Wednesday, May 17, 2023

ચાર્લ્સ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ–

ચાર્લ્સ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ–

ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ ને સમજીએ તે પહેલાં એ સમજી લઇએ કે વિશ્વના મુખ્ય ધર્મો, ખ્રિસ્તી, ઇસ્લામ અને હિંદુ,એ ત્રણેયમાં માનવીના સર્જન માટે શું કહેવામાં આવ્યું છે.

(1)     ખ્રિસ્તી ધર્મ– ગોડ કે ઈશ્વરે માનવીને પોતાની પ્રતિકૃતિ પ્રમાણે બનાવ્યો. જમીનની માટીમાંથી માનવ બનાવ્યો. તેના નાક માં શ્વાસ મુક્યો. પ્રથમ પુરુષ આદમની પાંસળીમાંથી 'ઇવ' નામની પ્રથમ સ્ત્રી બનાવી!( So God created mankind in his own image, in the book of Genesis 1:26–27 The Lord God formed man of the dust of the ground and breathe into his nostrils the breath of life, and man become a living soul. Eve was formed out of Adam's rib.)

(2)     ઇસ્લામ– દેવદૂતને અલ્લાહે કહ્યું કે જો હું હવે મનુષ્ય માટીમાંથી બનાવું છું. મારા શ્વાસ માંથી તેના પ્રાણ પુરુ છું.( Your Lord said to angles, I am about to create a human being out of clay and when I have formed his fully and breathed my spirit into him. Quran 38:71-72.)

(3)     હિંદુ ધર્મ– બ્રહ્માના મુખમાંથી બ્રાહ્મણ, હાથ(બાહુ)માંથી ક્ષત્રિય, જાંઘમાંથી વૈશ્ય ને પગમાંથી શુદ્ર.

(4)     ત્રણેય ધર્મોની ઈશ્વરની કલ્પના આ પ્રમાણે છે.સર્વશક્તિમાન(Omnipotent),સર્વવ્યાપી( Omnipresent),સર્વજ્ઞાતા(Omniscience).

(5)     ઉત્ક્રાંતિવાદ– ફક્ત માનવી જ નહી પૃથ્વી પરના તમામ સજીવ જૈવિક ઉત્ક્રાંતિ ના સિદ્ધાંતો પ્રમાણે ક્રમશ: લાખો વર્ષો પછી વિકસ્યા છે. ચાર્લ્સ ડાર્વિને વિજ્ઞાનની પ્રયોગશાળા બહાર પોતાની ' HMS Beagle' નામની સ્ટીમર સમુદ્ર મુસાફરી પ્રવાસ દરમિયાન જુદા જુદા ટાપુઓ પરથી આશરે પાંચ વર્ષ સુધી(December 1831 to October 1836)સેંકડો જુદા જુદા પ્રાણીઓ, પક્ષીઓ, સરિસૃપો, વનસ્પતિ વિ. નમૂના અને અશ્મિઓ એકત્ર કર્યા. આ મુસાફરી દરમિયાન એકત્ર કરેલા તમામ વાસ્તવિક,ભૌતિક (ઈશ્વરી કે દૈવી નહી)પુરાવાનો અભ્યાસ બીજા વીસ વર્ષ સુધી કર્યો.

(6)     ડાર્વીને ૨૪ નવેંબર ૧૮૫૯ના રોજ, 'ઓરીજન ઓફ સ્પીસીસ' નામનું પુસ્તક આજથી આશરે ૧૬૫ વર્ષો પહેલાં પ્રકાશીત કર્યુ અને બીજુ પુસ્તક  ડીસેન્ટ ઓફ મેન' તેમાં દરેક જીવની ઉત્પત્તિ માટે ધર્મનિરપેક્ષ, ધર્મ અને ઇશ્વરની મદદ સિવાય ચાર સિદ્ધાંતો વિકસાવ્યા છે. એક,દરેક સજીવની જીવવા માટેની મુળભુત જીજીવિષા (Basic urge for existence) બે, જીવન ટકાવી રાખવા માટે અને દૈહિક ભૌતીક સંઘર્ષ– મૃત્યુ પછી મોક્ષ, મુક્તિ, સ્વર્ગ, હિંદુઓ માટે સારી વર્ણમાં પુનર્જન્મ થાય, વિ માટે બિલકુલ નહી–(Struggle for bare physical existence of all living organism)ત્રણ, કુદરતી વાતાવરણ સામે, જે સજીવો પોતાનું જીવન ટકાવી રાખે તે જૈવિક એકમ માનવ સહિત ટકી શકે!( Survival of the fittest) ચાર, જે સજીવો પોતાના અંગોમાં કુદરતી વાતાવરણ અનુકૂળ ફેરફારો કરી શકે (ભૌતિક શરીરથી તાકાતવાન નહી) તે જ પોતાનું જીવન ટકાવી શકે! (Laws of variation & adaptation).

