ઓ! કર્ણાટકના શીક્ષણકર્તાઓ અને બીજેપી પ્રેરીત રાજ્યકર્તાઓ!
તમને સહેજપણ માનવીય અનુકંપા હોયતો સમજી લો કે મુસ્લીમ વીધ્યાર્થિની માટે હીજાબ પહેરીને વર્ગખંડમાં ભણવા આવવું તે તેણીનો અભ્યાસ ચાલુ રાખવા માટેનો કુટુંબ અને ધાર્મીક રૂઢીએ વારસમાં આપેલો અનિવાર્ય વીઝા છે. Recall the widespread "pahle niqab phir kitab" outcry. (પહેલે નીકાબ ફીર કિતાબ)
( Her hijab is her ticket to education– જસ્ટીસ સીધાંશુ ધુલીયા. સુપ્રીમ કોર્ટ ઓફ ઇંડીયા..)
(1) કર્ણાટક રાજ્યના શિક્ષણ વીભાગે એક સરકારી નિયમ (Government Order) બહાર પાડયો છે કે ઉચ્ચશીક્ષણના ધોરણ ૧૧ અને ૧૨માં મુસ્લીમ વીધ્યાર્થીનીઓને હીજાબ સાથે વર્ગખંડમાં પ્રવેશ નહી મળે. પરીક્ષામાં પણ બેસવા દેવામાં નહી આવે. સદર નીર્ણયને કર્ણાટક હાઇકોર્ટે બંધારણીય ગણાવ્યો છે. અને થોડાક દીવસ પહેલાં સર્વોચ્ચ અદાલતની બે ન્યાયાધીશો બેન્ચ અનિર્ણાયક રહી છે. કારણકે એક સીનીયર ન્યાયાધીશ શ્રી ગુપ્તા સાહેબે કર્ણાટક હાઇકોર્ટના હુકમને યોગ્ય ગણયો છે.(સદર ચુકાદો આપ્યા પછી તે સાહેબ વયમર્યાદાના નીયમ મુજબ બીજા ૨૪ કલાકમાં હોદ્દાપરથી નીવૃત થઇ ગયા છે.). બીજા ન્યાયાધીશ શ્રી ધુલીયા સાહેબે મુસ્લીમ વીધ્યાર્થીનીના નીજી(પ્રાઇવેટ) ને પસંદગી નો અધીકાર છે તેમ નીર્ણય આપ્યો છે. અને ચીફ જસ્ટીસ ઓફ ઇંડીયાને વીનંતી કરી છે કે તે પાંચ જ્જ્જોની બંધારણીય બેંચ બનાવી નીર્ણય કરે.
(2) જસ્ટીસ ધુલીયા સાહેબે પોતાનો એક ઉદારમતવાદી પથદર્શીય ચુકાદો આપતાં(Landmark Judgment) બંધારણીય નૈતીકતા(Constitutional Morality)ને ઉજાગર કરતાં એક પ્રશ્ન પુછયો છે. " શું આપણે રાજ્યકર્તા તરીકે હીજાબ પહેરવાની સ્વતંત્રતાના અધીકારને નીયંત્રણમાં મુકીને એક સ્રી બાળકને(A Girl child) શીક્ષણમાંથી વંચીત રાખીને તેની જીંદગીને સુખી બનાવીએ છીએ? ( Are we making the life of a girl child any better by denying her education, merely because she wears a HIJAB?)
(3) જસ્ટીસ ધુલીયા સાહેબે,ભારતીય સમાજમાં અને ખાસ કરીને મુસ્લીમ સમાજમાં એક છોકરીને પોતાનું શીક્ષણ ચાલુ રાખવામાં પોતાના બાળપણની કેટલી બાળસહજ જીજ્ઞાસા અને ઇચ્છાઓનો સતત ત્યાગ કરવો પડે છે તેની વાસ્તવીક નોંધ પોતાના ચુકાદામાં લીધી છે.
(4) દેશના બંધારણને વફાદાર રહેવાના શપથ લઇને બનેલા રાજ્યકર્તાઓની ફરજ છે કે તે પોતાના નીર્ણયોથી નાગરીકોના તમામ પ્રકારના સશક્તીકરણને મદદ કરે. નહી કે તેમને કમજોર બનાવે!.
(5) આ કાયદાકીય વીવાદમાં ધર્મનીરપેક્ષતા( Secularism)નો પ્રશ્ન એટલા માટે અપ્રસતુત છે કે તેમાં રાજ્યે પોતે ધર્મનીરપેક્ષ રહેવાનું હોય છે.રાજ્યને કોઇ ધર્મ નથી. તે નાગરીકના ધાર્મીક વલણની તરફેણ કે વીરોધ કરી શકે નહી. જ્યારે બંધારણીય મુળભુત અધીકાર નંબર ૨૫માં તો દેશના દરેક નાગરીકને ધાર્મીક આસ્થા રાખવાની કે નહી રાખવાની વી. ની સ્વતંત્રતા આમેજ કરેલી છે.