એક લેટેસ્ટ સમાચાર–
બિલકીસબાનુના બળાત્કારીઓ અને તેના કુટુંબીજનોના ખુનીઓને સજામુક્તીનો નિર્ણય ફક્ત ગુજરાત સરકારનો જ ન હતો.પણ દેશની નરેન્દ્ર મોદી–અમીતશાહની સરકારનો સૌ પ્રથમ હતો!
જે હકીકત ૧૪૦ કરોડની જનતા સમક્ષ સાહેબની સરકારે છુપાવી હતી.અને આજે પણ છુપાવી છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં રજુ કરેલ ૪૦૮પાનાની એફીડેવીટમાં અમીત શાહના ગૃહમંત્રાલય તરફથી ગુજરાત સરકારને લખેલા એક પત્રમાં આ સત્ય બહાર આવ્યું છે. ૧૧બળાત્કારી– ખુનીઓને સજામુક્તી આપવાનો સૌ પ્રથમ નિર્ણય તો દેશના ગૃહમંત્રાલયે કરી દીધો હતો. આ સજા મુક્તીના નીર્ણયની કેટલીક વિગતો ખુબજ ટુંકમાં અને કેટલીક વીગતે.
(1) ગુજરાતમાં નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીના સત્તાકાળમાં સને ૨૦૦૨માં ' માનવ નરસંહાર'(Genoside) થયો હતો.આ સમય દરમ્યાન બિલકીસબાનું પર બળાત્કાર વી.અમાનવીય કૃત્ય ૩મી માર્ચ ૨૦૦૨ના રોજ થયું હતું. સ્થાનીક પોલીસતંત્ર, અને સત્તાતંત્ર વી,ના વર્તન વ્યવહારોથી સર્વોચ્ચ અદાલતે આ સમયના જે કેટલાક કેસો ગુજરાત બહારના રાજ્યમાં ચલાવવાનો નિર્ણય લીધો હતો તેમાં આ કેસ પણ મુંબઇમાં ચાલ્યો હતો.તે સમયે વડાપ્રધાન બાજપાઇજીએ મોદીસાહેબને ટકોર કરી હતી કે તમે તમારો"રાજ્યધર્મ" બજાવો. બાજપાઇજી રાજાનો "રાજ્યધર્મ" કોને કહેવાય તે અંગે વડીલ તરીકે વધારે સ્પષ્ટ હશે!
(2) સદર કેસમાં તમામ બળાત્કારીઓને આજીવન કેદની સજા થઇ હતી.આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારને રૂ–૫૦ લાખ વળતર તરીકે બીલકીસબાનુને ચુકવવાનો પણ હુકમ કર્યો હતો.આ કેસના તમામ ૧૧ બળાત્કારીઓ બિલકીસબાનુના નાનકડા ગામડા રણધીકપુર (જેની કુલ વસ્તી ભાગ્યે ૫૦૦ લોકોની હશે.)તા– લીમખેડા જી. દાહોદ.પંચમહાલના હતા. જીંદગીભર એકબીજા પડોશી તરીકે જીવતા હતા.
(3) બીલકીસબાનુ અને પેલા બળત્કારી– ખુનીઓને કોઇ મીલકત કે બીજી કોઇ અંગત અદાવત કે ઝઘડા ક્યારેય નહતા.ફક્ત તેનું કુટુંબ લઘુમતી કોમનું હતું.
(4) આ કેસના તમામ ૧૧ ગુનેગારોને આજીવન કેદની સજા (૧૪ વર્ષ) થઇ હતી. આ દરેક કેદીને જેલ તંત્રની રાહબરી નીચે કુલ જેલના સમય દરમ્યાન ઓછામાં ઓછા ૧૦૦૦ દિવસો કરતાં વધારે દિવસો માટે પેરોલ પર કે હંગામી ધોરણે રજા આપવામાં આવેલ હતી. ઉપરાંત તેમાંથી મોટાભાગના પેરોલ કે હંગામી સમય પુરો થઇ ગયો હોય તેમ છતાં તેમની "ગુડ બીહેવીયર"! ને કારણે મહીનાઓ સુધી જેલમાં પરત આવ્યા ન હતા.આમાંના ચંદાલાલ કરીને કેદીએ પોતાની ૧૪ વરસની સજામાં કુલ ૪ વરસ પેરોલ પર જેલઅધીકારીઓની 'ગુડ બીહેવીયેર'ને કારણે જેલની બહાર પસાર કર્યા હતા.( The time Chandana spent out of jail on parole and furlough before his release amounted to over four years. And between January and June 2015, a 14-day furlough turned to 136 days after he was late by 122 days to turn himself in. Rajubhai Soni (58) was on leave for a total of 1348 days with a 197-day late surrender between September 2013 and July 2014. Soni's 90-day parole from Nashik jail turned to a 287-day leave, owing to the late surrender.
(5) રાધેશ્યામ શાહ કરીને ૧૧ કેદોમાંના એકને દાહોદ જીલ્લા સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસે લેખીત જવાબમાં તેને છોડવાનું ધરાર ના કહ્યું હતું તેમ છતાં તેને છોડી મુકવામાં આવ્યો છે. આ કેદી સામે સીબીઆઇ, મુંબાઇ, દાહોદ કલેકટર, એડીજી પી. પ્રીઝન, પ્રીન્સીપલ ડીસ્ક્રટ જ્જ્જ એન્ડ સેસન્સ જ્જ્જ ઓફ ગોધરા,એ વીધીવત લેખીત વિરોધ નંધાવ્યો હતો.
