રશીયન– યુક્રેન યુધ્ધ –લેખ ભાગ–૨
આ ઓકટોબર માસની ૨૪મી તારીખે યુક્રેન પર રશીયન આક્રમણને આઠ માસ પુરા થશે. સૌ પ્રથમ બંને દેશોની શક્ય તેટલી જમીની– વાસ્તવીક સ્થિતીનો વ્યાપક ક્યાસ લઇએ.
• રશીયાની કુલ વસ્તી આશરે ૧૪ કરોડ ૩૫લાખ. યુક્રેનની વસ્તી ૪કરોડ ૩૮લાખ.
• રશીયાનું જમીની કુલ ક્ષેત્રફળ આશરે ૧કરોડ ૭૧લાખ કી.મા, યુક્રેન ૬લાખ કી,મા.
• રશીયાની માથાદીઠ આવક ૧૧૬૦૦ અને યુક્રેન ૪૧૦૦ અમેરીકન ડોલર્સ.
• સડક– રશીયા ૧૨લાખ ૮૩હજાર કી મા. યુક્રેનફક્ત ૧લાખ ૭૦ હજાર કી.મા.
• દરીયાઇ બંદરો– રશીયા–૨૮૭૫ યુક્રેન –૪૧૦. વીમાની મથકો રશીયા–૧૪૩ યુક્રેન– ૧૬.
• ઇન્ટરનેટ વાપરનારા રશીયામાં–૧૨કરોડ ૨૦લાખ યુક્રેનમાં– ૩કરોડ ૨૦લાખ.
• યુક્રેનમાં રશીયન ભાષા બોલનારાની કુલવસ્તીના ૩૨ ટકા.મુખ્ય ધર્મ રશીયામાં ૮૦ ટકા ખ્રીસ્તી, યુક્રેન ખ્રીસ્તી ૮૮ ટકા.બંને પ્રજાનો ધર્મ એક પણ સત્તાધીશોના હીતો ભીન્ન.
• સંરક્ષણ માટેનું બજેટ– રશીયા–૪૬ બીલીયન ડોલર્સ વાર્ષીક અને યુક્રેન ૫લાખ બીલીયન ડોલર્સ.(એક બીલીયન= એક અબજ).
• જમીનપરનું રશીયાનું લશ્કર નવલાખ, ને ૨૦લાખ રિઝીર્વ, યુક્રેન બેલાખ અને નવ લાખ રિઝર્વ. એરફોર્સ– રશીયા ૧,૬૫૦૦૦.૨ યુક્રેન ફક્ત ૩૫૦૦૦.
હવે આપણે પુટીનના યુક્રેનને જીતી લેવાના ઇરાદાઓને સમજીએ. રશીયાનું પુટીન નથી લોકશાહી દેશ કે નથી તે સામ્યવાદી દેશ! તે પુટીનની લશ્કરી એડી નીચેનો મુડીવાદી– ગ્રાહકલક્ષી સરમુખત્યારશાહી દેશ છે.જ્યાં પુટીન પોતાનું એકપક્ષીય સર્વેસર્વા તેની ઇચ્છામુજબનું શાસનચલાવે છે.જ્યાં પુટીન સા. ૧૯૯૯થી ૨૦૩૬ સુધી કાંતો વડાપ્રધાન તરીકે અથવા રાષ્ટ્રપ્રમુખ તરીકે રશીયાની સત્તા પુટીન પાસેજ રહે તેવી બંધારણીય ગોઠવણ કરાવી લીધી છે.
