Thursday, October 13, 2022

ભાગ– ૩. યુક્રેન– પશ્ચીમીજગત અને રશીયા.


ભાગ– ૩. યુક્રેન– પશ્ચીમી જગત અને રશીયા.

·         મોદીજી, ખરેખર, તમે એક નેતા તરીકે વીશ્વના વર્તમાન ઇતીહાસમાં ખોટીબાજુ ઉભા રહ્યા છે. માનવ ઇતીહાસ તમારા સદર કૃત્ય માટે ભુલી પણ નહી જાય અને માફ પણ નહી કરે!. History neither forgets nor forgives.

વર્તમાન યુક્રેન– રશીયા યુધ્ધને તેના સાચા અર્થમાં સમજવા માટે ટુંકમાં યુરોપના સને ૧૯૩૯– ૧૯૪૫ના સમયગાળાના બીજાવીશ્વ યુધ્ધના પ્રવાહોને સમજવાની જરૂર છે. સદર બીજું વીશ્વયુધ્ધ યુરોપના રાષ્ટ્રો વચ્ચે લડાયું હતું. એકબાજુએ યુધ્ધમાં આક્રમક તરીકે નાઝી હીટલરનું જર્મની અને ફાસીવાદી મુસોલીનીનું ઇટલી હતાં. જ્યારે બચાવ પક્ષે યુરોપના સાર્વભૌમ દેશો હતા.અંતે જર્મનીઅને ઇટલીનો બુરો પરાજય થયો હતો. પણ તે યુધ્ધ બાદ ખાસ કરીને યુરોપીયન દેશો અને સમગ્ર જગતની રાજકીયભુગોળ અને વિચારસરણી જ બદલાઇ ગઇ.

યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઇ. નોર્થ એટલાંટીક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન( નાટો)નામે સભ્યો દેશોનું એક લશ્કરી એકમ બન્યું. યુરોપીયન કોમન માર્કેટ(ઇસીએમ– યુરો નામના નવા ચલણ સાથે) આશરે ત્રીસ દેશોનું એક આર્થીક યુનીટ બન્યું.સને ૧૯૪૫ પછી રશીયન સરમુખત્યાર સ્ટાલીને બીજા વીશ્વ યુધ્ધ પછી તરતજ પોતાના દેશની 'રેડઆર્મી 'ની મદદથી આશરે ૧૫ જેટલા પડોશી દેશોનું એક રાષ્ટ્ર તરીકેનું સાર્વભૌમત્વ નાબુદ કરીને યુનાઇટેડ સોવીયેટ સોસીઆલીસ્ટ રીપબ્લીક( યુએસએસઆર) બનાવ્યું.સને ૧૯૮૯થી ૧૯૯૨ સુધીમાં સોવીયેત પ્રમુખ મીખાઇલ ગોર્બેચોવના લોકશાહી સુધારાવાદી વીચારો(ગ્લાસનોત અને પ્રેરીસર્ટોરીકા)ને કારણે રશીયામાંથી પેલા ૧૫ દેશો સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્રો બની ગયા.

       યુએસએસઆરનો કાયમી અંત આવી ગયો.૨૫મી ડીસેમ્બર ૧૯૯૧નારોજ રશીયાએ કાયમ માટે હથોડાઅને દાતરડાવાળા(સામ્યવાદી પ્રતીકવાળો) રાષ્ટ્રધ્વજને ઉતારી લીધો અને ત્રીરંગી રાષ્ટ્રધ્વજ ક્રેમલીન પર ચઢાવી દીધો વીશ્વ કાયમ માટે શીતયુધ્ધમાંથી મુક્ત થયું. સમગ્ર માનવજાતના હજારો વર્ષોના ઇતીહાસમાં સને ૧૯૪૫થી ૨૦૨૧ સુધીનો સમયગાળો વીજ્ઞાન અને ટેકનોલીજીની મદદથી જબ્બરજસ્ત પ્રમાણમાં શાંતી ને વીકાસનો સમયગાળો બની રહ્યો છે. ભુખમરો,રોગચાળોઅને અરાજકતાથી જાણે માનવજાતે મુક્તી મેળવી!.

છેલ્લા આઠમાસથી, રશીયાના સર્વેસર્વા સત્તાધીશ પુટીને પોતાના પડોશી સ્વતંત્ર, સાર્વભૌમ, પ્રજાસત્તાક લોકશાહી દેશ સર્વદ્ર્ષ્ટીએ નાના સરખા યુક્રેન પર અમાનુષી, અનૈતીક અને હીંસક લશ્કરી આક્રમણ કરીને માનવજાતને અણુયુધ્ધની ધમકી આપીને વીશ્વ વીનાશને પગથીયે લાવીને ઉભી કરી દીધી છે. આની સામે સમગ્ર પશ્ચીમી જગત અને ભુતપુર્વ એકલદોકલ દેશ( બેલરસ) સીવાય તમામ યુએસએસઆર દેશો પુટીનના રશીયા સામે યુક્રેનને લશ્કરી મદદની સાથે તમામ માનવીય મદદ કરવા ખડેપગે તૈયાર થઇ ગયા છે.