(6) તે બધાની સામે સમયસર નહી હાજર થવા માટે કોઇ કાર્યવાહી આવા ગેરકાયદેસર કે પછી સારા કૃત્યોને કારણે ક્યારેય કરવામાં આવી ન હતી. તેમજ ફરી પરોલ વી. માટે તે બધાની વર્તણુક ને "Good Behaviors" ગણીને સજામુક્તીમાંથી રજામુક્તી વારંવાર આપવમાં આવી હતી. ઉપરની હકીકત ગુજરાત સરકારે પેલી ૪૦૮ પાનાની એફીડેવીટમાં રજુ કરેલા પુરાવોમાંથી સંપન્ન થઇ છે.
સદર એફીડેવીટમાં વધુ ચૌંકાવનારી વીગતો એવી છે મુંબઇની ફોજદારી કોર્ટ, ડીસ્ટ્રીક્ટ કોર્ટ,સીબીઆઇના સ્પેશીઅલ ન્યાયાધીશ, વી, એ પોતાના લેખીત અભીપ્રાયમાંગુજરાત સરકારને જણાવ્યું છે કે તમામ ગુનેગારોને ક્યારેય જેલમાંથી મુક્ત જ થાય નહી.ગુનેગારોનું કૃત્ય ખાસ ધર્મના નાગરીકો સામે કરેલ છે, તેમનાં બાળકોને પણ છોડયા નથી, તેમનું ગુનાહીત કૃત્ય તો માનવજાત સામેનું દુષ્ટમાં દુષ્ટ માફ ન થઇ શકે તેવું કૃત્ય જધન્ય છે.(■Special Civil Judge (CBI), City Civil and Sessions Court, Greater Bombay: Crime on victims from particular religion, minor children not spared... worst form of crime against humanity. The CBI official said the offence committed was "heinous, grave and serious" and hence they "cannot be released prematurely and no leniency may be given" to them.) ગુનેગારોના વર્તનથી ભારતીય સમાજના અંતરઆત્માને, દરેક નાગરીકની સદ્રવીવેકબુધ્ધીને કાયમી ખલેલ પહોંચાડી દીધી છે.
(7) ગુજરાત સરકારે તા. ૧૮મી ઓકટોબરે સર્વોચ્ચ અદાલતમાં રજુ કરેલ એફીડેવીટમાં જણાવ્યું છે કે
બીલકીસબાનુ કેસના દરેક ગુનેગાર– કેદીએ પોતાની કેદનીસજા ૧૪ વર્ષ પુરા કર્યા છે, તથા અમારી પાસે તેની સારી વર્તણુકના પુરાવા છે. માટે તે બધાને કાયમી સજામુક્તીનો નીર્ણય કર્યો છે. દેશના ગૃહખાતાએ પણ લેખીત સંમતી આગોતરી આપી છે તે રીપોર્ટ અત્રે સામેલ કર્યો છે.
(8) ગુજરાત સરકારની ૪૦૮ પાનાની એફેડેવીટ બાબતે પોતાનો પ્રથમ પ્રત્યાઘાત જણાવતાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ શ્રી અજય રસ્તોગી સાહેબે જણાવ્યું કે કયા સત્યોને આધારે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે તે હકીકતો ઓછી છે અને કોર્ટના ચુકાદાઓ પોતાના બચાવમાં વધારે રજુ કર્યા છે! કઇ હકીકતોને આધારે ગુજરાત સરકારે પોતાનો નીર્ણય કર્યો છે તેની માહીતી આવા જથ્થાબંધ કાગળોમાંથી શોધવી સરળ નથી. ગુજરાત સરકારના સોલીસીટર જનરલ તુષાર મહેતાનો જવાબ આ પ્રમાણે હતો.( Mehta agreed that it could have been avoided and said that the sole purpose was to make it easy for the judges to refer to.)
(9) આજના ઇન્ડીયન એક્સપ્રેસના તંત્રી લેખમાં દુ;ખ સાથે જણાવ્યું છે કે ગુજરાત સરકારે આ બધાને કાયમી છોડીને ભલે કોઇને લાગતું કે' કાયદા મજબ કામ કર્યું છે' પણ ખરેખરતો ન્યાયીક ચુકાદાની ઘોર મશ્કરી કરી છે.૧૧કેદીઓને ૧૫મી ઓગસ્ટે સજામુક્ત કરીને હારતોરા, મીઠાઇ વહેંચીને તથા ફટાકડા ફોડીને જે સ્વાગત બીજેપી પક્ષે અને લોકોએ સ્વાગત કર્યું છે ; ખુશાલી વ્યક્ત કરી છે તે સદર ન્યાયીયક ચુકાદાની જ ક્રુર મશ્કરી કરી છે. ન્યાયનો ઉપહાસ કર્યો છે. તે અક્ષ્મ્ય છે. માનવજાત પરનો કાયમી કલંક કે એક ધબ્બો સાબીત થવાનો છે.
(10)ભારત જોડો યાત્રામાં ગળાડુબ રાહુલ ગાંધીએ મોદીની સખત ટીકા કરતાં જણાવ્યું છે કે આ માણસ એક બાજુએ બળાત્કારીઓને કાયમી સજામુક્તીઓનો ટેકો આપે છે. અને બીજી બાજુએ લાલાકીલ્લા ઉપરથી ૧૫મી ઓગસ્ટે સ્રીઓના બહુમાન અને ગૌરવના સંરક્ષણની વાતો કરે છે.
(11) બીજી બાજુએ ગુજરાતમાં પગપેસારો કરવાની કોશીષ કરતી અરવીંદ કેજરીવાલની'આપ પાર્ટી' " આ મુદ્દે " અક્ષમ્ય ગુનાહીત મૌન" સેવવાનું પસંદ કરે છે.