દેશની સર્વોચ્ચ અદાલતનો સીમાસ્તંભ કે સીમાવર્તી( Landmark Judgement) ચુકાદો!
ગઇકાલે દેશની સર્વોચ્ચ અદાલતની માનનીય પાંચ ન્યાયધીશોની બેંચે, સર્વાનુમતે, મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રચુડ સાહેબના પ્રમુખપણા નીચે(A five-judge Constitution bench chaired by Chief Justice of India DY Chandrachud )એક સીમાવર્તી ચુકાદો બંધારણના મુળભુત ઢાંચા(Basic Structure)ના ભાગ તરીકે સહકારી સમવાયી તંત્ર ( Co-operative Federalism) છે તેવો સ્પષ્ટ ચુકાદો આપી દીધો. સદર ચુકાદો સર્વોચ્ચ અદાલતે અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકારની તરફેણમાં કેન્દ્રની મોદી સરકાર તરફથી નિમાયેલ લેફ્ટેન્ટ ગવર્નર ની સત્તાઓ વિરુધ્ધ આપેલ છે.તેના તારણો ટુંકમાં નીચે મુજબ છે.
(1) ભારત એક દેશ તરીકે બંધારણ મુજબ સમવાયી તંત્ર( Union of States) એટલે કે આશરે ૨૮રાજ્યો, પાંચ કેન્દ્રશાસીત પ્રદેશો અને કેન્દ્ર સરકાર સાથે સંયુક્ત લોકશાહી પ્રજાસત્તાક ઢબે સંચાલન થતો દેશ છે. ગ્રામપંચાયતથી શરૂ કરીને સંસદ સુધીની તમામ સરકારો સાર્વભૌમ છે. નાગરીકોના બહુમતી મતોથી ચુંટાયેલી, નાગરીકોના સશક્તીકરણ માટે છે. સમવાયીતંત્ર(Co-operative Federalism)ના દરેક પ્રજામતથી સત્તામાં આવેલી રાજકીય સ્વાયત્ત એકમોને પોતાના અધિકૃતક્ષેત્રોમાં સંચાલન કરવા વહીવટી તંત્ર કે નોકરશાહી પાસેથી કામ લેવાનો અબાધિત અધિકાર છે. તે પ્રમાણે પેલા વહીવટીતંત્રે કામ કરવાની ફરજ છે. કેન્દ્ર્ની મોદી સરકાર તરફથી નીમાયેલ લેફ્ટેન્ટ ગવર્નર સક્ષેસેના સાહેબને દખલગીરી કરવાનો અધિકાર નથી. ફક્ત પોલીસતંત્ર, જમીન અને જાહેર કાયદો અને વ્યવસ્થા(to public order, police, and land) આ ત્રણ ક્ષેત્રો સિવાય લે. ગવર્નરે દિલ્હીની વિધાનસભાએ પાસ કરેલ ઠરાવો મુજબ મંજુરી આપવી પડે. દિલ્હી વિધાનસભાનું વહીવટીતંત્ર ત્યાંની ચુંટાયેલી સરકારની સુચના મુજબ કામ કરવા ફરજઆધીન છે. નહી કે મોદી– અમીતશાહ સંચાલિત કેન્દ્ર સરકારને!
(2) દેશમાં જે રાજ્યો બીજેપી કે મોદી શાસિત નથી તે રાજ્યોની સતત અને ખુબજ મોટે પાયે ફરીયાદો છે કે જે તે રાજ્યોના ગવર્નરની નિમણુક કેન્દ્રની સરકાર કરતી હોવાથી રાજ્ય– વિધાનસભાઓએ કરેલ ઠરાવો ને અનેક કામોમાં રોજબરોજ સતત દખલગીરી કરે છે. કેન્દ્રની મોદીસરકારની માફક જ આ જુદા જુદા વીરોધપક્ષોની રાજ્ય સરકારો પણ લોકોના બહુમતી મતોથી ચુંટાયેલી છે. તેમ છતાં આ તમામ સરકારોને પોતાના રાજ્યોમાં લોક–હિતાર્થે કામ ન જ કરવા દેવાનો એક માત્ર એજન્ડા કેન્દ્રની મોદી સરકારનો રહ્યો છે.
(3) સર્વોચ્ચ અદાલતે સદર ચુકાદામાં જાહેર કરી દીધું છે કે દેશના રાષ્ટ્રપ્રમુખ ને રાજ્યોના તમામ રાજ્યપાલો ફક્ત અને ફક્ત કાયદામુજબના( De-Jure) વડા છે. દેશનું સંચાલન કરવાની સત્તા તો નાગરીકોના બહુમતીથી ચુંટાયેલા પ્રતિનિધિઓ સંચાલિત રાજ્ય સરકારોની છે. સદર ચુકાદાએ રાજ્યપાલ અને રાષ્ટ્રપ્રમુખ પાસેથી કયા કયા કામો દિલ્હીની કેન્દ્ર્ સરકાર લઇ શકે તેની લક્ષ્મણ રેખા નક્કી કરી આપી છે. દેશના સમવાયી ઢાંચામાં દરેક રાજ્યોની સરકારો ' ડબલ એન્જીન' વાળી હોવી અનિવાર્ય નથી. સર્વોચ્ચ અદાલતને વિકેન્દ્રીત લોકભાગીદારવાળી રાજ્ય સરકારોને પોતાના બંધારણીય અધિકારો મુજબ કામ કરવા અને કેન્દ્રની મોદી– શાહ શાસિત દખલગીરીઓમાંથી મુક્તિ અપાવવા સીમાવર્તિ ચુકાદો આપવા કોટીકોટી અભિનંદન...