(7)      કુદરતી વાતાવરણ અનુકુળ,પોતાનો જીવ ટકાવવા સજીવ જાતિમાં થતા ભૌતીક– આનુવંશિક ફેરફાર રાતો રાત કે બે પાંચ વર્ષ કે અરે! દાયકાઓમાં થતા નથી. વિશ્વ કક્ષાના વર્તમાન બ્રિટિશ જીવ વૈજ્ઞાનિક રિચાર્ડ ડોકિન્સ મત પ્રમાણે સામાન્ય વાંદરામાંથી સેંકડો પ્રજાતીઓના વિકાસ પછી મનુષ્ય જેવી(Homo – Erect & Home Sapiens)પ્રજાતિ વિકસતાં ફક્ત ૪૫૦ લાખ વર્ષોનો સમય થયો હતો. વર્તમાન બંદર માંથી વર્તમાન માનવની જૈવિક ઉત્ક્રાંતિ એકસો– બસો વર્ષ માં થઇ શકે જ નહી એ જય બજરંગબલી ની નામની પોતાના સ્વાર્થ– પરમાર્થ માટે ચૂંટણીના મેદાનમાં ગર્જના કરનારાઓને ક્યાંથી ખબર પડે!

(8)     ભારત દેશની સ્વતંત્રતા પછી પ્રથમ વાર મોદી સત્તાએ ૭૫ વર્ષે શરૂ કરેલા અમૃતકાળમાં સમગ્ર માનવજાતના જ્ઞાનના ગૌરવશાળી વારસાને ' બલીનો બકરો' બનાવવા માટે ધો.૧૦મા માંથી ઉત્ક્રાંતિવાદનું ચેપ્ટર કાઢવા આનાથી ઉત્તમ વર્ષ બીજું કયું શોધવા જઇશું?

(9)     વિશ્વના કયા કયા દેશોના ધાર્મિક સ્થાપિત હિતો "ડાર્વીનના ઉત્ક્રાંતિ" પર પ્રતિબંધ જ નહી પણ 'ઇશનિંદા કે ધર્મનિંદા (Blasphemy)નો અક્ષમ્ય ગુનો ગણ્યો છે તેની યાદી પણ જોઈએ.

(10)  વિશ્વના ઘણા બધા મુસ્લીમ દેશોએ પોતાના દેશના ધાર્મિક સ્થાપિત હિતો ના દબાણોને વશ થઇને ઉત્ક્રાંતિવાદ અભ્યાસક્રમ માંથી કાઢી નાંખ્યો છે,તેની યાદી આ પ્રમાણે છે. કારણ કે, કુરાનના માનવ સર્જનના ખ્યાલની તદ્દન વિરુદ્ધ ઉત્ક્રાંતિવાદ માનવ સર્જન સાબિત કરે છે.(Saudi Arabia, Oman, Algeria and Morocco have banned the teaching of evolution completely. In Lebanon, evolution was removed from the curriculum because of religious pressure. In Jordan, evolution is taught within a religious framework. In Egypt and Tunisia, evolution is presented as an unproven hypothesis.)

(11) યુએસએની કેન્દ્ર( Federal) સરકારે કોઇ નિયંત્રણ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદને સ્કુલ કોલેજોમાં શીખવાડવા માટે કોઇ પ્રતિબંધ મુકેલ નથી. પણ કેટલાક કેથોલિક સંપ્રદાયના પ્રભુત્વવાળા રાજ્યોની પબ્લિક સ્કૂલમાં ' બાયબલની સર્જન થીયરી( Theory of creation)અને ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ સમકક્ષાએ અભ્યાસમાં મુકીને ચલાવવામાં આવે છે.

(12) ડાર્વિનના ઉત્ક્રાંતિવાદે, માનવ જાતની જ્ઞાન–વિજ્ઞાનની સમુધ્ધી દ્રારા અનેક સમસ્યાઓ ઉકેલવામાં અમાપ મદદ કરેલ છે. દા.ત નિવૃંશશાસ્ર, મનોવિજ્ઞાન, ડીએનએ  અને મારા મત મુજબ સૌથી શ્રૈષ્ઠ 'ધર્મનીરપેક્ષ માનવવાદ'ની વિચારસરણીને વૈજ્ઞાનિક આધાર પૂરો પાડ્યો છે.

(13)  બાબા સાહેબ આંબેડકરે દલિતોમાંથી બૌધ્ધ ધર્મ સ્વીકારવા કે ધર્મ પરિવર્તન કરવા માટેની ૨૨ પ્રતીજ્ઞાઓમાં પ્રથમ પ્રતિજ્ઞા મુકી છે, હવે હું પછી હિંદુ ભગવાન' રામ અને કૃષ્ણ'ને ક્યારેય ઈશ્વર ગણીશ નહી, અને તેમની દેવ તરીકે પૂજા પણ નહી કરુ.

(14)  તમને સૌ ને ખબર છે ખરી કે આવતા વર્ષે જાન્યુઆરીમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર ઉદ્ઘાટન કાર્યક્રમ છે. રામાઅવતાર અને ડાર્વિન ઉત્ક્રાંતિ અવતાર બે માંથી હું અને તમે શું પસંદ કરશો! આપ સૌ વાંચકોની રેશનાલીટી કે તર્ક વિવેકશક્તિ શું માર્ગદર્શન આપે છે?


--



--