Monday, May 1, 2023

ચેતનકુમાર (કન્નડફીલ્મસ્ટાર)


 

 રદેશી(NRI) હોવાને કારણે મારૂ ભારતીય નાગરીકત્વ કે દરજ્જો (My OCI Status) છીનવી લેવાશે તો? ચેતનકુમાર (કન્નડફીલ્મસ્ટાર જન્મ૨૪૦૨૧૯૮૩)

ચેતનકુમારની જીંદગીની પ્રથમ કન્નડ ફીલ્મ ' આ દિનાગાલુ' cult classic film Aa Dinagalu બેસ્ટ એકટર તરીકે ઉડીયા ફીલ્મ એવોર્ડ(૨૦૦૭)મલ્યો છે.સને ૨૦૧૩ની ફીલ્મ 'માયના' MYNA માાં એકટર તરીકે ખુબજ સફળતા અને ટીકાઓ પણ મલી છે.

કેન્ર સરકારના ગૃહમંત્રી અમીત શાહે ૧૪મી એપ્રીલે પંદર દિવસ પહેલાં ચેતનકુમારને નોટીસ મોકલી છે કે તમારો ભારતનો રહેવાનો વીસા કેન્સલ કયો છે. તેમજ ઓસીઆઇ દરજ્જો પણ પંદર દિવસ પછી કાયમ માટે રદબાતલ કરવામાં આવ્યો છે!. આ કન્નડ ફીલ્મ સ્ટારનો ગુનો શું છે તે સમજીએ પહેલાં તે કઇ માટીનો માનવી છે તે પણ જાણીએ ?

ચેતનકુમાર–કદાચ ઉપર્યુક્ત નિર્ણયને કારણે તમે મારી લાગણીને ખલેલ પહોંચાડી શકશો,પણ કર્ણાટક રાજ્ય અને ભારત દેશ પ્રત્યેની મારી પ્રતિબધ્ધતા,સમર્પણ અને મારા રાજ્યમાં દલિતો, આદીવાસી, વિધ્યાર્થીઓ, કામદારો, કિસાનો અને સ્રી સમાજ માટેના મારા સમાનતા અને ન્યાયી સંઘર્ષને તમે અટકાવી શકવાના નથી.

 હું મારી જાતને આંબેડકારવાદી તરીકે ઓળખાવું છં. મારી વૈચારીક બુનીયાદ બુધ્ધ,બસાવા,મહાત્મા ફુલે અને નિરઇશ્વરવાદી રેશનાલીસ્ટ પેરીયરના વિચારો અને મુલ્યોથી પરિપક્વ કે પુખ્ત બની છે.તૈયાર થઇ છે.

ચેતનકુમારનો જન્મ(૧૯૮૩) અને ઉછેર શીકાગો(in Chicago, Illinois, US.)માં.– અમેરીકાની યેલ યુનીવર્સીટીમાંથી ગ્રેજયુએટ કર્યું છે.

( Kumar graduated from Yale University in South Asian studies with an emphasis on comparative theater (2005). a twelve-month Fulbright Scholarship to Karnataka, India, and worked in conjunction with National School of Drama—Bangalore.

બંને માબાપ મુળ ભારતીય અમેરીકન સીટીઝન્સ, વ્યવસાયે ડૉકટર.

ચેતન કુમારલગ્ન (૨૦૨૦) પ્રવૃત્તીની સાથીદાર 'મેઘા' સાથે. લગ્ન રજીસ્ટર કોર્ટ મેરેજ પણ કાયદા મુજબના જરૂરી સોંગદ(OATH) એક ચેતનકુમારની પ્રવૃત્તીના કિન્નર સાથીદારએ(marriage vows presided by a transgender activist) લેવડાવ્યા હતા. લગ્નમાં હાજર રહેલ દરેક મહેમાનોને 'ભારતીય બંધારણ'ની કોપી ભેટ તરીકે આપી.

તાજેતરમાં ચેતનકુમારનો યુટયુબ વિડિયો ઇન્ટરવ્યુ જાણીતા પત્રકાર કરણ થાપરે લીધો હતો. જેમાંના અગત્યના મુદ્દાઓ અત્રે રજુ કરીએ છીએ.