જે દિવસથી પુટીન રશીયાના સર્વેસર્વા બન્યા છે ત્યારથી કોઇ પડોશી દેશે નાટો સહીત રશીયા સામે કોઇ લશ્કરી હુમલા કર્યા નથી. પણ પુટીનના સદર સત્તાકાળમાં જ્યોર્જીઆ, ક્રીમેશીયા, યુક્રેન વિં દેશોપર લશ્કરી હુમલા કરીને પોતાના દેશમાં સમાવી લઇને ફરીથી રશીયાને યુએસએસઆર બનાવવાના સક્રીય પ્રયત્નો ચાલુ છે.વર્તમાન યુક્રેનપરનો લશ્કરી હુમલો તેનું જ પરીણામ છે. અમેરીકા સહીત યુરોપીયન દેશાના રશીયા સાથેના સંબંધો,યુક્રેન સાથે હતા તેના કરતાં પણ વધારે સારા હતા.યુક્રેન એક લોકશાહી દેશ છે. જ્યાં સને ૨૦૧૯માં વર્તમાનપ્રમુખ ઝેલેનસ્કી ૭૩ ટકા મતોથી ચુંટાઇને આવ્યા છે. ઝેલેન્સકી પુટીનના કઠપુતલી ટેકેદાર હરીફ– પેટ્રો પોરોશેનકો (Petro Poroshenko) હરાવ્યો હતો.
પુટીને પોતાના લશ્કરને 'તમે યુક્રેનને નાઝી હકુમતમાંથી મુક્ત કરવા જાવ છો,યુક્રેનની પ્રજા તમને ' વેલકમ' કરવાની છે, યુધ્ધ ફક્ત આઠ–દસ દીવસ માટેનું છે એમ પાકો વીશ્વાસ આપીને પોતાના લશ્કરી યુવાનોને મોકલ્યા હતા.ખરેખર પુટીનનું કોઇ દુશ્મન હોય તો તે પડોશી દેશ યુક્રેનની લોકશાહી રાજ્ય વ્યવસ્થાઅને લોકશાહી સમાજ વ્યવસ્થા છે.
૨૪મી ફેબ્રુઆરીથી રશીયાની લશ્કરી તાકાતે યુક્રેનને જાણે નેસ્તનાબુદ કરવાનું હોય તેમ ચારેય બાજુથી હુમલા છેલ્લા સાત–આઠમાસથી ચાલુ રાખ્યા છે. યુક્રેનના ચાર પ્રદેશો લુહાન્સક(Luhansk),દોનેત્સક(Donetsk), ઝાપોરીઝહઝ્હીયા(Zaporizhzhia),અનેખેરસન( Kherson)જીતી લીધા હતા.પરંતુ યુક્રેનની સેનાએ સપ્ટેમ્બરમાસના છેલ્લા અઠવાડીયામાં દક્ષીણ ખેરસન ને લેમેન વીસ્તારોમાંથી રશીયન લશ્કરને નામેશીભરી પીછેહઠ કરાવી છે. પુટીને યુક્રેનના ચારેય વિસ્તારોમાંબંદુક અણીએ,નાગરીકો પાસે મતદાન કરાવી જાહેર કર્યુ કે હવે આ વિસ્તારો આજથી રશીયાનો એકભાગ છે. તમે બધા યુક્રેનના નાગરીકો કાયમ મટી ગયા છોઅને રશીયન નાગરીકો બની ગયા છે. આજથી તમારે રશીયન નાગરીક તરીકે યુક્રેનને દુશ્મન દેશ ગણી તેની સામે લડવાનું છે. ૩૦મી સપ્ટેમ્બરે તાત્કાલીક મોસ્કોમાં સંસદ બોલાવી જીતેલા વીસ્તારો રશીયાનો એક અંતર્ગત ભાગ છે તે સર્વાનુમતે પસાર કરી પુટીને રાષ્ટ્રપ્રમુખ તરીકે સહી સીક્કા કરી દિધા.
તે જ દિવસે, પુટીને તરતજ પોતાની વીજયી ભાષણમાં બે જાહેરાતો કરી. નવા જીતેલાપ્રદેશોને માટે ત્રણલાખ નવા યુવાનોની તાત્કાલીક તાલુકા– શહેર કક્ષાએ લશ્કરી ભરતી શરૂ કરવામાં આવશે. બે જીતેલા પ્રદેશો પાછા લેવા યુક્રેનનું લશ્કર કે પશ્ચીમી દેશો યુક્રેનને મદદ કરશે તો પુટીન પોતાના અણુશસ્રોનો ઉપયોગ કરશે.(On September 30, 2022, Russian President Vladimir Putin signed agreements illegally incorporating the Ukrainian oblasts of Luhansk, Donetsk, Zaporizhzhia, and Kherson into Russia. He said Moscow would "defend our new land with all the forces and resources we have." He previously hinted this could include nuclear arms.)
