનો કે નાશ કરવાનો પણ અબાધીત અધિકાર ધરાવે છે તેની ગવાહી માનવજાતનો ઇતીહાસ પુરી પાડે છે.
(૭) મોદીજી, સંયુક્ત કિસાન ચળવળના નેતા રાકેશ ટીક્કેતને તેની બોલીમાં સમજો. ખુબજ શાંતીથી ખુબજ ઠંડે કલેજે અને પરીપ્ક્વ નેતા તરીકે જણાવે છે કે અમારી કીસાનીયતની વિચારસરણીને સમજો. તમારા હિંદુ–મુસ્લીમ– શીખ વચ્ચે ભાગલા પાડવાની રીતરસમોતો આઉટડેટેડ થઇ ગઇ છે. ભારતના સદીઓ જુના હિદું રાજોની ઉપરા ઉપરી નામોશીભરી હારો અને તેને કારણે પ્રજાની સદીઓની ગુલામી તેમના યુધ્ધના શસ્રૌ પુરાપર્વથી ચાલુ હતા તે જ વાપરતા આવ્યા જ્યારે વીદેશીઓના શસ્રો આધુનીક હતા.. તમારા શસ્રો કઇરીતે તમારા પૌરાણીક વારસાથી જુદા હોય? જયશ્રી રામના નારા મંદીરઓમાં અને કથા– પારાયણોમાં સારા લાગે અને શોભે! પણ નેતાજી સુભાષની સભામાં તો સુભાષજીને જ અપમાનજનક લાગે! માટે તમારૂ ભાવી પણ રાકેશ તીક્કેત મન નક્કી છે. જુઓ ! તે બધા તો સને ૨૦૨૪ સુધીની અહીંસક લડાઇની તૈયાર કરીને આવ્યા છે. તેની ઝાંખી દેશ અને દુનીયાને કીસાનયતે પ્રજા સત્તાક દિને બતાવી દીધી છે.
તે બધાની વૈચારીક પરિપક્વતાને જેટલી કાચી કે ઓછી આંકશો તેમાં નુકશાન તમારા પક્ષે જ છે.