કે ટી– (Karan Thapar) મેં ગૃહપ્રધાન અમીત શાહની નોટીસનો અભ્યાસ કર્યો. તે અસ્પષ્ટ અને સંદિગ્ધ છે. " તમે જાહેર પ્રજાહિતને બદલે બે સમાજો અને ધર્મો વચ્ચે દુશ્મનાવટ પેદા થાય તેવી ગેરકાયદેસર પ્રવૃત્તીઓમાં રોકાયેલા છો? શું જાહેર પ્રજાહિતમાં " ભારતીય કુસ્તી એસોસીયેશનના ચેરમેન બ્રીજભુષણ સરણસિંગની વીશ્વ કુસ્તી મહીલા ચેમ્પયિનની યૌનશોષણની પ્રવૃત્તીઓ જ ગણાય"?  ભાવાનુવાદક.

કે.ટી.– મારા મત પ્રમાણે તમે દેશના બંધારણ અને કાયદાશાસનને અનુસરીને તમારા અભિવ્યક્તિના અધિકાર મુજબ જે પ્રવૃત્તીઓ કરે છો તે જ દેશના ગૃહમંત્રાલયની આંખમાં ખુંચે છે. પરંતુ દિલ્હીના સત્તાધીશોને કર્ણાટક રાજ્યના હિંદુત્વવાદી સંસ્થાઓના વડાઓએ તમારી સામે તેમને આવા પગલાં લેવા બરાબર ઉશ્કેર્યા હશે!.

ચેતનકુમાર–મેં કર્ણાટક હાઇકોર્ટમાં સદર નોટીસના જવાબમાં રીટ પીટીશન કરી છે કે આ નોટીસ ગેરકાયદેસર, બદઇરાદાથી, મનસ્વી, આપખુદ અને નિયમહીન છે. તેથી તે રદબાતલ કરી મને મારૂ OCI Status પુન;સ્થાપિત કરી, મારી સામાજીક પ્રવત્તીઓ કરતાં તે પોતે અથવા તેમના એજંટો રોકે નહીં તેવો મનાઇ હુકમ આપો.

ચેતનકુમાર– હું છેલ્લા પંદર વર્ષોથી દેશના બંધારણીય મુલ્યો અનુસાર નીચે મુજબની પ્રવૃત્તીઓ કરૂ છું. બ્રાહ્મણવાદ પ્રેરીત વર્ણો અને જ્ઞાતિ વચ્ચેની સામાજીક અસમાનતા દુર કરવા, આદિવાસીઓના હક્કોનું સંરક્ષણ કરવા તેમજ ભ્રષ્ટાચાર વિરોધી પ્રજામત કેળવવાની પ્રવૃત્તીઓ કરૂ છું. જેમાં અમને ઘણી સફળતા મલી છે.

કે ટી– ચેતનકુમાર, તમે હિંદુ ધર્મ, હિંદુત્વ અને બ્રાહ્મણવાદ ને કેવી રીતે જુદા જુદા વર્ગોમાં વહેંચી શકો? શું ખરેખર આ બધું સામાન્ય લોકોને મન એકજ નથી?

ચેતનકુમાર– હું  હિંદુધર્મને એક અતિ વિશાળ વ્યાપવાળી જીવન પધ્ધતિ ગણુ છું. જેમાં આસ્તીક, નાસ્તિક, દ્રૈત, અદ્રૈત,ઇશ્વરનો આકાર–નિરાકાર સ્વરૂપ,જેવા અનેક વિવિધ આચાર–વિચાર– વર્તનનો સમુહ ગણુ છું. જ્યારે હિંદુત્વ વિધર્મીઓ સાથે સામાજીક, રાજકીય ને આર્થીક વ્યવ્હારો કેવા કરવા તેનું માર્ગદર્શન આપે છે. તેની સામે સંગઠીત થવા રાજકીય ધ્રુવીકરણનો માર્ગ સરળ કરે છે.

