વિનાશ કાળે વિપરીત બુધ્ધી–
મોદી સરકારનો સર્વોચ્ચ અદાલતના સર્વાનુમતે આપેલા ચુકાદા વિરૂધ્ધ વટહુકમ.
(1) ૧૧મી મેના રોજ સર્વોચ્ચ અદાલતે વડાપ્રધાન મોદી–અમીત શાહ સરકાર સામે અરવિંદ કેજરીવાલની દિલ્હીના મતદારોએ પ્રચંડ બહુમતી અને ધારાસભ્યોની સીટસ(૭૦માંથી ૬૫ અને ફરી ૬૩)આપીને વિજેતા બનેલી લોકપ્રતિનિધિ સરકારને લેફ્ટન્ટ ગવર્નરની કાયમી દખલગીરી થી મુક્ત કરી લોક કલ્યાણના કામો બંધારણની સીમામાં કરવા સર્વાનુમતે ચુકાદો આપ્યો હતો.
(2) સદર ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે મોદીની કેન્દ્ર સરકાર અને કેજરીવાલની દિલ્હી સરકાર બંનેને મતદારોના બહુમતી પ્રતિનિધિઓથી ચુંટાયેલી સર્વાંગી રીતે સમકક્ષ સત્તાધીશ સરકાર ગણી છે. પોતાના કાર્યક્ષેત્રમાં દરેકને પ્રજાલક્ષી કામ કરવાનો અબાધિત અધિકાર છે. બંનેનું અસ્તિત્વ અને સ્વાયત્તા બંધારણીય છે.
(3) સને ૨૦૧૪થી મોદીજી વડાપ્રધાન બન્યા ત્યારથી ૨૦૨૩ સુધીમાં તેઓની ભાજપ સરકારે દેશની ૯ રાજ્યોની બહુમતી મતદારોના મતોથી વિજયી બનેલી બીજા પક્ષોની સરકારોને ઉથલાવીને સત્તા ઝુંટવી લઇને કબજો લઇને રાજ કરે છે. જે કોઇ વિરોધ પક્ષોની સરકારોને ઉથલાવી શક્યા નથી તેને કેન્દ્રની મોદી સરકાર પોતાના નિમેલા રાજ્યપાલોની મદદથી સતત દખલગીરી કરીને પ્રજાલક્ષી કામો નહી કરવા દેવાનો જ સંગઠિત ધંધો કેન્દ્રની મોદી સરકાર કર્યા જ કરે છે.
(4) દિલ્હીમાં જે દિવસથી ભાજપને ત્રણવાર મરણતોલ શિકસ્ત આપીને કેજરીવાલની સરકાર સત્તાધીન બની છે તે દિવસથી તેને પ્રજાલક્ષી કામ નહીંજ કરવા દેવાના એકમાત્ર સોંગદ લઇને કેન્દ્રની મોદી સરકાર એકપછી એક પગલાં લીધા જ કરે છે. કેજરીવાલના વહીવટ સંચાલિત પબ્લીક સ્કુલ, મહોલ્લા ક્લીનીક. મર્યાદિત યુનીટ સુધી વિજળી મફત અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ,વિ. પ્રજાલક્ષી કામોએ મોદી– શાહના નફરત,કોમી વૈમન્સ્ય, અને ઉગ્ર હિદુત્વના મોડેલને જાણે કાયમી રૂકસદ આપી દિધી છે.
(5) સર્વોચ્ચ અદાલતના ચુકાદાએ દેશના અન્ય સમવાયી રાજ્યોની માફક દિલ્હી વિધાનસભાને સમકક્ષ બંધારણીય દરજ્જો આપી દીધો છે. જેને મોદી– શાહની આપખુદી સત્તાકીય માનસિકતા પચાવી શકતી નથી. માટે તેઓને સદર વટહુકમ લાવવાની તાત્કાલિક જરૂર પડી છે. જેથી કેજરીવાલની સરકારના લોકકલ્યાણના કામો કરવાની પ્રચંડ ઇચ્છાશક્તિને બ્રેક મારી શકે.