     આધુનીક યુધ્ધ ફક્ત ટેન્કો, મશીનગન ને મીસાઇલોથી લડાતું નથી. પશ્ચીમી જગતે અમેરીકાની મદદથી ૨૪મી ફેબ્રુઆરીના પ્રથમ દીવસથી રશીયાપર આર્થીક નીયંત્રણો દાખલ કરી દીધા છે. રશીયન સરકારના તેમજ તેના તમામ ઉધ્યોગપતીઓ અને અન્ય નાગરીકોના વીદેશી નાણાં,અને અસ્કાયમતો પર. આયાત– નીકાસ– લેવદેવડ પર સખત નીયંત્રણો દાખલ કરી દીધા છે. પા–બંધી દાખલ કરી દીધી છે.એકજ પગલાથી રશીયાના ૪૦૦ અબજ ડોલર્સ જપ્ત કરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત અમેરીકા પશ્ચીમી દેશો અને જપાન જેવા અન્ય દેશોની પણ પોતાની બહુરાષ્ટ્રીય કુંપનીઓએ રશીયાના જુદા જુદા શહેરોમાં સ્થાપીત કરેલ તમામ વ્યાપારો બંધ કરી, સંપુર્ણ લોકઆઉટ જાહેર કરી દીધા છે. જેની યાદી આ પ્રમાણે છે.

·         ગ્રાહકોની જરૂરીયાત પુરી પાડતી બહુરાષ્ટ્રીય કુંપનીઓ જેવી કે Uniqlo જપાની કું,Adidas, British American Tobacco, Canada Goose, H&M, Ikea,Nestlé, Nike, TJX, Unilever, સેંકડો કુંપનીઓએ પોતાના તમામ રીટેલ સ્ટર્સ બંધ કરી દિધા છે.

·         પેટ્રોલ– ડીઝલ પુરી પાડતી કુંપનીઓ જેવીકે BP , Exxon Mobil,  Shell વી.  કુંપનીઓએ લાખો બીલીયન ડોલર્સ ખોટ ખાઇને પોતાના તમામ પેટ્રોલપંપ બંધ કરી દીધા છે.

·         નાણાંકીય લેવડદેવડ કરતાં Financial Houses, જેવાં કે American Express, Bank of America ,BNY Mellon, Citigroup, Deutsche Bank, Goldman Sachs, JPMorgan Chase, Mastercard, Société Générale, (France's third largest bank),Visa, Western Union અને

Zurich Insurance Group,( Switzerland's largest insurer) મીલીયનસ ઓફ ડોલર્સના નાણાંકીય વેપાર બંધ કરી દીધા છે.

·          Food Outlets- Carlsberg,(the world's third-largest brewer),  M&M's and Snickers, McDonald's had said in March that it was temporarily closing its nearly 850 locations and halting operations in Russia.PepsiCo, Burger King, Starbucks,( it was closing its 130 stores in Russia, where it has about 2,000 employees.) This follows the company's announcement that it would close 70 company-owned KFC restaurants and all 50 franchise-owned Pizza Hut restaurants.

Media- Bloomberg ,Netflix, Sony, The Walt Disney Company,   Warner Bros. તમામ મુવીઝ બીઝનેસ બંધ કરી દીધા.આ ઉપરાંત અનેક મલ્ટીનેશનલ કુંપનીઓએ પોતાની તમામ આર્થીક પ્રવૃત્તીઓ બંધ કરી દિધી છે.

·         સમગ્ર પશ્ચીમના દેશોને અને વીશ્વને સારીરીતે માહિતી છે કે યુક્રેન ક્યારેય અમેરીકાનો કઠપુતલી દેશ હતો નહી; આજે પણ નથી. યુક્રેને માથે રશીયાએ ઠોકી બેસાડેલું યુધ્ધ અમેરીકાની આ પ્રોક્ષી–વોર નથી.અમેરીકાએ ક્યારેય યુક્રેનને નાટો લશ્કરી સંસ્થાના સભ્ય બનાવવા તરફેણ કરી નથી. ૨૪મી ફેબ્રુઆરીએ યુક્રેન સામે રશીયાએ યુધ્ધ શરૂ કર્યુ છે.બે માસ પછી અમેરીકાના પ્રમુખ બાઇડને પોતાનો રાજદુત પહેલીવાર મોકલ્યો છે.