     બ્રાહ્મણવાદ એ હિંદુ સમાજ વ્યવસ્થાને ચારવર્ણ આધારીત જન્મની સાથે જ  મનુસ્મૃતિ પ્રમાણે ઉંચનીચના તમામ વ્યવહારો કરવા નૈતીક પ્રેરકબળ પુરૂ પાડે છે. મારા જન્મ માટેના કહેવાતા અને બ્રાહ્મણવાદ આધારીત પુર્વજન્મ, વર્તમાનજન્મ અને મૃત્યુ પછીનો પુનર્જન્મને વ્યાજબી ગણાવાતા કર્મના સિધ્ધાંતો તમામ વૈજ્ઞાનીક સત્યો અને પુરાવા વિરુધ્ધના છે. બ્રાહ્મણવાદ એ હિંદુ સમાજમાં પ્રવર્તમાન તમામ પ્રકારના અસમાન અને શોષણખોર વ્યવહારોની જનેતા છે.બ્રાહ્મણવાદમાં કેટલાક વર્ણના લોકોને જન્મ આધારીત ખાસ વિશેષઅધિકારો બક્ષેલા છે. માટે છેલ્લા બેવર્ષોથી બ્રાહ્મણવાદ સામે સમાનતામુલક સમાજ પેદા કરવા અમે ઝુંબેશ ચલાવીએ છીએ.

કે ટી– હવે મને સમજણ પડી કે કર્ણાટકમાં કોંગ્રેસ સત્તાકાળમાં પણ બજરંગદળ અને વિશ્વ હિંદુપરિષદ( વીએચપી)ના રડારમાં તમારી પ્રવૃત્તીઓ જોખમકારક કેમ બની ગઇ?

કે ટી– પણ મને ચેતનકુમાર એ માહિતી પુરી પાડો કે તમારી પોલીસે બે વાર અટકાયત કેમ કરી હતી?

ચેતનકુમાર– પ્રથમવાર મેં જાહેરમાં કર્ણાટક હાઇકોર્ટના એક ન્યાયધીશ ખુલ્લી કોર્ટમાં એક બળાત્કાર કેસના આરોપીને આગોતરા જામીન આપતાં પહેલાં " દેશની સ્રીઓ માટે એવી ટીકા કરી હતી કે ખોટું કે અર્થહીન કામ કર્યા પછી કેવી રીતે ઉંઘી જવાય!

"It was unbecoming of Indian women-to fall asleep after being Rubbish- after that remark judge gave advance bail to the Rapist-or a rape accused"

મેં તેનો જાહેરમાં વિરોધ કર્યો હતો. આવો વિરોધ કરનાર ફક્ત હું એકલો ન હતો.કર્ણાટક રાજ્યમાં ઘણાબધા વકીલો ઉપરાંત પત્રકારો અને કર્મશીલો વિ. વિરોધ કરનારામાં હતા. વધુમાં મેં એ પણ જણાવ્યું હતું કે 'હિજાબ' કેસ આજ ન્યાયાધીશ પાસે ચાલતો હતો. ત્યારે શું મુસ્લીમ વીધ્યાર્થીનીઓએ સરકારી સ્કુલોમાં હિજાબ પહેરવો કે નહી તે મુદ્દા પર તેઓ મૌન ધારણ કરવાની હિંમત કરશે ખરા?

Now the same judge is hearing the Hijab case whether Girls of GOVT School should allowed to wear Hijab or not- Does he has a courage to be quiet?

