Monday, May 15, 2023

‘મધર્સ ડે‘ ઉજવણીમાં રેશનાલીટી કેટલી?


'મધર્સ ડે' ઉજવણીમાં રેશનાલીટી કેટલી?

(૧) અમેરીકાએ શરૂ કરેલ આ સામાજીક રીવાજ અથવા વ્યવહાર છે. તે ખ્રિસ્તી ધર્મની દેન નથી. માટે તે ધાર્મિક તહેવાર નથી.

(૨) અમેરીકાએ એક એવો દેશ છે જે પ્રમાણમાં ઔધ્યોગીકરણની પરકાષ્ઠાએ પહોંચેલો સામાજીક દેશ છે. જ્યાં જૈવીક કે જન્મ સાથે જોડાયેલા કુટુંબના સંબંધો ' પેલા પક્ષીના માળામાંથી કાયમ માટે મુક્ત થતા બચ્ચાઓ જેવા જ વિકસી ચુકેલા છે. "Nest Leaving" is a primary need of every young American adult.

(૩) જેમ પેલા માળામાંથી મુક્ત થયેલા બચ્ચાઓ પુખ્ત થતાં કોની સાથે પોતાનો માળો બાંધવો તે નક્કી કરવા તેમના માટે પોતાના મા–બાપ હાજર નહી હોવાથી– અને અમેરીકન સમાજમાં છે પણ ગેરહાજર હોય છે. તેમજ નવો માળો કોની સાથે બાંધવો તેવા નિર્ણય કરવામાં તેમની જરૂર જ બિલકુલ રહી નથી.. તેમનાથી પ્રાપ્ત થયેલી કૌટુંબીક જુદાઇ(Alienation not Loneliness)ને ફક્ત Hallo! Hi  હેલો–હાય– હી વર્ષે એકવાર કરવાનો સામાજિક રિવાજ સિવાય વધારે હોય તેમ મને લાગતું નથી.

(૪) ઔધ્યોગીક સમાજે ભૌતીક સમૃધ્ધી સાથે વ્યક્તિગત અને સામાજીક જુદાઇ ( સરળતાથી સમજવા શબ્દ એકલતા)જે ભેટ આપી છે તેણે આ સમાજોમાં જે તનાવો પેદા કર્યા છે તે અમાપ છે.

(૫) ભારત જેવા દેશોનો ઔધ્યોગીક વિકાસ સામાજીક રીતે પશ્ચીમી સમાજની ' નેસ્ટ લીવીંગ'ની કક્ષાએ પહોંચ્યો નથી. તે તરફ પ્રયાણ શરૂ કરેલ છે તે સત્ય છે. આપણા દેશમાં હજુ મા કે બા(હવે મોમ કે મમ્મી) સાથે તેના બાળકોનો સંબંધ ગર્ભ સાથે જોડાયેલી નાળ(Umbilical Cord)ને કાપી નાંખ્યા પછી સામાજીક અને વ્યક્તીગત રીતે મુક્ત થવાની વાત તો બાજુ પર રહી અરે! ઓછો પણ થતો નથી. જન્મથી શરૂ થયેલો આ સંબંધ મૃત્યુ પછી પણ કેવી રીતે ચાલુ રહે છે તે હિંદુશાસ્રોની ગળથુથીએ શીખવાડયું છે. હિંદુસંયુક્ત કુટુંબ પ્રથાએ સર્જન કરેલ 'મા' નામના જૈવીક એકમને 'સાસુ'માં રૂપાંતર કરીને જે બેહાલી પેદા કરી છે તેના પરિણામોથી વારંવાર આપણા દૈનીક અખબારોના કોલમો ભરચક હોય છે. જેથી અમેરીકાએ મજબુરીથી શોધી કાઢેલા 'મધર્સ ડે' ના રીવાજને ઉજવવાની લેશ માત્ર અનિવાર્યતા નથી.

(૬) અમેરીકામાં એક અનિવાર્ય રૂઢી છે કે પેલી મા ની ગર્ભનાળથી મુક્ત બનેલા નવાજાત શીશુને હોસ્પીટલમાંથી ઘરે લાવીને તેના 'સ્વતંત્ર રૂમ' માં જ મુકવો. ડેડી– મમ્મીના બેડરૂમમાં તો ભુલે ચુકે પણ નહી. જેથી ગળથુથી જ ' નેસ્ટ લીવીંગ' ના સંસ્કાર જ ક્રમશ વિકસે. જેથી અમે એકડીયા–બગડીયામાં પેલા ધોળી ટોપી પહેરેલા માસ્તરે ફુટપટ્ટી મારી મારીને ગોખાયેલી કવિતા ' જનની જોડ સખી નહી મળે રે લોલ! જેવા સંસ્કારો ભુલી જવાય.( જોડણી ભુલ હોય તો સુધારીને વાંચવું.)

(૭) આજના વિજ્ઞાનયુગે ગર્ભબહાર કૃત્રીમ–ગર્ભધારણ(ટેસ્ટ ટયુબ બેબી)કરીને કુખ ભાડે આપનાર સ્રીઓને નૈતીક અને કાયદેસર માન્યતા બક્ષી તથા રસોડુ અને રસોઇ બંને માંથી સંપુર્ણ સ્વતંત્રતા'પેલા નેસ્ટ લીવીંગ' યુવક –યુવતીને કુદકે અને ભુસકે ઉપલબ્ધ કરાવવા માંડી છે. ચલો! થોડું વિચારીએ! પેલી મરઘીના ઇંડાને ઇનક્યુબેટર મશીનમાં મુક્યા પછી જન્મેલા 'ચીકન'ને જે મરઘીએ પોતાના ઇંડાને જન્મ આપીને ઇનક્યુબેટરને પોતાની ફરજ સોંપી દીધા પછી તેની મોમ કઇ? ને તેનો મધરર્સ ડે કયા ચીકનોએ ઉજવવાનો?

(૮) માફ કરજો દોસ્તો! મારી રેશનાલીટી તાર્કીક તારણ આપે છે કે આજના જમાનામાં બૌધ્ધીક માતૃ– પિતૃ–તર્પણ કરવા માટે દિકરા– દિકરીઓએ રામાયણના શ્રવણ જેવા દિકરા બનવાની જરૂર નથી. અને આધુનીક મમ્મી–પપ્પાએ પોતાના દિકરા– દિકરીની કાવડમાં બેસીને ' વૈતરણી' પસાર કરવાની અપેક્ષા રાખવાની બિલકુલ જરૂર નથી. ૨૧મી સદીના મોમ– ડેડએ અમેરીકન નેસ્ટલીવીંગમાંથી પેદા થયેલી પેઢીએ પાઠવેલ 'મધર્સ–ડે'ની શુભેચ્છા અને ફ્લાવર્સ બુકે વી.થી બોધપાઠ લઇને સંતોષ માનવાનું શીખી જવું પડશે!

--