(6) તારીખ ૨૨મી મે નારોજ ઇન્ડીયન એક્ષપ્રેસે પોતાના તંત્રી લેખનું મથાળું આપ્યું છે. "HIJACKING DELHI" સદર વટહુકમે દિલ્હીની કેજરીવાલ સરકારનો ગેરકાયદેસર કબજો(HIJACK) લઇ લીધો છે. સર્વોચ્ચ અદાલતને વિનંતી કરી છે કે કેન્દ્ર સરકારે આ વટહુકમથી દેશના સમવાયી કે 'ફેડરલ' તંત્ર પર જે કઠુરાઘાત કરેલ છે તેમાંથી મુક્તિ અપાવે! આ વટહુકમ તો બિનકુશળ, અપરિપક્વ, બેશરમ કે લાજશરમ વિનાનો છે.(Unwisely and unabashedly). દિલ્હીની કેજરીવાલ સરકારે, જે વર્ષોથી કાયદાકીય સંઘર્ષ કરીને ન્યાયિક ચુકાદો મેળવેલ છે તેને ધુળધાણી કરી નાંખનારો છે. વધુમાં તંત્રી લેખમાં જણાવ્યું છે કે સદર વટહુકમ દેશના સમવાયી બંધરણીય માળખાને જ મુળભુત રીતે ધોકોદેનોરો(Undermines)છે. શું હવે સર્વોચ્ચ અદાલત બંધારણના લોકશાહી મુળભુત ઢાંચાને(The basic structure of federalism) વટહુકમથી ઝુંટવાઇ જતો બચાવશે? (The SC must ensure that the eloquent and essential defense of democratic federalism by its Constitution bench is not hijacked.)
(7) આજ દિવસે ઇ–એક્ષપ્રેસના તંત્રીલેખના પાનાપર એક પરિપક્વ અને દુરંદેશી કટારલેખક ભાનુપ્રતાપ મહેતાએ કેન્દ્ર સરકારના વટહુકમને એક ખુબજ બેશરમ રાજકીયકૃત્ય મોદી સરકારનું છે એમ જણાવ્યું છે. "તે લોકશાહીના ભવિષ્ય માટે સારી નિશાની નથી". (It bodes ill for the future of democracy.) સદર વટહુકમ કેન્દ્ર સરકારની માનસીકતાની ચાડી ખાય છે કે દેશમાં તે વિરોધી રાજકીય પક્ષોની સરકારોની સત્તા કોઇપણ સંજોગોમાં પોતાની હકુમત નીચે ચલાવી લેશે નહી. મહેતા સાહેબ વધુમાં લખે છે કે વટહુકમ એ ખરેખરતો સીધો જ સર્વોચ્ચ અદાલતના સર્વાનુમતે આપેલ ચુકાદાનું નિર્લજ્જ અપમાન છે. જાવ! થાય એ કરી લો! અમારા વટહુકમે તમે બચાવેલી પ્રચંડ પ્રજામતથી ચુંટાયેલી સરકારને લોકઉપયોગી કામ કરતી જ બંધ કરી દીધી છે. બંધારણીય સમવાયી માળખું અમારી અનુકુળતા માટે છે. પણ સામાવાળા રાજકીય હરીફ પક્ષોની સત્તા ટકાવી રાખવા માટે બિલકુલ નહી.( "Federalism for me, but not for thee")
(8) મોદી સરકારે એક જ વટહુકમના કાંકરે બે પક્ષીઓને પોતાના અસ્તિત્વ ટકાવી રાખવાનો પડકાર આપી દીધો છે. એક દિલ્હીની કેજરીવાલ સરકાર અને બીજી કાયદાકીય સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતને બિલકુલ અપ્રસતુત બનાવી.મોદી સરકાર તો રાહ જોઇને બેઠી છે કે ક્યારે દેશની સર્વોચ્ચ અદાલતને પોતાની સત્તા સામે નતમસ્તક ઝુકાવી દેવી! ચુંટાયેલી કેન્દ્ર સરકારની સત્તાકીય સર્વોપરીતા સર્વોચ્ચ અદાલતના સદર ચુકાદાને અપ્રસતુત બનાવી ને જ બતાવી શકાય ને!
( The executive will claim the mandate of the popular national will to delegitimize the judiciary.)
હિંદુત્વ આધારીત રાજ્યસત્તાના મ્યાનમાં એક સાથે બે તલવારો રહી શકતી નથી. હિટલરના નાઝીવાદ અને મુસોલીનીના ફાસીવાદનો ઇતિહાસ નહીતો ખોટા સાબિત થાય!.
(સૌ.ઇ એક્ષ.ના ઉપર જણાવેલા લેખોનો ટુંકમાં ભાવાનુવાદ.)