ચેતનકુમાર– માનનીય ન્યાયાધીશની બળાત્કારના મુદ્દે કરેલા નિરિક્ષણ બાબતમાં ટીકા કરવી તે કેવી રીતે ક્રીમીનલ ગુનો બને? બીજીવારની મારી ધરપકડ નીચે મુજબના ત્રણ જાહેર મંતવ્યોને કારણે કરવામાં આવી હતી. એક, સાવરકરએ દાવો કર્યો હતો કે જ્યારે રામ રાવણને હરાવીને અયોધ્યામાં આવ્યા તે દિવસથી ભારતનો એક રાષ્ટ્ર તરીકે જન્મ થયો. તે હકીકત ઐતીહાસીક સત્યથી વેગળી છે. બે, સને ૧૯૯૨માં જ્યારે એમ દાવો કરવામાં આવ્યો કે " બાબરી મસ્જીદ એજ સ્થળ રામની જન્મ ભુમી હતી." તે પણ આયોજનપુર્વકનું જુઠ્ઠાણું હતું. ત્રણ, ટીપુ સુલતાને ઉરી ગોવડા અને નાનજે ગોડા બે મુખીઆઓએ મારી નાંખ્યો હતો તે પણ જુઠ્ઠાણું હતું. જેનો દાવો બીજેપીના જનરલ સેક્રેટરીએ કર્યો હતો. જે પણ ઐતીહાસીક સત્ય ન હોવાથી બીજેપીએ પરત ખેંચ્યો હતો. પણ ઉપર મુજબના કારણોસર મારી સામે બીજાઓની ધાર્મીક લાગણી દુભાઇ છે તેમ ફરીયાદ લઇને મારી સામે ફોજદારી કાયદાની કલમ ૨૯૫–૧નો ઉપયોગ કરીને બીજીવાર જેલમાં પુરી દેવામાં આવ્યો હતો.  

ચેતનકુમાર– હિંદુત્વ એક સામાજીક, સાંસ્કૃતિક ને રાજકીય  વિચારધારા છે. તેમાં કશું ધાર્મીક નથી. જેને કારણે કોઇ ધર્મ સમુહની લાગણી દુભાય. તેમ છતાં વીએચપી વિ. ના સંગઠનોના વડાએ કેન્દ્રના ગૃહમંત્રાલયને લખ્યું કે મારુ OCI Status કેન્સલ કરી દો!

કે ટી– બ્રાહ્મણવાદ આપણા દેશનો મુળભુત રીતે સદીઓથી ગંભીરરીતે સામાજીક માળખાનો વણઉકેલ્યો પ્રશ્ન છે. પેરીયર અને બાબાસાહેબ આંબેડકરે આ સમસ્યા સામે અવિરત જીંદગીભર સંઘર્ષો કરેલા હતા. બ્રાહ્મણવાદ આધારીત હિદું સમાજની ચાર વર્ણોમાં સામાજીક વહેંચણી દેશના બંધારણના આમુખ અને પાયાના મુલ્યો જેવાકે સામાજીક ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની તો બિલકુલ વિરૂધ્ધ છે. વિશ્વ હિંદુપરિષદ એક શક્તિશાળી બ્રાહ્મણોના હિત માટેનું, તેમના દ્રારાજ પ્રત્યક્ષ કે અન્યરીતે સંચાલિત દેશ વ્યાપી ઉગ્રસંગઠન છે.

 ચેતનકુમાર– અમારી પ્રવૃત્તીઓ બ્રાહ્મણવાદ સંચાલિત દેશના વીએચપી, ભાજપ અને આર એસએસ જેવા તમામ હિંદુ સંગઠનોના પાવર સ્ટ્રક્ચરને પડકારતું હોવાથી દુશ્મન બની ગયું છે.

કે ટી– તમારો ફીલ્મ ઉધ્યોગ તમને કેમ મદદ કરતો નથી.

ચેતનકુમાર– તે બધાને પોતાના ફીલ્મો માટેની સીનેમાની બોક્ષ ઓફીસ તથા બેંકબેલેન્સની ચીંતા હરહંમેશ હોય છે.મારી ચળવળને અમારા રાજ્યના તમામ સમાજોના વંચિતોનો સંપુર્ણ સહકાર છે.

કે ટી– તમને દેશના ન્યાયતંત્રમાં વિશ્વાસ છે? કર્ણાટક હાઇકોર્ટે તમારા OCI Status કેસનો ચુકાદો તમારી વિરૂધ્ધ આપ્યો તો?

        ચેતનકુમાર– હું સર્વોચ્ચ અદાલતનું બારણું આખરે ખખડાવીશ!

કે ટી– મારી તમારી સફળતા માટે શુભેચ્છા છે.

સંદર્ભ માટે યુટયુબ K Thapar Interview with Kannad Actor Chetan Kumar.

https://www.youtube.com/watch?v=NJmQVGAkDVo

 

 

 

 

 

 

--