પુટીને, પોતાના અનુભવી લશ્કરનો ઉપયોગ કરવાને બદલે રશીયન જેલમાં જુદાજુદા ગુનામાં સજા ભોગવી રહેલા યુવાન કેદીઓને યુક્રેનમાં યુધ્ધમાં મોકલવાનું નક્કી કરી ને ભરતી કરવા માંડયા. આ કેદીઓને એક અઠવાડીયાની શસ્રો વાપરવાની તાલીમ પણ સરહદપર આપવાનું નક્કી કરી લઇ જવા માંડયા. બીજી બાજુએ રશીયાના તમામ શહેરોઅને તાલુકા વી મથકો પર સરકારી સ્ટાફ મારફતે દરેક નાગરીકોના રહેઠાણો પર ૨૦થી ૩૦ વર્ષના યુવાનોને મતદાર યાદી પ્રમાણે પસંદ કરી સમન્સ બજાવી કામચલાઉ બનાવેલા લશ્કરી ભરતી કેન્દ્ર પર ફરજીયાત હાજર થવાના હુકમો કરી દીધા.મા–બાપઅને નાનાભાઇ બહેનોએ રો કકળ કરીને રડતે મોંએ આખરી વિદાય આપી.
તા.૩૦મી સપ્ટેમ્બરના રોજ પુટીને રશીયન સંસદના ૩૫મીનીટના ભાષણમાં ઉપર મુજબની ત્રણલાખ નવા સૈનીકોની ભરતીની જાહેરાત કરી દીધી.પુટીનનું પ્રવચન પુરૂ થાય તે પહેલાં રશીયનની દસ દેશો સાથે જોડાયેલી સીમા–સરહદો, વીમાની મથકો, અને પડોશી દેશોના વીઝીટર વીસાધારક યુવાનોએ જે મળ્યું તે લઇને સરહદ છોડવા માડી. 'અમારે અમારા પડોશી દેશ સાથે લડવું નથી. 'અમારે અમારા દેશ માટે શા માટે શહીદ થવાનું.?
સ્વીસ અને ફીનલેંડની સરહદપર દરરોજ ૪૦૦૦ મોટરકાર સાથે રશીયનોએ દેશ છોડવા લઇનો લગાવી દીધી. જે મોટરોની સંખ્યા ૪૮કલાકમાં ૧૦૦૦૦ ઉપર થઇ ગઇ. જુદી જુદી સરહદો પરથી રશીયા તાત્કાલીક છોડનારાની સંખ્યા અઢીલાખે પહોંચી ગઇ. લશ્કરી ભરતીકરનારી કચેરીઓના કર્મચારીઓ ઉપર કેટલાક સ્થળોપર ગોળીબાર અને અન્ય સાધનો દ્રારા ખુની હુમલા કરવામાં આવ્યા. યુક્રેન સરહદ પર ફરજીયાત લશ્કરી ભરતીમાં મોકલવામાં આવેલામાંથી પચાસ ટકા ઉપરના યુધ્ધમાં લડવા બીનકાર્યક્ષમ સાબીત થતાં પરત મોકલવામાં આવ્યા.
સામે પક્ષે યુક્રેનનું લશ્કર, તેના નાગરીકો અને સમગ્ર પશ્ચીમી જગત રશીયન–પુટીનનો મુકાબલો કેવી રીતે કરે છે તે ભાગ –૩માં આપણે વાંચીશું.
ફોટો– રશિયન–ફીનલેંડ સરહદ પર મોટરગાડીઓનીની લાઇન