·         પુટીને વારંવાર જાહેર કર્યું છે કે નાટો દેશો સાથે તેની સરહદો વહેંચાયેલી છે,તેમ છતાં રશીયાને નાટોનો કોઇ ભય નથી.પુટીનના રશીયાએ સને ૧૯૯૨માં મોલ્દોવા,૨૦૦૮માં જ્યોર્જીઆ, ૨૦૧૪ અને ૨૦૨૨માં યુક્રેન સામે લશ્કરી હુમલા કર્યા હતા અને કરેછે. તેને કારણે આ બધા દેશોએ નાટોના સભ્ય બનવા વિનંતી કરી હતી.પણ નાટોએ રશીયા સામે લશ્કરી સંઘર્ષથી દુર રહેવા સદર દેશોની તે વિનંતીઓ ઠુકરાવી દીધી હતી. ' ભુંડાથી ભુત પણ નાસે.'

·         યુક્રેન એક નાઝી દેશ નથી. સામાજીક અને ધાર્મીક વિવિધતા ધરાવતો અને લોકશાહી મુલ્યોથી ધબકતો દેશ છે. તેનો પ્રમુખ ઝેલેન્સકી સને ૨૦૧૯માં ૭૩ ટકા મતોથી વિજેતા બનેલો છે. ઝેલેન્સકી રશીયન ભાષી યહુદી છે. જેના ત્રણ સગાકાકાઓ હિટલર સામેના યુધ્ધમાં લડતા લડતા માર્યા ગયા હતા.

·         તેની સામે પુટીને પોતાના રાજકીય હરીફોને દેશનીકાલ કરી દીધા છે, કાંતો સાઇબીરીયાની જેલોમાં પુરી દીધા છે,અથવા ઝેર આપીને પણ માંરી નંખાવ્યા છે.પુટીન સમગ્ર યુક્રેનની પ્રજાનો એક નંબરનો ઘાતકી દુશ્મન બની ગયો છે.યુક્રેનને પુટીને પોતાનું એક સંસ્થાન( Colony)બનાવવું છે. પુટીનના દુશ્મન નથી યુરોપીયન દેશો કે અમેરીકા! પણ તેના દરવાજે ધબકતો એક લોકશાહી પડોશી દેશ છે.( Putin's real enemy is neither NATO nor Nazis, but a thriving democracy right next door to Russia.) પુટિનનો ખુલ્લમખુલ્લો યુક્રેન સામેનો સીધો નરસંહાર છે.

·         પુટીન પોતે રશીયાના લશ્કર જેવો જ નબળો નેતા છે. છેલ્લા છ માસ કરતાં વધારે સમયથી અબજો ડોલર્સ યુધ્ધમાં ખર્ચી, આશરે ૮૦,૦૦૦ સૈનીકો, ટોચની કક્ષાના શ્રૈષ્ઠ સેનાપતીઓ ગુમાવીને યુક્રેનનો જે પ્રદેશ કબજે કર્યો હતો તે તમામ પ્રદેશ ફક્ત પાંચ દિવસના યુક્રેનના લશ્કરના આક્રમક વળતા હુમલામાં ગુમાવી દીધો છે.  આ ઉપરાંત 'મોસ્કોવા' નામનું તેનું યુધ્ધ જહાજ  ગુમાવ્યું છે. બે દિવસ પહેલાં જ રશીયા– ક્રીમીયા બંને દેશ સાથેનો લશ્કરી જીવાદોરી સમાન ૧૨માઇલ લાંબો પુલ– બ્રીજ યુક્રેને તોડી નાંખ્યો છે. માટે પુટીન વીશ્વને ધમકીઆપે છે કે તે હવે અણુશસ્રોનો ઉપયોગ કરશે.

·         મોદીજી, ખરેખર તમે એક નેતા તરીકે  વીશ્વના વર્તમાન ઇતીહાસમાં ખોટીબાજુ ઉભા રહ્યા છે. માનવ ઇતીહાસ તમારા સદર કૃત્ય માટે ભુલી પણ નહી જાય અને માફ પણ નહી કરે!.

·         પુટીનના યુક્રેન સામેના જંગલીયાત ભરેલા હુમલા(The barbaric assault) સામે વીધ્યુતવેગે સમગ્ર વિશ્વના લોકશાહી દેશો એક થઇને સામનો કરવા તૈયાર થઇ રહ્યા છે.

·         મોદીજી, એક લોકશાહી દેશ તરીકે તમારી આર્થીક નીતીઓ (રશીયા પાસેથી ૩૦ ટકા સસ્તાભાવે તેલ આયાત કરી નફો કરવાની) સ્વતંત્રતાના ભોગે ક્યારે ન હોઇ શકે? જે દેશ રાજકીય સ્વતંત્રતા ગુમાવે છે તે દેશ પાતની આર્થીક સ્વતંત્રતાને બચાવી શકતો નથી.

--